________________
ઉવસગ્ગહર સ્તોત્ર
સૂત્ર-૧) ઉવસગહર સ્તોત્ર
આ ઉવસગ્ગહર-થોત્ત
(૧) (૨)
(૩)
. સૂત્ર-વિષય :- આ શ્રી પાર્શ્વનાથ ભગવંતનું સ્તોત્ર (સ્તવના) છે. તેનાથી સર્વ વિનો દૂર થાય છે. ચમત્કારિક એવા આ સ્તોત્રની પહેલી ગાથામાં પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ છે, બીજી ગાથામાં “લિંગ' મંત્રનું વર્ણન છે, ત્રીજી ગાથામાં મંત્ર કરતા પણ પ્રભુના નમસ્કારના પ્રભાવનું કથન છે. ચોથી ગાથામાં સમ્યકત્વની મહત્તા છે, પાંચમી ગાથામાં સમ્યકત્વ માટેની પ્રાર્થના કરેલ છે.
- સૂત્ર-મૂળ :ઉવસગ્ગહર પાસે, પાસ વંદામિ કમ્મ-ધણ-મુક્ક; વિસર-વિસ-નિન્નાસ, મંગલ-કહ્યાણ-આવાસં. વિસર-ફુલિંગ-મંત, કંઠે ધારેઇ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગ-મારી-દઠ-જરા-જંતિ-ઉવસામં. ચિઠઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નર-તિરિએસ વિ જીવા, પાવંતિ ન દુકુખ દોગચ્યું. તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવમહિએ; પાવંતિ અવિધેણં, જીવા અયરામર ઠાણે. ઈઅ સંયુઓ મહાયસ ! ભક્તિભર નિબમરણ હિઅએણ; તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. v સૂત્ર-અર્થ :
(જેઓ) ઉપસર્ગોનો નાશ કરનાર છે પાર્થનામક યક્ષ જેમને સેવક છે અથવા જેઓ ભક્તજનોને સમીપ છે, (જેઓ) કર્મના સમૂહથી મૂક્ત છે, ઝેરી પ્રાણીઓના ઝેરનો નાશ કરનાર છે, મંગલ અને કલ્યાણના આવાસરૂપ છે તેવા પાર્થપ્રભુને હું વંદન કરું છું. (૧)
જે મનુષ્યો (પાર્શ્વપ્રભુના નામવાળા) ઝેરનો નાશ કરનાર સ્કૂલિંગ મંત્રને હંમેશા કંઠને વિશે ધારણ કરે છે, તેના દુષ્ટ ગ્રહ, રોગો, મરકી, દુષ્ટ જ્વર. (વગેરે સર્વે ઉપદ્રવો) શાંત થાય છે - નાશ પામે છે. (૨)
(હે ભગવંત !) વિસહરલિંગ' મંત્ર તો દૂર રહો, આપને કરેલ નમસ્કાર પણ ઘણા ફળવાળો છે. (જેના પ્રભાવે) મનુષ્ય અને તિર્યંચગતિમાં પણ જીવો કુખ અને દરિદ્રતા પામતા નથી. (૩)
(૪)