________________
૨૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ અરિહંતના જીવો સ્વાર્થને ગૌણ કરનારા હોય છે. સ્વાર્થને નહીં જ સાધનારા એમ નહીં પણ “ગૌણ કરનારા' શબ્દ મૂક્યો છે.
(૩) તિક્રિયાવિત્ત :- સર્વત્ર ઉચિત ક્રિયાને આચરનારા હોય.
અરિહંતના જીવના કાર્યો અને વ્યવહારાદિ ઔચિત્યપૂર્ણ હોય. જેમકે ભગવંત મહાવીરનો જીવ નયસાર જંગલમાં પણ જમવા પહેલાં અતિથિને શોધે છે. અટવીમાં ભૂલા પડી ગયેલા મુનિ મળી જતાં જાતે જ તેમની ભક્તિ કરે છે. જાતે જઈને માર્ગે ચડાવે છે. આ બધું ઔચિત્ય કહેવાય.
(૪) કાનમાવા :- અરિહંતો દીનતા વિનાના હોય છે.
– સંપત્તિ હોય ત્યારે ચાલી જશે તેવી ભયભીતતા નહીં, આપત્તિ આવે ત્યારે અધીરતા, હિંમત હારવાપણું નહીં, રાંક કે ગરીબડાપણું નહીં. અદીનમનથી આત્માને અનુશાસિત કરનારા હોય.
(૫) સત્તામિળ :- સફળ કાર્યનો જ આરંભ કરનારા.
– એવા કાર્યને હાથમાં લેનારા હોય છે કે જે સફળ નીવડે, નિષ્ફળ પ્રયત્નોને નહીં કરનારા હોય છે. આ ગુણની પાછળ દીર્ધદર્શિતા, પ્રેક્ષાપૂર્વકારિતા આદિ ગુણો કામ કરતા હોય છે.
(૬) સદાનુશયા :- અપકારી પર અત્યંત ક્રોધને ધારણ નહીં કરનારા.
– અરિહંતો અપકારી ઉપર પણ અપકાર કરવાની દૃઢ બુદ્ધિવાળા હોતા નથી. સંસારી જીવ છે તેથી ક્યારેક કોઈને શિક્ષા કરવાની બુદ્ધિ થાય પણ ખરી પણ તે ક્ષણવાર માટે, સ્થિર નહીં. ગાંઠ વાળી રાખવા જેવી દઢ અપકારબુદ્ધિ નહીં. કેમકે અરિહંતો કોમળ હૃદયવાળા, સહિષ્ણુ અને ઉદારદિલ હોય છે.
(૭) કૃતજ્ઞતાપતયે : – કૃતજ્ઞતા ગુણના સ્વામી હોય છે.
- અરિહંતો ક્યારેક જ કૃતજ્ઞતા દાખવે એમ નહીં પણ સિદ્ધ કૃતજ્ઞતાવાળા હોય છે. અલ્પ પણ ઉપકારને નહીં ભૂલનારા અને અવસરે પ્રત્યુપકાર કરનારા હોય છે. આ ગુણ તેમનો વિકસાવેલા નહીં પણ જીવનસિદ્ધ ગુણ છે.
(૮) અનુપહત વિત્તા: – દુષ્ટવૃત્તિઓથી નહીં હણાયેલા ચિત્તવાળા.
- અરિહંતોનો જીવ ચિત્તનો ઉપઘાત અર્થાત્ ઉત્સાહ ભંગ, મનોભેદ, બુદ્ધિવિપર્યાસ, નિરાશા, ચંચળમન આદિ થવા દેતા નથી.
(૯) વેવડ-વૈદુનિનઃ – દેવ, ગુરુનું બહુમાન કરનારા.
– અરિહંતોનો જીવ સહજપણે વિનય-વિવેકથી સંપન્ન હોય છે, જેના લીધે તેઓ દેવ, ગુરુ પરત્વે આદરયુક્ત અને બહુમાન ભાવવાળા હોય છે.
(૧૦) મીરાશયા: – ગંભીર આશય અર્થાત્ ચિત્તના ભાવવાળા.
- અરિહંતોનો જીવ લુક કે છીછરા ભાવોવાળા નહીં પણ ગંભીર-ઊંડો વિચાર કરનારા હોય છે. ગંભીર આશયને કારણે પોતાના ગુણ કે વિશેષતાને બહાર ગાનારા નથી હોતા. વાણી કે વર્તન પણ ગંભીરતા યુક્ત હોય છે.
આવા દશ વિશિષ્ટગુણો સહજપણે અરિહંતના જીવોમાં અનાદિથી હોય છે.