________________
નાસંમિદંસણૂમિ સૂત્ર-વિશેષ કથન
૩૧૭
શક્તિને પ્રગટ કરવા માટે પ્રાપ્ત શક્તિનો પુરેપુરો ઉપયોગ કરવો."
પૂર્વે કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના માટે સામર્થ્ય હોવા છતાં કંઈ ન કરવું તે વીર પુરુષનું લક્ષણ નથી.
એક લડવૈયો - યોદ્ધો રણભૂમિમાં જે રીતે લડે છે, તેના કરતાં સહસ્ત્રગણી વીરતાથી આ આધ્યાત્મિક ક્ષેત્રમાં કર્મરૂપી શત્રુઓ સામે લડવાનું છે અને તો જ મનુષ્યભવમાં મળેલી શક્તિઓ સાર્થક થવાની સંભાવના છે.
૦ વર્યાચારના અતિચાર :“પાક્ષિક અતિચાર"માં વર્ણવ્યા મુજબના અતિચારોની ઝલક
(૧) ભણવું, ગણવું, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પૌષધ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકાર્યોને વિશે –
(૧) મનનું, (૨) વચનનું, (૩) કાયાનું છતું બળ - ઇન્દ્રિયજન્ય શક્તિ. છતું વીર્ય - આત્મિક શક્તિ, આત્માનો ઉત્સાહ ગોપગું, છૂપાવ્યું, શક્તિનો સંપૂર્ણ ઉપયોગ ન કરવો તે. (૨) પંચાંગ પ્રણિપાત-ખમાસમણ વિધિપૂર્વક ન આપવા.
(૩) વાંદણા દેતી વખતે તેમાં જે “બાર-આવર્ત" કરવાની ક્રિયા આવે છે તે ક્રિયા વિધિમાં કહ્યા પ્રમાણે યોગ્ય રીતે ન કરવી.
(૪) શુન્યચિત્ત કે નિરાદરપણે બેસવું. (૫) દેવવંદન, પ્રતિક્રમણાદિ ક્રિયા ઉતાવળથી કરવી. ૦ આ રીતે પંચાચારના અતિચારોની એક ઝલક રજૂ કરી. ૦ પ્રતિક્રમણ ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ -
– “નાસંમિ દંસણૂમિ' નામક આ સૂત્રનો ઉપયોગ આવશ્યક ક્રિયામાં ફક્ત પ્રતિક્રમણમાં જ જોવા મળે છે. દેવવંદન, પડિલેહણ, સજઝાય આદિ અન્ય કોઈ ક્રિયામાં જોવા મળતો નથી.
- પ્રતિક્રમણમાં દેવસિક” અને “રાત્રિક" બંને પ્રતિક્રમણમાં આ સૂત્રનો ઉપયોગ ફક્ત એક-એક વખત જ થાય છે.
– દૈવસિક' પ્રતિક્રમણમાં સામાયિક આવશ્યક રૂપ “કરેમિભંતે"નું ઉચ્ચારણ કર્યા બાદ પંચાચારની શુદ્ધિ અર્થે કરાતા કાયોત્સર્ગમાં શ્રાવકો “નાસંમિ દંસણંમિ” સૂત્રની ચિંતવના કરે છે.
- “રાત્રિક" પ્રતિક્રમણમાં આરંભ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ અર્થે કરાતા કાયોત્સર્ગમાં એક-એક લોગસ્સના બે કાઉસ્સગ્ન કર્યા પછી ત્રીજો કાઉસ્સગ્ગ જે થાય છે તેમાં શ્રાવકો “નાસંમિ દંસણૂમિ" સૂત્ર થકી અતિચાર ચિંતવના કરે છે.
- આ ગાથાઓનો ઉપયોગ -
નાસંમિ દંસણમિ" સૂત્ર રૂપે નહીં પણ તેમાં આવતી જે ગાથાઓ છે, તે ગાથાઓનું ઉચ્ચારણ “પાક્ષિક અતિચારમાં પણ જોવા મળે છે.