________________
૧૧૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
દ્રવ્ય સ્તવ ઉપરાંત કાયોત્સર્ગ દ્વારા આવી પ્રાર્થનાથી વિશેષ લાભનું કારણ હોવાથી કાયોત્સર્ગમાં કોઈ દોષ નથી.
(ભાવ પૂજા કે ભાવ સત્કારરૂપે તો દોષનો પ્રશ્ન જ થતો નથી.) સન્માન પ્રત્યય વડે, સન્માન નિમિત્તે, સન્માનાર્થે. સન્માન એટલે સ્તુતિ, સ્તવના કે ગુણકિર્તન. તે દ્રવ્યથી વાણી વડે અને ભાવથી વિનય વડે થાય છે.
(४) सम्माणवत्तियाए
W
આવશ્યક વૃત્તિ મુજબ- સ્તુતિ આદિ વડે ગુણોત્કીર્તન કરવું તે સન્માન. અહીં સ્તુતિ-સ્તવનાદિ કરવું તે સન્માન જાણવું. બીજા કહે છે કે, માનસિક પ્રીતિ (બહુમાન)ને સન્માન કહેવાય. તે સન્માન નિમિત્તે અથવા મને સન્માનનો લાભ મળે તે ભાવથી કાયોત્સર્ગ કરું છું.
ભાવના :- તીર્થંકર પરમાત્મા સંસારમાં રહ્યા છતાં ભાવથી તેમાં લેપાતા નથી. ભોગો પણ કર્મ ખપાવવા માટે જ ભોગવે છે, છતાં વિરક્ત રહે છે અને લોકાંતિક દેવોની વિનંતી સહ પોતાનો પ્રવ્રજ્ય કાળ અવધિજ્ઞાનથી જાણવા વડે તેઓ સંસારનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. તેઓના દીક્ષા-નાણ આદિ કલ્યાણકો સમયે મહોત્સવપૂર્વક દેવો ઉજવણી ભારે સન્માનપૂર્વક કરે છે. મને આવા ઉત્કૃષ્ટ સન્માનનું નિમિત્ત ક્યારે મળે તેવું કાયોત્સર્ગ થકી ચિંતવે.
(૫) વોહિતામવૃત્તિયાપુ - બોધિલાભના નિમિત્તે, બોધિલાભ માટે. વોદિ શબ્દનું વિવેચન સૂત્ર-૮ ‘લોગસ્સ'માં જુઓ. વોહિનામ શબ્દ માટે સૂત્ર-૧૮ ‘જયવીયરાય' જુઓ.
અર્હત્ પ્રણિત ધર્મની પ્રાપ્તિ કે પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ તે બોધિલાભ. તેના નિમિત્તે કાયોત્સર્ગ કરું છું.
આવશ્યક વૃત્તિકાર કહે છે કે, વંદન, પૂજન, સત્કાર, સન્માન પણ કયા હેતુથી કરવામાં આવે છે ? બોધિલાભને માટે કરાય છે. બોધિલાભ એટલે અરિહંત ભગવંતે કહેલા ધર્મની પ્રાપ્તિ. તે પ્રાપ્ત કરવા માટે વંદન આદિ ચારે કરવા.
૦ ભાવના :- દીક્ષા લઈને તીર્થંકર પરમાત્મા દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિ વડે અનુક્રમે શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈને ચાર ઘાતીકર્મનો ક્ષય કરી કૈવલ્યઋદ્ધિને પ્રાપ્ત કરે છે. તેથી કાયોત્સર્ગમાં ચિંતવવું કે જે બોધિ વડે પરમાત્માને પણ કૈવલ્ય ઋદ્ધિ મળી, તે બોધિ મને પણ પ્રાપ્ત થાઓ.
निरुवसग्ग
પણ આ બોધિલાભ પણ શા માટે ? તેનો ઉત્તર આપે છે ત્તિયાળુ - નિરૂપસર્ગ સ્થિતિની પ્રાપ્તિ માટે.
(૬) નિવત્તળવત્તિયા - નિરુપસર્ગ અર્થાત્ મોક્ષના નિમિત્તે. – ઉપસર્ગ એટલે ઉપદ્રવ, તેનાથી રહિતપણું તે નિરુપદ્રવ સંસારમાં સૌથી મોટો ઉપદ્રવ તે જન્મ, જરા, મરણ છે. જન્મ, જરા, મરણ રહિતતા એટલે મોક્ષ અને તે મોક્ષ પ્રાપ્ત કરવાની ભાવથી કાયોત્સર્ગ કરું છું.
૦ ભાવના :- તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરી તીર્થંકર નામકર્મનો
---
-
-