________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
(હે ભગવન્!) ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી (પણ) ચડિયાતું આપનું સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાથી જીવો નિર્વેિદનપણે અજરામર સ્થાનને અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરે છે. (૪)
હે મહાયશસ્વી પ્રભુ ! ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા હૃદયથી (મેં આપની) સ્તુતિ કરી, તો હે પાર્શ્વજિનચંદ્ર ! ભવોભવ (મને) બોધિ-સમ્યક્ત્વ આપજો. (એટલું જ હું માંગુ છું.)
શબ્દજ્ઞાન :ઉવસગ્ગહર - ઉપસર્ગોને હરનાર પાસ - પાર્શ્વ યક્ષ જેનો સેવક છે,સમીપ છે પાસ - પાર્શ્વનાથ ભગવંતને વંદામિ - હું વંદન કરું છું કમાણે મુક્યું - કર્મસમૂહથી મુક્ત વિસહર વિસ - વિષધરનું ઝેર નિત્રાસં - નાશ કરનાર
મંગલ - મંગલ કલ્લાણ - કલ્યાણ, આરોગ્ય આવાસં - ઘર સમાન વિસર-ફલિંગ મત - “વિસર-લિંગ" નામના મંત્ર વિશેષને કંઠે - કંઠને વિશે, ગળામાં ધારેઈ - ધારણ કરે છે જો સયા - જે સદા (નિરંતર) મણુઓ - મનુજ, મનુષ્ય તસ્સ - તેના
ગહ - ગ્રહ રોગ - રોગ મારી - મરકી કુદMRI - દુષ્ટ જ્વર (તાવ) જંતિ - જાય છે, પામે છે વિસામ - ઉપશાંતિને, ઉપશમને ચિઠઉ-દૂરે - દૂર રહો મંતો - (એ) મંત્ર
તુજુગ - તમને (કરેલો) પણામો વિ - નમસ્કાર પણ બહુફલો - ઘણાં ફળવાળો હોઈ - છે, થાય છે
નરતિરિએસ - મનુષ્ય-તિર્યંચમાં જીવા - જીવો, આત્માઓ પાવંતિ - પામે છે ન - નહીં
દુકુખ દોગથ્ય - દુઃખ તથા દારિદ્રને તુહ - તમારું, આપનું
સમ્મત્તે - સખ્યત્વસગર્ દર્શન લહે - પાગ્યેથી, પ્રાપ્ત થયેથી ચિંતામણિ - ચિંતામણિરત્ન કમ્પપાયવ - કલ્પવૃક્ષથી પણ અબmહિએ - અધિક ચડિયાતું પાવતિ - પામે છે
અવિપૅણ - વિદન વિના અયરામર - અજરામર, મોક્ષ ઠાણ - સ્થાનને ઇઅ - આ પ્રમાણે
સંયુઓ - સ્તવાયેલા મહાયસ - હે મહાયશસ્વી ! ભક્તિભર - ભક્તિના સમૂહથી નિબભરેણ - પૂર્ણ ભરેલા હિઅએણ - હૃદયે કરીને તા - તે કારણથી
દેવ - હે દેવ ! દિજ - આપો
બોહિં - બોધિ, સમ્યકત્વ ભવભવે - પ્રત્યેક ભવમાં પાસજિણચંદ - હે પાશ્વ જિનચંદ્ર