________________
૪૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ નાશ કરનારા ધર્મચક્રવર્તીઓ એટલે કે અરિહંત પરમાત્મા દરેક રીતે શ્રેષ્ઠ છે. કેમકે રૂપ, સામર્થ્ય, બળ, વીરતા, ઉદારતા અને મહાનુભાવતામાં કોઈપણ ચક્રવર્તી તેમની બરાબરી કરી શકતો નથી.
અથવા ચારિત્રધર્મ એ ઉભયલોકમાં ઉપકારક હોવાથી અત્યંત શ્રેષ્ઠ છે અને તે દાન, શીલ, તપ અને ભાવ વડે ભવનો અંત કરે છે, તેથી ચતુરંત છે.
અથવા કપિલ આદિ પ્રણીત અન્ય ધર્મચક્રોની અપેક્ષાએ જે ધર્મચક્ર શ્રેષ્ઠ છે અને જે ચાર ગતિઓનો અવય નાશ કરનાર છે.
એવા ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ચક્રવર્તી અરિહંતોને નમસ્કાર.
– વૃત્તિકાર મહર્ષિ કહે છે કે, ત્રણ તરફ સમુદ્ર અને ચોથી તરફ હિમવાનું પર્વત એ ચારેનો અંત અર્થાત્ પર્યન્ત તેના સ્વામીત્વથી ચાતુરંત કહેવાય છે તેવા આ ચક્રવર્તી તે ચાતુરંત ચક્રવર્તી. શ્રેષ્ઠ એવો તે ચાતુરંત ચક્રવર્તી અર્થાત્ મહાનું એવો રાજા કહેવાય. એ જ રીતે ધર્મના વિષયમાં શ્રેષ્ઠ ચાતુરંત ચક્રવર્તી તે “ધર્મ વર ચાતુરંત ચક્રવર્તી”. જેમ પૃથ્વીના શેષ રાજા કરતાં અતિશયને ધારણ કરનાર ચક્રવર્તી હોય છે, તેમ ભગવંત પણ ધર્મના વિષયમાં શેષ પ્રણેતાઓની મધ્યે અતિશયવંત હોવાને લીધે ચક્રવર્તી જ કહેવાય છે.
– યોગશાસ્ત્રમાં આ પદની વ્યાખ્યા કરતા જણાવે છે કે, ધર્મ એટલે પ્રસ્તુત ચારિત્ર. આ ધર્મરૂપ ચક્ર કષ, છેદ, તાપ એ ત્રણ કોટિથી અત્યંત શુદ્ધ હોવાથી બોદ્ધો વગેરેએ બતાવેલા ધર્મચક્રની અપેક્ષાએ “શ્રેષ્ઠ' છે. વળી ચક્રવર્તીનું ચક્ર આ લોકમાં જ હિત કરે છે, જ્યારે વિરતિરૂપ ધર્મચક્ર તો ઉભયલોકમાં હિત કરે છે. માટે તેનાથી શ્રેષ્ઠ છે. વળી ચક્રવર્તીનું ચક્ર જેમ શત્રને હરાવે છે તેમ આ વિરતિધર્મ રૌદ્રધ્યાન-મિથ્યાત્વ વગેરે ભાવશત્રુઓનો નાશ કરનાર છે. એવું ધર્મચક્ર જેઓને પ્રાપ્ત છે તે ભગવંતને ધર્મ વર ચાતુરંત ચક્રવર્તી કહ્યા.
અહીં કલ્પસૂત્રકારે – તીવો તાનું સરખું છું ઘા શબ્દો મૂક્યા છે. પછી પૂડિયે પાઠ છે.
(ઉક્ત વ્યાખ્યાના ઘણાં શબ્દો પરિભાષા જેવા છે, તેની વિસ્તૃત વ્યાખ્યા અને સમજ માટે લલિત વિસ્તરા ટીકા ખાસ જોવા લાયક છે.)
૦ આ પ્રમાણે સ્તોતવ્ય સંપદાની જ ‘વિશેષ ઉપયોગ' નામની આ છઠી સંપદા કહી. હવે સાતમી સ્વરૂપ હેતુસંપદા કહે છે. તેમાં મુખ્ય બે પદો છે – “અપ્પડિહય વરનાણદંસણધરાણ’ અને ‘વિયટ્ટછઉમાશં'.
• સદિય-વના-હંસા-થરાખi – અપ્રતિહત વર જ્ઞાન અને દર્શન ધારણ કરનારાઓને, અપ્રતિહત કેવલજ્ઞાન કેવલદર્શન ધારકોને.
– વસ્તુનો વિશેષ અવબોધ તે જ્ઞાન, વસ્તુનો સામાન્ય અવબોધ તે દર્શન. કેવલ્યને પામવાથી તે “વર'-શ્રેષ્ઠ કહેવાય છે. સર્વત્ર તે અખ્ખલિત રહેવાથી અપ્રતિહત ગણાય છે. આવા અપ્રતિહત (અખ્ખલિત) શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને (કેવલજ્ઞાન કેવલદર્શનને) ધારણ કર્તા.