Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/005623/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે શ્રી સં. ૨૦૬૪ ॥ નમો નમઃ શ્રીગુરુ નેમિસૂરયે ॥ : પ્રકાશક : શ્રુતજ્ઞાન પ્રસારક સભા - અમદાવાદ. For Personal & Private Use Only ઇ.સં.૨૦૦૮ Page #3 -------------------------------------------------------------------------- ________________ (COCO COCO CCCC COCO có các જ્ઞાનપદ ભજીએ રે પ્રતિ મૂલ્ય પૃષ્ઠસંખ્યા પુનઃમુદ્રણ : : 8 (වි.වි. ૩૦૦૦ ૭૫-૦૦ : ૧૦ + ૩૧૦ સંવત ૨૦૬૫, : : પ્રાપ્તિસ્થાન : જિતેન્દ્રભાઈ કાપડિયા C/o. અજંતા પ્રિન્ટર્સ ૧૪ બી, સત્ત- તાલુકા સોસાયટી, પોષ્ટ : નવજીવન, અમદાવાદ -૧૪. ફોન : (ઓ) ૨૭૫૪૫૫૫૭ (-હે.) ૨૬૬૦૦૯૨૬ શરદભાઈ શાહ ૧૦૨, વી. ટી. એપાર્ટમેન્ટ, દાદાસાહેબ પાસે, કાળાનાળા, ભાવનગ--૩૬૪૦૦૧. ફોન : ૨૪૨૭૭૯૭ ઇ.સં. ૨૦૦૮ વિજયભાઈ બી. દોશી (મહુવાવાળા) સી-૬૦૨, દત્તાણીનગ-, બિલ્ડીંગ નં.-૩, એસ.વી. -ોડ, બો-ીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨ મોબાઈલ : ૯૩૨૦૪૭૫૨૨૨ મુદ્રકઃ કિરીટ ગ્રાફીકસ ૨૦૯, આનંદ શોપીંગ સેન્ટ-, -તનપોળ, અમદાવાદ-૧. ફોન : ૦૭૯-૨૫૩૫૨૭૦૨ (b) For Personal & Private Use Only ව ය Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના આવી નાની બુકની પ્રસ્તાવના લખવાની વિશેષ આવશ્યકતા હોતી નથી, પરંતુ આ બુક તૈયાર કરવાનું કારણ શાથી ઉત્પન્ન થયું તે જણાવવા માટે ટૂંકમાં પ્રસ્તાવના લખવાની જરૂર છે. અમદાવાદનિવાસી ઉદારતા, ધૈર્ય, ગાંભીર્ય, વિચક્ષણતા અને ધર્મચુસ્તતા વિગેરે ગુણોથી અલંકૃત શેઠ મનસુખભાઈ ભગુભાઈ પ્રસ્તુત વર્ષના (વિ.સં. ૧૯૬૯) માગશર વિદ-૧૨સે અકસ્માત પંચત્વ પામવાથી તેમનું સ્મરણ દીર્ઘકાળ પર્યંત ટકી રહે અને અન્ય પણ પ્રબળ લાભ થાય એવી ઇચ્છાવાળા તેમના લઘુબંધવ શેઠ જમનાભાઇના સુશીલ અને અનેક ગુણસંપન્ન પત્ની અ.સૌ. બહેન માણેકબાએ પોતે કરેલા જ્ઞાનપંચમીના તપને પ્રાંતે તે તપ કરનારાઓમાં લ્હાણી કરવાના ઇરાદાથી તે જ તપની પુષ્ટિ કરનાર બુક છપાવવા વિચાર કર્યો અને તે વિચારને અનેક સ્થાનેથી પુષ્ટિ મળતાં અમારી સભાના પ્રમુખ મી. કુંવરજી આણંદજીને તે કામ સોંપવામાં આવ્યું. તેમણે પ્રથમ ખરેખરી જ્ઞાનાચારની ઓળખાણ થવા માટે શ્રી આચાર પ્રદીપ ગ્રંથમાંથી જ્ઞાનાચાર પૂરતા વિભાગનું ભાષાંતર કરાવી તેને સુધાર્યું અને ત્યાર પછી જ્ઞાનપંચમીને લગતી પૂજા, ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ, સજ્ઝાય વિગેરેનો સંગ્રહ કરી, શ્રી વિજયલક્ષ્મીસૂરિના કરેલા જ્ઞાનપંચમીના દેવવંદન કે જેના અર્થ સાધારણ બુદ્ધિવાળાને મુશ્કેલ લાગે તેવા છે તે લખી કાઢી વિદ્વાન જૈન બંધુઓ પાસે તપાસરાવીને તૈયાર કર્યા. પછી તે સર્વ સંગ્રહ ૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ આ બુકમાં દાખલ કર્યો અને પ્રારંભમાં તે તપ કરવાનો વિધિ અને અંતમાં તે તપના પ્રકાર તથા ઉજમણાનો વિધિ સવિસ્તર દાખલ કરવામાં આવ્યો.. આ રીતે આ બુક તૈયાર કરવામાં આવી છે. જ્ઞાનપંચમી તપનું આરાધન કરનાર વરદત્ત ને ગુણમંજરીની કથાનું ભાષાંતર આ બુકમાં આપવાની ધારણા હતી, પરંતુ જ્ઞાનપંચમીના મોટા સ્તવનમાં તે કથા આવી જતી હોવાથી પુનરાવર્તન ન થવા માટે તે દાખલ કરવામાં આવેલ નથી. આ બુકનું કદ ધાર્યા કરતાં મોટું થયું છે, તેમજ વિલંબ પણ વધારે થયો છે; પરંતુ એક ઉપયોગી સંગ્રહ તૈયાર થયેલો હોવાથી તે જ્ઞાનપંચમી તપનું આરાધન કરનારને અવશ્ય ઉપયોગી થઈ પડશે એમ ખાત્રી થવાથી પ્રસિદ્ધ કર્તાને તેમજ તેમાં ઉદાર દિલથી દ્રવ્યનો વ્યય કરનારને સંતોષ પ્રાપ્ત થાય આ બુક જ્ઞાનપંચમીના તપ કરનારા ભાઈઓ તથા બહેનોને શેઠ જમનાભાઈ ભગુભાઈનાં પત્ની તરફથી ભેટ દાખલ આપવા માટે જ છપાવવામાં આવી છે. તેથી આ જ્ઞાનદાનમાં પુન્યના ભાગી તેઓ થયા છે, એટલું જ નહીં પણ આ બુક વાંચવાથી અનેક ભવ્ય જીવો એ તપ કરવા ઉજમાળ થશે તેમજ વિધિશુદ્ધ એ તપનું આરાધન કરશે એના પણ એ પુન્યશાળી કારણિક થશે, આટલું જણાવી આ ટૂંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. ઇત્યમ્ વિસ્તરણ. ભાદ્રપદ શુદિ-૫, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા સં. ૧૯૬૯ ભાવનગર. ૪ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ CS બીજી આવૃત્તિની પ્રસ્તાવના ઉદાર દિલનાં માણેક બહેન પાસેથી પ્રથમવૃત્તિની તમામ બુકો થોડા વખતમાં જ ભેટ તરીકે અપાઈ ગઈ એટલે તરતમાં જ બીજી એક હજાર નકલ છપાવવા તેમણે ઈચ્છા જણાવી એટલે મૂલ્યથી લેવા ઇચ્છનારને પણ આ બુકનો લાભ મળી શકે તેટલા માટે એક હજાર નકલ અમારા તરફથી વધારીને આ બીજી આવૃત્તિની બે હજાર નકલો છપાવવામાં આવી છે. પ્રથમવૃત્તિ કરતાં પ્રારંભના ભાગમાં તો સહજ અક્ષર શુદ્ધિ જ કરવામાં આવી છે, પરંતુ પ્રાતે આવેલા જ્ઞાનપંચમીના દેવવંદનના અર્થ આ આવૃત્તિમાં જે દાખલ કરવામાં આવેલા છે તેની અંદર પ્રથમ કરતાં ઘણો જ સુધારો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ દેવવન્દનના અર્થ અને નોટ તદન નવાં જ લખવામાં આવ્યાં છે. આ અત્યુત્તમ પ્રયાસ પૂજ્યપાદ સગુણાલંકૃત આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ શિષ્ય પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ઉદયવિજયજી ગણિએ કર્યો છે તેને માટે તેઓ સાહેબનો રિણથી આભાર માનવામાં આવે છે. એઓ સાહેબે મેળવેલા જ્ઞાનનું રોત થયેલા અપૂર્વ અનુભવ બોધનું આમાં કિંચિત્ દિગદર્શન કરાવ્યું છે. પોતે મેળવેલા શાનનો આ પ્રકારે અનેક જીવોને લાભ મળી શકે છે. ઉત્તમ મુનિ મહારાજાનું એ કર્તવ્ય જ છે. આશા છે કે આ બુક અનેક જીવોને ઉપકારક થશે. ઈત્યમ્, શ્રાવણ શુદિ-૫ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા સં. ૧૯૭૦ ભાવનગર. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૫૮ 0 ~ અનુક્રમણિકા.... પ્રથમવૃત્તિની પ્રસ્તાવના ૩ બીજી આવૃત્તિની પ્રસ્તાવના - વિષય પેજ નં. ૧ જ્ઞાનરત્નનાં અજવાળાં.... (જ્ઞાનપંચમી -૧ પુસ્તિકા) ૧ ૨ જ્ઞાનરત્નનાં અજવાળાં...... (જ્ઞાનપંચમી -૨ પુસ્તિકા) ૨૩. ૩ પરમજ્ઞાની શ્રી વજસ્વામીજીના જીવનની ઝલક ૫૦ ૪ પં. પદ્મવિજયજી મ. રચિત શ્રી વજસ્વામીની સઝાય - ૫૩ ૫ પુંડરીક - કંડરીકની સક્ઝાય ૬ પુંડરીક - કંડરીકની કથા ૭ અહંદુ દર્શનનાં, અહંદુ ધર્મના અભ્યાસ માટે ૮ સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા ૯ શ્રી જ્ઞાનપંચમી તપ કરવાનો વિધિ ૭૫ ૧૦ શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિઃ ૧૧ શ્રી જ્ઞાનપંચમી દેવવંદના પ્રારંભ ૧૨ શ્રી મતિજ્ઞાનનું ચૈત્યવંદન ૧૩ શ્રી મતિજ્ઞાનના ચૈત્યવંદનો અર્થ ૧૪ શ્રી મતિજ્ઞાનનું સ્તવન ૧૫ શ્રી મતિજ્ઞાનના સ્તવનનો અર્થ ૧૬ શ્રી મતિજ્ઞાનની થઈ ૧૭ મતિજ્ઞાનની થોઈનો અર્થ ૧૮ પીઠિકાના દુહા ૧૯ પીઠિકાના કુહાનો અર્થ ૨૦ ગુણના દુહા ૨૧ ગુણના દુહાનો અર્થ ૨૨ ખમાસમણના દુહા IN ૮૯ ૯O. ૯૦ ૯૧ ૯૧ ૯૨ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પેજ ન ૯૫ ૯૮ ૯૯ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ વિષય ૨૩ ખમાસમણના દુહાનો અર્થ ૨૪ બહુ અહવાદિ બાર ભેદોનું સ્વરૂપ ર૫ દ્રવ્યાદિક ચાર પ્રકારનું સ્વરૂપ ૨૬ ચાર પ્રકારની બુદ્ધિનું સ્વર્યા ૨૭ શ્રી શ્રુતજ્ઞાન ચૈત્યવંદન ૨૮ શ્રુતજ્ઞાનના ચૈત્યવંદનનો અર્થ ૨૯ શ્રુતજ્ઞાનનું સ્તવન ૩૦ શ્રુતજ્ઞાનના સ્તવનનો અર્થ ૩૧ શ્રુતજ્ઞાનની થઈ ૩૨ શ્રુતજ્ઞાનની સ્તુતિનો અર્થ ૩૩ શ્રી શ્રુતજ્ઞાનના દોહા વીમો તાનાજ દુહાનો અર્થ આ શી અવાિન ચૈત્યવંદન ૩૬ શ્રી અવધિજ્ઞાનના ચૈત્યવંદનનો અર્થ ૩૭ શ્રી અવધિજ્ઞાનનું સ્તવન ૩૮ શ્રી અવવિજ્ઞાનના સ્તવનનો અર્થ ૩૯ શ્રી અવધિજ્ઞાનની થઈ ૪૦ શ્રી અવધિજ્ઞાનની સ્તુતિનો અર્થ ૪૧ શ્રી અવધિજ્ઞાનના દુહા ૪૨ શ્રી અવધિજ્ઞાનના દુહાના અર્થ ૪૩. શ્રી મન:પર્યવજ્ઞાન ચૈત્યવંદન ૪૪ શ્રી મન:પર્વજ્ઞાનના ચૈત્યવદનનો અર્થ ૪૫ શ્રી મન:પર્યવજ્ઞાનનું સ્તવન ૪૬ શ્રી મન:પર્યવજ્ઞાનના સ્તવનનો અર્થ ૪૭ શ્રી મન:પર્યવજ્ઞાનની થાય ૪૮ શ્રી મન:પર્યવજ્ઞાનની સ્તુતિનો અર્થ ૧૦૬ ૧૦૭ ૧૦૯ ૧૧૧ ૧૧ ૨ ૧૧૩ ૧ ૧ ૬ ( ૧૧૮ a w op non in aa ૧ ૨ ૩ ૧ ૨ ૧ ૨ ૩ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય ૪૯ શ્રી મન:પર્યવજ્ઞાનના દુહા ૫૦ શ્રી મન:પર્યવજ્ઞાનના દુહાનો અર્થ ૫૧ શ્રી કેવલજ્ઞાન ચૈત્યવંદન ૫૨ શ્રી કેવલજ્ઞાન સંબંધી ચૈત્યવંદનનો અર્થ ૫૩ શ્રી કેવલજ્ઞાનનું સ્તવન ૫૪ શ્રી કેવલજ્ઞાનના સ્તવનનો અર્થ ૫૫ શ્રી કેવલજ્ઞાનની થોય ૫૬ શ્રી કેવલજ્ઞાનની સ્તુતિનો અર્થ ૫૭ શ્રી કેવલજ્ઞાનના દુહા ૫૮ શ્રી કેવલ જ્ઞાનસંબંધી દુહાનો અર્થ પ૯ શ્રી જ્ઞાનની સ્તુતિ ૬૦ શ્રી લક્ષ્મીસૂરિષ્કૃત જ્ઞાનપદે પૂજા ૬૧ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનપદ પૂજા ૬૨ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનાષ્ટકં - ૬૩ શ્રી હરિભદ્રસૂરિ રચિત જ્ઞાનાષ્ટક ૬૪ પંચજ્ઞાન પૂજા વિધિ ૬૫ પંડિત શ્રી રૂપવિજયજીકૃત શ્રી પંચજ્ઞાનની પૂજા ૬૬ શ્રી વિજયલક્ષ્મીસૂરિષ્કૃત જ્ઞાનપદ પૂજા ૬૭ શ્રી અભિનવ જ્ઞાનપદ પૂજા ૬૮ શ્રી આત્મારામાજીકૃત જ્ઞાનપદ પૂજા ૬૯ શ્રી અભિનવ જ્ઞાનપદ પૂજા ૭૦ ઉપા. શ્રી યશોવિજયજી રચિત સમ્યજ્ઞાનપદ પૂજા ૭૧ પં. શ્રી પદ્મવિજયજીકૃત સમ્યગ્ જ્ઞાનપદ પૂજા ૭૨ શ્રી આત્મરામજી રચિત સમ્યગ્ જ્ઞાનપદ પૂજા ૭૩ પં. શ્રી ગંભીરવિજયજી કૃત જ્ઞાનપદની પૂજા ૭૪ પં. શ્રી વીરવિજયકૃત સમ્યગ્ જ્ઞાનપદ પૂજાનું ગીત ८ For Personal & Private Use Only પેજ નં. ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૨૯ ૧૩૦ ૧૩૦ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૬ ૧૪૪ ૧૫૧ ૧૫૧ ૧૬૪ ૧૬૫ ૧૬૮ ૧૭૦ ૧૭૨ ૧૭૪ ૧૭૫ ૧૭૭ ૧૭૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧૯૬ ર૧) ૨૧૩ ૨ ૪૧ વિષય . પેજ નં. ૭૫ શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન ૧૮૦ ૭૬ શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન (ઢાળ-૬) ૧૮૧ ૭૭ શ્રી પંચમીનું સ્તવન (ઢાળ-૨) ૧૮૯ ૭૮ શ્રી જ્ઞાનપંચમીનુ લઘુ સ્તવન ૧૯૨ ૭૯ શ્રી દેવવિજયજીકૃત પાંચમની સજઝાય ૧૯૩ ૮૦ શ્રી વિજયલક્ષ્મીસૂરિકૃત પાંચમની સઝાય (ઢાળ-૫) ૧૯૩ ૮૧ જ્ઞાનપાંચમની સઝાય (ઢાળ-૬) ૮૨ શ્રી ઉજમણાનો વિધિ ૨૦૪ ૮૩ જ્ઞાનાચાર ૮૪ પૃથ્વીપાલ રાજાની કથા ૮૫ પહેલા કાળાચારનું સ્વરૂપ ૨૩૬ ૮૬ બીજો વિનયાચાર ૮૭ વિનય ઉપર દૃષ્ટાંત ૨૪૫ ૮૮ બૃહસ્કુમારીની કથા ૨૪૮ ૮૯ ત્રીજો બહુમાનઆચાર ૨૫૦ ૯૦ બહુમાન ઉપર બે નિમિત્તિયાની કથા ૨૫ ર ૯૧ ચોથો ઉપધાનાચાર ૯૨ સાધુઓના ઉપધાન (યોગ) વિષે દષ્ટાંત ૯૩ શ્રાવકોના ઉપધાન વિષે કથા ૨૬૭ ૯૪ પાંચમા અનિન્યવાચાર વિષે ૨૭૨ ૫. ગુરુનો અપલાપ કરવા ઉપર સંન્યાસીની કથા ૨૭૨ ૯૬ છકો, સાતમો ને આઠમો જ્ઞાનાચાર ૨૭૩ ૯૭ શ્રી સિદ્ધસેન દિવાકરનું દૃષ્ટાંત ૨૭૪ ૯૮ વ્યંજનોને ન્યૂન કરવામાં દૃષ્ટાંત ૨૯૯ ૯૯ વ્યંજનને અધિક કરવા ઉપર કથા. ૩૦૦ ૧૦૦ અર્થને અન્યથા કરવા ઉપર દૃષ્ટાંત ૨૫૬ ૨૬૬ ૩૦૫ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રુતલાભ....પછી શ્રી કમળાબેન પી.ડી. શેઠ હ. મલકેશભાઈ પીયૂષભાઈ મૂળ સાવરકુંડલા હાલ : ઘાટકોપર, મુંબઈ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી - ૧ પુસ્તિકા અહીં સામેલ કરી છે.) ખાના ઉપકારી અરિહંત પરમાત્માના શાસનને નિવારણ, એ પ્રભુના માર્ગને આપણા સુધી પહોંચાડનારા એ પૂજ્ય પુરુષોની યાદી કરીએ તેમાં વર્તમાનકાળના જીવો માટેના ઉપકારનો વિચાર કરીએ છીએ ત્યારે જેઓનું નામ પહેલી હરોળમાં લેવાનું મન થાય તેવા પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે જીવનભર જ્ઞાનયોગની ત્રિકરણ યોગે આરાધના કરી છે. તેઓના આ શબ્દો છે. તેઓ જ્ઞાનને અમૃત કહે છે. અમૃત તો સમુદ્રમાંથી મળે છે. આ સમુદ્રમંથન વિના મળેલું છે. આત્માના આરોગ્યને ચેતનવંતું રાખનાર રસાયણ છે. જીવનનું ઐશ્વર્ય છે. પણ લૌકિક ઐશ્વર્યને અન્ય પદાર્થની અપેક્ષા રહે છે. આ તો લોકોત્તર ઐશ્વર્ય છે અને તે નિરપેક્ષ છે. સ્વાધીન છે. આવું આવું અમૃતરસાયણ અને ઐશ્વર્ય હોય તો તે જ્ઞાન છે. આ જ્ઞાનની આરાધનાનો જ્ઞાનપંચમીનો આજનો દિવસ છે. આ જ્ઞાનની આરાધના તો વરસભર અરે ! જીવનભર કરવાની છે. પણ તેની શરૂઆત દર વર્ષે આ નૂતન વર્ષના આરંભથી કરવાની છે. જ્ઞાનની For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે આરાધના એટલે જ્ઞાનીની આરાધના અને જ્ઞાનનાં સાધનો/. ઉપકરણોની આરાધના, તેમાં સુરક્ષા, સંવર્ધન વગેરે આવે છે. " મોક્ષમાર્ગની વાત જ્યાં આવે ત્યાં દર્શન-જ્ઞાન અને ચારિત્ર આવો ક્રમ આવે છે. તો જ્ઞાન-દર્શન અને ચારિત્ર આવો પણ ક્રમ આવે છે. આ નયભેદે બન્ને સત્ય છે. સમ્યગદર્શનથી યુક્ત જે હોય તે જ સમ્યગુજ્ઞાન કહેવાય એ નયથી દર્શન-જ્ઞાન-ચારિત્ર બરાબર છે. જ્યારે સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ જ્ઞાન દ્વારા જ થાય છે. માટે જ્ઞાન પ્રથમ છે. એ દૃષ્ટિએ જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ક્રમ છે તે પણ બરાબર છે. જ્ઞાન પ્રત્યે અપાર બહુમાન હોવું જોઈએ. જ્યારે પણ ભણીભણીને શું કરવું છે ! આવું બોલશો નહીં. આ શાનની આશાતના જ છે. જ્ઞાન તો અતિ આવશ્યક છે. લૌકિક જગત કે લોકોત્તર જગત બન્નેમાં જ્ઞાનની જરૂરત છે. તેના વિના એક ડગલું પણ આગળ વધાય તેમ નથી. જ્ઞાનની બાબતમાં તમે એટલું જ વિચારો કે પ્રભુતીર્થની સંઘની સ્થાપના ક્યારે થઈ શકી ! કોઈ તીર્થકર ભગવાન હોય જેમણે ચ્યવન-જન્મ અને દીક્ષા એમ ત્રણ કલ્યાણક ઉજવાયા છે. છતાં શ્રી સંઘની સ્થાપના તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ થઈ શકે છે. આવી મહત્તા જ્ઞાનની છે. આપણી પાસે અત્યારે તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બે છે. તેમાં મતિજ્ઞાન એ સાધન છે. શ્રુતજ્ઞાન એ સાધ્ય છે. આ શ્રુતજ્ઞાનની આરાધના, વિરાધના ટાળવાપૂર્વક કરવાની છે. આજે આરાધના ઘટી છે અને વિરાધના વધી છે. જેને યાદશક્તિ વધારવી હોય તેને એઠા મોઢે બોલવું ન જોઈએ. ચોપડીનાં પાનાં કે રૂપિયાની નોટને થુંક ન લગાડવું For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) જોઈએ. અક્ષરવાળાં વસ્ત્રો ન પહેરવાં જોઈએ અને અક્ષરવાળા પેડા વગેરે ન વાપરવા જોઈએ. કાગળ ઉપર – ખાવું – બેસવું આ બધું ખૂબ આશાતના રૂપ છે. આજકાલ ખાતા-ખાતાં ટી.વી. જોવાનું કે છાપું વાંચવાનું જોવા-સાંભળવા મળે છે તે પણ શોભતું નથી અને જ્ઞાનની આશાતના રૂપ છે. આવી જ્ઞાન–જ્ઞાની અને જ્ઞાનનાં ઉપકરણોની આશાતના કરવાથી કેવાં માઠાં પરિણામ આવે છે. તે રીતે બંધાયેલા કર્મના ફળ શું મળે છે ! તે બધી બાબત માટે આપણે ત્યાં જ્ઞાનપંચમીની કથા તરીકે જે કથા પ્રસિદ્ધ છે તે વરદત્ત–ગુણમંજરીની કથા સારી રીતે જાણવી જોઈએ અને તેનાં કારણો વિચારવા જોઈએ. ગુણમંજરીએ પૂર્વભવમાં જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની આશાતના કેવી કરી હતી ! પંડિત જિનવિજયજી મહારાજ રચિત જ્ઞાનપંચમીનું છ ઢાળનું જે સ્તવન આવે છે તેમાં આ આખી વાત સુંદર રીતે વણી લીધી છે. તે ઢાળો મોઢ કરવા જેવી છે. હાં. તો તેમાં ગુણમંજરીના પૂર્વભવની વાત છે. પતિનું નામ જિનદેવ છે અને પત્નીનું નામ સુંદરી છે. પાંચ દીકરા છે. ચાર દીકરી છે. આઠેક વર્ષના દીકરા થાય ત્યારે નિશાળે મૂકવામાં આવતા. બાળપણમાં રમતનો રંગ વધારે તેથી પંડિત ભણાવે • પણ કાંઈ આવડે નહીં. ન આવડે એટલે પંડિત શિક્ષા કરે, મારે. બાળકો ઘરે આવી માને વાત કરે. હવે માતાની ભૂમિકા શરૂ થાય છે. મા દીકરાને વિપરીત શીખવાડે છે કે જ્યારેતે “પંડ્યો આવે તેડવા તવ સ હણજો તા.” જ્યારે તમને તેડવા માટે પંડિત આવે ત્યારે તમે તેને મારજો. બોલો હવે શું થાય! બાળકોને નાની વયમાં ભણાવનારનો વિનય શીખવાડવાનો હોય કે મારવાનું શીખવાડવાનું હોય. કહેવું જોઈતું હતું કે : “બરાબર For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે ભણો. જો સારું ભણશો તો પંડિત નહીં મારે, પણ શાબાશી આપશે. તમે ન ભણો તો તે શિક્ષા કરે જ ને! માટે બરાબર ભણવાં માંડો. " આ ઉંમર જેમ રમવાની છે તેમ ભણવાની પણ છે. અત્યારે ભણેલું જિંદગીભર કામ લાગશે.” વગેરે ભણતરનાં પ્રોત્સાહક વચનો કહેવાનાં હોય. તેને બદલે પંડિતજી જે જ્ઞાની છે, જ્ઞાનદાતા છે તેની આવી અવજ્ઞા અવહેલના ને આશાતના કરી તેથી જ્ઞાનાવરણીય કર્મ, બંધાયા. આ બાઈ એટલેથી ન અટકી પણ તેણે તો “પાટી, ખડિયા, લેખિણી બાળી કીધાં રાખ.” જે જ્ઞાનનાં ઉપકરણો હતાં તેને બાળ્યાં. કેવી ઘોર આશાતના કરી. આ બન્ને આશાતનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાયું તેના કારણે તે ગુણમંજરીના ભવમાં મૂંગી થઈ. વળી રોગથી શરીર વાંકું થયું. તેથી ઢાળમાં લખ્યું છે કે “દુર્ભગપણ પરણે નહીં માતપિતા ધરે ખેદ”આ સ્થિતિ પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ થાય છે. જ્ઞાનની આશાતનાથી માત્ર જ્ઞાન ન આવડે તેવું નથી. બીજી બધી મુશ્કેલીઓ પણ આવે. જ્ઞાનીની આશાતના જ્ઞાનનાં ઉપકરણોની આશાતનાની જેમ ગુણમંજરીના પૂર્વભવની વાત છે, તેવી જ જ્ઞાનની આશાતનાની વાત વરદત્તકુમારના પૂર્વભવની છે. એ પૂર્વભવમાં સાધુ થયા છે. પ00 સાધુ મહારાજને વાચના આપે છે. તેવા જ્ઞાની છે. પણ જ્યારે રાત્રિના સમયમાં સાધુ મહારાજ પરાવર્તના સ્વાધ્યાય કરતાં કરતાં કોઈ ગાથા, કોઈક પદ ભૂલી જાય છે ત્યારે ઊંઘતા એવા એ ગુરુજીને જગાડીને પૂછે છે એ વખતે “સર્વઘાતી નિંદ વ્યાપી સાધુ માંગે વાયણા, ઊંઘમાં અંતરાય થતાં સૂરિ હુવા દુમણાં; For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ - - * : - - , , જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) જ્ઞાન ઉપર દ્વેષ જાગ્યો લાગ્યો મિથ્યા ભૂતડો, પુણ્ય અમૃત ઢોળી નાખ્યું ભર્યો પાપ તણો ઘડો.” આ ચાર લીટીમાં કેવી સરસ રીતે કહેવા લાયક બધી વાત આવી ગઈ છે. જ્ઞાન ઉપર તો ક્યારે પણ દ્વેષ ન લાવવો. આ હું ક્યાં ભણ્યો ! ભણ્યો તો આ દુઃખ છે ને ! તેનાથી તો મૂર્ખતા સારી. જો આવો વિચાર આવે તો ઘણું જ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે અને તે કર્મના ઉદયથી “જ્ઞાન વિરાધન મૂઢ-જડપણું કોઢની વેદના લહી.” આવા બધા ચરિત્ર–કથાના શ્રવણ અભ્યાસથી આપણે આપણા જીવનમાં વિચારવાનું છે કે આવું આમણે કર્યું તો તો માટે આપણે પણ આવું કરીશું તો આવું પામીશું. તારર્વવાનો છે અને તેનો અમલ જીવનમાં કરવાનો છે. આ બધી જ્ઞાની-જ્ઞાન અને જ્ઞાનનાં ઉપકરણોની વિરાધના ટાળીને રોજ ૧૦ મીનીટ પણ જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. ૧૦ મીનીટ રોજ નવું ભણો ગોખો, યાદ રહે કે ન રહે તેની ચિંતા ન કરો પણ નવું ભણવાનો ઉદ્યમ રાખો. શાસ્ત્રમાં જે તીર્થકરપદ બાંધવાની આરાધનાનાં વીસ સ્થાનક આવે છે તેમાં એક અભિનવજ્ઞાન કહ્યું છે. શાની પુરુષો ત્યાં સુધી કહે છે કે ગોખવામાં સોળ અક્ષર લેવાના અને પંદર દિવસ સુધી પ્રયત્ન કરવાનો. જો પંદર દિવસે પણ સોળ અક્ષર કંઠે ન થાય તો પછી માળા હાથમાં લેવી. પ#am સિત્નોગથ્ય-રન્નાઈ એટલે અરધો શ્લોક. એક શ્લોકના ૩ર અક્ષર, અરધા શ્લોકના સોળ અક્ષર અને સમયમર્યાદા પક્ષવેળ પક્ષ એટલે પંદર દિવસ, અહીં બેઠેલામાંથી કોઈની એવી જડબુદ્ધિ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શાનપદ ભજીએ રે નહીં હોય કે પંદર દિવસ મહેનત કરે અને સોળ અક્ષર ન આવડે. પણ પ્રશ્ન ઉદ્યમ કરવાનો છે. તમે વિચાર કરો. કુમારપાળ મહારાજ બાવનમે વર્ષે સંસ્કૃત વ્યાકરણ ભણવા બેઠા અને ભરપૂર ઉદ્યમ કરીને સંસ્કૃત ભાષા ઉપર એવું પ્રભુત્વ મેળવ્યું કે સુંદર શ્લોકોની રચના કરી શક્યા. આ ક્યારે બન્યું હશે ! અજ્ઞાન ખેંચ્યું તો થઈ શક્યું ! તમને તમારું અજ્ઞાન ખેંચે છે ખરું ! પ્રતિક્રમણમાં મોડેથી આવ્યાં અને સામાયિક લેતા હો તો વાંદણા આવડતાં નથી તો શું 1 કરો છો ! બાજુવાળાને કહો ને જરા વાંદણા લેવરાવોને ! એવી શરમ આવવી જોઈએ કે ત્રણ દિવસમાં વાંદણાં શીખી જ લઈશ. શું અશક્ય છે ? કશું નહીં. આમ ચાનક લાગવી જોઈએ. જ્ઞાન તો આત્માનો ગુણ છે. તે પ્રગટાવવા થોડો જ ઉદ્યમ, થોડુંક બહુમાન, થોડીક વિધિ અને પછી જુઓ જ્ઞાન આવવા માંડશે. સૂત્ર ગોખવાની પણ આપણે ત્યાં એક ચોક્કસ પદ્ધતિ છે. પહેલાં એક લીટી લીધી. પાંચવાર બોલ્યા પછી પહેલી અને બીજી ભેગી પાંચવાર બોલ્યા. એ જ ક્રમથી ત્રીજી લીટી પાંચવાર બોલવાની તો ચોથી લીટી પણ પાંચવાર બોલવાની, પછી ત્રીજી અને ચોથી એમ બે ભેગી પાંચવાર બોલવાની, પછી છેલ્લે આખી ગાથા પાંચવાર બોલવાની તો તુર્ત ગાથા આવડી જશે. વળી એ મોટેથી બોલવાની માત્ર ચોપડીમાંથી જોઈને વાંચવાથી ન ચાલે. વળી એ રાગમાં બોલવાની આપણે ત્યાં એક પદ્ધતિ છે, ગાથાનાં જે ચાર ચરણ છે – ચાર લીટી છે તે ચારેને બોલવાની રીત અલગ અલગ બતાવવામાં આવી છે. તેનો ક્રમ આવો છે. पढम चिय हंसपयं, बीए सिंहस्स विक्कम जाया । तइये गयवर लुलियं, अहिवर लुलियं चउत्थीए ॥ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) પહેલી લીટી હંસ ચાલે છે એ ગતિએ બોલવાની, બીજી લીટી સિંહની ચાલ પ્રમાણે બોલવાની, ત્રીજી લીટી હાથીની ગતિએ બોલવાની અને છેલ્લી એટલે ચોથી લીટી સર્પ-સાપની ગતિથી બોલવાની છે. આ રીતે જે ગાથા બોલાય તેન જે ઘોષ પ્રકટે તે પણ મધુર હોવો જોઈએ. કોઈના કાનને કર્કશ લાગે તેવો ન હોવો જોઈએ. આપણે ત્યાં ચિત્તોડ (ચિત્રકૂટ)ના ઉપાશ્રયોનું વર્ણન આવે છે. તેમાં ખાસ આ શબ્દ વાપર્યો છે. તા: સંમિનાં ત્ર યાત્ર, -સ્વાધ્યાય-પષોત્તે: // જયાં સાધુઓના ઉપાશ્રયો, સાધુઓના સ્વાધ્યાયના મધુર ઘોષથી ઉજ્જવળ હતા. ગાજતા હતા, છાજતા હતા. આ વર્ણન કેટલું મઝાનું છે. જે ઉપાશ્રયમાં જઈએ ત્યાં આવું જ કાને સાંભળવા મળે તો મનમાં કેવો આનંદ છવાઈ જાય. . વળી એ ગાથાઓ રાગમાં બોલી શકાય જ્યારે આર્યરક્ષિતકુમાર તોસલિપુત્ર આચાર્ય મહારાજ પાસે જાય છે ત્યારે વન્દન વિધિ આવડતી નથી માટે વસતિની બહાર ઊભા રહે છે. ' કોઈ વન્દનાર્થે આવે અને વજન કરે તે જોઈને વન્દના કરી શકાય. એ બહાર ઊભા છે ત્યારે સાધુવૃન્દ દ્વારા માલકોશ વગેરે જુદા જુદા રાગમાં થતા સ્વાધ્યાયનાં મનોવિનોદી શ્રવણથી આર્યરક્ષિતકુમાર તેમાં હરણીયાની જેમ લીન બની ગયા. કલિકાલસર્વશે આ વર્ણન સુંદર શબ્દોમાં કર્યું છે. मालव कैशिकी मुख्य ग्राम राग परिस्पृशा । स्वाध्यायेनैव साधूनां स ययौ लयमेणवत् । જ્યારે સ્વાધ્યાય આવી રીતે થાય તો તેમાં રસાળતાનો અનુભવ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે થાય. અત્યારે ઘણાંને પ્રાકૃત ભાષાબદ્ધ સૂત્રો શુષ્ક અને રસહીન લાગે છે તેનું કારણ તે બોલવાની – ગોખવાની પદ્ધતિની ખામી છે. આપણાં ઘણાં ખરા આચાર સૂત્રો છંદમાં જ રચાય છે. નમુન્થુણં, અન્નત્ય, અરિહંતચેઇયાણં જેવા ગદ્યમાં છે. બાકી ઘણાંખરાં પદ્યમાં છે. જેમ કે જગચિંતામણિ સૂત્રની પહેલી ગાથા રોલા છંદમાં છે. બીજી અને ત્રીજી ગાથા વસ્તુ છંદમાં છે. પંચિંદિય, સિદ્ધાણંબુદ્ધાણં, જયવીયરાય, વંદિત્તુસવ્વસિદ્ધે, ઉવસગ્ગહરં પાર્સ, શાંતિ-શાન્તિ-નિશાનાં. આ બધાં સૂત્રો આર્યા છંદમાં છે. લોગસ્સની પહેલી ગાથા શ્લોકમાં એટલે કે અનુષ્ટુપમાં છે. પછી આર્યા છંદમાં છે. આ પણ માલકોશમાં ગાઇ શકાય. તે રીતે અનુષ્ટુપ છંદ તો સરસ રીતે માલકોશમાં ગાઇ શકાય. જેમ કે આખું સકલાહ. માલકોશમાં કર્ણમધુર શૈલીમાં ગાઇ શકાય છે. સૂત્રોમાં સુંદરતા અને રસાળતા અનુભવવા માટે આ જરૂરી છે. બાળકોને પાઠશાળામાં પણ પહેલેથી આ શૈલીમાં શીખવાડવામાં આવે તો પછી બોલવાની એવી જ ઢબ પડી જાય આ કાંઈ અઘરું નથી. ઉદ્યમથી કશું અશક્ય નથી. સૂત્રો શુદ્ધ ઉચ્ચારુપૂર્વક ગુરુ મહારાજના મુખેથી લેવાં જોઇએ. મંત્રીશ્વર પેથડકુમાર દર છ મહિને ગુરુ મહારાજ પાસે જઇને પ્રતિક્રમણનાં સૂત્રો ધારી આવતા, સંભળાવી આવતાં. તેમાં જે અશુદ્ધિ દાખલ થઈ ગઈ હોય તે દૂર થઇ જાય. પ્રતિક્રમણનાં સૂત્રોને આચારસૂત્રો કહેવાય. જીવવિચાર, નવતત્ત્વ, તત્ત્વાર્થાધિગમસૂત્ર વગેરેને વિચારસૂત્ર કહેવાય. પંચસૂત્ર, ચઉસરણ પયજ્ઞા સૂત્ર વગેરેને વિકાસ સૂત્ર કહેવાય છે. વિચાર For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) સૂત્રોના તાત્પર્યાર્થિને આત્મસાત્ કરવાનું મન હોય તો તે એકવારના અભ્યાસથી જોઈએ તેવો લાભ ન થાય. કહેવાય છે કે પ્રથમવૃત્ત પુસ્ત શુદ્ધિઃ | પહેલીવાર ભણીએ કે વાંચીએ તો માત્ર તેમાં શબ્દશુદ્ધિ થાય. દિયાવૃત્ત સિંવિદ્ બુદ્ધિ / બીજીવાર ભણવામાં આવે તો કાંઇક સમજ પડવા લાગે. જ્યારે આમ કરતાં કરતાં રફતે રફતે કરીને પણ સાતવાર તેમાંથી પસાર થવાનું થાય તો તો તેના રચયિતાના હૃદયના ભાવોને બરાબર સમજી શકાય. એવો ઉદ્યમ અને જ્ઞાની પુરુષોનો વિનયપૂર્વકનો સંપર્ક હોય તો જ્ઞાન આવે. શ્રી ઉમારવાતિ મહારાજે કહ્યું છે કે - વળશ્વરસાથે શ્રુતજ્ઞાનમ્ ! (-પ્રશમરતિ ) આ બધામાં કાળજી રાખવાની હોય છે. જેમકે નવો ગ્રન્થ પ્રારંભ કરવો છે તો શ્રીઠાણાંગસૂત્રમાં કહ્યું છે જ્ઞાનવર્ધક જે મૃગશીર્ષ વગેરે દશ નક્ષત્ર છે તે નક્ષત્રમાં એ ગ્રન્થનો પ્રારંભ કરવો. ગ્રન્થરચયિતા પ્રત્યે અહોભાવપૂર્ણ બહુમાન રાખવાથી તે ગ્રન્થના ભાવો હૃદયમાં આવવા માંડે છે. વળી જે કંઠે કરવું હોય તે લખીને કરવું તો તુર્ત કંઠે થઈ જાય. વસ્તુપાળ મંત્રીશ્વરને ઓછામાં ઓછા એક શ્લોક લખવાનો નિયમ હતો. ભણવું જ છે એવો સંકલ્પ હોય તો બધું જ સાનુકૂળ મળી આવે. મંત્રીશ્વર પેથડને એવી પ્રવૃત્તિ રહેતી હતી. ઘરે કે સભામાં સમય જ મળતો નહીં. ઉપદેશમાળાની રોજ એક ગાથા કંઠે કરવી આવો નિયમ હતો. ન થાય તો વિગઈનો ત્યાગ. હવે ૪પ દિવસ આવા વીત્યા એટલે પત્ની પ્રથમિણીએ કહ્યું. આમ કેમ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જ્ઞાનપદ ભજીએ રે - ચાલે? તમે ગમે તેમ કરીને સમય મેળવો. અને બન્નેને સાથે જ સૂઝયું. હૃદયનું ઐક્ય હોય તો એક જ સમયે સરખું સૂઝે. - ઘરે કામ છે, રાજસભામાં કામ છે બરોબર, પણ ઘરેથી સભામાં જાવ છો ત્યારે માનામાં તો નિરાંત હોય છે તે સમયમાં ગાથા થઈ શકશે. બસ બીજા દિવસથી એ ક્રમ થઈ ગયો. માનામાં કટાસણું, મુહપત્તિ, સાપડો અને ઉપદેશમાળાની પોથી મૂકવામાં આવી. જતી વખતે નવી ગાથા થઈ જતી અને સાંજે વળતી વખતે જૂની ગાથાનું પુનરાવર્તન થઈ જતું. આમ આ. શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ પાસે નિયમ લીધો હતો તે બરાબર પળાયો. આવો દૃઢ સંકલ્પ હોય તો કશું અશક્ય નથી. કોઈ નાનો બાળક સભામાં સુંદર સૂત્ર બોલે. તમે સાંભળો કે તુર્ત તમારે પ્રશંસા કરવી જોઈએ. ઉચિત બહુમાન કરવું જોઈએ. આ પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય છે. જ્ઞાનની સુરક્ષા એ શ્રાવક-શ્રાવિકાનું પણ કર્તવ્ય છે. કચ્છ-કોડાયની વાત છે. તમે કચ્છમાં તીર્થ યાત્રાએ જાવ છો. ભદ્રેશ્વર તીર્થ જાણીતું છે. ત્યાંની નાની પંચતીર્થી અને મોટી પંચતીર્થીની યાત્રા કરો છો. તેમાં એક બોતેર જિનાલય નામનું હમણાં થયેલું આધુનિક તીર્થ બન્યું છે. તેની પાસે જ આ કોડાય નામનું ગામ છે. આ ગામનું નામ જ્ઞાનભંડાર માટે ખૂબ પ્રચલિત છે. જેમ જેસલમેર–પાટણ–ખંભાત-લીંબડી એ નામો બોલાય છે તેની યાદીમાં કોડાય જ્ઞાનભંડાર પણ બોલાતું હતું. તેની થોડી વાત તમને કહેવી છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) ૧૧ ત્યાં એક જ્ઞાનપ્રેમી વ્યક્તિ થઈ. તેમનું નામ મનસુખભાઈ હતું. તેમના એવા બે મિત્રો પણ હતા. તે બધાંને જ્ઞાન પ્રત્યે જિગરનો પ્રેમ હતો. સાવ સૂકા ભઠ જેવા કચ્છ પ્રદેશમાં તેમણે જ્ઞાનની સરવાણી વહાવી. સંસ્કૃત-પ્રાકૃત ભણવા માટે એક મંડળી ઊભી કરી. ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ભણનારાં ત્યાં આવીને ભણવા લાગ્યાં. જ્ઞાનમંદિર શબ્દશઃ પહેલીવાર ત્યાં જ જોવા મળ્યું. જેમ પ્રભુજીનું મંદિર હોય છે, તેવું જ જ્ઞાનનું મંદિર ઘુમ્મટ-શિખર સાથેનું મંદિર બનાવ્યું છે. તેમાં ગર્ભગૃહ. તેમાં પબાસણ અને તેના ઉપર મુખ્ય સ્થાને મોટો સાપડો અને તેમાં આગમગ્ર ન્ય પધરાવવામાં આવે. પ્રત્યેક વિદ્યાથી ગામના પ્રભુચૈત્યમાં દર્શન વંદન કરીને ત્યાં જ્ઞાનમંદિર આવે અને ત્યાં જ્ઞાનને ખમાસમણ દઈને જ્ઞાનનું ચૈત્યવંદન કરે – મતિજ્ઞાન વચ્ચે પાંચ જ્ઞાનનો કાઉસ્સગ્ન કરી ખમાસણા દઈને ભણવા બેસે આવી પ્રણાલિકા ત્યાં ઉભી કરી. પંડિત લાલન, શિવજીભાઈ મઢડાવાળા વગેરે પ્રસિદ્ધ પંડિતો કોડાય પાઠશાળાની નીપજ છે. તેમની પાત્રતામાં ઊણપ હતી. તેથી તેમણે જ્ઞાનને શોભાવ્યું નહીં તે વાત જુદી છે. પણ બીજા કેટલાકમાં તો એટલે સુધીનું પાંડિત્ય ત્યાંના વિદ્યાર્થીમાં ઝળકતું હતું કે સંસ્કૃતપ્રાકૃતમાં તેઓએ ગ્રન્થ રચ્યા છે. ત્યાંનો જ્ઞાનભંડાર પણ ઊંચા ગ્રન્થોથી ભરેલો હતો. આપણે ત્યાં જે નિરામ અન્યોની વાત આવે છે એ ગ્રન્થો એ કોડાયના ભંડારમાંથી મળ્યા હતા. અમે જાતે વિ.સં. ૨૦૪૭માં ત્યાંનું જ્ઞાનમંદિર અને પાઠશાળા તથા જ્ઞાનભંડાર જોયાં છે. જો કે ત્યારે મકાનો જ જોવા મળ્યાં હતાં. જ્ઞાન લાવવા માટે જ્ઞાન પ્રત્યે બહુમાન પણ જોઇશે. જ્ઞાનમાં સહાયતા કરવાની તત્પરતા પણ કેળવવી જોઈએ. તેનાથી હોય તે જ્ઞાન વધે છે. નવું આવે છે અને જ્ઞાનની સાથે આવતું દૂષણ– For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જ્ઞાનપદ ભજીએ રે અભિમાન તે પણ દૂર રહે છે. જેમ કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાની હતા. તેઓમાં જ્ઞાનદાનની તત્પરતા કેવી હતી. જેસલમેરના શ્રાવકો ઉપરના પત્રમાં તેઓ લખે છે કે : जो कोइ मतनिरपेक्ष थोडे पण क्षयोपशमे वर्ते महाशास्त्रारो अभ्यास करवा चाहे तेहने में सिद्धान्त शास्त्ररो दान द्यां ।' तिणसुं मारे एकान्त स्नेह हे ते प्रीछजो.. અર્થ : “જો કોઈ મતાગ્રહી ન હોય તેવો – (પોતાના મત માટે નિરાગ્રહી) ભલે તેનો થોડો જ ક્ષયોપશમ હોય તો પણ જો તે મહાશાસ્ત્રનો અભ્યાસ કરવાને ઇચ્છતો હોય તો તેને હું સિદ્ધાન્તશાત્ર શીખવીશ, તેને તેનું દાન દઇશ. તેવા પ્રત્યે મને એકાત્ત સ્નેહ છે તે જાણજો.” એટલે કે જ્ઞાન માટે જે જિજ્ઞાસુ હોય તેને માટે બધું જ કરી છૂટવું જોઈએ. અમારા પૂજ્ય શાસનસમ્રાટુ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ માટે એવું કહેવાય છે કે બહાર વિચરતાં કોઈ પણ સાધુ મહારાજે કોઈ પણ પુસ્તક–ગ્રંથ મંગાવ્યો હોય તો ઘડીનો પણ વિલંબ કર્યા વિના તેઓશ્રી એ પુસ્તક/ગ્રન્થ મોકલાવી આપતા. જ્ઞાનમાં અને ઔષધદાનમાં પળનો પણ વિલંબ ન કરવો. કામળીકપડાં હોરાવવામાં થોડું મોડું ચાલે પણ આ બેમાં વિલંબ ન ચાલે. જ્ઞાન પ્રત્યેના બહુમાનની એટલી સુંદર સુંદર વાતો શ્રમણ સંઘના ઈતિહાસમાં મળે છે કે જે જાણીને આપણું હૃદય અહોભાવથી ભરાઈ જાય અને મસ્તક તેમનાં ચરણોમાં ઝૂકી જાય. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) એ આચાર્ય મહારાજે કેવા ઉપદેશ આપ્યા અને સુજ્ઞ ઉદાર શ્રાવકોએ કેવી રીતે ઝીલ્યા બધું જ્યારે જાણવા મળે છે ત્યારે તેઓના જ્ઞાનપ્રેમને સલામ કરવાનું મન થાય છે. તેઓશ્રી ઉપદેશમાં આવાં વચનોનું શ્રવણ કરાવતા હતા. ये लेखयन्ति जिनशासनपुस्तकानि, व्याख्यानयन्ति च पठन्ति य पाठयन्ति । शृण्वन्ति रक्षणविधौ च समाद्रियन्ते, ते देव मर्त्य शिव शर्मनरा लभन्ते ॥ આવો ઉપદેશ અનેક સાધુ મહારાજે અનેકાનેક શ્રાવકોને આપ્યો અને સુજ્ઞ શ્રાવકોએ ઝીલ્યો અને સંખ્યાબંધ ગ્રંથો લખાવવામાં આવ્યા. જેમ વર્તમાનકાળે પ્રભુજીનાં પ્રતિમાજી ભરાવવાનો એક યુગ આવ્યો અને અંજનશલાકા મહોત્સવમાં પ્રભુમંદિરમાં વેદિકા ઉપર શ્રેણિબદ્ધ પ્રતિમાજી વિરાજમાન થયેલાં જોવા મળે છે. તેમાં એક કાળે સાધુ મહારાજના ઉપાશ્રયમાં પણ એવું જ દૃશ્ય જોવા મળતું. પણ પ્રતિમાજીને બદલે લખાયેલી - પોથીઓના ગંજ અને પુંજ ખડકાયેલા હોય. વિ.સં. ૧૪૭૫ થી ૧૫૧૫ સુધીનાં વર્ષોમાં ખરતરગચ્છીય આ.મ.શ્રી જિનભદ્રસૂરિ મહારાજે હજારો પ્રત લખાવી અને તે પણ આયોજનબદ્ધ રીતે એક ચોક્કસ પદ્ધતિથી જ્ઞાનભંડારો તૈયાર કર્યા. જેમ કે વિ.સં. ૧૪૯૦માં ખંભાતના સુશ્રાવક ધરણાકને ઉપદેશ આપીને એક સિદ્ધાન્ત કોશ લખાવરાવ્યો એટલે એક સરખા કાગળ, એક સરખી સાઇઝ, એક સરખી શાહી. એક સરીખા અક્ષરવાળા લહિયા પાસે લખાવરાવ્યું. પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડારમાં તેઓએ લખાવેલા ૭૫૦ ગ્રન્થ વિદ્યમાન છે. જુવો તો તાજુબી થાય. જેમ કે આગમ પંચાંગી છે તો પહેલાં બધા જ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જ્ઞાનપદ ભજીએ રે મૂળ સૂત્ર લખાવ્યાં. તેના સીરીયલ નંબર આપ્યા છે. આચારાંગ સૂત્રના નંબર આવે તો નીચે ઝીણા અક્ષરે ક્રમશ: નંબર આવે. સૂયગડાંગસૂત્ર શરૂ થાય તો સૂ. ૧ લખ્યું હોય અને નીચે આચારાંગસૂત્રના ૭૨ નંબર હોય તો સૂયગડાંગ સૂત્રના પહેલા પાને ૭૩ નંબર હોય. આ પ્રમાણે અંગ સૂત્ર પૂર્ણ થયા પછી જેટલાં આગમની નિયુક્તિ મળે છે તે બધી નિર્યુક્તિ પણ એ જ રીતે સળંગ લખાય છે. પછી ભાષ્ય ગ્રંથ તે પણ સળંગ લખાવ્યા છે. પછી ચૂર્ણિગ્રન્થ લખાયા છે. પછી શીલાંકસૂરિ મ. રચિત વૃત્તિ ગ્રન્થ બે આગમ ઉપર બાકીનાં નવ આગમ ઉપર અભયદેવસૂરિ મહારાજ રચિત વૃત્તિ ગ્રન્થ આ રીતે ૪૫ આગમ લખાવ્યાં છે. પછી વ્યાકરણ ગ્રન્થો જેટલા ત્યારે ભણવા ભણાવવામાં પ્રચારમાં હતા તે કાત્યાયન, સારસ્વત, પાણિની, સિદ્ધહેમ વ. પછી કાવ્ય, અલંકાર, વાયગ્રન્થો. આમ ૧૦ હજાર પ્રતનો એક ભંડાર થાય તેવા ૭ ભંડાર તૈયાર કરાવીને જુદે જુદે સ્થાને મુકાવ્યા હતા. તેની વિગત આ પ્રમાણે મળે છે. श्री मज्जेसलमेरुदुर्गनगरे जाबालापुर्यां तथा श्रीमद् देवगिरौ, तथा आहिपुरे श्रीपत्तने पत्तने । भाण्डागारमबीभरद् वरतरै नानाविधैः पुस्तकैः स श्रीमजिनभद्रसूरिसुगुरु र्भाग्याद्भुतोऽभूद् भुवि ॥ (ઉ. સમયસુંદરકત અષ્ટલક્ષી.) કોઈપણ જ્ઞાનભંડારમાં આ.શ્રી જિનભદ્રસૂરિ મહારાજે લખાવેલા ગ્રંથ હોય તો તે તદ્દન જુદા પડી જાય છે. આ તો શ્રાવકને આગમ લખાવવાની અને ભણવાની વાત થઈ. કેટલાય શ્રાવકો જાતે ગ્રંથો લખતા પણ હતા. સુરતમાં સોળમાં For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧,) સૈકાના પહેલા ચરણમાં એક શ્રાવક હતા તેઓને અભિગ્રહ હતો કે જ્યારે પોતે પૌષધશાળામાં આવે ત્યારે પાંચસો શ્લોક પ્રમાણ ગ્રંથ લખતા હતા અને ન આવે, ઘરે રહે ત્યારે તે ૧૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથ લખતા હતા. તેમણે લખેલો આવશ્યન્ત સવવૃત્તિ આજ પણ સૂરતના જ્ઞાનભંડારમાં મૌજુદ છે. શ્રાવિકાઓ પણ જ્ઞાનભક્તિમાં અગ્રેસર હતી. તેમણે લખેલું સાહિત્ય પણ મળે છે. ܐ કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે કરેલી મ્રુતની સેવા તો સર્વજનવિદિત જ છે. સાડાત્રણ કરોડ શ્લોક પ્રમાણ ગ્રન્થની રચનાનો વિપુલ શબ્દરાશિ અને તે પણ વિવિધ વિષયોમાં રચીને જગત્ ઉપર અને વિશેષે શ્રીસંઘ ઉપર સદૈવ સ્મરણીય ઉપકાર કર્યો જ છે, તેઓ દ્વારા રચાતા એ સાહિત્યને લિપિબદ્ધ કરવા માટે ૭૦૦ (સાતસો) લહિયા દિવસ રાત લખવાનું કામ કરતા. ત્યારે તો બધું જ લખાણ તાડપત્ર ઉપર લખાતું હતું. એ કાર્યમાં ઉપયોગી બની શકે તેવા તાડપત્ર ઠેઠ કાશ્મીર જેવા દૂર દેશથી આવતો હતા. એ બધા ગ્રન્થો હજારોની સંખ્યામાં લખાવ્યા હતાં તો આજે આપણા સુધી એ પહોંચ્યા છે. ૧૫ એમની હરોળમાં બેસે તેવું બીજું નામ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું છે. આજે ગ્રન્થકર્તાએ પોતે રચેલા ગ્રન્થોની પોતે લખેલી પ્રતો સૌથી વધુ કોઇની મળતી હોય તો માત્ર એક ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની મળે છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની નય ગ્રંથ લખવાની વાત તો આપણે ત્યાં પ્રસિદ્ધ છે જ. વિ.સં. ૧૭૧૦ના પોષ મહિનામાં જ્યારે પાટણ પધાર્યા ત્યારે નવ ગ્રંથની એક વિરલ પોથી એક બ્રાહ્મણ પંડિત પાસે હતી તે માત્ર પંદર દિવસ માટે મેળવીને તેની સાત નકલ મુનિ મહારાજે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે કરી લીધી અને તે લખેલો ગ્રંથ આજે પણ અમદાવાદના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. આવી હજારો પોથી મુનિમહારાજે લખેલ આજે પણ મળે છે. આ વાત ગ્રંથો લખવાની થઈ. આવી જ વાત ગ્રંથો રચવાની છે. આ આપણો અસાધારણ વારસો છે. અને વૈભવ પણ છે. ઉપાધ્યાયજી મહારાજે વિ.સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં ચોમાસામાં સમુદ્ર વહાણ સંવાદની સત્તરે ઢાળની રચના માત્ર એક દિવસમાં કરી હતી. નાગેન્દ્રગચ્છના દેવેન્દ્રસૂરિ મહારાજે પ્રભાસપાટણમાં વિ.સં. ૧૨૬૫માં માત્ર બે મહિનામાં પાંચ હજાર ત્રણસો પચીસ શ્લોક પ્રમાણ શ્રી ચન્દ્રપ્રભસ્વામી ચરિત્ર સંસ્કૃતમાં વિવિધ છંદમાં રચ્યું છે. - જ્ઞાન સાથેની સચ્ચાઈની વાત પણ તમને જણાવવી છે. પ્રભુના સંઘમાં કેવા કેવા સાધુ પુરુષો થયા છે તે જાણીને મન અને મસ્તક ઝૂકી જાય છે. તપાગચ્છના આ. ધર્મઘોષસૂરિ મહારાજના શિષ્ય આ. શ્રી સોમપ્રભસૂરિ મહારાજ જેઓએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય પાસે અધ્યયન કર્યું હતું. તેમના શિષ્ય આચાર્યશ્રી સોમતિલકસૂરિ મહારાજ સંબંધી વાત છે. વિ.સં. ૧૩૮૦ આસપાસની એક મહત્વની ઘટના છે. વાત જ્ઞાન સંબંધી છે માટે જ કહેવાનું મન થાયું છે. આ આચાર્ય શ્રી સોમતિલકસૂરિ મહારાજ પણ તપાગચ્છના છે. ઊંચા વિદ્વાન છે. તેમણે ક્ષેત્રસમાસ વગેરે ગ્રન્થો રચેલા આજે પણ મળે છે. હવે તેમના જ સત્તાસમયમાં ખરતરગચ્છના એક આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મહારાજ, તેઓ એક પ્રભાવક પુરુષ હતા અને વિદ્વત્તા પણ ઊંચી કક્ષાની હતી. તેઓને નિયમ હતો કે રોજ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) સંસ્કૃતમાં એક નવું સ્તોત્ર/સ્તવન કે સ્તુતિની રચના કરવી પછી જ પચ્ચખાણ પારવું, આહાર લેવો. હવે આમ રોજ એક રચના થાય એ તો ભગવાનની કેટલી મોટી કૃપા ગણાય ! આ તો જ્ઞાન ક્ષેત્રની વાત છે, તેમાં આવા શ્લોકો રચાય તેનો જે આનંદ આવે તે તો જે વિદ્વાન હોય તે જ જાણે અને માણે, તમને તો એ આનંદની કલ્પના પણ આવે કે કેમ તે પ્રશ્ન છે. પણ તેમને આ રીતે રોજ રોજ નવી રચના કરતાં કરતાં એક દિવસ ચિંતા થઈ કે આમ બધું રચાય તો છે પણ તેને દીર્ઘકાળ સુધી પઠન-પાઠનમાં પ્રવર્તાવે તેવી શિષ્યપરંપરા હોય તો જ સાર્થક ગણાય. એટલે શ્રી પદ્માવતી દેવીનું અનુષ્ઠાન કર્યું અને પૂછ્યું, દીર્ઘકાળ કયો ગચ્છ પ્રવર્તમાન રહેશે. શ્રી પદ્માવતી દેવીએ કહ્યું કે : “તપાગચ્છ દીર્ધકાળ પ્રવર્તમાન રહેશે.” * આચાર્યશ્રી જિનપ્રભસૂરિ મહારાજે પોતાનાં રચેલાં 900 જેટલાં સ્તોત્રો/સ્તવનોનો સંગ્રહ તપાગચ્છના તે વખતના મુખ્ય આચાર્યશ્રી સોમતિલકસૂરિ મહારાજને અર્પણ કર્યો. આ કેવી વિચારપ્રેરક ઘટના છે. જો ગચ્છનો વ્યામોહ હોત તો તેઓ દેવીના વચન છતાં અન્ય ગચ્છ પ્રત્યે આદરવાળા ન બનત, પોતાની રચેલી આવી માતબર સત્ત્વવંત રચના અર્પણ કરવી તેમાં પણ તેઓની નિરભિમાન મનોવૃત્તિનાં દર્શન થાય છે. - અરે ! ૧૯મા સૈકાના પ્રસિદ્ધ ગ્રન્થકાર શ્રી જયવંતસૂરિ મહારાજે શરદ પૂનમની રાત્રે ચાંદનીમાં સીમંધરસ્વામી ભગવાનના વનની સળંગ ૩૧ કડી રચી લીધી. કેવી મસ્તી હશે. “જ્ઞાન ધ્યાન કિરિયા સાર્ધતા કાઢે પૂરવના કાળ.” એવું જે કહેવાય છે તેવા જ્ઞાનની ઉપાસનામાં લીન મુનિવરો તો “યં નં યાતિ” કેટલો સમય પસાર થયો તેની ખબર પણ ન રહે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : જ્ઞાનપદ ભજીએ રે એ જ પરંપરામાં આગળ આવતાં વર્તમાન કાળના મહાન કૃતધર પુરુષોને યાદ કરીએ અને તેઓમાં રહેલી જ્ઞાન પ્રત્યેની લગની, ભક્તિ અને પ્રગાઢ પ્રીતિ જાણી સાંભળીને અપાર બહુમાન પ્રગટાવીએ. પૂજ્ય આત્મારામજી મહારાજના જીવનમાં શ્રુતજ્ઞાન માટે અથક ઉદ્યમ સાંભળવા મળે છે. તેઓ શ્રત પ્રત્યેની ભક્તિથી પ્રેરિત થઈને તે કાળમાં ઠેઠ જેસલમેર પધાર્યા હતા. ત્યાંના જ્ઞાનભંડારના વિશિષ્ટ - ગ્રન્થો જોવાની તીવ્ર ઈચ્છા હતી. પણ શ્રાવક સંઘ તરફથી પૂરતો સહકાર ન સાંપડ્યો અને તેઓની ઇચ્છા અધૂરી રહી ગઈ. તેઓની તીવ્ર મેધા હતી. ૧૦૦-૨૦૦ શ્લોક કંઠસ્થ કરવા તે તેમને મન રમત વાત હતી. વિશેષાવશ્યક ભાષ્ય ઉપરની મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ રચિત સંસ્કૃત વિવરણની વાચના શિષ્યોને આપતા હતા. એક સ્થળે આખો વિષય ન સમજાયો. તીવ્ર મંથન થયું. ગૌચરી પણ ન વાપરી. મનમાં એ પંક્તિના અર્થ માટે મથામણ કરતા જ રહ્યા. રાત્રે સ્વપ્નમાં આવીને માલધારીજીએ અર્થ કહ્યો. બે વાગ્યા લગભગની વાત હતી. તુર્ત જાગી શિષ્યોને જગાડી એ પાઠ સમજાવ્યો. આવી જ્ઞાનપ્રીતિ હતી તો તેના વડે દર્શનશુદ્ધિ પણ તેમની નિર્મળ હતી. સિદ્ધગિરિરાજ ઉપર આદીશ્વર ભગવાનના સર્વ પ્રથમવાર દર્શન કરતી વેળા જે નવ તો પાર ભથે હમ સાથ એવા સહજ ઉદ્ગારથી પ્રારંભીને જે સ્તવના કરી છે તે પણ યાદગાર રચના છે. તેમના પછીના ક્રમમાં વિશાળ શ્રુતરાશિની નિરંતર જ્ઞાનોપાસના જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ હોય તો પૂજય આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનું નામ લેવું જ પડે. એકલે હાથે એક જિંદગીમાં કેવું ગંજાવર આગમોદ્ધારનું કામ કર્યું છે. મુનિજીવનનાં For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) શરૂઆતનાં વર્ષોમાં તો એવો અભિગ્રહ ધાર્યો હતો કે રોજ ૫૦૦ શ્લોક પ્રમાણ શાસ્ત્રવાચન કરવું જ કરવું. ક્યારેક તો દિવસભર શાસ્ત્ર સ્વાધ્યાય ચાલુ રહેતો. વળી તેઓશ્રીએ શાસ્ત્ર-સ્વાધ્યાય-સંપાદનસંશોધન વાચનાની સાથે સંઘપરંપરાપ્રાપ્ત કાર્યો, પ્રવચન, ઉપધાન, છ'રી પાલિત સંઘમાં નિશ્રા પ્રદાન કરવા પૂર્વકનાં કાર્યો, સિદ્ધચક્ર માસિક ચલાવવા વગેરે કામો પણ કુશળતાપૂર્વક સફળ રીતે કર્યા. ગ્રન્થોની પ્રસ્તાવનાઓ લખી નવા ગ્રન્થો પણ રચ્યા. એક યશસ્વી નોંધપાત્ર કાર્ય શ્રુતજ્ઞાનના ક્ષેત્રે તેઓનું ગણાય છે. પછી તુર્ત જેમનું કાર્ય યાદ આવે છે તે પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ, તેમના શિષ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ અને તેમના શિષ્ય આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજની જ્ઞાનોપાસના ખૂબ જ પ્રેરણાદાયક હતી. આમ ગુરુ, શિષ્ય અને શિષ્ય આવી ત્રણે પેઢી એક જ કાર્યક્ષેત્રને જીવનનું કાર્યક્ષેત્ર બનાવે તે ઘટના વર્તમાન કાળમાં વિરલ અને વિશિષ્ટ ગણવી જ પડે. તેઓના એ કાર્યનું વર્ણન વિર્ય શ્રી ભોગીલાલ સાંડેસરાએ કર્યું ' છે. તેને જ જોઈએ. તેના દ્વારા તેઓ પાસે આખો દિવસ શ્રુતરક્ષા, શ્રુતદાન અને શ્રુતસેવન કેવું થતું હતું. તેનો આબેહૂબ ચિતાર આપણને આમાંથી મળે છે. જૈન ઉપાશ્રયમાં ધર્મારાધનનું વાતાવરણ તો હોય જ એ કહેવાની ભાગ્યે જરૂર રહે. પણ (પાટણ) સાગરના ઉપાશ્રયમાં ઉત્કટ વિદ્યાપ્રેમ અને સતત જ્ઞાનસાધનાનું વાતાવરણ હતું. એની ઊંડી છાપ મારા બાલમાનસ ઉપર પડેલી છે. આંખોનાં નીર ઊંડાં ગયાં હોય એવી સ્થિતિમાં પણ પ્રવર્તકજી મહારાજ હસ્તપ્રતો તપાસતા હોય અને વાંચતા વાંચતા શ્લોક સંખ્યાનાં કે બીજાં અગત્યનાં સ્થાનોએ લાલ નિશાનીઓ કરતા હોય. ચતુરવિજયજી મહારાજ અને પુણ્યવિજયજી For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે મહારાજની સામે, મુંબઈના નિર્ણયસાગર પ્રેસમાં છપાતાં તેમના સંસ્કૃત, પ્રાકૃત સંપાદનોના પ્રફના થોકડા પડ્યા હોય. તે તપાસવા ઉપરાંત નવાં સંશોધનો અને પ્રેસ-કોપીઓની મેળવણીનાં કામો ચાલતાં હોય. પૂ. જશવિજયજી મહારાજ પ્રકીર્ણ હસ્તલિખિત પાનાંઓને પણ તપાસીને કાળજીપૂર્વક ગોઠવતા હોય. દેશપરદેશના વિદ્વાનો વારંવાર આવી ચઢતા હોય અને તેમની સાથે વિવિધ પ્રકારની જ્ઞાનચર્ચાઓ . ચાલતી હોય. લગભગ સાડત્રીસ વર્ષ બાદ, આપણા દેશની તેમજ વિદેશની અનેક વિદ્યા સંસ્થાઓના અનુભવ પછી લખું છું કે સાગરના ઉપાશ્રયનું વાતાવરણ કોઈ પણ દેશની વિશિષ્ટ સંશોધન-સંસ્થાની બરોબરી કરે એમ હતું. અથવા એમ કહું કે એવી સંસ્થાઓ કરતાં ચઢિયાતું હતું. તો પણ કશી અત્યુક્તિ નથી, કેમ કે ધારાધોરણો કે દરખાસ્તોની જંજાળો કે ઓફિસકામની પળોજણોનો ત્યાં સદંતર અભાવ હતો. સોલંકી યુગના પાટણમાં સ્થળે સ્થળે આવેલા ઉપાશ્રયો તેમજ સહસ્ત્રલિંગ સરોવરના તીર પ્રદેશના વિદ્યામઠો સારસ્વત સમૃદ્ધિનું સાતત્ય જાણે કે ત્યાં અનુભવાતું હતું.” આટલું ટૂંકમાં જોયા પછી આજે પણ શ્રમણસંઘમાં જ્ઞાનના ક્ષેત્રે ઇતિહાસને પણ નોંધ લેવી પડે તેવું કામ ચાલે છે. નાનામોટા અનેક મુનિવરો-સૂરિવરો આ કાર્યમાં પરોવાયેલા છે જ. પણ મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજની આ પ્રાચીન આગમ ગ્રન્થો, તેના ઉપરના નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે વિવરણગ્રન્થોમાં શુદ્ધ પાઠની ગવેષણામાં જે સૂઝ-બૂઝ, શ્રમ અને ધગશનાં દર્શન થાય છે, આજે (વિ.સં.૨૦૬૩) ૮૫ વર્ષની જૈફ વયે પણ જે તાજગી ફૂર્તિ અને દેવગુરુની કૃપાના પ્રભાવે તેઓ પૂર્વગ્રન્થોની ભાષા-શૈલી લઇને અનુસંધાન દેખાડે છે તે વસ્તુ વિરલ છે. મસ્તક ઝૂકી જાય, હાથ જોડાઈ જાય, હૈયું ભાવભીનું બની જાય તેવું એમનું જીવન છે. આજે સર્વગુણસંપન્ન તો કોણ મળે ! પણ શાસ્ત્રના માર્ગનું જ્ઞાન For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ • ૨ . જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) એ પ્રભુકૃપા પ્રાપ્ત વસ્તુ છે તેનું દર્શન થાય છે. એક સાધ્વીજી મહારાજને સત્તાવનામાં શ્રીદશવૈકાલિક સૂત્ર 100 વાર લખવાનું હતું અને તેમણે એની ૧00 પ્રત લખી હતી. તે પૈકીની નવમી પ્રત સૂરતના ભંડારમાં હાલ વિદ્યમાન છે. આજના શ્રમણ સંઘની અને શ્રમણી સંઘની જ્ઞાનોપાસનાનું ચિત્ર પ્રમાણમાં સારું છે છતાં એક મહત્ત્વની ખામી તો રહે જ છે. વર્ષો પહેલાં (વિ.સં. ૧૯૮૯માં) શ્રી મહાનલાલ દ. દેશાઈએ જ બળાપો કાઢ્યો છે તેનો ઉત્તર હજીયે શ્રીસંઘે આપવાનો બાકી છે તે વાત આ પ્રમાણેની છે. આખા હિંદમાં જૈનતીર્થ તો એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હોય, વિદ્વાનોની પરિષદુ હોય, વિચારકોની ગોષ્ઠી હોય અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિકો આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તો બાજુએ રહી પણ કોઈ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જૈન વિદ્યાપીઠ નથી કે એકાદ પણ એવો સમર્થ વિદ્યાજવી વિદ્વાનું નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય, અને પોતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક રમણીયતામાં કાં તો તપ અને કાં તો વિદ્યા અને કાં તો બન્ને ચેતના પૂરે છે. જ્યારે આજનાં આપણાં તીર્થોમાં તપ અને વિદ્યાને નામે કાંઇપણ આકર્ષે તેવું નથી. ગામ અને શહેરનાં દેરાસરોમાં પહેલાં ક્યાંક ક્યાંક ધાર્મિક શાળાઓ રહેતી તે પણ જોવામાં નથી આવતી. દરેક તીર્થમાં મોટા મોટા દેરાસરોના ભંડારમાં જ્ઞાન નિમિત્તેનું દ્રવ્ય હોય છે. તેનો ઉપયોગ પણ થતો નથી ને તે એકઠું થયાં કરે છે. એવા મોટા ભંડારોના વાર્ષિક કે ત્રિવાર્ષિક કાર્યવૃત્તાંત-અહેવાલ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ જ્ઞાનપદ ભજીએ રે પણ બહાર પડતા નથી. આ દુઃખદ સ્થિતિ છે.” (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પારા નં. ૧૧૨૪) આ વાત બરાબર વિચારવા જેવી છે. સુધારો કરવા જેવો છે. આપણને સ્વતંત્ર આયંબિલ ખાતાનાં મકાનની જરૂરત જણાય છે. સ્વતંત્ર ઉપાશ્રયના મકાનની જરૂરત જણાય છે. તેવી સ્વતંત્ર પાઠશાળા કે જ્ઞાનભંડારના મકાનની જરૂરત જણાય છે ? જે દિવસે સંઘના વહીવટદારોને એ જરૂરત જણાશે તે દિવસે શ્રીસંઘના આંતરિક વિકાસનાં પગરણ મંડાયાં ગણાશે. - શ્રીસંઘ પાસે એવી એક પણ જગ્યા નથી કે જ્યાંથી તમામ વિષયના પ્રકાશિત પુસ્તકોની માહિતી મળી રહે. એક તો એ વિષયના જિજ્ઞાસુ ઓછા છે, અને જે છે તે તેમની જિજ્ઞાસા એકા. બે પ્રયત્ન છતાં ન સંતોષાય તો પછી પ્રયત્ન મૂકી દે. ભક્તિના માર્ગે, તપના માર્ગે કે ક્રિયાના માર્ગે ચાલવામાં મહેનત નથી પડતી, પ્રવાહ ચાલુ જ છે. જ્યારે જ્ઞાનના ક્ષેત્રે તો ચાલનારા જ દેખાતા નથી. એકલ દોકલ જ હોય છે. આપણે જ્ઞાનના માત્ર પૂજક જ નહિં પ્રેમી જ નહિ પણ ધારક બની રહીએ. આજે આ નિમિત્તે જ્ઞાની-જ્ઞાન, અને જ્ઞાનનાં ઉપકરણોની અવિધિ-આશાતના અનાદર ટાળીને વિધિ-બહુમાન અને ઔચિત્યના પાલનપૂર્વક આપણે પણ જ્ઞાનની શુભ ભાવ સાથે આરાધના કરીને આત્મસ્થ જ્ઞાનને પ્રકટાવીને મૃણમય શરીર દ્વારા ચિન્મય પ્રકાશનો અનુભવ કરનારા બનીને રહીએ. જે પ્રવચન શ્રવણ કરીએ છીએ તેને સમજનો ભાગ બનાવીએ અને તેને કારણે બનાવીને સ્વભાવનો અંશ બનાવી ભવાભિનંદીમાંથી ધર્મભાવાભિનંદી બનાવીને સ્વાધીન સુખના ભોક્તા બની રહીએ તેવો આજના દિવસે સંકલ્પ કરીએ. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ - જ્ઞાનરત્નનાં અજવાળાં... (જ્ઞાનપંચમી -૨ પુસ્તિકા અહીં સામેલ કરી છે.) વરસમાં જે પર્વો આવે છે તેની શુભ શરૂઆત આ પર્વથી થાય છે. તે કેવો સુભગ યોગાનુયોગ છે. આ એક જ પર્વનાં બે નામ પ્રસિદ્ધ છે, જ્ઞાનપંચમી અને સૌભાગ્યપંચમી. આ. શ્રી લક્ષ્મીસૂરિ મહારાજે તો આ દિવસ માટે “સયલ દિવસ શણગાર” આવા સુંદર સૂચક શબ્દો વાપર્યા છે. આપણે તો જ્ઞાનપંચમીની આરાધના દ્વારા વરસનાં મંડાણ જ્ઞાનથી કરવાં છે. અરે ! જીવનનાં મંડાણ જ આ જ્ઞાનપ્રાતિ દ્વારા કરવાં છે. અજ્ઞાનનું અંધારું ઉલેચાય અને જ્ઞાનનું અજવાળું પથરાય તે કામ ખાસ જરૂરી છે. આ ભવમાં જ થાય એવું છે. કોક અતિભાગ્યવંત વજસ્વામીના પૂર્વ ભવમાં જે તિર્યકજાંબુક દેવ જેવા હોય તેને જ એ દેવભવમાં જ્ઞાનનું વાવેતર થાય. તમે એમની કથા જાણતા જ હશો. વજસ્વામીની કથા જ્ઞાનની જ સળંગ કથા છે. પ્રેરણાની ખાણ છે. તેઓના નામમાં જ એવી તાકાત છે. તમને જ્ઞાન ઉપર પ્રેમ નથી. ગોખો છો તો ચઢતું નથી, પણ દિલમાં રુચિ છે. જ્ઞાન આવડે તો સારું એવું મનમાં છે તો માત્ર ૨૭ વાર શ્રી વજસ્વામી મહારાજનું નામસ્મરણ કરી ભણવા બેસો. તમને આશ્ચર્ય થશે કે કયાંથી આવડી ગયું. આવી શક્તિ નામમાં આવી તેનું પણ કારણ તેમનું જીવન છે. વાત જાણીતી છે. છતાં આજના શાનના દિવસે તેમને યાદ કરીએ. આત્માનો મૂળ ગુણ જે જ્ઞાન છે તેનો આપણને ખપ છે અને તે મોક્ષનું કારણ છે માટે આપણે For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જ્ઞાનપદ ભજીએ રે મહાજ્ઞાની શ્રી વજસ્વામી ભગવાનના જીવનપ્રસંગો ને વાગોળીને જ્ઞાનના રાગી બની રહીએ. દેવલોકમાં બધા જ દેવો સદા માત્ર વિમાન-વાડી અને વાવડીમાં જ સમય પસાર કરનારા નથી. ત્યાં પણ અલ્પ કષાયવાળા અલ્પ વિષયાભિલાષવાળા ઘણા દેવો હોય છે. તેવા જ એક દેવને અષ્ટાપદ મહાતીર્થનાં દર્શન વંદન કરવાની ઇચ્છા થઈ. આવા દેવોનું એવું પુણ્ય હોય છે કે તેઓને કેટલીક ચીજોની પ્રાપ્તિ માટે, કેટલીક જગ્યાએ પહોંચવા માટે “ઇચ્છા માત્ર વિલંબ” જ હોય છે. એ અષ્ટાપદ તીર્થે જતા હતા ત્યાં તેમના મિત્ર દેવ હતા તેને કહ્યું } “ચાલોને અષ્ટપદ તીર્થની યાત્રા કરી આવીએ.” મિત્રને થયું કે સારી વાત છે. સારું કામ છે એમ માની એણે સ્વીકાર્યું. આ શુભદાક્ષિણ્ય ગુણ છે. અને તે ન હોય તો કેળવવા જેવો છે. છે. આ ઘટનામાં બન્ને ચીજ શીખવા જેવી છે. જીવનમાં કલ્યાણમિત્ર હોવા જ જોઇએ. કલ્યાણમિત્ર તો ઊંચે ચઢવાની સીડી છે અને બીજુ સ્વભાવમાં પ્રજ્ઞાપનીયતા હોવી જોઇએ. પ્રજ્ઞાપનીયતા એટલે કોઈ સારી વાત આપણને કહે તો આપણે તેને સ્વીકારી શકીએ, અપનાવી શકીએ તેવી મનોવૃત્તિ. આ બન્ને તત્ત્વ આ મિત્ર દેવ-તિર્યક જાંÇક દેવમાં છે માટે તેઓ અષ્ટાપદ તીર્થની યાત્રાએ જવા તૈયાર થયા. બન્ને સાથે શ્રી અષ્ટાપદ તીર્થે ગયા. ચોવીસ તીર્થંકર પરમાત્માનાં દર્શન પ્રદક્ષિણા વંદન સ્તવન વગેરે વિધિમાં બહુમાનપૂર્વક પરોવાયા. હવે યોગાનુયોગ એવું બન્યું છે એ જ દિવસે શ્રી ગૌતમસ્વામી ભગવાનને પણ અષ્ટાપદ તીર્થની યાત્રાએ આવવાનું થયું છે. પ્રભુજી સમક્ષ આ બન્ને દેવો પ્રદક્ષિણા દેતા હતા. પ્રભુજીને પ્રદક્ષિણા For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) ૨૫ મૌનપૂર્વક દેવાની છે અને જેમ દેરાસરમાં પ્રવેશીએ ત્યારે દેવાની છે. તેવી રીતે દેરાસરમાં દ્રવ્ય-ભાવ પૂજા થઇ જાય અને દેરાસરમાંથી બહાર નીકળવાનું હોય ત્યારે પણ દેવાની હોય છે. હા... તો જ્યારે એ દેવો પ્રદક્ષિણા દેતા હતા ત્યારે જ શ્રી ગૌતમ મહારાજા પણ એક એક પ્રભુની ભાવપૂર્વક સ્તુતિ કરી રહ્યા હતા. પેલા તિર્યક જાંભુક દેવને અષ્ટાપદના દેરાના પ્રભુજીમાં બહુ રસ ન હતો. મિત્રદેવે કહ્યું તેથી આવ્યા હતા. તેથી તેઓ તો આજુબાજુ બધું જોતા હતા. તેમાં શ્રી ગૌતમ મહારાજ ઉપર દૃષ્ટિ પડી. વિચારમાં પડી ગયા. સાંભળવા મળે છે કે સાધુઓ તો તપસ્વી હોય છે. જે તપસ્વી હોય તે દુર્બળ હોય. આ તો હષ્ટ-પુષ્ટ શરીરવાળા છે. વળી સાધુ છે. આવું કેમ ઘટી શકે ? ગૌતમ મહારાજ તો છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા. તપ તો હતું પણ શરીર ને મનનું બંધારણ એવું હતું. એટલે શરીરની પુષ્ટતા અને કાંતિ બન્ને એકમેકની હોડમાં ઊભાં હતાં. જ્યારે તેઓ અષ્ટાપદ તીર્થનાં પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે પહેલે બીજે ત્રીજે પગથિયે રહેલા તાપસોએ એમને જોયા હતા ત્યારે તો એમને લાગ્યું કે.‘કિમ ચઢશે દૃઢકાય ગજ જેમ દીસે ગાજતો એ'' સોના જેવા પીળા વર્ણનો નાનો હાથી જ ન હોય તેવા ગૌતમસ્વામી લાગતા હતા અને તાપસો મનમાં વિચારતા હતા કે “તપ સોસિય નિયં અંગ અમ્હ સંગતિ નિવ ઉપજે એ’' તપ કરી કરીને અમારાં શરીર સુકાઈ ગયાં અમે સાવ હળવા થઈ ગયા છીએ. છતાં ચઢી શકતા નથી અને આ... પણ સૂર્યનાં કિરણોનું આલંબન લઈ જેવા એ સડસડાટ ચઢી ગયા ત્યારે જ તાપસોએ સંકલ્પ કર્યો કે જો આ મહાપુરુષ નીચે પધારે તો તેમને અમે અમારા ગુરુ મહારાજ બનાવીશું. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨ જ્ઞાનપદ ભજીએ રે ગૌતમ મહારાજનું શરીર હૃષ્ટપુષ્ટ હતું. એટલે તિર્યક જાંબુક દેવના મનમાં ગડમથલ ચાલે છે. તપોધના હિ સાધવ તપસ્વિનતુ કૃશકાયા એવ” (સાધુઓ તપસ્વી હોય અને જે તપસ્વી હોય તે દૂબળા પાતળા હોય જ્યારે આ તો જુઓ.) આ બાજુ મિત્ર દેવના તીર્થકર ભગવાનનાં દર્શન-વજન સંપન્ન થયાં. તેથી તેઓ બન્ને એ ચૈત્યની બહાર આવ્યા. શ્રી ગૌતમ મહારાજા પણ પ્રભુની સ્તવના પૂર્ણ કરીને ચૈત્યની બહાર પધાર્યા. એક શિલાપટ હતો ત્યાં બિરાજ્યા. એ બન્ને દેવોએ વન્દના કરી સુખશાતા પૂછીને સન્મુખ બેઠા. હવે જુઓ આ તિર્યક જાંબૂક દેવની ભવિતવ્યતા ઊજળી તે ગૌતમ મહારાજાને મન:પર્યવ જ્ઞાનનો ઉપયોગ મૂકવાનું મન થયું. કે આ સામે બેઠો છે તેના મનમાં શું ચાલે છે ? જેવો ઉપયોગ મૂકયો એટલે આ તિર્યકજાંબુક દેવના મનની મૂંઝવણ જણાઈ આવી અને એ મૂંઝવણ નિવારવા માટે ગૌતમ મહારાજાએ કોઈ પૂર્વભૂમિકા - જેવી કે તમારા મનમાં આવો સંશય થયો છે, તેનો ઉત્તર આ પ્રમાણે છે, એવું એવું કશું કીધા વિના જ સીધી પુંડરીક અને કુંડરીકની કથા કહેવા માંડી. કહેનારા સૌભાગ્યના ભંડાર ગૌતમ મહારાજા હોય તો સાંભળનારને તો “શુણતાં શ્રવણે અમી ઝરે” એવું જ બને. કથાના શ્રવણરસમાં તણાતા ગયા. વચ્ચે વચ્ચે પેલી હૃષ્ટપુષ્ટ કાયાવાળી વાત આવે જ. છેલ્લે હૃષ્ટપુષ્ટ કાયાવાળા પુંડરીક રાજા દીક્ષા લે છે ત્યારે તેમની કાયા તો પુષ્ટ હતી અને કંડરીક હજાર વર્ષનું ચારિત્ર પાળીને રાજ ગાદીએ બેસે છે. ત્યારે તેમનું શરીર સાવ દૂબળું હતું. માટે તપનો પરિણામ એ અંતરંગ વસ્તુ છે. તેને બાહ્ય શરીર સાથે સંબંધ છે જ તેવું નથી. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) તમે બધાએ આ પુંડરીક-કંડરીકની કથા સાંભળી જ હશે એમ માનું છું. સભા સાહેબ! કદાચ કોઈ કોઈએ સાંભળી છે. છતાં કહોને? કથા તો લાંબી છે. આપણે તો આજે જ્ઞાનપંચમીના પ્રભાવની વાતમાં સ્વાધ્યાયના પાંચ પ્રકાર વાચના-પૃચ્છના-પરાવર્તના-ધર્મકથા અને અનુપ્રેક્ષાની વાત કરવી છે. તેના અન્તર્ગત એ સ્વાધ્યાયનો રંગ લગાડવા માટે શ્રી વજસ્વામી જેવા પૂર્વધરની વાત કરવી છે. આવા પુરુષના નામમાં પણ ભરપૂર શક્તિ હોય છે. હો, તો ગૌતમ મહારાજાએ દેશનામાં તપ હોય તો પણ શરીર દુર્બળ ન હોય અને પુષ્ટ પણ હોય તેવું બને એ સમજાવ્યું અને એ શ્રવણ કરનાર તિર્યક જાંબુક દેવના મનમાં ચમત્કારિક અસર થઈ. પહેલું આશ્ચર્ય થયું. પછી સમાધાન અને સંતોષ થયો ! અને પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય અને સંયમની લગની લાગી. આશ્ચર્ય એ વાતે થયું કે જે પ્રશ્ન મારા મનમાં ઘૂંટાતો હતો તેની એમને કેવી રીતે ખબર પડી હશે. મેં તો પૂછ્યું નથી. વળી તેનું આટલું સુંદર સમાધાન કરી આપ્યું કે જેથી કશું પૂછવાનું જ ન રહે, વળી એ વાત એટલી બધી ગમી ગઈ કે અનાયાસ જ યાદ રહી ગઈ. નિયમ એવો છે કે જે વાત ગમી જાય તે યાદ રહી જાય છે. પહેલાં શાન ગમાડવું છે. પછી ગોખવું છે. જો જે ગમતું હશે તે ગોખવા બેસશો તો ઝોકાં થાક, કંટાળો કશું નહીં વરતાય. પણ મૂળથી પ્રીતિ નથી હોતી તેથી જેવી ચોપડી હાથમાં લેશો કે ઝોકાં શરૂ થશે. એ તિર્યક જાંબુક દેવને એ સમગ્ર પુંડરીક કંડરીકની કથા એવી છે જે ગમી ગઈ કે તે જે સ્વરૂપે - જે શબ્દોમાં તેઓએ ઝીલી એ * એક કથા ને તેની સઝાય પરિશિષ્ટરૂપે આપી છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ * જ્ઞાનપદ ભજીએ રે જ શબ્દોમાં યાદ રહી ગઈ. જે ગમે છે તે યાદ રહે છે. જે યાદ રહે છે તેનું રટણ થાય છે. આ સ્વાભાવિક પ્રક્રિયા છે. સ્વભાવમાં કારણની શોધને સફળતા મળતી નથી. એ પુંડરીકકંડરીક કથા અધ્યયન સ્વરૂપે તેઓ રોજ યાદ કરવા લાગ્યા. એ કથા લગભગ ૫૦૦ શ્લોક પ્રમાણ હતી. (બત્રીસ અક્ષરનો શ્લોક થાય) એ ઘટના બન્યા પછી તિર્યક જાંભુક દેવે લગભગ ૫૦૦ વર્ષનું દેવલોકનું આયુષ્ય ભોગવ્યું. પ00 વર્ષ સુધી રોજ પ00 વખત એ પુંડરીક-કંડરીક અધ્યયનનો પરાવર્તના સ્વાધ્યાય કર્યો. એમાં જેટલી જેટલી વાર દીક્ષા શબ્દ આવે તેટલી વાર વિચારે કે મારે દીક્ષા લેવાની છે. ગૌતમસ્વામી જેવા બનવાનું છે. આ તેમના મનમાં જે ચિત્ર અંકિત થયું તે બરાબર બનીને જ રહ્યું. રોજ રોજ એ અષ્ટાપદના પરિસરની શિલાને અને ગૌતમ મહારાજાને યાદ કરે અને રાજી થાય. આપણે ઘણી વાર નવું નવું ભણવામાં જેટલો રસ ધરાવીએ છીએ તેટલો જૂનું સંભારવામાં, તાજું કરવામાં રસ ધરાવતા નથી. પણ આ એક જ અધ્યયનને રોજ રોજ ૫૦૦/૧૦૦ વખત ૫૦૦ વર્ષ સુધી ઘૂંટવાથી કેટલા બધા લાંબા ગાળાના ફાયદા થયા. તે સમગ્ર સ્વાધ્યાય સો સો પાંખડીના કમળની જેમ તે પછીના ભવમાં ખીલી ઊઠ્યો જેનાથી જીવનની દિશા પલટાઈ ગઈ, ભોયરાની સીડી માળિયે મૂકાઈ ગઈ. તે ભવની વાતો જેમાંથી વાચના વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયની અદ્ભુત જ્ઞાન-સાધનાની જ મઘમઘતી સુગંધ આવે છે તે જોઈએ. મનોહર માળવા દેશમાં તુંબવન નામના નાના ગામમાં ધનગિરિ નામના યુવકના મનમાં સંસાર ત્યજીને અસંગ બનીને પ્રભુ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) મહાવીર મહારાજાએ ઉપદેશેલા માર્ગે મોક્ષમાર્ગની સાધના કરવાની તીવ્ર તમન્ના રમે છે. બીજી બાજુ માતા-પિતાનો મોહ પણ તીવ્ર છે. તેથી લગ્નનો આગ્રહ થતો રહ્યો. જે જે ઘરે માતા-પિતા લગ્નની વાત કરે તે તે ઘેર જઈ ધનગિરિ પોતે જ કહી આવે કે હું તો દીક્ષા લેવાનો છું એમ સમજીને તમારે તમારી દીકરીનો જે વિચાર કરવો હોય તે કરજો. પૂર્વના ગાઢ ઋણાનુબંધ હશે કે સુનંદાએ ધનગિરિ તો દીક્ષા લેવાના છે તે જાણ્યા પછી પણ મારે તો ‘ધનગિરિ જ પતિ થાઓ'' એમ કહ્યું અને બન્નેનાં લગ્ન થયાં. લગ્ન પછી ધગિરિએ સુનંદાને કહ્યું કે હવે હું છૂટો. સુનંદાએ સ્ત્રીસહજ વૃત્તિથી કહ્યું કે તમે જશો પછી મારે કેમ જીવવું ? એક સંતાન થાય પછી તમે છૂટા. ગર્ભાધાન પછી રજા. ૨૫/૩ મહિના વીત્યા અને સુનંદાએ વાત કરી. ધગિરિએ કહ્યું કે શા માટે મોડું કહ્યું ? બે મહિના વિતાવ્યા? પૂર્ણવૈરાગ્યવાસિત ધનગિરિજીએ આચાર્ય મહારાજ શ્રી સિંહગિરિ મહારાજ પાસે દીક્ષા સ્વીકારી સંયમપાલનમાં લયલીન બન્યા. જાણે સંયમધર થવા જ જન્મ્યા હોય તેવું ચોખ્ખું ચારિત્ર પાળવા લાગ્યા. ૨૯ આ બાજુ તિર્યકજાંભુક દેવનો જીવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી આ જ ધનગિરિ સુનંદાને ત્યાં પુત્ર રૂપે અવતર્યો. જીવનો ભવ બદલાય-એટલે ખોળિયું બદલાય. દેવલોકની ઋદ્ધિ ન લઈ જવાય પણ તે ભવમાં ઉપાર્જન કરેલું જ્ઞાન લઈ જવાય છે. સંસ્કાર તો અજ્ઞાત મનમાં સંઘરાયા હોય છે અને અજ્ઞાત મન તો આત્માની સાથે જ રહે છે. તેથી તે જ્ઞાનમાં સંસ્કાર પણ આવે છે. આ દેવે તો ૫૦૦ વર્ષ સુધી સતત સ્વાધ્યાય કરીને પુંડરીક કુંડરીકની વાતના, દીક્ષાના સંસ્કાર ગાઢ, રૂઢ અને દૃઢ જમાવ્યા હતા. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે તમારા બધાનું ગણિત પાકું છે તો મને કહો કે ૫૦૦ વર્ષનાં મહિના કરો, તેના દિવસ કરો અને એક દિવસમાં એક અધ્યયન પ00 વખત ગણી લેતા, તો તેનો કેટલીવાર સ્વાધ્યાય થયો ? એવો નિયમ છે કે રૈન પુસ્ત વિ. સો વખત સુધી બોલો ત્યાં સુધી વિદ્યા પુસ્તકમાં રહે છે. સહન કુલતિા એક હજારવાર બોલો તો બરાબર મોઢે થઈ જાય. તક્ષેખ નન્સપર્યતનું લાખ વાર બોલો તો જિંદગીના છેડા સુધી આવે અને ત્યાં નનારે એક કરોડ વાર બોલો તો જન્માન્તરમાં પછીના ભવમાં પણ આવે. આ નિયમ મુજબ એ દેવલોકના ભવમાં એ અધ્યયનનો સ્વાધ્યાય લાંબો વખત થયો. તેથી આ સંસ્કાર હેઠ અજ્ઞાત મન સુધી રોપાઈ ગયા હતા. જેથી જેવો પૂર્ણ માસે સુનંદાની કૂખે જન્મ થયો ત્યારે સુનંદાની સખીઓ આ તંદુરસ્ત હૃષ્ટપુષ્ટ અને રૂપરૂપના અંબાર જેવા આ બાળકને જોઈ રહી અને બોલ્યા વિના ન રહી શકી કે આના પિતાએ દીક્ષા ન લીધી હોત તો આ બાળકનો જન્મ મહોત્સવ કેવો ઠાઠમાઠથી ઉજવાત. સખીઓના અંદર અંદરના વાર્તાલાપમાં આવેલો દીક્ષા શબ્દ તાજા જન્મેલા બાળકના કાનમાં જેવો દાખલ થયો કે તુર્ત દીક્ષા-દીક્ષા આ શબ્દ તો મેં જાણેલો છે. હા...હા... પૂર્વભવમાં મેં વારંવાર જાણ્યો છે. એમ ઊહાપોહ કરતાં એ બાળકને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પુર્વ ર વિત્તયન્ત ર નતિ-અરળ માપ : / (૨૨/૨૭) સમગ્ર પૂર્વભવ દેખાયો. અષ્ટાપદ તીર્થ દેખાયું. તેમાં ગૌતમ મહારાજા દેખાયા. તેઓએ કહેલું પુંડરીક-કંડરીક અધ્યયન અને તેની કથા જણાઈ અને તેનો સ્વાધ્યાય યાદ આવ્યો. અને ત્યારે દીક્ષા લેવાનો કરેલો મનોરથ પણ યાદ આવ્યો. અને ત્યારે જ પિતાજીના માર્ગે જવાનું મન કર્યું. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) . इयैष क्षीरकण्ठोऽपि पित्रेऽध्वन्यध्वनीनताम् (१२/२७)' હવે પોતાના શરીરની અવસ્થા એવી છે. એ સ્થિતિમાં દીક્ષા લેવાય તેમ નથી. બીજી બાજુ માતા સુનંદાનો પણ અતિશય મોહ છે. તેનો મોહ ઘટે તેવું કરવું જોઈએ. બાળકનું બળ બીજું શું હોઈ શકે. એ બીજું કરી પણ શું શકે ? રડવાનું રાખ્યું ! માતા જયારે તેને અડે કે તુર્ત રોવાનું શરૂ અને એ શસ્ત્ર કામિયાબ નીવડ્યું. સુનંદાના મનમાં દીકરાને જોઈને જે વ્હાલ ઉભરાતું હતું તે આ વારંવારના રુદનથી ઓસરવા લાગ્યું. એને રડતો છાનો રાખવા માતા તથા તેની સખીઓ જાત જાતના ને ભાત ભાતના પ્રયત્નો કરે છે. રમકડાં આપે છે. રમાડે છે. હુલાવે છે ફુલાવે છે. પણ કોઈ વાતે રુદન અટકતું નથી. સાચું હોય તો કોઈ ઉપાયે અટકે. આ તો જાણી જોઈને થતું રુદન છે. આખરે સુનંદા કંટાળી ગઈ. " આ બાજુ યોગાનુયોગ બાળકના પુણ્યોદયે આચાર્ય શ્રી સિંહગિરિજી મહારાજ શિષ્ય પરિવાર સાથે તુંબવન સંનિવેશની નજીકમાં પધાર્યા. - ગૌચરીના સમયે આર્યસમિત મહારાજ જેઓ સુનંદાના સંસાર પક્ષે મામા થતા હતા તે અને ધનગિરિ મહારાજ તૈયાર થઈને આચાર્ય મહારાજ પાસે અનુજ્ઞા લેવા આવ્યા. જ્યારે એ બન્નેએ કહ્યું કે સ્વજનો અહીં જ રહે છે, તેથી તેમને વંદાવવા ત્યાં જઈએ? આ પ્રશ્ન વખતે જ શુભ શુકન થયું. આચાર્ય મહારાજ તો “સર્વ સમય સાવધાન” હોય છે. તેમણે આ શુકન જોઈ કહ્યું કે ભિક્ષામાં જે કંઈ સચિત્ત કે અચિત્ત મળે તે લેતા આવજો.” તહત્તિ * ૧. અહીં આપેલા તમામ શ્લોકાંશ પરિશિષ્ટ પર્વના છે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જ્ઞાનપદ ભજીએ રે કહીને આવસ્યહિ આવસ્યહિ કહીને આગળ વધ્યા. આર્ય સિંહગિરિ મહારાજના શિષ્યો ખૂબ વખણાયા છે. તેનું કારણ આ જ છે કે ગુરુ મહારાજની વાણીમાં શંકા ન કરાય, આદર જ કરાય આ તેઓમાં સહજ હતું. જેવા સુનંદાને ઘેર ધર્મલાભ કરી ઊભા રહ્યા. જાણે સુનંદા એ ઘડીની રાહ જોઈ હોય તેમ તેઓ તૈયાર હતા. એક બાજુ છે મહિનાના નાના બાળકની નાનકડી કાળી કાળી આંખ આ બે મુનિરાજને જોઈ હસવા લાગી. ગોરું મુખડું હતું તેથી વધુ ગોરું બની ગયું. માથાના કાળા કાળા વાંકડિયા વાળ મોને શોભાવી રહ્યા. ગાલમાં નાના ખાડા પડ્યા. સોના જેવા રંગવાળા નાના નાના પગ વારંવાર ઉછળવા લાગ્યા. તેને પ્રકટપણે ઓળખ નથી કે આ મારા પિતા છે. પણ અવ્યક્તપણે હદય તો પહેચાની જ ગયું. તેના કિલ્લોલથી ઓરડો ભરાઈ ગયો. મુનિ મહારાજ પણ બાળકને જોઈ પ્રસન્ન થઈ ગયા. . ધનગિરિજીને આંગણે આવેલા જોઈને સુનંદા બોલવા જ લાગી “હું કેટલાય દિવસથી રાહ જોતી હતી તે દિવસ આજે આવ્યો છે. આનાથી હું કંટાળી ગઈ છું. આને તમે લઈ જાઓ.” આર્યસમિતિ મહારાજ તો અનુભવી હતા. તેઓએ કહ્યું કે ચાર-પાંચ જણાને સાક્ષી માટે બોલાવો. જુઓ આ બધાની વચ્ચે તમે આ બાળક અમને સોપો છો. હવે તમારો હક્ક રહેતો નથી. સુનંદા તો છે મહિનામાં બહુ અકળાયાં હતાં. તેથી કહે કે હા, ભલે, આ બધા પંચની સાક્ષીએ બાળક તમને દીધો. શ્રી ધનગિરિજી મહારાજે તુર્ત ઝોળી લંબાવી. કિલ્લોલ કરતું બાળક ઝોળીમાં શાન્તપણે આવી ગયું. સુનંદાને થયું હાશ. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) ૩૩ બાળકનાં અંગોપાંગ હૃષ્ટપુષ્ટ હતાં. તેથી ખાસ્સું વજન હતું, ધર્મલાભ કહીને ચાલ્યા. સાથેના મહારાજ પાસેની ઝોળીમાં જરૂરી ગોચરી વહોરીને ગામ બહાર વસતિ ભણી ચાલ્યા. પણ ગુરુ મહારાજની પાસે પહોંચતાં પહોંચતાં તો આ એક ઝોળીના ભારથી હાથ વાંકો વળી ગયો. જ્યાં નિસિહી નિસિહી નમો ખમાસમણાણ કરીને ગુરુ મહારાજ પાસે આવી રહ્યા છે ત્યાં જ ગુરુ મહારાજ કહે છે કે “આ વજ્ર જેવું ભારે શું લાવ્યા છો !” જ્યાં પાટ ઉપર એ ખીલખીલ હસતા બાળકને મૂકે છે ત્યાં તેને જોઈને બધા સાધુ મહારાજ ખુશખુશાલ થઈ ગયા અને એકી અવાજે બોલી ગયા કે ગુરુ મહારાજના મુખે આ નામ આવ્યું છે તો ભલે “અયં શિશુ વગ્ર નામો ભવતુ આ બાળકનું વજ્ર એવું નામ રહે. બસ પછી તો વજસ્વામી એ નામ જ રહ્યું અને અમર થયું. પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજે શ્રી વજસ્વામી મહારાજના જીવનને વર્ણવતી એક સુંદર સજ્ઝાય બનાવી છે. તેમાં એક લીટીમાં કેવી સુંદર રીતે આ વાત મૂકી છે. “ષટ્ મહિનાના ગુરુ ઝોળીમાં આવે કેલિ કરતા રે’’ હવે બધા ‘વજ કયાં છે ? વજ શું કરે છે?' એમ સહજતાથી તેઓનું નામ આ બધાને પ્રિય થઈ પડ્યું. મોઢે ચડી ગયું. માત્ર છ મહિનાના જ હતા. તેથી તેમનો હજી ઉછેર કરવા માટે માતાની જ જરૂર ગણાય. તેથી શ્રાવિકાને સોંપવામાં આવ્યાં. સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં ઘોડિયામાં રાખવામાં આવ્યા. દીક્ષાની સંયમજીવનની તીવ્ર અભિલાષા હતી. તેથી મનોમન જ તેઓએ એ સ્થિતિમાં પણ અચિત્ત વસ્તુ જ વાપરવાનું રાખ્યું હતું. મુને પ્રાસુ વગ્ર: પ્રાળયાત્રા તે સુધી ( ૨૨/૬૦ ) શ્રાવિકાઓ ૧. એ સજ્ઝાય પરિશિષ્ટમાં આપી છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે પણ થોડા જ કલાકોમાં પામી ગયાં કે વજ સચિત્ત જળને સ્પર્શતા નથી. અચિત્ત જળનું જ પાન કરાવવાનું રાખવામાં આવ્યું. નાન પણ એવા જ પાણીથી કરાવવામાં આવતું. આ કેવી અદ્ભુત વિશેષતા તેમના જીવનની ગણાય કે સમજોને જીવનમાં સચિત્ત વસ્તુનો વપરાશ જ કર્યો નથી. સાધ્વીજીના ઉપાશ્રયમાં રાખ્યા છે. સાધ્વીજીના ઉપાશ્રયમાં સતત સ્વાધ્યાયનું જ વાતાવરણ હોય. કોઈ ને કોઈ ગ્રન્થનો વાચના સ્વાધ્યાય, પૃચ્છના સ્વાધ્યાય કે પરાવર્તના સ્વાધ્યાય જે ચાલતો હોય. ત્યારે બધું જ શ્રુત-અધ્યયન કંઠપરંપરાથી જ. ચાલતું હતું. આના કારણે જ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાય છે. સાધ્વીજી મહારાજ શ્રી આચારાંગ સૂત્ર વગેરે અગીઆર અંગનો સ્વાધ્યાય કરતાં હોય તો ઘોડિયામાં સૂતેલા વજ એ સૂત્રોને રસપૂર્વક સાંભળતા હતા અને વજના કાને જે સૂત્રનું માત્ર એક પદ આવે તો તેમને પ્રાપ્ત થયેલી પદાનુસારી લબ્ધિના પ્રભાવે આખું સૂત્ર આવડી જતું હતું. ગયા ભવમાં જે પુંડરીક-કંડરીક અધ્યયનનું રોજ ૫૦૦ વખત પુનરાવર્તન કરતા હતા તેના પ્રભાવે તેઓને આ પદાનુસારી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. આવો ક્ષયોપશમ કેવો સારો ! કોઈ પણ ગ્રન્થ હોય તેના આદિ-મધ્ય કે અત્તનું કોઈ પણ પદ માત્ર સાંભળવા મળે કે તુર્ત આખું સૂત્ર આવડી જાય. કશી વિશેષ મહેનત જ નહિ. “ત્રણ વરસના સાધવી મુખથી અંગ અંગીયાર ભણતા રે” આ રીતે તેઓ સાધ્વીજીના ઉપાશ્રયમાં રહે છે. શ્રમણોપાસિકા બહેનો દ્વારા લાલનપાલન પામે છે. ઉપરથી ભલે બાળક લાગે પણ અંતરંગ જાગૃતિ ઘણી હતી. હિન્દીમાં કહેવત છે તે મુજબ “દેહ બચપનકા દિમાગ પચાનકા.” સુનંદા પણ અવરનવર ઉપાશ્રયમાં For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) ૩૫ જાય છે ત્યારે સોહામણો વજ્ર સાવ શાન્ત લાગે છે. તેથી તે શ્રાવિકા પાસે માગણી કરે છે. આ દીકરો મારો છે. મને આપો. પણ શ્રાવિકાઓ કહે છે કે અમને આચાર્ય સિંહગિરિજી મહારાજે સોંપ્યા છે. એમની થાપણ છે તમે તેમની પાસે જાવ. છેવટે સુનંદાએ રાજા પાસે માગણી મૂકી. રાજાએ યોગ્ય દિવસ નક્કી કર્યો. શ્રી સંઘને પણ જાણ કરી. માતા સુનંદાની માંગણી છે માટે સભામાં આવજો. તે માતા છે માટે પહેલાં તે બોલાવશે અને મુકરર દિવસે સભા ભરાઈ. ચિક્કાર સભા વચ્ચે વજને બોલાવ્યા. બાજુ આચાર્ય સિંહગિરિજી મહારાજ, ધનગિરિજી મહારાજ વગેરે સાધુગણ અને શ્રી સંઘ બિરાજમાન થયો અને બીજી બાજુ સભાજનો અને સુનંદા વગેરે બેઠાં. વચ્ચે વજ્ર કુમારને ઊભા રાખ્યા. એક પહેલાં બોલાવવાનો અધિકાર માતાના સંબંધની રૂએ સુનંદાને મળ્યો. તેમણે તો રમકડાં, સુખડી વગેરેનું આકર્ષણ દર્શાવીને શબ્દોમાં લાવી શકાય તેટલું હેત અને વહાલ લાવીને બોલાવ્યા ત્યારે વજ્ર સ્થિરતાથી ઊભા રહ્યા. માતા પાસે ગયા નહિ. કલિકાલસર્વજ્ઞે આ અવસ્થાનું વર્ણન પરિશિષ્ટ પર્વમાં (૧૨/૧૨૦) ખૂબ જ ગંભીર અને રોચક શબ્દોમાં કર્યું છે. વજ વિવેકી છે. વિચારે છે. માતા ઉપકારી છે. તેના ઉપકારનું ઋણ ક્યારે પણ ન ચૂકવી શકાય તેવું છે. તેમ છતાં માતા પ્રત્યેના સ્નેહના કારણે જો શ્રી સંઘની ઉપેક્ષા કરીશ તો મારો સંસાર વધી જશે. વળી આ મારી માતા હળુકી છે, ધન્ય છે, જરૂર તે પણ સંયમને માર્ગે આવશે. અત્યારે તેની ઉપેક્ષા કરીશ તો થોડું દુઃખ પશે. પણ પછી લાભ થશે. આવું વિચારીને વજ દંઢતાપૂર્વક સ્થિર ઊભા રહ્યા. છેવટે રાજાએ કહ્યું કે હવે શ્રી સંઘને કહેવામાં આવે છે. તમે વજ્રને બોલાવી જુઓ. આચાર્ય શ્રી સિંહગિરિજી For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જ્ઞાનપદ ભજીએ રે મહારાજે જેવો ઓઘો બતાવ્યો તો વજ તુરત ગુરુ મહારાજ પાસે જઈ ઓઘો લઈને નાચવા લાગ્યા. અત્યારે પણ દીક્ષા સમયે ઓઘો ગ્રહણ કર્યા પછી નાચવાનું જોવા મળે છે. તે શ્રી વજકુમારના સુભગ અનુકરણ રૂપે જ છે. પછી તો વયમર્યાદા આઠની થતાં ગુરુ મહારાજે દીક્ષા આપી. બાલ્યાવસ્થા હતી, તેઓ આસન ઉપર એમ જ બેઠા હોય તો સ્થવિર મુનિઓ વજને કહેતા કે ભણો. ગોખો આમ કેમ બેઠા છો! આ સાંભળીને વજ તુરત ગોખવાનો અભિનય કરવા લાગે. કાંઈક ગણગણવા લાગે. તેમને આમ કરવાની જરૂર ન હતી. અગીયાર અંગ કંઠ હતા. પણ ગંભીરતા કેટલી ! ક્યારે પણ પોતાના મુખથી કહ્યું નથી, મને બધું આવડે છે. એક દિવસ બપોરે વસતિમાં પોતે શવ્યાપાલક તરીકે એકલા હતા. બધા સાધુ બહિર્ભમિ ગયા હતા ત્યારે વિચાર આવ્યો કે હું વાચના આપું. વાચના આપવાની ઈચ્છા થઈ ! પણ આપે કોની સામે ? એટલે સાધુઓના વીટીયા મૂક્યા-ફરતે ગોળ ગોઠવ્યા અને વચ્ચે બેસીને સૂત્રની વાચના આપવા લાગ્યા. અર્થ પણ સમજાવવા લાગ્યા. ધારાબદ્ધ સૂત્રપાઠ ચાલુ હતો. ગુરુ મહારાજ બહિભૂમિથી એકલા વહેલા પધાર્યા. વસતિની નજીક આવ્યા ત્યારે તેઓએ સૂત્રનો મધુર ઘોષ સાંભળ્યો. વિચાર્યું, વસતિમાં કોઈ સાધુ તો નથી અને સૂત્રના શબ્દોનો મધુર ધ્વનિ ક્યાંથી આવે છે. સહેજ વાંકા વળીને જોયું તો ચોગરદમ વીટીયા ગોઠવીને વચ્ચે વજ બેઠા છે અને સૂત્ર વાચના આપે છે. વિસ્મય પામ્યા, આનંદ પામ્યા. સહેજ ખોંખારો ખાધો. વજ સાવચેત થઈ ગયા. ઝપાટાબંધ બધા વીટીયા ઠેકાણે મૂકી દીધા. ગુરુ મહારાજના હાથમાંથી દાંડો લઈ લીધો. તાપણી પણ લઈ લીધી. પાદપ્રક્ષાલન કરવા લાગી ગયા. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) - ૩૭ - સાંજે બધા સાધુ વજનવિધિ માટે આચાર્ય શ્રી સિંહગિરિજી પાસે આવ્યા એટલે તેઓને કહ્યું કે જરૂરી કારણસર મારે બે-ત્રણ દિવસ માટે બાજુના ગામમાં જવાનું છે. બે-ત્રણ ઠાણાં જઈશું. જઈને પાછા આવી જઈશું. સાધુ મહારાજે પૂછ્યું. આપ તો પધારશો પણ પછી અમારી વાચનાનું શું? ગુરુમહારાજે કહ્યું કે વજ વાચના આપશે. આ વાક્ય સાંભળીને શિષ્યોએ વચનનો તુર્ત સહર્ષ સ્વીકાર કર્યો. શાસ્ત્રકારોએ આ પ્રસંગની ખૂબ જ ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે. વજની વયે અત્યારે બાળવય છે. જે વાચના લેનાર છે તેમાં વૃદ્ધવયના પણ છે. વયમાં તો વૃદ્ધ છે જ. પણ પર્યાયમાં પણ ઘણા મોટા છે. વળી જે આગમગ્રન્થોની વાચના ચાલતી હતી તે ગ્રન્થો પણ મોટા હતા. જુદા જુદા હતા. આવું બધું જાણવા સમજવા છતાં સહર્ષ સ્વીકાર કર્યો તે વાતની ઉપદેશમાળાકારે ખાસ નોંધ લીધી છે– . . सिंहगिरिसुसीसाणं भदं गुरुवयणसद्दहंताणं । वयरो किर दाही वायणत्ति न विकोविअं वयणं ।। ९३ ॥ “વજ વાચના આપશે” એવા ગુરુવચનનો મોઢું મચકોડ્યા વિના સ્વીકાર કર્યો. એવા સિંહગિરિજીના શિષ્યોનું કલ્યાણ થાઓ.” આ ઉત્તમ શિષ્યોનાં અભત વિનયના આચારની પ્રશંસાનો તંતુ સળંગ ચાલ્યો છે. - તમે જેનાથી ઘણાં પરિચિત છો તે સિદ્ધચક્ર પૂજનમાં આ " શિષ્યોને યાદ કર્યા છે. શબ્દો આવા છે ધન્ય સૂત્રધાને શિખ્યા સિંહરિવિ શ્રીસિંહગિરિજીના તે શિષ્યોને ધન્ય છે જે આ રીતે સૂત્ર ભણે છે. ઠેઠ હમણાં ઓગણીસમા શતકમાં થઈ ગયેલા સંવેગી શિરોમણિ પૂજ્ય પંડિત શ્રી પઘવિજયજી મહારાજ જેમણે For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જ્ઞાનપદ ભજીએ રે રચેલા ચોમાસી દેવવન્દન આપણે દર ચોમાસી ચૌદશના દિવસે કરીએ છીએ. તેમણે પણ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત સાડાત્રણસો ગાથાના સ્તવન ઉપરના વિવરણમાં પણ આ જ સિંહગિરિજીના શિષ્યોને સંભાર્યા છે. આ અદ્ભુત ઘટના છે. આજે જ્ઞાનપંચમી જેવા રૂડા મંગલ દિવસે આવા આવા મહાપુરુષોનું નામશ્રવણ પણ પરમકલ્યાણને કરનારું બની રહેશે. જ્ઞાનવૃદ્ધિનું કારણ બનશે. હાં. તો શિષ્યોએ એ વચનનો સ્વીકાર કર્યો અને ગુરુમહારાજ તો ૩ શિષ્યોની સાથે ૩ દિવસ માટે નજીકના ગામે પધાર્યા. આ બાજુ સવારે સૂત્રવાચના-અર્થવાચનાનો અવસર થયો એટલે ઉત્તમ પ્રકારના વિનયપૂર્વક વાચનાચાર્ય વજ્ર મહારાજનું આસન પાથર્યું. સ્થાપનાજી પધરાવ્યા. મંડલીરૂપે સાધુ મહારાજો ગોઠવાયા. એ જ વિધિથી વંદન કર્યું જે વિધિથી ગુરુમહારાજને કરવામાં આવતું હતું. એ પછી શ્રીવજે ક્રમશઃ જેને જે સૂત્રનો આચારાંગસૂત્ર, શ્રી ભગવતીસૂત્ર, શ્રી ઔપપાતિકસૂત્ર વગેરે આગમ ગ્રન્થોના તે તે શતક તે તે ઉદેશાના આલાવા એ જ રીતે ૧૪ દોષ રહિતપણે તેઓ આપવા માંડ્યા. આમાં શ્રી દશવૈકાલિક ભણનારા સાધુ મહારાજ g સાધુ મહારાજને એક ગાથા કંઠસ્થ કરતાં કરતાં બે દિવસ થતા હતા તે સાધુ મહારાજને સૂત્ર ગ્રહણ કરતાં વેંત કંઠે થવા લાગ્યું. આને જ્ઞાનસિદ્ધ વાચનાદાતા કહેવાય. પણ હતા. અર્થવાચના શરૂ થઇ અને તે તે સૂત્રના શબ્દાર્થથી શરૂ કરીને ઐદંપર્યાર્થ સુધીની અર્થવાચના સાંભળીને સાધુ મહારાજને રોમાંચ ૧. ૭મી ઢાળ, ૧૨મી ગાથાનો બાલાવબોધ. ૨. પગામ સિજ્જામાં આવે છે તે દોષોરહિત. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) થવા લાગ્યો. દંગ થઇ ગયા. આવો અદ્ભુત અનુપ્રેક્ષાપૂર્વકનો અર્થ મળ્યો, એવી રોચક શૈલીમાં સમજવા મળ્યું બધું. મૂળ સમેત મનમાં ઊતરી ગયું. આવી લબ્ધિનો અનુભવ પહેલી વાર થયો. ઉચિત વિનયથી યુક્ત સેવા-ભક્તિ કરી. ત્રણ દિવસ તો પલકારામાં વીતી ગયા. ચોથે દિવસે ગુરુમહારાજ પધારી ગયા. વંદનાદિ વિધિ થયા બાદ ગુરુમહારાજે પૂછ્યું “કેમ! તમારી સૂત્રવાચના, અર્થવાચના વગેરે બરાબર ચાલ્યાં? આનંદ આવ્યો? સંતોષ થયો?’’ આવા પ્રશ્નોના ઉત્તરમાં હાસ્ય સાથે શિષ્યોએ કહ્યું કે આપ હજી વધારે દિવસો ત્યાં જ રોકાયા હોત તો વધુ આનંદ આવત ! ગુરુમહારાજે કહ્યું ! આ બધા સૂત્રો તો તમારે ફરીથી ધારવા પડશે. હજી વજે તે તે સૂત્રના યોગવહન કર્યા નથી. આ બધું જ્ઞાન તો તેણે Īાહલેા (કાન વડે ચોરી) ગ્રહણ કર્યું છે. આપણા દ્વારા આવા જ્ઞાનીપુરુષની (માત્ર તે બાળ છે માટે) આશાતના ન થઇ જાય તેવા જ આશયથી આ પ્રયોગ કર્યો હતો. તમારા ખ્યાલમાં રહે કે આ કેવા જ્ઞાની છે. પછી તો વિધિસહિત બધા આગમોનું જ્ઞાન સાક્ષી માત્ર થઇને ગુરુમહારાજે આપ્યું. હજી પણ વધુ જ્ઞાન ઝીલવાની ક્ષમતા છે. માટે મારા કરતાં પણ વિશેષ જ્ઞાનીની પાસે જ્ઞાન લેવા માટે મોકલવા જોઇએ તેવા હેતુથી ‘‘તવ સન્નિહિતા સન્તુ સૌમ્ય ! શાસન દેવતા'' ( ૧૨/૨૪) (તારા સામીપ્યમાં રહેજો વત્સ ! શાસન દેવતા) શાસનદેવ તને સહાય કરે એવા શુભાશીર્વાદનું ભાથું બંધાવીને બે શિષ્યો સાથે વજસ્વામીને આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે મોકલવામાં આવ્યા. ત્યાં જઇને પૂર્વ સુધીનું જ્ઞાન તેઓએ ગ્રહણ કર્યું. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ " જ્ઞાનપદ ભજીએ રે - જ્ઞાનના એક પુંડરીક અધ્યયનમાં પરાવર્તના સ્વાધ્યાયના બીજમાંથી કેવું વટવૃક્ષ થઈ ગયું ! જ્ઞાનના કબીરવડની ઘટાદાર છાયાના સ્વામી બની ગયા. આના પ્રભાવે પદાનુસારી લબ્ધિ(કોઈપણ સૂત્રનું આદિ-મધ્ય કે અંતનું એક પદ પણ સાંભળવામાં આવે એટલે આખું સૂત્ર કંઠસ્થ થઈ જાય તેવી લબ્ધિ.) આકાશગામિની લબ્ધિ જેના પ્રભાવે ગગનમાં ઈચ્છા પ્રમાણે જઈ શકાય, ક્ષીરાશવલબ્ધિ જે લબ્ધિના પ્રભાવે જ્યારે તેઓ બોલે ત્યારે સાંભળનારને સતત શ્રવણ કરવાનો રસ રહે, સુણતાં શ્રવણે અમી ઝરે છે તેવું લાગ્યા કરે. એવી લબ્ધિઓ, વળી રૂપપરાવર્તની લબ્ધિ આવી ઘણી લબ્ધિ પ્રાપ્ત થઈ. કહોને કે ગૌતમ મહારાજની જ નાની આવૃત્તિ ન હોય તેવા બની ગયા. શરીરથી, કાંતિથી, સૌભાગ્યથી, વિદ્યાથી, લબ્ધિથી પણ તેવા જ લાગવા માંડ્યા. શિષ્યસંપદા પણ તેઓની એવી જ નોંધપાત્ર હતી. તેનો એક પ્રસંગ કલિકાલસર્વજો બહુજ ચિત્તાકર્ષક શૈલીમાં વર્ણવ્યો છે– એક નગરમાં તેઓશ્રી વિહાર કરીને પધારવાના છે. રાજાને ખબર પડે છે. રાજા સામે સ્વાગત માટે જાય છે. નગરની બહાર તો ઘણાં ગામથી ચારે બાજુથી રસ્તા આવતા હોય ! એટલે કે રસ્તા ઉપર ચાલનારા વટેમાર્ગ આવતા હોય. રાજા એ ચાર-પાંચ રસ્તા ભેગા થતા હોય ત્યાં ઊભા છે. જુવે છે તો ચારે બાજુના રસ્તેથી સાધુમહારાજનાં વૃન્દનાં વૃન્દ આ નગર ભણી આવી રહ્યાં છે. ૨૫-૩૦ સાધુ મહારાજનું વૃન્દ હોય. રાજા તુર્ત આગળ ધસી જાય. એ વૃન્દમાં જે મોટા અને ઊંચા જણાતા સાધુ હોય તેમને પૂછે આપ જ વજ છો ! સાધુ મહારાજ કહે ના.... ભાઈ ના.... વજ તો કેવાય છે. ક્યાં સૂરજ અને ક્યાં આગિયો ! રાજા જે જે સાધુના વૃન્દને જુવે છે બધાની મુખકળાને જોતાં જ બધા જ સાધુ મહારાજ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) सर्वेऽपि मधुराकाराः, सर्वेऽपिद्युतिशालिनः सर्वेऽपि - समताभाजः, વૈવિમમતોજ્જિતા: (૨૨/૨૯૪) (અર્થ : બધા જ ચહેરા કાંતિમાન હતા. બધાંનાં મોં જોતાં મોં ઉપર સમતા-શાન્તિનું સરોવર લહેરાતું હોય તેમ લાગતું હતું. મમત-આગ્રહ-મોહની તો આછેરી ઝલક પણ જણાતી નથી.) રાજા વિચારે છે જો શિષ્યો આવા છે તો વજ તો કેવાય હશે ! અને તેઓની દર્શનની તરસ છીપી. થોડી જ વારે વજ તો વિશાળ શિષ્યવૃન્દ સાથે તારાથી પરિવરેલા ચન્દ્રની જેમ શોભતા જ સામે જોવા મળ્યા. રાજા ધન્ય બન્યો. દર્શનથી નેત્ર. વન્દનથી ગાત્ર (શરીર) અને વચનશ્રવણથી શ્રોત્ર ધન્ય બન્યાં. હૃદય ગદ્ગદ્ બન્યું. આંખો વિસ્ફારિત બની. મોં ઉપર પ્રસન્નતાનું તેજોવલય રચાઈ ગયું. રાજા તો મહેલમાં જઈ રાણીઓને કહેવા લાગ્યો. “તમે આવતી કાલની રાહ ન જુઓ. આજે જ શ્રીવજસ્વામી ભગવાનનાં દર્શન કરવા જાવ. તમારાં નેત્ર, ગાત્ર (દેહ) અને શ્રોત્ર (કાન) ધન્ય થશે - કૃતાર્થ થશે. તમારું જીવવું સાર્થક બની જશે.'' ૪૧ સમય થયો છે એટલે એઓના સંઘભક્તિના બીજા પ્રસંગોમાં ન જતાં છેલ્લા બે પ્રસંગો-એક સંઘભક્તિનો અને એક આત્મજાગૃતિનો વર્ણવી લઈએ. મહાપુરુષોના જીવનપ્રસંગોના ગાન ગાતાં તો ધરવ જ થતો નથી. ગુણ મેળવવાની ઝંખના છે ને ! તેમાંય આ તો જ્ઞાનગુણની વાત ! શ્રી કાંતિવિજયજી મહારાજે સુજંસવેલીમાં કહ્યું છે. “જ્ઞાનીના ગુણ ગાવતાંજી હુઈ રસનાની ચોખ.” (જ્ઞાની પુરુષના ગુણ ગાવાથી રસના - જીભ પવિત્ર થાય છે.) આવા જ્ઞાની ગુણ મહારાજ મળે તો પૂરેપૂરા સમર્પિત થઈ જવા જેવું છે. તેમને મોક્ષ જ મળે ત્યાં સુધી ભવોભવ તેમનો સાથ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨. જ્ઞાનપદ ભજીએ રે અને સથવારો મળે એવી પ્રાર્થના કરવાનું મન થાય છે. એક સજઝાયની એક કડીમાં આ વાત સરસ રીતે કહેવાઈ છે. . “જગ ઉપકારી હો જગહિત વત્સલો દીઠે પરમ કલ્યાણ, વિરહ મ પડશો એહવા ગુરુ તણો જાવ લહું નિરવાણ.” આવા વ્હાલા લાગે તેવા ગુરુની વાતો કરવી બહુ ગમે છે. તમને પણ ગમતી હશે એમ માનીને આટલી વાત કરી. હવે આપણે વજસ્વામી મહારાજની સંઘભક્તિનાં દર્શન કરીએ. કેવા કેવા કપરા સંયોગોમાંથી વિશ્વ પસાર થયું છે ! એ બધું જ્યારે બારીકાઈથી જોઈએ વિચારીએ ત્યારે તેનું સમ્યફ આકલન થાય છે. પ્રસંગ આ રીતે બન્યો છે : સામાન્ય રીતે શ્રી વજસ્વામીનું વિહારક્ષેત્ર પૂર્વના દેશમાં રહ્યું છે. ત્યાંથી તેઓ વિચરતાં વિચરતાં ઉત્તરના પ્રદેશમાં પધાર્યા. ત્યાં બનવું ન જોઈએ. આવા દિવ્ય-ભવ્ય વિભૂતિ જેવા મહાપુરુષ વિચરતા હોય ત્યાં અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ વગેરે ન રહેવાં જોઈએ. પણ વિષમકાળના પ્રભાવે ત્યાં દુકાળ પડ્યો. લોકોને અનાજની તંગી એવી પડી કે જે શ્રીમંત વર્ગ તરફથી સત્રશાળા ચાલતી હતી તે પણ બંધ થવા લાગી. જ્યાં જુઓ ત્યાં ભૂખમરાની બૂમ પડવા લાગી. કોઈ દહીં વેચવા મટકી લઈને આવે તો લોકો તેના વાસણને આંચકી લે ને દહીં સફાચટ કરી દે. દરિદ્ર માણસો તો હાડકાંના માળા જેવા થઈ રહ્યા. અરે ! સાધુ મહારાજ વ્હોરવા જાય તો તેમને ગૃહસ્થો ગૌચરીના દોષોની વાત સમજાવે. એટલે દુકાળના ભરડામાં સપડાયેલા સંઘે શ્રી વજસ્વામીને વિનંતી કરી. શ્રી વજસ્વામીજીએ પણ ઊંડી વિચારણા કરી. તેમની પાસે ગગનગામિની વિદ્યા હતી. આવા સંઘના પ્રયોજનમાં વિદ્યામંત્રનો ઉપયોગ કરવો તે કર્તવ્ય છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) ૪૩ તેવું વિચારીને તેઓએ એક વિશાળ જાજમ બિછાવી તેમાં સકલ સંઘને વિરાજમાન થવા માટે કહ્યું. બધા બેસી ગયા. રૂનું પુમડું આકાશમાં ઊડે તેમ એ જાજમ ઊડવા લાગી. જે ભાગ્યશાળી વ્યક્તિના ઘરમાં વજસ્વામી રહ્યા હતા તે ભાઈ દત્ત બાજુના ગામમાં ગયા હતા તે આવ્યા અને ઊડતી જાજમ અને તેમાં બેઠેલા અનેકાનેક ભાઈઓને જોયા. એટલે દત્તે વિચાર્યું હું તો રહી ગયો ! તુર્ત તેણે યુક્તિ કરી. માથાના વાળનો લોચ કરવા માંડ્યો અને પોકાર કર્યો ! ઠપકાના સૂરમાં જ કહ્યું કે હવે સાધર્મિક એવા મને રાખીને જાવ છો ! શ્રી વજસ્વામીના મનમાં કરુણા થઈ આવી. ગ્રન્થની પંક્તિ યાદ આવી. “સાધર્મિક વાત્સલ્યમાં, સ્વાધ્યાયમાં, ચારિત્રમાં અને શાસનપ્રભાવનમાં ઉજમાળ હોય તેને તો તારવા જ જોઈએ.' એ વિચારથી તેઓ નીચે આવ્યા અને શય્યાતરને સમાવી લીધો. અને ગગનમાર્ગે આગળ ને આગળ ઉપડ્યા. માર્ગમાં આવતાં ચૈત્યોનાં શિખરો જોઈ તેની વન્દના કરતાં કરતાં જ્યાં સુકાળ હતો તેવા જગન્નાથપુરીમાં આવી ગયા. શ્રીસંઘવાત્સલ્યનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રભાવક સાધુ કયારે પણ સંઘવિમુખ ન હોય. તેના હૃદયમાં સંઘ પ્રત્યેનું વાત્સલ્ય ભરપૂર હોય. આ સંઘવાત્સલ્યનું ઉદાહરણ સુંદર છે. પણ આનાથી ચઢિયાતી સંઘવાત્સલ્યની ચોંકાવનારી વાત હવે બને છે. ધનધાન્યથી સમૃદ્ધ એવી જગન્નાથપુરીમાં આવી તો ગયા. ચિંતા ટળી. જ્યાં ધાન્યના કણના ફાંફા હતા તેને બદલે તેના ભરેલા ભંડાર જોવા મળ્યા. ભારતમાં પાણીનો તો કયાંય દુકાળ નહતો. એક તો પાણીનો વપરાશ જ મર્યાદિત હતો અને પાણી સંઘરવાની કળા બરાબર બધાં જાણતાં અને અજમાવતાં હતાં. આંતરિક્ષનું વર્ષાજળ સંઘરવા માટે ટાંકાં ઘરઘરમાં રહેતાં હતાં. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જ્ઞાનપદ ભજીએ રે તળાવ, કૂવા પણ ભરેલા રહેતા માટે પાણીની અછત ક્યારે પણ લોકો અનુભવતા નહીં. જ્યારથી હોટલો, હોસ્પિટલો અને ફેક્ટરીઓ થઈ ત્યારથી પાણી બેફામ વેડફાય છે માટે તેની તંગી પડે છે. બાકી ભારતમાં તો જળભંડાર ભર્યા હતા. દુકાળ પડે તો અનાજની ખેંચ પડતી. લોકો ટળવળતા હતા. . ' પુરીમાં આવ્યા એટલે એકની શાંતિ થઈ પણ બીજો પ્રશ્ન જબરો આવ્યો. રાજા બૌદ્ધ હતો. પ્રજા પણ સહજ છે કે બૌદ્ધ ધર્માનુયાયી જ હોય. જૈનો ગમે તે કારણસર પ્રિય બનતા નથી. દ્વેષપાત્ર જ બની રહે છે, તે આજ સુધી જોવા મળે છે. જ્યાં જૈનો વસતાં હોય, જૈન સાધુ-સાધ્વીજી વસતાં હોય તે આજુબાજુની વસ્તીને પ્રિય નથી લાગતાં. મને ઘણા સમયથી આ પ્રશ્ન મૂંઝવે છે. વિશ્વના જીવોની મૈત્રી ઈચ્છનારો, જગના જીવપાપનું કલ્યાણ ચાહનારો ધર્મ અને તેના ધમ શા કારણથી અપ્રિય બને છે ? સંશોધનનો વિષય છે. હાં તો બૌદ્ધધર્માનુયાયી પ્રજાએ માળીની દુકાનમાંથી બધાં જ ફૂલો લેવા માંડ્યાં. જૈનો માટે પ્રભુપૂજા નિમિત્તે એક પણ ફૂલ રહેવા ન દીધું. આપણે પ્રભુપૂજામાં આજે જે સ્થાન ચંદન પૂજાનું છે તે પહેલાં પુષ્પપૂજાનું હતું. પ્રભુની પૂજામાં બીજાં દ્રવ્યોની જરૂરત ગણાતી નહતી. પણ ફૂલ તો જોઈએ જ. આજે ફૂલ વિના બિલકુલ ચાલે, જે બિનજરૂરી છે તે દૂધ વિના ન ચાલે, ચંદન વિના ન ચાલે તેવી તમારી સ્થિતિ છે. આમ કરતાં પજુસણના દિવસો આવ્યા. આ દિવસોમાં તો જૈનનો એક બચ્ચો પણ પ્રભુની પૂજા વિનાનો ન રહે અને પ્રભુજીની પૂજા માટે ફૂલ તો જોઈએ જ. હવે માળીની દુકાનમાં For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) ૪૫ તો ફૂલની પાંદડી મળતી નથી. જેવી રીતે ગામ બહાર શિવની/જક્ષની પ્રતિમાને બિલીપત્ર-તુલસી પણ ચઢે. તેમ ત્રિલોકના નાથ અર્હત્-ને ચઢાવવાનું થાય તે તો મહાદુઃખનું કારણ બને. તેથી સંઘનાં ઘણાં ભાઈઓ-બહેનો શ્રી વજસ્વામી મહારાજ પાસે આવીને રડતી આંખે વારંવાર કહેવા લાગ્યાં. કરુણાસાગર શ્રી સંઘવાત્સલ્યના સ્વામી વજસ્વામી ભગવાનને થયું વળી વિદ્યાનો ઉપયોગ કરવાનો અવસર આવ્યો છે. તેથી ગગનગામિની વિદ્યાના સહારે તેઓ જગન્નાથપુરીથી માહેશ્વરીપુરીના નગરની બહારના હુતાશન નામના ઉદ્યાનમાં પધાર્યા. તડિત નામના માળીને મળ્યા. આ માળી વજસ્વામીના પિતા ધનગિરિજીના મિત્ર થતા હતા. માળી તો વજસ્વામીના દિવ્ય દેદારને જોઈ ખુશખુશ થઈ ગયો. મારે ત્યાં અકાળે આંબા ફળ્યા ! પધારો...પધારો ફરમાવો. શું સેવા કરું ? વજ્રસ્વામી ભગવાન કહે મારે પુષ્પોથી પ્રયોજન છે. ને તે તું આપી શકે તેમ છે. માળી તો વાત સાંભળીને ખૂબ ખુશીમાં આવી ગયો. તે કહેતો “મારા બગીચામાં રોજ ૨૦ લાખ ફૂલ ઊતરે છે. એક દિવસના ફૂલ આજે આમ સ્વીકારીને લાભ આપો !' વજસ્વામી મહારાજે કહ્યું. બધી તૈયારી કરી રાખો. હું હમણાં આવું છું. એમ કહીને તેઓ લઘુ હિમવંત પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં પદ્મહદમાં પધાર્યા. ત્યાં શ્રીદેવી પોતે એક વિશાળ કમળ લઈને દેવાધિદેવની પૂજા માટે જઈ રહ્યાં હતાં. શ્રીદેવી વજસ્વામીજીને જોઈને આભાં જ બની ગયાં. પોતે અર્ધવનત થઈને વંદના કરી પોતાના મુકુટમાં જડેલા લાલ મણીની કાંતિથી વજસ્વામીના ચરણના નખ પણ લાલ થઈ ગયા. શ્રીદેવી પૂછે છે ‘પ્રભો ! શું લાભ આપશો !' વજસ્વામીજી કહે કે આ તમારા હાથમાં જે પદ્મ છે તેનું પ્રયોજન છે. શ્રીદેવી કહે આ શું કહ્યું ! હું તો ઇન્દ્ર મહારાજના બગીચાનાં For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ " જ્ઞાનપદ ભજીએ રે પુષ્પો પણ આણી આપું તેમ છું. એમ કહી એ પવ અર્પણ કર્યું વજ મહારાજે વિદ્યાના બળથી મોટા વિમાનની વિકુવણા કરી અને તેમાં આ મોટું કમળ મૂકયું અને આવ્યા મહેશ્વરી ઉદ્યાનમાં. ત્યાંથી ૨૦ લાખ ફૂલો પેલા વિમાનમાં શ્રીદેવીના કમળની અડખેપડખે ગોઠવાવ્યાં અને ઉપડ્યા જગન્નાથપુરી. જ્યાં વિમાન નગર ઉપર આવ્યું ત્યાં બધા બૌદ્ધો એમ જ માનવા અને બોલવા લાગ્યા કે. આ વિમાન બૌદ્ધ ધર્મ માટે આવ્યું છે. બૌદ્ધ ધર્મનો જયજયકાર : થઈ રહ્યો છે. પણ જ્યાં વિમાનનું અન્ના ચૈત્ય પાસે અવતરણ થયું ત્યારે બૌદ્ધોના મોં વિલખાં પડી ગયાં. ચૂપ થઈ ગયાં. ચોકી ઊઠ્યા. અમે વિચારતા'તા કાંઈક ને આ બન્યું પણ કાંઈક. અહના ઉપાસકો તો આ ૨૦ લાખ પુષ્પો વત્તા શ્રીદેવીના અતિ વિશાળ કમળને જોઈ પ્રભાવિત થયા જ પણ બૌદ્ધો પણ આવા દૈવી વિલક્ષણ ચમત્કારથી ખૂબ જ ચમત્કૃત થયા જ. પણ બૌદ્ધ ધર્મનુયાયીના મન ઉપર આની ઘણી અસર થઈ. અરે ! થાવત્ ત્યાંના રાજા પણ આ શ્રી વજસ્વામીના દિવ્ય પ્રભાવપૂર્ણ વ્યક્તિત્વથી અંજાઈ ગયો અને અહંનો ઉપાસક થઈ ગયો. પં. પદ્યવિજયજી મહારાજે ગાયું છે : બૌદ્ધ રાયને પણ પ્રતિબોધ્યો કીધો શાસનરાગી રે, શાસનશોભા વિજયપતાકા અંબર જઈને લાગી રે. આપણે આ રીતે શ્રી વજસ્વામી મહારાજના શ્રી સંઘ પ્રત્યેના વાત્સલ્યનો પ્રસંગ જોયો. તેમાં તેમની વિદ્યા-લબ્ધિ અને મંત્રશક્તિનો પરિચય મેળવ્યો. હવે તેમની આત્માની જાગૃતિ અને સંયમની પ્રીતિ કેવી હતી તે જોઈએ. અરે ! તેઓના રોમરોમમાંથી વૈરાગ્ય કેવો નીતરતો For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) ૪૭ હતો કે જ્યારે જ્યારે આર્યરક્ષિત મહારાજ તેઓ પાસે ભણવા જઈ રહ્યા હતા ત્યારે વચમાં વયોવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે વન્દનાર્થે ગયા. તેઓએ કહ્યું કે મારો અંતકાળ નજીક છે. નિર્યામણા કરાવીને પછી જજો અને એક વાત ખાસ યાદ રાખજો કે શ્રી વજસ્વામી પાસે તમે જાવ ત્યારે તેમની પાસે ખૂબ ભણજો. લેવાય એટલું લેજો. પણ રહેજો જુદી વસતિમાં. કારણ કે તમારી શાસનને ખૂબ જરૂર છે. જો તમે શ્રી વજની વસતિમાં રહેશો તો તમને પણ તેમની સાથે જ અણસણ કરવાની ઈચ્છા થઈ આવશે. તેમના અણુ-પરમાણુમાંથી સતત એવો વૈરાગ્યરસ ઝરે છે જે તેમના સ્થાનમાં રાત વીતાવે તેને એવો જ પરિણામ થઈ આવે. માટે તમે અલગ વસતિમાં રોકાજો. અને બન્યું પણ તેવું જ. જેવા આર્યરક્ષિત મહારાજ શ્રી વજસ્વામી પાસે પહોંચ્યા ત્યારે જુદી વસતિમાં પાત્રા-ઉપધિ મૂકીને ગયા. શ્રી વજસ્વામીજીએ તુર્ત કહ્યું કે તમારાં પાત્રા ઉપધિ ક્યાં છે ! આર્યરક્ષિતજી કહે છે ત્યાં બીજા મુકામમાં મૂકીને આવ્યો છું. ‘તારે ભણવું છે અહીં અને રહેવું છે બીજું ?' આર્ય રક્ષિતજીએ અત્યંત વિનયથી કહ્યું કે “મને આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજે કહ્યું છે. તેથી આમ કર્યું છે.’ શ્રી વજસ્વામીજીને તુર્ત સ્વીકાર કર્યો! હા. તો તો બરાબર છે. એટલે વજસ્વામીજીનું જીવન વૈરાગ્યથી ભરપૂર હતું. અપ્રમત્તતા=ક્ષણેક્ષણની સતત જાગૃતિ એ સંયમનો પ્રાણ છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં આવે છે કે મુત્તા અમુળી મુળળો સા શાંતિ (જે સૂતેલા છે તે અમુનિ છે, મુનિઓ તો સતત જાગતા હોય છે.) સૂતેલા એટલે પ્રમાદી, સંયમજીવનને વીસરી ગયેલા. નિઓ સતત જાગરુક હોય છે. પળેપળ તેઓ જીવંત હોય છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ४८ જ્ઞાનપદ ભજીએ રે એક દિવસની વાત છે - શ્રી વજસ્વામી મહારાજને કફ થયો છે. તેથી એક સાધુ મહારાજને કહ્યું કે સુંઠનો ગાંઠિયો લઈ આવો ! તે લાવ્યા. વજસ્વામી મહારાજને એમ કે ગૌચરી વાપર્યા પછી ઉપયોગમાં લઈશું. એમ મનમાં લાવીને ગાંઠિયો કાને ભરાવ્યો. “વીસરે નહીં પણ એ વિસરીયો.” સદા, અપ્રમત્ત મુનિવર પણ એ વીસરી ગયા. સાંજે પ્રતિક્રમણ વેળાએ મુહપત્તિનું પડિલેહણ કરતી વેળાએ એ ગાંઠિયો કાન ઉપરથી પડ્યો ત્યારે ખ્યાલ આવ્યો. પોતાની જાતને ધિક્કારવા લાગ્યા. (હા હા ધિલ્ડ પ્રમોડ્યું મોતિ નિનિન્દ્ર (૧૩/૧૦) હવે આયુષ અલ્પ જણાય છે. અણસણ સ્વીકારી લેવું જોઈએ એમ વિચારીને પોતાના મુખ્ય શિષ્ય વજસેનને બધુ ભળાવે છે. દુકાળ પડ્યો. આ દુકાળ બાર વર્ષ ચાલશે. જે દિવસે એક લાખ સોનૈયે એક કુટુંબનું ભોજન થાય તેના બીજા દિવસે સુકાળ થશે. એમ કહીને પોતે અણસણ કરવા પધાર્યા. અહીંયાં એક બહુ ધ્યાન દેવા જેવી ઘટના બની. શ્રી વજસ્વામી ભગવાન વિદ્યા દ્વારા ગૌચરી લાવી સાધુઓનો નિર્વાહ કરતા. સાધુઓને પણ થયું કે આવા પિંડથી આ પિંડને પોષવા કરતાં તો અણસણ કરવું લાભનું કારણ છે. તેથી શ્રી વજસ્વામી વગેરે ઠીક ઠીક સંખ્યામાં સાધુઓ સાથે અણસણ ગ્રહણ કરવાની દૃષ્ટિએ ગામ બહારના પર્વત ઉપર પધાર્યા. સાથે એક બાળ સાધુ આવવા લાગ્યા. બધાએ તેમને વાર્યા. ગુરુ મહારાજે પણ ના કહી. ગુરુ મહારાજને અપ્રીતિ ન થાય તે માટે થોડીવાર રોકાઈને એક બીજી ટેકરી ઉપર અણસણ સ્વીકાર્યું. થોડીવારે દેવોનું આકાશ માર્ગે આગમન જોઈને સાધુઓએ શ્રી વજને પૂછ્યું “દેવો કેમ આવે છે.” ગુરુ મહારાજ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) ૪૯ કહે કે બાળ સાધુનું કાર્ય સિદ્ધ થયું છે. તેનો મહિમા મહોત્સવ કરવા દેવો આવે છે. ત્યારે વૃદ્ધ સાધુઓને થયું આપણે પણ આપણું કાર્ય સાધી લઈએ. એવામાં જ એક શ્રાવક આવ્યો. કહે કે આ પારણાને યોગ્ય દ્રવ્યો લાવ્યો છું. પારણું કરી લો. સાધુઓ જ્ઞાની હતા. કળી ગયા. અહીંના ક્ષેત્રપાળને આ ગમ્યું નથી. આપણે અન્યત્ર જવું જોઈએ. અપ્રીતિ હોય ત્યાં અણસણ પણ ન થાય. નજીકના બીજા પહાડ ઉપર શ્રી વજસ્વામી સમેત બધા પધાર્યા. ત્યાં અણસણ લીધું. કાર્ય સિદ્ધ થયું. દેવો આવ્યા. ઈન્દ્ર મહારાજ પણ આવ્યા. સમગ્ર પર્વતને પ્રદક્ષિણા દીધી. ત્યારથી એ પહાડનું નામ જ રથાવર્તગિરિ પડી ગયું. એ પહાડ અમર થઈ ગયો! આ બાજુ વજસેન મહારાજ વિહાર કરતાં કરતાં સોપારકનગરમાં પધાર્યા. આજનું સફાલા (જે મુંબઈ શહેરની નજીકમાં છે તે) છે ત્યાં જિનદત્ત નામના શ્રાવક છે. ઈશ્વરી નામની તેમની પત્ની છે. ધાન્યની તંગી એવી છે કે ઘરમાં એક પણ દાણો નથી. હવે જીવવું કેમ ? તેથી જ્યારે એક હાંડલી જેટલા ચોખા ૧ લાખ સોનૈયે મળવા લાગ્યા. તે લીધા. તેમાં ઝેર ભેળવીને હવે જીવનનો અંત લાવી દઈએ. યોગાનુયોગ પુણ્યબળે એ જ દિવસે શ્રી વજસેન મહારાજ પધાર્યા. જિનદત્ત શ્રાવકનો પરિવાર તો રાજી રાજી થઈ ગયો. આવો અદ્ભુત લાભ મળશે. શ્રી વજસેનસૂરિ મહારાજે કહ્યું કે હવે આવતી કાલથી સુકાળ થશે ત્યારે જિનદત્તનાં શ્રાવિકા પૂછે છે કે આ તમારી મેળે કહો છો કે કોઈએ તમને કહ્યું છે ! એટલે વજસેનસૂરિ મહારાજે કહ્યું કે ગુરુ મહારાજે કહ્યું હતું. પછી તો For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જ્ઞાનપદ ભજીએ રે સાચે જ બીજા દિવસે અનાજથી ભર્યુંભર્યું મોટું વહાણ આવ્યું અને સર્વત્ર છત થઈ ગઈ. જિનદત્ત શ્રાવકે ઠાઠમાઠથી પ્રભુજીની પૂજા કરી. પુષ્કળ અનુકંપાદાન કર્યું અને પરિવાર સાથે શ્રી વજ્રસેનસૂરિ મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. તેમના ચાર પુત્રોના નામે ચાર શાખા નીકળી તે તેના નામ પ્રમાણે છે. આ બધું તમારે જાણવું જરૂરી છે. દીક્ષામહોત્સવમાં તો જવાનું થાય છે. ત્યારે જે નામકરણ કરવામાં આવે છે, ત્યારે વયરી શાખા ચાન્દ્રકુળ બોલાય છે તે આજ મહાપુરુષના નામે છે. આ ચારે નામ આ પ્રમાણે છે- અને તે તે કુળમાં મોટા પ્રભાવક પુરુષો થયા છે. જેમ કે નિવૃત્તિકુળમાં શીલાંકસૂરિ મહારાજ, નાગેન્દ્ર કુળમાં ઉદયપ્રભસૂરિ મહારાજ, ચન્દ્રકુળમાં સમગ્ર વડગચ્છતપાગચ્છ આવે છે અને વિદ્યાધર કુળમાં ભવિરાંકિત હરિભદ્રસૂરિ મહારાજ જેવા મહાપુરુષો થયા છે. આવા વિદ્યાના સાગર સમા વિરલ કોટિના દશ પૂર્વધર મહાપુરુષ શ્રી વજસ્વામી મહારાજનાં ચરણોમાં આજના જ્ઞાન પાંચમના પવિત્ર દિવસે પ્રણામ કરીએ, વન્દના કરીએ. કૃપાપૂર્ણ આશીર્વાદની પ્રાર્થના કરીને જ્ઞાનનાં રાગી, આરાધક અને ઉપાસક બની રહીએ. પરમજ્ઞાની શ્રી વજસ્વામીજીના જીવનની ઝલક ♦ મનોહર માળવા દેશ આજનું એમ.પી. –મધ્યપ્રદેશ. • તુંબવન સંનિવેશ – આજનું મંદસૌર. - ધનિગર એને સુનંદા બે જણાં પતિ-પત્ની. વજસ્વામી તેઓનો દીકરો. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પરમજ્ઞાની શ્રી વજસ્વામીજીના જીવનની ઝલક ૫૧ • દીકરો જભ્યો ત્યારે સખી બોલી : એના બાપાએ દીક્ષા ન લીધી હોત તો બાળકનો જન્મનો ઉત્સવ કેવા ઊછળતા ભાવે કરત ! • વાતમાં આવેલા દીક્ષા શબ્દને સાંભળતાં જ બાળક વજને જાતિસ્મરણશાન થયું અને તેણે સચિત્ત-કાચું પાણી-કાચું અનાજ વગેરેનો ત્યાગ કર્યો. - ધનગિરિ મહારાજ અને સુનંદાના ભાઈ મહારાજ શ્રી આર્યસમિત ગોચરી માટે આવ્યા. • સુનંદાએ બાળક વ્હોરાવી દીધો. • ધનગિરિ મહારાજે આજુબાજુનાં પડોશીને સાક્ષી રાખ્યાં. • આચાર્ય ગુરુ મહારાજ શ્રી સિંહગિરિજી મહારાજે પૂછ્યું, આ વજ જેવું ભારેભારે શું લઈ આવ્યા છો? બાળકનું નામ વજ એ રીતે પડ્યું. છ મહિનાના જ હતા તેથી સાધ્વીજી મહારાજ હસ્તક કુશળ શ્રાવિકાને સોપવામાં આવ્યા. સુનંદાએ શ્રાવિકાને ઘેર શાણા સમજુ તરીકે જોયા. પાછા મેળવવાનું મન થયું. રાજાને ત્યાં વાત કરી. રાજા કહે જેની પાસે જાય તેનો બાળક થાય. માતાનો હક્ક પહેલો. સુનંદા તો રમકડાં અને સુખડી વગેરે બાળક યોગ્ય આકર્ષણો લઈને રાજસભામાં ગયાં. બાળક વજ તે જોઈને ચલિત ન થયા. ગુરુમહારાજે ઘો બતાવ્યો તે બાળક વજે દોડીને લઈ લીધો. સાધ્વીજીના મુખથી અગિયાર અંગ સૂત્ર સાંભલીને બાળક વજને યાદ રહી ગયા. તેમને ગત જન્મના જ્ઞાનના સંસ્કારથી પરાવર્તના સ્વાધ્યાયથી પદાનુસારી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. જેથી એક હજાર ગાથામાં ગમે તે એક ગાથા સાંભળતાં યાદ રહી જતું. આ સમયે ઉંમર ત્રણ વર્ષની હતી. ન For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પર જ્ઞાનપદ ભજીએ રે આપવા માંડ્યા. - જ્યારે આઠ વર્ષના થયા ત્યારે આચાર્ય શ્રી સિંહગિરિ મહારાજે દીક્ષા આપી. બધું જ ભણી લીધું હતું છતાં બાળવય સુલભ એકવાર વાચના આપવાનું મન થયું. બધા સાધુ મહારાજ બહાર પધાર્યા હતા ત્યાં બધાના વીટીયા મૂકી વાચના આપવા માંડ્યા. મોટા મહારાજ પહેલાં પધાર્યા તેમણે સ્વર સાંભળ્યો. બાળસાધુ વજે બધા વીટીયા ઠેકાણે મૂકી દીધા. ગુરુ મહારાજને ખ્યાલ આવ્યો કે વજ જ્ઞાની છે. આ વાતની ખબર બધા સાધુને આવે તો જ્ઞાનીની આશાતનાથી બચી જાય. તેથી બધા સાધુ સાંજે વંદન કરવા આવ્યા ત્યારે આચાર્ય શ્રી સિંહગિરિ મહારાજે કહ્યું કે ૨-૩ દિવસ અમારે બહાર જવાનું છે. સાધુ સમુદાયે પૂછ્યું કે અમારે ગ્રન્થ ચાલે છે તો વાચનાનું? આચાર્ય શ્રી સિંહગિરિ મહારાજ કહે કે વજ વાચના આપશે. આ સાંભળી સાધુવૃદમાંથી કોઈ સાધુએ મોં મચકોડ્યું નહીં. આ ગુણના કારણે શ્રી સિંહગિરિના શિષ્યોની પ્રશંસા આજ સુધી થાય છે. શ્રી વજસ્વામીમાં જ્ઞાન વિષયક એવી શક્તિ હતી કે જેને પાઠ આપે તેને એ ગાથા અઘરી હોય, લેનારનો ક્ષયોપશમ અલ્પ હોય તો પણ એ ગાથા તુર્ત આવડી જાય. ત્રણ દિવસ પછી ગુરુ મહારાજ પધાર્યા. સાધુઓને પૂછ્યું કે વાચના કેવી રહી ? સાધુ સમુદાયે કહ્યું કે આપશ્રી હજી વધુ બહાર રહ્યા હોત તો અમને એટલી વધારે મઝા આવત. ગુરુ મહારાજે કહ્યું કે વજ નાની વયમાં કેવા જ્ઞાની છે ! આવા જ્ઞાનીની આશાતના ન કરાય. એ જણાવવા જ અમે વિહાર કર્યો હતો. તમે ફરીથી એ બધું ભણી લેજો. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શ્રી વજસ્વામીજીની સજઝાય શ્રી સિંહગિરિ મહારાજે એકવાર કહ્યું કે મારી પાસે હતું તે જ્ઞાન તમે લઈ લીધું છે. હજી તમારી શક્તિ છે તેથી વધુ જ્ઞાન આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે જવાથી મળી રહેશે. તેથી વજસ્વામી આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે ગયા. ત્યાં રહ્યા. ભણ્યા. વજસ્વામીજીના હૃદયમાં એવો વૈરાગ્ય હતો કે જે સ્થાનમાં તેઓએ સંથારો કર્યો હોય તે વસતિ–ઉપાશ્રયમાં જે સંથારો કરે તેને વજસ્વામી જ્યારે અણસણ સ્વીકારે ત્યારે અણસણ લેવાનો વિચારભાવ થાય. પછી દેવમિત્ર પાસેથી આકાશગામિની લબ્ધિ અને વૈક્રિયલબ્ધિની વિધિ મળી. તેઓશ્રી સંયમપાલનમાં પણ સજાગ હતા. તેઓશ્રીમાં સંઘની ભક્તિ પણ ઉત્કૃષ્ટ પ્રકારની હતી. • એકવાર દુકાળ હતો તો સંઘને સુકાળ હોય ત્યાં મૂક્યો. - સંઘ માટે પ્રભુની પૂજા કરવા માટે વીસ લાખ ફૂલ લાવ્યા. પંડિત પદવિજયજી મહારાજરચિત શ્રી વજસ્વામીની સઝાય સાંભળજો તમે અદ્ભુત વાતો, વયર કુંવર મુનિવરની રે; ષટ મહિનાના ગુરુ ઝોળીમાં, આવે કેલિ કરતા રે, ત્રણ વરસના સાધવી મુખથી, અંગ અગીયાર ભણંતા રે. સાંવ ૧ રાજસભામાં નહિ ક્ષોભાણા, માત સુખલડી દેખી રે; ગુરુર્વે દીધાં ઓઘો મુહપત્તિ, લીધાં સર્વ ઉવેખી રે. સાંવર ગુરુ સંગાથે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે; બાળપણાથી મહા ઉપયોગી, સંવેગી શિરદાર રે. સાં૦ ૩ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જ્ઞાનપદ ભજીએ રે કોળા પાક ને ઘેબર ભિક્ષા, દોય ઠામેં નવિ લીધી રે; ગગનગામિની વૈક્રિય લબ્ધિ, દેવે જેહને દીધી રે. સાંઇ દશપૂરવ ભણિયા જે મુનિવર, ભદ્રગુપ્ત ગુરુ પાસે રે; ક્ષીરાશ્રવ પ્રમુખ જ લબ્ધિ, પરગટ જાસ પ્રકાશે રે. સાંવ ૫ કોટિ સેકડો ધનને સંચ, કન્યા રૂક્િમણિ નામે રે, શેઠ ધનાવહ દિયે પણ ન લીયે, વધતે શુભ પરિણામે રે. સાંવ ૬ દેઈ ઉપદેશ ને રૂક્મિણિ નારી, તારી દીક્ષા આપી રે, યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે. સાં) ૭ સમકિત શિયળ-તુંબ ધરી કરમાં, મોહસાગર કર્યો છોટો રે; તે કેમ બૂડે નારી-નદીમાં, એ તો મુનિવર મોટો રે. સાંઇ ૮ જેણે દુર્ભિશે સંઘ લેઇને, મૂકયો નગર સુકાળ રે; શાસન શોભા ઉન્નતિ કારણ, પુષ્પ પદ્મ વિશાળ રે. સાંd ૯ . બૌદ્ધરાયને પણ પ્રતિબોધ્યો, કીધો શાસન. રાગી રે; શાસન શોભા વિજય પતાકા, અંબર જઈને લાગી રે. સાંવ ૧૦ વિસર્યો સૂઠ ગાંઠિયો કાને, આવશ્યક વેળા જાણ્યો રે; વિસરે નહીં પણ એ વિસરિયો, આયુ અલ્પ પિછાણ્યો રે. સાંવ ૧૧ લાખ સોનૈયે હાંડી ચડે તિણે, બીજે દિન સુકાળ રે; એમ સંભળાવી વયરસેનને, જાણી અણસણ કાળ રે. સાંવ ૧૨ રથાવતગિરિ જઈ અણસણ કીધું, સોહમહરિ તિહાં આવે રે; પ્રદક્ષિણા પર્વતને દેહને, મુનિવર વંદે ભાવે રે. સાંવ ૧ ધન્ય સિંહગિરિ સૂરિ ઉત્તમ, જેહના એ પટધારી રે; પદ્મવિજય કહે ગુરુપદપંકજ, નિત્ય નમિયે નરનારી રે. સાંવ ૧૪ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૫ વાત એમ છે કે એક વખત વજસ્વામી મહારાજ પાટલીપુત્ર હાલનું પટના તરફ વિહાર કરતા હતા. ત્યારે પાટલીપુત્રના રાજાને સમાચાર મળ્યા કે આચાર્ય શ્રી વજસ્વામી મહારાજ આવતીકાલે પાટલી-પુત્રનગર પધારે છે. તેથી બીજા દિવસે રાજા આચાર્ય વજને વંદન કરવાના લોભે સામે ગયા, તો તેઓ કુલ ૫૦૦ (પાંચસો) શિષ્યો સમેત પધારતા હતા. તેથી રાજાને પહેલાં જે વૃન્દ મળ્યું તેમાં જે મુખ્ય હતા તેને જ રાજાએ વજસ્વામી માન્યા અને એમ માનીને વંદન કર્યા પૂછ્યું આપ જ વજસ્વામી છો ! ત્યારે શિષ્યોએ કહ્યું કે ખજૂઓ અને સૂર્યની તમે ક્યાં સરખામણી કરો છો ! આ પ્રસંગે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે સાધુઓનું વર્ણન સુંદર કર્યું છે. | (પરિશિષ્ટ પર્વ : સર્ગ બાર) જે સાધુ મળ્યા તે બધાં તેજસ્વી હતા. મધુર આકારવાળા હતા, મોં વિકસેલું હતું. સર્વ સાધુ વૃન્દ પ્રિયભાષી હતું. સર્વસાધુના હૃદયમાં કરૂણા ઉભરાતી હતી. બધાં જ સાધુ સમતાશાળી હતી. બધાં જ સાધુ મમતા વિનાના હતા. બધાં જ સાધુ મમતા વિનાના હતા. આમ સાત વિશેષણો સાધુનાં દર્શાવ્યાં છે. બધા સાધુવૃન્દ પછી ગજરાજની જેમ મહાલતા વજસ્વામી પધાર્યા. - રુકિમણી નામની કન્યાને ઉપદેશ આપીને જે લગ્ન કરવા ઈચ્છતી હતી તેને દીક્ષા આપી. બે વખત શ્રી સંઘની યાદગાર ભક્તિ કરી. શ્રી સંઘને પુષ્પપૂજા માટેનાં ફૂલ મળતાં ન હતાં તો આકાશગામિની વિદ્યાનો સંઘને માટે ઉપયોગ કરીને ૨૦ લાખ ફૂલ લાવી આપ્યાં. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે • દુકાળમાં શ્રીસંઘ સીદાતો હતો તેને હાલનું જગન્નાથપુરી જ્યાં સુકાળ હતો ત્યાં મૂકીને શ્રીસંઘ પ્રત્યેનું વાત્સલ્ય દર્શાવ્યું. ♦ વૈરાગ્ય પણ વજસ્વામીનો! એવું કહેવાનું મન થાય તે રીતે તેઓએ રથાવર્ત્તગિરિ જઇને અણસણ સ્વીકાર્યું. ૫૬ એક બાળ સાધુ હતા તેમણે પણ શ્રી વજ્રસ્વામી ભગવાને જે રીતે અણુસણ સ્વીકાર્યું તે રીતે અણસણનો ભાવ કર્યો અને અણસણ કરીને બધા દેવલોકે પધાર્યા. પરમજ્ઞાની શ્રી વજસ્વામી ભગવાનનો જય હો ! જય હો ! જય હો ! પુંડરીક - કંડરીકની સજઝાય (શ્રી સ્થૂલભદ્ર મુનિગણમાં શિરદાર જો... એ દેશી) પુંડરીક કંડરીક દોય બંધવ મનોહાર જો, ભાવચરણ ને દ્રવ્યચરણના ધાર જો, કંડરીક રાજ્ય ત્યજીને ત્યાગે સંચર્યા જો ।। ૧ ।। સંચરીયા પણ મન નહિ દૃઢ વૈરાગ્ય જો, દેખી રાજ્યની ઋદ્ધિ ચલ્યા નિર્ભાગ્ય જો, સમય ગયે હીણ પરિણતિએ પાછા ફર્યા જો. ॥ ૨ ॥ પાછા ફરીને આવ્યા નયર બહાર જો, ઉંચે મુકયો વેષ મુનિનો સાર જો, વિષ વંછે તે અમૃત જેને નવિ ગમ્યું જો. ।। ૩ ।। For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પુંડરીક - કંડરીકની સજ્ઝાય નવિ ગમી ષટજીવનિકાયની રક્ષા જો, આદર્યું અધૂરું મૂકે એહી અદક્ષા જો, સાંભળી પુંડરીક તિહાં જઈને એમ કહે જો. ॥ ૪ ॥ કહે તમે આ શું કીધું ? મહારાજ જો, ભાગ્યે પામ્યા મુનિપણું શુભ કાજ જો, ચંચળ મનને એક સિદ્ધિ ન સંભવે જો. // ૫ || વિ સંભવ પણ હું ચાહું સુખ ભોગ જો, કહે લઘુ ભ્રાતા યોગ્ય નહિ મુજ યોગ જો, સુખમાં સરખો ભાગ છે બન્ને ભાઈનો જો. ।। ૬ ।। ભાઈ કહે અમે પ્રથમ જ તમને ભાખ્યું જો, રાજ્ય કરો પણ નવિ રહ્યું અમે રાખ્યું જો. આપો વેષ અમોને રાજ્ય તમે ગ્રહો જો. ॥ ૭ || ગ્રહે મુનિનો વેષ તિહાં પુંડરીક જો, છત્ર મુકુટ ધરી ભૂપ થયો કંડરીક જો, ષટ રસ નવરસ ભોગ ભજે અતિદર્ષથી જો. ॥ ૮ ॥ દર્પ ધર્યો પણ રહ્યો નહિ એક રાત જો, વિશૂચિકાએ સાતમી નરકે જાત જો, પાળે પુંડરીક સંયમ વધતે ભાવશું જો. / ૯ / ભાવે સહે પરીસહ શીત અપાર જો, કાળ કરી નિશિ લવસત્તમ સુર ધાર જો, ઉત્તરાધ્યયને ધર્મધુરન્ધર વીર વદે જો. ॥ ૧૦ ॥ For Personal & Private Use Only ૫૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પુંડરીક-કંડરીકની કથા પુંડરીક ને કંડરીક બંને સગા ભાઈઓ હતા, તેમના પિતા મહાપદ્મ રાજાએ તે બંનેને મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયની પુંડરીકિણીનગરીનું રાજ્ય સોંપીને ચારિત્ર સ્વીકાર્યું હતું. બંને બન્ધુઓ સારી રીતે રાજ્યપાલન કરતા હતા. એકદા મોટાભાઈ પુંડરીકે કંડરીકને કહ્યું કે આ રાજ્યભાર તમે સંભાળો, અમે સંયમ લઈશું, ત્યારે કંડરીકે કહ્યું કે “મોટાભાઈ ! શું મને આ સંસારમાં રઝળાવનાર ભાર સોંપવો છે ને તમારે છૂટી જવું છે? આપ રાજ્ય કરો ને હું દીક્ષા લઉં ?' જ્ઞાનપદ ભજીએ રે લાંબી વાતચીતને અંતે પુંડરીકે રાજ્ય કરવું અને કંડરીકે દીક્ષા લેવી એવો નિર્ણય થયો. કંડરીકે દીક્ષા લીધી અને વિવિધ તપ અને અભિગ્રહપૂર્વક ચારિત્રપાલન કરવા લાગ્યા. બીજી બાજુ વિરક્ત મને પુંડરીક રાજ્યપાલન કરવા લાગ્યા. કેટલોક કાળ વીત્યા બાદ એક દિવસ કોઈ એક રાજાની રાજ્યસંપત્તિ અને ભોગસામગ્રી જોઇને કંડરીકનું મન ચલાયમાન થયું ને તેણે વિચાર્યું કે આ તપ-જપનાં કષ્ટ હું ફોકટ સહન કરું છું, પ્રત્યક્ષ સુખ મૂકીને શા માટે પરોક્ષ સુખને માટે દુઃખ વેઠવું. એમ ને એમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિચાર કરતાં એ પુંડરીકિણીનગરીના ઉદ્યાનમાં આવ્યા અને સાધુવેષ ઊંચે એક વૃક્ષની ડાળે મૂકીને લીલા ઘાસવાળી જમીન ઉપર આસન જમાવીને બેઠા. ઉદ્યાનપાલકે મહારાજા પુંડરીકને ખબર આપી. તે સપરિવાર ત્યાં આવ્યા. ભગ્નપરિણામવાળા કંડરીકને ખૂબ સમજાવ્યા પણ કોઈ રીતે તે સમજ્યા નહિ ત્યારે પુંડરીકે પોતાનો રાજાનો વેષ ઉતારીને તેને સોંપ્યો ને તેનો મુનિનો વેષ પોતે લઈ લીધો. ચિરચિંતિત ભોગો ભોગવવામાં ચકચૂર બની કંડરીકે જીવન ગુમાવ્યું. તે જ રાત્રિએ કંડરીકને વિશુચિકા- ઝાડા ને ઊલટી થઈ ને દુર્ધ્યાન ધ્યાતાં તેણે પ્રાણ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૯ પુંડરીક - કંડરીકની કથા ગુમાવ્યા. તે મરીને સાતમે નરકે ગયો. આ બાજુ પુંડરીક મહામુનિભાવની વિચારણા કરતાં ગુરુ મહારાજશ્રી પાસે શુદ્ધ વિધિપૂર્વક સંયમ લેવાની ભાવનાથી ત્યાંથી વિહાર કરી ગયા. કોઈ એક ગામમાં જે લખુંસકું શુદ્ધ અન્ન પ્રાપ્ત થયું તે વાપરી રાત ત્યાં રહ્યા. તે રાત્રિએ ખૂબ સખત ઠંડી પડી ને શુદ્ધ ધ્યાન કરતા કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. અનન્સલબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામીજીએ આ વાત શ્રી વજસ્વામીજીના જીવ તિર્યજાંબુકદેવને શ્રી અષ્ટાપદ પર્વત ઉપર યાત્રાર્થે પધાર્યા ત્યારે કહી હતી. સંયમભાવના આરાધક-વિરાધકને કેવાં ફળ મળે છે તે આમાં સ્પષ્ટ છે. (સ્વાધ્યાય રત્નાવલિ : ભરતેશ્વર બાહુબલી સજઝાય અંતર્ગત પુંડરીક-કંડરીક સજઝાય અને કથા લેખક : આ. શ્રી ધર્મધુરન્ધરસૂરિ મહારાજ) – ion – મૂરખના રે આઠ ગુણ મુખ ઉચરે, मूर्खत्वं हि सखे ममाभिरुचितं यस्मिन् यदष्टौ गुणाः, निश्चिन्तो बहुभोर्जनोऽत्रपमैना रात्रिंदिवा शायकः । कार्याऽकार्य विचारणान्धबधिरो मानापमाने समः प्रायेणामयवर्जितो दृढवपुः मूर्खः सुखं जीवति ॥ . મૂર્ણપણું મને ગમે છે જેમાં આઠ ગુણ છે ૧. ચિંતામુક્તપણું. ૨. ખૂબ ખાઈ શકે. ૩. શરમ રહિત પણું. ૪. રાતદિવસ સૂતો રહે. પ-૬. કાર્ય અને અકાર્ય બન્નેની વિચારણા કરવામાં આંધળો અને બહેરો. ૭. એને કોઈ માન-સન્માનથી બોલાવે કે અપમાનિત કરે બન્નેમાં સમાન રહે. મોટે ભાગે રોગ રહિત શરીરની સ્થિતિ. અને ૮. દઢ-મજબૂત શરીરધારી-આ આઠ ગુણ મૂર્ખના છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જ્ઞાનપદ ભજીએ રે અહંદુ દર્શનનાં, અહંદુ ધર્મના અભ્યાસ માટે આ પદ્ધતિ અપનાવવાથી જલ્દી લાભ થાય છે. એક થી પંદર સુધીનું જ ભલે જ્ઞાન હોય પણ તેનાથી અહ ધર્મના મૌલિક પદાર્થનું જ્ઞાન થાય છે. માટે પાઠશાળામાં આવું જ્ઞાન આપવું જોઈએ. એક એટલે સકલ જીવરાશિનો આત્મા એક છે. બે આ આનંદ અને સુખના ભંડાર સ્વરૂપ આત્મા રાગ અને દ્વેષ બે ના કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્રણ આ સંસારથી મુક્ત થવાનો ઉપાય જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણ છે. ચાર આ જ્ઞાન-દર્શનની આરાધનામાં મન ચોટે તે માટે દાન-શીલ તપ અને ભાવ એ ચાર ધર્મની આરાધના કરવાની છે. પાંચ આ આરાધનામાં પ્રાણ સંચાર કરવા માટે પાંચ આચારનું પાલન કરવાનું છે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપા ચાર અને વીર્યાચાર. છે આ પાંચ આચારના સમ્યગુ પાલનથી છ જીવ નિકામ ને સમજી ને તેની વિરાધનાથી બચવાનું છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય વાયુકાય અને ત્રસકાય. સાત એ છે જીવનિકાયની વિરાધના ટાળવાથી સાત પ્રકારના ભયને જીતી શકાય છે. આઠ પ્રભુનો ઉપકાર અમાપ છે માટે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવા For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૧ અહંદુ દર્શનનાં, અહંદુ ધર્મના અભ્યાસ માટે... આઠ પ્રકારની પૂજા કરવી જોઈએ. જે અષ્ટપ્રકારી પૂજા કહેવાય છે. નવ શ્રાવક નવતત્વનો જાણકાર હોવો જોઈએ. જીવ-અજીવ પુણ્ય-પાપ-આશ્રવ-સંવર બંધ-નિર્જરા અને મોક્ષ. એ નવ તત્ત્વ છે. દશ એ નવતત્ત્વનું જ્ઞાન થયા પછી ક્રમશઃ લક્ષ્ય દશ પ્રકારના યતિધર્મનું રાખવું જોઈએ ક્ષમા વગેરે દશ પ્રકારનાં સાધુ ધર્મ છે. અગિયાર જ્યાં સુધી સાધુધર્મનો સ્વીકાર ન થાય ત્યાં સુધી અગિયાર પડિમા વહન કરવી જોઈએ. બાર શ્રાવક બાર પ્રકારના વ્રતથી શોભતો હોવો જોઈએ બાર વ્રત એ અહંક્ના ઉપાસક શ્રાવકના જીવનનું ભૂષણ છે. તેર સાધક પ્રભુ અને પ્રભુની આજ્ઞા સાથે એકાકાર થવામાં બાધક તેર પ્રકારના કાઠીયા કહ્યા છે. ચૌદ તેર કાઠીઆને જીતે તે ચૌદ ગુણસ્થાનક ને પામતો છેલ્લે ચૌદમે ગુણસ્થાનકે પહોંચે છે. પંદર ચૌદમાં ગુણસ્થાનકે પહોંચેલો પંદર ભેદે સિદ્ધ થાય છે. પંદરમાંથી કોઈપણ એક તે જીવ મોક્ષમાં જાય છે. આ રીતે ઈચ્છા હોય તેટલાં અંક સુધી લંબાવી શકાય અને અહધર્મનું પાયાનું જ્ઞાન મેળવી શકાય. પાઠશાળા માત્ર આચારસૂત્ર જ્ઞાનની અપેક્ષાએ આ જ્ઞાન વધુ ઉપકારક પુરવાર થાય છે ઉપયોગી પણ છે. માટે આવું જ્ઞાન પાઠશાળામાં શિક્ષક મારફત આપવું જોઈએ. - For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે . સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા અનંત ઉપકારી શ્રી અરહિંત પરમાત્મા અને તેમના લોકોત્તર શાસન જોડે આપણે એવો સંબંધ બાંધવો છે કે ભાવાંતરમાં પણ આપણને આ શાસન ફરીથી મળે. વ્યવહારમાં પણ આપણે એવી કુનેહથી જીવીએ છીએ કે, સંબંધોમાં બની મીઠાશ જળવાઈ રહે, અને ફરીથી તે આપણને બોલાવે. આમાં તમે બીજા માટે જેટલા વધુ ઘસાવ છો, તેટલો સંબંધ વધુ સારો રહે છે, એકતરફી સંબંધ ટકતો નથી. તમે એક વ્યક્તિ માટે કામ કર્યા જ કરો અને સામેથી એનો જવાબ ન મળે તો, અંતે થાકીને, તમારે તમારા સંબંધની મર્યાદા સંકેલવી પડે છે, ઘટાડવી પડે છે. સામે પક્ષે, તમે કંઈ ન કરો ને બીજા તમારા માટે ઘસાતા જ રહે, તો પણ એવો સંબંધ ટકી શકતો નથી. આવા સંબંધો પરસ્પર સાપેક્ષ હોય છે. તે જ રીતે આપણને આ શી જિનેશ્વરદેવના શાસને ઘણું આપ્યું છે, હવે તેનો સંબંધ જાળવી રાખવો હોય તો એની ઉપાસના કરવી જોઈએ; જીવનમાં તેને સ્થાન આપવું જોઈએ. ઋણને ફેડવાની ઈચ્છા, સમજ અને પ્રયત્ન સજ્જનોને હોવાં જોઈએ. આપણા માથે આ શાસનનું મોટું કરજ છે. તે ચૂકવવું તે આપણી ફરજ છે. દુર્જનોને દેવું કરવામાં જ રસ, ચૂકવવાની વાતમાં તેમને રસ પડતો નથી. આપણે સજ્જન બનવું છે. શાસનના આપણી ઉપરના ઋણને સ્વીકારો. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા સંસારનો સંસર્ગ નિરતર રાખ્યો અને કોઈ દિવસ તે સંસર્ગને ઈચ્છાપૂર્વક છોડીને ધર્મના સંસર્ગમાં આવ્યા નહીં. આવ્યા તો એમાં મનને પરોવ્યું નહીં. માટે જ આટલાં વર્ષોથી નવકારને ગણવા છતાં એ હૃદયમાં સ્થપાયો નહીં, નવકાર એ પાયો છે. જો તેના માટે જ આપણે આટલા બધા બેદરકાર છીએ, તો ચણતર કે શિખર માટેની અપેક્ષાઓ રહેવાની જ નહીં. નવકાર એ બિન્દુ છે. આગળ જતાં સમુદ્ર જેવા વિશાળ ગણિતાનુયોગ દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ અને ચરણકરણાનુયોગ જેવા કઠિન વિષયો આવે છે. તમારામાં બુદ્ધિ છે. વેપારમાં સરકાર જેટલા કાયદા ઘડે છે, તેની સામે તેટલા જ અપવાદ તમે શોધી શકો છો. તો હવે એ બુદ્ધિને તત્ત્વજ્ઞાનમાં વાપરો. સંખ્યાની ઊણપ બધે જ - જિનમૂર્તિ જિનમંદિર વગેરે ક્ષેત્રોમાં-ઓછી થતી ગઈ છે, પણ જ્ઞાનક્ષેત્રે આપણે ઘણા પાછળ છીએ; આપણે જ્ઞાનની ઉપેક્ષા કરીએ છીએ. ઉપાધ્યાય તે શિષ્યને સૂત્ર ભણાવણહાર, એમ કહ્યું છે અને આપણે ત્યાં ઉપાધ્યાય અનેક છે, છતાં જ્ઞાનના ક્ષેત્રમાં દરિદ્ર છીએ. બીજાં બધાં ક્ષેત્રોમાં થોડા - સમ ખાવા પૂરતા પણ - આગળ વધ્યા છીએ, અને વિસ્તાર પણ સાધ્યો છે. બીજે વિપુલતા (Quantity) ભલે વધારી, પણ ગુણવત્તા (quality) અને ઊંડાણ નથી આવ્યાં તપશ્ચર્યા, ક્રિયા, ઉજમણાની સંખ્યા વધારી છે, પણ જ્ઞાનવૃદ્ધિ માટે શું કર્યું? પાઠશાળામાં કેટલાની હાજરી હોય છે ? ત્રણસો ઘરમાં ૧૦૦ વિદ્યાર્થી જેટલી પણ સંખ્યા થાય છે ખરી? અને ઘર કેટલાં? આટલી પણ સંખ્યા નથી થતી તો તેના ઉપાયોની ચિંતાવિચારણા કે તમે કેટલી કરો છો? આજનો બાળક આવતી કાલનો શ્રાવક છે એ ભૂલશો નહીં. શાસનને પામ્યા પછી માત્ર અર્થ પરાયણ જીવન દે જીવશો તો શાસનની પ્રાપ્તિ ફળશે નહીં. તમને કોઈ પૂછે કે તમે For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જ્ઞાનપદ ભજીએ રે આરોગ્ય ઇચ્છો કે અર્થ? તમે કહેશો, આરોગ્ય. જેમ આરોગ્યના ભોગે અર્થ મેળવવા ઇચ્છતા નથી, તેવી રીતે ભવિષ્યની પેઢીની ચિંતા નેવે મૂકીને બીજી બધી બાબતોમાં નચિંત બની જઇશું તો, ભાવિ શી રીતે ઉજ્જ્વળ બનશે? તમે સમજો છો કે શરીર સારું હશે તો જ પૈસા કામના છે, પણ રોગી હોઈશું તો પૈસાને શું કરવાના છે? તેમ આ લોકની ચિંતા પાછળ જે દિવસ-રાત વિતાવે અને પરલોકનો વિચાર પણ ન કરે, તે અંતે પસ્તાય છે. આજે એક બાળક ૧૦ વર્ષનો છે, તે કાલે ૨૦ વર્ષનો થશે. ત્યારે કોઈ ક્રિયાની રુચિ, ધર્મનો રાગ અને જ્ઞાનની સમજણ તેની પાસે નહીં હોય તો એનો વિકાસ શી રીતે થશે ? માતા-પિતાથી અને ઘરના વાતાવરણથી વ્રત, પૂજા વગેરે ધર્મના થોડા સંસ્કારો પડ્યા હતા, તેના પરિણામે આજે ધર્મ કરવા જેવો છે એવી ભાવના તમારી રહી છે. પણ આજે જેનામાં સંસ્કાર અને શિક્ષણ (જ્ઞાન) નથી, તેનું શું થશે? સંસ્કાર એટલે ક્રિયા અને જૈન દર્શનની પરિપાટીનો પરિચય. આ સંસ્કારો આ પ્રમાણે છે : સાધુ મહારાજ આવે ત્યારે ઊભા થઈ જવું; તેઓ વહોરતા હોય ત્યારે ખાવું નહી; રોજ સવારે જાગતાં અને રાત્રે સૂતાં નવકાર ગણવા; સાધુને શું ખપે ? શુ ના ખપે ? – તેનું જ્ઞાન મેળવવું; - ભગવાનનાં દર્શન કરવાં; સાધુ મહારાજ કે સાધ્વીજી મહારાજ દેખાય ત્યારે મત્થએણ વંદામિ કહેવું; ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચક્ખાણ ગુરુ મહારાજ પાસે લેવું – આ બધા જૈન સંસ્કારો કુળાચારની જેમ સહજ બની જવા જોઈએ. નવકારશીનું પચ્ચક્ખાણ શું છે ? ચૈત્યવંદન, ગુરુવંદન કેવી રીતે થાય? તે સમજવું જોઈએ. રોજ માબાપને પગે લાગવું : આ વાત તો હવે એક સ્વપ્ન જેવી બની ગઈ લાગે છે. અત્યારે માતા For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૫ સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા પિતાના વિનયના આવા સંસ્કારો રહ્યા જ નથી, એવું તો નથી; ક્યાંક ક્યાંક એવાં અમીછાંટણાં અત્યારેય દેખાય છે. ૫૦ વર્ષનો પુત્ર પણ ૮૦ વર્ષના પિતાને પગે લાગનાર આજેય મળે છે; પણ બહુ જ ઓછા. સંસ્કાર મેળવવાનાં આ ત્રણ સ્થાનો ગણાય (૧) ઘર – પચાસ ટકા સંસ્કારનું શિક્ષણ ઘરમાંથી જ મળતું. ૬-૭ વર્ષના થાય ત્યારે નિશાળે મૂકતા. આજે તો બે-ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ નિશાળે મૂકી બાળકને એક જાતના બંધનમાં મૂકી દેવામાં આવે છે. બાળક જેટલું વિખૂટું પડતું જાય છે, તેટલી લાગણી ઘટતી જાય છે. અમેરિકાની પ્રવાસયાત્રાએ નીકળેલા એક સમીક્ષકે ત્યાંની પરિસ્થિતિનું બહુ બારીકાઈથી નિરીક્ષણ કર્યા પછી, એનું તારણ શોધવા પ્રયત્ન કર્યો કે ત્યાંના અને અહીંનાં મા-બાપની લાગણીમાં તફાવત કેમ પડે છે ? દીકરો ઓફિસમાં હતો, ટેલિફોન આવ્યો કે પિતા બીમાર છે. તમે આવો, તમારી જરૂર છે. રીસિવર મુકાઈ ગયું. પછી દીકરાએ ઓફિસમાંથી જ ડોકટરને ફોન કર્યો કે તમારી તાકીદે જરૂર છે, મારા પિતા માંદા છે. એમને તરત દવાખાનામાં દાખલ કરો. અને હોસ્પિટલના ત્રીજે માળે ૮મા વોર્ડમા, ૨૩ નંબરની રૂમમાં એમને દાખલ કરવામાં આવ્યા. પછી પુત્ર તરત જ પોતાના કામમાં પરોવાઈ ગયો. ઈસ્પિતાલમાં જવાનો એનો વિચાર હતો, પણ આટલું કામ પતાવીને જઈશ, એવા વિચારથી એ ઓફિસ જ રહ્યો ! એટલામાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે, એ ભાઈ ગુજરી ગયા છે! એ સાંભળી પુત્ર વિચારે છે કે, પિતા નથી રહ્યાં તો હવે મારે જવાનું પ્રયોજન શું? તેથી એણે શબ-વાહિની માટે ફોન કર્યો અને જણાવ્યું કે એમના અંતિમ સંસ્કાર આપ પિતાવી દેજો અને જે બિલ આવે તે મોકલી આપજો ! For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે આ કોઈ કાલ્પનિક કથા નથી, વાસ્તવિક ઘટના છે. તેઓને આ બાબતનો રંજ પણ નથી. લાગણીના કોઈ તંતુઓ ત્યાં રહ્યા નથી. આનું સંશોધન કરતાં તે ભાઈને જણાયું કે ત્યાં નાનપણથી જ બાળકોને વાત્સલ્ય મળતું નથી હોતું, એટલે પછી જે મળ્યું હોય તે જ આપી શકે ને ? બાળક એક વર્ષનું હોય ત્યારથી જ સૂવો માટે જુદો બેડરૂમ મળે છે. જે બાળકને નેહ-પ્રેમ-હૂંફ મળ્યાં નથી, તે બીજાને એ શી રીતે આપે ? કોઈ માંદો પડે એની તેને ખબર પડે એટલે દવાઓનો ઢગલો કરી દે છે ફૂલના ગુચ્છા આપી જાય, પણ તેટલું બસ નથી થતું. પણ અડધો કલાક બેસે તો ખબર પડે કે માંદા માણસને શું જોઈતું હોય છે ? તેને મમતા, સ્નેહ, આશ્વાસન, ધીરજ અને હિંમતનો ખપ હોય છે. તેમાં તમે રસ લીધો છે ? આ ટેવો સમજણ અને સંસ્કારથી આવે છે અભણ માનવી પણ જો મા-બાપને ચાહે તો સમજવું કે તે સંસ્કારમાં આગળ છે. (૨) પછી નિશાળમાંથી શિક્ષણ ને સંસ્કાર મળતા. (૩) સાથે સાથે ધાર્મિક સંસ્થાઓમાંથી પણ સંસ્કારો મળતા હતા. આજે આ ત્રણે સંસ્થાઓ કથળી ગઈ છે. આજે ફરિયાદ બધા કરે છે, પણ તેના ઉપાયની તૈયારી કોઈની નથી. બાળકનું ૧૨ વર્ષ સુધીનું મન અત્યંત ઉચ્ચ કક્ષાના બ્લોટિંગ પેપર જેવું હોય છે, જે નાખો તે ચૂસી જ લે; જેવું દેખાય તેવું તરત જ કરવા લાગે. તમારે બાળકને યોગ્ય બનાવવો હોય તો, એનું ૧ર વર્ષ સુધી સતત ધ્યાન રાખવું જોઈએ, બહુ કાળજી રાખવી જોઈએ. આયુર્વેદમાં તો બાળક ગર્ભમાં હોય ત્યારથી તેની સંભાળ રાખવી જોઈએ એમ કહ્યું છે. અને ધીરે ચાલવું; વાસનાઓને શાંત રાખવી; ક્રોધ વગેરે કષાયો ન કરવા; અતિ તીખા, કડવા, ખારા, ખાટા For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા પદાર્થો ન ખાવા વગેરે સૂચનાઓ ગર્ભવતી માતા માટે આપવામાં આવી છે. શરૂમાં કરેલો થોડો પરિશ્રમ મોટું ફળ આપનાર થશે; પછી જીવનપર્યત સુખ રહેશે. આદર્શ માતા-પિતા બનવા માટે વ્યક્તિએ પ્રથમ આદર્શ પુત્ર-પુત્રી બનવું પડે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “ગુરુ બનતાં પહેલાં સાચા અર્થમાં શિષ્યવૃત્તિ કેળવવી જોઈએ.” આપણી અપેક્ષાઓ અને આચરણ જુદાં હોય છે. આપણી અપેક્ષા એવી હોય છે કે કોઈ મારી પાસે જૂઠું બોલે નહીં, અને આચરણમાં પોતે જ જૂઠું બોલતાં હોઈએ છીએ! આનું પરિણામ સારું ક્યાંથી આવે ? એક જ કુટુંબના બધા સભ્યો સાથે બેસીને વાર્તાવિનોદ કરતાં હોય એવાં કુટુંબો આજે કેટલાં મળે? એકબીજા માટે થોડો પણ ત્યાગ કરવાની ભાવના, કૌટુંબિક ફરજોનું ભાન - આ બધું હવે ઓછું થતું જાય છે. - એક સત્ય ઘટના જાણવા જેવી છે. એક કુટુંબમાં માતા-પિતા ગુજરી ગયાં. પરિવારમાં ચાર દીકરી અને ત્રણ દીકરા હતાં. સૌથી મોટી દીકરી હતી, તેના માથે જવાબદારી આવી પડી. કાકા, મામા, માસા, ફુઆ બધા ખસી ગયા. તે દીકરીના પિતા જ્યાં નોકરી કરતા હતા તે શેઠ પણ અજાણ્યા થઈ ગયા. “બાળાશ્રમમાં મૂકી દો; પૈસા જોઈએ તો અમારી પાસેથી લઈ જજોઆવી સુંવાળી વાતો કરીને બધાં જતાં રહ્યાં. મોટી છોકરીએ, મારે લગ્ન નથી કરવાં એવો નિર્ણય કર્યો. પોતે ૧૭-૧૮ વર્ષની હતી. તે વખતે નાનો ભાઈ ચાર વર્ષનો હતો. પછી તેણે શિવણ કલાસમાં શિક્ષિકા તરીકે કામ કર્યું, અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કર્યું, બાળકોની ધાર્મિક વૃત્તિને પણ વિકસાવી. પૈસા કમાઈને ભાઈ-બહેનોને ભણાવ્યાં, કેળવ્યાં પરણાવ્યાં. એણે ખૂબ સારા ભાવથી વાવેતર કર્યું, For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે તો ભાઈઓએ પણ એનાં સારાં ફળ આપ્યાં. કુટુંબ માટે એક જણ ભોગ આપવા તૈયાર ન થાય તો આખા કુટુંબનું શું થાય ? એક બહેને પોતાનાં ભાંડુઓ માટે આવો ભોગ આપ્યો, તો એનું પરિણામ કેવું સારું આવ્યું ! વીસ વર્ષ પહેલાંની આ વાત છે. આ બહેનને એના શિક્ષકે સંસ્કારો આપેલા તેથી આવો સુખદ અંત આવ્યો. પણ એણે હું શા માટે ભોગ આપું? મારી જિંદગી શા માટે વેડફી દઉં ? - એવા વિચારો ન કર્યા. કર્યા હોત તો એનો આખા કુટુંબ માટે કેવો બૂરો અંજામ આવત ! પણ એ સંસ્કારી બહેને બધાના હિતમાં પોતાનું હિત વિચાર્યું અને કર્તવ્યબુદ્ધિથી બધું સારી રીતે પાર પાડ્યું. ધાર્મિક શિક્ષણ અને સંસ્કારોની જ્યારે બહુ જ જરૂર છે, ત્યારે જ આપણે એની ઉપેક્ષા કરી રહ્યા છીએ, એ ઓછી કમનસીબી છે? સાત ક્ષેત્રોમાં સાતે ક્ષેત્રો ભરપૂર હોવાં જોઈએ. બધાં અંગ સુડોળ હોય તો જ વ્યક્તિ દર્શનીય બને છે. બધાં અંગ પ્રમાણસર ન હોય તો શરીર બેડોળ અને રોગિષ્ટ લાગે. પગ ખૂબ જાડા થઈ જાય તો હાથીપગાનો રોગ કહેવાય છે. પેટ મોટું હોય તો જલોદરનો રોગ નક્કી થાય છે. આજે જિનમૂર્તિ અને જિનમંદિર એ બે ક્ષેત્રો સારી રીતે વિકાસ પામ્યાં છે. સાધુ-સાધ્વી પ્રત્યે પણ ઠીક ઠીક આદર થતો જોવાય છે. પણ સાતે ક્ષેત્રને સાચવનાર શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનું શું છે? તેના વિકાસ અર્થે કોઈ ચોક્કસ દિશામાં પગલાં ભરાતાં દેખાતાં નથી. અને ત્રીજું ક્ષેત્ર શ્રુતજ્ઞાન, તેના માટે પણ આપણી કેટલી બધી ઉપેક્ષા છે ! જ્ઞાનથી શ્રદ્ધાના પાયા સુસ્થિર થાય છે. જો શ્રદ્ધા હચમચી ઉઠશે તો પછી સાધન નિર્જીવ બની જશે. જ્ઞાન એક બાજુ શ્રદ્ધાને સ્થિર-દઢ કરે છે, તો બીજી બાજુ આચરણમાં આનંદ આપે છે. આ શ્રુતની અવગણના કરવાથી આપણને ઘણું નુકસાન થયું છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા ૬૯ જ્ઞાન આપણું સાચું ધન છે, એ વાત તમારા હૈયામાં બેઠી જ નથી. તે વાતને તમે બધા મહત્ત્વ આપો તો કેવું સારું! જ્ઞાની ઉપાધ્યાય ભગવાન જ્ઞાનની લહાણી કરી રહ્યા છે, એ એમનો અનુપમ ઉપકાર છે. તેઓ માને છે કે શ્રુતરૂપી મૂળ સાબૂત હશે તો પાંદડાં મંજરી, ફૂલ ફળ બધુંય આવશે. નાના-મોટા પર્વ દિવસોમાં પણ જો દેરાસર ન જઈએ તો આપણે જૈન છીએ એવું લાગે જ નહીં. આવી આપણી દશા છે ! ૨૪ કલાકમાં આપણા કેટલા કલાક ધર્મારાધનામાં વીતે છે? આજે આપણને સાધુ જેટલા ગમે છે, તેટલે અંશે સાધુતા ગમતી નથી. ચોમાસામાં સાધુ જોઈએ જ એ વિચાર વ્યાપક થતો જાય છે, પણ મારા જીવનની સાધુતાની પ્રીતિ કેટલી આવી છે તેવો વિચાર કરો છો ખરા ? બીજાના ઘરની ટેપ-રેકર્ડ ટી. વી. જેવી ચીજો જોયા પછી જેમ એને વસાવવાનું મન થાય છે, તેમ સાધુને જોઈને, સાધુતા ગમતી હોય તો, તમને પણ સાધુ થવાનું મન થાય જ. પણ સાધુતા સારી છે, હૈયે વસાવવા જેવી છે, એવો અનુરાગ પ્રગટ થતો નથી; જો પ્રગટ થતો હોય તો તે મેળવવા માટે તમારા પ્રયત્નો હોય જ. નિત્ય સ્વાધ્યાય કરવાના નિયમ જેવો એકાદ ગુણ પણ કેળવાઈ જાય તો, તેની પાછળ પાછળ, બીજા કેટલાય ગુણો આવવા લાગે. એક ગુણ તેના સાગરીતોને લઈને આવશે. અને સ્વાધ્યાયથી પ્રજ્ઞા નિર્મળ થતાં, વિવેકથી તમારી બધી જીવનચર્યા જ બદલાઇ જશે અને વૃત્તિ અને પ્રવૃત્તિ બન્નેમાં પરિવર્તન આવશે. રાત્રિભોજનત્યાગ જેવો એક નિયમ તમે પાળો તો બીજી કેટલીય ધર્મક્રિયાઓ તેની સાથે આવશે એ નિશ્ચિત વાત છે. અવગુણોની જેમ ગુણોની પણ સાંકળ હોય છે. એક ગુણનો અંકોડો પકડચો એટલે અન્ય ગુણોની સાંકળ આવી જ સમજો. તમે પ્રતિક્રમણ કરતા નથી. તમને એમ ને એમ બેસી રહેલા જોઈ કોઈ તમને For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે આમંત્રણ અને સાથ આપે અને એથી, સદ્ભાગ્યે, તમને પ્રતિક્રમણ કરવાનું મન થાય તો ધીમે ધીમે તમારું જીવન જ પલટાઈ જાય. એક અવિરતિ કાઢશો તો બીજી અવિરતિ પણ નબળી પડવા લાગશે અને વિરતિ તરફનો તમારો અનુરાગ વધશે. આમાં તો માત્ર પહેલો ભૂસકો મારવાની જ હિંમત કરવાની છે. થોડો વિશ્વાસ રાખીને, કૂદકો મારશો તો નીચે તો સારું જ છે; વાગવાનો કોઈ ભય નથી. પણ સામાજિક પ્રતિષ્ઠા વગેરેના ખોટા ખ્યાલોમાંથી એક વાર બહાર નીકળશો અને ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરશો તો જીવનવિકાસની યાત્રા જરૂર વેગવંતી બનવાની છે, એની ખાતરી રાખશો. મયણાસુંદરીના જીવનમાં આ જ વાત બની હતી. જે સંસ્કારો મળ્યા હતા, તેનું ઉત્થાન થયું. તેમાં ફાળો કોનો હતો? - તે ઝીણવટથી વિચારીએ તો, મયણાની પાત્રતા તો હતી જ. પણ શિક્ષક અને માતા એ બેની દોરવણીની બાદબાકી કરીએ તો તેમનું જીવન જુદું જ નિર્માણ થાત; અને એમની બહેન સુરસુંદરી, જેવું જ કંઈક દેખાત, પણ મયણાસુંદરીના જીવનની ઉજ્વળતાની મહેકે અત્યાર સુધી ટકી રહી છે. તેમાં એની માતાનો પરિશ્રમ ઓછો નથી; શિક્ષકની પસંદગીનો યશ પણ તેના ફાળે જ જાય છે. પહેલાં બાળકોની સાથે સાંજે અડધો-પોણો કલાક વાર્તા-વિનોદ થતો હતો. સંતો અને સતીઓનાં ચરિત્રોની વાતો એમને સંભળાવવામાં આવતી હતી. પ્રેરણામૂર્તિ જેવી વ્યક્તિઓના પ્રસંગો તેમને કાને પડતા હતા. આથી બાળકના મનમાં સારા સંસ્કારો એવા વણાઈ જતા કે અવસરે તે ખૂબ ઉપયોગી અને સદાચારને ટકાવી રાખનારા બનતા. આજે કોઈને ૧૫૪૭ કેટલા, એમ પૂછીએ તો ટપ કરી ગણતરીનું મશીન (કેક્યુલેટર) ચલાવશે અથવા ગુણાકાર કરીને જવાબ કહેશે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા ૭૧ શ્રી શ્રીપાળરાસના ટબામાં એવી વાત આવે છે કે, એક અંકથી માંડીને ૧૦૮ સુધીના અંકોમાંથી તેને ઘણું ઘણું જ્ઞાન મળતું. ૧આત્મા એક છે. તેને સંસારનું પરિભ્રમણ કરાવનારા ર-રાગદ્વેષ બે છે. તેનાથી મુક્તિ માટે જીવે ૩-જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણની આરાધના કરવી જોઈએ. તે ન થાય તો છેવટે ૪-દાન, શીલ, તપ, ભાવ એ ચાર પ્રકારના ધર્મની ઉપાસના કરવી. ધર્મ મેળવવો છે? તો પ-પંચ પરમેષ્ઠીને હૃદયમાં ધારણ કરવા જોઈએ. તે કર્યા પછી ૬-છ કાયના જીવોની રક્ષાનું કાર્ય કરવું જોઈએ. તેનાથી છ-સાત ભયનું નિવારણ થાય છે. અને સાત ક્ષેત્રોમાં પ્રીતિ થશે તેને સુદૃઢ બનાવવા માટે ૮-અષ્ટ પ્રવચન માતાનો આદર કરવો જોઈએ. તે માટે બ્રહ્મચર્યની ૯-નવ વાડો પાળવી જોઈએ. આ બધાના સારભૂત ૧૦-દશ પ્રકારનો યતિધર્મ આદરવો જોઈએ. તે ન થાય તો શ્રાવકની ૧૧-અગિયાર પડિમાને વહન કરવી જોઈએ. તેમાં શક્તિ ઓછી પડે તો ૧૨-બાર વ્રતોની પાસના કરવી જોઈએ. અને જીવે સમજીને ૧૩-તેર કાઠિયાનો ત્યાગ કરવાનો છે. અને અંતે ૧૪-ચૌદ ગુણસ્થાનકોમાંથી પસાર થઈ ૧૫-પંદર ભેદમાંથી કોઈ પણ ભેદે સિદ્ધ થવાનું છે. આ રીતે બાળકને લખતાં પણ ન આવડવું હોય ત્યાં જૈનધર્મની આરાધનાનો ખ્યાલ આપે એવી પારિભાષિક સંજ્ઞાઓથી તે કેવો વાકેફ થઈ શકે છે ! આમાં ગમ્મત સાથે જ્ઞાન મળી રહે છે, આજે આ બધું ફરી તાજું કરવા જેવું છે. - ઘર, નિશાળ અને ધર્મસંસ્થા - સંસ્કારસિંચનનાં આ ત્રણે ઝરણાં સુકાઈ રહ્યાં છે, તેથી બાળકની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. પાશ્ચાત્ય શિક્ષણ-સંસ્કારોએ તેના મન પર અણઘટતો કબજો મેળવી લીધો છે. સુસંસ્કારો આપવાની ધાર્મિક શિક્ષણની પ્રવૃત્તિ પ્રત્યે હજી પણ દુર્લક્ષ સેવાતું રહેશે તો પરિસ્થિતિ વધુ બગડતી જશે. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #83 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે કોઈ શ્રાવકનો પુત્ર “ડુ જીવનિકાય” જેવોશબ્દ સાંભળશે તો આ કોઈ બીજી ભાષાનો શબ્દ છે તેમ એને લાગશે. આવું ન થાય અને પરિસ્થિતિ હાથથી બહાર ન જાય; એટલા માટે અત્યારથી ચેતો, અને નવી-ઊગતી પેઢીને ધર્મનું મહત્ત્વ સમજાવો. આપણે ત્યાં, અભ્યાસ કરવાયોગ્ય સૂત્રગ્રંથો બે પ્રકારના છે. : એક પંચપ્રતિક્રમણનાં સૂત્રો; અને બીજાં જીવવિચાર, તત્ત્વાર્થસૂત્ર વગેરે સૂત્રો. એમાં જીવવિચાર વગેરે દ્વારા વિચારમાં જૈન દર્શનનું તત્ત્વજ્ઞાન સ્થિર થાય છે અને પંચ પ્રતિક્રમણનાં સૂત્રો દ્વારા ધર્મમાંઆચારમાં સ્થિર થવાય છે. બન્ને સૂત્રો જીવનમાં અતિ-ઉપયોગી છે. ક્રિયાકાળ સિવાયના કાળમાં, જીવનની રોજ-બરોજની ઘટનામાં જીવવિચાર, તત્ત્વાર્થ સૂત્ર વગેરેનું જ્ઞાન ખૂબ જ હિતકારક પુરવાર થાય છે. તેથી એ બે પ્રકારનાં સૂત્રો ભણાવવાં જોઈએ. આ કર્તવ્ય આપણે ન બજાવીએ અને આપણી ઉછરતી પેઢી ધર્મનું મહત્ત્વ ના સમજે અને ધર્મવિમુખ બને તો એની જવાબદારી આપણી જ છે, એવું સ્વીકારવું જ રહ્યું. ધર્મતત્ત્વને સમજવા માટે જીવ, જગત ને જગનાથ શું છે ? તવિષયક માન્યતા શી છે ? તે જાણવા પ્રયત્ન કરવો જોઈએ. ધાર્મિક શિક્ષકોએ આ કામ કરવાનું હોય છે. સમજણના બીજને વિકસાવવામાં તેઓ પોતાની શક્તિનો સવ્યય કરે એ જરૂરી છે. આ શિક્ષણ નહીં અપાય તો આપણી નવી પેઢી ધર્મવિહીન જીવન જીવશે, એટલું જ નહીં પણ ક્યારેક, અણ-સમજણને કારણે ધર્મની મશ્કરી સુદ્ધાં કરશે; આ બધું હમ્બ છે એવી ઠેકડી ઉડાવશે. આવું થાય તો તેને અટકાવનાર કોણ? લાખોના ખર્ચે આલિશાન દેરાસર બંધાવો અને એમાં પરમાત્માની મોટી પ્રતિમા પધરાવો અથવા ઉપાશ્રયની ભવ્ય ઈમારત ખડી કરી ઘો; પણ દેરાસરમાં ભક્તિ For Personal & Private Use Only - WWW.jainelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા ૭૩ પૂજા નહીં હોય અને ઉપાશ્રયમાં બેસનારા નહીં હોય તો એ બધાં શા કામનાં? શ્રીસંઘે ગંભીરપણે વિચારવા જેવી આ વાત છે. નવી પેઢીને સગુણ તરફી વળાંક આપવામાં આવશે તો જ આવાં ધર્મસ્થાનોનો સદુપયોગ ચાલુ રહેશે. પાણીની શક્તિને નાથવામાં નથી આવતી તો પૂરથી ગામનાં ગામ તારાજ થઈ જાય છે. અને પાણીની શક્તિને જો યોગ્ય રીતે નાથવામાં આવે તો તેથી ઉત્તમ ખેતી પણ થાય અને વીજળીના ઉત્પાદનથી માઈલો સુધીનાં અંધારાં ઉલેચાઈને ચોમેર પ્રકાશ પણ થરાઈ જાય છે. તેવી જ રીતે યુવાશક્તિને કેન્દ્રિત અને સંસ્કારિત કરીને ધર્મમાર્ગે જોડવાથી સંઘ, સમાજ અને દેશને ઘણો જ લાભ થશે. નહીંતર આ બધાયનું ભાવિ બહુ જ નિરાશાભર્યું થવાનું છે. જેમના હૈયામાં ધર્મનાં મૂળ રોપાયાં નથી તેવા યુવકો કહેશે કે આ ઉપાશ્રય ખાલી પડ્યો છે. એમાં કોઈ સાધુ નથી, માટે અમને એ મીટીંગ માટે આપો. અને આવું ચાલ્યું તો પછી ધર્મસ્થાનક ને સંસાર-સ્થાનકમાં ફેર જ નહીં લાગે! સંઘના અગ્રણીને ઘેર લગ્ન છે, બધી જ વાડીઓ નોધાઈ ગયેલી છે, જાનને ઉતારવા માટે બીજું કોઈ સ્થાન મળતું નથી, અને આ ઉપાશ્રય ખાલી છે, તો તે લગ્ન માટે આપો-શરૂઆત આવી જ રીતે થાય છે. પણ આવું થવા ન પામે એટલા માટે આ ધર્મ સ્થાનકોમાં કોઈ પાપ-સ્થાનક સેવાય જ નહીં, એવું પાયાનું જ્ઞાન બાળપણથી જ આપવું જોઈએ. જે ઉદ્દેશથી જે વસ્તુ બનાવી હોય તેનો ઉપયોગ તે ઉદ્દેશ પૂરતો જ થવો જોઈએ; ઉદેશની ભિન્નતા ચલાવી ના લેવાય. આ વાત વ્યવહારમાં તો તમે ચોક્કસ માનો જ છો. ધર્મસ્થાનની પવિત્રતાની સમજણ આજે સંસ્કાર અને શિક્ષણ દ્વારા નહીં અપાય તો આવતી કાલ કેવી ઊગશે તેનો વિચાર કરો. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જ્ઞાનપદ ભજીએ રે ફ્રીજ ખાલી પડ્યું છે માટે કોલસાનો ટોપલો તેમાં મૂકી દો એમ કોઈ કહે, તો તે તમે ચલાવી લેશો ખરા? તમે કહેશો કે, અરે, કોલસાને ગમે ત્યાં મૂકી દો, પણ ફ્રીજમાં તો ન જ મુકાય-આવો વિચાર ને વિવેક કોને આવે, કે જે ફ્રીજના મહત્ત્વને સમજતો હોય તેને. ન એમ જે ધર્મની ઉપાદેયતા યથાસ્થિત સમજે, તે સામાજિક કાર્યો માટે ઉપાશ્રય વગેરે વાપરવાનો વિચાર સરખોય ન કરે. ઉપાશ્રય ભલે ને ખાલી હોય, પણ સંસારનાં કામ માટે એનો દુરુપયોગ તો ન જ થાય. માટે કોઈ વિષયનો નિર્ણય કરવામાં તમારી મતિનો ઉપયોગ ન કરવો જોઈએ, પણ શાસ્ત્રમતિથી જ તે કાર્ય કરવું-કરાવવું જોઈએ. અને તે માટે ગીતાર્થ ગુરુભગવંતની નિશ્રા સ્વીકારવી જોઈએ. આજે શિબિર દ્વારા ધાર્મિક શિક્ષણ અપાય છે તે આવકારદાયક તો છે જ, પણ જરૂરત કરતાં તેમાં લાભ લેનારની સંખ્યા અને સમયની મર્યાદા બન્ને દૃષ્ટિએ તે ઘણું અપૂરતું છે; મતલબ કે જેમ નિશાળમાં રોજ વિદ્યાર્થી જાય છે, તેમ તેને રોજ ધર્મના સંસ્કાર ને શિક્ષણ મળવાં જોઈએ. અને શિક્ષણ આપનાર શિક્ષકોને પણ માનની નજરે જોવા જોઈએ. તેઓની સાથેનો આપણો વર્તાવ વિનયભર્યો અને મધુર હોવો જોઈએ. કેમકે તેઓ જ્ઞાનનું દાન કરે છે. વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષકનું કેવું મહત્ત્વનું સ્થાન છે, તેનો ખ્યાલ આવે તો આપણને લાગે કે શિક્ષકો ખૂબ સન્માનનીય છે. આ ભાવના અમૂલ્ય જીવનને ઉજ્વળ કરનાર, પરભવમાં પણ સંસ્કારસંપન્ન માનવભવ અને પરમ કૃપાળુ પરમાત્માનું લોકોત્તર શાસન વગેરે સામગ્રીને સુલભ બનાવનાર સભ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો સતત ઉદ્યમ કરવો-કરાવવો, જેથી ઉત્તરોત્તર મંગળમાળા પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી તપ કરવાનો વિધિ “જ્ઞાન”ના આરાધન માટે, એટલે આત્માનો જ્ઞાનગુણ જે અનાદિકાળથી જ્ઞાનાવરણીય કર્મના સંયોગે આવરાયેલો છે તેને પ્રગટ કરવા માટે અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય (ક્ષયોપશમ) કરવા માટે “જ્ઞાનપંચમી” નો તપ અતિ ઉત્કૃષ્ટ સાધનભૂત છે. જ્ઞાનના આરાધના માટે શાસ્ત્રકારે બીજ, પાંચમ ને અગ્યારશ એ ત્રણ તિથિઓ બતાવી છે. પરંતુ તેમાં મુખ્યતા પાંચમની છે. પ્રાયઃ પ્રવૃત્તિ પણ પંચમી તપ કરવાની વિશેષ છે. આ તપ કોઈપણ વર્ષના કાર્તિક માસની શુક્લ પંચમીથી શરુ કરવામાં આવે છે. આ પંચમી સૌભાગ્ય પંચમીના નામથી ઓળખાય છે. જ્ઞાન મેળવવાના ઉત્સુક શ્રાવક-શ્રાવિકાઓ અને સાધુ-સાધ્વીઓ આ તપ વિશેષ કરે છે. આ તપ પાંચ વર્ષ ને પાંચ માસ પર્યત કરવાનો છે. તે એકાસણાથી, આયંબિલથી અથવા ઉપવાસથી કરવામાં આવે છે. શારીરિક શક્તિવાળા તો પ્રાયઃ ઉપવાસથી જ કરે છે. બાર માસ ઉપવાસ ન કરી શકે તે પણ કાર્તિક શુદિ પાંચમે તો અવશ્ય ઉપવાસ કરે છે. અને તે દિવસે બનતાં સુધી ચાર કે આઠ પહોર પૌષધ પણ કરે છે. એ તપના આરાધના માટે પણ સંપૂર્ણ વિધિ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જ્ઞાનપદ ભજીએ રે કરવાના ઈચ્છકે નીચે પ્રમાણે વિધિ દરેક માસની શુકલ પંચમીએ કરવો. તપ કરવાનો વિધિ ૧. એકાસણું, આયંબિલ કે ઉપવાસ યથાશક્તિ કરવો. ૨. બંને ટંક પ્રતિક્રમણ કરવું. ૩. આ ત્રણ કાળ આઠ સ્તુતિ ને પાંચ શસ્તવાદિ વડે દેવા વાંદવા. ૪. બે ટંક પડિલેહણ કરવું. ૫. ત્રણ કાળ જિનપૂજા કરવી. તેમાં પ્રાતઃકાળે વાસક્ષેપાદિ વ, | મધ્યાહે અષ્ટ પ્રકારી અને સાયંકાળે ધૂપ-દીપાદિ વડે કરવી. ૬. બે હજાર જાપ કરવો. અર્થાત્ “નમો નાણસ્સ” એ પદની વીશ નવકારવાળી એકાગ્ર ચિત્તે ગણવી. ૭. બને તો પૌષધ કરવો અથવા દિવસનો ઘણો ભાગ જ્ઞાનસ્થાનાદિમાં વ્યતીત કરવો. ૮. જ્ઞાન અને જ્ઞાનીની યથાશક્તિ ભક્તિ કરવી. ૯. જ્ઞાનનો અભ્યાસ કરવો અને તેની આશાતના ટાળવી. ૧૦. પ્રભુ પાસે અથવા જ્ઞાન પાસે પાંચ દીવેટનો દીવો કરવો. પાંચ સ્વસ્તિક કરવા, યથાશક્તિ ફળ નૈવેદાદિ પદાર્થો પાંચ પાંચ ચડાવવા. ૧૧. પાંચ અથવા એકાવન લોગ્સસનો કાઉસગ્ગ કરવો. ૧-૨ દેવવંદનનને પડિલેહણની વિધિ પ્રસિદ્ધ હોવાથી બતાવવામાં આવેલ નથી. ૩. જ્ઞાનપંચમીના દેવવન્દન તથા અર્થ આગળ આપવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૭ શ્રી જ્ઞાનપંચમી તપ કરવાનો વિધિ જ્ઞાનપંચમીને દિવસે તો આ બધાં વાનાં સવિશેષે કરવાં. અર્થાત્ જિનેશ્વરની આંગી પૂજાદિ વડે વિશેષ ભક્તિ કરવી, ફળ નૈવેદાદિ વિશેષે ચડાવવાં, જ્ઞાનપંચમીના દેવ વાંદવા, તદંતર્ગત એકાવન ખમાસમણ દેવાં, ૫૧ લોગસ્સનો કાઉસગ્ગ કરવો, બનતા સુધી પૌષધ અવશ્ય કરવો, આખો દિવસ જ્ઞાનધ્યાનમાં જ વ્યતીત કરવો. જ્ઞાનના બહુમાન માટે યોગ્ય સ્થળે સુશોભિત ચંદરવા jઠીઆ વિગેરે બંધાવી જ્ઞાન પધરાવવું અને અનેક ભવ્ય જીવો દર્શન નિમિત્તે આવે તેવો આકર્ષક દેખાવ કરી જ્ઞાનની ભક્તિજયણા પૂર્વક કરવી. જ્ઞાન સમીપે ગાનતાન કરવું-કરાવવું, જ્ઞાનની પૂજા ભણાવવી. ઈત્યાદિ કરીને અનેક ઉત્તમ જીવો જ્ઞાનના આરાધનમાં તત્પર થાય તેમ કરવું. આત્માના સર્વ લક્ષણોમાં “જ્ઞાન” પ્રથમ પદ ધરાવે છે, તેના વડે જ આ જીવ “ચેતન” ગણાયેલો છે. તે લક્ષણ અથવા ગુણને પ્રકટ કરવા માટે જેમ બને તેમ વધારે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. તે આવશ્યકતા સિદ્ધ કરવા માટે આ નીચે “જ્ઞાનાચારનું તેના આઠ પ્રકારનું સ્વરૂપ, તેની ઉપરના દૃષ્ટાંત સાથે પ્રારંભમાં જ બતાવવામાં આવ્યું છે. તે લક્ષપૂર્વક વાંચી જવાની પ્રાર્થના છે. કારણ કે તે ધ્યાનપૂર્વક વાંચવાથી જ્ઞાનના આરાધનમાં અવશ્ય તત્પરતા પ્રાપ્ત થાય તેમ છે. આ સંબંધમાં પ્રારંભમાં વધારે વિસ્તાર કરવાની જરૂર નથી કેમકે નીચેના લેખની અંદર જ તે હકીકત વિસ્તારથી બતાવવામાં આવેલી છે, : “ “ “ ન કરવું. - + + For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે - શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિઃ श्रीनेमिः पंचरुपत्रिदशपतिकृतप्राज्यजन्माभिषेकचंचत्पंचाक्षमत्तद्विरदमदभिदा पंचवक्त्रोपमानः ॥ निर्मुक्तः पंचदेह्याः परमसुखमयः प्रास्तकर्मप्रपंचः । कल्याणं पंचमीसत्तपसि वितनुतां पंचमज्ञानवान् वः ॥१॥ અર્થ– (શ્રીને િ) શ્રી નેમિનાથ ભગવાન, (૩:) તમારા(પંચમ સત્તપત્તિ) પંચમીના સારા તપને વિષે (ઋચા) નિર્વિદનપણાને (વિતનુdi) વિસ્તારો. હવે તે નેમિનાથ ભગવાન કેવા છે? તો કે (પંજરૂ૫) પાંચરૂપે કરીને (ત્રિપતિ) દેવતાના પતિ એવા જે ઈદ્ર તેણે (ત) કર્યો છે. (પ્રખ્ય નમ:) મોટો અને ઉત્તમ જન્માભિષેક જેમનો એવા, વલી તે કેવા છે? તો કે (ચંત) દીપતા એવા (પંક્ષિ) પાંચ ઈદ્રિયો રૂપ (પત્ત) મદોન્મત્ત એવા (કિર) હતી તેના ( મ) મદ ભેદવે કરીને (idવત્રીપમાન:) પંચવકુત્ર જે સિંહ તેનું છે ઉપમાન જેમને એવા છે, વલી તે કેવા છે ? કે (વહ્ય:) ઔદારિકાદિક પાંચ શરીર તે થકી (નિકુંવત્ત) મુક્ત થયા એવા, વલી કેવા છે ? (પરમ) ઉત્કૃષ્ટ એટલે અતીતીય એવા (કુલમય:) સુખે કરીને સહિત, વળી કેવા છે? (પાત) પ્રકર્ષે કરી ટાળ્યા છે (ર્મપ્રપંચ:) કર્મના પ્રપંચ એટલે વિસ્તાર જેમણે એવા વળી તે કેવા છે?(પંઢમજ્ઞાનવાન) પાંચમું જ્ઞાન જે કેવળજ્ઞાન તેણે કરી યુક્ત છે l/૧l संप्रीणन् सच्चकोरान् शिवतिलकसमः कौशिकानंदमूर्तिः पुण्याब्धि प्रीतिदायी सितरुरिवयः स्वीयगोभिस्तमांसि । ૧. દર અજવાળી પાંચમે પ્રતિક્રમણમાં આ થોય બોલવી જોઈએ. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ - ૭૯ શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિ सांद्राणि ध्वंसमानः सकलकुवलयोल्लास मुच्चैश्चकार ज्ञानं पुष्याजिनौघः सत पसि भविनां पंचमी वासरस्य॥२॥ અર્થ – હવે જિનસમુદાયને ચંદ્રની સમાનતારૂપે સ્તવે છે. (તિરૂણરિવ) ચંદ્રમા સદેશ એવા તથા (શિવતિતસમ:) શિવ જે મોક્ષ તેને વિષે તિલક સમાન એવો () જે (નિનૌ: ) જિન સમુદાય છે, તે (વિના) ભવ્યજનોના (પંચમીવાયરસ્થ) પંચમી દિવસના (સુતપfસ) રૂડા તપને વિષે (જ્ઞાન) જ્ઞાન જે તેને (પુતિ) પુષ્ટિને કરો. હવે તે જિનસમુદાયને ચંદ્ર તુલ્યતા કેવી રીતે છે? તે સર્વ વિશેષણોએ કરીને કહે છે. જેમ ચંદ્ર (વ્યારા) ઉત્તમ જે ચકોર પક્ષી તેમને (સંપન) રૂડે પ્રકારે આનંદ ઉત્પન્ન કરે છે, તેમ એ શ્રી જિનસમુદાય પણ (સોન) સપુરુષ જે ચકોર તેમને (સંપૂન) સમ્યક્ પ્રકારે હર્ષ કરે છે. વલી જે મ ચંદ્ર (ૌશિકાનંતમૂર્તિ ) ઘુવડને આનંદદાયક છે મૂર્તિ જેની એવો છે, તેમ એ જિનસમુદાય પણ ( શિક્ષાનંતમૂર્તિ) ઈદ્રને આનંદરૂપ છે મૂર્તિ જેની એવો છે, તથા જેમ ચંદ્ર (પુણાવ્યિ) પુણ્યકારક સમુદ્રને (તિલા)પ્રીતિદાયક છે, તેમ જિનૌઘ પણ (પુણાવ્યિ) પુણ્યરૂપ જે સમુદ્ર તેને (પ્રીતિથી)પ્રીતનો દેનારો છે, તથા જેમ ચંદ્ર (સ્ત્રી) પોતાના (મિ) કિરણોએ કરી (સાંકળિ) ગાઢ એવા (તમifi) (અંધકારોને (ધ્વંસમાનઃ કેo) ધ્વસ એટલે નાશ કરનારી છે તે જિનૌધ પણ (સાંદ્રાણિ કે0) ગાઢ એવા (તમાંસિ કેo) જીવોનાં અજ્ઞાન. તેમને ( áસમાન:) ધ્વસ એટલે નાશ કરનારો છે. તથા જેમ ચંદ્ર (ત્નિ વનયોઉં) સમગ્ર કુવલય કે ચંદ્ર વિકાસી કમળો, તેના વિકસિતપણાને (સર્વે) અત્યંત (વાર) કરે, તેમ એ જિનૌઘ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ८० જ્ઞાનપદ ભજીએ રે ५५ (कुवलय) पृथ्वीवरयना ( उल्लासं) वर्षने (चकारः) ४२ मेवो छ, मा ितने तने यंदमानी ५मा योग्य छ:॥२॥ पीत्वा नानाभिधार्थामृतरसमसमं यांति यास्यंति जरमु। जीवायस्मादनेके विधिवदमरतां प्राज्यनिर्वाणपुर्याम् ॥ .. यात्वा देवाधिदेवागमदशमसुधाकुंडमानंदहेतु स्तत्पंचम्यास्तपस्युद्यतविशदधियां भाविनामस्तु नित्यम् ॥३॥ अर्थः- ( देवाधिगदेवागम) श्री वीतराग हेव तेनो (आगम) सिद्धांत३५ (दशम) शिमो मेपो (सुधा कुंड) अमृत से छ (तत्) ते (पंचम्याः) नियमीना (तपसि) तपने विर्ष (उद्यत) GAमा तथा (विशदधियां) निर्भर छ बुद्धि मनी मे। ( भाविनां) मावि भव्य वोन (आनंदहेतुः) मानहन। १२९(भूत (नित्यं) निरंतर (अस्तु) थामो वे ते निगम ३५ ६शम सुधाई पो छ? (नानाभिधार्थामृतरसं) नाना प्रअरन छ નામ જેમનાં એવા જે અર્થો, તે રૂપ અમૃત રસ છે જેમાં એવો છે तेने (विधिवत् ) विपि प्रमाणे (पीत्वा) पान अरीने (असंमं) निरुपम भेवा सुमने ( यास्यंति) पामशे, (यांति) पामे छ, भने (जग्मुः) पामता ता. ( यस्मात्) पान १२॥ थी (अनेके) मने सेवा (जीवाः) पोछते (प्राज्य) मोटी मेवी (निर्वाणपर्या) मोक्षनगरीने वर्ष (अमरतां) राम२५॥ने ( यात्वा) पामीने स्वस्थ थाय छ. ॥ ३ ॥ स्वर्णालंकारवल्गन्मणिकिरणगणध्वस्तनित्यांधकारा । हुंकारारावदूरीकृत-सुकृतजनवातविघ्नप्रचारा ॥ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૧ શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિ देवी श्री अंबिकाख्या जिनवरचरणांभोजभुंगीसमाना, पंचम्यह्नस्तपोर्थं वितरतु कुशलं धीमतां सावधाना ।। ४ ।। અર્થ - (2 વિરહ્યા) શ્રી અંબિકા છે નામ જેનું એવી (રેવી) દેવી, તે (સવાના) સાવધાન એવી છતી (થીમાં) બુદ્ધિમાન એવા ભવિક જીવવા (પંદન:) પંચમીના દિવસના (તપો) તપને માટે (કુર્ના) કુશલ જે છે તેને (વિતરતું) વિસ્તારો. તે દેવી કેવી છે? તો કે (સ્વત્રંજાર) સુવર્ણના જે અલંકાર તેને વિષે (વારિબT) વળગ્યા એવા જે મણિ તેનાં કિરણના જે ગણ, તેણે કરી ( ધ્વજ્ઞનિત્યાંધ સારા) ટાલ્યો છે નિરંતર અંધકાર જેણે વલી તે દેવી કેવી છે? (હું ) હુંકારનો રાવ જે શબ્દ તેણે કરી (ટૂરત) દૂર કર્યા છે (સુતનનબ્રાત સુકૃતનો કરનારો એવો જે જનસમૂહ તેના (વિવાર) વિદ્મના પ્રચાર જેણે, વલી તે કેવી છે? (નિનવરત્તરમોન) શ્રી વીતરાગના ચરણરૂપ કમલને વિષે ( સમાના) ભ્રમરી સમાન છે. / ૪ll શ્રી પંચમીની સ્તુતી શ્રાવણ શુદિ દિને પંચમી એ, જમ્યા નેમિજિણંદ તો // શ્યામ વરણ તનુ શોભતું એ, સુખ શારદકો ચંદ તો // સહસ વરસે પ્રભુ આઉખું એ બ્રહ્મચારી ભગવંત તો // અષ્ટ કરમ હેલે હણીએ, પહોતા મુક્તિ મહંત તો // ૧ // અષ્ટાપદ પર આદિ જિન એ, પહોતા મુક્તિ મોઝાર તો // વાસુપૂજ્ય ચંપાપુરી એ, નેમ મુક્તિ ગિરનાર તો // પાવાપુરી નગરીમાં વળી એ, શ્રી વીરતણું નિર્વાણ તો // સમેતશિખર વીશ સિદ્ધ હુઆ એ, શિર વહું તેહની આણ તો // ર/ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે નેમિનાથ જ્ઞાની હુઆ એ, ભાખે સાર વચન તો // જીવદયા ગુણવેલડી એ, કીજે તાસ જતન તો // મૃષા ન બોલો માનવી એ, ચોરર ચિત્ત નિવાર તો // અનંત તીર્થકર એમ કહે છે, પરહરિએ પરનાર તો // all ગોમેદ નામે જ ભલો એ, દેવી શ્રી અંબિકા નામ તો / શાસન સાનિધ્ય જે કરે છે, કરે વળી ધર્મનાં કામ તો // તપગચ્છ નાયક ગુણનિલો એ, શ્રી વિજયસેનસૂરિરાય તો // ઋષભદાસ પાય સેવતાં એ, સફલ કરો અવતાર તો // ૪ll. ઇતિ શ્રી પંચમીની સ્તુતિ સંપૂર્ણ જન્માત્તરમાં લઈ જવાનો ઉપાય. शतेन पुस्तके विद्या હા પુરષોતા / लक्षेण जन्म पर्यन्तं कोट्या जन्मान्तरे खलु ॥ १ ॥ એકસો વખ ગોખો ત્યાં સુધી ગાથા / શ્લોક પુસ્તકમાં જ રહે. હજાર વખત ગોખો ત્યારે તે ગાથા / શ્લોક મુખમાં આવે તો એકલાખ વાર તેનો પાઠ કરો. આજીવન યાદ રહે અને ક્રોડવાર જો એ શ્લોક ગાથા અથવા અધ્યયનનો પાઠ કરો તો પરભવમાં યાદ આવે. શ્રી વજ-સ્વામી મહારાજે પંડરીક-કંડરીક અધ્યયનનો ક્રિોડોવાર પાઠ કર્યો હતો તો પરભવમાં દીક્ષા શબ્દ સાંભળતાંવેત જન્મના દિવસે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન પ્રારંભ તંત્ર પ્રથમ વિધિ પ્રથમ બાજોઠ ઉપર ઠવણી ને તેની ઉપર રૂમાલ ઢાંકી તે ઉપર પાંચ પુસ્તક મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએ, વળી પાંચ દીવેટનો દીવો કરીએ, તે જયણાપૂર્વક પુસ્તકની જમણી પાસે સ્થાપીએ અને પધાણું ડાબે પાસે મૂકીએ, પુસ્તક આગળ પાંચ અથવા એકાવન સાથિયા કરી ઉપર શ્રીફળ તથા સોપારી મૂકીએ. યથાશક્તિ જ્ઞાનની દ્રવ્યપૂજા કરીએ. પછી દેવ વાંદીએ અને સામાયિક તથા પોસધ મધ્યે વાસપૂજાએ પુસ્તક પૂજીને દેવ વાંદીએ, અથવા દેહરાસર મધ્યે બાજોઠ ત્રણ ઉપરાઉપર માંડી તે ઉપર પાંચ જિનમૂર્તિ સ્થાપીએ. તથા મહા ઉત્સવથી સ્નાત્ર ભણાવીએ. પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડ્યું હોય તેની પણ વાસ પ્રમુખે પૂજા કરીએ તથા ઉજમણું માંડવું હોય તો તિહાં પણ યથાશક્તિ જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેઠી પૂજા ભણાવીને પછી શ્રી સૌભાગ્યપંચમીના દેવ વાંદીએ. હવે દેવ વાંદવાનો વિધિ કહે છે. પ્રથમ પ્રતિમાજીની જોગવાઈ ન હોય તો સ્થાપનાચાર્ય સમીપે અથવા નવકાર પંચિંદિય વડે સ્થાપના સ્થાપીને ઇરિયાવહી પડિક્કમી, ચાર નવકારનો અથવા એક લોગસ્સનો કાઉસગ્ગ કરી. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ८४ જ્ઞાનપદ ભજીએ રે પ્રગટ લોગસ્સ કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંસ્મિત ભગવદ્ મતિજ્ઞાન આરાધનાર્થ ચૈત્યવંદન કરું? એમ કહી, યોગમુદ્રાએ બેસી ચૈત્યવંદન કરીએ તે કહે છે. શ્રી મતિજ્ઞાનનું ચૈત્યવંદન શ્રી સૌભાગ્ય પંચમી તણો, સયલ દિવસ શણગાર ! પાંચ જ્ઞાનને પૂજીએ, થાય સફલ અવતાર // ૧ / સામાયિક પોસહ વિષે, નિરવ પૂજા વિચારી - સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મનોહાર // ૨ // પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સાર / પંચ વરણ જિનબિંબને સ્થાપીજે સુખકાર // ૩ // પંચ પંચ વસ્તુ મેળવી, પૂજા સામગ્રી જોગ / પંચ વરણ કલશા ભરી, હરીએ દુઃખ ઉપભોગ / ૪ // યથાશક્તિ પૂજા કરો, મતિજ્ઞાનને કાજે / પંચ જ્ઞાનમાં પૂરે કહ્યું, શ્રીજિન શાસન રાજે / પ // મતિ શ્રત વિણ હોવે નહિ એ, અવધિ પ્રમુખ મહા જ્ઞાન / તે માટે મતિ ધૂરે કહ્યું, મતિ શ્રુતિમાં મતિ જ્ઞાન / ૬ // ક્ષય ઉપશમ આવરણનો, લબ્ધિ હોયે સમ કાલે . સ્વાભાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાલે / ૭ // લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ યોગે ! મતિ સાધન કૃત સાધ્ય છે, કંચન કલશ સંયોગે // ૮ // પરમાતમ પરમેસરુ એ સિદ્ધ સિયલ ભગવાનને મતિજ્ઞાન પામી કરી, કેવલ લક્ષ્મી નિધાન // ૯ll For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન // મતિજ્ઞાનના ચૈત્યવંદનનો અર્થ. // - શ્રી સૌભાગ્યપંચચીનો દિવસ સર્વ દિવસોમાં અલંકાર તુલ્ય છે. તે દિવસે પાંચ જ્ઞાનની પૂજા કરીએ કે જેથી જન્મ સફળ થાય. // ૧ // સામાયિક તથા પોસહમાં (દેશાવગાશિકમાં પણ) સારા ગન્ધવાલા વાસક્ષેપાદિ ચૂર્ણ વડે નિરવ પૂજાનો વિચાર જાણવો. તથી મનોહર જ્ઞાનનું ધ્યાન કરવું. / ૨ // પૂર્વ તથા ઉત્તર દિશામાં પ્રધાન ત્રણ પીઠ રચીને સુખકર્તા પરમાત્માના પંચવર્ણ બિમ્બને સ્થાપન કરીએ. /// પૂજા સામગ્રીને લાયક પાંચ પાંચ વસ્તુઓ ભેગી કરી પંચવર્ણના કલશ ભરી દુઃખના ઉપભોગનો નાશ કરીએ. // ૪ / મતિજ્ઞાનની પ્રાપ્તિને માટે શક્તિ અનુસાર પૂજા કરીએ, જે મતિજ્ઞાન શ્રી જૈનશાસનના રાજા (તીર્થકર પ્રભુ) એ પંચજ્ઞાનમાં અગ્રેસર કહેલું છે, // પ // મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન વિના અવધિજ્ઞાન વિગેરે મોટા જ્ઞાનો થતાં નથી, તે કારણથી મતિજ્ઞાન પ્રથમ કહ્યું છે, મતિ અને શ્રતમાં પણ મતિનું પ્રધાનપણું છે. // ૬ | મીતિકૃતના આવરણનો ક્ષયોપશમ તથા પ્રાપ્તિ સમાનકાળે થાય છે. સ્વામિ આદિકે કરીને મતિકૃતનો અભેદ છે. પણ મુખ્યતા ઉપયોગકાળમાં હોય છે. (જે વખતે જે જ્ઞાનનો ઉપયોગ વર્તે તે વખતે તે જ મુખ્ય જાણવું) all લક્ષણ તથા ભેદોએ કરી તથા કારણ કાર્યના સંબંધથી તે બેનો ભેદ છે. કાંચન અને કલશના સમ્બન્ધની માફક મતિ સાધન છે અને શ્રુત સાધ્ય છે. // ૮ // પરમેશ્વર પરમાત્મા સર્વ સિદ્ધ ભગવત્તો મતિજ્ઞાન પામીને કેવળ - લક્ષ્મી ભંડાર થયા છે. // ૯ll - ઈતિચૈત્યવંદન // ૧ // નમુથ્થ૦ // જાવંતિo // નમોહ૦ / કહી સ્તવન કરીએ તે આ પ્રમાણે– | ૧. સ્વામી, કાળ, કારણ, વિષય, પરોક્ષ. ૨. આગળ દુહામાં બતાવશશ તે લક્ષણ તથા ભેદો. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે મતિજ્ઞાનનું સ્તવન // રસિયાની દેશી // પ્રણમો પંચમી દિવસે જ્ઞાનને, ગાજી જગમાં રે જેહ // સુજ્ઞાની II શુભ ઉપયોગ ક્ષણમાં નિર્જર, મિથ્થા સંચિત ખેહ // સુ0. / પ્રણ૦૧ // સંતપદાદિક નવ દ્વારે કરી, મતિ અનુયોગ પ્રકાશ / સુ0 // નય વ્યવહારે આવરણ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ / સુ0. પ્રણવ ૨ / જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, દો નય પ્રભુજીને સત્ય / સુo // અંતર મુહૂર્ત રહે ઉપયોગથી, એ સર્વ પ્રાણીને નિત્ય / સુ0 , // પ્રણ૦૩ // લબ્ધિ અંતર મુહૂર્ત લઘુપણે, છાસઠ સાગર જિફ // સુ0 / અધીકો નરભવે બહુવિધ જીવને, અંતર કદિયે ન દીઠ // સુo // પ્રણ) ૪ // સંપ્રતિ સમયે એક બે પામતા, હોય અથવા નવિ હોય // સુ0 / ક્ષેત્ર પલ્યોપમ ભાગ અસંખ્યમાં, પ્રદેશ માને બહુ જોય / સુo // પ્રણ૦૫ // મતિજ્ઞાન પામ્યા જીવ અસંખ્ય છે, કહ્યા પડિવાઈ અનંત // સુO // સર્વ આશાતન વરજો જ્ઞાનની વિજયલક્ષ્મી લહો સંત // સુo // પ્રણ૦૬ // // મતિજ્ઞાનના સ્તવનનો અર્થ //. હે સુજ્ઞ ભવ્ય પ્રાણીઓ ! તમે પંચમીને દિવસે જ્ઞાનને નમસ્કાર કરો કે જે જ્ઞાન જગતમાં ગાઝી રહ્યું છે, વળી શુભ ઉપયોગમાં For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન રહેતાં ક્ષણવારમાં મિથ્યાત્વથી સંચિત થયેલી કર્મરજ નિર્જરી જાય છે (આત્માથી છૂટી પડે છે) // ૧ / સંસ્પદ પ્રરૂપણતા વિગેરે નવ દ્વાર વડે મતિજ્ઞાનની વ્યાખ્યાનો પ્રકાશ છે, વ્યવહારનયે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરવાથી અજ્ઞાની જીવને જ્ઞાનનો ઉલ્લાસ થાય છે. // ૨ // નિશ્ચયનય કહે છે કે જ્ઞાની હોય તે જ જ્ઞાન પામે છે. ભગવંતોને તો બન્ને નયો સત્ય છે. ૧ સત્યદ પ્રરૂપણામાં ગતિ વિગેરે વીશ માર્ગણાઓએ કરી મતિરૂપી સત્યદની પ્રરૂપણા કરવી. તેમાં ગતિમાર્ગણામાં કયી કયી ગતિઓમાં મતિજ્ઞાન પામેલા તથા પામતા જીવો હોય ? ચારે ગતિઓમાં મતિજ્ઞાન પમેલા જીવો હોય, પામતા જીવો કોઈ વખત હોય તથા કોઈ વખત ન હોય ૧ ઇન્દ્રિયમાર્ગણાએ પંચેન્દ્રિય જીવો પૂર્વપ્રતિપન હોય. પ્રતિપદ્યમાનની ભજન જાણવી. વિકલેન્દ્રિયો પૂર્વપ્રતિપન હોય. (સિદ્ધાંતકારના મતે, કાર્મ ગ્રથિક મતે ઉભય પણ ન હોય) એકેન્દ્રિયોમાં એક પણ ન હોય ૨. કાર્યમાર્ગણાએ ત્રસકાયમાં પૂર્વપ્રતિપન હોય, પ્રતિપદ્યમાન ભજના. પૃથ્વીકાયાદિમાં ઉભયાભાવ ૩. યોગમાર્ગણાએ સમુદિત ત્રણે યોગોમાં પંચેન્દ્રિયની માફક. મનોરહિત વચનયોગ વિષે વિકલેન્દ્રિયની માફક, કેવલ કાયયોગમાં ઉભયાભાવ ૪. વેદ દ્વારે ત્રણે વેદોનાં પૂર્વ પ્રતિપન હોય, પ્રતિપદ્યમાન ભજના ૫. કષાયદ્વારે અનજાનુબન્ધિમાં ઉભયાભાવ. બાકી ત્રણમાં પૂર્વપ્રતિપન હોય, પ્રતિપદ્યમાન ભજના ૬. લેશ્યા દ્વારે શુદ્ધ ત્રણમાં પંચેન્દ્રિયની માફક, અશુદ્ધ ત્રણમાં પૂર્વપ્રતિપન હોય, બીજા નહીં ૭ સમ્યકત્વ માર્ગણાએ વ્યવહારનયે પૂર્વપ્રતિપન હોય, નિશ્ચયનયે ઉભય પણ હોય ૮. જ્ઞાનદારે વ્યવહારનયે ચાર જ્ઞાનવાલાઓ પૂર્વ પ્રતિપન હોય, પ્રતિપદ્યમાન ન હોય. કેવલી ઉભય ન હોય. ત્રણ અજ્ઞાનીઓ પ્રતિપદ્યમાન વિવલિતકાલે હોય પણ પૂર્વપ્રતિપન્ન ન હોય. નિશ્ચયનયે મતિ શ્રત અવધિજ્ઞાનવાલા પ્રતિપન નિશ્ચયે હોય, પ્રતિપદ્યમાન પણ વિવક્ષિતકાલે હોય. મન:પર્યાયજ્ઞાની પૂર્વપ્રતિપન હોય, પ્રતિપદ્યમાન નહીં. કેવલી તથા ત્રણ અજ્ઞાની ઉભય પણ ન હોય ૯. દર્શનધારે ચક્ષુ અચલુ દર્શન લબ્ધિવાળા પૂર્વ પ્રતિપન હોય, પ્રતિપદ્યમાન અવધિદર્શની For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે આ જ્ઞાન ઉપયોગથી સર્વ પ્રાણીઓને હંમેશા અર્મુહૂર્ત સુધી રહે છે. (સતત ઉપયોગ અંતર્મુહૂર્ત જ રહે છે.) ॥ ૩ ॥ કાલદ્વારે ઉપયોગ આશ્રયી એક અથવા આ જ્ઞાનની લબ્ધિ જઘન્યથી અન્તર્મુ કાળ રહે છે અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ અને મનુષ્યભાવો અધિક એટલો કાળ રહે છે. અને ઘણા પ્રકારના જીવોની અપેક્ષાએ અન્તર (વિરહ) કોઇ દિવસ પણ હોતો નથી. ।।૪।। (જઘન્યથી) વર્તમાન સમયે આ જ્ઞાન પામનારા જીવો એક બે હોય અથવા ન પણ હોય. અને ઉત્કૃષ્ટા ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલી સંખ્યાએ જાણવા. ।।૫।। મતિજ્ઞાન પામેલા જીવો અસંખ્યતા છે, અને મતિજ્ઞાનથી પડવાઈ થયેલા (પડેલા) અનન્તા છે, માટે હે ભવ્યજીવો ! જ્ઞાનની સર્વ પ્રકારની આશાતનાનો ત્યાગ કરો કે જેથી વિજયલક્ષ્મી મેળવો. ।।૬।। પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન નહીં. કેવલદર્શની ઉભય પણ ન હોય. ભજના, ૧૦ સંયતદ્વારે પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન નહી. ૧૧. ઉપયોગદ્વારે સાકારોપયોગી પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. અનાકારોપયોગી પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય. ૧૨. આહારકારે આહારક પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. અનાહારક પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન નહીં. ૧૩. ભાષકદ્વારે ભાષા લબ્ધિવાળા પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. ૧૪. પરિત્તદ્વારે પ્રત્યેક શરીરી પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. સાધારણ ઉભય નહી ૧૫. પર્યાપ્તિદ્વારે પર્યાપ્તા પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. અપર્યાપ્તા પૂર્વ પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન નહીં ૧૬. સૂક્ષ્મદ્રારે સૂક્ષ્મ ઉભય નહીં. બાદર પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. ૧૭ સંક્ષિકારે સંશિ પૂર્વપ્રતિપન્ન હોય, For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ૮૯ પછી જયવીયરાય સંપૂર્ણ કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારણ સંદિસ્સહ ભગવત્ શ્રીમતિજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ) અને એનાથ ઉસ્સસીએણં, કહી એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી, નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ કહી થઈ કહેવી. તે આ પ્રમાણેઃ મતિજ્ઞાનની થઈ શ્રીમતિજ્ઞાની તત્ત્વ ભેદથી, પર્યાયે કરી વ્યાખ્યાજી | ચઉવિક દ્રવ્યાદિકને જાણે, આદેશ કરી દાખાજી / માને વસ્તુ ધર્મ અનંતા, નહિ અજ્ઞાન વિવફાજી / તે મતિજ્ઞાનને વંદો પૂજો, વિજયલક્ષ્મી ગુણકાંક્ષાજી // ૧ // પ્રતિપદ્યમાન ભજના. અસંગ્નિ પૂર્વપ્રતિપન હોય, પ્રતિપદ્યમાન નહી. ૧૮ ભવસિદ્ધિકતારે ભવસિદ્ધિકો સં િમાફક, અભવ-સિદ્ધિકો ઉભયશૂન્ય ૧૯. ચમકારે ચરમ પૂર્વ પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. અચરમ ઉભય શૂન્ય ૨૦. // ઈતિ સત્યદક્ષણા //// દ્રવ્ય પ્રમાણમાં પ્રતિપદ્યમાન હોય અથવા ન હોય, હોય તો અનેક જીવોને અન્તર્મુહૂર્ત કાલ, લબ્ધિ આશ્રયી જઘન્યથી અત્તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમથી વધારે. બે વાર વિજયાદિમાં અથવા ત્રણ વાર અમૃત દેવલોકે જવાથી તેમાં મનુષ્યભવોનો કાલ વધારે જાણવો. નાના જીવોને અપેક્ષી સર્વકાલ /પી અત્તરદ્વારે એક જીવને આશ્રયી જઘન્ય અત્તર અત્તર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અપાઈ પુગલ પરાવર્ત. અનેક જીવોને આશ્રયી અત્તર ન હોય llll ભાગદ્વારે મતિજ્ઞાનીઓ શેષ જ્ઞાની તથા અજ્ઞાનીઓના અનત્તમે ભાગે વર્તે છે. Iloll ભાવારે મતિજ્ઞાની ક્ષાયોપથમિકભાવે વર્તે છે. II અલ્પબહુત્વકારે સર્વથી થોડા મતિજ્ઞાન પામતા જીવો, પામેલા જીવો જઘન્યપદે પણ અસંખ્ય ગુણા, તેથી ઉત્કૃષ્ટપદે વિશેષાધિક / ૯l For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ८० મતિજ્ઞાનની થોઈનો અર્થ શ્રીમતિજ્ઞાનની તત્ત્વ ભેદર અને પર્યાય શબ્દોએ કરીને વ્યાખ્યા કરી છે. તે મતિજ્ઞાની જીવો સામાન્ય કરી દ્રવ્યાદિ ચાર પદાર્થોને જાણે એમ કહ્યું છે. તેઓ વસ્તુના અનન્તા ધર્મોને નિશ્ચયે જાણે છે. એમાં અજ્ઞાનની વિવક્ષા કરેલી નથી. જો વિજયલક્ષ્મી રૂપ ગુણ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તો તે મતિજ્ઞાનની વન્દના તથા પૂજના કરો. /૧/ પછી ખમાસમણ દઈ, ઊભા રહી, મતિજ્ઞાન સંબંધી અઠાવીશ ગુણ વર્ણવવા દુહા કહેવા. તેમાં પઠિકાના દુહા લખીએ છીએ. પીઠિકાના દુહા શ્રી શ્રુત દેવી ભગવતી, જે બ્રાહ્મી લિપી રૂપ પ્રણમે જેહને ગોયમા, હું વંદું સુખરૂપ / ૧ / શેય અનંતે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ / તેહમાં એકાવન કહું, આતમ ધર્મ પ્રકાશ ॥ ૨ ॥ ખમાસમણ એક એકથી, સ્તવિયે જ્ઞાન ગુણ એક | એમ એકાવન દીજીયે, ખમાસમણ સુવિવેક ॥ ૩ ॥ જ્ઞાનપદ ભજીએ ૧ તત્ત્વ-મતિજ્ઞાનનું લક્ષણ જે આગળના દુહાના અર્થમાં સ્પષ્ટ રીતે બતાવાશે તે. ૨ ભેદો-વ્યંજનાવગ્રહ વિગેરે અઠ્ઠાવીશ, બત્રીશ, અથવા ચાર, બે, ૩૩૬ ને ૩૪૦ છે. ૩ પર્યાય-મતિજ્ઞાનના બીજા નામો ઇહા, અપોહ, વિમર્શ, માર્ગા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા આ સર્વ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો છે. . For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૧ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન શ્રી સૌભાગ્ય પંચમી દિને, આરાધો મતિજ્ઞાન / ભેદ અઠ્ઠાવીશ એહના, સ્તવીકે કરી બહુમાન // ૪ / પીઠિકાના દુહાનો અર્થ શ્રી ગૌતમસ્વામી મહારાજ ભગવતી આદિ આગમોને વિષે “નમો ગંભીએ લીવિએ” એવા શબ્દોએ કરીને જેને નમસ્કાર કરે છે, તે 'અઢાર પ્રકારના સંજ્ઞાક્ષર (લિપિ) સ્વરૂપ ભગવતી (પૂજ્ય) એકાત્ત સુખરૂપ શ્રી શ્રુતદેવીને હું વાંદુ છું /૧// શેય (જાણવાલાયક) પદાર્થો અનત્તા હોવાથી જ્ઞાનના પણ અનેક (અન ) ભેદો થાય છે. તેમાંથી આત્માના ધર્મને પ્રકાશ કરનારા એકાવન ભેદોને હું કહું છું. /ર/ એકેક ગુણદીઠ એકેક ખમાસમણ દઈને એકેક જ્ઞાનગુણની સ્તવના કરીએ. એ પ્રમાણે રૂડા વિવેક રહિત એકાવવ ખમાસમણ દઈએ. /al શ્રી સૌભાગ્ય પંચમી (કાર્તિકશુદિ ૫)ને દિવસે મતિજ્ઞાનની આરાધના કરો. એ મતિજ્ઞાનના પૂર્વોક્ત એકાવન ભેદોમાંના અઠ્ઠાવીશ ભેદો છે. તે ભેદોની ઘણા માનપૂર્વક સ્તવના કરીએ ૪ll ગુણના દુહી ઈદ્રિય વસ્તુપુગ્ગલા, મલવે અવવ નાણ // લોચન મન વિષ્ણુ અક્ષને, વ્યંજનાવગ્રહ જાણ // ૫ // ભાગ અસંખ્ય આવલિ લઘુ, સાસ પહુત ઠિઈ જિઢ // પ્રાપ્તકારી ચઉ ઈકિયા, અપ્રાપ્યકારી દુગ દિક // ૬ // કે ૧. હંસલિપિ ૧, ભૂત, ર, યક્ષ, ૩, રાક્ષસ, ૪, ઉર્દુ) ૫, યવની * તુ0 ૭, કીરી. ૮, દ્રવિડo ૯, સિંધી, ૧૦, માલવી) ૧૧ નડી ૧૨, નાગરી, ૧૩, લાટ, ૧૪, ફારસી, ૧૫, નૈમિત્તિકી) ૧૬, ચાણકયીઓ ૧૭ મૂલદેવીઓ ૧૮. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ગુણના દુહાનો અર્થ શ્રોત્રાદિ ઇન્દ્રિયો તથા શબ્દાદિ પુદ્ગલો તે બન્નેનો સંબંધ થવાથી નેત્ર તથા મન સિવાયની ચાર ઇન્દ્રિયો વડે જે પ્રથમ અવ્યક્ત જ્ઞાન થાય છે તે 'વ્યંજનાવગ્રહ જાણવું. (આ દુહાની અંદર મતિજ્ઞાનના ચાર ભેદો બતાવ્યા છે, શ્રોત્રેન્દ્રિવ્યંજનાવગ્રહ ૧ ઘ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ. ૨ સ્પર્શનેન્દ્રિય ૩, ૨સનેન્દ્રિય ૩ વ્યંજનાવગ્રહ ૪) ||૫| જ્ઞાનપદ ભજીએ રે વ્યંજનાવગ્રહનો જઘન્ય કાળ આવલિકાનો અસંખ્યાતમો ઉત્કૃષ્ટ કાળ બેથી નવ શ્વાસોચ્છવાસ પ્રમાણ છે. ચક્ષુ તથા મન વિનાની બાકીની ચાર સ્પર્શન, રસન, પ્રાણ, શ્રોત્ર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે. (જે ઇન્દ્રિયોનો પોતાનાથી જાણવાલાયક પદાર્થની સાથે સંયોગરૂપ સંબન્ધ થવાથી જ્ઞાન થાય તે પ્રાપ્યકારી છે. (જે ઇન્દ્રિયોનો પોતાથી જાણવા લાયક પદાર્થની સાથે સંયોગરૂપ સંબન્ધ થવાથી જ્ઞાન થાય તે પ્રાપ્યકારી ઇન્દ્રિય જાણવી.) ચક્ષુ તથા મન એ બે અપ્રાપ્યકારી જ્ઞાની પુરુષોએ દીઠેલ છે. (જે ઇન્દ્રિયથી પોતાના વિષયની સાથે સંયોગ થયા વિના જ્ઞાન થાય તે અપ્રાપ્યકારી જાણવી.) ॥૬॥ ખમાસમણના દુહા સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાન પ્રકાશ ।। પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ. ૭. II ખમા૦ | ૧॥ ૧. જગતના પદાર્થ માત્ર ત્રણ પ્રકારના હોય છે. ૧ શેય, ૨ હેય, ૩ ઉપાદેય. તેમાં હેય અને ઉપાદેયપણું પણ જ્ઞાનથી જાણેલા પદાર્થોમાં જ હોય છે માટે તે બન્ને પણ શેય શબ્દથી અંગીકાર કરાય છે. ૨ ઇન્દ્રિયો તથા પદાર્થના સંબંધ વડે થવાવાળું પહેલું જે પદાર્થનું જ્ઞાન તે, આ વ્યંજનાવગ્રહ મતિજ્ઞાનના મૂળ પાંચ ભેદો પૈકી પ્રથમ ભેદ છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૩ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન એ કુહો ગુણ ગુણ દીઠ કહેવો. નહીં વર્ણાદિક યોજના, અર્થાવગ્રહ હોય // નોઈદ્રિય પંચ ઈદ્રિયે; વસ્તુ ગ્રહણ કાંઈ જોય. ૮. // સમell ર // અન્વય વ્યતિરેકે કરી, અંતર મુહૂર્ત પ્રમાણ // પંચેન્દ્રિય મનથી હોય, ઈહા વિચારણા જ્ઞાન, ૯ // સમoll ૩ // વર્ણાદિક નિશ્ચય વસે, સુર નર એડિજ વસ્ત // પંચેન્દ્રિય મનથી હોય, ભેદ અપાય પ્રશસ્ત. ૧૦. / સમ0 // ૪ / નિર્ણત વસ્તુ સ્થિર ગ્રહે, કાલાંતર પણ સાચ / પંચેન્દ્રિય મનથી હોય, ધાણા અર્થ ઉવાચ. ૧૧. // સમ0 // ૫ // નિશ્ચય વસ્તુ ગ્રહે છતે, સંતત ધ્યાન પ્રકામ // અપાયથી અધિક ગુણે, અવિશ્રુતિ ધારણા ઠામ. ૧૨. // સમ0 // ૬ //. અવિચ્યતિ સ્મૃતિ તણું, કારજ કારણ જેહ // સંખ્ય અસંખ્ય કાલજ સુધી, વાસના ધારણા તેહ. ૧૩. // સમ0 // ૭ // પૂર્વોત્તર દર્શન દ્રય, વસ્તુ અપ્રાપ્ત એકત્વ // , અસંખ્ય કાલે એ તેહ છે, જાતિસ્મરણ તત્વ. ૧૪. // સમ0 // ૮ // વાજિત્ર નાદ લહી ગ્રહે, એ તો દુંદુભિ નાદ // અવગ્રહાદિક જાણે વહુ, ભેદ એ મતિ આલ્હાદ. ૧૫. // સમ0 // ૯ // દેશ સામાન્ય વસ્તુ છે, ગ્રહે તદપિ સામાન્ય ll શબ્દ એ નવ નવ જાતિનો, એ અબહુમતિ માન ૧૬ // સમ0 // ૧૦ //. એકજ તુરિયના નાદમાં, મધુર તરુણાદિક જાતિ // જાણે બહુવિધ ધર્મ શું, ક્ષય ઉપશમની ભાતિ. ૧૭ ll સમ0 / ૧૧ // For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે મધુરતાદિક ધર્મમાં, ગ્રહવો અલ્પ સુવિચાર // અબહુવિધ મતિ ભેદનો, કીધો અર્થ વિસ્તાર. ૧૮ // સમ0 // ૧૨ // શીઘ્રમેવ જાણે સહી, નવિ હોય બહુ વિલંબ // ક્ષિપ્ત ભેદ એ જ્ઞાનનો, જાણો મતિ અવિલંબ. ૧૯ / સમ0 // ૧૩ / બહુ વિચાર કરી જાણીએ, એ અક્ષિપ્રહ ભેદ // ક્ષયોપશમ વિચિત્રતા, કહે મહાજ્ઞાની સંવેદ ૨૦ // સમ0 // ૧૪ ll, અનુમાને કરી કો ગ્રહ ધ્વજથી જિનવર ચૈત્ય / પૂર્વ પ્રબંધ સંભાલીને, નિશ્રિત ભેદ સંકેત.૨૧ // સમ0 / ૧૫ l : વાહિર ચિન્હ ગ્રહે નહીં, જાણે વસ્તુ વિવેક // અનિશ્ચિત મે એ ધારીએ, આભિનિબોધિક ટેક. ૨૨ // સમ0 / ૧૬ // નિસંદેહ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર // - નિશ્ચિત અર્થ એ ચિંતવો, મતિજ્ઞાન પ્રકાર. ૨૩ // સમoll ૧૭ || એમ હોયે વા અન્યથા, એમ સંદેહે જાત્ત // ઘરે અનિશ્ચિત ભાવથી, વસ્તુ ગ્રહણ ઉપયુત્ત. ૨૪ / સમull ૧૮ // બહુ પ્રમુખ ભેદે ગ્રહું, જિમ એકદા તિમ નિત્ય // બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવ ભેદનું ચિત્ત.૨૫ // સમ0 // ૧૯ // બહુ પ્રમુખ રૂપે કદા, કદા અબહૂવાદિકરૂપ // એ રીતે જાણે તદી, ભેદ અબુધ સ્વરૂપ. ૨૬ / સમ0 / ૨૦ // અવગ્રહાદિક ચઉ ભેદમાં, જાણવા યોગ્ય તે શૈય // તે ચઉ ભેદ ભાખીયો, દ્રવ્યાદિકથી ગણેય. ૨૭ // જાણે આદેશ કરી, કેટલા પર્યાય વિસિર્ફ //. ધર્માદિક સાવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિક. ૨૮ સિમ0 // ૨૧ // સામાન્યાદેશે કરી લોકાલોક સ્વરૂપ // ક્ષેત્રથી જાણે સર્વને, તત્ત્વ પ્રતીત અનુરૂપ. ૨૯ / સમ ll ૨૨ // For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૫ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન અતીત અનાગત વર્તના, અદ્ધા સમય વિશેષ / આદેશ જાણે સહુ, વિતથ નહીં લવલેશ. ૩૦ // સમ0 // ૨૩ // ભાવથી સવિહું ભાવનો, જાણે ભાગ અનંત // ઉદયિકાદિક ભાવ જે, પંચ સામાન્ય લહંત. ૩૧ // સમull ૨૪ ll અકૃતનિશ્રીત જાણિયે, મતિના ચાર પ્રકાર // શીઘ સમય રોહા પરે, અકલ ઔત્યાતિકી સાર૩૨ // સમ0 // ૨૫ // વિનય કરતાં ગુરુ તણો, પામે મતિ વિસ્તાર // તે વિનાયકી મતિ કહી, સઘલા ગુણ સિરદાર. ૩૩ // સમ0 // ર૬ // કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર // તે બુદ્ધિ કહી કાર્મિકી, નંદીસૂત્ર મોઝાર૩૪ / સમ0 ૨૭ // જે વયના પરિપાકથી, રહે બુદ્ધિ ભરપૂર // કમલવને મહા હંસને, પરિણામિકી એ સબૂર. ૩૫ / અડવીશ બત્રીશ દુગ ચઉ. ત્રણશે ચાલીશ જેહ // . : દર્શનથી મતિ ભેદ તે, વિજયલક્ષ્મી ગુણ ગેહ.૩૬ // સમ0 // ૨૮ // - ૨૭ મા ને ૩૫ મા દુહા વખતે ખમાસમણ ન દેવાં. શ્રી મતિજ્ઞાનના અણવિંશતિ ભેદ સંપૂર્ણ ખમાસમણના દુહાનો અર્થ . સમ્યફ (યથાર્થ) “જં જિર્ણહિં પવેઇયં તમેવ સચ્ચે સીસક” (વીતરાગ જિનેશ્વભર ભગવન્તોએ જે બતાવ્યું તે જ સત્ય અને નિશંક છે) એવી ભાવનાથી પવિત્ર થયેલી શ્રદ્ધાવાળા જે જીવોને જ્ઞાનનો પ્રકાશ ઉત્પન્ન થયો છે તે પુરુષોના ચરણકમલને ભાવપૂર્વક ઉલ્લાસ ધારણ કરી હું ત્રિકરણયોગે નમસ્કાર કરું છું. Ilol વર્ણ, | ગંધ, રસ, સ્પર્ધાદિનો સંબન્ધ જે જ્ઞાનમાં જણાય નહિ પણ વ્યંજનાવગ્રહથી વધારે સ્પષ્ટતાએ “આ કાંઈક છે” એટલું વસનું જ્ઞાન પાંચ ઇન્દ્રિયો તથા (ઇન્દ્રિય નહી પણ ઇન્દ્રિય સમાન) છઠ્ઠા For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે નોઈદ્રિય મનોદ્વારાએ થાય તે જ્ઞા અર્થાવગ્રહ કહેવાય છે IIટll (આ દુહાની અંદર મતિજ્ઞાનના છ ભેદો બતાવ્યા છે, ૧ સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, ર જિહુવેદ્રિય અર્થાવગ્રહ, ૩. ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, ૪. ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, ૫ શ્રવણેન્દ્રિય અર્થાવગ્રહ, ૬. માનસ અર્થાવગ્રહ) ૮ અન્વયે (તેની સાથે વ્યાપ્ત) તથા વ્યતિરેક ( તેમાં નહિ રહેનારા) ધર્મની વિચારણા વડે અર્થવગ્રહથી જાણેલાં પદાર્થનું અત્તર્મુહૂર્તની સ્થિતિવાળું પાંચ ઈન્દ્રિયો તથા મનોકારાએ શાન થાય તે ઈહાવિચારણા નામનું જ્ઞાન જાણવું (યત્સલ્વેતસૂક્તમન્વય: / યદભાવે તદભાવો વ્યતિરેકઃ- જે જે તેનું સત્યણું હોયયતે અન્વય કહેવાય તથા જેના અભાવથી તેનો અભાવ હોય તે વ્યતિરેક કહેવાય, જેમ “સ્થાણુર્વા પુરુષો વા?” આ પ્રમાણે સંશય થયા પછી હાથ પગ મુખ વિગેરે પુરુષના ધર્મ હોવાથી આ પુરુષ છે એમ જણાય તે તેના અન્વય ધર્મ, તથા ડાળ બાકા વિગેરે સ્થાણુના ધર્મ તેમાં નહિ હોવાથી આ સ્થાણુ નથી તે તેના વ્યતિરેક ધર્મ જાણવા, આ દુહાની અંદર મતિજ્ઞાનના છ ભેદો દર્શાવ્યા છે ૧ સ્પર્શનેન્દ્રિય ઈહા, ૨ રસનેન્દ્રિય ઈહા, ૩ ધ્રાણેન્દ્રિય ઈહા, ૪ ચક્ષુરિન્દ્રિય ઈહા, ૫ શ્રવણેન્દ્રિય ઈહા, ૬ માનસઈહા) // ૯ // વર્ણગન્યાદિનો નિશ્ચય થવાથી પાંચ ઈન્દ્રિય તથા મન વડે આ દેવતા છે, મનુષ્ય છે, કે અમુક વસ્તુ છે આવો ઉત્તમ નિશ્ચય થાય છે તે અપાય નામનો ભેદ સમજાવો. (આ ૧. વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શની બિનતા સિવાયનું આ કાંઈક વસ્તુ છે એવું જ્ઞાન, આ મતિજ્ઞાનનો બીજો ભેદ, આ જ્ઞાનની સ્થિતિ નિશ્ચયથી એક સમયની છે અને વ્યવહારથી અત્તર્મુહૂર્તની છે. ૨. આ ધર્મો હોવાથી આ પદાર્થ છે તથથ આ ધર્મો નહિ હોવાથી આ પદાર્થ નથી - એવી વિચારણા રુપ જ્ઞાન. આ મતિજ્ઞાનનો ત્રીજો ભેદ. ૧ વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શની ભિન્નતા સિવાયનું આ કાંઈક વસ્તુ છે એવું જ્ઞાન, આ મતિજ્ઞાનનો બીજો ભેદ, આ જ્ઞાનની સ્થિતિ નિશ્ચયથી એક સમયની છે અને વ્યવહારથી અત્તર્મુહૂર્તની છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ૯૭ દુહામાં પણ મતિજ્ઞાનના છ ભેદો દર્શાવ્યા છે, ૧ સ્પર્શનેદ્રિન્સ અપાય. ૨ રસનેન્દ્રિય અપાય, ૩ ઘ્રાણેન્દ્રિય અપાય, ૪ ચક્ષુરિન્દ્રિય અપાય, ૫ શ્રોત્રેન્દ્રિય અપાય, ૬ માનસ અપાય) ૧૦ નિશ્ચય કરેલી વસ્તુને સ્થિરતાએ ગ્રહણ કરવી. કાલાન્તરે પણ સત્ય જાણવી તે પાંચ ઇન્દ્રિય તથા મન થકી થનાર જ્ઞાન ધારણા છે. આ પ્રમાણે ધારણાનો અર્થ કહેવો. (આ દુહામાં મતિજ્ઞાનના છ ભેદો દર્શાવ્યા છે, ૧ સ્પર્શનેન્દ્રિય ધારણા ૨ જિલ્વેન્દ્રિય ધારણા, ૩ ઘ્રાણેન્દ્રિય ધારણા, ૪ ચક્ષુરિન્દ્રિય ધારણા, ૫ શ્રવણેન્દ્રિય ધારણા, ૬ માનસ ધારણા. અહીં સુધીમાં વ્યંજનાવગ્રહ ૪, અર્થાવગ્રહ ૬, ઈહા ૬, અપાય ૬, ધારણા ૬, એમ અઠ્ઠાવીશ ભેદોનું વર્ણન કર્યું, હવે તેના અવ્યન્તર ભેદો તથા બીજી રીતના મતિજ્ઞાનના ભેદો દર્શાવે છે.) । ૧૧ ।।પદાર્થને નિશ્ચયથી જાણ્યા પછી અપાયથી અધિક ગુણવાળું અતિશય નિરન્તર જે, તે વસ્તુનું ધ્યાન તે અવિચ્યુતિ ધારણાનું સ્થાન છે. ।। ૧૨ ।। અવિચ્યુતિ અને સ્મૃતિનું જે કાર્ય અને કારણ હોય અર્થાત્ અવિચ્યુતિનું કાર્ય અને સ્મૃતિનું કારણ એવી સંખ્યાતા અસંખ્યાતા કાલસુધીની સ્થિતિવાલી વાસના નામની ધારણા જાણવી ૧૩ પૂર્વદર્શન તથા ઉત્તર દર્શને કરી સહિત અપ્રાપ્તવસ્તુની એકતા જણાવનારું અસંખ્યાતે કાલે પણ આ તે જ વસ્તુ છે (એમ યાદ આપનારું) એ જાતિસ્મરણ જ્ઞાનનું તત્ત્વ છે (અર્થાત્ તે જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે અને તે મતિજ્ઞાનાંર્ગત ધારણાનો જ પ્રકાર છે) | ૧૪ || ૨ આ ધર્મો હોવાથી આ પદાર્થ છે તથા આ ધર્મો નહિ હોવાથી આ પદાર્થ નથી-એવી વિચારણારૂપ જ્ઞાન. મતિજ્ઞાનનો ત્રીજો ભેદ ૧ આ વસ્તુ આ જ છે એવા નિશ્ચયવાળું જ્ઞાન અપાય- તે મતિનો ચોથો ભેદ છે. આનું સ્થિતમાન અન્તર્મુહૂર્તનું છે. ૨ નિશ્ચિત વસ્તુને લાંબા કાળ સુધી અવધારવું, આ મતિનો પાંચમો ભેદ, એનો કાલ સંખ્યાતો અથવા અસંખ્યાતો, અહીં સુધીમાં સ્પર્શેન્દ્રિયતા ૫ ૨સન્ડ્રે ન્દ્રિયના ૫, ઘ્રાણેન્દ્રિયના ૫, ચક્ષુરિન્દ્રિયના ૪, શ્રોત્રેન્દ્રિયના ૫, માનસના ૪, એમ અઠ્ઠાવીસ ભેદ થયા. ૐ ધારણાના ત્રણ ભેદોમાં પહેલો ભેદ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જ્ઞાનપદ ભજીએ રે બહુ અબ્દવાદિ બાર ભેદોનું સ્વરૂપ વાજિંત્રનો નાદ સાંભળીને આ દુંદુભિનો શબ્દ છે ઇત્યાદિ (પૃથક્ પૃથક્ વાજિંત્રના શબ્દ) અવગ્રહાદિથી જાણે એ મતિજ્ઞાનનો ‘બહુ' નામનો આહ્લાદકારી ભેદ જાણવો. ।૧૫।। (બહુ ૧) | અંશસામાન્યે કરી વાતુ છે, તેમાં પણ જે સામાન્યને જ જાણે, જુદી જુદી જાતિના વાજિંત્રના શબ્દ જુદા ન જાણે તે ‘અબહુ’ નામનો મતિજ્ઞાનનો ભેદ જાણવો. ।।૧૬।। (અબહુ ૨) | એકજ વાજિંત્રના શબ્દમાં પણ મધુર તરુણ વિગેરે જુદી જુદી જાતિઓને ક્ષયોપશમની રચનાએ કરી જાણે તે ‘બહુવિધ’ નામનો મતિજ્ઞાનનો ભેદ જાણવો. ।।૧૭ (બહુવિધ ૩) // શબ્દાદિના મધુરતા વિગેરે ધર્મોમાં થોડો વિચાર જાણવો વિશેષ ન જાણવું) તે ‘અબહુવિધ’ નામના મતિ પ્રકારનો અર્થ વિસ્તાર જાણવો. ।।૧૮।। (અબહુવિધ ૪) ઘણો વિલંબ થયા વિના તત્કાળ જ જાણે તે મતિજ્ઞાનનો ‘ક્ષિપ્ર’ ભેદ જાણવો અથવા તેને અવિલમ્બ મતિ જાણવી. ।।૧૯।। (ક્ષિપ્ર ૫) || ઘણો વિચાર કરીને વસ્તુ જાણે તે ‘અક્ષિપ્ર' ભેદ જાણવો. ( આ સર્વ પરસ્પર વિરુદ્ધ ભેદોમાં) ક્ષયોપશમની વિચિત્રતાનો સ્વભાવ મહા જ્ઞાનીઓ કહે છે ।।૨૦ (અક્ષિપ્ર ૬) ॥ ધ્વજા દેખવાથી આ જિનેશ્વર ભગવાનનું ચૈત્ય છે એ પ્રમાણે અનુમાને કરી સાધ્યહેતુનું જ્ઞાન થાય તથા પૂર્વપ્રબન્ધો સંભારીને જાગે તે ‘નિશ્રિત' ભેદનો વિચાર જાણવો ।।૨૧।। (નિશ્ચિત ૭) || બહારનું ચિહ્ન દીઠા સિવાય પદાર્થોનો વિચાર જાણે તે આભિનિબોધિક જ્ઞાનનો (મતિનો) ‘અનિશ્રિત’ નામનો પ્રધાન ભેદ જાણવો ॥૨૨॥ (અનિશ્રિત ૮) ।। સન્દેહરહિત નિશ્ચયપણાએ કરી ૧ ધારણાનો બીજો ભેદ ૨ ધારણાનો ત્રીજો ભેદ. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન વાનો અધિકાર જાણે તે નિશ્ચિત નામના મતિજ્ઞાનના ભેદનો અર્થ જાણવો ર૩ (નિશ્ચિત ૯) વસ્તુ જાણવામાં ઉપયુક્ત જીવ આમ હશે કે બીજી રીતે હશે? એમ સદેહે કરીને યુક્ત અનિશ્ચિતપણાથી જાણે તે “અનિશ્ચિત” ભેદ જાણવો. //ર૪ll (અનિશ્ચિત ૧૦)ll બહુ પ્રમુખભેદે કરી જાણ્યા પછી જેમ એક દિવસ તેમ હંમેશા જે પુરુષને બુદ્ધિ થાય યાદ રહે તે ધુવ” નામના મતિનું ભેદનું રહસ્ય જાણવું //રપી (ધ્રુવ ૧૧) // કોઈ વખત બહુ વિગેરે ભેદે કરી જાણે અને કોઈ વખત અબહુ વિગેરે સ્વરૂપથી જાણે એ પ્રમાણે જ્યારે જાણે ત્યારે તે “અધુવ” ભેદનું સ્વરૂપ જાણવું ર૬/ (અપ્રુવ ૧૨) // દ્રવ્યાદિક ચાર પ્રકારોનું સ્વરૂપ અવગ્રહાદિ ચાર ભેદોમાં (વિષયભૂત) જાણવાલાયક શેય પદાર્થો ચાર ભેદે કરી રહ્યા છે, તે ચાર દ્રવ્યાદિકથી જાણવા. //રશી તેમાં દ્રવ્યથી આદેશે એટલે સામાન્ય પ્રકારે કરી સામાન્ય વિશેષની મુખ્યતાવાળા ધર્માસ્તિકાયાદિક સર્વ દ્રવ્યોને કેટલાક પર્યાયો સહિત જાણે ર૮ (દ્રવ્યથી ૧) // ક્ષેત્ર સામાન્ય પ્રકારે તત્ત્વપ્રતીતિના અનુકૂલપણાએ કરી સર્વ લોકાલોકના સ્વરૂપને જાણે // ૨૯ // (ક્ષેત્રથી ૨) // કાલથી સામાન્ય કરી અતીત અનાગતકાળ અને વર્તમાનકાળનો સમયવિશેષ તે સર્વને જેમાં લવલેશ અસત્યપણું નથી તેવી રીતે જાણે // ૩૦ // (કાલથી ૩) / ભાવથી સામાન્ય કરી સર્વ પર્યાયોનો અનન્સમો ભાગ જાણે અથવા સામાન્યથી ઔદદિયકાદિક પાંચ ભાવોને જાણે // ૩૧ / (ભાવથી ૪) / ચાર પ્રકારની બુદ્ધિનું સ્વરૂપ (ઋતનિશ્ચિત મતિજ્ઞાનના અવગ્રહાદિ તથા બહુ અબહાદિ ભેદો કહ્યા) હવે અકૃતનિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદો છે તે કહે છે. તેમાં For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જ્ઞાનપદ ભજીએ રે પહેલો અવસરોચિત રોહાની માફક કોઈથી કળી ન શકાય એવો “ઔત્યાતિકી' નામનો ભેદ જાણવો, ફરી ગુરુમહારાજાનો સર્વ ગુણોમાં અગ્રેસર એવો વિનય કરવાથી જે મતિજ્ઞાનનો વિસ્તાર પામીએ તે “વૈનાયિકી બુદ્ધિ નામનો બીજો ભેદ જાણવો. આ આ બુદ્ધિ સ્વ ગુણોમાં શિરોમણિ છે. ૩૩ વારંવાર કાર્યનો અભ્યાસ કરવાથી જે મતિજ્ઞાનનો ભલો વિચાર ઉભવે તેને નંદીસત્રાદિસત્રોમાં કાર્મિકી” બુદ્ધિ કહી છે. (આ ત્રીજો ભેદ) ૩૪ll અવસ્થાનો પરિપાકે થવાથી કમલવનમાં મહા હંસની માફક જે ભરપુર બુદ્ધિ પામે તે સતેજ પરિણામિકી” બુદ્ધિ જાણવી. (આ ચોથો ભેદ. ) Iઉપ અઠ્ઠાવીશ બત્રીશ બે ચાર અને ત્રણસો ચાલીશ આ પ્રમાણે દર્શનથી એટલે અપેક્ષાથી જુદી જુદી રીતે વિચારવાથી મતિજ્ઞાનના ભેદો થાય છે. (સમ્યકત્વથી મતિજ્ઞાન અને મિથ્યાત્વ હોય તો મતિઅજ્ઞાન) તે સર્વ ભેદો વિજયલક્ષ્મીરૂપ ગુણના મન્દિર સમાન છે ૩૬/l ખમાસમણ દઈને ઈચ્છાશ્રી શ્રુતજ્ઞાન આરાધનાથે ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું તે નીચે પ્રમાણે ૧ ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, પારિણામિક ૨ રોહનું દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. ૩ કોઈ સરોવરના કિનારે કમલના વનમં એક વૃક્ષ ઉપર સોનું ટોળું રહેતું હતું, તે વૃક્ષના નીચે એક વેલડી ઊગી, તે વેલડી વૃક્ષ ઉપર ચઢવા લાગી, ત્યારે મોટા વૃદ્ધ હસે પુત્રપૌત્રાદિનો વિનાશંન થાય માટે પુત્રાદિ પરિવારને કહ્યું કે–આ વેલડીને ચાંચથી તોડી નાંખો, નહિં તો આપણું મરણ થશે. ત્યારે નાના તરુણ વયના હંસો હાંસી કરતા બોલ્યા- આ વૃદ્ધને તો અહીં શાશ્વત રહેવું લાગે છે? ત્યારે વૃદ્ધ ચૂપ થઈને બેસી રહ્યો. અનુક્રમે વેલડી વધતી વધતી વૃક્ષ ઉપર ચઢી. એટલે કે એક શિકારીએ તે વેલડીનું અવલંબન કરી વૃક્ષ ઉપર ચડીને જાળ પાથરી. બહાર ગયેલા હંસો આવીને બેઠા એટલે તે જાળમાં સપડાયા. પછી તેમણે For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન દ્વિતીય શ્રી શ્રુતજ્ઞાન ચૈત્યવંદન શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમો, સ્વપર પ્રકાશક જેહ । જાણે દેખે જ્ઞાનથી શ્રુતથી ટાલે સંદેહ અનભિલાપ્ય અનંત ભાવ, વચન અગોચર દાખ્યા । તેહનો ભાગ અનંતમો, વચન પર્યાયે આખ્યા વલી કથનીય પદાર્થનો એ, ભાગ અનંતમો જેહ । ચૌદે પૂરવમાં રચ્યો, ગણધર ગુણ સસ્નેહ ॥ ૧ ॥ માંહોમાંહે પૂરવધરા, અક્ષર લાભે સરિખા । છઠ્ઠાણ વડીયા ભાવથી, તે શ્રુત મતિય વિશેખા // તેહિજ માટે અનંતમે, ભાગ નિબદ્ધા વાચા । સમિકત શ્રુતના જાણીએ, સર્વ પદારથ સાચા ॥ - વૃદ્ધ હંસને પૂછ્યું કે– ‘હવે કોઈ જીવવાનો ઉપાય છે?' વૃદ્ધ હંસે કહ્યું, ‘મેં પ્રથમ જ કહ્યું હતું હવે કાંઈ ઉપાય નથી !’ છેવટ બીજા હંસોએ ઘણું વિનવ્યા ત્યારે वृद्ध હંસે કહ્યું કે - ‘ તમે સૌ શબ જેવા થઈ ને પડી રહો. નહિં તો આ શિકારી ડોક મરડીને મારી નાંખશે.’ સર્વે તે પ્રમાણે રહ્યા. શિકારીએ આવીને જોયું · એટલે બધાને મરેલા જોઈ નીચે નાંખી દીધા. એટલે વૃદ્ધ હંસે કહ્યું ‘ હવે ઉડી જાઓ’ એટલે બધા ઊડી ગયા. આ દૃષ્ટાન્તમાં વૃદ્ધ હંસને અવસ્થાની પરિપકવતાથી વેલડીથી મરણનું જ્ઞાન, વેલડી તોડબી એ બચવાનો ઉપાય, છેવટે મૃતક જેવા રહેવાથી જીવનનો ઉપાય - એ સર્વ જ્ઞાન થયું. ૧ અઠ્ઠાવીશ ભેદો પૂર્વે બતાવ્યા તે જાણવા. ૨ તેમાં અશ્રુતનિશ્રિત ચાર ભેળવતાં બત્રીશ. ૐશ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત એમ બે ભેદો. ૪ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એ ચાર ભેદો, ૧૦૧ ૫ અઠ્ઠાવીશ ભેદોને બહુ અબહુ આદિ બાર ભેદે ગુણતાં ૩૩૬. તેમાં અશ્રુતનિશ્રિત ચાર ભેળવતાં - ૩૪૦ II For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જ્ઞાનપદ ભજીએ રે દ્રવ્ય ગુણ પર્યાયે કરીએ, જાણે એક પ્રદેશ જાણે તે સવિ વસ્તુને, નંદીસૂત્ર ઉપદેશ / ૨ // ચોવીશ જિનના જાણીએ, ચૌદ પૂરવધર સાધ / નવ શત તેત્રીશ સહસ છે, અઠ્ઠાણ નિરુપા // પરમત એકાંતવાદીનાં, શાસ્ત્ર સકલ સમુદાય ! તે સમકિતવંતે ગ્રા, અર્થ યથાર્થ જ થાય છે અરિહંત શ્રુતકેવલી કહે એ, જ્ઞાનાચાર ચરિત / શ્રુત પંચમી આરાધવા, વિજયલક્ષ્મી સૂરિ ચિત / ૩ // શ્રુતજ્ઞાનના ચૈત્યવંદનનો અર્થ સ્વપરને જે પ્રકાશકર્તા છે તે શ્રુતજ્ઞાનને હંમેશાં નમસ્કાર કરો. (મત્યાદિ) જ્ઞાનથી વસ્તુને જાણે દેખે છે તથા શ્રુતજ્ઞાનથી સંશયો ટલે છે. ll૧II વચનના વિષયમાં ન આવે તેવા (બોલી ન શકાય) અભિલાપ્ય અનંતા ભાવો પદાર્થોમાં રહેલા છે, તેનો (અનભિલાષ્યનો) અનંતમો ભાગ વચનપર્યાયમાં આવે તેવો (અભિલાપ્ય ભાવ) કહ્યો છે /ર// વળી કહેવા લાયક (અભિલાષ્ય) પદાર્થોનો અનન્સમો ભાગ ગુણે કરી સ્નેહ સહિત ગણધર મહારાજાએ ચૌદ પૂર્વમાં ગૂંથ્યો છે //// ચૌદ પૂર્વધર ભગવત્તો પરસ્પર અક્ષરજ્ઞાને કરી સરખા છે. પણ ભાવથી (પદાર્થના જ્ઞાનથી) છસ્થાન પતિત હોય છે તે મતિવિશેષો મૃતના જ પ્રકારો છે //૪// તેજ માટે અનત્તમે ભાગે વાણીમાં ગુંથાયેલ છે. સમકિત સહિત શ્રુતજ્ઞાનના કહેલા સર્વ પદાર્થો સત્ય જાણવા. //પ/l ૧ અનન્ત ભાગાધિક ૧ અસંખ્યય ભાગાધિક ૨ સંખ્યયભાગાધિક ૩ સંખ્યયગુણાધિક x અસંખ્ય ગુણાધિક ૫ અનન્તગુણાધિક ૬. અથવા હાનિના છ સ્થાન લેવા. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ૧૦૩ દ્રવ્યગુણપર્યાયે કરી જે એક પ્રદેશને જાણે છે તે સર્વ પ્રદેશને જાણે છે એવો નન્દીસૂત્રનો ઉપદેશ છે. IIFI ચોવીશ જિનેશ્વરના ઉપાધિથી વિમુક્ત થયેલા ચૌદ પૂર્વધર સાધુઓ '૩૩૯૯૮ છે. ૭ એકાન્ત વસ્તુ કહેનારા પરતીર્થિકોના જે સર્વશાસ્ત્રસમૂહ તે સમકિતવન્ત પ્રાણીએ ગ્રહણ કર્યો છતે સત્ય અર્થવાલા થાય છે, ।।૮।। જિનેશ્વર મહારાજ તથા શ્રુતકેવલિભગવન્તો જ્ઞાનાચારનું ચરિત્ર કહે છે– તેનું વર્ણન કરે છે તેથી શ્રુતપંચમીનું આરાધન કરવા વિજયલક્ષ્મીસૂરિ મહારાજનું ચિત્ત થયું છે. II ૯ ॥ ઇતિ ચૈત્યવંદન ॥ નમુક્ષુ || જાવંતિ || નમોઽર્હ સ્તવન કહીએ તે આ પ્રમાણે— || કહી શ્રુતજ્ઞાનનું સ્તવન || હરિયા મન લાગો ।। એ દેશી ।। શ્રી શ્રુત ચૌદ ભેદે કરી, વરણવે શ્રી જિનરાજ રે ।। ઉપધાનાદિ આચારથી, સેવિયે શ્રુત મહારાજ રે // શ્રુત શું દિલ માન્યો ॥ દિલ માન્યો રે, મન માન્યો, પ્રભુ આગમ સુખકાર રે | શ્રુતo || એ આંકણી ॥ ૧ ॥ એકાદિ અક્ષર સંયોગથી, અસંયોગી અનંત રે ।। સ્વપર પર્યાયે એકાક્ષરો, ગુણ પર્યાય અનંત રે મ્રુત૦ | ૨ || અક્ષરનો અનંતમો, ભાગ ઉઘાડો છે નિત્ય રે ।। તે તો અવરાએ નહીં, જીવ સૂક્ષ્મનું એ ચિત્ત રે // શ્રુતo ॥ ૩ ॥ ૧. ઋષભ૦ ૪૭૫૦, અજીત૦ ૩૭૨૦, સંભવ૦ ૨૧૫૦, અભિનન્દન૦ ૧૫૦૦, સમતિ૦ ૨૪૦૦, પદ્મપ્રભ ૨૩૦૦, સુપાર્શ્વ૦ ૨૦૩૦, ચન્દ્રપ્રભ૦ ૨૦૦૦, સુવિધિ ૧૫૦૦, શીતલ૦ ૧૪૦૦, શ્રેયાંસ૦ ૧૩૦૦, વાસુપૂજ્ય૦ ૧૨૦૦, વિમલ૦ ૧૧૦૦, અનન્ત૦ ૧૦૦૦, ધર્મ ૯૦૦, શાન્તિ૦ ૮૦૦, કુન્થુ૦ ૬૭૦, અર૦ ૬૧૦, મલ્લિ૦ ૬૬૮, મુનિસુવ્રત૦ ૫૦૦, નમિ૦ ૪૫૦, નેમિ૦ ૪૦૦, પાર્શ્વ૦ ૩૫૦, વર્ધમાન૦ ૩૦૦, કુલ. ૩૩૯૯૮ ચૌદપૂર્વી મુનિ હોય છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જ્ઞાનપદ ભજીએ રે, ઈચ્છે સાંભળવા ફરી પૂછે, નિસણે ગ્રહ વિચારતા રે // નિશ્ચય ધારણા હિમ કરે, ધીગુણ આઠ એ ગર્ણત રે // શ્રુતo Irl વાદી ચોવીશ જિનતણા એક લાખ છવીસ હજાર રે // બર્ગે સયલ સભામાંહે, પ્રવચન મહિમા અપાર રે // શ્રુતo Iull ભણે ભણાવે સિદ્ધાંતને, લખે લખાવે જેહ રે . .. તસ અવતાર વખાણીએ, વિજયલક્ષ્મી ગુણ ગેહ રે // કૃતo lell શ્રુતજ્ઞાનના સ્તવનનો અર્થ શ્રીતીર્થકર મહારાજાએ શ્રુતજ્ઞાન ચૌદ પ્રકારે વર્ણવ્યું છે, તે શ્રુતજ્ઞાનરૂપી મહારાજાની ઉપધાન વહન કરવા વિગેરે આચારો વડે સેવના કરીએ, શ્રુતજ્ઞાનને વિષે મારું દિલ રાચી રહ્યું છે. સુખકર્તા પરમાત્માના આગમમાં દિલ તથા ચિત્ત રાવ્યું છે l/૧/l એક વિગેરે અક્ષરોના સંયોગ કરવાથી અકાર સંયોગી અનન્તા છે તેમજ સ્વપર પર્યાયોએ કરીને એક અક્ષર ગુણપર્યાય સ્વરૂપે અનન્તો છે (જો કે અક્ષરો સંખ્યાતા છે, તો પણ અક્ષરોના વાગ્ય અભિધેયો તથા તેના ધર્મો અનત્તા હોવાથી અનત્તા સંયોગો સિદ્ધ થાય છે) ર// અક્ષરનો (જ્ઞાનનો) અનત્તમો ભાગ હંમેશાં ઉઘાડો રહે છે, તે ભાગ તો અવરાતો જ નથી. સૂક્ષ્મ જીવનું એ જ્ઞાન છે / ૩ // શુશ્રુષા' (સાંભળવાની ઈચ્છા,) શ્રવણ કરવું ફરી પૂછવું મનમાં અવધારણ કરવું, ગ્રહણ કરવું, વિચારવું, નિશ્ચય કરવો, ધારણ કરી રાખવું. બુદ્ધિના એ આઠ ગુણ ગણાય છે જો ચોવીશ તીર્થકરોના ૧૨૬૨00 સર્વ સભામાં વાદીઓ છે. (આ વાદીઓને કોઈ પણ વાદમાં જીતી શકે નહિ) એ પ્રવચનનો અપાર મહિમા છે. / પી જે પ્રાણીઓ આગમને ભણે છે, ભણાવે છે, લખે છે, લખાવે છે, તે પ્રાણીઓના વિજયલક્ષ્મી રૂપ ગુણના મન્દિર સમાન જન્મના વખાણ કરીએ. I/II For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ૧૦૫ પછી જયવીયરાય કહી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ શ્રી શ્રુતજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ ।। વંદ૦ | અન્ન૦ ।। એક લોગ્ડસ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરી પારીને થોય કહેવી, તે કહે છે. શ્રુતજ્ઞાનની થુઈ // ગોયમ બોલે ગ્રંથ સંભાલી ।। એ દેશી ।। ત્રિગડે બેશી શ્રી જિનભાણ, બોલે ભાષા અમિય સમાણ, મત અનેકાંત પ્રમાણ ॥ અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુયોગ જિહાં ગુણખાણ, આતમ અનુભવ ઠાણ || સકલ પદારથ ત્રિપદી જાણ, જોજન ભૂમિ પસરે વખાણ, દોષ બત્રીશ પરિહાણ ॥ કેવલિભાષિત તે શ્રુત નાણ, વિજયલક્ષ્મી સૂરિ કહે બહુમાન, ચિત્ત ધરજો તે સયાણ ॥ ૧ ॥ ઇતિ સ્તુતિ | ૧. કાલ ૧ વિનય ૨ બહુમાન ૩ ઉપધાન ૪ અનિન્દ્વવ ૫ વ્યંજન ૬ અર્થ ૭ તદુભય ૮ ૨: ઋષભના ૧૨૭૫૦, અજીતના ૧૨૪૦૦, સંભવના ૧૨૦૦૦, અભિનન્દન ૧૧૦૦૦૦, સુમતિ ૧૦૪૫૦, પદ્મપ્રભ ૯૬૦૦, સુપાર્શ્વ ૮૪૦૦, ચન્દ્રપ્રભ ૭૬૦૦, સુવિધિ. ૬૦૦૦, શીતલ ૫૮૦૦, શ્રેયાંસ૦ ૫૦૦૦, વાસુપૂજ્ય ૪૨૦૦, વિમલ ૩૬૦૦, અના૦ ૩૨૦૦, ધર્મ ૨૮૦૦, શાન્તિ ૨૪૦૦, કુન્થુ ૨૦૦૦, અર ૧૫૦૦, મલ્લિ ૧૪૦૦, મુનિસુવ્રત ૧૨૦૦. નમિ ૧૦૦૦, નેમિ ૮૦૦, પાર્શ્વ ૬૦૦, વર્ધમાન ૪૦૦, સર્વ સંખ્યા ૧૨૬૨૦૦ વાદી મુનિ હોય છે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જ્ઞાનપદ ભજીએ રે શ્રુતજ્ઞાનની સ્તુતિનો અર્થ સૂર્ય સમાન જિનેશ્વર પરમાત્મા ત્રિગડા ઉપર બેસી અમૃત સમાન વાણી બોલે છે. અનેકાન્ત મત એ જ પ્રમાણ છે. આત્માનો અનુભવ કરવાનું સ્થાનક ચાર અનુયોગરૂપી ગુણોની ખાણ પરમાત્મા અરિહા પ્રભુનું શાસન શ્રેષ્ઠ વહાણ સમાન છે. સર્વ પદાર્થો ત્રિપદી વડે જણાવે છે. બત્રીશ દોષ વર્જિત પરમાત્માની દેશના યોજન પ્રમાણ ભૂમિમાં ફેલાવો પામે છે. કેવલજ્ઞાની પ્રભુએ જે કથન કર્યું તે શ્રુતજ્ઞાન, એમ વિજયલક્ષ્મી સૂરિ બહુમાનપૂર્વક કહે છે તે સુજનો! તે શ્રુતજ્ઞાનને તમામ ધારણ કરજો / ૧ // ૧. ચરણકરણાનુયોગ ૧ દ્રવ્યાનુયોગ ર ધર્મકથાનુયોગ ૩ ગણિતાનુયોગ ૪ ૨. પ્રકૃતિથી આ સર્વ સંસાર છે અથવા આત્મા નથી વિગેરે અલીક' ૧, વેદમાં કથિત હિંસા ધર્મને માટે થાય વિગેરેની માફક ઉપઘાતજનક'૨, ડિસ્થાદિની માફક નિરર્થક ૩, પૂર્વાપર સંબંધ વિનાનું તે અપાર્થક” ૪, છલવાક્ય વિગેરે “છલ'પ. દ્રોહસ્વભાવ હોય, તે હિલ'૬, સારવિનાનું તે નિસાર”૭, અક્ષરાદિ કરીને અધિક તે “અધિક’૮, ન્યૂન હોય તે ‘ઊન'૯, ફરી ફરી બોલવું તે પુનરુક્ત' ૧૦, પૂર્વાપરવિરુદ્ધ તે “વ્યાહત' ૧૧, યુક્તિરહિત તે “અયુક્ત ૧૨, ક્રમરહિત તે “ક્રમભિન' ૧૩, વચન ફેરફાર તે “વચન ભિન' ૧૪. વિભક્તિ ફેરફાર તે વિભક્તિ વિભિન' ૧૫, લિંગ ફેરફાર તે લિંગભિન' ૧૬, સિદ્ધાન્તમાં નહી કહેલું તે “અનભિહિત' ૧૭. છંદોભગંતે “અપદ'૧૮ વસ્તુના સ્વભાવથી વિપરીત બોલવું તે “સ્વભાવહીન' ૧૯, પ્રસ્તુત વાત છોડી અપ્રસ્તુત વાતને લંબાવી પછી પ્રસ્તુત કહેવી તે વ્યવહિત ૨૦, કાલ ફેરફાર તે કાલદોષ' ૨૧, વાક્ય પૂર્તિવિના વચમાંથી પદ તોડી નાંખવું તે “થતિદોષ’ ૨૨, અલંકાર વિશેષ શૂન્ય તે “છવિદોષ” ૨૩, સ્વસિદ્ધાન્ત વિરુદ્ધ તે “સમય વિરુદ્ધ ૧૪, હેતુશૂન્ય તે વચન માત્ર’ ૨૫, તાત્પર્યથી અનિષ્ટપ્રાપ્તિ થાય તે “અર્થપત્તિદોષ' ૨૬, સમાસ ફેરફાર તે અસમાસદોષ' ૨૭, હીનાધિક ઉપમા કરવી તે ઉપમાદોષ’ ૨૮, એક દેશને સંપૂર્ણ કહેવું તે સ્વરૂપાવયવદોષ' ૨૯, ઉદેશ્ય પદોની એકવાકયતા ન થાય તે અનિર્દેશદોષ'૩૧, વિપરીતસન્ધિ તે “સન્ધિદોષ' ૩૨, આ પ્રમાણેના ૩ર દોષ રહિત પરમાત્માની દેશના હોય છે. // For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ , ,, પીડિતા || શ્રી જ્ઞાનપંચમી દેવવંદન - શ્રી શ્રુતજ્ઞાનના દોહા વંદો શ્રીશ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશ // તેહમાં ચઉદશ વરણવું, શ્રત કેવલી શ્રુત ઈશ / ૧ / ભેદ અઢાર અકારના, એમ સવિ અક્ષર માન // લબ્ધિ સંજ્ઞા વ્યંજન વિધિ, અક્ષર શ્રત અવધાન / ૨ // અથ પીઠિકા / પવયણ શ્રત સિદ્ધાંત તે, આગમ સમય વખાણી // પૂજો બહુવિધ રાગથી, ચરણકમલ ચિત્ત આણી. ૩. // ૧ / ખમાળ / // એ દોહો ગુણ ગુણ દીઠ કહેવો // કર પલ્લવ ચેષ્ટાદિકે, લખે અંતર્ગત વાચ / એહ અનક્ષર શ્રતતણો, અર્થ પ્રકાશક સાચ. ૪ // પવ૦ / ૨ // સંજ્ઞા જે દીહકાલિકી, તેણે સનિયા જાણ // મન ઈદ્રિયથી ઉપવું, સંજ્ઞી શ્રત અહિઠાણ. ૫ // પવO // ૩ // | મન રહિત ઈદ્રિય થકી, નિપજ્યું જેહને જ્ઞાન // . ક્ષય ઉપશમ આવરણથી, શ્રત અસંજ્ઞી વખાણ.૬ // પવ૦ ૪ / જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ // દર્શન દર્શન હોય જિહાં, તે દર્શન, પ્રત્યક્ષ. // ૭ // લલિત ત્રિભંગી ભંગભર, નૈગમાદિ નય ભૂર / શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત શ્રત વડનૂર.૮ // પવO // ૫ // ભંગ જાલ નર બાલ મતિ. રચે વિવિધ આયાસ / તિહાં દર્શન દર્શનતણો, નહીં નિદર્શન ભાસ. / ૯ / - સ અસ વહેચણ વિના, ગ્રહે એકાંતે પક્ષ // * જ્ઞાન ફલ પામે નહીં, એ મિથ્યા કૃત લક્ષ. ૧૦ / પવ૦ // ૬ // For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જ્ઞાનપદ ભજીએ રે ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત શ્રત ધાર // નિજ નિજ ગણધર વિરચિયો, પામી પ્રભુ આધાર. ૧૧ // પવ૦ // 9 / દુuસહ સૂરીશ્વર સુધી, વર્તશે શ્રત આચાર. // એક જીવને આશારી, સાદિ સાંત સુવિચાર. ૧૨ // પવ૦ / ૮ / શ્રત અનાદિ દ્રવ્યન થકી, શાશ્વત ભાવ છે એહ / મહાવિદેહમાં તે સદી, આગમ યણ અછે. ૧૩ // પ૦૦ ૯ /. અનેક જીવને આશરી, શ્રત છે અનાદિ અનંત દ્રવ્યાદિક ચઉ ભેદના, સાદિ અનાદિ વિરતંત. ૧૪ / પવ૦ / ૧૦ || સરિખા પાઠ છે સૂત્રમાં, તે શ્રત ગમિક સિદ્ધાંતો પ્રાયે દષ્ટિવાદમાં, શોભિત ગુણ અનેકાંત ૧૫ // પ૩૦ / ૧૧ / સરિખા આલાવા નહિ, તે કાલિક શ્રુતવંત ll અગામિક મૃત એ પૂજીએ, ત્રિકરણ યોગ હસંત ૧૬ // પવO // ૧ર || અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણ // તે આગલ દુગુણા પદે, અંગપવિષ્ટ સુઅનાણ. ૧૭ / પવO ll૧૩ll બાર ઉપાંગહ જેહ છે, અંગબાહિર શ્રત તેહ // અનંગપ્રવિષ્ટ વખાણીએ, શ્રત લક્ષ્મી સૂરિ ગેહ. ૧૮ // પવOld ૧૪|| (સાતમા ને નવમા દુહા વખતે ખમાસમણ ન દેવા) // ઈતિ શ્રુત જ્ઞાન સમાપ્ત / For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન શ્રી શ્રુતજ્ઞાનના દોહાનો અર્થ ર શ્રી શ્રુતજ્ઞાનને સર્વદા વન્દના કરો કે જેના ચૌદ અથવા વીશ ભેદો છે. તે બન્નેમાંથી હું ચૌદ ભેદોનું વર્ણન કરું છું. જે સર્વ શ્રુતના સ્વામી તે શ્રુતકેવલિ કહેવાય છે. ॥૧॥ અકારના અઢાર ભેદો છે. તેજ પ્રમાણે સર્વ અક્ષરોના ભેદો જાણવા. લબ્ધિ, સંજ્ઞા અને વ્યંજન એમ ત્રણ પ્રકારના અક્ષરોને અક્ષરશ્રુત જાણવું. ॥૨॥ પહેલો ભેદ) //પ્રવચન ૧ શ્રુત ૨ સિદ્ધાન્ત ૩ આગમ ૪ સમય ૫ એ સર્વ જેના પર્યાયી નામ છે એવા શ્રુતજ્ઞાનનું વ્યાખ્યાન કરીને તેમજ તેના વ્યાખ્યાન કરનારા શ્રુતજ્ઞાનીના ચરણકમલોને ચિત્તમાં લાવીને ઘણા પ્રકારના સ્નેહથી તેની પૂજા કરો. ૩) હસ્તરૂપી લતાની ચેષ્ટા (ખોંખારો ઉધરસ ઉચ્છવાસાદિ) વિગેરેએ કરી અન્તર્ગત ભાષા જણાવે એ અનક્ષર શ્રુતને પ્રકાશ કરનારો સત્ય અર્થ જાણવો. એ બીજું અનક્ષર શ્રુત ૪૫.(બીજો ભેદ) | જે દીર્ઘકાલિકી નામની સંશા છે તેણે કરીને (સહિત) સંશિ જીવો જાણવા તે સંશિ જીવો મન ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલા સંશિશ્રુતના સ્થાનક જાણવાં ।।૫। (ત્રીજો ભેદ) ।। જે જીવોને મનોરહિત ઇન્દ્રિયો માત્રથી તેને આવરણ કરનારા કર્મના ક્ષયોપશમ વડે જે જ્ઞાન થાય તે અસંશિશ્રુત જાણવું. ॥૬॥ (ચોથો ભેદ) | જે સિદ્ધાન્ત સમ્યકત્વ વિનાનો હોય તે વિપરીત સિદ્ધાન્ત જાણવો ને જે સિદ્ધાન્તમાં સમ્યકત્વ હોય તે પ્રત્યક્ષ (સત્ય) સિદ્ધાન્ત ૧૦૯ ૧. અકારના હ્રસ્વ દીર્ઘ અને પ્યુત એમ ત્રણ ભેદો છે, વળી તે દરેકના ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત એમ ત્રણ ત્રણ ભેદો છે, એટલે નવ, તે નવને સાનુનાસિક અને નિરનુનાસિક એમ બે ભેદે ગુણતાં અઢાર ભેદો જાણવા. ૨. પુસ્તકમાં લખેલા અક્ષરો વાંચવાથી તથા મોઢેથી બોલાતા અક્ષરો સાંભળવાથી થતું જ્ઞાન. ૩. પૂર્વે વર્ણવેલી અઢાર પ્રકારની લિપિરૂપી અક્ષરો. ૪. વચન યોગે કરી મોઢેથી બોલાતા અક્ષરો. ૫. આ કર્મગ્રન્થ ટીકાનો મત છે. વિશેષાવશ્યકાદિકમાં ચેષ્ટામાં શ્રુતનું લક્ષણ નહિ હોવાથી ચેષ્ટાને શ્રુતપણું કહેતા નથી. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ " જ્ઞાનપદ ભજીએ રે. જાણવો. IIછા સુંદર ત્રિભંગીથી ભરપૂર ઘણા નૈગમાદિ નયો જેમાં છે અને જે વચનથી શુદ્ધ શુદ્ધતર અતિશય તેજવાળું છે તે સમક્તિકૃત જાણવું ICII (પાંચમો ભેદ)// બાલબુદ્ધિ મનુષ્યો અનેક પ્રયત્નથી ભંગજાળો રચે તેમાં સમ્યગ્દર્શનના દાત્તનો (દેખાવનો) ભાસ પણ નથી. મell (અસહ્ના વિવેચન વિના એકાત્ત પક્ષ અંગીકાર કરે અને જે (જ્ઞાનવાળાઓ) જ્ઞાનનું ફળ પામે નહિ તે મિથ્યાશ્રુતનું સ્વરૂપ જાણવું ૧all (છઠ્ઠો ભેદ) // પાંચ ભરત તથા પાંચ ઐરવત એ દશ ક્ષેત્રોમાં આદિસહિત (સાદિ) શ્રત જાણવું. (જે જે તીર્થકરનું તીર્થ પ્રવર્તતું હોય, તે તે પ્રભુનો આધાર (ત્રિપદી) પામીને તેમના ગણધરોએ રચેલું તે શ્રત જાણવું l/૧૧/l (સાતમો ભેદ) / દુuસહ સૂરીશ્વર સુધી વર્તમાન શ્રુતજ્ઞાનનો આચાર પ્રવર્તશે તેથી શાન્ત શ્રત જાણવું. અથવા એક જીવને ઉદ્દેશીને પણ મૃતનું સાદિ સાત્તાપણું હોય છે તેથી સાત્ત જાણવું. // (આઠમો ભેદ) // દ્રવ્યનયથી શાશ્વત ભાવે વર્તનારું શ્રુત અનાદિ જાણવું. તેવું (શાશ્વત ભાવે વર્તનારું) ઉત્તમ આગમરૂપ રત્ન મહાવિદેહ ક્ષેત્રમાં સદા કાલ વર્તે છે //all (નવમો ભેદ)ll અનેક જીવને અપેક્ષી કૃત અનાદિ અનંત છે. તે અનાદિ અનંતા શ્રત જાણવું, દ્રવ્યાદિ ચાર પ્રકારે સાદિ સાંત અનાદિ અનંત સંબંધી ૧. ત્રિભંગીનું સ્વરૂપ ગીતાર્થ ગુરુ મહારાજ પાસેથી જાણવું - ૨. એક જંબુદ્વીપનો, બે ધાતકી ખંડના, અને બે પુષ્કરના, ૩. દ્રવ્યથી એક જીવની અપેક્ષાએ સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી સાદિકૃત જાણવું, અને મિથ્યાત્વ, ભવાત્તર, કેવલજ્ઞાન, ગ્લાનિ, પ્રમાદ વિગેરે કારણોથી જ્યારે તે નાશ પામે ત્યારે સાત્તકૃત જાણવું. તથા અનેક જીવની અપેક્ષાએ અનાદિ અનન્ત જાણવું. ૧. ક્ષેત્રથી ભરત ઐરાવતની અપેક્ષાએ સદિસાત્ત, અને વિદેહની અપેક્ષાએ અનાદિ અનન્ત જાણવું ૨. કાલથી ઉત્સર્પિણી અવસર્પિણી કાલની અપેક્ષાએ સાદિયાન્ન અને નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલની અપેક્ષાએ અનાદિ અનન્ત જાણવું. ૩. ભાવથી ભવસિદ્વિકપણાની અપેક્ષાએ સાદિસાન અને અભવ્યપણાને આશ્રી અનાદિ અનન્ત જાણવું. ૪. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ૧૧૧ વૃત્તાન્ત સમજવો // ૧૪ (દશમો ભેદ) // જે સૂત્રમાં સરખા પાઠ (આલાવા) છે તે સિદ્ધાન્ત ગમિક શ્રુત જાણવું. અનેકાન્ત ગુણે શોભિત એવા પાઠો ઘણું કરીને દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં હોય છે, //hપો (અગીયારમો ભેદ) II સરખા પાઠ (આલાવા) જેમાં ન હોય તે અગમિક શ્રુત જાણવું. તેવા કાલિક કૃતવત્ત મહાત્માઓની હે સજ્જન પુરુષો ! ત્રિકરણ યોગથી અથવા ત્રિકરણ યોગના હર્ષોલ્લાસથી પૂજા કરીએ. /૧૬l (બારમો ભેદ) // અઢાર હજાર પદે કરીને યુક્ત આચારાંગ સૂત્ર વખાણીએ. તેથી આગળના અગીયાર અંગો બમણા પદોવાળા જાણવા. તે સર્વ અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન છે. /૧૭l (તેરમો ભેદ) // જે બાર ઉપાંગો છે તે અંગ-બાહિર શ્રત કહીએ. તેના અનંગપ્રવિષ્ટ કૃતરૂપે વખાણ કરીએ. (ચૌદમો ભેદ) // આ સર્વ ભેદો શ્રતરૂપી લક્ષ્મી દેવીના મદિરતુલ્ય છે. ll૧૮ll પછી ખમાસણ ઈદ, ઉભા રહી, શ્રુતજ્ઞાનના ચૌદ ગુણ વર્ણવવાને અર્થે દોહા કહેવા તે લખે છે. તૃતીય શ્રી અવધિજ્ઞાન ચૈત્યવંદન ખમાસમણ દઈ, ઇચ્છા, અવધિજ્ઞાન આરાધનાર્થ ચૈત્યવંદન કરૂં? * ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું તે નીચે પ્રમાણે – અવધિજ્ઞાન ત્રીજુ કહ્યું, પ્રગટે આત્મપ્રત્યક્ષ ક્ષપ ઉપશમ આવરણનો, નવિ ઈદ્રિય આપેક્ષ / દેવ નિરય ભવ પામતાં, હોય તેહને અવશ્ય / શ્રદ્ધાવંત સમય લહે, મિથ્યાત વિભંગ વશ્ય / નર તિરિય ગુણથી લહે, શુભ પરિણામ સંયોગ / કાઉસ્સગ્નનાં મુનિ હાસ્યથી, વિઘટયો તે ઉપયોગ // ૧ // For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ જ્ઞાનપદ ભજીએ રે . જઘન્યથી જાણે જુએ, રૂપી દ્રવ્ય અનંતા. ઉત્કૃષ્ટ સવિ પુદ્ગલા, મૂર્તિ વસ્તુ મુર્ણતા / ક્ષેત્રથી લધ્ધ અંગુલતણો, ભાગ અસંખિત દેખે / તેહમાં પુદ્રગલ ખંધ જ, તેહને જાણે પેખે // લોક પ્રમાણે અલોકમાંએ, ખંડ અસંખ્ય ઉકિક / . ભાગે અસંખ્ય આવાલિતણો, અદ્ધા લઘુપણે દીઠ // ૨ // . ઉત્સર્પિણી અસર્પિણીએ અતીત અનાગત અદ્ધા // અતિશય સંખ્યાતિગપણે, સાંભળો ભાવ પ્રબંધા // એક એક દ્રવ્યમાં ચાર ભાવ, જઘન્યથી તે નિરખે ! અસંખ્યાતા દ્રવ્ય દીઠ, પર્યવ ગુરુથી પરખે // ચાર ભેદ સંક્ષેપથી એ, નંદીસૂત્ર પ્રકાશે / વિજયલક્ષ્મીસૂરિ તે લહે, જ્ઞાન ભક્તિ સુવિલાસે // ૩ // શ્રી અવધિજ્ઞાનના ચૈત્યવંદનનો અર્થ અવધિજ્ઞાન ત્રીજું કહેવું છે કે જે અવધિજ્ઞાનાવરણીય કર્મનો યોપશમ થવાથી ઈન્દ્રિયોની અપેક્ષા વિના આત્મપ્રત્યક્ષરૂપે પ્રગટ થાય છે //1ll જે જીવો દેવ તથા નરકમવને પ્રાપ્ત કરે છે તેઓને તો અવધિજ્ઞાન અવશ્ય થાય છે, તેમાં શ્રદ્ધાવંત સમકિતી જીવ અવધિજ્ઞાન પામે છે અને મિથ્યાત્વથી તો વિભંગ જ થાય છે. એટલે મિથ્યાત્વી વિભંગ જ્ઞાન પામે છે. //// મનુષ્ય અને તિર્યંચના ભવમાં ગુણ (અધ્યવસાયની નિર્મલતા૫) થી ઉત્તમ પરિણામ સંયોગે જીવ અવધિજ્ઞાન પામે છે. (ગુણથી પ્રાપ્ત થયેલા) અવધિજ્ઞાનનો ઉપયોગ "એક મુનિને કાઉસગ્નમાં હાસ્ય આવવાથી નાશ પામ્યો હતો. //all ૧ એક મુનિને કાયોત્સર્ગ ધ્યાનમાં અધ્યવસાયની વિશુદ્ધિથી તદાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાને લીધે અવધિજ્ઞાન ઉત્પન થયું, તે પ્રભાવથી તેણે સૌધર્મેન્દ્રની સભાને સાક્ષાત્ જોઈ. ત્યાં રીસાયેલી ઈન્દ્રાણીને મનાવતા ઈન્દ્રને જોઈને તેમને હાંસી આવવાથી તદાવરણીય કર્મનો ઉદય થતાં અવધિજ્ઞાન જતું રહયું. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન અવધિજ્ઞાની જઘન્યથી અનન્તા રૂપી દ્રવ્યને સામાન્ય વિશેષોપયોગે જાણે દેખે છે. ઉત્કૃષ્ટથી સર્વ મૂર્ત્તિવન્ત પુદ્ગલ વસ્તુને જાણે છે ।।૪।। (દ્રવ્યથી૧) ।। ક્ષેત્રથી જઘન્યમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગને દેખે (એટલે કે) તેટલા ક્ષેત્રમાં જે પુદ્ગલ સ્કન્ધો છે તેને જાણે અને દેખે. II ઉત્કૃષ્ટથી (ચૌદ રાજ) લોકના પ્રમાણ જેવડા આલોકમાં અસંખ્યાતા ખાંડવા (ભાગો) દેખે, (૨) ।। કાલથી જઘન્યપણે આવલિકાનો અસંખ્યાતમો ભાગ દેખે, ।।૬।। ઉત્કૃષ્ટથી અસંખ્યાતિ ઉત્સર્પિણી અવસર્પિણી ભૂત ભવિષ્યત્ કાલને જાણે દેખે. (૩) II હવે ભાવનો વિચાર સાંભળો. IIII જઘન્યથી એકેકા દ્રવ્યમાં ચાર (રુપ, રસ, ગન્ધ, સ્પર્શ) ભાવો (પર્યાયો) દેખે, ઉત્કૃષ્ટથી પ્રત્યેક દ્રવ્યમાં અસંખ્યાતા પર્યાયો જાણે (૪) ૫૮૫ આ (દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી) ચાર ભેદો સંક્ષેપથી નન્દીસૂત્ર બતાવે છે. જેઓ જ્ઞાનની ભક્તિમાં રમણતા કરે છે તેઓ વિજય લક્ષ્મીરૂપ દેવીને પ્રાપ્ત કરે છે. ૯ ૧૧૩ // ઈતિ ચૈત્યવંદન સમાપ્ત ॥ પછી નમુથુણં II જાવંતિ∞ II નમોઽર્હ ॥ કહી સ્તવન કહેવું, તે કહે છે. શ્રી અવધિજ્ઞાનનું સ્તવન ॥ કુંવર ગંભારો નજરે દેખતાંજી ।। એ દેશી || પૂજો પૂજો અવધિજ્ઞાનને પ્રાણિયા રે, સમક્તિવંતને એ ગુણ હોય રે સવિ જિનવર એ જ્ઞાને અવતરી રે, મમનવ મહોદય જોય રે // પૂજો૦ / ૧ // શિવરાજ ઋષિ વિપર્યય દેખતો રે, દ્વીપ સાગર સાત સાત રે । વીરપસાયે દોષ વિલ્ટંગ ગયો રે, પ્રગટયો અવધિ ગુણ વિખ્યાત રે || પૂજો૦ ॥ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જ્ઞાનપદ ભજીએ રે, ગુરૂ સ્થિતિ સાધિક છાસઠ સાગર રે, કોઈને એક સમયે લઘુ જાણ રા ભેદ અસંખ્ય છે તરતમ યોગથી રે, વિશેષાવશ્યકમાં એહ વખાણ રે /પૂજોd / ચારશે એક લાખ તેત્રીસ સહસ (૧૩૩૪00) છે રે, ઔહિ નાણી સુણી રે / ઋષભાદિક ચઉવીશ જિણંદના રે, નમે પ્રભુપદ અરવિંદ રે // પૂજો // ૪ // અવધિજ્ઞાની આણંદને દીએ રે, મિચ્છામિ દુક્કડ ગોયમ સ્વામિ રે // વરજો આશાતન જ્ઞાન જ્ઞાની તણી રે, વિજયલક્ષ્મી સુખ ધામ રે // પૂજો // ૫ // // શ્રી અવધિજ્ઞાનના સ્તવનનો અર્થ // હે પ્રાણીઓ ! તમે અવવિજ્ઞાનની પૂજા કરો, સમષ્ટિ જીવોને આ ગુણ (અવધિ) થાય છે, સર્વ તીર્થકરો આ (અવધિ) જ્ઞાન સહિત જન્મ લઈને મનુષ્યભવ સંબંધી મોટા ઉદયને દેખે છે. (પામે છે.) /૧ (અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છતાં) સાત જ દ્વીપ અને સાત જ સમુદ્ર છે, આ પ્રમાણે અવળું દેખનારા શિવરાજર્ષિનો વિલંગદોષ વીર પ્રભુની પ્રસન્નતાથી નાશ પામ્યો અને પ્રસિદ્ધ અવધિગુણ પ્રગટ થયો. /// અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટી સ્થિતિ કાંઈક અધિક છાસઠ સાગરોપમની જાણવી અને જઘન્યથી કોઈક જીવને આશ્રીને એક સમયની જાણવી. (અવધિજ્ઞાનના ક્ષયોપશમની તરતમતાથી અથવા વ્યાદિકની) વિચિત્રતાના સંબંધથી તેના અસંખતા ભેદો છે, એ સંબંધી વિશેષાવશ્યકમાં વિશેષ વ્યાખ્યાન કરેલું છે /all ઋષભદેવ ભગવાન્ વિગેરે ચોવીસ તીર્થકરોના ચરણકમલને જેઓ નમસ્કાર For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ૧૧૫ કરે છે તેવા અવધિજ્ઞાની મુનિવરોની સંખ્યા એક લાખ તેત્રીશ હજારને ચારસો છે. //૪/ અવધિજ્ઞાની આનન્દ શ્રાવક (વીરપ્રભુના ૧૦ શ્રમણોપાસકોમાં પહેલા)ને ગૌતમસ્વામીજીએ મિચ્છામિ દુક્કડું આપ્યું હતું. (તે માટે) વિજયલક્ષ્મીરૂપ સુખના મદિર તુલ્ય જ્ઞાન અને જ્ઞાનવત્ત પ્રાણીઓની આશાતનાનો ત્યાગ કરો. આપ // |ઈતિ અવધિજ્ઞાન સ્તવન // પછી જયવીયરાય વહી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ અવધિજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ // વંદણ૦ // અન્નત્થ0 // એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી પારીને થોય કહેવી તે નીચે પ્રમાણે – શ્રી અવધિજ્ઞાનની થઈ ii શંખેશ્વર સાહિબ જે સમરે // એ દેશી // ઓહિ નાણ સહિત સચિ જિનવ, ચવી જનની કૂખે અવતરું / જસ નામે લહીએ સુખતરૂ, સવિ ઈતિ ઉપદ્રવ સંહરુ // હરિ પાઠક સંશય સંહરૂ, વીર મહિમા જ્ઞાન ગુણાય / તે માટે પ્રભુજી વિશ્વભરુ, વિજયાંકિત લક્ષ્મી સુહંકરુ // ૧ // // ઇતિ સ્તુતિ. // ૧ ઋષભ-૧૦૦૦, અજીત-૯૪૦૦, સંભવ-૯૬૦), અભિનન્દન૯૮૦), સુમતિ-૧૧૦૦૦, પદ્મપ્રભ-૧૦000, સુપાર્શ્વ-૯000, ચન્દ્રપ્રભ૮૦૦૦, સુવિધિ-૮૪00, શીતલ-૭૨૦), શ્રેયાંસ-૬000, વાસુપૂજ્ય૫૪૦૦, વિમલ-૪૮૦૦, અનન્ત-૪૩00, ધર્મ-૩૬૦૦, શનિ-૩000, કુંથુ-૨૫૦૦, અર-૨૬૦૦, મલ્લિ-૨૨૦૦, મુનિસુવ્રત-૧૮૦૦, નમિ૧૬૦૦, નેમિ-૧પ00, પાર્શ્વ-૧૪00, વર્ધમાન ૧૩00, કુલ-૧૩૩૪00 અવધિજ્ઞાની સંખ્યા છે. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જ્ઞાનપદ ભજીએ રે શ્રી અવધિજ્ઞાનની સ્તુતિનો અર્થ સર્વ તીર્થકરો અવધિજ્ઞાન સહિત (દેવાદિ ભવમાંથી) ઍવીને માતાની કુક્ષીમાં અવતાર લે છે. જે પ્રભુના નામે કરી સુખ વૃક્ષને પ્રાપ્ત કરીએ, અને જે પ્રભુ સર્વ ઈતિ (અતિવૃષ્ટિ અનાવૃયાદિ) ઉપદ્રવોને ટાળનારા છે તેમજ ઈન્દ્ર તથા અધ્યાપકના સંશયને દૂર કરનારા શ્રી વીરપ્રભુ મહિમા તથા જ્ઞાનના આકર છે. તે જ માટે : તે વીરપ્રભુ વિશ્વના પાલક તથા વિજય સહિત લક્ષ્મીસુખને પ્રાપ્ત કરાવનારા છે. ll૧/l પછી ખમાસણ દઈ ઊભા રહી અવધિજ્ઞાનના ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા તે કહે છે. શ્રી અવધિજ્ઞાનના દુહા અસંખ્ય ભેદ અવધિતણા, ષ તેહમાં સામાન્ય /ક્ષેત્ર પનક લઘુથી ગુરૂ, લોક અસંખ્ય પ્રમાણ / ૧ / લોચન પરે સાથે રહે, તે અનુગામિક ધામ / છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ઠામ // ૨ // ઉપચો અવધિજ્ઞાનનો, ગુણ જેહને અધિકાર / વંદના તેહને માહરી, શ્વાસમાંહે સો વાર. ૩ / ૧// ખ૦ // ત્રીજો દુહો સર્વ ખમાસમણે કહેવો. / જેહ ક્ષેત્રે એહિ ઉપવું, તિહાં રહ્યો વસ્તુ દેખંત // થીર દીપકની ઉપમા, અનનુગામી લહત ૪ / ઉ૫૦ 1 // ૨ // ખo // અંગુલ અસંખ્યય ભાગથી. વધતું લોક અસંખ્ય // લોકાવધિ પરમાવધિ, વર્ધમાન ગુણ કંખ્ય. ૫. / ઉ૫૦ _// ૩ // ખ૦ || For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭. શ્રી જ્ઞાનપંચમી દેવવંદન યોગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ // અધ અધ પૂરવ યોગથી, એવો મનનો કામ. ૬ // ઉ૫૦ /૪ / ખo || સંખ્ય અસંખ્ય જોજન સુધી, ઉત્કૃષ્ટો લોકાંત // દેખી પ્રતિપાતી હોય, પુદ્ગલ દ્રવ્ય એકાંત ૭ / ૧પ૦ // ૫ // ખ૦ // એક પ્રદેશ અલોકનો, પેખે જે અવધિનાણ / અપડિવાઈ અનુક્રમે, આપે કેવલનાણ. ૮ / ઉપ૦ // ૬ // ખ૦ // શ્રી અવધિજ્ઞાનના દુહાના અર્થ અવધિજ્ઞાનના અસંખ્ય ભેદો છે. તેમાં સામાન્ય કરી છ ભેદો છે, જઘન્યથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર સૂક્ષ્મ પનકની અવગાહના (શરીર પ્રમાણ) જેટલું છે અને ઉત્કૃષ્ટથી અસંખ્ય લોક પ્રમાણ છે. //// લોચનની માફક સાથે રહેવું તે ‘અનુગામિક' નામના અવધિજ્ઞાનનું તેજ છે. એક જીવને અપેક્ષી ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનની સ્થિતિ છાસઠ સાગરોપમથી વધારે છે. //// (પહેલો ભેદ) // નહીં વિકાર પામેલો (મિથ્યાત્વકૃત માલિચ રહિત) એવો અવધિજ્ઞાનનો ગુણ જે જીવોને ઉત્પન્ન થયો છે તે જીવોને એક શ્વાસમાં સો વખત મારી વન્દના થાઓ // જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેટલા જ ક્ષેત્રમાં રહ્યો થકો પદાર્થો દેખે તે અનનુગામિ અવધિવાળો જાણવો, તે “અનુગામિ' જ્ઞાન સ્થિર દીવાની ઉપમાને પામે છે ગજા (બીજો ભેદ) / અંગુલના અસંખ્યાતમા ભાગથી અનુક્રમે વધતું વધતું અસંખ્ય લોક પ્રમાણ વૃદ્ધિ પામે છે તે તથા લોકાવધિ પરમાવધિ વિગેરે “વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. તે For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જ્ઞાનપદ ભજીએ રે. ગુણ વાંછા ઉક્ટ થવાથી થાય છે. //પો (ત્રીજો ભેદ) // યોગ્ય સામગ્રી ન હોવાને લીધે ઘટતા પરિણામ થવાથી પૂર્વપ્રાપ્તિ કરતાં નીચે નીચે ઘટતું જાય તે હીયમાન અવધિજ્ઞોને કહેવાય છે. એ મનનું કાર્ય છે. II૬l (ચોથો ભેદ) // સંખ્યાતા અસંખ્યાતા યોજના સુધી યાવત્ ઉત્કૃષ્ટ લોકાત્ત સુધીના એકલા પુદ્ગલ દ્રવ્યો દેખી (તેટલું જ્ઞાન થઈને પાછું) પડિવાઈ થાય તે પ્રતિપતિ જ્ઞાન કહેવાય છે. Ilol (પાંચમો ભેદ)I જે અવધિજ્ઞાન અલોકનો એક પ્રદેશ દેખે તે “અપ્રતિપાતિ' કહેવાય છે. તે અવધિજ્ઞાન અનુક્રમે કેવલજ્ઞાન (અવશ્ય) આપે છે. ટો (છઠ્ઠો ભેદ) // // ઇતિ અવધિજ્ઞાન સંપૂર્ણ. // ખમાસમણ દઈ ઇચ્છાવ મનપર્યવ જ્ઞાન આરાધનાર્થ ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે – ચતુર્થ શ્રી મન:પર્યવજ્ઞાન ચૈત્યવંદન શ્રીમનપર્યવ જ્ઞાન છે, ગુણ પ્રત્યયી એ જાણો / અપ્રમાદી ઋદ્ધિવંતને, હોય સંયમ ગુણઠાણો // કોઈક ચારિત્રવંતને, ચઢતે શુભ પરિણામે મનના ભાવ જાણે સહી, સાકાર ઉપયોગ ઠામે // ચિંતવતા મનોદ્રવ્યના, જાણે બંધ અનંતા/ આકાશે મનોવર્ગણા, રહ્યા તે નવિ મુર્ણતા // ૧ // ૧ કાલની અપેક્ષાએ અથવા ક્ષેત્રની અપેક્ષાએ, દ્રવ્ય અથવા પર્યાયની અપેક્ષાએ અનન્ના ભેદો પણ છે. ૨ ઉપલક્ષણથી સો પદ તેથી હજાર લક્ષ કોટી અસંખ્ય અને અનંતીવાર વન્દના થાઓ. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન સંશિ પચેંદ્રિય પ્રાણીએ, તત્તુ યોગે કરી ગ્રહીયા । મનયોગે કરી મનપણે, પરિણામે તે દ્રવ્ય મુણિયા તિરછું માણસ ક્ષેત્રમાં, અઢી દ્વીપ વિલોકે । તિર્થા લોકના મધ્યથી, સહસ જોયણ અધોલોકે | ઉરધ જાણે જ્યોતિષી લગે, પલિયનો ભાગ અસંખ્ય । કાલથી ભાવ થયા થશે, અતીતત અનાગત સંખ્ય | ૨ || ભાવથી ચિંતિત દ્રવ્યના અસંખ્ય પર્યાય જાણે । ઋજુમતિથી વિપુલમતિ, અધિકા ભાવ વખાણે ।। મનના પુદ્ગલ દેખીને, અનુમાને ગ્રહે સાચું । વિતથપણું પામે નહીં, તે જ્ઞાને ચિત્ત રાચ્યું ॥ અમૂર્ત ભાવ પ્રગટપણે એ, જાણે શ્રી ભગવંત । ચરણ કમલ નમું તેહનાં, વિજય લક્ષ્મી ગુણવંત ॥ ૩ ॥ શ્રી મન:પયર્વજ્ઞાનના ચૈત્યવન્દનનો અર્થ ચતુર્થ શ્રીમન:પર્યવજ્ઞાન છે, ગુણનિમિત્તે થનારું તે જ્ઞાન અપ્રમત્ત ઋદ્ધિના નિધાન ચારિત્રધારી કોઈક મુનિને શુભ પરિણામની વૃદ્ધિ થવાથી સંયમ ગુણઠાણે (સાતમે) હોય છે. તેમ જાણો. સાકારોપયોગના સ્થાનક તે જ્ઞાનથી મનના પર્યાયોને નિશ્ચયે કરી જાણે છે, વિચારણમાં આવેલા મનોદ્રવ્યના અનન્તા સ્કન્ધો જાણે છે પણ (ગ્રહણ કર્યા વિનાના માત્ર) આકાશમાં રહેલા મનોવર્ગણાના દ્રવ્યને જાણતા નથી ॥ ૧ ॥ ૨ ॥ ૩ ॥ સંશી પંચેન્દ્રિય જીવે કાય-યોગે ગ્રહણ કરેલા અને મનોયોગ વડે મનપણે પરિણામાવેલા મનોદ્રવ્ય, મન:પર્યવ જ્ઞાની જાણે છે ।।૪।। મનુષ્ય ક્ષેત્રમાં તી અઢીદ્વીપ સુધી દેખે છે, અધોલોકમાં તિર્થાલોકના મધ્યભાગથી એક હજાર યોજન દેખે છે, ૫ ઊર્ધ્વલોકમાં ૧૧૯ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ જ્ઞાનપદ ભજીએ રે જ્યોતિશ્ચક સુધી (૯00 યોજન) જાણે છે. કાલથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધીના અતીત અનાગત પદાર્થોના પર્યાયો જાણે છે. //Ell ભાવથી ચિત્તવેલા દ્રવ્યના અસંખ્યાતા પર્યાયો જાણે છે, ઋજુમતિ મન:પર્યવ કરતાં વિપુલમતિ મન:પર્યવવાળો વધારે ભાવો વર્ણવે છે (જાણે છે,) Ilol (ચિત્તવવામાં આવેલાં) મનના પુદ્ગલો જોઈને અનુમાને કરી સત્ય પદાર્થ (વાત) ગ્રહણ કરે છે, જે તેમનઃ પર્યવજ્ઞાન) અસત્યપણાને પામતું નથી તે જ્ઞાનમાં મારું મન આનન્દ પામ્યું છે. હા અરૂપી પદાર્થોને પ્રત્યક્ષપણે જ્ઞાનાદિલક્ષ્મી વડે પૂજ્ય એવા ભગવંતો (જિનેશ્વર) જાણે છે. વિજયલક્ષ્મી ગુણના નિધાન એવા તે પરમાત્માના ચરણકમલને હું નમસ્કાર કરું છું. // ૯ll // ઈતિ ચૈત્યવંદન // પછી નમુથ્થર્ણo // જાવંતિo // નમોડતo // કહી સ્તવન કહીએ તે આ પ્રમાણે શ્રી મન:પર્યવજ્ઞાનનું સ્તવન // જીરેજી // એ દેશી / જીરે મારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી // જીરે જી // જીસંયમ સમય જાણંત, તવ લોકાંતિક માનથી // જીરેજી // ૧ / જીવ // તીર્થ વર્તાવો નાથ, ૧ મન:પર્યવ સંબન્ધી દર્શન નથી. તેને પ્રથમથી જ્ઞાન જ થાય છે. ૨ દ્રવ્યથી મનઃ પર્યાયના વિષયનું સ્વરૂપ કહે છે. ૧. ક્ષેત્રથી સ્વરૂપ. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ઇમ કહી પ્રણમે તે સુરા | જીરેજી | જી૦ ॥ ષટ્ અતિશયવંત દાન, લેઈને હરખે સુરા નરા ।। જીરેજી ॥ ૨ ॥ જી૦ | ઇણ વિધ સવિ અરિહંત, સર્વવિરતિ જબ ઉચ્ચરે ।। જીરેજી ।। ૩ ।। જી૦ || મન:પર્યવ તવ નાણ, નિર્મલ આતમ અનુસરે / જીરેજી || ૩ || જી0 । જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતીપણે ઉપજે | જીરેજી || જી૦ || અપ્રમાદી ઋદ્ધિવંત, ગુણઠાણે ગુણ નીપજે ॥ જીરેજી ॥ ૪ ॥ જી૦ ।। એક લક્ષ પીસ્તાલીસ હજાર, પાંચશે એકાણું (૧૪૬૫૯૧) જાણીએ ।। જીરેજી જી૦ । મનનાણી મુનિરાજ ચોવીશ જિનજી, વખાણીએ | જીરેજી | ૫ || જી૦ || હું વંદું ધરી નેહ, સવિ સંશય હરે મનતણા ।। જીરેજી ।। જી૦ । વિજયલક્ષ્મી શુભ ભાવ. અનુભવ જ્ઞાનના ગુણ ઘણા | જીરેજી | ૬ | જી૦ || || ઇતિ મન:પર્યવ જ્ઞાન સ્તવન | For Personal & Private Use Only ૧૨૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જ્ઞાનપદ ભજીએ રે // શ્રી મન:પર્યવજ્ઞાનના જીવનનો અર્થ // શ્રી જિનેશ્વર અરિહંત ભગવાન પોતપોતાના જ્ઞાન (અવધિ) થી સંયમના અવસરને જાણે છે. તે વખતે લોકાન્સિક દેવતાઓ આવી માનપૂર્વક હે નાથ ! તીર્થ પ્રવર્તાવો' એ પ્રમાણે કહી પ્રભુને નમસ્કાર કરે છે. (પછી પ્રભુ) છ ‘અતિશયવાળા વાષિર્ક દાનને (આપે છે તે દાન) લઈને દેવો તથા મનુષ્યો હર્ષ પામે છે. //1Il llરા આ વિધિએ કરી સર્વ અરિહંત ભગવત્તો જ્યારે સર્વવિરતિ (ચારિત્ર) ઉચ્ચાર કરે છે તે વખતે નિર્મલ મન:પર્યવજ્ઞાન તેમના આત્માને અનુસરે છે (પામે છે) જે મુનિઓને વિપુલમતિમનઃ પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે અપ્રતિપાતી હોય છે. આ ચોથું જ્ઞાન અપ્રમતા ઋદ્ધિવજો ગુણસ્થાનકે જાણવું. ૪ll ચોવીશ જિનેશ્વર ભગવત્તના એકલાખ પિસ્તાલીશ હજાર પાંચસો ને એકાણું મન:પર્યવજ્ઞાની મુનિરાજોને જાણી તેમને વખાણીએ /પજે જ્ઞાન મનના સર્વ સંશયોનો નાશ કરે છે તે જ્ઞાનને હું સ્નેહ ધારણ કરીને વન્દન કરું છું. વિજયલક્ષ્મી, કલ્યાણકારી ભાવ વિગેરે અનુભવ જ્ઞાનના અનેક ગુણો છે. //૬ll ર તીર્થકર મહારાજા યદ્યપિ અનંત બળના ધણી છે, તોપણ ભક્તિ હોવાને લીધે પ્રભુને શ્રમ ન થાય માટે, દાન આપતી વખતે સૌધર્મેન્દ્ર પ્રભુના હાથમાં દ્રવ્ય આપે છે ./૧ ચોસઠ ઈન્દ્રો સિવાય બીજા દેવોને દાન લેતા નિવારવા માટે તથા લેનારના ભાગ્યમાં જેવું હોય તેવું જ તેના મુખમાંથી બોલાવવા (પ્રાર્થના કરાવવા) માટે ઈશાનેજ સુવર્ણયષ્ટિ લઈ પ્રભુ પાસે ઊભા રહે છે રીપ્રભુના હાથમાં રહેલા સોનૈયામાં ચમરેજ અને બલીન્દ્ર લેનારની ઈચ્છાનુસાર જૂનાધિકતા કરે છે એટલે કે વાચકની ઈચ્છાથી (ભાગ્યથી) અધિક હોય તો જૂન કરે છે અને ન્યૂન હોય તો અધિક કરે છે II ભરતખંડમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને બીજા ભુવનપતિઓ દાન લેવા માટે દૂર દૂરથી ખેંચી લાવે છે જો દાન લઈ પાછા વળનાર લોકોને વ્યત્તર દેવો નિર્વિધ્યપણે સ્વસ્વસ્થાને પહોંચાડે છે પી જ્યોતિષ્ક દેવો વિદ્યાધરોને દાનનો સમય જણાવે છે Ilell For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ૧૨૩ પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંo / મન:પર્યવજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ / વંદણવoll અન્નથ્થ0 // એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરી થોય કહેવી તે આ પ્રમાણે– શ્રી મન:પર્યવજ્ઞાનની થાય // શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર // એ દેશી // પ્રભુજી સર્વ સામાયિક ઉચરે, સિદ્ધ નમી દ્વારીજી // છઘસ્થ અવસ્થા રહે છે જિહાં લગ, યોગાસન તપધારી જી // ચોથું મનપર્યવ તવ પામે, મનુજ લોક વિસ્તારી જી // તે પ્રભુને પ્રણમો ભવિ પ્રાણી, વિજયલક્ષ્મી સુખકારી જી // ૧ / શ્રી મન:પર્યવજ્ઞાનની સ્તુતિનો અર્થ તીર્થકર પ્રભુ અભિમાનને નિવારણ કરી સિદ્ધ ભગવત્તોને નમસ્કાર કરી સર્વવિરતિ સામાયિકનો ઉચ્ચાર કરે છે, અને જ્યાં સુધી છઘસ્થ અવસ્થા રહે છે ત્યાં સુધી યોગાસન અને તાપ ધારણ કરે છે. તે વખતે મનુષ્યક્ષેત્રમાં વિસ્તાર પામનારું ચોથું મન:પર્યવ જ્ઞાન તેઓ પ્રાપ્ત કરે છે. વિજયલક્ષ્મી અને સુખને કરનારા તે પ્રભુને હે ભવ્ય પ્રાણી ! તમે નમસ્કાર કરો. ૧/l . . // ઇતિ સ્તુતિ / તે પછી ખમાસમણ દઈ ઊભા રહી મન:પર્યવજ્ઞાનના ગુણ આવવા અર્થે દુહા કહેવા તે આ પ્રમાણે શ્રી મન:પર્યવજ્ઞાનના દુહા મન:પર્યવ દુગભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધ // ભાવ મનોગત સંશિના, જાણે પ્રગટ વિશુદ્ધ / ૧ / For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઘટ એ પુરૂષે ધારીયો, ઈમ સામાન્ય ગ્ર ંત ॥ પ્રાયે વિશેષ વિમુખ લહે, ઋજુમતિ મનહ મુર્ણત ॥ ૨ ॥ જેહને ઉપન્યો, સર્વ વિરતિ ગુણઠાણ પ્રણમું હિતથી તેહના, ચરણકમલ ચિત્ત આણ.ખમા૦ ૩ ||ખol એ ગુણ જ્ઞાનપદ ભજીએ રે નગર જાતિ કંચનતણો, ધાર્યો ઘટ એહ રૂપ ॥ ઈમ વિશેષ મન જાણતો, વિપુલમતિ અનુરૂપ. ૪. II એ ગુણ૦ શ્રી મન:પર્યવજ્ઞાનના દુહાનો અર્થ સંયમ ગુણની શુદ્ધતા પામવાથી થનારું, સંશિ જીવના મનોગત પદાર્થોને જે પ્રગટ રીતે વિશુદ્ધપણે જાણે છે તે મન:પર્યવ જ્ઞાન કહેવાય. તે જ્ઞાન બે ભેદે છે ॥૧॥ આ પુરુષે ઘડો ચિન્તવ્યો છે એમ સામાન્ય ધર્મે જાણે-ઘણું કરીને વિશેષ ધર્મથી શૂન્ય જાણે તે ઋજુમતિ મનઃપર્યવ જાણવું ।।૨। (પહેલો ભેદ) સર્વ વિરતિ ગુણસ્થાનકને વિષે આ (મન:પર્યવ જ્ઞાનરૂપ) ગુણ જે મુનિઓને ઉત્પન્ન થયો છે તે મુનિઓના ચરણકમલને પ્રેમથી મનમાં ધારણ કરીને હું નમસ્કાર કરું છું. IIII અમુક નગરનો, અમુક જાતિનો, સુવર્ણનો, આવા સ્વરૂપવાળો ઘટ ચિન્તવ્યો છે, એમ વિશેષ ધર્મવાળા મનને જાણે તે વિપુલમતિનું સ્વરૂપ જાણવું ૪ (બીજો ભેદ) | ॥ ઇતિ મન:પર્યવ જ્ઞાન સંપૂર્ણ ॥ For Personal & Private Use Only || ૨ || ખ∞ || ૧ ઋષભ-૧૨૭૫૦, અજીત-૧૨૫૦૦, સંભવ-૧૨૧૫૦, અભિનન્દન-૧૧૬૫૦, સુમતિ-૧૦૪૫૦, પદ્મપ્રભ-૧૦૩૦૦, સુપાર્શ્વ૯૧૫૦, ચંદ્રપ્રભ-૮૦૦૦, સુવિધિ-૭૫૦૦, શીતલ-૭૫૦૦, શ્રેયાંસ-૬૦૦૦, વાસુપૂજ્ય-૬૦૦૦, વિમલ-૫૫૦૦, અનન્ત-૫૦૦૦, ધર્મ-૪૫૦૦, શાન્તિ૪૦૦૦, કુંથુ-૩૩૪૦, અર-૨૫૫૧, મલ્લિ-૧૭૫૦, મુનિસુવ્રત-૧૫૦૦, નમિ૧૨૫૦, નેમિ-૧૦૦૦, પાર્શ્વ-૭૫૦, વર્ધમાન-૫૦૦, કુલ ૧૪૫૫૯૧ મન:પર્યવજ્ઞાનીઓની સંખ્યા છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ખમાસમણ દઈ ઈચ્છા, કેવલજ્ઞાન આરાધનાર્થ ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે – પંચમ શ્રી કેવલજ્ઞાન ચૈત્યવંદન શ્રીજિન ચઉનાણી થઈ, શુકલ ધ્યાન અભ્યાસે / અતિશય અતિશય આત્મરૂપ, ક્ષણ ક્ષણ પ્રકારો // નિદ્રાસ્વપ્ન જાગરદશા, તે સવિ દૂરે હોવે ! ચોથી ઉજાગર દશા, તેહનો અનુભવ જોવે / ક્ષપક શ્રેણિ આરોહિયાએ, અપૂર્વ શક્તિ સંયોગે / લહી ગુણઠાણું બારમું, તુર્ય કષાય વિયોગે // ૧ / નાણ દંસણ આવરણ મોહ, અંતરાય ઘન ઘાતિ / કર્મ દુષ્ટ ઉચ્છેદીને, થયા પરમાતમ જાતિ // દોય ધર્મ સવિ વસ્તુના, સમયાંતર ઉપયોગી પ્રથમ વિશેષપણે ગ્રહે, બ્રીજે સામાન્ય સંયોગ . સાદિ અનંત ભાગે કરી, દર્શન જ્ઞાન અનંત / ગુણઠાણું લહી તેરમું, ભાવ જિહંદ જયવંત. // ૨ // મૂલ પયડીમાં એક બંધ, સત્તા ઉદયે ચાર / ઉત્તર પયડીનો એક બંધ, ઉદય રહે બાલાલ // સત્તા પંચાશીતણી, કર્મ જેઠવા રજજુ છાર / મન વચ કાયા યોગ જાસ, અવિચલ અવિકાર // સંયોગી કેવલીતણી એ, પામી દશા એ વિચરે /. અક્ષય કેવલજ્ઞાનના, વિજયલક્ષ્મી ગુણ ઉચરે // ૩ // For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જ્ઞાનપદ ભજીએ રે શ્રી કેવલજ્ઞાન સંબંધી ચૈત્યવંદનનો અર્થ શ્રી જિનેશ્વર પ્રભુ ચાર જ્ઞાની થઈ શુકલ ધ્યાનના અભ્યાસ કરી અધિક અધિક આત્મસ્વરૂપને ક્ષણે ક્ષણે પ્રકાશે છે. l/૧ સુષુપ્તિ (નિદ્રા), સ્વપ્ન અને જાગૃત એ ત્રણ દશા દૂર થાય છે અને ચોથી જે ઉજાગર દશા તેહના અનુભવને જુએ છે ર// અપૂર્વ શક્તિના સંબન્ધથી ક્ષપક શ્રેણિએ ચઢી, ચોથા (સંજ્વલન) કષાયના વિયોગે કરી બારમું (ક્ષીણમોહ)ગુણઠાણું પામી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અત્તરાય એ ચાર દુષ્ટ નિબિડ ઘાતિકર્મનો ક્ષય કરી, પરમાત્મજાતિ થયા છે. // ૩ / સર્વ-વસ્તુમાં બે ધર્મ છે. તેનો પ્રભુને સમયાન્તર ઉપયોગ છે. (તેથી) પહેલા સમયે વિશેષપણે જાણે છે અને બીજે સમયે સામાન્ય ધર્મનો સમ્બન્ધ હોય છે. //પી સાદિ અનન્ત ભાંગાએ કરી અનંત દર્શન, જ્ઞાન અને તેરમુગુણઠાણું પામીને ભાવજિનેન્દ્ર જયવંતા વર્તે છે Ell (તે વખતે) કર્મની મૂલ (આઠ) પ્રકૃતિમાંથી એકવેદનીય) પ્રકૃતિનો બન્ધ થાય છે અને સત્તા તથા ઉદયમાં ચાર (વેદનીય, નામ, ગોત્ર ને આયુ) પ્રકૃતિ હોય છે. ઉત્તર પ્રકૃતિ (૧૨૦)માંથી એક (શાતા)નો બન્ધ હોય છે, ઉદયમાં (૧૨૨માંથી) બેતાલીશ પ્રકૃતિ રહે છે, // ૭ // ૧ મિથ્યાષ્ટિ જીવોને અતિશય શયન કરવારૂપ સુષુપ્તિ નામની પ્રથમ અવસ્થા હોય છે /1/ શયનરૂપ બીજી સ્વપ્ન અવસ્થા સમ્યગુષ્ટિ જીવોને હોય છે /ર// અપ્રમત્ત મુનિને ત્રીજી જાગ્રત અવસ્થા હોય છે. all અને ચોથી ઉજાગર દશા અનુભવની વૃદ્ધિથી આગળ આગળ ચઢતાં યાવત્ યોગિ કેવળી ગુણઠાણા સુધી હોય છે. જો પ્રથમની સુષુપ્તિ અવસ્થા મોહ મૂઢ આત્માને થતી હોવાથી અનુભવવત્ત મહાત્માઓને તે નથી હોતી, તેમજ બીજી સ્વપ્ન અને ત્રીજી જાગર દશાઓ પણ કલ્પનામાં ગુંથાયેલા જીવોને ઉત્પન્ન થતી હોવાથી કલ્પના વર્જિત અનુભવી મહાત્માઓને હોતી નથી. માત્ર અનુભવ જ્ઞાનમાં તો ચોથી ઉજાગર દશા જ હોય છે. કહ્યું છે કે. नसुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रान्तेस्तुर्या चानुभवे दशा ॥१॥ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ૧૨૭ સત્તા (૧૪૮ માંથી) પંચ્યાશી પ્રકૃતિની છે. (તે વખતે) કર્મ બાળેલી દોરડીના છાર જેવા હોય છે. જે પ્રભુના મન વચન કાયાના યોગો અચલ તથા વિકાર રહિત છે, તેઓ સયોગિ કેવલીની દશાને પ્રાપ્ત કરી તે દશામાં વિચરે છે. કેવળજ્ઞાનના અક્ષય વિજય લક્ષ્મીરૂપ ગુણો કહેવાય છે. (અથવા વિજયલક્ષ્મી સૂરિ અક્ષય કેવલ જ્ઞાનના ગુણો કહે છે.) | ૮ | ૯ | ॥ ઇતિ શ્રી કેવલજ્ઞાન ચૈત્યવંદન ॥ પછી નમુથુણં ૫ જાવંતિ∞ II નમોઽર્હત્ ॥ કહી સ્તવન કહેવું તે આ પ્રમાણે— શ્રી કેવલજ્ઞાનનું સ્તવન ॥ કપૂર હોયે અતિ ઉજલો રે ।। એ દેશી ।। શ્રી જિનવરને પ્રગટ થયું રે, ક્ષયિક ભાવે જ્ઞાન ॥ દોષ અઢાર અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે // ભવિયા ! વંદો કેવલજ્ઞાન । ૧ ।। પંચમી દિન ગુણ ખાણ રે ।।ભવિયા વંદો∞ ॥ એ આંકણી ॥ અનામીના નામનો રે. કિશ્યો વિશેષ કહેવાય ॥ એ તો મધ્યમાં વૈખરી રે, વચન ઉલ્લેખ ઠરાય રે ।। ભ૦ ॥ વંદો૦ ॥ ૨ ॥ ધ્યાન ટાણે પ્રભુ તું હોય રે, અલખ અગોચર રૂપ II પરા પશ્યતી પામીને રે, કાંઈ પ્રમાણે મુનિભૂપરે ॥ ભટ ॥ વંદો॰ ॥ ૩ ॥ છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તો નવિ બદલાય ॥ શેયની નવનવી વર્તના રે, સમયમાં સર્વ જણાય રે ।। ભ૦ ॥ વંદો૦ | ૪ || For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જ્ઞાનપદ ભજીએ રે બીજા જ્ઞાનતણી પ્રભા રે, એહમાં સર્વ સમાય ।। રવિપ્રભાથી અધિક નહીં રે, નક્ષત્ર ગણ સમુદાય રે ।। ભ૦ ॥ વંદો૦ | ૫ | ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ // વિજયલક્ષ્મીસૂરિ તે લહે રે, જ્ઞાન મહોદય ગેહ રે । . ભ૦ ।। વંદો૦ ૫ ૬ || શ્રી કેવલજ્ઞાનના સ્તવનનો અર્થ શ્રી જિનેશ્વર ભગવંતને ક્ષાયિકભાવે પ્રગટ થયેલું જ્ઞાન તથા અઢાર દોષોનો નાશ થવાથી ઉત્પન્ન થયેલા જે ગુણો તે પ્રમાણ છે. (યર્થાથ છે) હે ભવ્યજીવો ! તમે કેવળજ્ઞાનને વંદના કરો. પંચમીનો દિવસ ગુણની ખાણ છે. ||૧|| અનામી પ્રભુના નામ સંબંધી શો વિશેષ કહેવાય ? પરંતુ તે (વિશેષ) મધ્યમા તથા વૈખરી (ભાષાના ભેદો) વડે વચનના ઉલ્લેખમાં સ્થાન કરી શકાય. ॥૨॥ હે પ્રભુ ! આપ ધ્યાન અવસરે લક્ષ્યમાં ન આવી શકો તેવા અગોચર સ્વરુપ થાઓ છો. તોપણ મુનિના રાજા (યોગિ મહાત્માઓ) પરા તથા પશ્યન્તી (ભાષાના ભેદો) પામીને તેનો કાંઈક નિશ્ચય કરે છે. ।। ૩ । જ્ઞાનની વિદ્યમાન જે સત્પર્યાયો તે ૧ હાસ્ય, રતિ, અરતિ, ભીતિ, જીગુપ્સા, શોક, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, દાનાન્તરાય, લાભાન્તરાય, વીર્યાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય, રાગ, દ્વેષ, એ ૧૮. અથવા અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લોભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શોક, અલીક, ચૌર્ય, મત્સર, ભય, પ્રાણીવધ, પ્રેમક્રીડાપ્રસંગ, હાસ્ય, એ ૧૮ દોષ જાણવા. ૨ આ ચારે ભાષાનું સ્વરૂપ જુદા જુદા રૂપે આ નીચે લખેલ શ્લોકથી અન્ય ગ્રન્થોમાં પ્રતિપાદન કર્યું છે. वैखरी शक्तिनिष्पत्तिर्मध्यमा श्रुतिगोचरा । द्योतितार्था तु पश्यन्ती सूक्ष्मा वागनपायिनी ॥ १ ॥ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ૧૨૯ તો પલટાતી નથી પરન્તુ શેય (વિષય)ની જુદી જુદી નવ પુરાણાદિ સર્વ વર્તનાઓ એક સમયમાં જણાય છે. ।। ૪।। બીજા (મત્યાદિ ચાર) જ્ઞાનની સર્વ પ્રભાનો આ જ્ઞાનમાં સમાવેશ થઈ જાય છે. કેમકે સૂર્યના તેજ થકી નક્ષત્રાદિ જ્યંતિક્રનો સમૂહ કાંઈ અધિક નથી ।।૫।। જ્ઞાનના અનન્તા ગુણ જે જાણે છે તે જ ધન્ય પુરુષ, જ્ઞાન અને મહાન્ ઉદયના મંદિર સમાન વિજયલક્ષ્મી દેવીને પ્રાપ્ત કરે છે, ॥૬॥ ।। ઇતિ કેવલજ્ઞાન સ્તવન | પછી જયવીયરાય કહી ખમાસમણ દઇ ઇચ્છકારેણ સંદિસહ ભગવન્ શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ ।। વંદણવ૦ // અન્નત્થ૦ / એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી નમોઽર્હત્ત્વ કહી થોય કહેવી તે આ પ્રમાણે— શ્રી કેવલજ્ઞાનની થોય // પ્રહ ઉઠી વંદૂ ।। એ દેશી ।। છત્ર ત્રય ચામર, તરૂ અશોક સુખકાર 1 દિવ્ય ધ્વનિ દુંદુભિ, ભામંડલ ઝલકાર ।। વરસે સુર કુસુમે, સિંહાસન જિન સાર । વન્દે લક્ષ્મીસૂરિ, કેવલજ્ઞાન ઉદાર ।। ૧ ।। ॥ ઇતિ સ્તુતિ // પછી ખમાસમણ દઈ ઉભા રહી કેવલજ્ઞાનના ગુણ સ્તવના દુહા કહેવા તે આ પ્રમાણે — શ્રી કેવલજ્ઞાનની સ્તુતિનો અર્થ ત્રણ છત્ર, ચામર, સુખકર્તા અશોકવૃક્ષ, દેવધ્વનિ, દુંદુભિ (દેવ વાજિંત્ર), તેજે કરી ઝળહળતું ભામંડલ, દેવકૃતપુષ્પની વૃષ્ટિ અને For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જ્ઞાનપદ ભજીએ રે સિંહાસન (એ આઠ પ્રધાન પ્રાતિહાર્યો) જિનેશ્વર પ્રભુના છે, તે જ પ્રભુના ઉદાર કેવલજ્ઞાનને વિજયલક્ષ્મીસૂરિ વન્દના કરે છે. //hl અથ દુહા બહિરાતા ત્યારે કરી, અંતર આતમ રૂપ // અનુભવિ જે પરમાતમાં, ભેદ એક જ ચિતૂપ // ૧ / પુરુષોત્તમ પરમેશ્વર પરમાનંદ ઉપયોગ // જાણે દેખે સર્વને, સ્વરૂપ રમણ સુખભોગ // ૨ / ગુણ પર્યાય અનંતતા, જાણે સઘલા દ્રવ્ય / કાલ ત્રય વેદી જિણંદ, ભાષિત ભવ્યાભવ્ય / ૩ // અલોક અનંતો લોકમાં, થાપે જેહ સમથ્થ // આતમ એક પ્રદેશમાં, વીર્ય અનંત પથ્થ / ૪ / કેવલ દંસણ નાણનો, ચિદાનંદ ઘન તેજ // જ્ઞાનપંચમી દિન પૂજીણ, વિજયલક્ષ્મી શુભ હેજ // ૫ // પ્રાંતે ખમાસમણ દઈ અવિધિઆશાતનાનો મિચ્છામી દુક્કડ દેવો. શ્રી કેવલ જ્ઞાનસંબંધી દુહાનો અર્થ બહિરાત્મપણાનો ત્યાગ કરવાથી અારાત્મ સ્વરુપને અનુભવી જે પરમાત્મા થાય છે તેમના જ્ઞાન સ્વરૂપનો એક જ ભેદ છે. ll૧// પુરુષોમાં ઉત્તમ પરમેશ્વર સ્વસ્વભાવની રમણતાનું સુખ ભોગવવા રૂપ પરમાનન્દ ઉપયોગ કરી સર્વ પદાર્થોને વિશેષ ધર્મે मूलाधारात् प्रथममुदितो यस्तु तारः पराख्यः । पश्चात्पश्यन्त्यथ हृदयगो बुद्धियुमध्यमाख्यः ॥ वक वैखर्यथ रुदिषोरस्य जन्तोः सुषुम्णा ।। बद्धस्तस्माद्भवति पवनप्रेरितो वर्णसङ्घः ॥ १ ॥ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ૧૩૧ કરી તથા સામાન્ય ધર્મે કરી જાણે છે. II૨ પ્રતિપાદન કર્યું છે ભવ્ય તથા અભવ્યપણું જેમણે એવા ત્રિકાળ સ્વરૂપને જાણનારા જિનેશ્વર પરમાત્મા ગુણપર્યાયોના અનંતપણાવાળા સર્વ દ્રવ્યોને જાણે છે. ૩॥ અસંખ્ય પ્રદેશી આત્માના એક પ્રદેશમાં પણ, અનન્તા અલોકાકાશને ઉપાડીને લોકાકાશમાં સ્થાપન કરવાનો સમર્થ થવાય તેવું અનનું પ્રશસ્ત વીર્ય રહેલું છે. I૪॥ કલ્યાણરુપ વિજયલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનપંચમીને દિવસે કેવલદર્શન તથા કેવલજ્ઞાનના ચિદાનંદ સ્વરૂપ તેજ:પુંજની પૂજા કરીએ પ ।।ઇતિ શ્રી વિજયલક્ષ્મીસૂરિષ્કૃત જ્ઞાનપંચમીના દેવવંદનનો અર્થ સંપૂર્ણ ઇતિ શ્રી વિજયલક્ષ્મી સૂરિષ્કૃત, વિધિ સહિત શ્રી જ્ઞાન પંચચી દેવવંદન સમાપ્ત / For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૨. જ્ઞાનપદ ભજીએ રે, શ્રી જ્ઞાનપદ આરાધના શ્રી કલ્પસૂત્રના વાંચન પહેલાં, શ્રી જ્ઞાનપંચમીના દિવસે, આસો ચૈત્ર માસની શાશ્વતી ઓળીમાં જ્ઞાનપદની આરાધનાના દિવસે, સૂત્રના વાંચન પહેલાં શ્રી જિનેશ્વર દેવ સન્મુખ તથા પૂજ્યશ્રી ગુરૂમહારાજ સન્મુખ જ્ઞાનપદ આરાધન નિમિત્તે પૂજાઓ ભણાવવામાં આવે છે તે નીચે પ્રમાણે : - શ્રી જ્ઞાનની સ્તુતિ નિવાણમર્ગે વરજાણકપું. પાસિયાસેસ-કુવાઈદધું; મયં જિણાર્ણ સરણે બુહાણે, નમામિ નિર્ચે તિજગપ્પહાણ બોધાગાધ સુપદપદવીનીરપૂરાભિરામ જીવહિંસા-વિરલ-લહરી-સંગમાગાહ, ચૂલાવેલું ગુગમમણિસંકુલ દૂરપાર, સારં વીરાગગજલનિધેિ સાદર સાધુ સેવે. અહંકત્રપ્રસૂતે ગણધર રચિત, દ્વાદશાંગં વિશાલ, ચિત્ર બહુવર્ણયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમભિઃ ; મોક્ષાગ્રતારભૂત, વ્રતચરણફલ, શોભાવપ્રદીપ, ભક્ત્યાનિત્યં પ્રપદ્ય, કૃતમહમખિલ, શેયભાવપ્રદીપ, જિન જોજન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદીજે ગતિ ચાર, પ્રભુ વચન વખાણી, લહીયે ભવનો પાર. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ શ્રી લક્ષ્મીસૂરિષ્કૃત જ્ઞાનપદ પૂજા અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમભીતિ, સત્યધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ ।।૧।। જ્ઞાનપદ ભજિયે રે જગત સુહંકરૂં, પાંચ એકાવન ભેદે રે; સમ્યગજ્ઞાન જે નિજવરે ભાખિયું, જડતા જનની ઉચ્છેદેરે. ॥૧॥ ભક્ષાભક્ષ વિવેચન પરગડો, ખીર નીર જેમ હંસો રે; ભાગ અનંતમો રે અક્ષરનો સદા, અપ્રતિપાતિ પ્રકાશ્યો રે. ॥૨॥ મનથી ન જાણે રે કુંભકરણવિધિ, તેહથી કુંભ કેમ થાશે રે; જ્ઞાની દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદ્ભાવ વિકાસે રે. ॥૩॥ કંચન નાણું રે લોચનવંત રહે, અધો અંધ પુલાય રે; એકાંતવાદી રે તત્ત્વ પામે નહિ, સ્યાદ્વાદરસ સમુદાય રે. ॥૪॥ જ્ઞાનભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણ મૂળ રે; જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજળ મૂળ રે. ॥૫॥ અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે; ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાય ક્લેશ તંસ હુંત રે. ॥૬॥ જયંત ભૂપો રે જ્ઞાન આરાધતો, તીર્થંકર પદ પામે રે; રવિ શશી મેહ પરે જ્ઞાન અનંત ગુણી સૌભાગ્યલક્ષ્મી હિતકા મેરે. 9 For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનપદ પૂજા અન્નાણસંમોહતમોહરમ્સ, નમો નમો નાણ દિવાયરસ પંચપ્પયારસુવગારગમ્સ,સત્તાણસવ્વત્થપયાસગસ્સા. હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધે, યથાવર્ણ નાસે વિચિત્રાવબોધે; તેણે જાણિયે વસ્તુ પડદ્રવ્ય ભાવા, નહુયેવિતત્થા નિજેચચસ્વભાવા. હોયે પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદે, ગુરુપાસ્તિથી યોગ્યતા તેહ વેદે; વળી જ્ઞેય હેય ઉપાદેય રૂપે, લહે ચિત્તમાં જેમ ાંત પ્રદીપે. ભવ્ય નમો ગુણ શાનને, સ્વપર પ્રકાશક ભાવેજી; પરજાય ધર્મ અનંતતા, ભેદાભેદ સ્વભાવેજી. જ્ઞાનપદ ભજીએ રે જે મુખ્ય પરિણિત સકલ જ્ઞાયક, બોધ ભાવવિલચ્છના; મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધ સાધન લચ્છના. સ્યાદ્વાદસંગી તત્ત્વરંગી, પ્રથમ ભેદાભેદતા; સવિકલ્પને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ભક્ષાભક્ષ ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રે. ॥૧॥ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે. ॥૨॥ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહિયે; તેહ જ્ઞાન નિત નિત વાંદીજે, તે વિણ કહો કેમ રહિયે રે. ॥૩॥ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનપદ પૂજા ૧૩૫ પંચ શાન માંહિ જેહ સદાગમ, સ્વપરપ્રકાશક જેહ; દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ વિશિશ મેહ રે. I૪l લોક ઊર્ધ્વ અધો તિર્યમ્, જ્યોતિષ, વૈમાનિક ને સિદ્ધ; લોકાલોક પ્રગટ સવિ જેહથી; તેહ જ્ઞાન મુજ શુદ્ધ રે પા ભવિકા સિદ્ધચક્રર પદ વંદો, જેમ ચિર કાલે નંદો રે ભવિકા, ઉપશમ રસનો કંદો રે ભવિકા, સેવે સુરનર છંદો રે ભવિકા, રત્નત્રયીનો કંદો રે ભવિકા, નાવે ભવભય ફંદો રે ભવિકા; વંદીને આનંદો રે. ભવિકા, સિદ્ધચક્ર પદ વંદો ।।૬।। જ્ઞાનવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિ જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે. વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઈ રે. આતમ ધ્યાને આતમા, રિદ્ધિ મળે સવિ આઈ રે; મહાવીર જિનેશ્વર ઉપદિશે. ઉપર પ્રમાણે પૂજાઓ ભણાવી, પૂજાનું ઘી બોલાવી શક્તિ પ્રમાણે રૂપા નાણાદિકથી જ્ઞાનની વાસક્ષેપથી પૂજા કરવી, પુષ્પ, ધૂપ, દીપ અદિવિવિધ પ્રકારોથી ઉલ્લાસપૂર્વક પૂજાઓ કરવી. જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા આ પ્રમાણે છે. ૧. વાસક્ષેપ, ૨. રૂપા નાણું, ૩. અક્ષત, ૪. પુષ્પ, ૫. ધૂપ ૬. દીપ, ૭. નૈવેદ્ય, ૮. ફળ* આધાર :- પંડિતરૂપ વિ. મ. કૃત ૪૫ આગમ પૂજા For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જ્ઞાનપદ ભજીએ રે. श्रीमद्यशोविजयोपाध्यायकृतं ज्ञानसारप्रकरणान्तर्गतं ज्ञानाष्टकं ॥५॥ मज्जत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव शूकरः । ज्ञानी निमज्जति ज्ञाने, मराल इवन मानसे ॥१॥ સ્વોપજ્ઞ બાલાવબોધઃ ___ मज्जति क० मग्न थाई छई । अज्ञः क० अज्ञानी । किल इति सत्ये। अज्ञाने क० अज्ञानमांहि। विष्टायां क० विष्टामांहि । इव क० यथा । शूकर क० सूअर । ज्ञानी क० ज्ञानवंत पुरुष । निमज्जति क० नितरां मग्न थाइं छइं । ज्ञाने क० ज्ञानमांहिं । मराल क० राजहंस । इव क० यथा। मानसे क० मानसरोवरमांहि । १ । અર્થ : જેમ સૂવર (ડુક્કર) વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ રાજહંસ માનસરોવરમાં મગ્ન થાય છે તેમ જ્ઞાનવંત પુરુષ જ્ઞાનમાં અતિશય મગ્ન થાય છે.૧ રહસ્યાર્થ ૧ ઃ નિર્મલ જ્ઞાન વડે વસ્તુતત્વનો નિર્ધાર કરીને જે સદાચારને સેવે છે તેજ મોહનો વિનાશ કરી શકે છે, માટે નિર્મલ જ્ઞાન ગુણ આદરવા શાસ્ત્રકાર આગ્રહપૂર્વક કહે છે. જેમ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનાષ્ટક ભૂંડ વિષ્ટામાં મગ્ન રહે છે તેમ મૂઢ માણસ અજ્ઞાનમાં જ મગ્ન રહે છે, પણ જ્ઞાની પુરુષ તો જેમ હંસ માનસજલમાં મગ્ન રહે છે, તેમ નિર્મલ જ્ઞાનગુણમાં જ મગ્ન રહે છે. જ્ઞાની પુરુષ કદાપિ જ્ઞાનમાં અરતિ ધારતો નથી, અથવા જ્ઞાન જ તેનો ખરો ખોરાક હોવાથી તે તેને અત્યંત આદરથી સેવે છે. निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, निर्वन्धो नास्ति भूयसा ॥२॥ સ્વપજ્ઞ બાલાવબોધઃ निर्वाणपद क० मोक्षनुं साधन वचन । अप्येकं क० एक पणि । भाव्यते क० भावियइं । यत् क० जे । मुहुर्मुहुः क० वारंवार, एटलें आगमिं श्रुतयुक्तिं मतनुं वारंवार स्मरणरूप निदिध्यासन देखाडयुं । तदेव क० तेह ज । ज्ञानं क० ज्ञान । उत्कृष्टं क० उत्कृष्टुं, जे माटि तेहथी तत्त्वज्ञान उपजइं । सामायिकपदमात्र भावनथी अनंत सिद्ध सांभलीइं छइं । निबंध क० हठ । नास्ति क० नथी । भूयसा क० घणई भणीइं । भावनाज्ञानइं थोडु इ घj, ते विना घणुं ते शुकपाठ । २ । અર્થ : મોક્ષના સાધનરૂપ એવું એક પણ પદ (અધ્યાત્મિક વચન) કે જેની વારંવાર ભાવના કરાય; તે જ જ્ઞાન (નો યત્ન) ઉત્કૃષ્ટ છે; - એટલે કે આગમ અને મૃતયુક્તિ મતનું વારંવાર સ્મરણરૂપ નિદિધ્યાસન એટલા માટે બતાવ્યું કે તેનાથી તત્ત્વજ્ઞાન ઊપજે છે. સામાયિક પદના માત્ર ભાવનથી અનંત સિદ્ધ થયેલા સાંભળીએ છીએ. ઘણું ભણવાનો આગ્રહ (હઠ) નથી. ભાવનાશાન થોડું એ ઘણું, તે - વિના ઘણું (જ્ઞાન) તે શુકપાઠ (પોપટપાઠ) રૂપ છે. ૨ રહસ્યાર્થ ર : જેનાથી રાગદ્વેષનો અત્યન્ત ક્ષય થવા પૂર્વક મોક્ષપદની પ્રાપ્તિ થઈ શકે એવા પણ એક પદનો વારંવાર અભ્યાસ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જ્ઞાનપદ ભજીએ રે કરી તેમાં તન્મય થવું તે જ જ્ઞાન શ્રેષ્ઠ છે. ‘મારુષ માતુષ’ જેવા એક પદથી પણ કલ્યાણ સાધી શકાય છે. તેવા જ વધારે પદ હોય તેનું તો કહેવું જ શું ? બાકી ભારભૂત એવા શુષ્ક જ્ઞાન માત્રથી કંઈ કલ્યાણ નથી. સ્વભાવતામાંાર-વ્યારાં (સ્મરાં) જ્ઞાનમિષ્યતે । ध्यान्ध्यमात्रमतस्त्वन्यत्-तथा चोक्तं महात्मना ।। ३ ॥ સ્વોપજ્ઞ બાલાવબોધ : स्वभावलाभ क० आत्मस्वभावनी प्राप्ति, तेहनोजे । संस्कार क० वासना तेहनुं । कारण एतलइं थोडइं घणई वीतराग वचनई चीतवई. वीतराग स्मरणइं आत्मातद्रूपताहेतु । ज्ञानं क० ज्ञान । इष्यते क० वांछिइं छर्इं । ध्यान्ध्यमात्रं क० धन्ध मात्र । अतस्त्वन्यत् क० एहथी अधिकुं जे भणवुं ते । तथा चोक्तं क० तिम ज कहिउं । महात्माई क० पंतजलि ऋषिं । प्रथम योगनी दृष्टिनी अपेक्षाइं एहनइं महात्मा कही बोलाव्यो । ३ અર્થ : આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કાર (વાસના કે મૂળ કે વૃત્તિ)ના કારણરૂપ જે જ્ઞાન છે તે ઇચ્છીએ છીએ, એટલે થોડાઘણાં વીતરાગવચન ચિંતવી વીતરાગસ્મરણ થવાથી આત્મામાં તદ્રુપતાના હેતુરૂપ જ્ઞાન ઇચ્છીએ છીએ. એનાથી અધિક જે ભણવું તે બંધ માત્ર (ધંધો) છે, તેમ મહાત્મા એટલે પતંજલિ ઋષિએ કહ્યું છે. પતંજલિ ઋષિને અહીં પ્રથમ યોગની દૃષ્ટિની અપેક્ષાએ મહાત્મા કહી ઉલ્લેખેલ છે. ૩ રહસ્યાર્થ ૩ : જેથી સ્વભાવ નિર્મલ થાય એટલે આત્મપરિણતિ સુધરતી જાય તે જ જ્ઞાન કહેવાય છે, બાકીનું જ્ઞાન તો કેવલ બોજારૂપ જ છે. આ સંબંધમાં યોગદૃષ્ટિ સમુચ્ચયમાં હરિભદ્રસૂરિજી બુદ્ધિના અન્ધકાર રૂપ નીચે પ્રમાણે જ કહે છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનાષ્ટક ૧૩૯ वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा । તવાનં નૈવ છિત્તિ, તિનપાવતો ૪ સ્વોપજ્ઞ બાલાવબોધઃ वादांश्च क० पूर्वपक्षप्रतिं । प्रतिवादांश्च क० उत्तरपक्षप्रति । वदंतः क० कहता । अनिश्चितान् क० अनिर्धारितार्थ। तथा क० छ मास तांई कंठशोष करिं । तत्त्वांतं क० तत्त्वना पार प्रतिं । नैव क० नहीं ज । गच्छंति क० पुहचइं । तिलपीलकवत् क० घांचीना बलद परिं । गतौ क० गतिनइं विषइं । ४ . તૂરો પતિ : IR #ાં પવતો, ઉમટી ન મની સાસ; ન્યૂ સોનૂ વેચત્તવુ, ઘર દી વોર ()વીસ ” અર્થ : અનિર્ધારિત અર્થવાળા (એટલે ચોક્કસ અર્થ વિનાના) વાદ એટલે પૂર્વપક્ષને અને પ્રતિવાદ એટલે ઉત્તરપક્ષને કહેત કહેતાં છ માસ સુધી કંઠશષ કરે તો પણ ઘાંચીના બળદની જેમ તત્ત્વના પારને પામવામાં ગતિ કરીને ન જ પહોંચી શકે. ૪ - દૂહો “જેમ ઘાણીના બદળને ઘરમાં જ પચાસ કોસ થઈ જાય , તેમ જેના મનની આશા શમી નથી તે ક્યાં તત્ત્વના પારને પામે છે?” રહસ્યાર્થ ૪: પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ રૂપ વાદ પ્રતિવાદ કરતાં તથા અનિશ્ચિત પદાર્થોને કહેતાં થકાં, જેમ ઘાંચીનો બળદ ગમે તેટલું ચાલે તો પણ તેનો અંત આવતો નથી, તેમ તત્ત્વનો પાર પામી શકાતો જ નથી. સાધ્ય દૃષ્ટિથી ધર્મચર્ચા કરતાં કે નમ્રપણે તત્ત્વકથન કે શ્રવણ કરતાં કેવળ હિતપ્રાપ્તિ જ થાય છે. માટે શુષ્ક વાદવિવાદ તજીને કેવળ તત્ત્વ ખોજના કરવી. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જ્ઞાનપદ ભજીએ રે स्वद्रव्यगुणपर्याय-चर्या वर्या परान्यथा ॥ इति दत्तात्मसंतुष्टि-मुष्टिज्ञानस्थितिर्मुनेः ॥५॥ સ્વપજ્ઞ બાલાવબોધઃ स्वद्रव्य क० पोतानो शुद्धात्मद्रव्य । स्वगुण क० पोताना ज शुद्ध . ज्ञान-दर्शन-चारित्रगुण । स्वपर्याय क० पोताना ज शुद्ध अर्थ-व्यंजनपर्याय तेहमां । चर्या क० परिणति ते । वर्या क० भली । परा कं० परद्रव्य-गुण-पर्यायमां परिणामग्रहण उत्पत्तिरूप चर्या ते । अन्यथा क० भली नहीं। इति क० ए प्रकारइं । दत्तात्मसंतुष्टिः क० दीधो छई आत्मानई संतोष जेणीई एहवो। मुष्टिज्ञान क० संक्षेप रहस्यज्ञान तेहनी । स्थिति क० मर्यादा। मुनेः क० साधुनइं । ५ उक्तं च- "आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेरित्यादि । યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લો. ૧ અર્થ : પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પોતાના જ શુદ્ધ જ્ઞાનદર્શન-ચારિત્ર ગુણમાં, પોતાના જ શુદ્ધ અર્થ-પર્યાય અને વ્યંજનપર્યાયમાં પરિણતિ (ચર્ચા) તે ભલી (શ્રેષ્ઠ) છે; પર દ્રવ્ય-ગુણપર્યાયમાં તે તે પદાર્થના પરિણામોને ગ્રહણ કરવારૂપ અને ઉત્પત્તિરૂપ ચર્યા (પરિણતિ) તે ભલી નથી, અન્યથા છે; એ પ્રકારે, જેણે આત્માને સંતોષ દીધો છે એવી મુનિની પુષ્ટિજ્ઞાન એટલે કે સારરૂપ રહસ્યજ્ઞાનની દશા હોય છે. ૫ કહ્યું પણ છે, “પતિ (મુનિ) માટે આત્મા જ દર્શન-શાન-ચરિત્ર છે” વગેરે. રહસ્યાર્થ પ : આત્મદ્રવ્યના ગુણપર્યાયની પર્યાલોચના કરવી જ શ્રેષ્ઠ છે, બીજી નકામી બાબતમાં વખત ગુમાવવો યુક્ત નથી. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનાષ્ટક ૧૪૧ આ પ્રમાણે આત્મસંતોષ ઉત્પન્ન કરનાર મુષ્ટિજ્ઞાનની સ્થિતિ મુનિની ગણાય છે. મુષ્ટિજ્ઞાન સંક્ષિપ્ત છતાં સર્વોત્તમ છે, તેથી સર્વ પરભાવથી વિરમી મુનિ સહજ સ્વભાવરમણી બને છે. अस्ति चेद् ग्रंथिभिदज्ञानं, किं चित्रैस्तंत्रयंत्रणैः । प्रदीपा: कोपयुज्यन्ते, तमोघ्नी दृष्टिरेव चेत् ।।६॥ સ્વપજ્ઞ બાલાવબોધઃ अस्ति क० छई । चेद् क० जो । ग्रंथिभिद् ग्रंथिभेद तेहथी उपमुं। कारणे कार्योपचारः विषयप्रतिभासदलविकल आत्मपरिणामवंत हुउं एहएं। ज्ञान तो । किं कः स्युं । चित्रैः क० विविध प्रकार ते। तंत्रयंत्रणैः क० शास्त्रंबंधई करी, एह ज । अभ्यास परिपाकई तत्त्वसंवेदन थाई, तिवारइं भावचारित्र परिणांमइं, तिहां परसाधननी अपेक्षा नथी । इहां दृष्टांत। प्रदीपा क० दीवा। क्व क० किहां । उपयुज्यंते क० उपयोग पामई । तमोजी क० अंधकारनी हरनारी । दृष्टिरेव क० नजरि ज । चेत् क० - નો / ૬ ' અર્થ : કારણમાં કાર્યનું આરોપણ કરીને જ્ઞાનને ગ્રંથિભંગરૂપ કહ્યું છે. જો ગ્રંથિભેદથી ઊપજેલું વિષયપ્રતિભાસદલવિકલ (એટલે અનાત્મરૂપ ઇંદ્રિય વિષયોના પ્રતિબિંબરૂપ પાસાંથી રહિત) આત્મપરિણામવંત (આત્મપરિણતિવાળું) જ્ઞાન છે તો વિવિધ પ્રકારના શાસ્ત્રબંધને કરી શું? (અર્થાત્ શાસ્ત્રબંધનનું શું કામ?) આ જ અભ્યાસના પરિપાક તત્ત્વસંવેદન થાય ત્યારે ભાવચારિત્ર પરિણમે. ત્યાં પરસાધન (શાસ્ત્ર જેવા)ની અપેક્ષા નથી. અહીં દૃષ્ટાંત, જો દૃષ્ટિ જ અંધકારને હરનારી છે તો દીવાઓ કયાં ઉપયોગ પામે (કામમાં આવે)? અર્થાત્ ઉપયોગમાં ન આવે. ૬ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જ્ઞાનપદ ભજીએ રે રહસ્યાર્થ ૬ઃ મિથ્યાત્વને ભેદી સમકિત પ્રાપ્ત કરાવે એવું સભ્યનું જ્ઞાન જો પ્રગટ થાય તો તે સારભૂત જ્ઞાન પામી બીજા શાસ્ત્રપરિશ્રમનું કંઈ પ્રયોજન નથી. જો સ્વાભાવિક દૃષ્ટિથી અંધકાર દૂર થતો હોય તો કૃત્રિમ દીવાનું શું પ્રયોજન છે?સાચો દીવો જેના ઘટમાં જ પ્રગટયો છે તેને સહજ સ્વાભાવિક પ્રકાશ મળ્યા જ કરે છે. તેથી તે મિથ્યાત્વ-અંધકારનો વિનાશ કરી આનંદમગ્ન જ રહે છે. સારભૂત જ્ઞાન વિના લાખો ગમે ક્લેશકારક શાસ્ત્ર વિલોણથી શું વળવાનું? ચોખી દૃષ્ટિવાળાને એક પણ દીવો બસ છે, અને અંધ દૃષ્ટિને હજારો દીવાથી પણ ઉપકાર થઈ શકતો નથી. સમ્યગ્રજ્ઞાવાન સમ્યગ્દર્શન યા સમકિત રત્નના પ્રભાવથી દિવ્યદૃષ્ટિ જ કહેવાય છે. मिथ्यात्वशैलपक्षच्छिद, ज्ञानदंभोलिशोभितः । निर्भयः शक्रवद्योगी, नंदत्यानंदनंदने ॥७॥ , સ્વોપજ્ઞ બાલાવબોધઃ ના - મિથ્યાત્વ રૂપ ને રૌત્ર ૪૦ પર્વત તેહનું ! પક્ષ 3 पांखनो। छिद् क० छेदहनहार जे । ज्ञानदंभोलि क० ज्ञानरूप वज्र तेणिं करी। शोभित क० विराजित। निर्भयः क० भयरहित। शक्रवत् क० इंद्रनी परि । योगी क० योगमार्गस्थ । नंदति क०नंदइ छई, क्रीडा करइंछइ। आनंदनंदने क० आनंदरूप नंदनवनइं विषइं ।७ .. અર્થ : મિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર એવા જ્ઞાનરૂપ વજથી વિરાજિત (શોભાયમાન), ભયરહિત યોગી ઈદ્રની જેમ આનંદરૂપ નંદનવનને વિષે ક્રીડા કરે છે. ૭ રહસ્યાર્થ ૭ : મિથ્યાત્વ પર્વતના પક્ષોને છેદવા સમર્થ જ્ઞાનરૂપ વજથી શોભિત મુનિ નિર્ભય છતાં શક્ર ઈન્દ્રની પેરે આનંદનંદનમાં વિચરે છે. રત્નત્રયી મંડિત મુનિ નિર્ભય છતાં For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનાષ્ટક ૧૪૩ સહજાનંદમાં મસ્ત રહે છે. તેવા યોગી પુરુષને સંયમમાં અરિત થવા પામતી જ નથી. पीयूषमसमुद्रोत्थं, रसायनमनौपधम् ॥ અનન્યાપેક્ષમૈશ્ચર્ય, જ્ઞાનમાહુર્મનીષિળી: ૫૮૫૫ જ્ઞાનાષ્ટમ્પ ॥ સ્વોપજ્ઞ બાલાવબોધ : पीयूषं क० अमृत केहवुं । असमुद्रोत्थं क० समुद्रथी उपनुं नहीं । रसायनं क० जरामरणहरण रसायन पणि । अनौषधं क० औषधरहित, बीजुं रसायन औषधजनित होई । अनन्यापेक्षं क० अन्य जे हाथीघोडाप्रमुख तेहनी अपेक्षा नहीं जिहां एवं । ऐश्वर्यं क० ठाकरपणुं, बीजुं तो अन्यापेक्ष हुई । ज्ञान क० ज्ञान । आहु क० कहिं छे । मनीषिण ० मोटा पंडित । ८ છુ જ્ઞાનાષ્ટપૂરું થયું બ્ અર્થ : મોટા પંડિતો જ્ઞાનને સમુદ્રથી ન ઉત્પન્ન થયું હોય તેવું અમૃત કોને કહે છે, જરા-મરણને હણનાર એવું ઔષધરહિત રસાયણ કહે છે, બીજું રસાયણ તો ઔષધજનિત છે. અન્ય હાથીઘોડા પ્રમુખની અપેક્ષા જ્યાં નથી એવું ઐશ્વર્ય-ઠાકુરપણું કહે છે, બીજું ઐશ્વર્ય તો અન્ય અપેક્ષવાળું હોય છે. ૮ આ જ્ઞાનાષ્ટક પૂરું થયું ॥ ॥ રહસ્યાર્થ ૮ : પ્રાજ્ઞ પુરુષો કહે છે કે જ્ઞાન સમુદ્રથી નહીં ઉત્પન્ન થયેલું અભિનવ અમૃત છે, ઔષધ વિનાનું અપૂર્વ રસાયણ છે અને બીજાની અપેક્ષા વિનાનું અથવા સર્વથી શ્રેષ્ઠ એવું અનુપમ ઐશ્વર્ય છે. ભાગ્યવંત ભવ્યો જ તેનો લાભ લઈ શકે છે. ભાગ્યહીનને તે પ્રાપ્ત થઈ શકતું જ નથી. સૌભાગી ભમરો તેનો મધુર રસ પીએ છે અને દુર્ભાગી તેનાથી દૂર જ રહે છે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જ્ઞાનપદ ભજીએ રે શ્રી હરિભદ્રસૂરિવિરચિતં અષ્ટપ્રકરણાન્તર્ગત જ્ઞાનાર્ક ૯ll આઠમાં અષ્ટકમાં કહેલું ભાવ પચબાણ જ્ઞાન વિશેષ હોતે છતે થાય છે માટે તે જ્ઞાન વિશેષને દેખાડતાં કહે છે– विषयप्रतिभासं चा-त्मपरिणतिमत्तथा ।। તવંસંવે વૈવ, જ્ઞાનમgવર્ષ // ? અર્થ– મહાન ઋષિઓ વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત્ તથા તત્ત્વસંવેદન એવી રીતે ત્રણ પ્રકારનાં જ્ઞાનો કહે છે. ૧ ટીકાનો ભાવાર્થ - વિષય એટલે કર્ણ આદિક ઈદ્રિયોના જ્ઞાનને ગોચર એવા શબ્દાદિક, તેને જણાવનારું જે જ્ઞાન તેને “વિષયપ્રતિભાસ” નામનું જ્ઞાન જાણવું. (પણ તેઓની પ્રવૃત્તિમાં તેથી ઉત્પન્ન થતો જે આત્માના અર્થ-અનર્થનો સ્વભાવ તેને જણાવનારું નહીં) અર્થાત આલોક સંબંધી અને પરલોક સંબંધી છઘસ્થ જ્ઞાનના વિષયરૂપ એવા અર્થોમાં પ્રવૃત્તિને વિષે, આત્માના તાત્વિક અર્થ અને અનર્થના પ્રતિભાસથી જે શૂન્ય તે “વિષપ્રતિભાસ” જ્ઞાન જાણવું; તે જ્ઞાન મિથ્યાષ્ટિઓને હોય છે, તથા આત્માના ક્રિયાવિશેષથી થઈ શકે એવો જે પરિણામ છે, જેમાં જણાય છે તેને “આત્મપરિણતિમત્” જ્ઞાન કહીએ. (પણ તેને અનુરૂપ એવી પ્રવૃત્તિ નિવૃત્તિ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિવિરચિતં જ્ઞાનાષ્ટક ૧૪૫ તેમાં ન હોય) તે જ્ઞાન અવિરતિ એવા સમન્ દૃષ્ટિઓને હોય છે. તથા જેથી પરમાર્થ જણાય અર્થાત્ હેય અને ઉપાદેય પદાર્થોથી નિવૃત્તિ અને પ્રવૃત્તિ કરનારું જે જ્ઞાન તેને “સત્વસંવેદન” જ્ઞાન કહીએ. તે જ્ઞાન શુદ્ધ ચારિત્રીઓને હોય. એવી રીતના ત્રણે જ્ઞાનો મહા મુનિઓએ કહેલાં છે અને તે ત્રણે મત્યાદિ વિશેષ જ છે. હવે પહેલા જ્ઞાનનું સ્વરૂપ કહે છેविषकंटकरत्नादौ, बालादिप्रतिभासवत् । विषयप्रतिभासं स्यात्, तद्धेयत्वाद्यवेदमकम् ॥ २ ॥ અર્થ– ઝેર, કાંટા અને રત્નાદિકોને વિષે બાલકાદિકનાં જાણપણાની પેઠે હેયત્વે આદિકનો નિશ્ચય નહીં કરાવનારું “વિષયપ્રતિભાસ” જ્ઞાન હોય. ૨ ટીકાનો ભાવાર્થ– વિષ એટલે અતિવિષ વચ્છનાગ આદિક તથા કંટક એટલે બાવળ આદિકના અવયવો (કાંટાઓ) વિગેરે હેય પદાર્થો તથા રત્ન એટલે મરકત મણિ આદિક બીજી ઉપાદેય વસ્તુઓ તેને વિષે બાલ તથા અતિમુગ્ધોનું જે જ્ઞાન, તેના સરખું “વિષય પ્રતિભાસ” જ્ઞાન હોય. હવે તે “વિષયપ્રતિભાસ” જ્ઞાન બાલ આદિકના જ્ઞાન સરખું કેમ છે? તે કહે છે કે - જ્ઞાન, શેય વિષયોનું તજવાપણું, તથા ઉપેક્ષવાપણું જણાવી શકતું નથી, અર્થાત્ બાલ આદિકનું ગ્રહણ કરવાપણું જ્ઞાન, જેમ વિષ આદિક વિષયના રૂપ આદિકને જ જાણે છે, પણ તેના હેયત્વે આદિક ધર્મને જાણતું નથી, તેમ જે જ્ઞાન ગ્રંથભેદ જેઓને નથી થયેલો એવા બહુશ્રુતોને પણ (તેઓના) મોહથી મલિન થયેલા મનપણાએ કરીને, અતત્ત્વોની હેયતાનો, તથા તત્ત્વોની ઉપાદેયતાનો વિચાર કરાવવામાં અસમર્થ હોય, અર્થાત્ તત્ત્વ અને અતત્ત્વને તુલ્ય જણાવનારું, અથવા ઊલટી For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જ્ઞાનપદ ભજીએ રે રીતે જણાવનારું હોય તે “વિષય પ્રતિભાસ” જ્ઞાન કહેવાય. કહ્યું છે કે विसयपडिभासमित्तं, बालस्सेव खु रयविसयंमि । वयणाइएसु नाणं, सव्वथ्थाणाण मोणेयं ॥१॥ હવે તે જ જ્ઞાનને તેના ચિહ્ન આદિકથી દેખાડતાં કહે છે- . निरपेक्षप्रवृत्त्यादि, लिंगमेतदुदाहृतम् । अज्ञानावरणापायं, महापायनिबंधनम् ॥ ३ ॥ અર્થ– (પાપ સંબંધી) શંકા વિનાની પ્રવૃત્તિ આદિક છે ચિત જેનું, તથા અજ્ઞાનના આવરણનો નાશ કરનારું અને મહા અપાયના કારણ રૂ૫, તે “વિષય પ્રતિભાસ” જ્ઞાન કહેલું છે. ૩ ટીકાનો ભાવાર્થ- આ લોક અને પરલોક સંબંધી અપાયોની (દુષ્ટ કાર્યોની) જે શંકા, કે જેમાંથી ગયેલી છે એવું જે પ્રવર્તનાદિક તે છે ચિહ્ન જેનું, તેને આખોએ “વિષય પ્રતભિાસ” જ્ઞાન કહેલું છે. તે શાથી થાય તે કહે છે. “અજ્ઞાન” એટલે મિથ્યાત્વના ઉદયથી દૂષિત એવાં જે મતિ, કૃત અને અવધિ જ્ઞાન (વિભંગ જ્ઞાન) તેના આવરણનો છે. ક્ષયોપશમ જેમાં એવું (મિથ્યાષ્ટિઓનું) જે મતિ, શ્રત અને અવધિ જ્ઞાન (વિભંગ જ્ઞાન) તે અજ્ઞાન જ છે. કહ્યું છે કે अविसेसिया मइच्चिय, समदिद्विस्स सा मइनाणं । मइअन्नाणं मिच्छा-दिठिस्स सुर्यपि एमेव ॥१॥ “સમન્ દૃષ્ટિઓની જે બુદ્ધિ તે “મતિ જ્ઞાન છે અને મિથ્યાષ્ટિની જે બુદ્ધિ તે “મતિ અજ્ઞાન” છે, પણ મતિમાં કંઈ ફેરફાર નથી. શ્રુતજ્ઞાન ને શ્રુતજ્ઞાન માટે પણ એ પ્રમાણે જ સમજવું.” For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિવિરચિતં જ્ઞાનાષ્ટક ૧૪૭ હવે તે “વિષય પ્રતિભાસ” જ્ઞાન શું ફળ આપે છે? તે કહે છે. તે પોતાને અને પરને આલોક અને પરલોક સંબંધી મહા અપાયોના એટલે કે, મહા કષ્ટોના કારણરૂપ થાય છે. કેમકે તત્ત્વથી તે અજ્ઞાન જ છે, અને અજ્ઞાન છે તે મહા અપાયનું કારણ છે. કહ્યું છે કે अज्ञानं खलु भो कष्टं, क्रोधादिभ्योऽपि सर्वापापेभ्यः । अर्थ हितमहितं वा, न वेत्ति येनावृतो लोकः ॥१॥ “અજ્ઞાન એ ખરેખર ક્રોધાદિક સર્વ અપાયોથી પણ કષ્ટકારી છે, કેમકે અજ્ઞાનથી વીટાયેલો માણસ હિત અથવા અહિત કાર્યને જાણી શકતો નથી.” હવે બીજા “આત્મપરિણતિમ” જ્ઞાનનું સ્વરૂપ દેખાડવા માટે કહે છે. पातादिपरतंत्रस्य, तद्दोपादावसंशयम् । . अनर्थाद्याप्तियुक्तं चा-त्मपरिणतिमन्मतम् ।। ४ ।। - અર્થ– પતન આદિથી પરતંત્ર થયેલા પ્રાણીને તેના દોષાદિકને ' વિષે સંશય વિનાનું તથા અનર્થ આદિકની પ્રાપ્તિવાળું “આત્મપરિણતિમ જ્ઞાન માનેલું છે. ૪ ટીકાનો ભાવાર્થ– “પાતાદિપરતંત્રસ્ય” એટલે નીચી અને ઊંચી ગતિ માટે પરતંત્ર થયેલા એટલા વિષય અને કષાયાદિકે વશ કરેલા પ્રાણીને, તે કષાય આદિકથી થતા કર્મબંધ અને દુર્ગતિ આદિક દોષમાં અને (આદિ શબ્દથી) અભ્યદય આદિક ગુણમાં જે સંશય રહિત જ્ઞાન થાય છે, તથા જે કર્મ બંધન, દુર્ગતિ ગમનરૂપી અનર્થ અને પરંપરાથી મળતા મોક્ષરૂપી ગુણની પ્રાપ્તિવાળું છે, તેને તત્વના જાણનારાઓએ “આત્મપરિણતિમ” જ્ઞાન માનેલું છે. અહી દષ્ટાંત નીચે પ્રમાણે જાણવું. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જ્ઞાનપદ ભજીએ રે . અવળી ચાલના ઘોડા પર બેસવાથી પરતંત્ર થયેલા સવારને અંગભંગ તથા મરણાદિક દોષમાં તથા રૂના સમૂહના કોમળ સ્પર્શાદિક ગુણમાં સંશય રહિતપણું થાય છે, તથા તે અંગભંગાદિક અનર્થ, અને સુખ સ્પર્શાદિક ગુણની પ્રાપ્તિવાળું છે, એમ તે માને છે. હવે તે જ આત્મપરિણતિમત્ જ્ઞાનનું લિંગાદિકથી નિરૂપણ કરતાં કહે છે– तथाविधप्रवृत्त्यादि-व्यंग्यं सदनुवंधि च । . ज्ञानावरणहासोत्थं, प्रायो वैराग्यकारणम् ॥५॥ અર્થ– તેવા પ્રકારની પ્રવૃત્તિ આદિકથી પ્રગટ થનારું, તથા શુભ અનુબંધવાળું, તથા જ્ઞાનાવરણાદિકના નાશથી ઉત્પન્ન થયેલું અને પ્રાયઃ કરીને વૈરાગ્યના કારણરૂપ તે “આત્મપરિણતિમ” જ્ઞાન જાણવું. ૫ ટીકાનો ભાવાર્થ તેવા પ્રકારની અહિંસાદિકને વિષે જે પ્રવૃત્તિ આદિક તે થકી પ્રગટ થવારૂપ છે ચિહ્ન જેનું તથા પરંપરાથી મોક્ષફળને દેવારૂપ છે સદનુબંધ જેનો, એવું તે આત્મપરિણતિમત્ જ્ઞાન છે. હવે તે જ્ઞાન શું હેતવાળું છે? તે મતિ આદિક જ્ઞાનનું જે આવરણ, તેના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું તે જ્ઞાન છે, વળી તે જ્ઞાન તદનુંબંધી શી રીતે છે ? તે કહે છે કે તે જ્ઞાન પ્રાયઃ કરીને વૈરાગ્ય એટલે ઉત્તમ ભભવનાનું નિમિત્ત છે. કહ્યું છે કે बालधूलिगृहक्रीडा-तुल्यास्यां भाति धीमताम् । तमोग्रंथिविभेदेन, भवचेष्टाऽखिलैव हि ॥५॥ -યોણિતપુર “અજ્ઞાનરૂપી ગ્રંથીના ભેદથી બુદ્ધિમાનોને આ ભવની સઘળી ચેષ્ટા, વૈરાગ્ય ભાવના હોતે છતે, બાળકે કરેલા ધૂળના ઘરની રમત For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિવિરચિતં જ્ઞાનાષ્ટકં ૧૪૯ સરખી (વિનશ્વર) લાગે છે.” અહીં પ્રાયઃ કરીને વૈરાગ્યનું જે કારણ કહ્યું, તે રાજ્યાદિક મેળવવામાં તત્પર થયેલા એવા ભરતાદિકની પેઠે કષાયનો ઉદય વિશેષ હોતે છતે તે જ્ઞાન વૈરાગ્યનું કારણ ન પણ થાય તેમ જણાવવા માટે કહ્યું છે. હવે ત્રીજું જે “તત્ત્વસંવેદન”જ્ઞાન તેના પ્રતિપાદન માટે કહે છેस्वस्थवृत्तेः प्रशांतस्य, तद्धेयत्वादि निश्चयम् । तत्त्वसंवेदनं सम्यग्, यथाशक्तिफलप्रदम् ।। ६ ।। અર્થ– સ્વસ્થ વૃત્તિવાળા, તથા શાંત એવા પુરુષને, વસ્તુના હેયપણા આદિકમાં નિશ્ચયવાળું “તત્ત્વસંવેદન” જ્ઞાન થાય છે. અને તે સારી રીતે યથાશક્તિ ફળને દેનારું છે. ૬ - ટીકાનો ભાવાર્થ– આકુળતા રહિત છે વચન અને કાયાના વ્યાપારનું વર્તવાપણું જેને તથા રાગદ્વેષ આદિના ઉપશમવાળા એવા માણસને “તત્ત્વસંવેદન” જ્ઞાન થાય છે. હવે તે જ્ઞાન કેવું છે? વસ્તુતત્ત્વના હેયપણા, ઉપાદેયપણા અને ઉપેક્ષણીયપણાનો છે નિશ્ચય જેમાં એવું છે. એ “તત્ત્વસંવેદન” જ્ઞાન સમ્યક પ્રકારે પુરુષોને, સંઘયણ આદિના સામર્થ્યને અનુસાર વિરતિરૂપી અનંતર . ફળ તથા પરંપરાએ મોક્ષફળને દેનારું છે. હવે તે જ્ઞાનના લિંગાદિને પ્રતિપાદન કરતાં કહે છે न्याय्यादौ शुद्धवृत्त्यादि-गम्यमेतत्प्रकीर्तितम् । सज्ज्ञानावरणापायं, महोदयनिबंधनम् ॥ ७ ॥ અર્થ- મોક્ષમાર્ગ આદિકને વિષે શુદ્ધ પ્રવૃત્તિ આદિથી જે અનુમાન કરાય છે, તેને તત્ત્વસંવેદન જ્ઞાન કહેલું છે, તથા તે ઉત્તમ જ્ઞાનના આવરણનો ક્ષયોપશમ કરનારું અને મોક્ષના કારણરૂપ છે.૭ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જ્ઞાનપદ ભજીએ રે ટીકાનો ભાવાર્થ– નીતિ સહિત એવા સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ તે વિષે અતિચાર રહિત પ્રવૃત્તિ આદિકે કરીને જે જ્ઞાનની અનુમિતિ થાય છે, તેને જ્ઞાનનું સ્વરૂપ જાણનારાઓએ “તત્ત્વસંવેદન” જ્ઞાન કહેલું છે, હવે તે જ્ઞાન કેવા હેતુવાળું છે? તે કહે છે કે, ઉત્તમ એવું જે આભિનિબોધાદિક જ્ઞાન, તેના આવરણના ક્ષયોપશમથી થનારું અને નિર્વાણના કારણરૂપ ફળને દેનારું છે. આ અષ્ટકને સંપૂર્ણ કરતાં ઉપદેશ કહે છે - एतस्मिन् सततं यत्नः, कुग्रहत्यागतो भृशम । मार्गश्रद्धादिभावेन, कार्य आगमतत्परै ॥८॥ અર્થ– આગમનાં વચનોમાં તત્પર એવા માણસોએ કદાગ્રહ તજીને ઉપર કહેલા તત્વસંવેદના જ્ઞાનમાં, અને મોક્ષમાર્ગમાં શ્રદ્ધાદિક ભાવે કરીને હંમેશા ખૂબ યત્ન કરવો. ટીકાનો ભાવાર્થ– ઉપર કહેલા તત્ત્વસંવેદન જ્ઞાનમાં હંમેશાં આદર કરવો, કેવી રીતે કરવો? તે કહે છે કે જેથી શાસ્ત્રને બાધ આવે એવા કદાગ્રહને તજીને યત્ન કરવો; શા વડે કરવો? તે કહે છે કે, મોક્ષમાર્ગમાં શ્રદ્ધા, તેનું જ્ઞાન, અને તેની સેવનાથી યત્ન કરવો. હવે તે કોણે કરવો? તે કહે છે કે, આપ્તનાં વચનમાં તત્પર થયેલા એવા માણસોએ કરવો. નવમા જ્ઞાનાટકનું વિવરણ સમાપ્ત. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પંચજ્ઞાન પૂજા વિધિ એક પીઠ ઉપર પવિત્રપણે કુંકુમના ૫૧ સાથિયા કરીએ, તે ઉપર અક્ષત પૂરીએ, તે ઉપર નાગરવેલનાં પત્ર એકેક મૂકીએ, તે ઉપર સોપારી, બદામ, પૈસો, ફલ, ફૂલ, નૈવેદ્ય મૂકીએ, ૫૧ દીવા કરીએ, ૫ નાળિયેર મૂકી, ઘી ખાંડ સહિત પંચ ગોળિ થાપીએ, ત્રિવેદિકા પીઠ થાપી સ્વસ્તિક કરી અક્ષત ફલ ધરીએ, પંચતીર્થીની પ્રતિમા થાપીએ પછી સ્નાત્ર ભણાવીએ, પછી પૂજા ભણાવીએ, પહેલી પૂજાના ૨૮ સાથીઆ, બીજીના ૧૪, ત્રીજીના ૬, ચોથીના ૨, પાંચમીનો ૧ સાથીઓ નંદાવર્તનો કરીએ, શ્રીફળ મૂકીએ, એની પાંચ પીઠ થાપીએ. ન હોય તો એક મોટા પીઠ ઉપર ભેગા પાંચ થાપીએ. ઇતિ શ્રી પંચજ્ઞાન પૂજાવિધિ સંપૂર્ણ. ગાથા ૮૯–ઢાળો-૧૧ શ્લોકો ૧૫૦ પંડિત શ્રી રૂપવિજયજીકૃત શ્રી પંચજ્ઞાનની પૂજા પૂજા પહેલી દુહા સફલ કુશલ કમલાવલી, ભાષક ભાણ સમાન; શ્રી શંખેશ્વર પાસના, ચરણ નમી ધરી ધ્યાન. ૧ કર્મતિમિરભર ટાળવા, જ્ઞાન તે અભિનવ સૂર; જ્ઞાની જ્ઞાનબળે લહે, સ્વપર સ્વભાવ પડૂર. ૨ શ્રદ્ધામૂળ ક્રિયા કહી, તેહનું મૂળ તે જ્ઞાન; તેહથી શિવસુખ બહુ જના, પામ્યા ધરી એક તાન. ૩ ૧૫૧ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અસંખ્ય ભેદ કિરીયાતણા, ભાખ્યા શ્રી અરિહંત; જ્ઞાનમૂળ સફળા સેવે, પંચ ભેદ તસ તંત. ૪ જ્ઞાનપદ ભજીએ રે મઈ સુઅ ઓહિ મણપજ્જવા, પંચમ કેવળ જાણ; પૂજા કરતાં તેહની, લહીએ પંચમ નાણ. ૫ જાણે કેવળ કેવળી, શ્રુતથી કરે વખાણ; ચઉં મુંગા શ્રુત બોલતું, ભાખે ત્રિભુવનભાણ. ૬ પંચ જ્ઞાન અનુક્રમે લહી, જેહ થયા અરિહંત; અષ્ટ પ્રકારે પૂજતાં, લહીએ જ્ઞાન અનંત. ૭ ઢાલ (ઝુમખડાની દેશી) પરમપુરુષ પરમાતમા રે પુરિષાદાણિ પાસ; જિનેસર પૂજીએ. જળ ચંદન કુસુમે કરી રે, પૂજો ધરી ઉલ્લાસ. જિ૦ ૧ જાસ પસાયે નિરમળું રે, પ્રગટ હોયે મઈનાણ; જિ ભેદ અઠ્ઠાવીશ તેહના રે, સમજો ચતુર સુજાણ. જિ૦ ૨ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી રે, ચઉહા છે મઈનાણ; જિ દ્રવ્યથી મઈ નાણી લહે રે, દ્રવ્ય છક્ક પરિમાણ, જિ૦ ૩ ક્ષેત્રથી લોકાલોકને રે, કાળથી તિવિહા કાળ; જિ ભાવથી પાંચે ભાવને રે, જાણે આદેશે રસાળ. જિ૦ ૪ જિન ઉત્તમ મુખપદ્મની રે, વાણી સુણી લહે બોધ; જિ શુદ્ધ ચિદાનંદ રૂપથી રે, કરી નિજ આતમ શોધ જિ૦ ૫ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા કાવ્યમ્ અષ્ટાવિંશતિધો મતિકૃતમપિ પ્રોક્ત મનુસમ્મિતમ્ પોઢા ચાવધિ રૂપિદ્રવ્યવિષય જ્ઞાન નિદાન શ્રિયા // શ્રીમનપર્યવસંશિક ચ દ્વિવિધ કૈવલ્યમથૈનિકમ્ | જ્ઞાન પંચવિધ યજેહ મનિશ સિદ્ધયંગનારાધનમ્ l/૧// ૩ૐ નમો જ્ઞાનાય લોકાલોકપ્રકાશકાય, નવતત્ત્વસ્વરૂપાય, અનંત દ્રવ્યગુણપર્યાયમયાય, મતિધૃતાવધિમન:પર્યવ - કેવલજ્ઞાનાય, જલં ૧, ચંદન ર, પુષ્પ ૩, ધૂપં ૪, દીપ પ, અક્ષત ૬, નૈવેદ્ય ૭, ફલં ૮ યજામહે સ્વાહા // આ કાવ્ય તથા મંત્ર દરેક પૂજાએ કહેવું. ગીત (દુહા) એક જીવ અંગીકરી, છાસઠ સાગર ઠાણ; - અંતમુહૂર્ત જઘન્યથી, વરતે થિર મઈનાણ. ૧ ઢાળ (ચંદજસા જિનરાજિયા, મનમોહન મેરે – એ દેશી) શ્રી જિનરાજની પૂજના, મનમોહન મેરે, કરી થિર મન કરી સાર, મન, ધૂપ દીપ અક્ષત ધરી, મન, નૈવેદ્ય ફળ મનોહાર, મન, ૧ શ્રવાસિત (નિશ્ચિત) મતિજ્ઞાનના, મન ભેદ અઠ્ઠાવીસ જોય; મ0 અસુનિસ્ટિય મહતણી, મન, ચઉહા બુદ્ધિ હોય. મન, ર * શ્રોત ઘાણ રસ ફરસથી, મન, વ્યંજનાવગ્રહ ચાર. મન, અશ્રુગહ ઈહા વળી, મન, અપાય ધારણા સાર; મન) ૩ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જ્ઞાનપદ ભજીએ રે પંચ ઈંદ્રી મન મેળતાં, મન૦ ચોવીશ ભેદ સુહાય; મન અડવીસ ભેદ ઉભય મળી, મન૦ ભાખે શ્રી જિનરાય. મન૦ ૪ ત્રણસેં છત્રીશ પણ કહ્યા, મન૦ શ્રુતનિશ્રિત મઈ ભેદ; મન૦ શ્રી જિનવર સેવાકી, મનજી પાપ તાપ હોય છેદ. મન૦ ૫ સકિત મઇ સુઅ સંપ, મન ત્રણેય એકે કાળ; મન૦ જિન ઉત્તમ પદ પદ્મની, મન૦ સેવના રૂપ રસાળ. મન૦૬ ઇતિ શ્રી મતિજ્ઞાન પૂજા ૧ પૂજા બીજી દુહા શ્રુત અક્ષર એકેકના, સ્વપર ભાગ વિચાર; કરતાં પજ્જવની કડી, રાશિ અનંતી સાર. ૧ શ્રદ્ધાવંત સુસંયમી, ગુરુકુળવાસી સાધ; શ્રુત અભ્યાસ કરી ભજે, તરે સંસાર અગાધ. ૨ ઢાળ નલિનાવતિ વિજયે જયકારી જિનવર જગગુરુ જગઉપકારક, પૂજો ભાવે નરનારી રે; શ્રુતના અધિકારી. જિનવર ભગતે શ્રદ્ધા આવે, તેહથી શ્રુતરસ બહુ પાવે રે. શ્રુ૦ ૧ છાસઠ સાગર સુઅથિતિ જાણો, એક જીવ ઉક્કિ પ્રમાણો રે; શ્રુ અનાદિ અનંત પ્રવાહથી જાણો, સેવો શ્રુત અનુભવ આણો રે. શ્રુ૦૨ ચઉં ભેદ સુઅનાણના સાર, ભાખે જિનવર ગણધાર રે ઘ્રુત૦ અહવા વીશ ભેદ પણ જાણો, થિર શ્રદ્ધા હિઅડે આણો રે; શ્રુત૦૩ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા અર્થથી શ્રી અરિહંતે વખાણ્યું, સૂત્રે ગણધર વિરાણું રે; શુo એ શ્રુત ભાવધર્મ દાતાર, પૂજી લો ભવજલ પાર રે. શુo૪ શ્રુતદાયક જિનરાજને ધ્યાવો, જીમ અતિશય જ્ઞાનને પાવે રે, શ્ર) કૃતફળ વિરતિ વિરતિફળ ધ્યાન, ધ્યાને લહે સમયીક જ્ઞાન રે ગ્રુપ ખિમાવિજય જિન ઉત્તમજ્ઞાને, શિવસુંદરી વરે એકતાને રે; શુ0 શ્રી ગુસ્પદપર્વે દિલ રાખે, ચિરૂપવિજય સુખ ચાખે રે, શુa૬ કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ બોલવાં. ગીત (દુહા) મૃતથી શ્રદ્ધા થિર રહે, શ્રદ્ધાથી વ્રત સાર; વતથી શિવસુખ પામીએ, તિણે શ્રત જગદાધાર, ૧ શ્રવિણ જે કિરિયા કરે, તે સંસારનું મૂળ; શ્રતઉપયોગે જે ક્રિયા, તે શિવપદ અનુકૂળ ૨ ઢાળ " (મુને કાંઈક કામણ કીધું રે, પાછા વળજો શામળીયા; મારું ચીતડું ચોરી લીધું રે, પાછા, એ દેશી.) - તમે આગમ' પૂજા કરજો રે, હો મનમાન્યા મોહનીયા. હો. તમે ભવસાયરને તરજો રે એ આગમ અમૃતદરિયો રે. એ તો સ્વાવાદ રસ ભરિયો રે. હો. ૧ $ $ $ (૧) શ્રી આચારાંગ સૂત્ર (૨) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર (૩) શ્રી ઠાણાંગ સૂત્ર (૪) શ્રી સમવાયાંગ સૂત્ર (૫) શ્રી પરમ પાવન પંચમાંગ શ્રી ભગવતી સૂત્ર (૬) શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર (૭) શ્રી ઉપાસકદશાંગ સૂત્ર (૮) શ્રી અંતકૃતદશાંગ સૂત્ર (૯) શ્રી અનુત્તરોવવાઈદશાંગ સૂત્ર (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણાંગ સૂત્ર (૧૧) For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સુઅ અંગ અનંગ પ્રકારે રે. તિમ બદ્ધ અબદ્ધ વિચારે રે; કાલિક ઉત્કાલિક જાણો રે, દોય ભેદ કહે જિનભાણો રે. અગ્યાર અંગ મનરંગે રે, શ્રૂત પૂજો અધિક ઉમંગે રે; વળી બાર ઉપાંગ રસાળા રે, પૂજી લહો મંગલમાળા રે. પયન્ના દશ ગુણખાણી રે, પ્રત્યેકબુદ્ધ મુનિ વાણી રે; ખટ છેદસૂત્ર ગુણભરિયા રે, એ તો ચરણ કરણ ગુણદિરયા રે. મૂળસૂત્ર ચાર અનુસરજો રે, સંસારસમુદ્રને તરજો રે; નંદી ને અનુયોગદ્વારો રે, પૂજી લહો ભવજલપારો રે. જ્ઞાનપદ ભજીએ રે હો. હો. હો. હો. ૨ For Personal & Private Use Only હો. હો. ૐ ૐ ૐ ક્યું ૢ ૐ ભું હો. ૩ હો. હો. હો. ૪ શ્રી વિપાકાંગ સૂત્ર (૧૨) શ્રી ઉવવાઈ સૂત્ર (૧૩) શ્રી રાજપ્રશ્નીય સૂત્ર (૧૪) શ્રી જીવાભિગમ સૂત્ર (૧૫) શ્રી પન્નવણા સૂત્ર (૧૬) શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર (૧૭) શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર (૧૮) શ્રી ચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર (૧૯) શ્રી નિરયાવલિકા સૂત્ર (૨૦) શ્રી કલ્પાવતંસિકા સૂત્ર (૨૧) શ્રી પુષ્પિકા સૂત્ર (૨૨) શ્રી પુષ્પચૂલિકા સૂત્ર (૨૩) શ્રી વર્ણનદશા સૂત્ર (૨૪) શ્રી ચઉસરણ પયજ્ઞા (૨૫) શ્રી આઉરપચ્ચક્ખાણ પયજ્ઞા (૨૬) શ્રી મહાપચ્ચક્ખાણ પયન્ના (૨૭) શ્રી ભત્તપરિન્ના પયન્ના (૨૮) શ્રી તંદુલેવયાલિય પયન્ના (૨૯) શ્રી ગણિવિજ્જા પયન્ના (૩૦) શ્રી ચંદાવિજય પયન્ના (૩૧) શ્રી દેવેન્દ્રથુઈ પયન્ના (૩૨) શ્રી મરણસમાધિ પયન્ના (૩૩) શ્રી સંથારા પયન્ના (૩૪) શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૩૫) શ્રી બૃહત્કલ્પ સૂત્ર (૩૬) શ્રી વ્યવહાર સૂત્ર (૩૭) શ્રી જીતકલ્પ સૂત્ર (૩૮) શ્રી નિશીથ સૂત્ર (૩૯) શ્રી મહાનિશીથ સૂત્ર (૪૦) શ્રી આવશ્યક સૂત્ર(૪૧) શ્રી દશવૈકાલિક સૂત્ર (૪૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (૪૩) શ્રી પિંડ નિર્યુક્તિ સૂત્ર (૪૪) શ્રી નંદી સૂત્ર (૪૫) શ્રી અનુયોગદ્વાર સૂત્ર હો. પ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા ભાવપૂજા પંચ પ્રકારો રે, દ્રવ્યપૂજા ભેદ અપારો રે; પ્રભુવદનપદની વાણી રે, ચિરૂપ સુધારસ ખાણી રે. ઈતિ શ્રુતજ્ઞાન પૂજા ૨. $ $ $ $ * પૂજા ત્રીજી અવધિજ્ઞાન આરાધતાં કરજો ત્રિકરણ જોગ; ભાવવિશુદ્ધિ ચિત્ત ધરી, ટાળો કર્મના રોગ. ૧ ત્રણજ્ઞાનધર જિનવરા, ત્રિભુવનને હિતકાર; પૂજી પદક જ તેહના, પામો ભવજળપાર. ૨ ઢાળ [ઘેર આવોને નેમ વરણાગિયા રે – એ દેશી]. હાંરે વાલા ભાવગતિ મનમાં ધરી, જિનપૂજા કરો મન સંવરીજી રે; ભાવે પૂજો રે મનમોહના. - હાંરે વાલા ખાય ઉપશમભાવે કરી, પરિણતિ કરી જ્ઞાનરસે ભરીજી રે, ભાન ત્રણશાની જિનરાજિયા, વિલસે નિજ ગુણ સત્તા ભરીજી રે; ભાવ અનુગામી પમુહા લહો, ખટ ભેદ ઓહિના દિલ ધરીજી રે.ભાવ ૨ જનમ સમે જિનરાજને, ચળે આસન સુરના થહરીજી રે; ભાવ ચોસઠ સુરપતિ અવધિએ, જિન જનમ્યા લહી જઈ સુરગિરિજી રે. ભાવ ૩ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જ્ઞાનપદ ભજીએ રે રજત કનક ને રત્નના, કળશા ખીરોદકથી ભરીજી રે; ભાવ હવણ ઉચ્છવ જિનનો કરે, સમકિત ગુણ નિર્મળતા કરીજી રે. ભાવ ૪ મિથ્યાસુર અવધિ લહે, જે પૂજે જિન ભગતે ખરીજી રે; ભાવ જિન ઉત્તમ પદાઘની, પૂજા ચિરૂપવિજયે કરીજી રે. ભાવ ૫ કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ કહેવાં. ગીત (દુહા) દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન; મનુજ ગતિમાં પામીએ, વધતે શુચિ પ્રણિધાન. ૧ લોકાવધિ અવધિ લગે, પડિવાઈ પણ હોય; • તદુપરિ અવધિ જે હોય, અપડિવાઈ તે જોય. ૨ ઢાળ : (મોહનવીરા મોકલોને મોસાળું રે - એ દેશી) નિર્મળ કરી મન વય કાયા, છડિ સવિ મમતા માયા; પરમાતમ ધ્યાન સુહાયા, ઓરિજિન પૂજીએ મનરંગે, - જીમ રમીએ સમકિત સંગે. ઓ૦ ૧ ક્ષેત્ર કાળથી ઓહિનાણી, ચકહા લહે વઢી ને હાણી; ઈમ કહે જિન કેવલનાણી. ઓ૦ ૨ દ્રવ્યથી દુગ વુદ્ધિ વખાણી, ભાવથી ખટુ વૃદ્ધિ જાણી; સમુદાઈ ચઉહા કહાણી. ઓ૦ ૩ જિનવર નાણી ગુણખાણી, પૂજો મન ઉલટ આણી; વરીએ જેમ શિવ પટરાણી. ઓo 8 For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા જિનવર ઉત્તમ ગુણ ગાવો, પ્રભુના પદપદ્મ વધાવો; જીમ રૂપવિજય પદ પાવો. ઇતિ શ્રી અવધિજ્ઞાન પૂજા. પૂજા ચોથી દુહા અપ્રમત્ત મુનિવર ગુણી, નિર્મળ ચારિત્રવંત; ચઢતે સંજમ થાનકે, લહે મણપજ્જવ તંત. ૧ જિનવર જગદ્ગુરુ જગધણી, જબ સંયમ ગ્રહે સાર; મણ પજ્જવ તવ ઉપજે, ચોથું જ્ઞાન ઉદાર. ૨ ૧૫૯ ઢાળ (મન મોહનારે લોલ - એ દેશી) અપ્રમત્ત ગુણઠાણમાં રૈ, મનમોહના રે લોલ. વર્તતા શ્રી અરિહંત રે; જગસોહના રે લોલ. સંયમઠાણ વિશોધતા રે. મ૦ લહે મણપજ્જવ તંત રે. જ૦૧ ઋજુમતિ વિપુલમતિ તથા રે, મ૦ મણપજ્જવ દોય ભેદ રે; જ૦ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી રે, મ૦ ચઉહા કહે ગતખેદ રે. ૪૦ ૨ સગ્નિ પણિદીના લહે રે, મ૦ મનનતણા પરજાય રે; જ૦ નરક્ષેત્રે મણનાણથી રે, જાણે જે નિરમાયરે, ૪૦ ૩ અઢી અંગુલ ન્યૂનાધિકા રે, મત ક્ષેત્રથી જાણે દોય રે; જ૦ પલ્ય અસંખ્ય ભાગ કાળથી રે,મત ગતિ આગતિ લહે સોયરે ૪૦ ૪ ખમણ દમણ ગુણસાગરૂ રે, મ૦ જિન ઉત્તમ મહારાજ રે; જ૦ તસ પદપદ્મને પુજતાં રે, મ૦ લહો ચિપ સમાજ રે. જ૦ ૫ કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ બોલવાં. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ગીત (દુહા) અલખ અસંગ અભંગ જસ, જોગારાધન ખાસ; સંયમતણી વિશુદ્ધતા, કરી તોડે ભવપાસ. ૧ ચરણ કરણ ગુણઆગરા, શ્રદ્ધાવંત સુધીર; મણપજ્જવનાણી મુનિ નમતાં ટળે ભવપીર. ૨ ઢાળ રે (અને હાં રે ગોકુલ ગોંદરે રે – એ દેશી) અને હાં રે સંયમઠાણ વિશુદ્ધતા રે, અપ્રમત્ત ગુણઠાણ; ફરસી પાસપ્રભુ લહ્યા રે, મણપજ્જવ વરનાણ, જ્ઞાનપદ ભજીએ રે પૂજા કરો જિનરાજની રે – એ ટેક. ૧ અને હાં રે સંજમઠાણ અનંતા રે, ઉલ્લંઘી અહિઠાણ; ફરસતા શુદ્ધ સંયમ ગુણે રે, ધ્યાયે ધર્મનું ઝાણ. પૂ૦ ૨ અને હાં રે આણા અપાય વિપાકથી રે, સંઠાણ વિચય પ્રકાર; ધ્યાતા ધ્યાન સોહામણું રે, સાધ્યપદે મનોહાર, પૂ૦ ૩ અને હાં રે અપ્રમત્તગુણ ભૂમિકા રે, આલંબન ગ્રહી ચાર; દશધા સંયમ પાલતા હૈ, ભાવદયા ભંડાર. પૂ૦ ૪ અને હાં રે ભાવથકી મનોદ્રવ્યનારે, લહે પરજાય અનંત; ગુણશ્રેણી પગથાળિએ રે, નિત ચઢતા ભગવંત. પૂ૦ ૫ અને હાં રે ખિમાવિજય જિનરાજના રે, ઉત્તમ એ અવદાત; તસ પદપદ્મ પૂજા કરી રે, લહો ચિપ વિખ્યાત. પૂ૦ ૬ ઇતિ મન:પર્યવજ્ઞાન પૂજા ૪ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા પૂજા પાંચમી દુહા સકલ વિભાવ ઉપાધિના, કારક ઘાતિ ચાર; ક્ષય કરી કેવળ પામિયા, જિનવર જગદાધાર. ૧ પૂજો ધાવો ધ્યાનમાં, સોહપદ કરો જાપ; ચિદાનંદ પદ સંપજે; હોય ધ્યેયપદ આપ. ૨ ઢાળ (ચક્રી ભરત નસરૂ રે, સાંભળી દેશના તાત; સલુણા - એ દેશી) વીતરાગ પરમાતમા રે, બીણમોહિ અરિહંત; સલુણા. ખપકશ્રેણિ અંગીકરી રે, કરી ઘાતિ ચઉ અંત. સ0 પંચમજ્ઞાનને પૂજીએ રે, પંચમ ગતિ દાતાર. સ0 ૧ એ આંકણી કેવળ કમળાને વર્યા રે, કેવળ દરીસણ સાથ; સ0 લોકાલોક પ્રકાશતા રે, જે થયા ત્રિભુવન નાથ. સ0 ર ચારે જ્ઞાનતણી પ્રભા રે, એહમાં સયલ સમાય; સ0 તારા ઉડુ ગ્રહ ચંદ્રની રે, ભાર રવિમાં લય થાય. સ0 ૩ એક સમે અરિહા સુણે રે, ખટ દ્રવ્ય ગુણ પરજાય; સ0 અનંત વિરજની શક્તિએ રે, વ્યાપકતા તે ઠારય. સ0 ૪ શેય પ્રમાણે જ્ઞાનનારે, અહવા છે પરાજય; સ0 બૃહત્કલ્પના ભાષ્યમાં રે, કહે સોહમ ગણરાય. સ0 પ કેવલજ્ઞાનકળા ભર્યા રે, જિન ઉત્તમ મહારાજ; સ0 ' તસ પદપાની પૂજના રે, કરતાં ચિરૂપરાજ. સ0 ૬ કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ કહેવાં. ૧. નક્ષત્ર ૨. કાંતિ. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ગીત (દુહા) શમ ૧ દમ ૨ ઉપતિ ૩ નિત કરે, ચોથી તિતિક્ષા ૪ સાર; સમાધાન ૫ શ્રદ્ધા ૬ કરી, લહે કૈવલ ચિત્ ફાર. ૧ પરમજ્યોતિ પાવનકરણ, પરમાતમ પરધાન; કેવળજ્ઞાન પૂજા કરી, પામો કેવળજ્ઞાન. ૨ જ્ઞાનપદ ભજીએ રે ઢાળ (વારી જાઉં શ્રી અરિહંતની - એ દેશી) પૂજા શ્રી અરિહંતની, કરીએ ધરીએ એકતાન; મોહન. નાગકેતુ પરે નિરમલી, પામો કેવળજ્ઞાન. મોહન પૂ૦ ૧ પૂજક પૂજ્ય જના, કરતા પૂજ્ય તે થાય; મોટ કેવળકમલા પામીને, અજરામર પદ ઠાય. મૌ૦ પૂ ર બંધ ઉદય ઉદીરણા, સત્તા કર્મ ખપાય; મોટ સિદ્ધ બુદ્ધ પરમાતમા, અકળ અસંગ અમાય. મો૦ પૂ૦ ૩ જ્ઞાનાનંદી આતમા, પામી મહોદય ઠાય; મો સાદિ અનંત સુખ અનુભવે, વાચ્ય અગમ્ય કહાય. મો૦ પૂ૦ ૪ અનંત ગુણી કેવળી પ્રભુ, શ્રીશંખેશ્વર પાસ; મો તસ પદપદ્મ પૂજન કરી, લહો ચિપ ઉલ્લાસ. મો૦ પૂ૦ ૫ ઇતિ કેવળજ્ઞાન પૂજા. ૫ કળશ રાગ ધનાશ્રી પૂજો પૂજો રે ભવિ પંચ જ્ઞાન નિત પૂજો; પંચ જ્ઞાન પૂજન સમ ઘટમાં, ઓર ન સાધન દૂજો રે. ભવિ૦ ૧ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા મઈ સુઅ ઓહિ ને મનપર્યવ, કેવળ પંચમ જાણો; અઠ્ઠાવીશ ચઉદસ ખટ દુગ ઈગ, ભેદ પ્રમાણ વખાણો રે. ભ૦ ૨ જ્ઞાન આરાધન સાધન સિદ્ધિનું, સાધી કર્મ ખપાયા; કેવળ કમલા પામી અનંતી, સિદ્ધિએ સિદ્ધ સુહાયા રે. ભ૦ ૩ જ્ઞાન જ્ઞાનીની સેવા કરતાં, ચિર સંચિત અઘ જાય; પુણ્ય મહોદય કમળા વિમળા, ઘટમાં પરગટ થાય રે. ભ૦ ૪ શ્રી વિજયદેવસૂરીશ્વર પાટે, વિજયસિંહ સૂરિરાયા; તાસ શિષ્ય શ્રી સત્યવિજય ગણિ, સંવેગ મારગ ધ્યાયા રે. ભ૦ ૫ ૧૬૩ શિષ્ય કપૂર ખિમા જિન ઉત્તમ, વિજયપદે સોહાયા; શ્રી ગુરુ પદ્મવિજય પદપંકજ, નમતાં શ્રુત બહુ પાયા રે ભ૦ ૬ ઋષિગજ દિગ્ગજ ચંદ સંવત્સર, જ્ઞાન ભગતિ મન લાયા; નેમીશ્વર કલ્યાણક દિવસે, પંચજ્ઞાન ગુણગાયા રે. ભ૦ ૭ તપગચ્છ વિજયદિણેદ્ર સૂરીશ્વર, દીપે તેજ સવાયા; તસ રાજ્યે ભવિજન હિતકાજે, રૂપવિજય ગુણગાયા રે. ભ૦ ૮ કાવ્યમ્ જ્ઞાનેં સ્યાત્ કુમતાંધકારતરણિર્જાને જગલ્લોચન । જ્ઞાન'નીતિતરંગિણી કુલગિરિજ્ઞાન કષાયાપહમ્ ॥ જ્ઞાનં નિવૃતિવત્સમંત્રમમલે જ્ઞાન મનઃ પાવનું । જ્ઞાનં પંચવિધ ય‰હમનિશં સ્વર્ગાપવર્ગપદમ્ ||૧|| ૐૐ નમો જ્ઞાનાય લોકાલોકપ્રકાશકાય જલ ૧, ચંદનં ૨, પુષ્પ ૩, ધૂપં ૪, દીપ ૫, અક્ષતં ૬ નૈવેદ્ય ૭, ફલં ૮ યજામહે સ્વાહા. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જ્ઞાનપદ ભજીએ રે. શ્રી વિજયલક્ષ્મીસૂરિકૃત વીશસ્થાનક પૂજામાંથી જ્ઞાનપદ પૂજા દોહા અધ્યાતમ શાને કરી, વિઘટે ભવભ્રમભીતિ સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ /૧l ઢાળ (અરણિક મુનિવર ચાલ્યા ગોચરી ll એ દેશી I) જ્ઞાનપદ ભજિએ રે જગત સુકર, પાંચ એકાવન ભેદ રે // સમ્યગ જ્ઞાન જે જિનવરે ભાખિયો, જડતા જનની ઉચ્છેદે રે // // જ્ઞાન// ૧ // એ આંકણી || ભક્યાભઢ્ય વિવેચન પરગડો, ક્ષીર નીર જેમ હંસો રે // ભાગ અનંતમો રે અક્ષરનો સદા, અપ્રતિપાતિ પ્રકાશ્યો રે //જ્ઞાoll/ મનથી ન જાણે રે કુંભકરણ વિધિ, તેહથી કુંભ કિમ થાશે રે // જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદ્ભાવ વિકાસે રે IIણાવ્યllall કંચન નાણું રે લોચનવંત લહે, અંધો અંધ પલાય રે // એકાંતવાદી રે તત્ત્વ પામે નહી, સ્યાદ્વાદ રસ સમુદાય રે શિoll જ્ઞાન ભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકલ ગુણ મૂળ રે / જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજલ ફલ રે / જ્ઞા//પ/l અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે // ઉપદેશમાલામાં કિરિયા તેહની, કાયક્લેશ સ હું રે /જ્ઞિollell જયંત ભૂપો રે જ્ઞાન આરાધતો, તીર્થકર પદ પામે રે / રવિ શશી મેહ પર જ્ઞાન અનંત ગણી, સૌભાગ્યલક્ષ્મી હિતકામે રે // જ્ઞાનIlol // ઈતિ જ્ઞાનપદ પૂજા અષ્ટમી ! ૮ // For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ અભિનવ જ્ઞાનપદ પૂજા દોહા જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્ર સમકિત મૂલ II અજર અમર પદ ફલ લહો, જિનવર પદવી ફલ ||૧|| ઢાળ (કોઈ લો પર્વત ધલો રે લોલ ।। એ દેશી II) અભિનવજ્ઞાન ભણો મુદા રે લાલ, મૂકી પ્રમાદ વિભાવ રે; હું વારી લાલ ।। બુદ્ધિના આઠ ગુણ ધારિયે રે લાલ, આઠ દોષનો અભાવ રે ।। હું વારી લાલ, પ્રણમો પદ અઢારમું રે લાલ ॥ એ આંકણી ।। ૧ ।। દેશારાધક કિરિયા કહી રે લાલ, સર્વારાધક જ્ઞાન હૈ | હું ॥ મુહૂર્તાદિક કિરિયા કરે રે લાલ, નિરંતર અનુભવ જ્ઞાન રે || હું પ્ર૦ | ૨ | જ્ઞાનરહિત કિરિયા કરે રે લાલ, કિરિયારહિત જે જ્ઞાન રે || હું અંતર ખઆ રવિ જિસ્યો રે લાલ, ષોડશકની એ વાણ રે || હું×o || ૩ || છઠ્ઠ અઠ્ઠમાદિક તપે કરી રે લાલ, અજ્ઞાની જે શુદ્ધ રે || હું II તેહથી અનંત ગુણી શુદ્ધતા રે લાલ, જ્ઞાની પ્રગટપણે લદ્ધ રે || હુંo×o || ૪ || ૧૬૫ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જ્ઞાનપદ ભજીએ રે . રાચે ન જૂઠ કિરિયા કરી રે લાલ, જ્ઞાનવંત જુવો યુક્તિ રે / હુંall જૂઠ સાચ આતમજ્ઞાનથી રે લાલ, પરખે નિજ નિજ વ્યક્તિ રે _/ હુંovo // પ //. પાંચ ભેદ છે જ્ઞાનના રે લાલ, તેહ આરાધે જેહ રે // હુંo || સાગરચંદ પરે પ્રભુ હુવે રે લાલ, સૌભાગ્યલક્ષ્મી ગુણંગેહ રે. / પ્ર0 // ૬ // | // ઈતિ અભિનવ જ્ઞાનપદ પૂજા અષ્ટાદશી // ૧૮ // શ્રુતપદ પૂજા દોહા વક્તા શ્રોતા યોગથી, શ્રુત અનુભવ રસ પીન // ધ્યાતા ધ્યેયની એકતા, જયજય કૃત સુખ લીન // ૧ // ઢાળ (અવિનાશીની સેજડીએ રંગ, લાગ્યો મારી સજની જી રે) - / એ દેશી શ્રુતપદ નિમિયે ભાવે ભવિયા ! શ્રત છે જગત આધાર જી // દુસમ રજની સમયે સાચો, શ્રત દીપક વ્યવહાર // શ્રુતપદનામિયજી / એ આંકણી // ૧ // બત્રીશ દોષ રહિત પ્રભુ આગમ, આઠ ગુણે કરી ભરિયુંજી // અર્થથી અરિહંતજીએ પ્રકાશ્ય, સૂત્રથી ગણધર રચિયું // શુo // ૨ / ગણધર પ્રત્યેકબુદ્ધ ગુંથું, શ્રુતકેવલી દશપૂર્વીજી // સૂત્ર રાજા સમ અર્થ પ્રધાન છે, અનુયોગ ચારની ઉવ! // શુ0 // ૩ // For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ અભિનવ જ્ઞાનપદ પૂજા ૧૬૭ જેટલા અક્ષર શ્રુતના ભણાવે, તેટલા વર્ષ હજારજી // સ્વર્ગનાં સુખ અનંતા વિલસે, પામે ભવજલ પાર / શુo ll ll કેવલથી વાચકતા માટે, છે સુઅનાણ સમયૂજી // શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનને જાણે, કેવલી જેમ પયસ્થ / શુ0 // પ // કાલ વિનય પ્રમુખ છે અડવિધ, સૂત્રે જ્ઞાનાચારજી // શ્રુતજ્ઞાનીનો વિનય ન સેવે, તો થાયે અતિચાર // શુ0 // ૬ / ચઉદ ભેદે શ્રુત વીશ ભેદ ને, સૂત્ર પિસ્તાલીશ ભેદેજી // રત્નચૂડ આરાધતો અરિહા, સૌભાગ્ય લક્ષ્મી સુખ વેદ // શ્ર 2 // 9 // / ઈતિ શ્રુતપદ પૂજા એકોવિંશતિ // ૧૯ // For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે મુનિમહારાજશ્રી આત્મારામાજીકૃત વીશસ્થાનક પૂજામાંથી જ્ઞાનપદ પૂજા દોહા નિજ સ્વરૂપકે જ્ઞાનસે, પરસંગ સંગત છાર । જ્ઞાન આરાધક પ્રાણિયા, તે ઉતરે ભવ પાર 911 ૧૬૮ // રાગ ભેરવી - અજમેરી તાલ પંજાબી ઠેકો ।। લાગી લગન કહો કેસે છૂટે, પ્રાણજીવન પ્રભુ પ્યાર ।।એ દેશી જ્ઞાન સુષંકર ચિદ્દન સંગી, રંગી જિનમત સારેમે ॥ રંગી // ાન૦ ૧ ||. પાંચ એકાવન ભેદ જ્ઞાનકે, જડતા જગજન ટારેમે ॥ જડજ્ઞાન ૨॥ ભક્ષ્ય અભક્ષ્ય વિવેચન કીનો, કુમતિ રંગ સબ ડારેમેં કુમ૦ || જ્ઞાન૦ ૩ || પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, કરમ કલંક નિવારે મેં ॥ કર૦ સદસદ્ભાવ વિકાશી જ્ઞાની, દુર્નય પંથ વિસારેમેં ॥ દુર્નo || જ્ઞાન૦ ૫ || અજ્ઞાનીકી કરણી એસી, અંક વિના શૂન્ય સારે મેં ॥ અંક૦ || જ્ઞાન૦ ૬ || મતિ શ્રુત અવધિ મન:પર્યવ હૈ, કેવલ સર્વ ઉજારમે ॥ કેવ૦ || જ્ઞાન૦ ૭ || અજ્ઞાની વર્ષ એક કોટિમે, કરમ નિકંદન ભારે મે ॥ કર૦ || જ્ઞાન૦ ૮ | જ્ઞાની શ્વાસોશ્વાસ એકમે ઈતને કરમ વિદારેમેં ॥ ઇતી જ્ઞાન૦૯।। For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શ્રી આત્મારામાજીકૃત જ્ઞાનપદ પૂજા ભરતેશ્વર મરુદેવી માતા, સિદ્ધિ વરે દુઃખ જારેમેં સિવ // જ્ઞાન૧૦ // દેશ વિરાધક સર્વારાધક, ભગવતી વીર ઉજારેમેં / ભગ0 // જ્ઞાન/૧૧// જયવંત નરેશ્વર યહ પદ સાધી, આતમ જિનપદ ધારે મેં . આતo // જ્ઞાન) ૧ર // // ઈતિ અષ્ટમ પૂજા // ૮ // વંદના.. વંદના... વંદના.. જ્ઞાનીનાં ચરણોમાં... TI - II નિય નામેવ માવ - जीहग्गगया कया जेण ॥ નિજ નામની જેમ શ્રી ભગવતી સૂત્ર * ( ) જેઓને જિહવાગ્રગત હતું. (જીભના આગળના ભાગે) સંપૂર્ણ કંઠસ્થ હતું. એ પૂજ્ય પુરુષ હતા મલવારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ. આવા જ્ઞાન સંપન્ન પુરુષને સ્મરણ વંદન નમસ્કાર કરવાથી આપણને જ્ઞાન આવડે છે. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જ્ઞાનપદ ભજીએ રે અભિનવ જ્ઞાનપદ પૂજા દોહા જ્ઞાન અપૂરવ ગ્રહણ કર, જાગે અનુભવ રંગ // કુમતિ જાલ સબ જા કે, ઉછલે તત્ત્વ તરંગ / ૧ /. પદ અઢારમે પૂજિયે, મન ધરિ અધિક ઉમંગ // જ્ઞાન અપૂરવ જિન કહે, તજ કુગુરુ કો સંગ / ર / / રાગ બરવો - ચાલ ફૂમરી-તાલ હૂમરી // (મન મોહ્યા જંગલકી હરણીને // મન // એ દેશી ) ભવિ વંદો અપૂર્વ જ્ઞાન તરણીને // ભવિO || એ આંકણી / કુમતિ ધૂક સબ અંધ હુયે હે, ભૂલે જડમતિ કરણીને ભવિoll1I જ્ઞાન અપૂરવ જબહી પ્રગટે, શુદ્ધ કરે ચિત્ત ધરણીને Iભવિવારા નિર્યુક્તિ શુદ્ધ ટીકા ચૂર્ણ, મૂલ ભાષ્ય સુખ ભરણીને ભવિollall સંપ્રદાય અનુભવ રસ રંગે, કુમતિ કુપંથ વિહરણીને ભવિoll સદ્ગુરુ કી એ તાલિકા નીકી, રતન સંદુખ ઉદ્ધરણીને ભવિollull ઈન વિન અર્થ કરે સો તસ્કર, કાલ અનંતા મરણીને ભવિollel સમ્મતિ કર્મગ્રંથ રત્નાકર, છેદ ગ્રંથ દુઃખ હરણીને ભવિollol દ્વાદસાર વલી અંગ ઉપાંગ, સપ્તભંગ શુદ્ધ વરણીને ભવિIટl ઈત્યાદિક ભવિ જ્ઞાન અપૂરવ, પઠન કરે ધરે ચરણીને ભવિOlell સાગરચંદે જિનપદ પાયો, આતમ શિવવધૂ પરણીને ભવિollhol / ઈતિ અષ્ટાદશ પૂજા // For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રુત જ્ઞાનપદ પૂજા દોહા પાપ તાપકે હરણકો, ચંદન સમ શ્રુતજ્ઞાન ॥ શ્રુત અનુભવ રસ રાચીએ, માચીયે જિન ગુણ તાન ॥૧॥ ઈગુણવીશ (૧૯) પદ પૂજીએ, જિનવર વચન અભંગ ॥ તીર્થંકર પદ ભવિ લહે, છાર કુમતિકો સંગ ॥ ૨ ॥ ઢાળ // રાગ-શ્યામ કલ્યાણ ॥ (શ્રી રાધેરાણી દે ડારો ને, વાંસી હમારી શ્રી રાધે એદેશી) શ્રી ચિદાનંદ વિડારોને, કુમતિ જો મેરી શ્રી એ આંકણી ॥ દુષમ કાલમે કુમતિ અંધેરો, પ્રગટ કરે સબ ચોરી શ્રી૦૧ બત્તીસ દોષરહિત શ્રુત વાંચે, આઠ ગુણે કરી જોરી શ્રીર અરિહંત ગણધર ભાષિત નીકો, શ્રુત કેવળી બલ ફોરી શ્રીIIII પ્રત્યેકબુદ્ધ દશ પૂરવધર, શ્રુત હરે ભવકોરી શ્રીol૪ આઠ આચાર જો કાલાદિક હૈ, સાથે કરમકી ચોરી શ્રી પ ચારોહિ અનુયોગ ગુરુગમ વાંચે, ટૂટ કુપંથકી દોરી શ્રીદ ચૌદ ભેદ શ્રુત વીશ ભેદ હે, અંગ પયન્ના કોરી શ્રીollell રત્નચૂડ નૃપ એ પદ સેવી, આતમ જિનપદ હોરી શ્રી૦૮ // ઈતિ એકોનવિંશતિ પૂજા || ૧૯ || ૧૭૧ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જ્ઞાનપદ ભજીએ રે શ્રી યશોવિજયોપાધ્યાયાદિ વિરચિત નવપદની પૂજામાંથી સમ્યમ્ જ્ઞાનપદ પૂજા // કાવ્ય, ઈદ્રવજા વૃત્ત... II અનાણ સંમોહ તમોહરસ્સ; નમો નમો નાણ દિવાયર // // ભુજંગ પ્રયાત વૃત્તમ્ // હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધે, યથાવર્ણ નાસે વિચિત્રાવબોધે | તેણે જાણીએ વસ્તુ પદ્રવ્ય ભાવા, ન હુયે વિતસ્થા(વાદ)નિજેચ્છા સ્વભાવો // ૧ // હોયે પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદ, ગુwાસ્તિથી યોગ્યતા તેહ વેદ // વળી જોય હેય ઉપાદેય રૂપે લહે, ચિત્તમાં જેમ ધ્રાંત પ્રદીપે /રા ઢાળ // ઉલાલાની દેશી // * ભવ્ય ! નમો ગુણ જ્ઞાનને, સ્વાર પ્રકાશક ભાવેજી // પરજાય ધર્મ અનંતતા, ભેદભેદ સ્વભાવેજી // ૧ // ઉલાલો જે મુખ્ય પરિણતિ, સકલ જ્ઞાયક, બોધભાવ વિલચ્છના // મતિ આદિ પંચ પ્રકાર, નિર્મલ, સિદ્ધસાધન લચ્છના // સ્યાદ્વાદ સંગી, તત્ત્વરંગી, પ્રથમ ભેદભેદતા //. સવિકલ્પ ને, અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા // ૨ / ઢાળ _/ શ્રીપાલના રાસની દેશી / ભક્ષ્યાભઢ્ય ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર // કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રેલવે // સિ0 ૩૧ // For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયોપાધ્યાયાદિકૃત સમ્યગ્ જ્ઞાનપદ પૂજા પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું ॥ જ્ઞાનને વંદો શાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રેભ૦ ॥ સિ૦ ૩૨ ॥ સકલ ક્રિયાનું મૂલ જે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહિયે ॥ તેહ જ્ઞાન નિત નિત વંદીજે, તે વિણ કહો ક્રિમ રહિયે રે ।। ભ ॥ સિ૦ ૩૩ ॥ ૧૭૩ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ || દીપક પરે ત્રિભુવન ઉપગારી, વલી જિમ રવિ શશી મેહ રે ।। ભવ // સિ૦ ૩૪ || લોક ઉરધઘ અધ તિર્યંગ જ્યોતિષ, વૈમાનિક ને સિદ્ધ લોકાલોક પ્રગટ સવિ જેહથી તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે ।। ભ 11-140 34 11 ઢાળ જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે । તો હો એહિજ આતમા, જ્ઞાન અબોધતા જાય રે | વીર૦ ॥ ૮॥ // ઇતિ સપ્તમ સભ્યજ્ઞાનપદ પૂજા સમાપ્તા ॥ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે પં૦ શ્રી પદ્મવિજયજીકૃત નવપદજીની પૂજામાંથી જ્ઞાનપદ પૂજા દોહા નાણ સ્વભાવ જે જીવનો, સ્વપર પ્રકાશક જેહ || તેહ નાણ દીપક સમ્, પ્રણમો ધર્મ સસ્નેહ ॥૧॥ ૧૭૪ ઢાળ / નારાયણાની દેશી ।। જિમ મધુકર મન માલતી રે ।। એ દેશી | નાણ પદારાધન કરો રે, જિમ લહો નિર્મલ નાણ રે ।। ભવિકજન શ્રદ્ધા પણ થિર તો રહે રે. જો નવતત્ત્વ વિજ્ઞાણ રે ભવિના૦ ૧ અજ્ઞાની કરશે કિશ્યું રે, શું લહેશે પુણ્ય પાપ રે II ભવિત II પુણ્ય પાપ નાણી લહે રે કરે નિજ નિર્મલ આપ રે। ભવિત નાગર પ્રથમ જ્ઞાન પછી દયા રે, દશવૈકાલિક વાણ રે ! ભવિત II ભેદ એકાવન તેહના રે, સમજો ચતુર સુજાણ રે Iભવિol ના૦ ૩ દોહા બહુ કોડયો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ H જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કર્મ ખપાવે તેહ ।। ૧ ।। ઢાળ // હો મતવાલે સાજના ॥ એ દેશી ।। નાણ નમો પદ સાતમે, જેહથી જાણે દ્રવ્યભાવ ॥ મેરે લાલ જાણે જ્ઞાન ક્રિયા વલી, તિમ ચેતન રે જડભાવ ॥ મેરે લાલ // નાણ નમો૦ / ૧ || નરગ સરગ જાણે વલી, જાણે વલી મોક્ષ સંસાર ॥ મે૦ ॥ હેય જ્ઞેય ઉપાદેય લહે, વલી નિશ્ચય ને વ્યવહાર મેનાગર નામ ઠવણ દ્રવ્ય ભાવ જે, વલી સગ નય ને સપ્ત ભંગ ।। મેળ જિનમુખ પદ્મદ્રહથકી, લહો જ્ઞાન પ્રવહ સુગંગ || મેરુ || ના ॥ ઇતિ સપ્તમ જ્ઞાનપદ પૂજા સમાપ્ત ॥ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ મુનિરાજ શ્રી આત્મારામજીકૃત નવપદજીની પૂજામાંથી સમ્યગ્ જ્ઞાનપદ પૂજા દોહા મિથ્યા મોહ કુપંથ હી, અજ્ઞ તિમિર કરે દૂર નિજ પર સત્તા સહુ લહે, જ્ઞાન હિ નિર્મલ સૂર ॥૧॥ (।। રાગ ભૈરવી ।। લાગી લગન કહો || યહ ચાલ ૫) જ્ઞાન હંકર ચિહ્નન સંગી, સપ્તભંગી મત સારે રે આંચલી શુદ્ધ જ્ઞાન મિથ્યાત્વ મિટેસે, જ્ઞાનાવરણ વિડારે રે ।। ષદ્રવ્ય નાના બોધ સ્વરૂપે, નિજ ઇચ્છા હોય સબ વારે રે શા૦ ॥૧॥ ગુરુ સેવાસે યોગ્યતા પ્રગટે હેય ઉપાદેય કારે રે શેય અનંત સ્વરૂપે ભાસે, દીપ તિમિર જિમ ટારે રે ||જ્ઞાત ॥૨॥ નિત્યાનિત્ય નાશ અવિનાશી, ભેદાભેદ અભંગી રે // એક અનેક રૂપહી અરૂપી, સ્યાદ્વાદ્ નય સંગી રે જ્ઞા૦ ॥૩॥ અર્પિતાનર્પિત મુખ્ય ગૌણતા, સાધન સિદ્ધ વિરંગી રે ।। વાચ્યાવાચ્ય સઅંશ નિર્દેશી, આનંદઘન દુઃખ રંગી રે |ા૦ ૪ ૧૭૫ વિભાવ સ્વભાવી શુદ્ધ સ્વભાવી, વીતરાગ જડ સંગી રે ।। સંશય સર્વહી દૂર નિવારે, આતમ રસ ચંગી રે ॥જ્ઞાo lll દોહા સૂત્ર સંયુત સૂચીવત્, કચવર પિંડ મઝાર ॥ બિનસે નહી તિમ શ્રુતપુત્, પામે ભવનો પાર ॥૧॥ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જ્ઞાનપદ ભજીએ રે (/ કંકન ખોલ દેઉં મહારાજ ।। યહ ચાલ II) સબ મે જ્ઞાનવંત વડવીર, કાટે સકલ કર્મ જંજીર | અંચલી ભક્ષ્યાભક્ષ્ય ન જે બિન જાને, ગમ્યાગમ્ય નહિ પિછાને ॥ . કાર્યાકાર્ય ન જાને કીર | સ૦ | ૧ || પ્રથમ જ્ઞાનહી દયા પિછાને, અજ્ઞાની સરસો નહી જાને ઐસે કહે સિદ્ધાંતે વીર || સ૦ | ૨૫ શ્રદ્ધા સકલ ક્રિયાકા મૂલ, તિસકા મૂલ હી જ્ઞાન અમૂલ 11 સચ્ચા જ્ઞાન ધરો મન ધીર || સ૦ || ૩ || પંચ જ્ઞાનમેં શ્રુત પ્રધાન, સ્વપર પ્રકાશે તિમિર મિટાન ॥ જગમે અતિ ઉપગારી હીર || સ૦ || ૪ || લોકાલોક પ્રકાશનહારા, ત્રિભુવન સિદ્ધરાજ સુખભારા ॥ સત્ ચિત્ આત્મરામ ગંબીર | સ૦ | ૫ | ઇતિ સપ્તમી પૂજા. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પચાસજી શ્રી ગંભીરવિજયજી કૃત નવપદજીની પૂજામાંથી જ્ઞાનપદની પૂજા સાતમી દુહા નિબિડ અજ્ઞાન તિમિર હરી, પ્રકાશ વસ્તુ માત્ર નમો નમો જ્ઞાનાદિનપતિ, ઉદયો દિન ને રાત્ર. ૧ યથોચિત આવરણ નાશ જે, શુદ્ધ જ્ઞાન સુબોધ; પદ્રવ્ય જ્ઞાન પ્રકાશવા, હેતુ જ્ઞાન સુશોધ. ૨ વિતથાદ જેમાં નહિ, ન ઈચ્છાવાદ બનાવ; મતિ આદિ પણ જ્ઞાન તે વંદે નિત સભાવ. ૩ ગુરુ સેવી લહે યોગ્યતા, નિજ ઘટ દેખે સદૈવ; શેય હેય ઉપાદેય તે, તમે ગત ઘટ જ્યુ દીવ. ૪ ઢાળ પહેલી રાગ ધનાશ્રી (ભૂલ્યો ભમત કહા બે અજાન- એ ચાલ) જ્ઞાનહિ નમન બનાવે સુજ્ઞાન, જ્ઞાન, પર ભાવ પ્રકાશી દિખાવે, પર્યાય અનંત વિધાન. શા. ૧ ભેદભેદ સ્વભાવનો ગ્રાહી, પરિણતિ મુખ્ય પિછાન. જ્ઞાર શાપક સકલ પદારથ ભાવ, નિર્મલ પંચહિ જ્ઞાન. જ્ઞા) ૩ સાધન સાધ્ય ઉભય નિરધારે, સંશય તમહર ભાન. શા૪ સ્યાદ્વાદમય વસ્તુ જણાવે, વિશેષ સામાન્ય વિધાન. જ્ઞા) ૫ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જ્ઞાનપદ ભજીએ રે ઢાળ બીજી તુમ ચિલ્વન ચંદ આનંદ લાલ, તારે દરિસણકી બલિહારી - એ રાગ) જિનાજ્ઞાન સકલ આધાર સાર, નમું નિત નિત બે કર જોરી જિ0 ૧ ભક્ષ્ય અભક્ષ્ય ન જે વિનુ જાને, પેય અપેય ન ધારી. જિ. ૨ કૃત્ય અકૃત્ય ન દેખે જે વિનુ, દેવગુરુ શુદ્ધિકારી, જિ. ૩ * જ્ઞાન વિના સંજમ નવિ હોવે, આગમ વચન નિહારી, જિઓ ૪ જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો, (જ્ઞાની) શિવસુખના અધિકારી, જિ. ૫ સકળ ક્રિયાનું મૂળ છે શ્રદ્ધા, (એ તો) શ્રદ્ધા મૂલ વિહારી. જિઓ ૬ તે વિનુ કેસે રહું ક્ષણ એક, (નમું) ભૂતલ મસ્તક ધારી. જિO ૭ પંચ જ્ઞાનમાં જેહ સદાગમ, સ્વપર પ્રકાશનકારી. જિ. ૮ દીપક રવિ શશિ મેઘ પર તે, જગ જીવવ ઉપગારી. જિઓ ૯ લોકઉર્ધ્વ અધ તિર્ય જ્યોતિષ, સુર શિવ દર્પણ ધારી, જિ. ૧૦ લોકાલોક પ્રગટ સવિ જેહથી (તેહ) આગમ શુદ્ધિ અમારી. જિ. ૧૧ ઢાળ ત્રીજી રાગ કાનડો (અવસર બેહર બેહર નહીં આવે. - એ ચાલ.) ચેતન જ્ઞાન સ્વભાવ ક્યું ધ્યાવે, ૨૦ જ્ઞાનાવરણી કર્મ જીયાને, ક્ષય ઉપશમ જો પાવે. ૨૦ ૧ જ્ઞાન હુવે તબ એહી આતમ, અબોધપણું સવિ જાવે. ૨૦ ૨ વીર જિણંદ વાણી રસ પાની, સંજસ મહોદય પાવે. ૨૦ ૩ બુદ્ધિ ગંભીર વરે શિવકમળા, અમલ વિપુલ સુખ પાવે. ૨૦ ૪ ઇતિ સપ્તમી પૂજા. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ પંડિત શ્રી વીરવિજયકૃત પિસ્તાલીશ આગમની પૂજામાંથી સાતમી પૂજાનું ગીત // રાંગ વસંત ફાગ / વીરકુમારની વાતડી, કેને કહિયે // એ દેશી // આગમની આશાતના નવિ કરિયે, નવિ કરિયે રે નવિ કરિયે, શ્રુત ભક્તિ સદા અનુસરિયે, શક્તિ અનુસાર // આગ0 // ૧// જ્ઞાન વિરાધક પ્રાણિયા મતિ હીના, તે તો પરભવ દુઃખિયા દીના // ભરે પેટ તે પર આધીના, નીચ કુલ અવતાર // આo // ૨ // અંધા લૂલા પગલા પિંડરોગી, જનમ્યા ને માતવિયોગી / સંતાપ ઘણો ને ભોગી, યોગી અવતાર // આo // ૩ // મંગા ને વલી બોબડા ધનહીના, પ્રિયા પુત્ર વિયોગે લીના / મૂરખ અવિવેકે ભીના, જાણે રણનું રોઝ // આO // ૪ // જ્ઞાનતણી આશાતના કરી દૂરે, જિન ભક્તિ કરો ભરપૂરે / રહો શ્રી શુભવીર હજૂરે, સુખમાંહે મગન // આo // ૫ // / ઈતિ સપ્તમી નૈવેદ્ય પૂજા સમાપ્તા // ૭ / For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮O જ્ઞાનપદ ભજીએ રે ૧. શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન ત્રિગડે બેઠા વીરજિન, ભાખે ભવિજન આગે // ત્રિકરણશું વિહું લોક જન, નિસુણો મન રાગે // ૧ / આરાધો ભલી ભાતમેં, પાંચમ અજુવાલી / જ્ઞાન આરાધના કારણે, એક જ તિથિ નિહાલી / ૨ // જ્ઞાન વિના પશુ સારિખા, જાણો એણે સંસાર / જ્ઞાન આરાધનથી લહ્યું, શિવપદ સુખ શ્રીકાર / ૩ // જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ કુસુમ ઉપમાન , લોકાલોક પ્રકાશકર, જ્ઞાન એક પરધાન // ૪ // જ્ઞાની સાસોસાસ, કર કર્મનો બેહ //. પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાને કરે તેહ // ૫ દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન // જ્ઞાનતણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન // ૬ // પંચ માસ લઘુ પંચમી, જાવજીવ ઉત્કૃષ્ટિ / પંચ વરસ પંચ માસની, પંચચી કરો શુભદષ્ટિ // ૭ / એકાવનહી પંચચો એ, કાઉસ્સગ્ગ લોગસ્સ કરો . ઉજમણું કરો ભાવશું, ટાળો ભવ ફેરો / ૮ // એણી પેરે પંચમી આરાહીયે એ, આણી ભાવ અપાર / વરદત્ત ગુણમંજરી પરે રંગવિજય લહો સાર / ૯ / ઈતિ શ્રી પંચચીનું ચૈત્યવંદન સંપૂર્ણ. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન (૧) | (પુણ્ય પ્રશંસીયે, એ દેશી) સુત સિદ્ધારથ ભૂપનો રે, સિદ્ધારથ ભગવાન // બારહ પરખદા આગલે રે, ભાખે શ્રી વર્ધમાન રે ૧// ભવિયણ ચિત્ત ધરો, મન વચ કાય અમાયો રે // જ્ઞાન ભગતિ કરો એ આંકણી ગુણ અનંત આતમતણા રે, મુખ્યપણે તિહાં દોય // તેમાં પણ જ્ઞાન જ વડું રે, જિણથી દંસણ હોય રે ભ0 //ર/ શાને ચારિત્ર ગુણ વધે રે, શાને ઉદ્યોત સહાય // જ્ઞાને થિવિરપણું લહે રે, આચારજ ઉવજઝાય રે // ભo all જ્ઞાની શ્વાસોશ્વાસમાં રે, કઠિણ કરમ કરે નાશ // વહિન જેમ ઈધણ કહે રે, ક્ષણમાં જ્યોતિ પ્રકાશ રે Iભoll પ્રથમ જ્ઞાન પછે દયા રે, સંવર મોહ વિનાશ // ગુણઠાણગ પગથાલીયે રે, જેમ ચઢે મોક્ષ આવાસો રે Iભoll પો મઈ સુઆ ઓહિ મણપજવા રે, પંચમ કેવલજ્ઞાન // ચઉ મુંગા શ્રત એક છે રે, સ્વપર પ્રકાશ નિદાન રે Iભoll / તેહનાં સાધન જે કહ્યાં રે, પાટી પુસ્તક આદિ / લખે લખાવે સાચવે રે, ધમ ધરી અપ્રમાદો રે // ભ0 / 9 ત્રિવિધ આશાતના જે કરે રે, ભણતાં કરે અંતરાય / અંધા બહેરા બોબડા રે, મુંગા પાંગુલા થાય રે / ભ૦ // ૮ ભણતાં ગણતાં ન આવડે રે, ન મળે વલ્લભ ચીજ // ગુણમંજરી વરદત્ત પરે રે, જ્ઞાનવિરાધન બીજ રે // ભo ell For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જ્ઞાનપદ ભજીએ રે પ્રેમે પૂછે પરખદા રે, પ્રણમી જગગુરુ પાય // ગુણમંજરી વરદત્તનો રે, કરો અધિકાર પસાયો રે // ભO //holl ઢાળ બીજી (કપૂર હોય અતિ ઉજળો રે - એ દેશી) . જંબૂદ્વીપના ભરતમાં રે, નાર પદમપુર ખાસ // અજિતસેન રાજા તિહાં રે, રાણી યશોમતી તાસ રે. પ્રાણી // આરાધો વર જ્ઞાન, એહ જ મુક્તિ નિદાન રે પ્રાણીd l/૧ વરદા કુંવર તેહનો રે, વિનાદિક ગુણવંત / પિતાએ ભણવા મૂકીઓ રે, આઠ વરસ જબ હુંત રે પ્રાd //ર/l. પંડિત યત્ન કરે ઘણો રે છાત્ર ભણાવણ હેત // અક્ષર એક ન આવડે રે, ગ્રંથતણી શી ચેત રે | પ્રાd all કોટે વ્યાપી હડી રે, રાજા રાણી સચિંત / શ્રેષ્ઠી તેહી જ નયરમાં રે, સિંહદાસ ધનવંત રે // પ્રાd III કપૂરતિલકા ગેહિની રે, શીલે શોભિત અંગ // ગુણમંજરી તસ બેટડી રે, મુંગી રોગે ચંગ રે // પ્રા. //પ/l સોળ વરસની સા થઈ રે, પામી યૌવન વેશ // દુર્ભગ પણ પરણે નહીં રે, માતપિતા ધરે ખેદ રે // પ્રા) IlEll તેણે અવસરે ઉદ્યાનમાં રે, વિજયસેન ગણધાર / જ્ઞાન યણ રયણાય રે, ચરણ કરણ વ્રતધાર રે / પ્રાd lol વનપાલકે ભૂપાલને રે, દીધ વધાઈ જામ // ચતુરંગી સેના સજી રે, વંદન જાવે તામરે / પ્રા. ll ૮ / ધર્મદેશના સાંભલે રે, પુરજન સહિત નરેશ // વિકસિત નયણ વદન મુદા રે, નહિ પ્રમાદ પ્રવેશ રે // પ્રાવ લા/ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન જ્ઞાન વિરાધન પરભવે રે, મૂરખ પર આધીન / રોગે પીડયા ટળવળે રે, દીસે દુ:ખીયા દીનરે // પ્રાd l/૧all જ્ઞાન સાર સંસારમાં રે, જ્ઞાન પરમ સુખ હેત // જ્ઞાન વિના જગ જીવડા રે, ન લહે તત્ત્વ સંકેત રે // પ્રાd /૧૧ શ્રેષ્ઠી પૂછે અણીદને રે, ભાખો કરુણાવંત / ગુણમંજરી મુજ અંગજા રે, કવણ કર્મ વિરતંત રે // પ્રાવ // ૧૨// ઢાળ ત્રીજી | (સુરતી મહિનાની દેશી) ધાતકી ખંડના ભરતમાં, ખેટક નયર સુઠામ // વ્યવહારી જિનદેવ છે, ઘણી સુંદરી નામ // ૧ // અંગજ પાંચ સોહામણા, પુત્રી ચતુરા ચાર // પંડિત પાસે શીખવા, તાતે મૂક્યા કુમાર / ૨ // બાળ સ્વભાવે રમત, કરતાં દહાડા જાય // પંડિત મારે ત્યારે, મા આગલ કહે આય // ૩ // સુંદરી શંખિણી શીખવે, ભણવાનું નહીં કામ // પંડ્યો આવે તેડવા, તો તસ હણજો તામ // ૪ / પાટી ખડિયા લેખણ, બાળી કીધાં રાખl શઠને વિદ્યા નવિ રુચે, જેમ કરહાને દ્રાખ // ૧ // પાડા પર મોટા થયા, કન્યા ન દીયે કોય ! શેઠ કહે સુણ સુંદરી, એ તુજ કરણી જોય // ૬ / ત્રટકી ભાખે ભામિની, બેટા બાપના હોય છે પુત્રી હોયે માતની, જાણે છે સૌ કોય // ૭ / For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જ્ઞાનપદ ભજીએ રે રે રે પાપિણી સાપિણી, સામા બોલ મા બોલ // રીસાળી કહે તાહરો, પાપી બાપ નિટોલ // ૮ / શેઠે મારી સુંદરી, કાલ કરી તતખેવ // એ તુજ બેટી ઉપની, જ્ઞાન વિરાધન હેવ / ૯ // મૂછગત ગુણમંજરી, જાતિસમરણ પામી // જ્ઞાન દીવાકર સાચો, ગુરુને કહે શિર નામિ / ૧૦ // શેઠ કહે સુણો સ્વામી, કેમ જાએ એ રોગ : ગુરુ કહે જ્ઞાન આરાધો, સાધો વંછિત યોગ // ૧૧ // ઉજવલ પંચમી સેવો, પંચ વરસ પંચ માસ // નમો નાણસ્સ ગણણું ગણો, ચોવિહાર ઉપવાસ / ૧૨ / પૂરવ ઉત્તર સન્મુખ, જપિયે દોય હજાર // * પુસ્તક આગલ ઢોકીએ, ધાન્ય ફલાદિ ઉદાર / ૧૩ // દીવો પંચ દીવટતણો, સાથિઓ મંગલ ગેહ // પોસહમાં ન કરી શકે, તેણે વિધિ પારણે એહ // ૧૪ / અથવા સૌભાગ્ય પંચમી, ઉજ્વલ કાર્તિક માસ // જાવજીવ લગે સેવીએ, ઉજમણા વિધિ ખાસ // ૧૫ // ઢાળ ચોથી એકવીશાની દેશી. ઢાળ-પાંચ પોથી રે, ઠવણી પાઠાં વિટાંગણાં // ચાબખી દોરા રે, પાટી પાટલા વરતણાં // મસી કાગલ રે, કાંબી ખડિઆ લેખણી // કવલી ડાબલી રે, ચંદ્રુઆ ઝરમર પંજણી // ૧ / For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન ૧૮૫ ત્રુટક-પ્રાસાદ પ્રતિમા તાસ ભૂષણ, કેસર ચંદન ડાબલી / વાસકુંપી વાલાફેંચી, અંગલુહણા છાબડી // કલશ થાલી મંગલ દીવો, આરતિ ને ધૂપણાં // ચરવલા મુહપત્તિ સામીવચ્છલ, નોકારવાલી થાપના / ૨ / ઢાળ-જ્ઞાન દરિસણ રે, ચરણનાં સાધન જે કહ્યાં // તપ સંયુત રે, ગુણમંજરીએ સદહ્યાં // નૃપ પૂછે રે, વરદત્ત કુંઅરને અંગરે // રોગ ઉપનો રે, કવણ કરમના ભંગરે / ૩ // ગુટક-મુનિરાજ ભાખે જંબુદ્વીપે, ભરત સિંહપુર ગામ એ // વ્યવહારી વસુ તાસ નંદન, વસુસાર વસુદેવ નામ એ // વનમાંહે રમતાં દોય બંધવ, પુણ્યભોગે ગુરુ મળ્યા છે વૈરાગ્ય પામી ભોગ વામી, ધર્મ ધામી સંચર્યા // ૪ / ઢાલ-લઘુ બાંધવ રે, ગુણવંત ગુરુ પદવી લહે // પણસય મુનિને રે, સારણ વારણ નિત દિએ // . કર્મયોગે રે, અશુભ ઉદય થયો અદા // સંથારે રે, પોરિસી ભણી પોઢ્યા યદા //પ/l ત્રુટક- સર્વઘાતિ નિંદ વ્યાપી, સાધુ માગે વાયણા // * ઊંઘમાં અંતરાય થાતાં, સૂરિ હુઆ દૂમણા // જ્ઞાન ઉપર દ્વેષ જાગ્યો, લાગ્યો મિથ્યા ભૂતડો // પુણ્ય અમૃત ઢોળી નાંખ્યું, ભર્યો પાપણો ઘડો // ૬ / ઢાલ-મન ચિંતવે રે, કાં મુજ લાગ્યું પાપ રે // શ્રુત અભ્યાસો રે, તો એવડો સંતાપ રે / મુજ બાંધવ રે, ભોયણ સયણ સુખે કરે / મૂરખના રે, આઠ ગુણ મુખ ઉચ્ચરે / ૭ // For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જ્ઞાનપદ ભજીએ રે ત્રુટક-બાર વાસર કોઈ મુનિને, વાયણા દીધી નહીં અશુભ ધ્યાને આયુ પૂરી, ભૂપ તુજ નંદન સહી // જ્ઞાન વિરાધન મૂઢ જડપણું, કોઢની વેદન લહી II વૃદ્ધ બાંધવ માન સરવર, હંસગતિ પામ્યો સહી || ૮ || ઢાલ-વરદત્તને રે, જાતિ સ્મરણ ઉપસ્યું ॥ ભવ દીઠો રે, ગુરૂ પ્રણમી કહે શુભ મનો ।। ધન્ય ગુરુજી રે, જ્ઞાન જગત્રય દીવડો ।। ગુણ અવગુણ રે, ભાસન જે જગ પરવડો / ૯ / ત્રુટક-જ્ઞાનપાવન સિદ્ધિ સાધન, જ્ઞાન કહો કેમ આવડે ।। ગુરુ કહે તપથી પાપ નાસે, ટાઢ જેમ ઘન તાવડે II ભૂપ પભણે પુત્રને પ્રભુ, તપની શક્તિ ન એવડી ।। ગુરુ કહે પંચમી તપ આરાધો સંપદા લ્યો બેવડી ।। ૧૦ || ઢાળ પાંચમી ।। મેંદી રંગ લાગ્યો – એ દેશી ।। સદ્ગુરુ વયણ સુધારશે રે, ભેદી સાતે ધાત ।। તપશું રંગ લાગ્યો ગુણમંજરી વરદત્તનો રે, નાઠો રોગ મિથ્યાત II ત૦ | ૧ || પંચમી તપ મહિમા ઘણો રે, પ્રસર્યો મહીયલમાંહી || તO || કન્યા સહસ સયંવરા રે, વરદત્ત પરણ્યો ત્યાંહી || તO || ૨|| ભૂપે કીધો પાટવી રે, આપ થયો મુનિભૂપ ॥ તo II ભીમ કાંત ગુણે કરી રે, વરદત્ત રિવ શિશ રૂપ II તo | ૩ | રાજરમા રમણી તણા રે, ભોગવે ભોગ અખંડ | તળે || વરસે વરસે ઉજવે રે, પંચમી તેજ પ્રચંડ ॥ તo || ૪ || For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમીનું મોટું સ્તવન ૧૮૭ ભક્તયોગી થયા સંજમી રે, પાલે વ્રત ખકાય // તo // ગુણમંજરી જિનચંદ્રને રે, પરણાવે નિજ તાય છે તo ll ૫ // સુખ વિલસી થઈ સાધવી રે, વૈજયંતે દોય દેવ // તo | વરદત્ત પણ ઉપનો રે, જિહાં સીમંધર દેવ // તoll ૬ // અમરસેન રાજા ઘરે રે, ગુણવંત નારી પેટ / 10 // લક્ષણ લક્ષિત રાયને રે, પુણ્ય કીધો ભેટ // તવ // / સુરસેન રાજા થયો રે, સો કન્યા ભરતાર // તo // સીમંધર સામી કને રે, સુણી પંચમી અધિકાર // તo / ૮ // તિહાં પણ તે તપ આદર્યું રે, લોકસહિત ભૂપાલ // તo / દશ હજાર વરસાં લગે રે, પાળે રાજ્ય ઉદાર // તવ // ૯ll ચાર મહાવ્રત ચોપશુ રે, શ્રી જિનવરની પાસ / 10 // કેવલધર મુક્તિ ગયા રે, સાદિ અનંત નિવાસ / 10 // ૧all રમણી વિજય શુભાપુરી રે, જંબુ વિદેહ મઝાર // તવ / - અમરસિંહ મહીપાલનેરે, અમરાવતી ઘરનાર // તo // ૧૧ // વૈજયંત થકી ચલી રે, ગુણમંજરીનો જીવ // તo // માનસસરે જેમ હંસલો રે, નામ ધર્યું સુગ્રીવ // તo // ૧૨ // વીશે વરસે રાજવી રે, સહસ ચોરાસી પુત્ર / 10 // લાખ પૂરવ સમતા ધરે રે કેવલજ્ઞાન પવિત્ર // તo // ૧૩ // પંચમી તપ મહિમા વિષે રે, ભાખે નિજ અધિકાર // તવ // જેણે જેહથી શિવપદ લહ્યું રે, તેને તસ ઉપકાર // તo / ૧૪ // For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઢાળ છઠ્ઠી કરકંડુને કરું વંદના એ દેશી. - ચોવીસ દંડક વારવા ।। ચોવીશમો જિનચંદ રે પ્રગટયો પ્રાણત સ્વર્ગથી ત્રિશલા ઉર સુખકંદ રે || હુંoll ૧|| મહાવીરને કરું વંદના ૫ હુંઠા એ આંકણી ॥ હું વારી લાલ | હું વારી લાલ || || હું૦ || પંચમી ગતિને સાધવા ॥ હું ॥ પંચમ નાણ વિલાસ રે || હું॥ મહાનિશીથ સિદ્ધાંતમાં II હું ॥ પંચમી તપ પ્રકાશ રે II હું॥ ૨॥ અપરાધી પણ ઉદ્ધર્યો । હું ચંડકોશિઓ સાપ રે | હુંoll યજ્ઞ કરતાં બાંભણા II હુO II સરખા કીધા આપ રે || હું|| ૩ || દેવાનંદા બ્રાહ્મણી ।। હું૦ || ઋષભદત્ત વલી વિષ્ર રે || હું બ્યાસી દિવસ સંબંધથી હું∞ ॥ કામિત પૂર્યો ક્ષિપ્ર રે II હું॥ ૪॥ "I જ્ઞાનપદ ભજીએ રે પી કર્મરોગને ટાલવા II હું । સવિ ઔષધનો જાણ રે | હું || આદર્યા મેં આશા ધરી હું મુજ ઉપર હિત આણ રે II હું શ્રી વિજયસિંહસૂરીશનો | હું॥ સત્યવિજય પન્યાસ રે || હું શિષ્ય કપૂરવિજય કવિ II હુંા ચંદકિરણ જસ જાસ રે હુંo॥ ૬॥ પાસ પંચાસરા સાનિધે II હુંo II ખિમાવિજય ગુરુ નામ રે II હું જિનવિજય કહે મુજ હજો II હું। પંચમી તપ પરિણામ રે હુંolell કળશ ઈમ વીર લાયક વિશ્વનાયક, સિદ્ધિદાયક સંસ્તવ્યો ।। પંચમી તપ સંસ્તવન ટોડર, ગ્રંથી જિનકંઠે ઠવ્યો પુણ્ય પાટણ ક્ષેત્રમાંહે, સત્તર ત્રાણું સંવત્સરે // શ્રી પાર્શ્વ જન્મકલ્યાણ દિવસે, સકલ ભવિ મંગલ કરે ।।૧।।ઇતિ।। For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ પંચમીનું સ્તવન (૨) ઢાળ પહેલી પ્રણમું સદ્ગુરુ પાય, નિર્મળ જ્ઞાન ઉપાય; પંચમી તપ ભણું એ, જનમ સફલ કરું એ. ૧ ચોવિસમો જિણચંદ, કેવળજ્ઞાન દિણંદ; ત્રિગડે ગહગહ્યો એ, ભવિયણને કહ્યો એ. ૨. જ્ઞાન વડો સંસાર, જ્ઞાન મુગતિદાતાર; જ્ઞાન દીવો કહ્યો એ, સાચો સહ્યો એ. ૩. જ્ઞાન લોચન સુવિકાશ, લોકાલોક પ્રકાશઃ જ્ઞાન વિના પશુ એ, નર જાણે કિડ્યું છે. ૪. અધિક આરાધક જાણ, ભગવતિ સૂત્ર પ્રમાણ; જ્ઞાની સર્વનું એ, કિરિયા દેશનું એ. પ જ્ઞાની શ્વાસોશ્વાસ, કરમ કરે જે નાશ; નારકને સહી એ, કોડ વરસે કહીએ. ૬. જ્ઞાન તણો અધિકાર, બોલ્યો સૂત્ર મોઝાર; કિરિયા છે સહી એ, ક્ષિણ પાછે કહીએ. ૭. : કિરિયા સહિત જો જ્ઞાન, હવે તો અતિ પરધાન; સોનું ને સુરંભ એ, શંખ દુધે ભર્યો એ. ૮ મહાનિશિથ મોઝાર, પંચચી અક્ષર સાર; ભગવંત ભાખિયા એ, ગણધર સાખિયો એ. ૯. ૧ જ્ઞાન સર્વારાધક. ૨. ક્રિયા શારાધક. ૩. સુગંધ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઢાળ બીજી પંચમી તપ વિધિ સાંભળો, જિન પામો ભવપારો રે; શ્રી અરિહંત ઈમ ઉપદિસે, ભવિયણને હિતકારો રે. ૫૦ ૧૦ જ્ઞાનપદ ભજીએ રે માગશર માહ ફાગુણ ભલા, જેઠ અશાડ વૈશાખો રે; ઈણ ખટ માસે લીજીએ, શુભ દિન સદ્ગુરુ પાસો રે. પં૦ ૧૧ દેવ જુહારીએ દેહ રે, ગીતારથ ગુરુ વંદી રે; પોથી પૂજો જ્ઞાનની, શક્તિ હોવે તો નંદી રે. ૫૦ ૧૨ બે કર જોડી ભાવછ્યું, ગુરુમુખ કરે ઉપવાસો રે; પંચમી પડિકમણું કરે, ભણે પંડિત ગુરુ પાસો રે. પં૦ ૧૩ જિણદિન પંચમી તપ કરે, તિણ દિન આરંભ ટાળો રે; પંચમી સ્તવન થઈ કહે, બ્રહ્મચર્ય પણ પાળો રે. પં૦ ૧૪ પંચ માસ લઘુ પંચમી, જાવ જીવ ઉદ્ભષ્ટિરે; પંચ વરસ પંચ માસની, પંચમી કરો શુભ દૃષ્ટિ રે ૫૦ ૧૫ ઢાળ ત્રીજી ઢાળ—હવે ભવિયણ રે, પંચમી ઉજમણું સુણો; ઘર સારું રે, વારુ ચિત્ત ખરચો ઘણો. એ અવસર રે,,આવંતા વળી દોહિલોઃ પુન્ય યોગે રે, ધન પામંતા સોહિલો. ત્રૂટક—સોહિલો વળી ધન પામતા, ધરમકાજ કિહાં વળી; પંચમી દિન ગુરુ પાસ આવી, કીજીએ કાઉસગ રળી. ત્રણ જ્ઞાન દર્શન ચરણ ટીકી, દેવ પુસ્તક પૂજીએ; થાપના પહેલી પૂજી કેશરે, સુગુરુ સેવા કીજીએ ॥ ૧૬ ॥ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમીનું સ્તવન ૧૯૧ ઢાળ-સિદ્ધાંતની રે, પંચ પરત વિટાંગણા; પંચ પાઠો રે, મખમલ સૂત્ર પ્રમુખ તણા પંચ દોરા રે, લેખણ પાંચ મિજાસણા'; વાસકુંપી રે, કાંબી ચારૂ વરતણા. ત્રુટક-વરતણા વારુ વળીય કવળી, પાંચ ઝીલમીલ અતિ ભલી; થાપનાચારજ પાંચ ઠવણી, મુહપત્તિ પડિપાટલી. પટસૂત્ર પાટી પંચ કોથળી, પંચચનવકારવાળિયા; ઈશારે શ્રાવક કરે પંચચી, ઉજમણો ઉજવાળીયા // ૧૭ // ઢાળ–વળી દેહરેરે, સ્નાત્ર મહોચ્છવ કીજીએ; વિત્ત સારે, દાન વળી તિહાં દીજીએ; પ્રતિમાને રે, આગળ ઢોવણ હોઈએ; પૂજનારે, જે જે ઉપગરણ જોઈએ. તૂટક–જોઈએ ઉપગરણ દેવપૂજા, કાજ કળશ ભંગાર એ; આરતી મંગળ થાળ દીવો; ધૂપધાણો સાર એ; ધનસાર કેશર અગર સુખડ, અંગલુહણા દીસ એ; પંચ પંચ સઘળી વસ્તુ ઢોવો, શક્તિયું પચવીશ એ ll૧૮ ઢાળ-પંચમીતાને રે, સાતમી સખ જમાડીએ; - રાતીજોરે, ગીત રસાળ ગવાડીએ; - ઈણ કરણીરે, કરતાં જ્ઞાન આરાધીએ; જ્ઞાન દરશનરે, ઉત્તમ કારણ સાધીએ. ગુટક–સાધીએ મારગ એણી કરણી, જ્ઞાન લહીએ નિરમળો; સુરલોકને નરલોકમાંહે, જ્ઞાન નિરમળ આગળો; અનુક્રમે કેવળજ્ઞાન પામી, શાશ્વતા સુખ તે લહે; જે કરે પંચમી તપ અખંડિત, વીરજિનવર ઈમ કહે /૧૯l ૧ વસ્તુ વિશેષ. ૨. વસ્તુ વિશેષ. ૩. પંચચી તપ કરનારા. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કળશ ઈમ પંચચી તપ ફળ પરુષક, વર્ધમાન જિણેસરો, મેં છુણ્યો શ્રી અરિહંત ભગવંત, અતુલ વળ અલવેસરો, જયવંત શ્રી જિનચંદસૂરિ, સકળચંદ નમંસીઓ, વાંચનાચારજ સમયસુંદર, ભગતિ ભાવ પ્રશંસિયો ૨૦॥ ઇતિ " જ્ઞાનપદ ભજીએ શ્રી જ્ઞાનપંચમીનુ લઘુ સ્તવન પંચમી તપ તમે કરો રે પ્રાણી ! જેમ પામો નિર્મળ નાણ રે; પહેલું જ્ઞાન ને પછી કિરિયા, નહી કોઈ જ્ઞાન સમાન રે ।। પં॥ ૧॥ નંદીસૂત્રમાં જ્ઞાન વખાણ્યું, જ્ઞાનના પંચ પ્રકાર રે; મતિ શ્રુત અવધિ ને મનપર્યવ, કેવળજ્ઞાન શ્રીકાર રે ।। ૫૦ ૨ મતિ અઠ્ઠાવીશ શ્રુત ચૌદ વીશ, અવધિ છ અસંખ્ય પ્રકાર રે; કેવળજ્ઞાન ઉદ્યોત ભયો તવ, લોકાલોક પ્રકાશ રે | પં૦ || ૪ | પાર્શ્વનાથ પસાય કરીને, પૂરો મારા મનની ઉમેદ રે; `` સમયસુંદર કહે હું પણ માગું, જ્ઞાનનો પંચમો ભેદ રે ।। પંત ॥ ૫॥ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ શ્રી દેવવિજયજીકૃત પાંચમની સજઝાય ચોપાઈ સદગુરુના હું પ્રણમું પાય, સરસતિ સામિની કરો પસાય; પંચમી તપ ફલ મહિમા સુણો, જે કરતાં જગ શોભા ગણો. ૧ જ્ઞાન અથાહ વધે વળી જેહ, પંચમ જ્ઞાન લહે ભવી તેહ; પંચમી ગતિ પામે સુખ સાર, એહ સંસારનો પામે પાર. ૨ સોળ રોગ તક્ષણ ઉપશમે, તેઉકાય જીમ શિતને દમે; તિમ એ તપ છે રોગનો કાળ, જુઓ વરદત્ત ગુણમંજરી બાલ. ૩ પંચ વરસ ને પંચ જ માસ, કરીએ તપ મનને ઉલ્લાસ; અંતે ઉજમણું કીજીએ, પોતે તપનું ફળ લીજીએ. ૪ ઉજમણા વિણ ફળ તે નહી, ઈમ એ વાણી જિનવર કહી; શ્રી વીર્જરત્ન તણો એ શિષ, વાચક દેવની પૂરો જગીશ. ૫ - શ્રી વિજયલક્ષ્મીસૂરિકૃત પાંચમની સઝાય ઢાળ પહેલી (મારું મન મોહ્યું રે સુંદર શામળિયારે-એ દેશી) શ્રી વાસુપૂજ્ય જિનેશ્વર વયણથી રે, રૂપકુંભ વચનકુંભ મુનિ દોય; રોહિણી મંદિર સુંદર આવિયા રે, નમી ભવ પૂછે દંપતી સોયા I/૧/l ચઉનાણી વયણે દંપતિ મોહિયારે / એ આંકણી // રાજા રાણી નિજ સુત આઠનું રે, તપફળ નિજ ભવધારી સંબંધ; વિનય કરી પૂછે મહારાજને રે, ચાર સુતાના ભવ પરબંધ ચollર // For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જ્ઞાનપદ ભજીએ રે રૂપવતી' શીલવતી ને ગુણવતી સરસ્વતી જ્ઞાનકળાભંડાર જન્મથી રોગ સોગ દીઠો નથથ રે, કુણ પુન્ય લીધો રે એહ અવતાર TriOl311 ઢાળ બીજી (વાલ્ડો મારો વાયે છે વાંસળી રે- એ દેશી) ગુરુ કહે વૈતાઢય ગિરિવરે રે, પુત્રી વિદ્યાધર ચાર; નિજ આયુ જ્ઞાનીને પૂછીયું રે, કરવા સફળ અવતાર, અવધારો અમ વિનતિ રે // એ આકણી // ૧ // થોડા આયુમાં કારજ ધર્મનાં રે, કિમ કરીએ મુનિરાજ; ગુરુ કહે ધર્મના યોગ અસંખ્ય છે રે, જ્ઞાનપંચમી તુમ કાજ l અo // ૨ //. ક્ષિણ અર્થે સવિ અધ ટળે રે, શુદ્ધ પરિણામે સાધ્ય; કલ્યાણક નેવું જિનતણાં રે, પંચમી દિવસે આરાધ્ય _// અO // ૩ // . ઢાળ ત્રીજી (જઈને કહેજો મારા વાલાજી રે- એ દેશી II) ચૈત્ર વદી પંચમી દિને, સુણો પ્રાણીજી રે, આવિયા ચંદ્રપ્રભુ સ્વામી, લહિ સુખ ઠામ, સુo અજિત સંભવ અનંતજી, સુ0 ચૈત્ર શુદી પંચમી શિવધામ, શુભ પરિણામ. સુo // ૧ // ૧ વસ્તુવિશેષ. ર વસ્તુવિશેષ ૧ પંચમી તપ કરનારા. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયલક્ષ્મીસૂરિત પાંચમની સજ્ઝાય વૈશાખ વદી પંચમી દિને, સુ સંજમ લીયે કુંથુનાથ, બહુ નર સાથ; સુ૦ જ્યેષ્ઠ શુદી પંચમી વાસરે, સુ મુગતિ પામ્યા ધર્મનાથ, શિવપુર સાથ. સુરુ ॥ ૨ ॥ શ્રાવણ શુદિ પંચચી દિને, સુ૦ જનમ્યા નમી સુરંગ, અતિ ઉછરંગ; સુ માગશર વદિ પંચમી દિને, સુ૦ સુવિધિ જન્મ સુખ સંગ, પુન્ય અભંગ. સુo II ૩ // કાર્તિક વદી પંચમી દિને, સુ સંભવ કેવળજ્ઞાનં, કરો બહુ માન; સુ દશ ક્ષેત્રે નેવું જિન સુણો, સુ૦ પંચમી દિનના કલ્યાણ, સુખનાં નિધાન. સુo II ૪ ॥ ઢાળ ચોથી ( દેશી : હાં રે મારે જોબનિયાનો લટકો દહાડા ચાર જો, નાણું રે મળશે પણ ટાણું નહી મળે રે લોલ.) હાંરે મારે જ્ઞાની ગુરુનાં વયણ સુણી હિતકાર જો, ચાર વિદ્યાધરી પંચમી વિધિએ આચરે રે લોલ; હાંરે મારે શાસનદેવને પંચ જ્ઞાન મનોહારજો, ટાળી રે આશાતના દેવવંદન સદા રે લોલ, ॥ ૧ ॥ હાંરે મારે તપ પૂરણથી ઉજમણાનો ભાવ જો, એહવે વિદ્યુત્ યોગે સુર પદવી વર્યા રે લોલ; હાંરે મારે ધર્મ મનોરથ આળસ તજતાં હોય જો, ધન્ય તે આતમ અવિલંબે કારજ કર્યા રે લોલ. ॥ ૨ ॥ For Personal & Private Use Only ૧૯૫ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જ્ઞાનપદ ભજીએ રે હાંરે મારે દેવળકી તુમ કુક્ષે લીયો અવતાર જો, સાંભળી રોહિણી જ્ઞાન આરાધન ફળ ઘણાં રે લોલ; હાંરે મારે ચાર ચતુરા વિનય વિવેક વિચાર જો, ગુણ કેટલા લખાયે તુમ પુત્રીતણા રે લોલ. // ૩ / ઢાળ પાંચમી | (આસરા હો જોગી – એ દેશી) જ્ઞાનીના વયણથી ચારે બહેની, જાતિસમરણ પામીરે, જ્ઞાની ગુણવંતા ત્રીજા ભવમાં ધારણા કીધી, સિધ્ધાં મનમાં કામો રે, જ્ઞાd I/૧// શ્રી જિનમંદિર પંચ મનોહર, પંચવરણા જિનપડિમા રે; જ્ઞા જિનવર આગમને અનુસાર, કરી ઉજમણાનો મહિમા રે. જ્ઞાવ /ર// પંચમી તિથિ આરાધન પંચમ, કેવળજ્ઞાની તે થાય રે; જ્ઞા) શ્રી વિજયલક્ષ્મીસૂરિ અનુભવ નાણે, સંઘ સકળ સુખદાય રે. જ્ઞાoll ઇતિ શ્રી પંચમીની સઝાય સંપૂર્ણ જ્ઞાનપાંચમની સઝાય દુહો પ્રણમી પ્રેમે પાસજીનાં, પદપંકજ અભિરામ, પંચમીતપ મહિમા કહું, સુણતાં સીઝે કામ ૧ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ શ્રી પાંચમની સઝાય અલકા અધિક વિરાજતી, ધારાવતી ઇતિ નામ, નેમિજિણેસર આવીયા, રૈવતગિરિ શુભ ઠામ, ર કેશવ વંદન આવીયા, બેઠી પરખદ બાર, વરદત્ત ગણધર તવ તિહાં, પ્રશ્ન કરે સુવિચાર ૩ દંસણ નાણ ચરિતની, કહો તિથી કેવી હોય, કિણવિધિ તે આરાધીયે, જંપે શ્રીજિન સોય ૪ ચૌદશ આઠમ પૂર્ણિમા, અમાવસી એ તિથિ ચાર, ચારિત્ર પોસહુ આદરી, લહીયે ભવજલે પાર. ૫ પંચમી બીજ અગ્યારસી, જ્ઞાન તણી તિથિ એહ, જ્ઞાનભક્તિ બહુ સાચવો, જિમ હોય નિર્મલ દેહ. ૬ નવતિથિ શેષે કીજીયે, દર્શન ભક્તિ વિશેષ, જિનપૂજન કલ્યાણકાદિક, સાધર્મિક દેખ. ૭ તેહમાંહિ વળી નિર્મળી, કાર્તિક પંચમી જેહ, જ્ઞાનારાધનની કહી નેમિજિને ધરી નેહ. ૮ એહ દિવસ આરાધતાં, પામ્યું નિર્મળ નાણ, વરદત્ત ને ગુણમંજરી, સુણજ્યો તાસ વખાણ. ૯ - ઢાળ ૧ લી. જંબુદ્વીપે ભારતમાં, પદમપુરી અતિ સોહે રે, સુષમાં જેહની જોયતાં, સુરનરનાં મન મોહે રે, શ્રી જિનવર એમ ઉપદિશે. ૧૦ અજીતસેન જસ રાજીઓ, તસ ધરણી યશોમતી રાણી રે, વરદત્ત તેહનો સુત ભલો, સકલકળા ગુણખાણી રે. ૧૧ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આઠ વરસનો જબ થયો, તવ મૂકયો નિશાળે રે, અક્ષર માત્ર ન આવડે, જિમ જળમાં શેવાલ રે. ૧૨ અનુક્રમે યૌવન પામીઓ, વિણઠયું કોઢે દેહો રે, રતિ વિ પામે કેહથી, ન ધરે કાંઈ સનેહો રે. ૧૩ હવે તિણહી જ પુરમાં વસે, સિંહદાસ જિનધર્મી રે, કોટીધ્વજ વ્યવહા૨ીઓ, સંઘમુખ્ય શુભકર્મી રે. ૧૪ કપૂર તિલકા તસ ગેહિની, ગુણમંજરી તસ બેટી રે, વચને મૂંગી વરતનુ, રોગતણી છે પેટી રે. ૧૫ સોલ વરસની સા થઈ, પણ તસ કોઈ ન ઈહે રે, માત-પિતા પરિજન સવે, તસ દુખે દુખીયા બીહે રે. ૧૬ દુહા એણે સમયે તવ એકદા, વિજયસેન ગચ્છનાથ, ચઉનાણી ગુરુ ગુણભર્યાં, મુનિ પરિકરે સનાથ. ૧૭ નાગરજન સવિ આવ્યા, સુત સંયુત નરનાથ, સિંહદાસ તનયા સહિત, વંદે શ્રી મુનીનાથ. ૧૮ જ્ઞાનપદ ભજીએ રે ઢાળ - ૨ જી કલેશનાશિની દેશના હિત આણી રે, ભાખે શ્રી ગુરુમહારાજ ।। સુનો ભવિ પ્રાણી રે // જ્ઞાન આરાધના સાચવો હિટ શ્રવણ પઠનને કાજે સુણો. ૧૯ જ્ઞાન વિરાધે જે મને હિત∞ તે પરભવે મન હીણ સુણો, વચને જેહ વિરાધતા હિત∞ તે મુંગા દુઃખ દીણ સુણો. ૨૦ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ શ્રી પાંચમની સઝાય કાયાથી જે વિરાધતા હિત) તસ કુષ્ઠાદિક રોગ સુણો, ત્રિવિધ વિરાધને જ્ઞાનની હિતજે મૂરખ કરે ભોગ સુણો. ૨૧ પુત્ર કલત્ર ધન મિત્રનો હિતo તેહને હોયે નાશ સુણો, આધિ વ્યાધિ તરસ પરભયે હિતવ નિવિવેક તનુ તાસ સુણો. ૨૨ સિંહદાસ ઈમ સાંભળી હિતવ પૂછે ઉલટ આણી સુણો. કહો ભગવન કિણ કર્મથી હિતo મુજ તનયા ગુણહીણ. ૨૩ ગુરુ કહે એહ સંસારમાં હિત સુખ દુઃખ કર્મને હાથ સુણો કર્મ થકી બળિયા નહિ હિતવ ચક્રી હલધર સાથે સુણો. ૨૪ એહનો પૂરવભવ સુણો હિતવ હૃદયે વિચારો હેવ સુણો, કર્મ તણી ગતિ એહથી હિતo ગુરુ ભાખે તતખેવ સુણો. ૨૫ , ઢાળ ૩જી ધાતકીખંડે ભરતમાં મનોહર ખેટકનામ નરરાજ, નયરમાંહી વ્યવહારીઓ ધનવંત વસુદેવ નામ નરરાજ, પૂરવ ભવ તમે સાંભળો. સુંદરી નામે ગેહીની, તસ સુત પંચ રસાલ નરરાજ, આસપાલ પહેલો ભલો, બીજો તે તેજપાલ નરરાજ. ૨૭ - ગુણપાલ ત્રીજો કહ્યો, ધર્મપાલ ધર્મસાર નરરાજ, પ્રાવણ્ય રૂપે શોભતી, વળી તસ પુત્રી ચાર નરરાજ. ૨૮ લીલાવતી ને શીલાવતી, રંગાવતી તિમ જાણ નરરાજ, મૃગાવતી ચોથી ભલી, મહિમા ગુણની ખાણ નરરાજ. ૨૯ પંડિત પાસે મોકલ્યા, તે પાંચે નિજ નંદ નરરાજ, ચપલાઈ કરતા ઘણું, માંહોમાંહી દંદ નરરાજ. ૩૦ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જ્ઞાનપદ ભજીએ રે પંડિત મારે તેહને, તે રોયે ઘરે જાય નરરાજ, પંડિતને ઉપલે હણ્યો, જો ફરી તુમ ન સુહાય નરરાજ ૩૧ દુઃખ થકી તીણે ભણે શું હોવે, શિખવે ઈણિપણે માય, કંઠશોષ કીધાં થકી, શું અધિકેરું થાય નરરાજ. ૩૨ પાટી પોથી પ્રમુખ છે, પરજાળે તેણીવાર નરરાજ, મૂર્ખપણાથી તેહને, નવિ પરણાવે નાર નરરાજ ૩૩ તિણે દુઃખે દુઃખીયો સ્ત્રી પ્રત્યે, ભાખે શેઠ વચન નરરાજ, અંગજ મૂરખ રાખીયા, કીધો અહિલ જનમ નરરાજ. ૩૪ પ્રત્યુત્તર તવ સ્ત્રી કહે, એ સઘળો તુમ દોષ નરરાજ, ધર્મશાનકે ઉપલે હણી, આણી અતિ ઘણો રોષ નરરાજ. ૩૫ તે તુજ તનયા ઉપની, જ્ઞાનાશાતના કીધ નારાજે, અંગે પીડી રોગશે, એ ફલ તાસ પ્રસિદ્ધ નરરાજ. ૩૬ ઢાળ ૪ પૂરવભવ ઈમ સાંભળજી, જાતિસ્મરણ લહયો તામ, કહો ભગવન ! હવે એહનુંજી, કર્મ છોડણનું નિદાન, // જ્ઞાન આરાધન આદરોજી. ૩૭ ઈણે અવસરે વરદાનોજી, કર્મ પૂછે નૃપ તામ ગુરુ કહે એહિજ ભારતમાંજી, શ્રીપુરે શેઠ વસુ નામ. ૩૮ વસુસાર વસુદેવ બિહું હતાજી, તેહના પુત્ર ગુણવંત ગુસાણી દેશના સાંભળીજી, વનમાંહી તેણે એકાંત. ૩૯ સંજમ બહુ જણે આદર્યોજી, સુરિમુનિ સુંદર પાસ, વસુદેવ બહુ શ્રુત ગુણ થકીજી, સૂરિપદ હવે રે ઉલ્લાસ. ૪૦ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંચમની સજ્ઝાય પંચસય સાધુને વાચનાજી, આપતો કરતો સજ્ઝાય, એક દિન પોરિસિ સૂયતાજી, પ્રશ્નમાં રયણિ વિહાય. ૪૧ નિદ્રા ન કરી શકે ગચ્છધણીજી, ચિંતવે મનમાંહિ એમ, ધન્ય મૂરખ મુજ બાંધવોજી, કીસીય ચિંતા નહી તેમ. ૪૨ એહવું મૂર્ખાપણું બહુજી, ચિત્તે ધર્યું એહ અજ્ઞાન, બાર દિન મૌન કરી ઉપન્યોજી, તાહરો પુત્ર નિદાન. ૪૩ વૃદ્ધ ભ્રાતા થયો હંસલોજી, માનસ-સરોવર માંહિ, ઈમ સુણી જાતિસ્મરણ લલ્લુંજી, વરદત્તે દેશના માંહિ. ૪૪ ભૂપતિ શેઠ બેહુ ભણેજી, સૂરિ આગળ કર જોડી વિધિ કહો જ્ઞાન આરાધવાજી, જેમ પહોંચે મન કોડી ૪૫ ઢાળ પ ભાખે તવ મુનિરાય સાથ નિસુણી ચિત્ત આણી ઉજ્જવલ પંચમી દિવસે જેહ આરાધે પ્રાણી ચોથ ભક્ત જિન વાંદવા, પૂજા ત્રિહું કાળ સાવદ્ય કરણી નવિ કરે, બ્રહ્મચર્ય સંભાળ. ૧ માસ માસ ઈણી પરે કરે, તિહાં પાંસઠ માસ ઉજમણું કરે તેહનું, પંચ વસ્તુ પ્રકાશ પાટી પોથી પ્રતિ પંચ ઠવણી ને કવલી નોકારવાળી પૂંજણી, ચાબખા પંચવર્ણી. ૨ પંચ જાતિ ફલ પંચ પંચ જિનબિં પ્રાસાદ પંચ જાતિના દ્રવ્ય જેહ, ટાળો પંચ પ્રમાદ For Personal & Private Use Only ૨૦૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ માસે માસે ન કરી કે તો કાર્તિક પાંચમ ન અજુવાળી આરાધીયે જાવજીવ કરો એમ. ૩ કુસુમ કપૂર સુગંધ દ્રવ્ય લેઈ પુસ્તક પૂજે ઠવણી બાજોઠ ઉપરે થાપીને રીજે પંચદીવટ દિપક કરો, તિમ સ્વસ્તિક પૂરે પંચવર્ણી ફલ સુખડી ધન ઢોવે અધૂરે. ૪ ૐૐ હ્રીં નમો નાણસ્સ જાણ ગુણે સહસ જ દોય ઉત્તર સામા શશદ્ધ વસ્ત્રે ધરે નિર્મલ હોય ગુરુ મુખખ લેઈ પચ્ચખાણ રૂપાનાણું મુકે જાવજ્જીવ એમ ઉચ્ચરે, પછી વિધિ નવ ચૂકે. ૫ જો પોષહને કારણે, એ વિધિ ન કરી શકે તો બીજે દિન સાચવે, તો કીર્તિ ઝળકે રોગ સોગ સંતાપ દુઃખ જાવવ સંપદ થાવે અનુક્રમે સુરસુખ ભોગવી અજરામર થાવે. ૬ તે તપ બિહૂ જણે આદર્યો થયા તેહ નીરોગ તેણે સૌભાગ્ય પંચમી કહે તે એહવું લોક એમ ઉજમણું વરસ કરે, વરદત્ત શિક્ષા સહસ્ર કન્યા પરણી તીહાં અનુક્રમે લીયે દિક્ષા. ૭ ગુણમંજરી પણ થઈ નીરોગી, ગુણચંદ્રે પરણી પંચમી તપની વિધિ અનેક કીધી નિર્મલ કરણી અંતે સંયમ આદરી, બિહું વિજય વિમાને બત્રીસ સાગર આયુમાન પહોતા શુભ ધ્યાન. ૮ શાંનપદ ભજીએ રે For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ શ્રી પાંચમની સઝાય ઢાળ ૬ જંબુ પૂર્વવિદે વિજય પુષ્કલાવતી નામ પુંડરીકીણી નગરી અમરસેન નૃપ ધામ ગુણવંતી તરસ રાણી તાસ કુંખે ઉત્પન્ન વરદત્ત જીવ સુરના, ગુણલક્ષણ સંપન્ન. ૧ ગુણલક્ષણ સંપન્ન પેખી, સુરસેન દીયો નામ બાર વર્ષના એક શત કન્યા, પરણાવ્યો અભિરામ તીર્થકર મુખથી પૂર્વભવ નીસુણી ચારિત્ર લેઈ વર્ષ સહસએક પાણી કેવલ સીધ્યા કર્મ ખપેઈ. ૨ હવે રમણી વિજય, નરસિંહ ભૂપતિ ગેહ અમરાવતી કુખે ગુણમંજરી જીવ તેહ ઉપન્યો આવી સુગ્રીવ ઠવીઉં નામ બહું કન્યા પરણ્યો રાજતેજ બહુ ધામ. ૩ બહુધા સુખ વિલસતાં હુવા પુત્ર ચોરાશી હજાર થાપી પુત્ર રાયે લેઈ સંયમ કેવલ પામ્યા સાર પૂર્વ એકલખ ભવિ પ્રતિબોધી પામ્યા અવિચલ સુખ સૌભાગ્ય પંચમીનો તપ કરતાં જાયે દુર્ગતિદુઃખ ૪ એહ સંબંદ નિસણી જ્ઞાન આરાધો પ્રાણી આશાતના ટાળો જીમ થાવો ગુણ ખાણી એમ જાણી નાણી સુણીયે એ હિત આણી શ્રી જિનવર ગણધરની એવી ઉત્તમ વાણી. ૫ ઉત્તમ વાણી જિનની સુણીને પ્રતિ બૂઝયા પ્રાણી પંચમ નાણ લેવા કારણે એ સાચી સહી નાણી શ્રી વિનયવિમલ કવિરાજ સુસેવક ધીરવિમલ કવિરાય નયવિમલ તાસ શિષ્ય કહે, એમ જ્ઞાન સુજસ સવાય. ૬ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જ્ઞાનપદ ભજીએ રે // ઉજમણાનો વિધિ // કોઈપણ પ્રકારના તપ સંબંધી ફલની વૃદ્ધિ માટે ઉદ્યાપન કરવાની આવશ્યકતા છે. ઉદ્યાપન (ઉજમણું) કરવાથી તપનું ફળ વૃદ્ધિ પામે છે. અન્ય દર્શનોમાં પણ તપનું ઉથાપન કરવાની પ્રવૃત્તિ છે. ઉજમણું તપ પૂર્ણ થયા પછી કરવામાં આવે છે, તેમજ તપના મધ્યમાં પણ કરી શકાય છે. તપ પૂર્ણ થયા પછી પણ જ્યાં સુધી ઉજમણું કરવાની જોગવાઈ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેટલાક ભવ્યો તપ કરવાનું ચાલું રાખે છે અને પહેલી જોગવાઈએ અવશ્ય ઉજમણું કરે છે. ઉજમણું કરવામાં સારા શક્તિવાળા-શ્રીમંત ગૃહસ્થ તો પોતે એકલા જ કરે છે અને તે પ્રસંગે કોઈપણ તીર્થની કે સમવસરણની રચના કરી અટ્ટા મહોત્સવ કરે છે. અને સ્વામીવાત્સલ્યાદિ પણ પોતે જ કરે છે. બીજા સામાન્ય સ્થિતિવાળાઓ તે પ્રસંગનો લાભ લઈને પોતે કરવા ધારેલા એક બે કે પાંચ છોડ તેની સાથેની વસ્તુઓ સહિત તે મંડપની અંદર જ પધરાવે છે. ઉજમણું કરવામાં મુખ્ય તો ચંદરવો, પંઠિયું, તોરણ ને રૂમાલઅતલસ, સાટમ, કીનખાબ, લપેટો અથવા ઝીક ચળક વિગેરેના ભરાવીને કરાવવામાં આવે છે. ઉપરાંત બીજી જે જે વસ્તુઓ મૂકવામાં આવે છે. તેમાં જ્ઞાન, દર્શન ને ચારિત્રનાં ઉપકરણો મૂકવામાં આવે છે. તેની અંદર જો જ્ઞાનના આરાધન નિમિત્તનું ઉજમણું હોય તો જ્ઞાનનાં ઉપકરણો, દર્શનના આરાધન નિમિત્તનું હોય તો દર્શનનાં ઉપકરણો અને ચારિત્રના આરાધન નિમિત્તનું હોય તો ચારિત્રનાં ઉપકરણો વિશેષ મૂકવામાં આવે છે. દર્શન એટલે સમકિત તેના આરાધનમાં પ્રબળ કારણભૂત જિનચૈત્ય ને જીનબિંબ સમજવા. એટલે તે સંબંધી ઉજમણામાં દેરાસરમાં વપરાતાં ઉપકરણો વિશેષ મૂકવાં. જ્ઞાનપંચમીના ઉજમણામાં છોડ તેમજ વસ્તુઓની સંખ્યા For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉજમણાનો વિધિ ૨૦૫ જઘન્ય પાંચ, મધ્યમે પચ્ચીશ ને ઉત્કૃષ્ટ એકાવન મૂકવામાં આવે છે. અથવા તો કિંમતના પ્રમાણમાં વધારે કિંમતવાળી પાંચ, મધ્યમ કિંમતવાળી પચ્ચીશ ને ઉત્કૃષ્ટ એકાવન મૂકવામાં આવે છે. અથવા તો કિંમતના પ્રમાણમાં વધારે કિંમતવાળી પાંચ, મધ્યમ કિંમતવાળી પચ્ચીશ અને સામાન્ય કિંમતવાળી એકાવન મૂકવામાં આવે છે. // ઉજમણા નિમિત્તે મુખ્ય કરવાનાં કાર્યો // ૧ પાંચ નવાં ચૈત્યો કરાવવાં. ૨ પાંચ પાંચ રનની, સુવર્ણની, ધાતુની, હીરાની, માણેકની, મોતીની, નીલમની, પરવાળાની, સ્ફટિકની, આરસની - એમ ઉત્તમ ઉત્તમ અને કિંમતી વસ્તુઓની પ્રતિમાઓ નવી ભરાવવી. ૩ પાંચ અંજનશલાકાઓ કરાવવી. ૪ પાંચ પોસહશાળાઓ (ઉપાશ્રય) કરાવવી. ૫ પાંચ દીક્ષા મહોત્સવ કરવા. ૬ પાંચ વડી દીક્ષાના, પન્યાસપદવીના અને આચાર્યપદવીના મહોત્સવો કરવા. ૭ પાંચ વખત સંઘ કાઢી તીર્થયાત્રા કરવી-કરાવવી. ૮ પાંચ મહાતીર્થોની યાત્રા કરવી. ૯ પાંચ મોટા સ્વામીવાત્સલ્ય (નવકારશી) કરવાં. ૧૦ પાંચ જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરાવનારી જૈન વિદ્યાશાળાઓ સ્થાપવી. ૧૧ પાંચ ચૈત્યો પર ધ્વજારોપણ દંડકળશારોપણ કરવાં. ૧૨ શ્રી સંઘને (શ્રાવક-શ્રાવિકાઓને) પહેરામણી કરવી. ૧૩ શ્રી ફળાદિ ઉત્તમ ઉત્તમ વસ્તુઓની પ્રભાવનાઓ કરવી. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જ્ઞાનપદ ભજીએ રે . ઉપર બતાવેલી સર્વ કરણી શ્રીમંત ગૃહસ્થે તેમજ રાજા અને દીવાન વિગેરે જો એ તપ કરતા હોય તો તેમણે ઉજમણાના પ્રસંગે કરવાની આવશ્યકતા છે. તેમજ ઉજમણામાં મૂકવાની વસ્તુઓમાં પણ શક્તિ અનુસારની સોનાની, ચાંદીની, જર્મન સીલ્વરની તેમજ અન્ય ધાતુની વસ્તુઓ મૂકવી, તેમજ વસ્ત્રાદિ પણ કિંમત અનુસાર કશબી, રેશમી તેમજ સુતરાઉ મૂકવાં. // ઉજમણામાં મૂકવાની વસ્તુઓ । (જ્ઞાનનાં ઉપકરણો) મૂકવા ૪ ૧ પુસ્તક (જૈન સિદ્ધાંતો, પંચાંગી, ગ્રંથો વિગેરે લખાવીને અથવા છપાવેલી ઉપયોગી બુકો મૂકવી.) કરાવવી ૩ કવળી, સાપડી, ૫ સાપડા, ૬ લેખણ, (કાંઠા, વતરણા) 9 છરી, ૮ કાતર, ૯ પુસ્તક રાખવાના ડાબલા, ૧૦ ડાબલી, (નવકારવાળી રાખવાની) ૧૧ ખડીઆ ૧૨ પાટી, (શાસ્ત્રી પાંચ કક્કા લખેલી) ૧૩ ચાબખી, (પાઠામાં નાખવામાં આવે છે તે) ૧૪ કાગળ, ૧૫ કાંબી, ૧૬ સ્લેટ, ૧૭ પેન્સીલ હોલ્ડર વિગેરે, ૧૮ પાઠાં, (ભરેલા અથવા સાદા) ૧૯ પાટલીઓ, ૨૦ પુસ્તક ખાંધવાના રૂમાલો. (દર્શનનાં ઉપકરણો) ૧ સિદ્ધચક્ર (સોનાના, રૂપાના અથવા ધાતુના), ૨ અષ્ટ મંગલિક, ૩ સિંહાસન (મોટા અથવા નાના) ૪ બાજોઠનું ત્રીગડુ (ત્રણ ત્રણ નાના મોટા બાજોઠ - રૂપે કે જર્મને મઢેલા, પીત્તળના અથવા કાષ્ટના રંગેલા) ૫ કળશ, ૬ ધ્વજા ૭ છત્રના ત્રીક રૂપાના ૮ ચામર, ૯ થાળ, ૧૦ રકાબી, ૧૧ ખુમચા, ૧૨ વાટકા (કેશર ભરવાના પ્યાલા), ૧૩ વાટકી, ૧૪ કળશા, ૧૫ ટબુડી, ૧૬ ૧. લોઢાની કોઈપણ વસ્તુ ન મૂકવી. ૨. ઠવણી, (સોનાની, રૂપાની રસેલી કે ચંદનાદિ કાષ્ટની. ૩. પુસ્તક ફરતી વીંટાય છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉજમણાનો વિધિ ૨૦૭ ફૂલછાબડી, ૧૭ ધૂપધાણા, ૧૮ આરતિ, ૧૯ મંગળદીવા, ૨૦ ડાબા (કેશર ભરવાના), ૩૧ વાસકુંપી (ધૂપ ભરવાના ડાબલા) ૨૨ દીવી, ૨૩ કંકાવટી, ૨૪ ફાનસ, ૨૫ ત્રાંબાકુંડી, ૨૬ નાની કુંડી, ૨૭ આચમની, ૨૮ ચમચા, ૨૯ થાળી, ૩૦ હાંડા, ૩૧ બોઘડા, ૩ર ઘંટ, ૩૩ ઝાલર, ૩૪ ઘંટડી, ૩૫, બાજોઠી, ૩૬ પાટલા, ૩૭ દર્પણ (કાચ), ૩૮ સિદ્ધચક્રના અને ચોવીશીના રંગીન ગટ્ટાઓ, ૩૯ પાટલુહણા, ૪૦ અંગલુહણા, ૪૧ વાળાકુંચી, ૪૨ ઓરશીઆ, ૪૩ સુખડના કકડા, ૪૪ કેશરના અને બરાસનાં પડીકાં, ૪૫ ધૂપના - અગરબત્તીનાં પડીકાં, ૪૬ ડડાસણ, ૪૭ મોરપીછી, ૪૮ પંજણી, ૪૯ રેશમી સાવરણી, પ0 નરવા અથવા મૃદંગ, કાંશજોડા, પર ઉત્તમ જાતિનાં વાજિંત્રો પ૩ પુરુષને પહેરવાનાં પૂજાનાં વસ્ત્રોની જોડ (ધોતિયું, ઉત્તરાયણ,) ૫૪ સ્ત્રીઓનાં પૂજાનાં વસ્ત્રો, પપ-કામળી પ૬ તોરણ (ગર્ભગૃહ બાંધવાના ચાંદી સોના વિગેરેનાં), પ૭ મુગટ, કુંડલ, બાજુબંધ, કડલી, સાકળાં, કંદોરા, બીજોરા, કંઠો [અંશ), હાર, કલગી વિગેરે જિનબિંબનાં આભૂષણો, ૫૮ ચક્ષુ, તિલક, ચાંદલા વિગેરે, ૫૯ સોનાચાંદીના વરખ, કટોરા, બાદલું વિગેરે, ૬૦ હિંગળોકનાં પડીકા.' ચારિત્રનાં ઉપકરણો - સાધુ મુનિરાજના ઉપયોગમાં આવે તેવાં - ૧ ઓઘા (પાઠા, દર્શી દાંડી, નિશીથિયા, ઓઘારીયા સહિત તૈયાર કરેલા), ૨ મુહપત્તિ, ૩ ચોલપટ્ટા જ કપડા, ૫ ખભે નાખવાની કામળી, ૬ ઓઢવાની કામળી, ૭ જોળી, ૮ પલ્લા, ૯ કટાસણા (સંથારિયા), ૧૦, ૧૧ પાત્રાની જોડ, ૧૨ તાપણી, ૧૩ ચેતના, ૧૪ લોટ (મોટો કાષ્ટનો પાણી ભરવાનો), ૧૫ નાની સુપડી, ૧૬ નાની પાટલી, ૧૭ નાની ચરવળી, ૧. તંબોલાદિ માટે રાળ તૈયાર કરવા. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જ્ઞાનપદ ભજીએ રે ૧૮ ડડાસણ (પગ લુંછવાના ને રાત્રે વાપરવાના), ૧૯ સ્થાપનાચાર્ય, ૨૦ સ્થાપનાચાર્યની મુહપત્તિઓ વિગેરે, ૨૧ ગુચ્છા, ૨૨ વાસક્ષેપના વાટવો, ૨૩ કંદોરા વિગેરે કરવાના દોરા. શ્રાવકના ઉપયોગમાં આવે તેવા - ૧ ચરવળા, ૨ મુહપત્તિ, ૩ કટાસણા, ૪ નવકારવાળી (સોનાની, ચાંદીની, પરવાળાની, સ્ફટિકની, અકલબેરની, સુખડની, સુતરની, અગરની, કેરબાની, રુદ્રાક્ષની વિગેરે.) ૫ ધોતી, ૬ ઉત્તરાયણ, ૭ ઘડી, ૮ ઘડિયાળ, ૯ પાંચપદની ટીપ, ૧૦ નવપદની ટીપ, ૧૧ દેરે લઈ જવાના વાટવા, ૧૨ જોરણી, ૧૩ નવકારવાળીની ખલેચી ત્રણેનાં મિશ્ર ઉપકરણો જ્ઞાનની પાછળ, પ્રભુની પાછળ તેમજ ગુરુની પાછળ બંધાય તેવા તેમજ તેની સાથે જ કરવામાં આવે છે તેવાં ઉપકરણોને મિશ્ર ઉપકરણો ગણવામાં આવ્યાં છે. ૧ પંઠિયું, ર જરમર ચંદરવો, ૩ તોરણ, ૪ રૂમાલ. આ ચાર વાનાંની સાથે જ પાઠાં, પાટલી, વાટવા, જોરણી, ખલેચી, કવળી, ચાબખી, દરે લઈ જવાની કોથળી વિગેરે કરાવવામાં આવે છે ને ઠવણી બંધાવવામાં આવે છે. આ સઘળી ચીજોની સંખ્યા જ્ઞાનપંચમી તપના ઉજમણા માટે ઉપર જણાવી છે. ઉપરાંત નવપદનું ઉજમણું હોય તો નવ નવ, મૌન અગ્યારશનું હોય તો અગ્યાર અગ્યાર ને વીશ સ્થાનક તપનું હોય તો વીશ વીશ, કર્મસૂદન તપનું હોય તો આઠ આઠ અથવા ચોસઠ ચોસઠ એ પ્રમાણે સમજવી. ઉજમણું કરવાથી તપના ફળની વૃદ્ધિ થવા સંબંધી શ્રી પ્રવચન સારોદ્ધારાદિ ગ્રંથોમાં કહ્યું છે. તેમજ શ્રી પદ્યવિજયજી મહારાજ નવપદની પૂજામાં અને શ્રી વીરવિજયજી ચોસઠ પ્રકારની પૂજાના For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉજમણાનો વિધિ ૨૦૯ કળશમાં લાવ્યા છે. માટે તપસ્યાને પ્રાંતે અવશ્ય યથાશક્તિ ઉજમણું કરવું. જ્ઞાનપંચમી તપના ત્રણ પ્રકાર આ તપ કેટલી મુદત સુધી કરવો તેના પ્રમાણને અંગે તેના ત્રણ પ્રકાર છે. લઘુ પંચમી તપ, જ્ઞાનપંચમી તપ અને ઉત્કૃષ્ટ પંચમી ત૫. ૧ લઘુ પંચમી તપ- આ તપ પોષ અને ચૈત્ર માસ વર્જીને બીજા કોઈપણ માસની શુકલ પંચમીથી શરૂ કરવો. અને દરેક માસના શુકલ ને કૃષ્ણ બન્ને પક્ષમાં પંચમીને દિવસે ઉપવાસ કરવો. એ પ્રમાણે એક વર્ષ પર્યત ૨૫ ઉપવાસ કરવા. બીજી વિધિ અને ઉજમણું વિગેરે જ્ઞાનપંચમીના તપ પ્રમાણે કરવું. ૨ જ્ઞાનપંચમી તપ- આ તપ માગશર, માઘ, ફાગુન, વૈશાખ, જ્યેષ્ઠ અને અષાઢ એ માસમાંથી કોઈપણ માસની શુકલપંચમીએ ગ્રહણ કરવો અને પાંચ વર્ષને પાંચ માસ પર્યત કરવો. એટલે ૬૫ ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે. આ તપ જ પ્રાયઃ વિશેષ કરવામાં આવે છે. તે દર માસની શુકલપંચમીએ જ કરવામાં આવે છે. તેની વિધિ આ બુકના પ્રારંભમાં જ લખવામાં આવી છે. જો એ ઉપવાસને દિવસે કરવામાં આવે તો જિનભક્તિ સવિશેષે કરવી. પંચજ્ઞાનની પૂજા ભણાવવી. ફળ નૈવેદ અનેક પ્રકારના ઉત્તમ ઉત્તમ પ્રભુ પાસે ઢોકવા અને પછી ચૈત્યવંદન સ્તવનાદિ વડે ભાવપૂજા કરવી. - ૩ ઉત્કૃષ્ટ પંચમી તપ- આ તપ થાવજીવિત કરવામાં આવે છે અને દરેક શુકલપંચમીએ ઉપવાસ કરવામાં આવે છે. તેનો વિધિ પૂર્વે બતાવ્યા પ્રમાણે જ છે. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જ્ઞાનાચાર* આ જગતમાં ભવ્ય પ્રાણીઓના ચિત્તને ઉત્તમ રુચિ ઉત્પન્ન કરનાર શ્રીમાન્ જૈનમતને વિષે સારભૂત સમ્યક્ આચાર પાંચ પ્રકારનો કહ્યો છે- જ્ઞાન, દર્શન, ચરણ (ચારિત્ર), તપ અને વીર્ય. જો કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન, એ પ્રમાણે જ્ઞાનના પાંચ ભેદ છે, તો પણ અહીં કાળ, વિનય, વિગેરે આઠ પ્રકારનો જ્ઞાનાચાર કહેવામાં આવશે, અને તે શ્રુતજ્ઞાનમાં જ સંભવે છે, તેથી અહીં શ્રુતજ્ઞાન વિષે જ અધિકાર છે, એમ જાણવું. શ્રુતજ્ઞાનથી જ બાકીનાં શાનો પ્રકાશે છે; કેમકે શ્રુતજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ પ્રાયઃ બીજાં જ્ઞાનો પ્રાપ્ત થાય છે. વળી એક અપેક્ષાએ કેવળજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાનનું અધિકપણું છે (ઉત્કૃષ્ટ પડ્યું છે) તે વિષે પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે- “ ઓઘે કરીને (સામાન્ય રીતે) પિંડવિશુદ્ધાદિક શ્રુતજ્ઞાનને વિષે ઉપયોગવંત એટલે કે શ્રુતને અનુસારે “આ કલ્પ્ય છે, આ અકલ્પ્ય છે” એવી રીતે જાણતા શ્રુતજ્ઞાની જો કોઈ પણ કારણથી અશુદ્ધ આહાર લાવે; તો પણ કેવળજ્ઞાની (કેવળી) તેનો આહાર કરે છે. જો કેવળી તે આહાર ગ્રહણ ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણિક થાય. કારણ કે છદ્મસ્થ સાધુ શ્રુતજ્ઞાનના બળે કરીને જ શુદ્ધ આહારની ગવેષણા કરી શકે છે. તે સિવાય બીજી રીતે કરી શકતા નથી. તેથી જો કદાચ શ્રુત-જ્ઞાનીએ શ્રુતને અનુસારે ગવેષણા કર્યા છતાં પણ “અશુદ્ધ આહાર આણ્યો' એમ કહીને કેવળી તેનો આહાર ન કરે, તો શ્રુત ઉપર અવિશ્વાસ થાય, અને તેથી કોઈ પણ શ્રુતનું પ્રમાણ ન કરે તથા શ્રુતજ્ઞાનના અપ્રામાણ્યથી સર્વત્ર ક્રિયાના લોપનો જ્ઞાનપદ ભજીએ રે * આ વિભાગ શ્રી આચાર પ્રદીપ ગ્રંથમાંથી લઈને તેનું ભાષાંતર કરેલું છે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચાર ૨૧૧ (અભાવનો) પ્રસંગ આવે, કેમકે છઘોને શ્રત વિના ક્રિયાકાંડનું જ્ઞાન શાથી કરવું?” તથા વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે “શ્રુતજ્ઞાન મહર્દિક (સૌથી મોટું) છે, અને ત્યાર પછી કેવળજ્ઞાન છે. કારણ કે શ્રુતજ્ઞાન પોતાનો અને બીજા જ્ઞાનોનો વિભાગ કરનાર છે. અર્થાત્ શ્રુતજ્ઞાનથી જ શ્રુતજ્ઞાન અને બીજાં જ્ઞાનોની સમજણ પડે છે. શ્રુતજ્ઞાન એટલે દ્વાદશાંગી સંબંધી જ્ઞાન. - જ્ઞાનાચારના આઠ ભેદ છે. જ્ઞાન આ ભવ અને પરભવને વિષે હિતકારક છે, કારણ કે પ્રાયઃ જ્ઞાનથી જ ઈષ્ટકાર્યની સિદ્ધિ થાય છે. જ્ઞાન વિના વિપરીત ફળની પણ પ્રાપ્તિ થાય છે, અને તે સર્વ જનને અનુભવસિદ્ધ છે. જેમ કે - ભોજન, ગમન, આચ્છાદન (પહેરવું), શયન, બેસવું, બોલવું, થયેલી વાત કહેવી, સ્નાન, પાન, ગાયન, વિજ્ઞાન (કલા), દાન, ગ્રહણ, નિવાસ, પ્રીતિ, વૈર, સ્વજનતા, પિશુનતા, સેવા (નોકરી), યુદ્ધ, ઔષધ, મંત્રસાધન, દેવની આરાધના, થાપણ મૂકવી વિગેરે વિશ્વાસનાં કાર્યો, તથા રાજ્યનો વ્યાપાર એ વિગેરે સર્વ કાર્યોમાં જો કદાચ ભાવિ (થવાના) અનર્થનું જ્ઞાન હોય તો તેમાં મનુષ્ય શી રીતે પ્રવર્તે? અને તે જ અનર્થની શંકાવાળા ભોજનાદિકમાં ઈષ્ટ સિદ્ધિ થશે, એવું જો જ્ઞાન હોય તો તેમાં કેમ ન પ્રવર્તે ? કહ્યું છે કે દ્વેષાદિક સર્વ દોષો કરતાં પણ અજ્ઞાન એ મોટુ કષ્ટ છે, કેમકે અજ્ઞાનથી આવરેલો જીવ હિત અથવા અહિત પદાર્થને જાણતો નથી. અને જ્ઞાન એ પ્રયત્ન વિનાનો પ્રદીપ (દીવો) છે, નિરંતર ઉદય પામેલો સૂર્ય છે, ત્રીજું લોચન છે અને ચોરી ન શકાય કે હરણ કરી ન શકાય તેવું ધન છે,” વળી કહ્યું છે કે“પાપથી નિવૃત્તિ, કુશળપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ એ ત્રણે જ્ઞાનથી જ થાય છે."તત્ત્વને વિષે શ્રદ્ધા રાખવા રૂપ જે દર્શનાદિક, તે પણ જ્ઞાનથી જ થાય છે.” તત્ત્વને વિષે શ્રદ્ધા રાખવા રૂપ જે For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે દર્શનાદિક, તે પણ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. કેમકે આપ્ત વિગેરેના ઉપદેશ વડે જ્યાં સુધી તત્ત્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તેના પર શ્રદ્ધા શી રીતે થઈ શકે? તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે -“જ્ઞાન વડે પદાર્થો જણાય છે, દર્શન વડે તે પર શ્રદ્ધા થાય છે, ચારિત્ર વડે તેનું ગ્રહણ થાય છે, અને તપ વડે શુદ્ધ થવાય છે.’” તેથી કરીને જ પાંચે આચારોમાં જ્ઞાનાચાર સૌથી પ્રથમ કહેવાય છે.” તેથી કરીને જ પાંચે આચારોમાં જ્ઞાનાચાર સૌથી પ્રથમ કહેવાય છે, અને ત્યાર પછી દર્શનાચાર છે. દર્શનાચારની પછી ચારિત્રાચાર હોય છે. ચારિત્ર ગ્રહણ કર્યા પછી કર્મની નિર્જરા માટે તપસ્યા કરવી જોઈએ, માટે ચારિત્રાચાર પછી તપાચાર કહેવાય છે. જ્ઞાનાચાર આદિ ચારેને વિષે સર્વ શક્તિએ કરીને યત્ન કરવો, એકેને વિષે વીર્યને ગોપવવું નહિ, એ હેતુથી વીર્યાચારને છેલ્લો કહેલો છે. આથી જ્ઞાનનું પરમ ઉપકારીપણું સિદ્ધ થાય છે. જ્ઞાનમાં પણ શ્રુતજ્ઞાનનું મુખ્યપણું હોવાથી તેના આરાધન માટે સર્વ શક્તિપૂર્વક યત્ન કરવો. પુષ્પમાલા પ્રકરણમાં કહ્યું છે કે“જો કદાચ આખા દિવસમાં એક જ પદ ભણી શકાય, અથવા પંદર દિવસમાં અર્ધ શ્લોક ભણી શકાય, તો પણ જો જ્ઞાન શીખવાની ઇચ્છા હોય તો તેટલો ઉદ્યમ પણ છોડવો નહીં.” ૨૧૨ સમ્યગ્દૃષ્ટિએ ગ્રહણ કરેલું સર્વ કોઈ શાસ્ત્ર શ્રુતજ્ઞાન જ છે; કહ્યું છે કે-“વ્યાકરણ, છંદસ્, અલંકાર, નાટક, કાવ્ય, તર્ક અને ગણિત વિગેરે રૂપ શ્રુતજ્ઞાન સમ્યગ્દષ્ટિના ગ્રહણ કરવાથી પવિત્ર થયું છતું જયવંતુ વર્તે છે.” સમગ્ર શાસ્ત્રની વાત તો દૂર રહો, પરંતુ એક શ્લોક વિગેરેનું જ્ઞાન પણ મોટા ગુણને માટે થાય છે. કહ્યું છે કે “જેમ દોરડાની રાશ કુમાર્ગે ચાલતા બળદને તથા ચોકડું ઘોડાને સન્માર્ગે લઈ જાય છે, તે જ પ્રમાણે જ્ઞાન પણ ‘આમ' નામના રાજાને, ‘મુંજ’ રાજાને તથા ‘યવ’ નામના ઋષિ વિગેરેને For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીપાલ રાજાની કથા ૨૧૩ સન્માર્ગે લઈ જનાર થયું છે." શ્રુતજ્ઞાનનું આરાધન કરવાથી “પૃથ્વીપાલ” રાજાની જેમ તે જ ભવમાં કેવળજ્ઞાન પણ સુલભ થાય છે. તેની કથા નીચે પ્રમાણે પૃથ્વીપાલ રાજાની કથા પૃથ્વીપુર નામના નગરમાં સમગ્ર પદાર્થોની પરીક્ષા કરવામાં વિચક્ષણ અને તાત્કાલિક બુદ્ધિવાળો પૃથ્વીપાલ નામે પૃથ્વીપતિ (રાજા) હતો. “ધર્મથી ઇષ્ટની પ્રાપ્તિ અને અધર્મથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે.” આ પ્રમાણેના શાસ્ત્રના વાક્યનો જુદા જુદા દર્શનમાં સંવાદ હોવાથી તે રાજાને શાસ્ત્રો ઉપર બહુમાન નહોતું. કારણ કે તે રાજા કેટલાએક પુણ્યવંત મનુષ્યોને નિરંતર દારિદ્ર અને આધિ વ્યાધિથી દુ:ખી થતા જોતો હતો, તથા કેટલાએક પુણ્યરહિત મનુષ્યોને સામ્રાજ્ય સુખને ભોગવતો જોતો હતો. તે ચતુર રાજા એકાદ (રાત્રે) નગરચર્ચા જોવાને ગુપ્ત વેષ ધારણ કરી ફરતો ફરતો કોઈ વિદ્યામઠ પાસે આવ્યો. તેણે પાઠકે બોલાતો એક ઉજ્જ્વળ યશની જેવો શ્લોક સાંભળ્યો सर्वत्र सुप्रियाः सन्तः, सर्वत्र कुधियोऽधमाः । સર્વત્ર દુ:દ્ધિનાં દુ:દ્ધ, સર્વત્ર સુદ્ધિનાં સુલમ્ IIL I અર્થ “સત્પુરુષો સર્વત્ર અતિ પ્રિય હોય છે, અધમ પુરુષો સર્વત્ર દુષ્ટ બુદ્ધિવાળા હોય છે, દુઃખી માણસોને સર્વત્ર દુ:ખ હોય છે, અને સુખી માણસોને સર્વત્ર સુખ હોય છે.” આ શ્લોકમાં કહેલી બાબત સત્ય છે કે નહીં ? તેની પરીક્ષા કરવાની ઇચ્છાથી તે રાજાએ બીજે દિવસે કૃત્રિમ કોપ કરીને એક ઘણા ગુણો વડે પ્રસિદ્ધ એવા મહા સત્પુરુષને પોતાના સેવકો દ્વારા For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જ્ઞાનપદ ભજીએ રે બોલાવ્યો, અને તેને કહ્યું કે “ હાથીની જેમ મદાંધ થયેલા તારા પુત્રે મારી આપેલી આજ્ઞા રૂપી અર્ગલા (સાંકળ) ને મારા ચર પુરુષના સમક્ષ બળથી તોડી નાંખી છે. આ પ્રમાણે અત્યંત કૃત્રિમ કોપ કરીને દોષનો આરોપ કરી રાજાએ તેને તેના પુત્ર સહિત ચોરની જેમ કારાગૃહમાં નાખ્યો. અને પોતાના અતિ વિશ્વાસુ ચરપુરુષોને ગુપ્ત રીતે તેમની વાતો સાંભળવા માટે આજ્ઞા કરી. પછી રાજાએ કપટથી પોતાના શરીરમાં અત્યંત વ્યાધિ થયાનું પ્રગટ કર્યું તેથી ગુપ્તચર પુરુષો પણ પરસ્પર આ પ્રમાણે બોલવા લાગ્યા કે - “આજે રાજાનું શરીર આયુષ્યના અંત જેવું થયું જણાય છે. આવા આકસ્મિક મહાવ્યાધિથી જીવિતની આશા ક્યાંથી જ હોય?” આ પ્રમાણે નજીકના ચાર પુરુષોથી થતી વાત સાંભળીને સ્વભાવથી જ પરહિતકાંક્ષી એવા તે પિતા અને પુત્ર મહા શોક પામ્યા અને નિઝરણાંની જેમ ચક્ષુમાંથી અશ્રુ મૂકવા લાગ્યા. પછી તે બન્ને પરસ્પર હૃદયમાં રહેલી વાતો કરવા લાગ્યા કે – “હા! હા! રાજાના શરીરમાં આ અકસ્માત શું થયું? ગમે તે થયું હોય પણ પરિણામે આ રાજાનું કાંઈ પણ અહિત ન થાઓ. જો કે આ રાજાએ આપણને સહસાકારે ફોગટ દુઃખમાં નાખ્યા છે, અને આ રાજાનું મરણ થયેથી આપણે જલ્દી છૂટી શકીએ ખરા. કારણ કે નવો રાજા રાજ્ય મળવાથી સમગ્ર કેદીઓને છોડી મૂકે છે અને કેદીઓને છોડ્યા પછી જ નવા રાજાને અભિષેકોત્સવ કરવાનો રિવાજ છે, એ સિવાય બીજી રીતે આપણે છૂટીએ તેવું કોઈ પ્રકારે જણાતું નથી. વળી આજ્ઞાભંગનો આક્ષેપ કરનાર અને અત્યંત ક્રોધાયમાન થયેલો આ રાજા આપણને કોણ જાણે કેવી કદર્થના પમાડશે? તેની ખબર પડતી નથી. કહ્યું છે કે-“રાજાઓની આજ્ઞાનો ભંગ, મહા પુરુષના માનનું ખંડન, અને બ્રાહ્મણની વૃત્તિ (જીવિકા)નો નાશ, એ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પૃથ્વીપાલ રાજાની કથા શસ્ત્ર વિનાનો વધ કહેવાય છે.” આ પ્રમાણે હોવા છતાં પણ જગા જીવનરૂપ આ રાજા ચિરકાળ સુધી જીવતો રહો. બીજા જીવનું પણ અનિષ્ટ ચિંતવવું યોગ્ય નહીં, તો રાજાનું અનિષ્ટ શી રીતે ચિંતવવા લાયક હોય? વળી આપણને જે આ દુઃખ પ્રાપ્ત થયું છે, તે તો આપણા જ દુષ્કર્મે થયેલું છે, તેમાં આ રાજાનો કાંઈપણ દોષ નથી. જો એમ ન હોય તો હોશિયાર રાજા પરીક્ષા કર્યા વિના આમ કેમ કરે? કહ્યું છે કે - “સર્વ જીવો પોતાનાં પૂર્વે કરેલાં કર્મોના ફળવિપાકને પામે છે; તેમાં અપરાધ (હાનિ) અથવા ગુણ (લાભ) કરવાને વિષે બીજો તો નિમિત્તમાત્ર જ છે.' જ્યારે કર્મ બળવાન હોય છે ત્યારે અચિંત્યો જ મર્મસ્થાનમાં ઘા વાગે છે. અને તે વખતે જ પ્રાણનું રક્ષણ કરનાર કોઈપણ થતું નથી. તેમજ કાંઈ પણ આધાર કે વિચાર પણ કામ આવતા નથી. તથા આપણા કર્મના વશથી આપણું જે થવાનું હોય તે થાઓ, પરંતુ આ રાજાનું તો સર્વથા શુભ જ થાઓ, એટલાથી જ આપણને સર્વ રીતે સંતોષ છે.” આ પ્રમાણે તે પિતા અને પુત્રની પરસ્પરની વાતોને ગુપ્ત રીતે સાંભળનારા ચર પુરુષોએ તત્કાળ આવીને રાજા પાસે સ્પષ્ટ રીતે જાહેર કરી. એટલે રાજા મનમાં આનંદિત થયો. પછી પુષ્ટ, અને તુષ્ટ થયેલા રાજાએ ક્ષણવાર પછી પોતાના શરીરની સુખાકારી પ્રગટ કરી. અને પેલા બન્નેને ઘણા માનપૂર્વક પોતાની પાસે બોલાવ્યા. પછી નિર્મળ બુદ્ધિવાળા રાજાએ કાર્યની વ્યગ્રતાથી સંભાળ લેતાં વિલંબ થયાનું જણાવી તેમનો સત્કાર કરી તેમને રજા આપી, એટલે તે બન્ને હર્ષ પામતા પોતાને ઘેર ગયા. આ સર્વ શુભ સ્વભાવનું જ ફળ છે. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જ્ઞાનપદ ભજીએ રે. શ્લોકના પહેલા પાકની આ પ્રમાણે પરીક્ષા કર્યા પછી રાજાએ બીજા પાકની પરીક્ષા કરવાનો આરંભ કર્યો. નગરના કોઈક અતિ નીચ પ્રકૃતિવાળા પિતા-પુત્રને કૃત્રિમ બહુમાન આપીને મંત્રી વિગેરેથી પણ અધિક માનવાળા કર્યા. પછી એકદા પ્રથમની જેમ રાજાએ પોતાની કૃત્રિમ તીવ્ર વ્યાધિને પ્રગટ કરી, પોતાના આયુષ્યના અત્તની સ્થિતિ ચરપુરુષો દ્વારા તેમને જણાવી. તે સાંભળીને અધમ સ્વભાવવાળા તે બન્ને પોતાની પ્રકૃતિને યોગ્ય એવી વાતો કરવા લાગ્યા, કેમકે એકાંત સમયય હૃદયનો ભાવ પ્રકટ થાય છે. તે સમયે ગુપ્ત રીતે રાખેલા ચાર પુરષો તેમની વાતો પણ સાંભળતા હતા. તે પિતા તથા પુત્ર આ પ્રમાણે પરસ્પર બોલવા લાગ્યા - “આ રાજા જો હમણાં જ મરે, તો આપણે આનંદથી અપુત્રિયા રાજાના સમગ્ર સામ્રાજ્યનો ઉપભોગ કરીએ. રાજ્યમાં આપણને કોણ માનતું નથી ? સર્વ માને છે અથવા કદાચ કોઈક નહીં માને, તો તેને તત્કાળ હણીને પણ આપણે રાજ્ય કરશું. નવા રાજાની એવી જ રીતે હોય છે. કદાચ રાજ્ય લેવાને આપણે સમર્થ નહીં થઈએ, તો પણ સ્વેચ્છાએ રાજાનું સર્વસ્વ લુંટી લઈને અંત:પુરની રાણીઓ સાથે અને નગરની સ્ત્રીઓ સાથે સુખભોગ તો સુખેથી ભોગવશું. માટે આ રાજાનું પોતાની મેળે જ મરણ થાય છે, તે સારું છે, નહીં તો આપણે તેને મારવાની જરૂર પડત. કેમકે રાજગૃહની અંદર ફરનારા આપણને શું દુઃસાધ્ય છે?" આ પ્રમાણે તે દુષ્ટ બુદ્ધિવાળા દુષ્ટોની પાપિષ્ટ વાતચીત સાંભળીને પેલા ગુપ્તચર પુરુષોએ તે વાત રાજાની પાસે કહી શકાય તેવી ન હોવા છતાં પણ ગુપ્ત રીતે જણાવી. તે સાંભળીને અત્યંત કોપથી કંપતા જાગૃત ન્યાયવાળા તે રાજાએ તત્કાળ તે બંનેનો નિગ્રહ કર્યો. રાજાઓને દુર્જનનો તિરસ્કાર અને સર્જનની પૂજા કરવી ઉચિત જ છે. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૭. પૃથ્વીપાલ રાજાની કથા આ પ્રમાણે બે પદની પરીક્ષા કરીને ત્રીજા પદની પરીક્ષા કરવા માટે રાજાએ પોતાના ચર પુરુષો દ્વારા જન્મથી દારિત્ર્ય વડે દગ્ધ થયેલા એક રાંક ભિક્ષુકને બોલાવ્યો. તેના હાથમાં ભિક્ષા માંગવા લાયક એક કર્પર (હઠીક) હતું, તેણે કંથાની જેવા ફાટેલા જૂના વસ્ત્રનો એક કકડો પહેરેલો હતો, ચાલતાં ટેકો આપવા માટે લાકડીનો કકડો હાથમાં હતો, તેની ગતિ અલિત થતી હતી, અને તેનું શરીર અત્યંત કૃશ હતુ. આવા તે ભિખારીને જોઈને રાજાએ કહ્યું કે-“હે ભિક્ષુક! તારા શરીરને અભંગ, મર્દન, ઉદ્વર્તન, સ્નાન, ભોજન, વસ્ત્ર, શય્યા અને આસન એ વિગેરે ઈચ્છિત વસ્તુ આપવા વડે હું તને સુખી કરીશ, તું મારી પાસે રહે અને સુખેથી મનુષ્યને મળતાં સુખો ભોગવ. આ ભિક્ષુકના વેષને છોડી દે અને બીજા ઉત્તમ વેષને ધારણ કર. તારા નસીબને પણ ફેરવી નાખીને હું તને પૃથ્વીપતિ સમાન બનાવી દઈશ, કેમકે કલ્પવૃક્ષની જેમ હું પ્રસન્ન થયેથી તારે દુષ્માપ્ય શું છે ?” આ પ્રમાણે ઘણી રીતે કહ્યા છતાં પણ તે પ્રારબ્ધહીન ભિક્ષુક જરા પણ વિશ્વાસ ન પામ્યો, અને જેમ મિથ્યાત્વી પ્રાણી મિથ્યાત્વનો ત્યાગ ન કરે, તેમ તેણે પોતાના - વેષનો ત્યાગ કર્યો નહીં. જ્યારે રાજપુરુષો તેને બળાત્કારે વેષ મુકાવવા લાગ્યા ત્યારે તેને જાણે કોઈએ માર્યો હોય તેમ તે રોવા લાગ્યો. તે જોઈને રાજાએ તેને કહ્યું કે “તારો વેષ કાયમ રાખીને ' પણ તું ભોજનાદિક વડે સુખ ભોગવ.”