________________
અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિશેષ કથન
૧૨૧
-
-
– જિજ્ઞાસા પણ અહીં શુદ્ધ ચૈત્યવંદનાનું લક્ષણ છે. આ જિજ્ઞાસા નિર્વાણના ઇચ્છુકોને માટે સમ્યગૂજ્ઞાનના કારણ રૂપે પ્રસિદ્ધ છે.
– શ્રી મહાનિશીથ સૂત્ર નામના આગમમાં પણ કહ્યું છે કે (જુઓ સૂત્રપ૯૫, ૫૯૬) પ્રથમ તેણે ચૈત્યોને જણાવવા જોઈએ ૪–૪–૪– જાવજજીવ ત્રણે કાળ ત્વરા રહિતપણે, શાંત અને એકાગ્ર ચિત્તથી ચૈત્યોના દર્શન-વંદન કરવા. અશુચિ, અશાશ્વત, ક્ષણભંગુર એવા મનુષ્યપણાંનો આજ માત્ર સાર છે. દરરોજ સવારે ચૈત્ય અને સાધુના વંદન અને દર્શન ન કરું ત્યાં સુધી મુખમાં પાણી પણ ન નાંખવું. બપોરે ચૈત્યાલયમાં દર્શન ન કરું ત્યાં સુધી મધ્યાહન ભોજન ન કરવું. સાંજે પણ ચૈત્યના દર્શન કર્યા સિવાય સંધ્યાકાળનું ઉલ્લંઘન ન કરવું. આવા પ્રકારના અભિગ્રહ જાવજીવ પર્યન્ત (ગુરએ) કરાવવા.
• વંદનથી મોક્ષ સુધીના ક્રમનો તાર્કિક સંબંધ.
અરિહંત ચેઇયાણં સૂત્રમાં કાયોત્સર્ગ માટેના છ નિમિત્તો રજૂ કર્યા - વંદન, પૂજન, સત્કાર, સન્માન, બોધિલાભ અને નિરુપસર્ગ સ્થિતિ અર્થાત્ મોક્ષ, આ વંદનથી મોક્ષનો સંબંધ આ રીતે વિચારી શકાય
સૌ પ્રથમ પોતાના અંતઃકરણમાં અર્હત્ પ્રતિમાનું - સ્થળ આકૃતિનું ભક્તિભાવથી વંદન કરવાનું છે. વંદનની ભાવનાને પ્રબળ બનાવીને પછી તેમના પૂજનની ભાવનાને વિકસાવવાની છે. જ્યારે એ ભાવના યોગ્ય રીતે વિકસ્વર થાય, ત્યારે તેના સત્કારની - આદરની ભાવના ખીલવવાની છે. અરિહંત પરમાત્માના ગુણો પરત્વે પૂર્ણતયા આદરભાવના પ્રગટ થાય તેવો પુરુષાર્થ કરવાનો છે. એ પુરુષાર્થ સફળ થાય ત્યારે અરિહંતોના સન્માનાર્થે તેમના અપૂર્વ ગુણો પ્રત્યે બહુમાનની ઉત્કટ ભાવના પ્રગટ કરવાની છે.
વંદન, પૂજન, સત્કાર, સન્માનના ભાવોની ઉત્કટતાનું એ પરિણામ આવશે કે અરિહંત દેવો દ્વારા પ્રરૂપિત-પ્રજ્ઞાપિત જીવનના વિકાસ માર્ગમાં પરમ શ્રદ્ધા પ્રગટશે. તેમના દ્વારા દર્શિત અને કથિત મોક્ષમાર્ગ અને તેનાં સાધનોને પ્રાપ્ત કરવાની ઇચ્છા તીવ્ર બનશે અને એ ભાવનાનું અંતિમ પ્રયોજન તો નિરુપસર્ગ સ્થિતિ એટલે કે મોક્ષ પ્રાપ્તિ જ છે. તેથી તેનો અંતર્ભાવ મોક્ષની અભિલાષામાં જ થવો જોઈએ.
v સૂત્ર-નોંધ :– આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.
– આ સૂત્ર સ્પષ્ટતયા આગમિક છે. તે આવશ્યક સૂત્રના અધ્યયન-૫ કાયોત્સર્ગનું સૂત્ર-૪૭ છે.
– આ સૂત્ર સંબંધી વિવરણ આવશ્યક સૂત્ર ચૂર્ણિ, આવશ્યક સૂત્રની હારિભદ્રીય વૃત્તિ, આવશ્યક નિર્યુક્તિ તથા નિર્યુક્તિ દીપિકામાં છે. તે ઉપરાંત ગ્રંથોમાં - લલિત વિસ્તરા-વૃત્તિમાં, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણમાં, વૃંદારવૃત્તિમાં, ધર્મસંગ્રહમાં, ચૈત્યવંદન મહાભાષ્યમાં આદિ ગ્રંથોમાં અદ્યાપિ ઉપલબ્ધ છે.
- આ સૂત્રમાં ત્રણ સંપદા, પંદર પદો, સોળ ગુરુવર્ણો, ૭૩-લઘુવર્ણો