________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
૦ આ સૂત્રના નામો :
(૧) “નાણંમિ હંસણંમિ.'' આ સૂત્રના આદ્ય બે પદોથી સૂત્રને “નાણંમિદંસણંમિ'' સૂત્ર કહેવાય છે કે જે પદ્ધતિ પ્રતિક્રમણના અનેક સૂત્રોમાં જોવા મળે છે. જેમકે “ઇચ્છકાર', ‘તસ્સઉતરી' ઇત્યાદિ.
૩૧૮
(૨) અતિચાર ચિંતવના સૂત્ર – આ સૂત્ર થકી પંચ આચારના અતિચારોની ચિંતવનાનું ગર્ભિત સૂચન છે, તેમજ પ્રતિક્રમણ ક્રિયામાં પણ એ જ હેતુથી કાયોત્સર્ગ કરાય છે તેથી તેને “અતિચાર ચિંતવના'' સૂત્ર પણ કહે છે. આ સિવાય વ્યવહારમાં તેને
(૩) અતિચાર આલોચના સૂત્ર-આ નામે પણ કેટલાંક ઓળખે છે. કેમકે તેમાં પાંચે આચારના ઉચ્ચારણ થકી ‘‘આલોચના'' કરાય છે.
(૪) “પંચાચારના અતિચારની ગાથાઓ'' નામથી પણ કોઈ આ સૂત્રની ઓળખ આપે છે. (જો કે આ નામની વિશેષ પુષ્ટી મળી નથી.)
(૫) પંચાચાર સૂત્ર ‘ગોડીજી' મુંબઈ, રાજનગર-અમદાવાદ આદિ પંચપ્રતિક્રમણ સૂત્રના અર્થોના પુસ્તકમાં આ નામનો ઉલ્લેખ છે. ૦ સૂત્ર ઉપયોગના અધિકારી :
પ્રત્યક્ષ સ્વરૂપે આ સૂત્રનો ઉપયોગ શ્રાવકો જ કરે છે. પ્રતિક્રમણ ક્રિયામાં કાયોત્સર્ગમાં ચિંતવના રૂપે શ્રાવક-શ્રાવિકા આ સૂત્ર બોલે છે.
· સાધુઓને પ્રત્યક્ષ સ્વરૂપે ક્રિયામાં આ સૂત્ર બોલવામાં આવતું નથી. સૂત્ર-નોંધ :
આ સૂત્રના આધાર સ્થાનરૂપે શ્રી ભદ્રબાહુસ્વામી રચિત ‘દશવૈકાલિક’ સૂત્રની નિર્યુક્તિમાં ગાથાઓ જોવા મળે છે.
આ સૂત્રની ત્રણ ગાથાઓ કંઈક ફેરફાર પૂર્વક ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ જોવા મળે છે.
1
હરિભદ્રસૂરિ રચિત દશવૈકાલિક વૃત્તિમાં આ નિર્યુક્તિનું વિવેચન છે તેમજ ચૂર્ણિમાં પણ નિર્યુક્તિની ચૂર્ણિ મળે છે.
ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિઓમાં પણ ત્રણ ગાથાનું વિવેચન મળે છે. આ આધાર સ્થાનની સારણી આ પ્રમાણે છે ગાથા-૧
આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૧ (કિંચિત્ ફેરફાર છે.) ગાથા-૨ આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૪ ગાથા-૩ આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૨ તેમજ
-
ઉત્તરાધ્યયન સૂત્ર ગાથા-૧૧૦૬, અધ્ય ૨૮ ગાથા-૪ આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૫ ગાથા-૫ આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૬ ગાથા-૬ આધાર- નિયુક્તિ ગાથા-૪૭
ઉત્તરાધ્યયન સૂત્ર-અધ્યયન-૩૦ (જેમાં-)