________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ i વિશેષ કથન :
– ચૈત્યવંદનમાં ઉવસગ્ગહરં સ્તોત્ર પૂર્વે અથવા સ્તવન બોલતા પહેલા આ સૂત્ર બોલાય છે.
– સ્તુતિ ચતુષ્કમાં પણ પહેલી અને ચોથી સ્તુતિ બોલતા પહેલા આ સૂત્ર બોલવાની પરંપરા છે.
– મધ્યમ કે લઘુ ચૈત્યવંદનમાં પણ થોયની પૂર્વે બોલાય છે.
– પ્રતિક્રમણમાં વિશાલ લોચન દલ, નમોસ્તુ વર્ધમાનાય કે સંસાર દાવનલ પૂર્વે તથા મૃતદેવતા આદિ સ્તુતિ પૂર્વે, સ્તવન પૂર્વે, લઘુશાંતિ કે બૃહત્ શાંતિ પૂર્વે ઇત્યાદિ સ્થાને આ સૂત્ર બોલાય છે.
- પૂજાઓ વગેરેમાં, પૂજનોના મંત્રોચ્ચાર પૂર્વે ઇત્યાદિ અનેક પ્રસંગે મંગલચરણ રૂપે આ સૂત્ર બોલાય છે.
– પરંપરાગત રીતે એવી લોકોક્તિ પ્રસિદ્ધ થયેલી છે કે આ સૂત્ર શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ પૂર્વોમાંથી ઉદ્ભૂત કરેલું છે.
- સાધ્વીજીઓ તથા બહેનોને આ સૂત્ર બોલવાનો નિષેધ છે.
સૂત્ર-નોંધ :– આ સૂત્રની ભાષા સંસ્કૃત છે.
– આ પાઠની નોંધ સં. ૧૩૬૪માં રચાયેલ વિધિપ્રપામાં, સં. ૧૩૮૩માં રચાયેલ ચૈત્યવંદનકુલક-વૃત્તિમાં, સં. ૧૪૬૮માં આચાર દિનકરમાં ઇત્યાદિ ગ્રંથોમાં ચૈત્યવંદન વિધિમાં આ સૂત્રનો ઉલ્લેખ તેની પ્રાચીનતા દર્શાવે છે.