________________
નમુત્થણં-સૂત્ર-વિવેચન
૪૫
આત્માનો સ્વ-ભાવ સર્વ વસ્તુઓને જોવા-જાણવાનો છે. જ્યારે આત્મા પર રહેલાં સર્વ પ્રકારના આવરણો દૂર થાય છે ત્યારે આત્માનો સ્વભાવ પ્રગટ થાય છે. અહીં પ્રથમ જ્ઞાન અને પછી દર્શનને ગ્રહણ કરવાનું સકારણ છે. કેવલજ્ઞાનાદિ સર્વ લબ્ધિઓ સાકારોપયોગ એટલે જ્ઞાનોપયોગથી યુક્ત આત્માને પ્રગટ થાય છે, પણ દર્શનોપયોગથી યુક્ત આત્માને પ્રગટ થતી નથી.
– વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે, પૂર્વે જણાવેલ થમ્પયા આદિ પાંચે વિશેષણો અર્થાત્ ધર્મદાયકત્વ આદિ પાંચે વિશેષણો પ્રકૃષ્ટ જ્ઞાનાદિ યોગ હોય ત્યારે જ થાય છે. તેથી પૂડિય વરનાહિંસTધરામાં કહ્યું.
પૂડિય - અર્થાત્ અપ્રતિકત. પર્વત, કોતર, ફૂટ આદિ દ્વારા પણ અખ્ખલિત અથવા અવિસંવાદી હોવાથી અપ્રતિહત કહેવાય છે.
વરનાગવંતન – સાયિક એવા જ્ઞાનદર્શન હોવાથી (કેવલજ્ઞાન, કેવલદર્શનને કારણે) વર' એટલે પ્રધાન જ્ઞાન-દર્શન કહેવાય છે.
ઘર - ધારણ કરનાર. અપ્રતિહત જ્ઞાન-દર્શનના ધારક.
– મત નિરસન - બૌદ્ધો એવું માને છે કે, “જગતની સઘળી વસ્તુને ભાવોને જાણો કે ન જાણો ઇષ્ટતત્ત્વને જાણો જ.' આવા વિધાન દ્વારા બૌદ્ધો સર્વજ્ઞમાં “સર્વ પદાર્થોનું નહીં, માત્ર ઇષ્ટ તત્ત્વનું જ જ્ઞાન માને છે. તેમના આ મતનું ખંડન કરતાં કહ્યું છે – અપ્પડદયવરના વંસUધરા.
કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં સ્કૂલના નહીં પામનારા હોવાથી અપ્રતિકત' કહ્યા. તથા સર્વ આવરણકર્મોનો ક્ષય થવાથી ક્ષાયિક ભાવે પ્રગટેલાં માટે શ્રેષ્ઠ - એવા વિશેષ બોધરૂપ કેવળજ્ઞાનને અને સામાન્ય બોધરૂપ કેવળદર્શનને જેઓ ધારણ કરે, તેઓ અપ્રતિકતવર જ્ઞાનદર્શનધરા કહેવાય છે. તેઓના જ્ઞાનદર્શન સર્વથા આવરણોથી મુક્ત હોવાથી તેઓ સર્વ જ્ઞેયોનું જ્ઞાન-દર્શન કરાવનારા છે.
(ઉક્ત સંક્ષેપ કથનને જિજ્ઞાસુઓએ લલિત વિસ્તરાટીકામાં પૂર્ણ વિસ્તારથી જોવું ખરેખર હિતાવહ છે. ત્યાં આ સર્વે પરિભાષાનું સૂક્ષ્મતમ વર્ણન છે.)
• વિદ્છ૩મા :- જેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયેલ છે તેઓને.
- વિટ્ટ – વ્યાવૃત્ત અર્થાત્ ચાલ્યું ગયેલું. છા એટલે આવરણ. ઘાતી કર્મોરૂપી આવરણ. બીજા શબ્દોમાં કહીએ તો – જેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે, તેઓને. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર (ઘાતી) કર્મો જ્યાં સુધી પૂરેપૂરાં ક્ષય ન પામે ત્યાં સુધીની અવસ્થાને છદ્મસ્થાવસ્થા કહેવાય છે. આ અવસ્થા ચાલી જાય તેને ‘વિયછમ' કહેવાય છે.
– વૃત્તિકાર મહર્ષિ કહે છે કે, જે છઘવાનું છે (ઘાતકર્મ રહિત છે) તે મિથ્યાઉપદેશીત્વને કારણે ઉપકારી થતા નથી. તેથી નિચ્છઘતાના પ્રતિપાદનને માટે જણાવે છે કે, આવરણના અભાવે નિચ્છઘતા આવે છે. વિટ્ટ એટલે નિવૃત્ત કે અપગત (ચાલી ગયેલું). છS - શઠત્વ કે આવરણ. જેનું છાત્વ ચાલી જાય તેને વિયટ્ટ છ3મ કહે છે. રાગ આદિનો જય કર્યો હોવાથી તેમને માયારૂપી આવરણોનો