________________
જય વીયરાય સૂત્ર-વિશેષ કથન
૧૦૫ સુધી પહોંચે છે. પછી પ્રવૃત્તિ રૂપે તે મોક્ષરૂપી માર્ગનું અનુસરણ કરે છે. એ રીતે અનુસરતા-અનુસરતા આગળો વધતો જીવ વિનોનો જય કરી મોક્ષરૂપ ઇષ્ટ ફળની સિદ્ધિને પ્રાપ્ત કરે છે.
આ સિદ્ધિની પ્રાપ્તિ માટે પાંચ કર્તવ્યો મૂક્યા – (૧) લોક વિરુદ્ધ ત્યાગ, (૨) ગુરુજન પૂજા, (૩) પરાર્થકરણ, (૪) શુભગુરુનો યોગ, (૫) ગુરુવચન સેવના. જ્યારે વ્યક્તિ લોકવિરુદ્ધનો ત્યાગ કરે છે ત્યારે તે નિંદ્ય પ્રવૃત્તિથી દૂર થતો જાય છે, બીજાના દોષ જોવાની વૃત્તિ બંધ થાય છે, કોઈની અવજ્ઞા કરતો અટકી જાય છે. ત્યારપછી ગુરુજન અર્થાત્ વડીલોની પૂજા એટલે કે તેમના પ્રત્યેનો આદર અને સન્માન કરતા કરતા તે જીવમાં વિનય અને કૃતજ્ઞતાનો ગુણ પ્રગટ થાય છે અને પરાર્થકરણ' દ્વારા બીજાનું ભલું કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ થકી તે કારુણ્ય ભાવનાવાળો બને છે.
આ રીતે તેના મન, વચન, કાયાની શુદ્ધિ થયા બાદ સદ્ગુરુના સતત સંયોગથી અને તેમના સદુપદેશ અનુસાર ચાલવાની-વર્તવાની શરૂઆત કરે છે ત્યારે તેને વધારે ભવો કરવા પડતા નથી. કેમકે સૂત્રમાં ઉપરોક્ત આઠે અભિલાષાઓ કોઈ એક દિવસ કે અમુક સમય માટે કરવામાં નથી આવી પણ ત્યાં ‘સામવમવંડી' કહ્યું છે. તેથી જ્યાં સુધી કે જેટલો કાળ સંસારમાં ભ્રમણ કરે ત્યાં સુધી આઠે વસ્તુઓ જાતે મળતી રહે તેવી પ્રાર્થના પૂર્વક તે પ્રણિધાન કરી રહ્યો છે.
આગળની ગાથાઓમાં પણ પરમાત્માના ચરણની નિત્ય સેવના દ્વારા તેણે દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિલાભની જ માંગણી કરી છે, એક વખત બોધિનો લાભ થાય પછી સખ્યત્વી જીવનું મરણ પ્રાયઃ સમાધિયુક્ત બને. સમાધિમરણ પામેલા જીવનું ભવભ્રમણ ઘણું જ ઓછું થઈ જાય છે. તે જીવ કર્મનો ક્ષય કરવા ઉદ્યત બને છે. કર્મનો ક્ષય થતા દુઃખનો પણ ક્ષય થાય છે. માત્ર પૂર્વ શરત યાદ હોવી જોઈએ કે “ભવોભવ પરમાત્માના ચરણની સેવના''થી આ બધી પ્રાર્થના ફળે છે.
૦ સૂત્ર સંબંધી સાહિત્ય(૧) લલિત વિસ્તરા-ચૈત્યવંદન વૃત્તિમાં પહેલી બે ગાથા પર વિવેચન છે. (૨) પંચાશક ગ્રંથમાં પણ પહેલી બે ગાથા પર વિવેચન છે. (૩) યોગશાસ્ત્રના સ્વોપજ્ઞ વિવરણમાં પણ બે ગાથાનું વિવેચન છે. (૪) ધર્મસંગ્રહમાં પણ બે ગાથાના વિવરણનો સંગ્રહ છે. (૫) દેવવંદન ભાષ્યમાં પણ પહેલી બે ગાથાની ગણના છે. (૬) ચૈત્યવંદન મહાભાષ્યમાં પાંચે ગાથા છે પણ ક્રમ જુદો છે. (૭) પડાવશ્યક બાલાવબોધોમાં પાંચે ગાથાના અર્થો મળે છે.
(૮) છેલ્લી માંગલિક ગાથા તો સ્પષ્ટતયા પ્રક્ષેપ જણાય છે, કેમકે તેનો પ્રક્ષેપ લઘુશાંતિ અને મોટી શાંતિના અંતે પણ થયો છે.