________________
જાવંત કે વિ સાહૂ-સૂત્ર-વિવેચન
કરાયેલી વ્યાખ્યા પણ મનનીય છે. કેમકે ત્યાં સ શબ્દ ફક્ત “અને' અર્થમાં નથી, પણ સમુચ્ચય અર્થમાં છે. ત્યાં રત્નશેખરસૂરિજી જણાવે છે કે, “ગ' શબ્દથી વ્યંતરાદિ દેવો વડે હરણ થવું, નંદીશ્વરાદિહીપે યાત્રાર્થે જવું વગેરે-વગેરે કારણે તે ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રની બહાર અથવા ત્રીશ અકર્મભૂમિમાં અથવા છપ્પન્ન અંતર્લીપમાં રહેલા સર્વે પ્રકારના સાધુઓને ગ્રહણ કરવા.
– અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્યોને “યુગલિક ધર્મ હોવાથી તેમને સાધુપણું-વિરતિભાવ સ્પર્શી શકતો નથી. એટલે કે ૧૫-કર્મભૂમિઓમાં જ સાધુપણું પ્રાપ્ત થઈ શકે છે. પણ કર્મભૂમિમાં રહેલા સાધુઓનું પણ અકર્મભૂમિ કે અંતર્લીપ આદિમાં ગમન શક્ય છે. તેથી ત્યાં ગયેલા સાધુઓનું પણ ગ્રહણ “' શબ્દથી કરેલ છે.
સર્વેસિં તેસિં – તે સર્વેને. અહીં “તે' સર્વનામ પૂર્વે કહેવાયેલ સાધુમહારાજો માટે વપરાયેલ છે. તે સર્વે એટલે તે બધાં જ સાધુઓને.
• વખો - પ્રણત, નમેલો (એવો હું)
– શબ્દાર્થ પ્રમાણે “નમેલો' અર્થ જરૂર થાય, પણ સમગ્ર વાજ્યાર્થિનો વિચાર કરીએ તો “નમ્યો છું' કે “નમસ્કાર કર્યો છે' અર્થ થશે.
• તિવન – ત્રણ પ્રકારે, ત્રણ કરણથી (મન, વચન, કાયાથી) – આ શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૯ “કરેમિભંતે'માં થયેલી છે.
- આ પદનો સંબંધ “પનો સાથે છે. મન, વચન, કાયાથી નમસ્કાર કર્યો છે.
– બીજા મતે આ શબ્દથી કરણ, કરાવણ, અનુમોદન અર્થ લેવો જે “ત્રિદંડ' સાથે સંબંધિત છે.
• તિવંદુ-વિયા – ત્રણ દંડથી જેઓ વિરામ પામેલા છે, તેઓને.
- ઠાણાંગ સૂત્ર-૧૩૪ અને સમવાય સૂત્ર-૩ની વૃત્તિમાં ‘ફંડ' શબ્દની વ્યાખ્યા કરાયેલ છે. “જેનાથી આત્મા દંડાય તે દંડ.” હિંસા આદિ સાવદ્ય પ્રવૃત્તિ વડે આત્મા દંડાય છે. તેના ત્રણ ભેદ કહ્યા. કેમકે દંડ ત્રણ પ્રકારે થાય છે. મનથી, વચનથી, કાયાથી. તેથી મનોદંડ, વચનદંડ, કાયદંડ એવા ત્રણ ભેદો કહેવાયા છે. સાધુ જીવનના મુખ્ય લક્ષણોમાંનું એક લક્ષણ છે. આ ત્રણ દંડથી વિરમવું તે.
- સાધુ કોઈને પણ મનથી દડે નહીં, વચનથી દડે નહીં અને કાયાથી પણ દડે નહીં. આવી રીતે જેઓ ત્રણ દંડથી વિરામ પામેલા છે તેવા લક્ષણ યુક્ત અથવા તો “ભાવસાધુ''ને અહીં ગ્રહણ કરવાનું સૂચન છે.
– ટૂંકમાં “તિરંડવિયા” શબ્દ સાત્ ના વિશેષણરૂપે મૂકાયો છે.
-૦- જેમને વંદન કરીએ છીએ તે સાધુ લક્ષણથી ત્રણ દંડથી વિરત હોય, સ્થાનથી ભરત, ઐરાવત, મહાવિદેહ ક્ષેત્રમાં હોય, ‘૩' શબ્દથી તેઓ ભારત આદિ પંદર કર્મભૂમિ સિવાયના ક્ષેત્રમાં પણ ગયા હોય અને ગાવિંત વિ શબ્દોથી જેટલી પણ સંખ્યામાં હોય તે બધાંને મન, વચન, કાયાથી નમસ્કાર કર્યો છે. (અથવા ત્રણે