________________
ઉવસગ્ગહરં સ્તોત્ર-વિવેચન
૭૩ કહેવાય છે.
– પાર્શ્વનાથ ભગવંતના નામથી યુક્ત મંત્રોરૂપી વચનો ‘દ્રવ્યવિષધર'નું વિષ દૂર કરે છે અને તેના દેશના વચનો “ભાવવિષધર'નું વિષ દૂર કરે છે. આ રીતે તેઓ બંને પ્રકારના ઝેરનો નાશ કરનાર છે.
– અહીં સર્પને બદલે “વિષધર' શબ્દ પ્રયોગ સકારણ થયો છે. સર્પ નિર્વિષ અને વિષસહિત બંને પ્રકારે હોય છે. અહીં વિષસહિત સર્પનું જ ગ્રહણ કરવાનું હોવાથી ‘વિષધર' શબ્દ ગ્રહણ કર્યો છે.
- મંત્રથી વિષનો નાશ થવાની વાત વર્તમાન જગમાં ભલે સ્વીકાર્ય ન લાગે પણ માંત્રિકોને આ વાત સુપ્રતિત છે ભક્તામર, કલ્યાણમંદિર આદિ સ્તોત્રોમાં પણ ઝેર ઉતારવાના મંત્રો આવેલા છે.
૦ વિસ એટલે વિષ કે ઝેર. ભાવથી વિસ એટલે મિથ્યાત્વ આદિ ૦ નિન્ના - નાશ કરનારાને, (ઝેરનું) હરણ કરનારાને. – ‘વિસહરસિનિત્રાસં' પદનો બીજો પણ અર્થ કરાયેલો છે –
તેમાં એવું કહે છે કે, વિષ અર્થાત્ પાણી. આ અર્થમાં મણિકર્ણિકા નામના ઘાટનું જળ (પાણી) સમજવું. ‘હા’ શબ્દથી ઘર કે ગૃહ અર્થ લીધો. ગૃહ એટલે નિવાસ. મણિકર્ણિકના ઘાટે જેનો નિવાસ છે તેવો કમઠ તાપસ, વારાણસીમાં વસનારા પંચાગ્નિતપનું આચરણ મણિકર્ણિકાના કિનારે કરતાં દેખાય છે તેમ અર્થકલ્પલતા વૃત્તિમાં કહ્યું છે.
વિસહર પછી ‘વિસ' શબ્દનું સંસ્કૃત રૂપાંતર “વૃત્ત' થયેલ છે. વૃષ નો અર્થ ધર્મ કર્યો છે, કેમકે લૌકિકો તેને ધર્મ તરીકે સ્વીકારે છે. જેમાં તે તાપસો ‘પંચાગ્નિ તપ લક્ષણ' ધર્મ કરે છે.
નિમ્નશ એટલે નાશ કરનાર.
કમઠ તાપસના પંચાગ્નિતપ લક્ષણરૂપ અધર્મનો નાશ કરનાર. કેમકે કમઠ જ્યારે પંચાગ્નિ તપ તપી રહ્યો હતો, ત્યારે અગ્નિમાં બળતા કાષ્ઠના પોલાણમાં અંદર બળી રહેલા સર્પને (ભગવંત) પાર્થકુમારે દેખાડીને માતાના તથા લોકોના મનમાં તે તપનો અધર્મરૂપે નિશ્ચય કરાવવા દ્વારા જે ભગવંત ‘વિષગૃહ વૃષ નિર્નાશ' કહેવાયા (તેમને).
– ‘વિસહર વિસ નિન્નાસ' શબ્દ દેવ-દેવીમાં ઘટાવીએ તો આ શબ્દ ધરણેન્દ્રનો વાચક છે. કેમકે “વિષધર' એટલે મેઘ. કેમકે વરસાવેલ મેઘ-પાણીનો પોતાની ફણાના છત્ર વડે વારણ કરનાર - તે ધરણેન્દ્ર.
• પંપનાવી – મંગલ અને કલ્યાણના આવાસરૂપ – આ પણ ભગવંત પાર્શ્વનાથ માટે વપરાયેલું એક વિશેષણ છે. – મંત્ર - આ શબ્દની વ્યાખ્યા જુઓ સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર'. - છઠ્ઠી - કલ્યાણ, આરોગ્ય, નિરૂપદ્રવતા, સંપત્તિનો ઉત્કર્ષ. – વાસ - નિવાસ કે રમણીય સ્થાન.