________________
નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન
૩૦૧ ૦ ધ્યાન શતકમાં જણાવ્યા મુજબ તો કરવું, કરાવવું, અનુમોદવું કે તત્સંબંધી ચિંતન કરવું એ ચારે ભેદોનો સમાવેશ રૌદ્રધ્યાનના સ્વરૂપમાં કરવાનો છે.
– રૌદ્રધ્યાની જીવને નરક સિવાય બીજી ગતિનો સંભવ નથી.
– શાસ્ત્રમાં તંદુલ મચ્છનું વર્ણન આવે છે. તે મચ્છ બહુ નાનો એક ચોખાના દાણા જેવડો હોય છે. પણ તે હોય છે - પંચેન્દ્રિય અને તે પણ સંજ્ઞી એટલે કે મનવાળો. તે કોઈ મોટા મગરમચ્છની ભ્રમરમાં બેઠો હોય છે. જ્યારે સમુદ્રમાં અનેક માછલી મગરમચ્છની પાસેથી પસાર થાય ત્યારે તે મગરમચ્છ તેને ગળી જાય છે. તો પણ તેમ કરતાં કેટલીક માછલી છૂટી જાય છે.
આ સમયે પેલો તંદુલમચ્છ વિચારે છે કે અરે ! આ મગરમચ્છ કેવો બેપરવાહ છે. આટલી માછલી પોતાની પાસેથી જવા દે છે. જો મારે આવું શરીર હોય તો હું આમાંની એક માછલી છોડું નહીં.
આ તંદુલીઓ મચ્છ એક માછલી તો શું જળજંતુ ગળી જવા પણ સમર્થ નથી. છતાં તેના મનમાં જ આવા કુર વિચારો કરતાં જે રૌદ્રધ્યાન કરે છે તેના ફળ સ્વરૂપે કશી પ્રવૃત્તિ કરતો ન હોવા છતાં પણ સાતમી નરકે જાય છે.
આ છે રૌદ્રધ્યાનનું દુષ્પરિણામ. પાક્ષિક સૂત્રમાં પણ એક પાઠ આવે છે - કુત્રિય જ્ઞાફિં
“આર્ત અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરતો એવો હું મન, વચન, કાય ગુપ્તિ વડે પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું.”
(૩) ઘર્મધ્યાન :- દુર્ગતિમાં પડતા જીવોને ધારી રાખે તે ધર્મ અને તે રૂ૫ જે ધ્યાન તે ધર્મધ્યાન
યોગશાસ્ત્રના નવમાં પ્રકાશમાં સાતમાં શ્લોકમાં ધર્મધ્યાનના ચાર ભેદો દર્શાવેલા છે, જે સ્થાનાંગવૃત્તિમાં પણ છે.
(૩-૧) આજ્ઞા વિષય :- સર્વજ્ઞની આજ્ઞાને પ્રમાણભૂત માનીને તત્ત્વથી અર્થનું ચિંતવન કરવું તે આજ્ઞાવિચય ધર્મધ્યાન
(૩-૨) અપાય વિજય :- રાગદ્વેષાદિ વડે ઉત્પન્ન થતાં કર્મના અપાયોનું ચિંતન-દુઃખોની વિચારણા કરવી તે અપાય વિચય ધર્મધ્યાન
(૩-૩) વિપાકવિચય :- પ્રતિક્ષણ ઉદયમાં પ્રાપ્ત થયેલા કર્મોના ફળની વિચારણા કરવી, સર્વ સુખ-દુઃખ કર્મોનું જ ફળ છે એવી જે વિચારણા કરવી તેને વિપાક વિચય ધર્મધ્યાન કહે છે.
(૩-૪) સંસ્થાન વિજય :- અનાદિ અનંત લોકના સ્વરૂપનો વિચાર કરવો તે સંસ્થાન વિજય આર્તધ્યાન છે.
૦ ધર્મધ્યાન માટે બાર પ્રકારની અનિત્યાદિ ભાવના અત્યંત ઉપયોગી છે. તે બાર ભાવના નામો આ પ્રમાણે છે – (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિત્વ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ. (૧૧) બોધિદુર્લભ અને (૧૨) ધર્મસ્યાખ્યાતા