________________
૧૦૪
સર્વે ધર્મોમાં પ્રધાન કહેવામાં આવેલ છે. – વિશેષ કથન :
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
આ સૂત્રને પ્રાર્થના સૂત્ર પણ કહે છે કેમકે શ્રી વીતરાગ ભગવંત પાસે વિશિષ્ટ પારમાર્થિક પ્રાર્થના આ સૂત્રમાં કરવામાં આવી છે.
આ સૂત્ર બોલવામાં બે પદ્ધતિ છે. પ્રથમ બે ગાથા મુક્તાશક્તિ નામની મુદ્રાપૂર્વક એટલે કે બે હાથને છીપનો આકાર થાય તે રીતે જોડીને લલાટે રાખવા. પછી બે ગાથા બોલવી. પછી હાથ મુખ પાસે લાવીને યોગમુદ્રાએ અર્થાત્ દશે આંગળી પરસ્પર પરોવી, બંને કોણીઓ પેટ પર ગોઠવી બીજી ત્રણ ગાથા બોલવી. આ સૂત્રનો દૈનિક ક્રિયામાં ઉપયોગ પ્રતિક્રમણ, ચૈત્યવંદનાદિ કરતી વખતે થાય છે. તે આ પ્રમાણે
-
(૧) વહેલી સવારમાં (રાત્રિ) પ્રતિક્રમણમાં ચૈત્યવંદનોમાં – (ત્રણ વખત) આરંભે એક વખત અને અંતે બે વખત.
(૨) પરમાત્મા સન્મુખ (મધ્યમ) ચૈત્યવંદન કરતી વેળાએ. (૩) દેવવંદન કે જે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કહેવાય છે તેમાં. (૪) પચ્ચક્ખાણ પારતી વખતે કરાતા ચૈત્ય વંદનમાં. (૫) ભોજન (આહાર) કર્યા પછી કરાતા ચૈત્યવંદનમાં (૬) રાત્રે સંથારા પોરિસી ભણાવાય ત્યારે તેમાં (અને શ્રાવકો જો માત્ર પ્રતિક્રમણ કરતા હોય તો સામાયિક પારતી વખતે.
આ સિવાય પણ જ્યારે જ્યારે મધ્યમ કે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરાય ત્યારે ત્યારે જયવીયરાય સૂત્ર બોલવામાં આવે છે.
વિશિષ્ટ ક્રિયારૂપે ચૌમાસીના, મૌન એકાદશીના, જ્ઞાનપંચમીના, દીવાળીના, ચૈત્રીપૂનમના, ગણધરોના આદિ દેવવંદનોમાં પણ બોલાય છે.
૦ પરમાત્મા ભક્તિ આ સૂત્ર પ્રણિધાનરૂપ કહેવાયું છે. કેમકે આ સૂત્રનો ઉપયોગ ચૈત્યવંદન ક્રિયામાં થાય છે, ચૈત્યવંદનનો આધાર ‘શુભ-પ્રણિધાન ઉપર રહેલો છે. આ સૂત્રમાં તેવું પ્રણિધાન મુખ્ય હોવાથી તેને પ્રણિધાન સૂત્ર કહેવાય છે. ૦ આ સૂત્રમાં સર્વ પ્રથમ પરમાત્માને વીતરાગ અને જગદ્ગુરુ એવા સંબોધનથી આમંત્રિત કરાયા છે. તેમને હૃદયમાં સ્થાપન કરીને અથવા તેમની સન્નિહિતતાને સ્વીકારીને પછી તે અરિહંતોના પ્રભાવથી કે તેમના શાસનના પ્રભાવથી આઠ વસ્તુઓની પ્રાપ્તિ થવા માટે પ્રાર્થના કરાઈ છે. જેમાં (૧) ભવ નિર્વેદ, (૨) માર્ગાનુસારિતા, (૩) ઇષ્ટફળસિદ્ધિ, (૪) લોકવિરુદ્ધનો ત્યાગ, (૫) ગુરુજન પૂજા, (૬) પરાર્થ કરણ, (૭) શુભ ગુરુનો યોગ અને (૮) ગુરુવચન સેવના (પાલન) એ આઠનો સમાવેશ થાય છે.
આ આઠે પ્રાર્થનામાં પાયારૂપ તત્ત્વો ત્રણ મૂક્યા. (૧) ભવ નિર્વેદ, (૨) માર્ગાનુસારિતા, (૩) ઇષ્ટ ફળ સિદ્ધિ. કેમકે જ્યારે જીવને સંસારનો સંસારના પદાર્થોનો કંટાળો આવે એટલે કે તેના તરફ વિરક્તિ જાગે ત્યારે તે ‘પ્રણિધાન'