________________
૩૦૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ચિંતા થવી તે અનિષ્ટસંયોગ રૂપ આર્તધ્યાન કહેવાય.
(૧-૩) રોજિંતા - શારીરિક-માનસિક પીડા કે વેદના થાય ત્યારે તે રોગ દૂર કરવા માટેની ચિંતા થાય છે, તે રોગ ચિંતારૂપ આર્તધ્યાન છે.
(૧-૪) નિદાન મારૂંધ્યાન નહીં પ્રાપ્ત થયેલી વસ્તુની પ્રાપ્તિ માટે સંકલ્પો કરવા અથવા તો તે માટે સતત ચિંતીત રહેવું તે નિદાનરૂપ આર્તધ્યાન કહેવાય છે.
– આવશ્યક સૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે આર્તધ્યાનથી તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે અને આ ધ્યાન દેશવિરતિ નામક પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે.
નંદ મણિકાર આ ધ્યાનના પ્રભાવે જ તિર્યંચગતિ-દેડકાના ભવને પામ્યો હતો. (નાયાધમ્મકહાના તેરમાં અધ્યયનમાં આ કથા છે.)
રાજગૃહીમાં નંદમણીકાર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેણે ભગવંત મહાવીર પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા હતા. એક વખત તેણે ગ્રીષ્મઋતુમાં ચોવિહારા અઠમ તપ યુક્ત પૌષધ ગ્રહણ કર્યો. શ્રેષ્ઠીને તે ઉપવાસમાં તૃષા લાગી. આર્તધ્યાન શરૂ થયું.
નંદ મણિકારે મનોમન વિચાર્યું કે, ધન્ય છે તેઓને જેઓ પોતાના દ્રવ્ય વડે કરીને વાવ-કૂવા ખોદાવે છે ઇત્યાદિ. પૌષધ પાર્યા પછી પણ તેનું મન આર્તધ્યાનમાં ડૂબેલું રહ્યું. શ્રેણિક રાજાની પરવાનગી મેળવી રાજગૃહી બહાર નંદવાપિકા નામની ચાર મુખવાળી વાવ બનાવી. ચારે તરફ ઉપવનો કર્યા. દુર્ગાનમાં જ તેનામાં મિથ્યાત્વ પ્રવેશ્ય. આર્તધ્યાનમાં જ મરીને તે પોતાની જ વાવડીમાં દેડકાપણે ઉત્પન્ન થયા.
(૨) રૌદ્રધ્યાન :- આ ધ્યાન આર્તધ્યાન કરતાં પણ વિશેષ કુર અધ્યવસાયવાળું છે.
રૌદ્ર – જેનું ચિત્ત ક્રુર અથવા કઠોર હોય તે રુદ્ર કહેવાય છે. રૌદ્રધ્યાન - રૌદ્રતાયુક્ત ધ્યાન, તેના ચાર ભેદો છે.
(૨-૧) હિંસાનુબંધી - તીવ્ર દ્વેષ અથવા સ્વાર્થને લીધે પ્રાણીઓ દ્વારા થતી હિંસા સંબંધી જે સતત વિચારણા, તેને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવામાં આવે છે.
(૨-૨) મૃષાનુબંધી - ચાડી, નિંદા, પોતાના રાય જેવા ગુણની અને બીજાના રાય જેવા દોષની અધિકતા દાખવવી વગેરે અસત્ય બોલવા સંબંધી જે સતત વિચારણા તેને મૃષાનુબંધી રૌદ્રધ્યાન કહે છે.
(૨-૩) તેયાનુબંધી - ચોરી કરવી અથવા પરદ્રવ્ય હરણ કરવા સંબંધે સતત વિચારણા કરવી કે ચિંતવવું તેને તેયાનુબંધી રૌદ્રધ્યાન કહેવામાં આવે છે.
(૨-૪) સંરક્ષણાનુબંધી - સ્ત્રી, ધન વગેરેના પરિગ્રહ સંબંધમાં તેનું સંરક્ષણ કરવા માટેની સતત વિચારણા કરવી તેને સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવામાં આવે છે.
૦ આ ધ્યાન પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે.