________________
८४
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ છ મહિને હાર તૈયાર થતાં રાજ્યસભામાં લવાયો. રાજા તે જોઈને ઘણો પ્રસન્ન થયો. હારનું ‘દેવવલ્લભ' નામ રાખ્યું. શુભ મુહૂર્ત રાજાએ હાર પહેરવાનો આરંભ કર્યો. કોઈને છીંક આવતા રાજાએ હાર ગ્રહણ ન કર્યો. ફરી જ્યારે હાર મંગાવ્યો ત્યારે ભંડારીએ કહ્યું કે હાર ભંડારમાં દેખાતો નથી. ઘણી તપાસ પછી હાર ન મળતા રાજાએ જ્યોતિષીને પૂછયું ત્યારે ભૂમિદેવ નામના જ્યોતિષે કહ્યું કે, આ હાર જેની પાસેથી મળશે, તે તમારી પાટે રાજા થશે. રાજાએ વિચાર્યું કે તે મારા પુત્રો સિવાય કોઈ હશે તો તેને ફાંસી આપીશ.
આ તરફ પાસદત્ત નામનો કોઈ શ્રાવક પૂર્વે શ્રીમંત હતો પણ પછી નિર્ધન થઈ ગયેલો. તેથી નગરનો ત્યાગ કરેલો. તેમને ત્યાં પુત્ર જન્મ થયો. પણ એક જ વર્ષમાં મૃત્યુ પામ્યો. ત્યાંથી નીકળીને તે પાસદને પત્નીના આગ્રહથી અશોકપુર જવાનું નક્કી કર્યું. પણ કાંટો વાગતા અપશુકન માની નગરમાં ન જતાં ત્યાં જ રોકાઈ ગયો. કોઈ રાત્રે પાસદત્તની પત્નીને સ્વપ્ન આવ્યું કે ભૂમિ ખોદતા એક ચકચકીત અને વીંધાયા વિનાનું મોતી મળ્યું. પછી કોઈ શુભ વેળાએ તે પ્રિયશ્રીએ એક પુત્રને જન્મ આપ્યો.
કોઈ દિવસે પાસદત્ત અને પ્રિયશ્રી તે પુત્રને લઈને અશોકપુર જવાને નીકળ્યા. ત્યાં આમ્રવૃક્ષ નીચે વિશ્રાંતિ લીધી ત્યારે આકાશવાણી થઈ કે પંદર વર્ષ બાદ આ બાળક પોતાના પુણ્યબળે આ નગરનો રાજા થશે. ફરી આકાશવાણી થઈ કે આ બાળક ઘણું જ જીવશે અને તેને અઢળક સંપત્તિ મળશે. પાસદત્ત અને પ્રિયશ્રીએ આકાશ તરફ જોયું ત્યારે ઉપર રહેલો દેવ બોલ્યો કે હું તમારો મરણ પામેલો પુત્ર છું અને તમે સંભળાવેલ નવકાર મંત્રના પ્રભાવે ધરણેન્દ્રના પરિવારમાં દેવ થયો છું. તમે આ બાળકનું નામ પ્રિયંકર રાખજો, વિપત્તિમાં અહીં આવી મને યાદ કરજો તો હું આવીશ.
કોઈ વખતે પાસદત્તની પત્ની પ્રિયશ્રીને ભૂમિમાંથી નિધાન મળ્યું. રાજાએ તે દેવી નિધાન પાસદરના પુન્યનું ફળ હોવાથી તેને આપી દઉં. પછી કાળક્રમે પાસ દત્ત શેઠ બન્યો. શ્રીમંતોમાં તેની ગણના થવા લાગી. પ્રિયંકરને ઉપાધ્યાય પાસે ભણવા મૂક્યો. શાસ્ત્ર કુશળ બન્યો, ધર્મ અધ્યયન કરી સારો શ્રાવક પણ બની ગયો. પછી ગુરુએ તેને યોગ્ય આત્મા જાણી ઉવસગ્ગહર સ્તોત્ર પાઠ કરવા માટે કહ્યું. ક્રમશઃ તેને સ્તોત્ર સિદ્ધ થઈ ગયું. તે જે-જે કાર્ય કરે તે સફળ થવા લાગ્યું. પ્રિયંકરે પોતાના પિતાને વ્યવસાયથી મુક્ત કર્યા, પોતે જ વ્યાપાર શરૂ કર્યો. કોઈ વખતે શ્રીવાસ ગામે ઉઘરાણી ગયેલો. ત્યાં ભીલ લોકોએ પકડીને બાંધી દીધો. ત્યારે પ્રિયંકરે ઉવસગ્ગહર સ્તોત્રનો એકાગ્ર ચિત્તે જાપ શરૂ કર્યો. તે વખતે પલ્લીમાં આવેલા એક જ્યોતિષીએ પલ્લીપતિને કહ્યું કે, તેને જે બંધનમાં નાંખ્યો છે તે પ્રિયંકર દેવતાના પ્રભાવથી અશોકપુરનો રાજા થશે.
પલ્લીપતિએ પ્રિયંકરને છૂટો કર્યો. સત્કાર કરી જવાની રજા આપી અને પોતાની પુત્રી વસુમતી તેની સાથે પરણાવી. ધન, ઘોડા, વસ્ત્રાદિ પણ આપ્યા.