________________
નમુત્થણં-સૂત્ર-વિવેચન
૨૯
તેથી તેમને પરષો મધ્યે ઉત્તમ પુરુષ કહ્યા છે. “ભવ્યત્વ' સર્વે આત્માઓનું સમાન હોય છે. પણ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુક્તિ સમાન કાળે અને સમાન સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું “તથાભવ્યત્વ' ભિન્ન ભિન્ન પ્રકારનું માનવું પડે છે. શ્રી જિનેશ્વર દેવોનું સહજ ‘તથાભવ્યત્વ' સર્વ કરતા ઉત્તમ હોય છે. જેમ જેમ સામગ્રીનો યોગ મળતા “તથાભવ્યત્વ' પરિપાક પામે તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી જાય છે.
- જેમ જાતિવંત રત્ન હોય તે મેલું હોય, ધુળમાં રગદોળાયેલું હોય તો પણ તે કાચ કરતા ઉત્તમ અને મૂલ્યવાનું જ હોય છે. કાચ ગમે તેટલા સુંદર હોય પણ તે રત્નની તુલના કરી શકતા નથી. તે રીતે અરિહંતો અનાદિકાળથી સહજ સ્વરૂપે જ સર્વજીવોમાં ઉત્તમ હોય છે.
• પુરિસીહા - પુરષોમાં જેઓ સિંહ સમાન છે તેઓને
– જે રીતે સિંહ શૌર્ય આદિ ગુણો વડે યુક્ત હોય છે, તેમ તીર્થંકર દેવો કર્મરૂપી શત્રનો ઉચ્છેદ કરવામાં શૂર, તપશ્ચર્યામાં વીર, રાગ તથા ક્રોધાદિ વૃત્તિઓના નિયંત્રણમાં ગંભીર, પરીષહો સહન કરવામાં ધીર, સંયમમાં સ્થિર ઉપસર્ગોથી નિર્ભય, ઇન્દ્રિય વર્ગથી નિશ્ચિત અને ધ્યાનમાં નિષ્પકમ્પ હોય છે.
- પુરુષ એવા એ સિંહ તે પુરુષસિંહ. લોકમાં પણ સિંહ તેના શૌર્યથી અતિ પ્રકૃષ્ટ, અભ્યાગત મનાય છે. તેના શૌર્ય ગુણની ઉપમાથી અરિહંતને સિંહ સમાન ગણવામાં આવેલ છે.
- જેમકે ભગવંત મહાવીર બાલ્યાવસ્થામાં હતાં, બાળકો સાથે રમી રહ્યા હતા. તે વખતે ઇન્દ્ર તેમના શૌર્ય ગુણની પ્રશંસા કરી, ત્યારે કોઈ દેવ તે વાતને માનતો નથી. તેથી બાળ મહાવીરની પરીક્ષા કરવા આવે છે. બધાં બાળકો સાથે તે પણ રમવા લાગે છે. રમતા-રમતા તે દેવ બોલી ઉઠે છે અને હું હાર્યો અને વર્તમાન (મહાવીર) જીત્યા. પછી રમતના નિયમ પ્રમાણે તે બાળક બનેલા દેવે વર્તમાનને ખભે બેસાડીને ઊંચકવા પડે છે ત્યારે તે દેવ વર્તમાનને બીવડાવવા માટે પોતાનું શરીર મોટું-મોટું કરતા ઊંચો તાડ જેવો બની જાય છે તે સમયે વર્ધમાન (મહાવીર) તે દેવના બીવડાવવા છતાં લેશમાત્ર ડર્યા નહીં પણ જોરદાર-કઠિન એવા મુઠીના પ્રહાર વડે તે દેવના મસ્તકને એવી પીડા પહોંચાડી કે તે દેવ કુન્જ બની ગયો. અર્થાત્ તેનું કદ હતું એવું જ નાનું થઈ ગયું. આ રીતે અરિહંતોનો શૌર્ય ગુણ જાણવો.
૦ મત નિરસન :- જેઓ બાહ્ય અર્થની સત્તાને જ સત્ય માનનારા છે અને ઉપમાને અસત્ય માનનારા છે, તેવા સાંકૃતાચાર્યના શિષ્યો કહે છે કે, જેઓ સ્તુતિને યોગ્ય છે, તેઓને કોઈની ઉપમા અપાય નહીં કેમકે “ઉપમા હીન કે અધિક હોવાના કારણે કોઈની ઉપમા આપવી તે અસત્ય છે. તેમના આ મતનું ખંડન કરતા ‘પુરિયસીહાળ' એવું વિશેષણ અરિહંતો માટે મૂક્યું.
૦ લલિત વિસ્તરામાં પુરુષસિંહ' ઉપમાને સમજાવવા દશ લક્ષણ કા.