________________
૧૦૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ - સૂત્રનોંધ :– આ સૂત્ર આવશ્યક આદિ કોઈ આગમમાં જોવા મળતું નથી.
- સંવત ૧૫૦૧માં હેમહંસગણિ રચિત બાલાવબોધમાં જણાવ્યા મુજબ આ સૂત્રની પહેલી બે ગાથા ગણધરકૃત છે પછીની ત્રણ ગાથા પૂર્વાચાર્ય કૃત્ છે.
– આ સૂત્રની પહેલી વાર ગાથા “ગાહા' છંદમાં અને આર્ષ પ્રાકૃત ભાષામાં છે જ્યારે છેલ્લી ગાથા “સિલોગો' છંદમાં અને સંસ્કૃતમાં છે.
- આ સૂત્રમાં સંપદા-૨૦, ગાથા-૫, પદ-૨૦, ગુરુવર્ણ-૧૯, લઘુવર્ણ૧૭૨ છે.
– ઉચ્ચારમાં જોડાક્ષર કે અનુસ્વારની ભૂલો તો જોવા મળે જ છે. પણ મોટે ભાગે જઈ વીરાય બોલતા હોય છે “જય વીયરાય' બોલવું જોઈએ.
—
-
X
—
X