તે સાંભળીને પ્રસન્ન થયેલો તે ભિક્ષુક જેમ પહેલા કષાય (અનંતાનુબંધી)ના ઉદયવાળો જીવ (પ્રથમ પામેલા) સર્વ સમ્યકત્વને વમી નાંખે, તેમ પ્રથમ પ્રેતની - જેમ ઘણું જમ્યો, અને પછી તત્કાળ તે સર્વનું વમન કર્યું. કહ્યું છે કે - દૈવનું (કર્મનું) ઉલ્લંઘન કરીને જે કાર્ય કરવામાં આવે છે, તે ફળીભૂત થતું નથી. ચાતક પક્ષીએ ગ્રહણ કરેલું સરોવરનું પાણી ગળાના રંધ્રુદ્વારાએ બહાર નીકળી જ જાય છે.” પછી રાજાએ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જ્ઞાનપદ ભજીએ રે સાયંકાળે તેને ફરીથી ભોજન કરાવીને તાંબૂલાદિક આપ્યાં. તે વખતે પણ તે નારકીની જેમ પેટની વ્યથાદિક દુઃખને સ્પષ્ટ રીતે ભોગવવા લાગ્યો. તે વ્યાધિનો રાજાએ ઉપચાર કરાવ્યો ત્યારે અતિસાર (ઝાડા)ના વ્યાધિથી તે અત્યંત પીડાયો, અને તે અતિસારનો ઉપચાર કરાવ્યો ત્યારે તત્કાળ મૃત્યુને સૂચન કરનાર વિભૂચિકા નામના વ્યાધિ વડે પીડાવા લાગ્યો. આ પ્રમાણે રાજાએ ઉત્તમ યત્ન કર્યા છતાં પણ તે રક્ત, અતિસાર, તીવ્રજ્વર, પિત્ત, કફ અને વાત વિગેરેના વ્યાધિથી પીળ્યો, પણ દૈવથી હણાયેલો તે જરા પણ સુખ પામ્યો નહીં. પ્રતે જડ બુદ્ધિવાળાને ગુરુ મહારાજની જેમ રાજાએ તેને કોઈ પણ પ્રકારે વિવિધ પ્રકારના દુષ્કર ઉપાયો વડે સાજો થયેલો કર્યો. ‘ઉદ્યમ વડે શું ન થાય? પૃથ્વીપાલ રાજા તેને સાજો થયેલો જોઈ અત્યંત ખુશી થયો. ત્યારે અહંકાર અને હુંકાર કરતો તે દ્રમક એક દિવસે પોતાના કૃત્યથી કરાયેલા દુર્દેવથી પ્રેરાયો હોય તેમ વિષવૈદ્યને ઘેર ગયો. ત્યાં દવાઓની મેળવણીથી વિષમ થયેલું એક જાતનું વિષ તેની દૃષ્ટિએ પડ્યું. એટલે તરત જ નષ્ટ બુદ્ધિવાળા તે કમકે તેને સંધ્યું, સુંઘવા માત્રથી પણ તે વિષ પરાધીનતાને કરનારું હતું તેથી તે વૈધે તેને એકદમ અટકાવ્યો અને કહ્યું કે “આ તે શું કર્યું? વિચાર્યા વિના જે કામ કરવું તે મરણપર્યંત દુઃખને દેવાવાળું થાય છે. એટલે તે ભિક્ષુક બોલ્યો કે - “હે વૈદ્ય! જેમ અનર્થથી અટકાવે તેમ આ સુગંધી પદાર્થ સુંઘતા મને કેમ અટકાવો છો?” વૈધે કહ્યું કે, “હે મૂર્ખ ! તીવ્ર વિપાકથી ગૌરવતાને પામેલું આ મહાવિષ તે સુંબું, તેથી આ જન્મમાં તો તારે સુખનો વિનાશ જ થયો. આજથી પાંચે ઈન્દ્રિયોના વિષયોને લગતા પદાર્થોમાંથી એક પણ ઈષ્ટ પદાર્થ તારે સુખને માટે સેવવો નહીં, અને જો સેવીશ તો તત્કાળ તારું મરણ જ થશે. હવે તારે લૂખું રસ વિનાનું અલ્પ ભોજન કરવું, જેવું તેવું પાણી પીવું, જીર્ણ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીપાલ રાજાની કથા ૨૧૯ અને ફાટેલાં વસ્ત્રો પહેરવાં, તથા ભોગનો ત્યાગ કરવો, પરીષહ સહન કરવા અને અનિયમિત વસવું. એ વિગેરે મુનિની જેવી મર્યાદા વડે જો રહીશ, તો તું જીવતો રહીશ, અન્યથા જરૂર મરણ પામીશ. જીવોના પરિણામની જેમ ઔષધોના પરિણામો પણ ઘણા વિચિત્ર હોય છે.” આ પ્રમાણે સાંભળીને દીન ચિત્તવાળા તે ઢમકે ઘણી માંદગીવાળા આતુર માણસની જેમ તે સર્વ અંગીકાર કર્યું. કેમ કે “મનુ મરણના ભયથી દુષ્કર એવું પણ શું નથી કરતો? સર્વ કરે છે.” પછી યતિના આચાર પ્રમાણે વર્તતા તે દ્રમુકને રાજાદિકે ચારિત્ર ગ્રહણ કરવા માટે ઘણું કહ્યાં છતાં પણ તે તુચ્છ મનવાળાએ યતિપણું અંગીકાર કર્યું નહીં. કેમકે યતિપણું તો મહા સાત્ત્વિક પુરુષોથી જ સાધી શકાય તેવું છે. પૂર્વે કહેલા શ્લોકના ત્રીજા પદના અર્થને જાણે સિદ્ધ કરવા માટે જ હોય, તેમ તેણે દીક્ષા ગ્રહણ કરી નહીં, કારણ કે પ્રવજ્યા લેવાથી તો આગામીકાળે સુખની પ્રાપ્તિ થાય છે. તે આ દ્રમકને ક્યાંથી હોય? કહ્યું છે કે - તૃણના સંથારા પર બેઠેલા, રાગ, દ્વેષ અને મોહરહિત એવા શ્રેષ્ઠ મુનિ જે મુક્તિની જેવું સુખ પામે છે, તે સુખને ચક્રવર્તી પણ ક્યાંથી પામે? જો તે દ્રમકે ધર્મબુદ્ધિથી આવું કષ્ટ સહન કર્યું હોત તો કોણ જાણે કેવું ઉત્તમ ફળ પામત? પરંતુ આવા પશુની જિંદગીમાં સહન કરવા પડે તેવા કષ્ટને આ સંસારમાં પડેલા જીવો સંસારમાં રહ્યા છતાં ખુશી થઈને સહન કરે છે, પરંતુ મુનિપણું સ્વીકારતા નથી. તે મહા આશ્ચર્ય છે. - આ પ્રમાણે ત્રીજા પદના અર્થની પરીક્ષા કરીને હવે ચોથા પદની પરીક્ષા કરવા માટે તીવ્ર બુદ્ધિવાળા રાજાએ ઉપાયનો વિચાર કરતાં આ પ્રમાણે ચિંતવ્યું કે “માત્ર પરીક્ષાને જ માટે બીજા સુખી માણસને શા માટે ફોગટ દુઃખે દેવું? માટે હું પોતે જ પરદેશમાં જઈ એ પાકની પરીક્ષા કરું.” આ પ્રમાણે વિચારીને બીજે જ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જ્ઞાનપદ ભજીએ રે દિવસે રાજા રાજ્યનો ભાર મંત્રીને સોપીને રાત્રિને સમયે એકલો . નગર બહાર નીકળી ગયો. માર્ગે ચાલતાં તેણે વિચાર કર્યો કે“મારા દેશમાં તો સમગ્ર લોકો મને જાણે છે, તથા સેવકની જેમ વિશેષ પ્રકારે મારી ભક્તિ કરશે, તેથી આ દેશ મૂકી પરદેશ જવું જોઈએ. પરંતુ જલ્દીથી દૂર દેશ શી રીતે જવાશે?” આ પ્રમાણેની : ચિંતાથી ઉદ્વેગ પામેલો રાજા માર્ગે ચાલતાં થાકી જવાથી એક વડવૃક્ષની તળે બેઠો. તે વખતે તે વૃક્ષ પર રહેનાર યક્ષને તેની સ્ત્રી યક્ષિણીએ કહ્યું કે- “હે પ્રિય! આપણા આશ્રયની નીચે બેઠેલો આ અભ્યાગત કોઈ મહાન પુરુષ જણાય છે, તેથી તે તમારે માનવાપૂજવા યોગ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “પોતાને ઘેર ચાલીને આવેલા સત્યરુષનું યોગ્ય સન્માન કરવું જોઈએ, તે દુઃખમાં આવી પડેલ હોય તો તેમાંથી તેમનો સારી રીતે ઉદ્ધાર કરવો જોઈએ, અને દુઃખી પ્રાણીઓ પર દયા કરવી જોઈએ. આ પ્રમાણેનો ધર્મ સર્વ મતવાળાઓને સમંત છે.” તે સાંભળીને તે યક્ષે પ્રત્યક્ષ થઈને રાજાને કહ્યું કે- “હે સજ્જન ! કહે, તારે શું ઈષ્ટ છે ? જે તું માગે તે આપવાને હું કલ્પવૃક્ષની જેમ સમર્થ છું.” તે સાંભળી વિસ્મય પામેલો રાજા બોલ્યો કે- “તમે કોણ છો ? અને કયે પ્રકારે ઈષ્ટ વસ્તુને આપવા સમર્થ છો? કારણ કે મનુષ્યોને તો અનેક પ્રકારના વાંછિત હોય છે તે વાત પ્રસિદ્ધ છે.” ત્યારે યક્ષ બોલ્યો કે- “મોટો દેવ છું, તથા મનોવાંછિતને પૂર્ણ કરવા સમર્થ છું. કેમકે અમારે સર્વ સિદ્ધિઓ અને સમૃદ્ધિઓ મનથી જ સિદ્ધ થાય છે.” તે સાંભળીને રાજાએ કહ્યું કે, “હે દેવ ! તમે શા માટે જૂઠું બોલો છો? દેવોનું પણ મનોવાંછિત સિદ્ધ થતું નથી. દેવો પણ ઘણા દુર હોય છે કેમ કે ઈચ્છે રિઝક આઇ કોઇ ચન અને લોભ ઇત્યાદિ વડે દેવો પણ દુઃખી હોય છે. તેઓ બીજા પોતાથી અધિક ઋદ્ધિવાળાથી પરાભવ પામે છે. માટે તેમને પણ સુખ ક્યાંથી ? For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીપાલ રાજાની કથા ૨૨૧ તેથી જો દેવોથી પોતાનું વાંછિત પણ સિદ્ધ થતું નથી, તો તે બીજાનું શી રીતે સિદ્ધ કરશે? માટે દેવોથી પણ અન્યનું મનોવાંછિત સિદ્ધ કરાય જ નહીં. શું રંક માણસ બીજાને રાજ્ય આપી શકે? માટે હે દેવ ! તમે વિદ્વાન્ થઈને ગર્વથી ગ્રથિલની જેમ આમ કેમ બોલો છો ? સત્યવકતા મનુષ્ય પણ આવું અસત્ય બોલતા નથી, તો તમે દેવ થઈને કેમ બોલો છો ?” આ પ્રમાણે રાજાએ તત્ત્વ અને યુક્તિથી કહ્યું, તે સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામેલો યક્ષ બોલ્યો કે- “હે મહાપુરુષ ! તેં આ જે કહ્યું તે સર્વ સત્ય છે. દેવોને પણ બીજાની જેમ પૂર્વે કરેલા પોતપોતાના પુણ્યને અનુસારે જ કાર્ય સિદ્ધ થાય છે. તો પણ દેવની શક્તિ અચિંત્ય છે. તેથી તે ચિતવેલું કાર્ય કરી શકે છે. જેવું સુખ મનુષ્યોથી સાધી શકાતું નથી, તેવું સુખ દેવતા શીઘ્રતાથી સાધી શકે છે, માટે તું મારી પાસે કાંઈ પણ માગ. તું જે માગીશ, તે મારાથી અવશ્ય સિદ્ધ થશે, હું તે સર્વ તને આપી શકીશ. કેમકે દેવનું દર્શન નિષ્ફલ હોય જ નહીં. આ પ્રકારે સાંભળીને તે દેવનું વચન અત્યંત દૃઢ કરવા માટે રાજાએ કહ્યું કે- “હે દેવ જો તમારી ઈચ્છા એમજ હોય તો હું જ્યારે તમારું સ્મરણ કરું ત્યારે તમે મારું કાર્ય સિદ્ધ કરજો.” તે દેવે તેનું વચન અંગીકાર કર્યું. કેમકે જે પુણ્યવંત હોય છે, તેનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે, અને ચિંતવ્યા કરતાં પણ અધિક સમૃદ્ધિ - પ્રાપ્ત થાય છે. ત્યાર પછી હર્ષ પામેલો રાજા વિચાર કરવા લાગ્યો કે- “અહીં પણ હું અધિક સુખી તો થયો, તે છતાં પણ પરીક્ષાને માટે હું પરદેશ ગમન કરું.” એમ વિચારીને તે રાજાએ યક્ષને કહ્યું કે- “હે દેવ ! મને હમણાં જ પરદેશમાં (દૂરદેશમાં પહોંચાડો.” એટલે દેવશક્તિથી તે રાજા વાયુની પેઠે ક્ષણવારમાં પરદેશ પહોંચ્યો. ત્યાં પરમ નીતિના અવધિરૂપ કુશસ્થલ નામનું નગર હતું. તે નગરના સમીપના ઉદ્યાનમાં મુસાફરની જેમ તે રાજા ગંધાતા For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જ્ઞાનપદ ભજીએ રે કોઢિયા પુરુષ જેવું રૂપ ધારણ કરીને બેઠો. તે કુશસ્થળ નગરમાં ચંદ્રની જેમ લોકોને આનંદ કરતો ચંદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા નામ વડે ચંદ્ર છતાં સૂર્યની જેમ શત્રુના તેજનો નાશ કરતો હતો એ આશ્ચર્ય છે. તે રાજાને ચંદ્ર જેવા મુખવાળી પ્રિયવચના અને પ્રિયવદના નામની બે રાણીઓ હતી. પહેલી રાણી ગુણ વડે અધિક હતી, અને બીજી ચંદ્રના જેવા સુંદર મુખવાળી હતી. પુત્રથી રહિત એવી તે બન્ને સ્ત્રીઓને અત્યંત પ્રીતિનાં પાત્રભૂત એક એક પુત્રી હતી. તેમાં પહેલીનું નામ સુલોચના અને બીજીનું નામ સુવદના હતું. તે બન્ને પુત્રીઓ સરખી ઉંમરવાળી, સુંદર અને સમાન રૂપવાળી, ગુણો વડે અત્યંત શ્રેષ્ઠ અને પૃથ્વી પર આવેલી દેવકન્યાઓ જ હોય, તેવી શોભતી હતી. યોગ્ય વયે તે બન્નેને રાજાએ ઘણી કળાઓ શીખવી. જ્યારે તે બન્ને યુવાવસ્થા પામી, ત્યારે એક દિવસ તેમની માતાઓએ તેમને વિશેષ આભૂષણાદિક વડે શણગારીને રાજા પાસે મોકલી. સભામંડપમાં બેઠેલા રાજાએ કમલ ઉપર હંસીઓની જેમ તેમને પોતાના ઉલ્લંગ (ખોળામાં બેસાડી. પછી પશ્નોત્તર આદિ અનેક પ્રકારની પૃચ્છાઓના તે બને કન્યાઓએ સાક્ષાત્ સરસ્વતીની જેમ તત્કાળ ઉત્તર આપ્યા. પછી રાજાની આજ્ઞાથી મોટા મોટા પંડિતોએ પણ તેમની કલા કુશળતાની પરીક્ષા માટે અનેક પ્રકારના પ્રશ્નો પૂછયા. તે દરેકના જવાબો પણ તે બન્ને કન્યાઓએ ઘણા જ સંતોષકારક આપ્યા.' ત્યાર પછી રાજાએ પોતે બન્ને કન્યાઓને કહ્યું કે “મારા પ્રશ્નનો જવાબ તમે બેઉ બરાબર આપો કે- કર્મ (પ્રારબ્ધ) અને ઉપક્રમ ૧. આ સ્થળે ઘણા પ્રશ્નોત્તરો વિસ્તારવાળા છે, પણ તે શાસ્ત્રના અભ્યાસીને જ ઉપયોગી હોવાથી અહીં લખ્યા નથી. જિજ્ઞાસુએ આચારપ્રદીપ ગ્રંથમાંથી તે વાંચી લેવા. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૩ પૃથ્વીપાલ રાજાની કથા (ઉદ્યમ) એ બેમાં મુખ્ય કોણ? પહેલું કે બીજું ? કે તે બન્ને સમાન છે ? તે કહો.” ત્યારે પહેલી કન્યા બોલી કે- “પરાક્રમની જેમ સર્વ સ્થળે ઉપકમજ (ઉદ્યમજ) ફળ સાધનનું કારણ છે. ઉપક્રમ વિનાનું કર્મ (પ્રારબ્ધ) નિષ્ફળ છે. ભોજન, વસ્ત્ર, ધન ઉપાર્જન, અન્યનું વશીકરણ, શત્રુનો નાશ, વિદ્યાની પ્રાપ્તિ અને રાજ્યનો લાભ ઈત્યાદિ સર્વ કાર્ય ઉદ્યમથી જ સિદ્ધ થાય છે. કહ્યું છે કે “ઉદ્યમ વડે જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે, પણ મનોરથો વડે સિદ્ધ થતાં નથી, કેમકે સૂતેલા સિંહના મુખમાં પોતાની મેળે જ મૃગલાં પ્રવેશ કરતાં નથી. તેથી બિલાડીની જેમ નિરંતર ઉદ્યમ જ કરવો. જેમકે બિલાડો જન્મથી જ તેની પાસે ગાય નથી તો પણ હમેશાં ઉદ્યમ કરવાથી દૂધ પીએ છે.” તે સાંભળીને બીજી કુમારી બોલી કે- “કર્મ (પ્રારબ્ધ) વિના ઉદ્યમનું શું ફળ? કાંઈ જ નહીં. જેમ બીજ વિના ખેતી કરવાનાં સર્વ ઉદ્યમ નિષ્ફળ છે, તેમ કર્મરૂપ બીજ વિનાનો ઉદ્યમ નિરર્થક છે. કહ્યું છે કે- “ઘણા ઉપાયો કર્યા છતાં પણ ભાગ્ય વિના તેનું ફળ પ્રાપ્ત થતું નથી. કેમ કે રાહુ અમૃત પીવા જતાં ઊલટો અંગરહિત થઈ ગયો. વળી ઉદ્યમી માણસનો ઉદ્યમ પણ કર્મ વિના ફળીભૂત થતો નથી. કેમકે- "દ્ધિ મનુસરળ-કર્મને અનુસરીને જ બુદ્ધિ પ્રવર્તે છે.” એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. માટે ઉદ્યમનું પણ કારણ હોવાથી કર્મ જ પ્રધાન (મુખ્ય) છે. હે બહેન! આ સ્થળે તને હું એક દૃષ્ટાંત કહું છું કે તું સાંભળ– - કોઈ બે પુરુષો વાદવિવાદ કરતા રાજાની પાસે ગયા. તેમાં એક કર્મનું અને બીજો ઉદ્યમનું સ્થાપન કરનાર હતો. રાજાએ તો તે બન્નેને જૂઠા પાડવા માટે ચોરની જેમ કોઈ કારાગૃહ જેવા ઘરમાં તરત જ હુકમ કરીને તેમને નાંખ્યા. તે ઘરમાં ગુપ્ત રીતે સર્વ ભક્ષ્ય - વસ્તુ રખાવીને તે ઘરનાં દ્વાર બંધ કર્યો, અને તે બન્નેને રાજાએ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જ્ઞાનપદ ભજીએ રે કહ્યું કે, “હવે તમે બન્ને ઉદ્યમનું અથવા કર્મનું ફળ જુઓ. તમારી ઈચ્છાથી ભોજન કરો, અથવા ઈચ્છાથી બહાર નીકળો. ત્યારપછી ઉદ્યમવાદીએ વિચાર કર્યો કે, “કોઈ વખત કર્મ ફળીભૂત થાય છે, અને કોઈ વખત ઉદ્યમ પણ ફળનું કારણ થાય છે. એ રીતે સર્વ વસ્તુની પણ પોતપોતાના સમયને વિષે સિદ્ધિ રહેલી છે.” આ પ્રમાણે વિચાર કરીને કાંઈક વિલંબ કરી કર્મવાદી પ્રત્યે બોલ્યો કે - “હે ભાઈ ! હવે આપણે આ સ્થળે શું કરવા યોગ્ય છે, તે કહો.” કર્મવાદીએ જવાબ આપ્યો કે, પોતાની મેળે જ સૌ સારા વાનાં થશે. સુખેથી બેસી રહો, અથવા સુખેથી હરો ફરો. પરંતુ હું તો કર્મને જ પ્રમાણ કરીશ.” પછી ઉદ્યમવાદી તેના વચનની અવગણના કરીને ઊભો થઈ વિચાર કરવા લાગ્યો કે આ ઘરમાં કાંઈ પણ ખાવા યોગ્ય વસ્તુ હોય તો શોધી લઉં.”એમ વિચારીને તે ખોવાયેલી વસ્તુની જેમ ઘરમાં ચોતરફ જોવા લાગ્યો. તેવામાં તે ઓરડામાં ઉપરાઉપરી ગોઠવેલાં હાંલ્લાની ઉત્રેડમાં જોતાં વચલા માટલામાંથી વસ્ત્રના છેડાને ખેંચતા વસ્ત્રમાં વીંટેલા ઘણા ઘીવાળા, હર્ષકારક, ચાર લાડુ જોવામાં આવ્યા. પછી “હું મારા ઉદ્યમનું ફળ આ પુરુષને દેખાડું.” એમ ધારીને તેણે ગણપતિની આગળ જેમ લાડુ ધરે તેમ પેલા કર્મવાદીની પાસે તે લાડુ મૂકયા, અને બોલ્યો કે “જુઓ! હાથે પગે પાંગળા પુરુષના જ જેવું કર્મ છે કે નહીં? કેમકે તે કર્મ વડે પોતાનું કાંઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. આ પ્રત્યક્ષ ઉદ્યમનું જ મોટું ફળ દેખાય છે. તે સાંભળીને કર્મવાદી હસીને બોલ્યો કે “તમે જે મોટા કષ્ટથી ફળને પ્રાપ્ત કર્યું, તે મારી પાસે લાવીને મૂકયું, તે મારા કર્મનું ફળ જ છે, પ્રસન્ન થયેલા મારા કર્મે જ તમને પણ આ ઉદ્યમ કરવાની બુદ્ધિ આપી છે. જો એમ ન હોય, તો તું પણ મારી જેમ બેસી જ રહ્યો હોય. પણ તને For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીપાલ રાજાની કથા ૨૨૫ સ્વસ્થપણે બેસવા ન દીધો, એ જ મારા કર્મનું પરાક્રમ જાણ. માટે મારે તો કર્મ જ પ્રધાન છે, ઉદ્યોગાદિક કાંઈપણ પ્રમાણ નથી. જિનેશ્વરોને પણ કર્મ જ અનંત સુખ આપે છે.” આ પ્રમાણે તેના બોલવાથી ઉદ્યમવાદીએ પણ તેની વાતને અંગીકાર કરી. કેમકે જેનું દૃષ્ટાંત પ્રગટપણે જોયું હોય એવા દાતિકને કોણ ન માને? પછી ભાઈની જેમ વહેંચીને તે બન્ને જણ લાડુ જમવા લાગ્યા. તેમાં એક લાડુમાંથી કર્મવાદી અમૂલ્ય રત્ન પામ્યો. એક ચિત્તવાળો થઈને જે જેનું બહુમાન કરે છે તે તેને અવશ્ય ફળની પ્રાપ્તિ કરી આપે છે. અને તેના પર દેવ, ગુરુ, ધર્મ, મંત્ર, રાજા અને શેઠ વિગેરેની જેમ તે પ્રસન્ન થાય છે. આ પ્રમાણે પ્રસન્ન થયેલા કર્મે કર્મવાદીને રત્ન આપ્યું ત્યારે સમકિત દર્શન પ્રાપ્ત થવાથી ભવ્ય પુરુષની જેમ તે ઉદ્યમવાદી પણ કર્મપક્ષને વિષે દેઢ બુદ્ધિવાળો થયો. હવે તે નિર્જન સ્થાનમાં (ઘરમાં) તે રત્નવાળા મોદકનો યોગ શી રીતે થયો તે કહું છું. કેમકે જે વાત સારી રીતે જાણવામાં ન આવે તે વાત શલ્યની જેમ હૃદયમાં ખૂંચે છે. (પ્યારા) તે ઘરમાં સમૃદ્ધિવાળો એક રાજાનો સેવક રહેતો હતો. તેની સ્ત્રીએ પોતાના ધણીથી છાનું પોતાના જમાઈને આપવા માટે એક શ્રેષ્ઠ રત્ન એક મોદકમાં નાંખીને ચાર લાડુ કર્યા હતા. તે મોદકોને એક વસ્ત્રના કકડામાં બાંધી જીવિતની પેઠે ગુપ્ત રીતે ઉદ્રેડના વચલા માટલામાં મૂક્યા હતા. અન્યદા કોઇ નિમિત્તથી રાજા તે સેવક પર કોપ પામ્યો, તેથી તેને કુટુંબ સહિત એ ઘરમાંથી કાઢી મૂક્યો. કેમકે રાજાનું માન તો સ્વપ્ન જેવું જ હોય છે. તે વખતે રાજાથી ભય પામેલો તે સેવક પોતાનું સર્વસ્વ તજીને કુટુંબ સહિત ઘરમાંથી નીકળી ગયો હતો. આ પ્રકારે કર્મસંયોગે તે ઘરમાં મોદકમાં નાખેલા રત્નનો યોગ કર્મવાદી પુરુષને પ્રાપ્ત થયો. આ સર્વ હકીકત રાજાના જાણવામાં આવી For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જ્ઞાનપદ ભજીએ રે ત્યારે તે ચમત્કાર પામ્યો, અને તે બન્નેને છોડી મૂક્યો. આ પ્રમાણે કર્મવાદી અને ઉદ્યમવાદી બન્ને વિવાદરહિત થઈને અત્યંત સુખી થયા. માટે હે બહેન ! સમગ્ર કાર્યને સાધનારું કર્મ જ છે, એમ તું પણ અંગીકાર કર. ત્રણ જગતના સમગ્ર જીવો જેને આધીન છે. એવું કર્મ જ પ્રધાન છે.” તે સાંભળીને પ્રત્યુત્તર દેવામાં અસમર્થ પરંતુ છળકપટથી બોલવાના સ્વભાવવાળી મોટી બહેન બોલી કે“ જો સર્વ કર્મના જે પ્રસાદ છે, તો તું જ બોલ તું કોના પ્રસાદથી (કૃપાથી) સુખી છે, અથવા માન પામે છે? તેથી આ સમગ્ર લોકો કોની કૃપાથી સુખિયા છે?” ત્યારે નાની બહેન બોલી કે “ અંતઃકરણમાં કૂડકપટ રાખીને કેવળ મુખથી મીઠું બોલવાથી શું ફળ છે? સર્વને પોતપોતાના કર્મના પ્રભાવથી જ સુખદુઃખ પ્રાપ્ત થાય છે. જીવોને પુણ્યનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે રાજા તેમના પર પ્રસન્ન થાય છે, અને સર્વ ઈષ્ટ વસ્તુને આપે છે. તથા પાપનો ઉદય થાય ત્યારે યમરાજાની પેઠે તે રોષ પામે છે અને સર્વ વાતું હરણ પણ કરે છે. કહ્યું છે કે - “સર્વ જીવો પૂર્વે કરેલા કર્મનું વિશેષે કરીને ફળને પામે છે. અપરાધમાં અથવા ગુણમાં (લાભમાં કે હાનિમાં) બીજો તો નિમિત્ત માત્ર જ છે.” આ પ્રમાણે નાની કુમારીનું વચન સાંભળીને મનમાં ક્રોધ પામેલો રાજા બોલ્યો કે“હે દુષ્ટ! હે દુઃપંડિતે! તું તારા કર્મનું ફળ તથા તારા વચનનું ફળ તત્કાળ જો.” એમ કહીને રાજાએ પોતાના સેવકોને આજ્ઞા આપી કે. “નગરમાં ચોતરફ શોધ કરી કોઈ મહાદરિદ્રી, કોઢિયો, ભિખારી અને રાંક પુરુષ હોય તેને બોલાવી લાવો.” પછી રાજાના હુકમથી ચારે તરફ શોધ કરવાને ભમતા રાજસેવકોએ નગરના ઉપવનમાં રહેલો પેલો કોઢિયો પુરુષ (રાજા) જોયો. અર્થાત્ પૂર્વે વર્ણન કરેલા For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીપાલ રાજાની કથા અને દેવતાની સહાયથી કોઢી તેમજ દરદ્રી થઈને બેઠેલા પૃથ્વીપાળ રાજાને જોયો. પછી સેવકોએ તેને કોઈપણ પ્રકારે સમજાવી મહાપ્રયત્નથી બંદીવાનની જેમ રાજા પાસે લાવી ઊભો રાખ્યો. તે વખતે રાજાએ તે નાની કન્યાને કહ્યું કે- “જો તું કર્મને જ માને છે, તો તારા કર્મે આપેલા આ કોઢિયા દરિદ્રી વરને વર. જેથી તું કેવી કૃતાર્થ થાય છે, તે અમે જોઈશું.” આ સર્વ જાણીને લોકોમાં હાહાકાર થઈ રહ્યો, અને તેમનાં હૃદય કંપવા લાગ્યાં. તે વખતે પેલો કોઢિયો પણ સજ્જનપણાને લીધે તે કન્યાને પરણવા માટે નિષેધ કરવા લાગ્યો. તો પણ કર્મને જ પ્રધાન માનનારી અત્યંત સત્ત્વયુક્ત એવી તે કન્યાએ પાણિગ્રહણની રીત પ્રમાણે તે કોઢીયાનો હાથ ગ્રહણ કર્યો. તે વખતે તે સભામાં બેઠેલો એક જોશી આ વરકન્યાનો લગ્નસમય વિચારી ગુપ્ત રીતે (મનમાં) બોલ્યો કે-“આ સમયે જેવું શુભ લગ્ન વર્તે છે, તેવું લગ્ન બાર વરસે પણ મળવું દુર્લભ છે. માટે આ સ્ત્રી-પુરુષને સર્વથા કોઈ મોટા દેવ જેવુ અનુપમ સુખ પ્રાપ્ત થવું જોઈએ! એમ અત્યારના લગ્નબળથી જણાય છે.” તે વખતે રાજાના સખ્ત હુકમથી કોઈથી કાંઈ પણ બોલી શકાતું નહોતું એટલે સૌ મૌન રહ્યા. વિવાહ થયા પછી તુરત રાજાએ તે કોઢિયા વરને આજ્ઞા કરી કે- “ આ કન્યાને લઈને તું અહીંથી જા, અને આની પાસે દાસીની જેમ કામ કરાવજે.' પછી જાણે તેણીએ મોટી ચોરી કરી હોય તેમ તેણીને રાજાએ અતિ કોપથી કહ્યું . શું કે- “આ વરની સાથે જીવિત પર્યંત નિર્વાહ કરજે, અને ઉત્તમ સુખ પામજે.” તે સાંભળીને સાહસિક એવી તે કન્યા પણ બહુ સારું” એમ નમ્રતાથી કહીને દેવની જેમ તે વરનો હાથ ઝાલીને પિતાના ઘરમાંથી તેની લક્ષ્મીની જેમ નીકળી ગઈ. રાજાએ નિષેધ કરવાથી કોઈ દાસી પણ તેણીની સાથે જઈ શકી નહીં, અને 660 For Personal & Private Use Only ૨૨૭ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જ્ઞાનપદ ભજીએ રે રાજાના કોપના ભયથી અનિષ્ટની જેમ તેણીને કોઈ બોલાવી પણ શક્યું નહીં. તે વખતે કેટલાક લોકો રાજાને દોષ દેવા લાગ્યા, કેટલાએક તે કુંવરીને દોષ દેવા લાગ્યા, કેટલાએક રાજાના કોપનો દોષ કહેવા લાગ્યા, કેટલાએક પ્રધાનાદિકનો દોષ પ્રગટ કરવા લાગ્યા, કેટલાએક તે કન્યાના ગુરુનો દોષ કાઢવા લાગ્યા, કેટલાએક તેણીના મુગ્ધપણાનો દોષ કાઢવા લાગ્યા, કેટલાએક તેણીના ખરાબ ગ્રહનો દોષ કહેવા લાગ્યા અને કેટલાએક ધર્મિષ્ઠ લોકો તેણીના કર્મનો જ દોષ કહેવા લાગ્યા. આ પ્રમાણે નગરજનોનાં નવાં નવાં વચનો સાંભળતી તે કન્યા તે પતિની સાથે નગરની બહાર તે જ ઉદ્યાનમાં જઈને જાણે જુદા જ સ્વાદવાળી (આનંદવાળી) હોય તેમ વિષાદ (ખેદ) પામ્યા વિના તેની સાથે જ રહી. અને તેવા કોઢિયા વરની પણ જાણે કોઈ શ્રેષ્ઠ દેવતા હોય તેમ પરમ પ્રીતિરસે કરીને સેવા કરવા લાગી. “સતીઓનું સત્ત્વ મહા આશ્ચર્યકારક હોય છે. પછી તે અયોગ્ય અને અસમાન બનાવ જોવાને જાણે અશક્ત હોય એમ સૂર્ય બીજા દ્વીપમાં જતો રહ્યો. (અસ્ત થયો) અને તેની સ્ત્રી સંધ્યા પણ સતીની જેમ તે સૂર્યની પાછળ ગઈ, પછી જ્યારે મિથ્યાત્વના સમૂહની જેમ અંધકારનો સમૂહ ચોતરફ વિસ્તાર પામ્યો ત્યારે તે કન્યાએ પતિને માટે સુંદર સંથારો પાથરી આપ્યો. તેમાં સુખે સૂતેલા તે પતિએ તેણીની પરીક્ષા કરવા માટે તેણીને કહ્યું કે “હે ભદ્ર! હા ! હા! તુ આ મોટા દુઃખસમુદ્રમાં કેમ પડી? પ્રથમ તો તે ભોળીએ આ અયુક્ત કાર્ય કર્યું, ત્યાર પછી બીજું અયુક્ત કાર્ય મેં કર્યું અને રાજાએ તો બહુ જ અયુક્ત કર્યું કેમકે પિતા થઈને આવું અયુક્ત કેમ કરી શકાય ? કહ્યું છે કે- “કદાચિત્ અલ્પ પ્રેમને લીધે છોરુ તો કછોરુ થાય, પણ અત્યંત પ્રેમવાળા માતાપિતા (માવતર) કુમાતાપિતા (કુમાવતર) કેમ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ પૃથ્વીપાલ રાજાની કથા થાય?’ પણ હે સુંદરી ! હજુ કાંઈ જતું રહ્યું નથી અને કાંઈ બગડી ગયું નથી. હજુ પણ તું સ્વેચ્છાથી જ્યાં જવું હોય ત્યાં જા અને બીજા કોઈ શ્રેષ્ઠ વરને વર, તેથી તું કૃતાર્થ થઈશ. અત્યારે કોઈ જોતું પણ નથી અને કોઈ કાંઈ પૂછતું પણ નથી, માટે તું ઇચ્છા પ્રમાણે જા. કેમકે લક્ષ્મીને તથા હરણના સરખા નેત્રવાળી સુંદર સ્ત્રીઓને સર્વ સ્થાને પોતાની મેળે જ માન મળે છે. અત્યંત નિંદવાલાયક એવો હું મારો પોતાનો નિર્વાહ કરવાને સમર્થ નથી, તો તારો નિર્વાહ મારાથી શી રીતે થશે? તેથી તારે અપવિત્ર વસ્તુની જેમ મારો દૂરથી જ ત્યાગ કરવો યોગ્ય છે.” આ પ્રમાણેનાં પતિનાં વચનો સાંભળીને માથું હલાવતી અને બે હાથ પોતાના કાનને ઢાંકતી તે કન્યા બોલી કે - “હા ! નાથ! દાહના હેતુરૂપ આવાં અયોગ્ય વચન આપ કેમ બોલો છો?'' જ્યારે અનંતા પાપની રાશિ ઉદયમાં આવે છે, ત્યારે જીવને સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે, એમ હે ગૌતમ ! તમે સારી રીતે જાણો.’’ આ પ્રમાણેના શ્રી મહાવીરસ્વામીના વચનથી જણાય છે કે સ્ત્રીનો જન્મ અતિ અધમ છે. તેમાં પણ જો કદાચ શીલ ભ્રષ્ટ થયું હોય તો તે અત્યંત ઉચ્છિષ્ટ અને અનિષ્ટ જાણવું. તેથી આ જન્મમાં તો મારે તમારાં ચરણ જ શરણરૂપ છે. કેમ કે સ્ત્રીઓને પોતાના કર્મે આપેલો પતિ દેવતુલ્ય છે” આ પ્રમાણે તે કન્યાના દૃઢ નિશ્ચયથી તે રાજાના ચિત્તમાં ચમત્કાર અને હર્ષ પામીને બોલ્યો કે હે ભદ્રે! આ પ્રમાણે તારા જન્મનો નિર્વાહ શી રીતે થશે? માટે હવે હું પણ જો કોઈ પણ પ્રકારે દિવ્ય શરીરવાળો અને નવા યૌવનવાળો થાઉં, તો જ યોગ્ય કહેવાય. કેમકે અસમાન યોગને વિષષ રસ કાંથી આવે?' એ પ્રમાણે કહીને દેવશક્તિથી તરત જ પોતાનું દિવ્ય રૂપ કરીને દેવની જેમ શોભતા તે રાજાએ પોતાની પ્રિયાને આશ્ચર્ય તથા હર્ષયુક્ત કરી. તે જોઈને “હે સ્વામી ! આ શું ?” એમ તેણી પ્રશ્ન For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જ્ઞાનપદ ભજીએ રે કરે છે, તેટલામાં તો તે જ ઠેકાણે તેણે જ બનાવેલું દેવવિમાન જેવું મણિમય ભવન જોયું અને તે ભવનમાં એક દિવ્ય પલંગ પર બેઠેલા પોતાના પતિને જોયા. તે વખતે તે રાજા છત્ર, ચામર તથા નાટક કરવામાં તત્પર એવા દેવ તથા દેવીઓના સમૂહથી પરિવરેલા ઈદ્રના જેવો શોભતો હતો. તે સર્વ જોઈને - “શું આ તે સ્વપ્ન છે ? કે ઈજાળ છે? કે માયાજાળ છે? કે મોહજાળ છે? આ તે શું છે?” એ પ્રમાણે વિસ્મય પામેલી તે સુંદર મુખવાળી કન્યાને રાજાએ કહ્યું કે “હે રતિના જેવી સુંદર પ્રિયા ! તું તારા મનમાં નાના પ્રકારના સંકલ્પવિકલ્પ કરીશ નહીં. મારા પર દેવતા પ્રસન્ન થયેલ છે, હું રાજા છું, અને તારા શુભ કર્મ વડે અહીં આવ્યો છું.” ત્યાર પછી રાજા પોતાનું સર્વ ચરિત્ર તેણીને કહીને બોલ્યો કે-“હે સુભગે ! (સારા ભાગ્યવાળી) તેં જે કર્મને પ્રમાણરૂપ કહ્યું, તે જ કર્મ તારા પર તુષ્ટમાન થયું છે. તારો પિતા ચંદ્ર રાજા મહા અજ્ઞાની છે અને મિથ્યાભિમાની છે, તેનું ફળ પણ તું પ્રાતઃકાળે જોઈશ, તે તારી સમૃદ્ધિ જોવાને અહીં આવશે.”તે સાંભળીને હર્ષથી ઉલ્લાસ પામેલી તે કન્યાએ સ્વામીના મહિમાને માટે આખી રાત્રિ દિવ્ય નૃત્ય કર્યું, કે જે નૃત્યથી ઈદ્રનું હૃદય પણ ચમત્કાર પામે. - અહીં ચંદ્ર રાજાએ “કોઢિયાને પોતાની કન્યા આપીને મેં મારા ક્રોધનું ફળ દેખાડ્યું, હવે સંતોષનું ફળ પણ શીધ્ર દેખાડું” એ પ્રમાણે વિચારીને ગર્વ પામેલા રાજાએ દેવસમાન રૂપવાળા એક યુવાન રાજકુમારને ઉત્સવસહિત પહેલી (મોટી) કન્યા આપી. તે જ દિવસના રાત્રિના બીજા પ્રહરમાં ઉત્કૃષ્ટ લગ્ન લઈને સર્વ સમૃદ્ધિથી આખા શહેરમાં વિવાહ મહોત્સવ આરંભ્યો. જગતના લોકોને હર્ષ ૧. કામદેવની સ્ત્રી રતિ. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીપાલ રાજાની કથા ૨૩૧ આપનાર એવા તે ઉત્સવ વડે લગ્ન (મુહૂર્ત) સમયે ઘણી પ્રશંસા અને ઉત્સાહને પાત્ર એવો તે બન્નેનો વિવાહ થયો. ત્યાર પછી અશુભ કર્મના વશથી ત્યાં ઉગ્ર સર્પ નીકળ્યો, તે ત્રણ ભુવનનો સંહાર કરવામાં અત્યંત ભયંકર એવો જાણે બીજો યમરાજ હોય તેવો દેખાતો હતો. તેને જોઈને કલ્પાંતકાળના પવનથી સમુદ્રના કલ્લોલની જેમ સર્વે જનો ભયભીત થઈને ક્ષોભ પામ્યા, તે વખતે ભયથી સંભ્રાંત થયેલો વર પણ જલદીથી ઊઠીને ફાળ ભરતો નાસવા લાગ્યો તેવામાં તેનો પગ સર્પના શરીર પર જ આવ્યો, તેથી રોષ પામેલો સર્પ તેને ડસ્યો અને તરત જ તે વર મરણ પામ્યો. કહ્યું છે કે- “જુદી રીતે કાર્ય કરવા ધાર્યું હોય, પણ તેનું પરિણામ તો તેથી જુદું જ આવે છે. કેમકે કર્મને વશ પડેલા જીવોને એક ક્ષણમાં જ ઘણાં વિઘ્નો આવે છે.'' આવા સમયમાં આવું અયોગ્ય (અઘટિત) થયા છતાં પણ કેટલાક મનુષ્યોને જરા પણ વૈરાગ્ય થતો નથી. તેવા મનુષ્યોને ધિક્કાર છે. ત્યારપછી દિવ્ય નાટકના ધ્વનિને સાંભળતા રાજા વિગેરે સર્વ મનુષ્યો અત્યંત શોકસમૂહથી મુનિની જેમ મૌન (ભિત) થઈ ગયા. તથા ચિત્તમાં ચમત્કાર પામીને વિચાર કરવા લાગ્યો-“ આ અકસ્માત શું થયું? આ અસુરેદ્રના જેવી અથવા સુરેન્દ્રના જેવી ઋદ્ધિ હતી, તેમાં આમ અકસ્માત શું બની ગયું?' આ પ્રમાણે સર્વ લોકો ચિત્તમાં શોક સાથે ચમત્કાર પામ્યા. પ્રાતઃકાળે રાજાએ પોતાના સેવકોને મોકલીને નાની કન્યાના સમાચાર મંગાવ્યા. તે સેવકોએ આવીને સર્વ વૃત્તાંત યથાર્થ કહી બતાવ્યો. તે સાંભળીને રાજા અત્યંત વિસ્મય, લજ્જા અને આતુરતાથી પરાધીન થઈ ગયો. પછી અનિષ્ટ વસ્તુના ભારની જેમ અભિમાનના સમૂહનો ત્યાગ કરીને તે રાજા પોતાની કન્યાનું સન્માન કરવા તૈયાર થયો અને કર્મનું પ્રધાનપણું માનવા લાગ્યો. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જ્ઞાનપદ ભજીએ રે પછી ચંદ્રરાજાએ પોતાના જમાઈ પૃથ્વીપાળ રાજાને સત્કાર સાથે શહેરમાં લાવી વિવાહની રીત પ્રમાણે બહુમાનપૂર્વક ગૃહ, દ્રવ્ય વિગેરે ઘણી વસ્તુઓની પહેરામણી કરી. બીજે દિવસે તે નગરના ઉદ્યાનમાં વિશિષ્ટ જ્ઞાની ગુરુ મહારાજ સમવસર્યા. તેમને વાંદવા માટે ચંદ્ર રાજા સર્વ પરિવાર સહિત ગયો. ગુરુને વાંદી યથાસ્થાને બેસી દેશના સાંભળી. દેશનાને અંતે અવસર જોઈને રાજાએ પોતાની બન્ને કન્યાનો પૂર્વભવ પૂછ્યો, ત્યારે જ્ઞાની ગુરુમહારાજ બોલ્યા કે- “હે રાજા ! તારી આ બે કન્યા પૂર્વે “ધન” અને “ધનક” નામના બે શ્રેષ્ઠીની “ધનશ્રી” અને “ધનપ્રભા” નામની ચંદ્રની અને સૂર્યની સ્ત્રી જ્યોત્સ્ના અને પ્રભાની જેવી સ્વજનોમાં અત્યંત માનવા લાયક પ્રિયાઓ હતી. તે બન્ને જૈનધર્મમાં આસક્ત હતી, અને પ્રાયઃ કરીને પાપનાં સ્થાનકોથી નિવૃત્તિ પામેલી હતી. તેમજ જ્ઞાનનું આરાધન કરવામાં નિપુણ અને ઉપધાનાદિકનું બહુમાન કરનારી હતી. પરંતુ તેમાં પહેલી જે ધનશ્રી હતી તે કૃપણ હતી, તેથી ધનાદિકનો વ્યય કરવામાં તેણીનું હૃદય દુભાતું હતું. તે એટલી બધી કૃપણ હતી કે મુનિઓને પણ ભાવથી દાન દેતી નહીં. પરંતુ પોતે કૃપણ હોવાથી પોતાને ઘેર જે કોઈ મુનિરાજ આવતા, તેમને ઘરના બીજા માણસો બહુ આપી દે છે, માટે હું મારે હાથે જ આપું.” એમ વિચારી ઊઠીને ઘણી ભક્તિ તથા આદર દેખાડતી, ઘરમાં સારી વસ્તુ ઘણી છતાં પણ થોડી દેખાડતી, અને “જેમ મુનિઓને જરા પણ દોષ ન લાગે તેમ થોડું પણ શુદ્ધ એવું સુપાત્ર દાન આપવાથી તે અનંત ફળનું કારણ થાય છે.” એમ બોલતી છતી પાસે રહેલા બીજા માણસોને વારીને પોતાને હાથે જ મનના ભાવ વિના મુનિને જેવી તેવી તુચ્છ વસ્તુ અત્યંત થોડી વહોરાવતી. કોઈ વખતે મુનિ કાંઈ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીપાલ રાજાની કથા ૨૩૩ વસ્તુ લેવા આવે તો ઘરમાં તે વસ્તુ હોય છતાં “નથી” એમ કહેતી. કદાચ તે વસ્તુ મુનિની દૃષ્ટિએ પડે તો કહેતી કે- “આ વસ્તુઓ તો પારકી છે.” અથવા કોઈ વાર તે વસ્તુ શુદ્ધ છતાં ‘“અશુદ્ધ છે” એમ પણ કહેતી. આવી અદાન બુદ્ધિ (દાન ન દેવાની બુદ્ધિ) ને ધિક્કાર છે ! આ પ્રમાણે તે શ્રાવિકાએ બીજા ધર્મકાર્ય (પ્રતિક્રમણ, પૌષધ વિગેરે વિના ખર્ચના કાર્ય)માં તત્પર છતાં પણ કૃપણપણાના દોષથી મહાઉગ્ર ભોગાંતરાય કર્મ બાંધ્યું. ‘અહો! નિર્મળ એવા જૈન ધર્મને પામીને પણ કેટલાએક મૂઢ જીવો અયોગ્ય આચરણ વડે આત્માને મલિન કરે છે, તે અત્યંત ખેદકારક છે.’ હવે બીજી શ્રાવિકા જે ધનપ્રભા નામની હતી તે ઉદાર ચિત્તવાળી હતી. તેથી તેણીએ શુદ્ધ ભાવથી સુપાત્ર દાન આપવા વડે શુભ ભોગના ફળવાળું કર્મ બાંધ્યું. કારણ કે જીવના પરિણામ વિચિત્ર પ્રકારના હોય છે. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે તે બન્ને શ્રાવિકાઓ મરણ પામીને સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થઈ. પરંતુ તેમાંની પહેલી ધનશ્રી કિપ્બિષીયા દેવના વિમાનમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ચ્યવીને તે બંને દેવો હે રાજા! તારા પ્રેમના પાત્રરૂપ આ બે કન્યાઓ રૂપે ઉત્પન્ન થયેલ છે. તે બન્નેને પોતપોતાના કર્મના વશથી ભોગની પ્રાપ્તિ ને ભોગનો નાશ થયેલ છે.' આ પ્રમાણે બંને કન્યાઓનો પૂર્વભવ સાંભળીને રાજાએ ગુરુને પૂછ્યું કે - “હે સ્વામી ! મારી એક શંકાનું સમાધાન કરો કે કર્મ અને ઉદ્યમ એ બેમાં કયું પ્રધાન છે?” ત્યારે જ્ઞાની ગુરુ બોલ્યા કે- “હે રાજા ! તે બન્નેનું પ્રાધાન્ય છે. કેમકે આ જગતમાં કોઈ ઠેકાણે જીવ બળવાન થાય છે, અને કોઈ ઠેકાણે કર્મ પણ બળવાન થાય છે. કહ્યું છે કે- જીવને તથા કર્મને અનાદિ કાળથી વેર બંધાયેલું છે. તેમાં જીવો ખરેખર કર્મને જ વશ છે, પરંતુ કોઈક વખત કર્મો For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જ્ઞાનપદ ભજીએ રે પણ જીવને વશ થાય છે. કેમકે કોઈક ઠેકાણે ધારણ કરનાર (આધાર) બળવાન હોય છે, અને કોઈ ઠેકાણે ધારણ કરવા લાયક (આધેય) વસ્તુ બળવાન હોય છે, જો કે કર્મ સંસારમાં ભમતા જીવોને અત્યંત દુઃખ આપે છે તો પણ ધર્મનો ઉદ્યોગ તે સર્વ કર્મને. પણ હણી નાખે છે. અન્યથા અનંતાનંત ભવો વડે સંચય કરેલાં અનંતાં કર્મોને હણીને અનંતા જીવો શાશ્વતા મોક્ષને કેમ પામે ?' કુકર્મને કરનાર દઢપ્રહારી'અને ચલણી ઉદ્યમથી જ મોક્ષે ગયા છે, તથા “ચિલાતીપુત્ર” અને “રોહણયક” વિગરે પણ ઉદ્યમથી સ્વર્ગે ગયા છે. તેથી કરીને ધર્માથી પુરુષો અનિષ્ટ એવા ઉગ્ર કર્મના ક્ષયને માટે નિરંતર ઉદ્યમ કર્યા જ કરે છે. આ રીતે કોઈ વખત ઉદ્યમ પણ બળવાન થઈ શકે છે. કહ્યું છે કે - “પ્રાણીઓને સર્વ કાર્યમાં હમેશા ઉદ્યમને જ પરમબંધુ કહેલો છે, કારણ કે ઉદ્યમ વિના મનુષ્ય મનોવાંછિતને મેળવી શકતો નથી.” જો કદાચ વિવિધ પ્રકારના ઉદ્યમો કર્યા છતાં પણ કાર્ય સિદ્ધ ન થાય, તો ત્યાં અવશ્ય તીવ્ર કર્મ જ ભોગવવા લાયક અને સમર્થ છે એમ જાણવું. વળી ભગવાન મહાવીર સ્વામીનો નીચ કુળમાં અવતાર, મલ્લીનાથ સ્વામીનું સ્ત્રીપણે ઉત્પન થવું, પરીક્ષિત રાજાનું મરણ તથા નંદિપેણ અને આદ્રકુમારની ભ્રષ્ટતા એ સર્વ કર્મના વશથી જ થયા છે. કહ્યું છે કે-“બ્રહ્મદત્તની દષ્ટિનો (નેત્રનો) નાશ થયો, ભરતચક્રીનો પરાજય થયો, કૃષ્ણના સમગ્ર કુટુંબનો નાશ થયો, છેલ્લા તીર્થકરનો નીચ ગોત્રમાં અવતાર થયો, મલ્લીનાથને સ્ત્રીપણું પ્રાપ્ત થયું, નારદનું પણ નિર્વાણ (મોક્ષ) થયું, અને ચિલાતીપુત્રને પ્રશમના પરિણામ થયા, આ તમામ બાબતોમાં કર્મ અને ઉદ્યમ એ બને સ્પર્ધાએ કરીને તુલ્ય બળવાળા છતાં આ જગતમાં પ્રગટ રીતે જયવંતા વર્તે છે.” For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીપાલ રાજાની કથા ૨૩૫ આ પ્રમાણે ગુરુના મુખથી કર્મ અને ઉદ્યમની સમાનતા સાંભળીને ધર્મમાં ઉદ્યમ કરવાની બુદ્ધિ જેને ઉત્પન્ન થઈ છે એવો ચંદ્ર રાજા દુષ્ટ કર્મોને હણવા માટે તૈયાર થયો. પછી તે રાજાએ વિધિપૂર્વક પોતાના જમાઈ પૃથ્વીપાલને પોતાનું રાજ્ય સોંપીને મોટી પુત્રી તથા અને રાણીઓ સહિત દીક્ષા ગ્રહણ કરી અને તેનું આરાધન કરીને પ્રાંતે મોક્ષે ગયો. ત્યારપછી પૃથ્વીપાલ રાજા ચંદ્રરાજાના રાજ્યને સ્વસ્થ કરીને ઈન્દ્રની જેમ મોટી ઋદ્ધિ સહિત પોતાની સ્ત્રીને લઈને પોતાના નગરમાં ગયો. આ પ્રમાણે પેલા શ્લોકના ચોથા પાકની પરીક્ષા કરવાથી પૃથ્વીપાલ રાજા શાસ્ત્રોને વિષે અત્યંત બહુમાનવાળો થયો. અજ્ઞાનનો નાશ કરવામાં અસ્ત્ર સમાન શાસ્ત્રોનું આદરસહિત શ્રવણ કરતાં તે રાજાની બુદ્ધિ ધર્મનું આરાધન કરવામાં તત્પર થઈ. કેમકે જ્ઞાનથી શું ન સંભવે? સર્વ સંભવે. સર્વ દર્શનીઓના ધર્મોને જોઈ જોઈને સારી રીતે પરીક્ષા કરવાથી જેના સમાન બીજો કોઈ ધર્મ નથી એવા અહત ધર્મને તેણે અંગીકાર કર્યો. અનુક્રમે જેમ જેમ તેની ધર્મમાં પરિણતિ વધવા લાગી, તેમ તેમ શ્રુતજ્ઞાન ઉપર તેનું બહુમાન વૃદ્ધિ પામવા લાગ્યું. શાસ્ત્રનું શ્રવણ કરવામાં અને તેનું પઠન પાઠન કરવામાં તે રાજાએ એવું તલ્લીનપણું કર્યું કે જેથી પ્રગટ એવા સુંદર સંગીતના રસમાં પણ તે રસ (આનંદ) રહિત થયો. બહુશ્રુત એવા સાધુઓને બહુમાન આપીને, તથા તેમનો આશ્રય લઈને, તેમજ શાસ્ત્રો લખાવવાં તથા જ્ઞાનના ઉજમણા કરવાં ઈત્યાદિ કાર્યો કરીને તેણે શ્રુતજ્ઞાનનું આરાધન કર્યું. આ પ્રમાણે પૃથ્વીપાળ રાજાએ શ્રુતનું આરાધન કરવાથી દુઃસાધ્ય એવા પણ જ્ઞાનવરણીય કર્મના ક્ષયને સાધ્યો. એકદા તે For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જ્ઞાનપદ ભજીએ રે. રાજા એકાગ્ર ચિત્તે શ્રતના અર્થની અત્યંત ભાવના કરતાં મોક્ષરૂપ મહેલની નીસરણી સમાન ક્ષપકશ્રેણિ પર આરુઢ થયો. તે જ વખતે તે રાજા લોકાલોકને પ્રકાશનારું કેવળજ્ઞાન પામ્યો, અને દેવોએ તેને મુનિનો વેષ આપ્યો. પછી તે કેવળી રાજર્ષિએ પોતાના જ અનુભવેલા દૃષ્ટાંતને સ્પષ્ટ રીતે દેશનામાં કહીને ઘણાં જીવોને શ્રુતજ્ઞાનના આરાધનમાં સાવધાન કર્યા. પછી પ્રતિબોધ પમાડવાં લાયક ભવ્ય જીવોને પોતાના ઇતિહાસ વડે પ્રતિબોધ પમાડીને ચિરકાળ સુધી પૃથ્વી પર વિહાર કરી તે રાજર્ષિ મોક્ષપદને પામ્યાં. હે ભવ્ય જીવો! આ રીતે શ્રુતજ્ઞાનનું માત્ર બહુમાન કરવાથી પણ તે ભવે કેવળજ્ઞાન તથા મોક્ષરૂપ ફળ છે એમ જાણીને શ્રુતજ્ઞાનનું આરાધન કરવામાં અત્યંત પ્રયત્નવાળા થાઓ. // ઈતિ શ્રુતારાધને પૃથ્વીપાલ નૃપ કા // શ્રુતજ્ઞાનનું આરાધન સમ્યક (૩૩) પ્રકારે જ્ઞાનાચાર આચરણની નિપુણતા હોય તો જ સંભવે છે, અને તે જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે. તે વિષે નિશીથ સૂત્રના ભાષ્યની પીઠિકા વિગેરેમાં કહ્યું છે કે– “કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્વવ (નહીં ગોપવવું તે) વ્યંજન (અક્ષર), અર્થ, તે બન્ને (અક્ષર અને અર્થ) એ આઠને વિષે જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે. પહેલા કાળાચારનું સ્વરૂપ કાળે એટલે સૂત્રની પોરસીને વિષે સૂત્ર ભણવું અથવા ગણવું, અને અર્થની પોરસીમાં અર્થ ભણવો અથવા ગણવો, અથવા ઉત્કાલિક સૂત્રો વિગેરે ભણવા ગણવા. તેમાં કાલિકશ્રુત એટલે ૧. આ ચાર કાળ વેળાના સંબંધમાં આચાર પ્રદીપમાં શાસ્ત્રાધારે કેટલુંક વિવરણ કરેલું છે. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ પહેલા કાળાચારનું સ્વરૂપ ઉત્તરાધ્યયન, આચારાંગ વિગેરે સૂત્રો દિવસ અને રાત્રિની પહેલી તથા ચોથી પોરસીને વિષે જ ભણવા ગણવાના છે. તથા ઉત્કાલિક એટલે દશવૈકાલિક, દૃષ્ટિવાદ વિગેરે સૂત્રો તો સર્વ પોરસીમાં ભણવા ગણવા લાયક છે. હવે કાલિક તથા ઉત્કાલિક એ બને પ્રકારના સૂત્રોના અસ્વાધ્યાયનો (અસઝાયનો) કાળ નાની બબે ઘડીનો છે. તેથી રાત્રિ અને દિવસની ચાર કાળ વેળાઓનો (ભણવા ગણવામાં) દરરોજ ત્યાગ કરવો. શ્રી આચાર પ્રદીપ ગ્રંથની અંદર મુનિરાજને સૂત્રો ભણવા માટે આગમમાં કહેલો કાળ બતાવીને પછી અકાળ અહંકારાદિક વડે ભણવા ગણવાથી આજ્ઞાભંગ, જ્ઞાનાચારની વિરાધના વિગેરે દોષો લગાવવાથી પ્રાયશ્ચિત લેવાનું કહ્યું છે, તેમજ અકાળે સ્વાધ્યાય કરવાથી પ્રમાપણાને લીધે દુષ્ટ દેવતા પણ તેને છળે છે, વિગેરે કહ્યું છે. તે બાબત નિશીથ ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે કે- “પહેલી અને છેલ્લી સંધ્યા સમયે, મધ્યાહ્ન સમયે અને અર્ધરાત્રિ સમયે એ ચાર સંધ્યાઓ વખતે જે મનુષ્ય સ્વાધ્યાય કરે છે, તેણે આજ્ઞાદિકની વિરાધના કરી છે એમ જાણવું.”વળી તે સંધ્યાઓમાં સ્વાધ્યાય કરવાથી લોકમાં પણ નિંદા થાય છે, કેમ કે લૌકિક શાસ્ત્રોમાં પણ સંધ્યા સમયે સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે.) તથા સંસ્થાને વિષે ગુહ્યક-વ્યંતરો વિગેરે ફરે છે. સંધ્યા વખતે સ્વાધ્યાય નહિ કરવાથી આવશ્યકનો ઉપયોગ થઈ શકે છે. (પ્રતિક્રમણ કરી શકે છે.) તથા સ્વાધ્યાય કરવાથી થાકી ગયેલાને એટલો વખત વિશ્રાંતિ પણ મળે છે. જોકે શ્રુતનો ઉપયોગ (ભણવું ગણવું) તથા તપ-ઉપધાન અત્યંત શ્રેષ્ઠ કહેલા છે, તો પણ નિષેધ કરેલા કાળે કરવાથી તે કર્મબંધને માટે થાય છે. લૌકિક શાસ્ત્રમાં પણ કાળવેળાએ સંધ્યાવંદન, વૈશ્વદેવ, તર્પણ, હોમ વિગેરે શાંતિકર્મ કરવાનું જ કહ્યું છે, પણ સ્વાધ્યાય કરવાનું For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જ્ઞાનપદ ભજીએ રે કહ્યું નથી; કેમકે સ્વાધ્યાય પરમતત્ત્વરૂપ હોવાથી દુષ્ટ સમયે તેનો નિષેધ કરેલો છે. કહ્યું છે કે-‘સંધ્યાકાળે આહાર, મૈથુન, નિદ્રા અને સ્વાધ્યાય એ ચાર કર્મને વિશેષે કરીને વર્જવા; કેમકે સંધ્યાકાળે આહાર કરવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે, મૈથુન કરવાથી દુષ્ટ ગર્ભ ઉત્પન્ન થાય છે, નિદ્રા કરવાથી ધનનો નાશ થાય છે અને સ્વાધ્યાય કરવાથી લોકમાં “અહો ! આ જૈનો પોતાનું સર્વજ્ઞપુત્રપણું પ્રસિદ્ધ કરે છે, પરંતુ સંધ્યાસમયે સ્વાધ્યાયનો નિષેધ છે, એટલું પણ જાણતા નથી.'' એ રીતે નિંદા થાય છે, વળી સંધ્યા સમયે જો સ્વાધ્યાયમાં જ તત્પર રહે, તો સાધુને પ્રતિક્રમણાદિક આવશ્યક ક્રિયામાં અને શ્રાવકોને દેવપૂજા, પ્રતિક્રમણ વિગેરેમાં ઉપયોગ રહે નહીં. અને જો તે વખતે સ્વાધ્યાય કરવાનો ન હોય, તો તે આવશ્યક ક્રિયામાં ઉપયોગ રહે, તથા નિરંતર સ્વાધ્યાય કરવાથી ખેદ પામેલાને વિશ્રાંતિ પણ મળે, તેથી કરીને શ્રુતપાઠાદિક કહેલે કાળે જ કરવા યુક્ત છે. કદાચ કોઈ વિશેષ કારણને લીધે કાળનો અતિક્રમ થાય, તો તેમાં દોષ નથી તે પ્રમાણે નિશીથ સૂત્રાદિકમાં અનુજ્ઞા આપેલી છે. અહીં કોઈને શંકા થાય કે- “જેમ શુભ ધ્યાન મોક્ષનું કારણ હોવાથી સર્વકાળે કરવાનું કહ્યું છે, તેમ શ્રુતજ્ઞાન પણ મોક્ષનું કારણ હોવાથી સર્વકાળે સ્વાધ્યાય કેમ ન કરાય ? કેમકે જે મોક્ષનું કારણ છે, તેનો કાળ કે અકાળ કાંઈ પણ નથી.” ગુરુ તેનો ઉત્તર આપે છે કે— “હે ભદ્ર ! તારી શંકા સાચી છે. પરંતુ જે શુદ્ધ ધ્યાન છે, તે સર્વ ક્રિયામાં રહેલું છે, અને તે માનસિક છે, તેથી તેના વડે કોઈપણ ધર્મક્રિયાને બાધ થતો નથી; પણ ઊલટી સર્વે ક્રિયાઓને પુષ્ટિ મળે છે. તેથી શુભધ્યાનનું સર્વકાળે કરવાપણું ઘટે છે. અને શ્રુતજ્ઞાન તો ભણવા-ગણવા વિગેરે વડે સાધ્ય છે, માટે બે સંધ્યાના For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ પહેલા કાળાચારનું સ્વરૂપ ૨૩૯ આવશ્યકાદિકની જેમ નિયમિત સમયે જ ઉચિત છે. કદાચ સર્વકાળે શ્રુતજ્ઞાનનું જ પઠનાદિક કરવામાં આવે, તો પુણ્ય ક્રિયાઓને પરસ્પર બાધ થાય, અને તેમ થવું યુક્ત નથી. કેમકે સર્વ પુણ્ય ક્રિયાઓ પરસ્પર બાધારહિત જ કરવાની કહી છે. તે વિષે શ્રીઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે –“જિનશાસનને વિષે દુઃખના ક્ષયને માટે પ્રયોગ કરેલો (કહેલો) ધર્મ ક્રિયાનો સર્વયોગ અન્યોન્ય બાધારહિત અસપત્ર (કોઈને બાધા થયા વિના જ) કરવાનો કહ્યો છે.” “મોક્ષના કારણમાં કાળનો વિભાગ કરવો અયોગ્ય છે” એવી શંકા પણ ન કરવી, કેમકે સાધુઓને આહાર વિહારાદિક પણ મોક્ષનું જ કારણ છે, છતાં આગમમાં તેનો કાળ વિભાગ કહેલો છે કે-“ત્રીજી પોરસીમાં ભક્ત પાનની ગવેષણા કરવી.” કોઈ ગુરુ શિષ્યને શિક્ષા આપે છે કે-“હે સાધુ! તું અકાળે ગોચરી કરે છે, કાળને ઓળખતો નથી અને આત્માને ક્લેશ પમાડે છે, તેથી દેશની પણ નિંદા કરે છે.” વળી નિશીથચૂર્ણિમાં આ પ્રમાણે કહ્યું છે“ઋતુબદ્ધકાળે વિહાર કરવો, પણ વર્ષાઋતુમાં ન કરવો. અથવા દિવસે વિહાર કરવો, પણ રાત્રે ન કરવો. અથવા દિવસે પણ ત્રીજી પોરસીએ વિહાર ન કરવો, બાકીની પોરસીમાં કરવો.” - લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - “ પહેલા પહોરમાં ભોજન કરવું નહીં અને બે પહોરનું ઉલ્લંઘન કરવા નહીં કારણ કે પહોરમાં ભોજન કરવાથી રસની ઉત્પત્તિ થાય છે, અને બે પહોર ઉલ્લંઘન કરવાથી બલનો ક્ષય થાય છે.” “ગ્રીષ્મ અને હેમંત ઋતુના મળીને આઠ માસ સુધી ભિક્ષુએ વિહાર કરવો અને સર્વ જીવો પરની દયાને માટે વર્ષાઋતુમાં એકત્ર નિવાસ કરવો.” વળી દાનાદિક પણ યોગ્ય અવસરે કરવાથી વિશેષ ફળવાળું થાય છે. કહ્યું છે કે, “વિહાર કરવાથી શાંત થયેલાને, વ્યાધિગ્રસ્તને, For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જ્ઞાનપદ ભજીએ રે આગમના અભ્યાસીને, લોચ કરેલાને તથા ઉત્તરપારણાવાળાને આપેલું દાન અત્યંત ફળદાયક થાય છે. યોગ્ય સમયે આપેલા દાનની કિંમત કરવાને કોઈપણ શક્તિમાન નથી અને તે જ દાન અયોગ્ય વખતે આપીએ તો તે ગ્રાહ્ય પણ થતું નથી. કોઈ સ્ત્રીને પુરુષ કહે છે કે“હે સુંદરી! એક અંજલિ (ચુલ્લક) પ્રમાણ પણ જળ અવસરે આપ્યું હોય તો મૂર્ણ પામેલો માણસ જીવે છે, પરંતુ મરી ગયા પછી સેક્તો ઘડા પાણી તેના પર નાંખવાથી કાંઈ ફળ થતું નથી.” વળી ખેતી, વેપાર અને સેવા વિગેરે પણ અવસરે જ કર્યા હોય તો તે બહુ ફળદાયક થાય છે, અકાળે કરવાથી તેનું ફળ મળતું નથી. કહ્યું છે કે, “જેમ સમયે કરેલું ખેતીકર્મ બહુ ફળવાળું થાય છે. તે જ પ્રમાણે સર્વ ક્રિયાઓ પોતપોતાને કાળે જ કરવી યોગ્ય છે.” વળી મંત્ર વિદ્યા વિગેરેનું સાધન પણ કહેતે સમયે જ કરવાથી સિદ્ધ થાય છે, અન્યથા તે સાધન અનર્થનો હેતુ થાય છે. તેથી કરીને અવસરે જ સ્વાધ્યાય કરવો, પણ અકાળે ન કરવો. આ સ્થળે છાશ વેચનારીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. “મથુરા નગરીમાં કોઈ એક સાધુ પ્રદોષ સંબંધી કાળને વિષે સ્વાધ્યાયની પોરસી પૂરી થયા છતાં પણ અનુપયોગને લીધે કાલિક કૃત ભણતા હતા તે જોઈને “આ સાધુને કોઈ દુષ્ટ દેવતા ન છળો” એમ વિચારીને શાસન દેવતા તેને બોધ કરવા માટે છાશનો ઘડો માથે લઈને આભીરી રૂપે તેની પાસે છાશ વેચવા નીકળી અને “છાશ લ્યો છાશ’ એમ મોટે સ્વરે બોલતી વારંવાર ગમનાગમન કરવા લાગી. તેથી તે સાધુને સ્વાધ્યાયમાં વિદ્ધ થવાથી તેણે કહ્યું કે- “શું આ છાશ વેચવાનો સમય છે?” ત્યારે તે આભારી પણ બોલી કે ત્યારે શું તમારે પણ આ સ્વાધ્યાય કરવાનો સમય છે?” તે સાંભળીને સાધુને ઉપયોગ આવ્યો, તેથી તેણે મિથ્યાદુકૃત આપ્યું. // ઈતિ પ્રથમ: કાલાચાર: // For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ બીજો વિનયાચાર વિનય એટલે-ગુરુ, જ્ઞાનવાન, જ્ઞાનના અભ્યાસી, જ્ઞાન, જ્ઞાનનાં ઉપકરણ (પુસ્તક, પાટું, કાગળ, પાટી, કવળી, ઠવણી, સાપડો, ઓળિયું, ટીપણું તથા દફતર) એ વિગેરેની સર્વ પ્રકારની આશાતનાનો ત્યાગ કરવો તથા તેમની ભક્તિ વિગેરે યથાયોગ્ય કરવી તે. આશાતનાના ભેદો શ્રાદ્ધવિધિની વૃત્તિથી જાણવા. અને ગુરુનો તથા જ્ઞાનવાનો વિનય-પ્રગટપણે ઉભું થવું, આસન આપવું, શય્યા કરી આપવી, હાથમાંથી દાંડો લઈ લેવો, પગ ધોવા, પગચંપી કરવી, વંદના કરવી, આજ્ઞા પ્રમાણે વર્તવું તથા શુશ્રુષા (સેવા) કરવી - વિગેરે જાણવો. તે વિષે આગમમાં કહ્યું છે કે - “ઊભા થવું, હાથ જોડવા, આસન આપવું, ભક્તિ કરવી, એ રીતે ભાવ શુશ્રષા વિનય કહેલો છે.” તથા - “ગુરુથી નીચી પોતાની શધ્યા કરવી, તથા ગમન, સ્થિતિ અને આસન પણ ગુરુથી નીચાં જ રાખવાં, શરીરને નમાવી ગુરુપાદની વંદના કરવી, તથા નીચા વળીને હાથ જોડવા.” ભાવ શુશ્રુષા એટલે ગુરુના આદેશને 'સાંભળવાની ઈચ્છા અથવા ગુરુની સેવા. એ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયનની વૃત્તિમાં તેની વ્યાખ્યા કરી છે. અને દશવૈકાલિક વૃત્તિમાં તો શુશ્રુષાવિનય દશ પ્રકારનો પ્રાકૃત ગાથા વડે વર્ણવ્યો છે.- “ સત્કાર કરવો ૧, અભુત્થાન એટલે ઊભા થવું ૨, સન્માન-માન આપવું ૩, આસનાભિગ્રહ-આસન દેવવનું કહેવું ને દેવું ૪, આસનાનુપ્રદાન-અન્યત્ર લઈ જઈને આસન પાથરી આપવું ૫, કૃતિકર્મ-વંદના કરવી ૬, અંજલિગ્રહ - બે હાથ જોડવા ૭, ઈગિત અનુસરણ તેમના મનનો અભિપ્રાય જાણીને તે પ્રમાણે વર્તવું ૮, ગુરુ બેઠા હોય ત્યારે તેમની સેવા કરવી ૯, તથા ચાલતા હોય ત્યારે તેમની પાછળ ચાલવું ૧૦. આ દશ પ્રકારનો શુશ્રુષાવિનય For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જ્ઞાનપદ ભજીએ રે કહ્યો છે.” અહીં સત્કાર એટલે સ્તુતિ વંદનાદિક કરવું તે. સન્માન એટલે વસ્ત્ર પાત્રાદિક વડે પૂજન કરવું (આપવુ.) તે, આસનાભિગ્રહ એટલે ગુરુ ઊભા હોય ત્યારે આદરપૂર્વક આસન લાવીને “આ આસન પર પધારો” એમ બોલવું તે, આસનાનુપ્રદાન એટલે તે સ્થાનેથી ગુરુ બીજે સ્થાને જાય ત્યારે તેમનું આસન ત્યાં લઈ જવું છે. આ પ્રકારનો શુશ્રુષાવિનય ઉપચાર વિનયને વિષે પણ પણ અંતર્ગત થાય છે. શ્રીદશવૈકાલિક વૃત્તિમાં પ્રાક્લન ગાથાઓ વડે ઉપચાર વિનયના સાત પ્રકાર આ પ્રમાણે કહ્યા છે. “સમીપે રહેવાની પ્રાર્થના એટલે આદેશાદિકની ઈચ્છાથી નિરંતર ગુરુની સમીપે બેસવું ૧, છંદોનુવર્તન એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું. ૨, કૃતની પ્રતિક્રિયા એટલે “ભક્તપાનાદિ વડે ઉપચાર કરવાથી ગુરુ પ્રસન્ન થશે અને સૂત્રાદિક દેવાએ કરીને પ્રત્યુપકાર કરશે, એ પણ નિર્જરા જ છે” એમ ધારીને ગુરુને ભક્તપાનાદિક આપવામાં પ્રયત્ન કરવો ૩, કારિતનિમિત્તકરણ એટલે શ્રતને ગ્રહણ કરવા વિગેરે કાર્ય કરવું, કાંઈપણ નિમિત્ત કરીને વિશેષ પ્રકારે વિનયમાં પ્રવર્તવું તથા સૂત્રના અર્થનું અનુષ્ઠાન કરવું ૪, દુઃખાર્ત ગવેષણ એટલે વ્યાધિ વિગેરેથી પીડાતા ગ્લાન સાધુઓને ઔષધાદિક લાવી આપીને ઉપકાર કરવો પ, દેશકાલજ્ઞાન એટલે અવસરનું જાણવાપણું ૬, તથા સર્વ અર્થમાં અનુમતિ એટલે સર્વ કાર્યમાં અનુકૂળપણે વર્તવું ૭. જ્ઞાનના અભ્યાસીઓનો વિનય કરવો, તેમાં સારાં શોધેલાં પુસ્તકો આપવાં, સૂત્ર અને અર્થની પરિપાટી આપવી, તથા આહાર અને ઉપાશ્રય વિગેરેનો આશ્રય આપવો, વળી શ્રાવકોએ જ્ઞાનનો વિનય કરવો, તેમાં ઉપધાન વિગેરે વિધિ વડે સૂત્ર અને અર્થનું ગ્રહણ તથા અભ્યાસ કરવો, વિધિ પ્રમાણે બીજાને સૂત્ર તથા અર્થ આપવા, તેમાં કહેલા અર્થની સારી રીતે ભાવના For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ બીજો વિનયાચાર ભાવવી, તેમાં કહ્યા પ્રમાણે સારી રીતે અનુષ્ઠાન કરવું. પોતે પુસ્તક લખવા અથવા બીજા પાસે લખાવા, કપૂર વિગેરે સુગંધી વસ્તુ વડે જ્ઞાનની પૂજા કરવી, જ્ઞાનની આરાધના માટે પંચમી વિગેરે તપસ્યા કરવી તથા તેનું ઉદ્યાપન વિધિ પ્રમાણે કરવું વિગેરે. તે વિષે કહ્યું છે કે “જ્ઞાનવાળો મનુષ્ય જ્ઞાન શીખે છે (અભ્યાસ કરે છે). જ્ઞાનને ગણે છે (સંભારે છે), જ્ઞાન વડે સમજીને યોગ્ય કાર્યો કરે છે અને નવાં કર્મ બાંધતો નથી. તેથી કરીને તે જ્ઞાનના વિનયવાળો થાય છે.” તથા જ્ઞાનના ઉપકરણોનો વિનય આ પ્રમાણે કરવો- નવાં પુસ્તકો લખવાં, લખાવવાં તથા શુદ્ધ કરાવવાં, પૂંઠાં, પોથી, બંધન અને બાંધવાની દોરી વિગેરે સાહિત્ય ઉત્તમ ઉત્તમ (સારા સારા) એકઠા કરવા તથા નાશ પામતાં પુસ્તકોને લખાવી લેવા, તેને શોધાવવા, તથા કપૂર, હીરાગળ (રેશમી) વસ્ત્ર વિગેરે વડે તેનું પૂજન કરવું વિગેરે. શાસ્ત્રમાં કહ્યું છે કે “ત્રણ જગતના સૂર્ય રૂપ સર્વ જિનેશ્વરો અસ્ત પામ્યા છે. તેથી આધુનિક સમયમાં પુસ્તકરૂપ દીવા વડે પદાર્થોને વિષે સારો પ્રકાશ પાડી શકાય છે.” વિનય એ લોકમાં તથા લોકોત્તરમાં સર્વ ઠેકાણે સર્વ અર્થની સિદ્ધિમાં અવંધ્ય કારણ છે તે વિષે કહ્યું છે કે “વિનય લક્ષ્મીને આપે છે, વિનયવાન પુરુષ યશ અને કીર્તિને પામે છે. વિનયરહિત માણસ કદાપિ પોતાના કાર્યની સિદ્ધિને પામતો નથી.” લોકમાં પણ સેવકો, શિષ્યો, પુત્રો, વહુઓ વિગેરે સર્વે વિનયથી જ પોતાના સ્વામીની પદવી પામતા જોવામાં આવે છે અને વિનય રહિત એવા તે સેવકો વિગેરે વિપરીત દશાને પામતા પણ જોવામાં આવે છે. વળી ગાયો, ભેંશો, બળદો, ઘોડાઓ વિગેરે પશુઓ પણ દુર્વિનયને લીધે બંધન, તાડનાદિક કલેશને પામતાં દેખાય છે, અને તેઓ જો વિનયવાન હોય તો કલેશ પામ્યા વિના સુખે સુખે ખાવા પીવાનું તથા માન For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જ્ઞાનપદ ભજીએ રે સત્કાર પામતાં દેખાય છે. વળી વિદ્યા, વિવેક, ઔદાર્ય, ગાંભીર્ય, ચાતુર્ય, ધૈર્ય, પ્રખ્યાતિ, પ્રતિષ્ઠા વિગેરે ગુણોનું મૂળ કારણ વિનય જ છે. કેમકે વિનય હોવાથી જ તે તે ગુણોનો સંભવ છે, અન્યથા નથી. કહ્યું છે કે - સર્વ સુખનું મૂળ કારણ ક્ષમા છે, સર્વ દુઃખોનું મૂળ કારણ ક્રોધ છે, સર્વ ગુણોનું મૂળ કારણ વિનય છે અને સર્વ અનર્થોનું મૂળ કારણ લોભ છે.” વળી ધર્મનું પણ મૂળ વિનય જ છે, કહ્યું છે કે - “ધર્મનું મૂળ વિનય છે, વિનયવંત જ સંયત (મુનિ) થઈ શકે છે, વિનયરહિત માણસને ધર્મ અને તપ બંને ક્યાંથી હોય ? ન જ હોય.” છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથામાં કહ્યું છે કે, એક હજાર પરિવ્રાજકના પરિવારમાં મુખ્ય એવા વ્યાસના પુત્ર શુકદેવ નમના ભટ્ટારકે પોતાનો શૌચમૂળ ધર્મ સૌગંધિકા નગરીના નિવાસી સુદર્શન શેઠને ગ્રહણ કરાવ્યો હતો. તેથી તે શેઠને પ્રતિબોધ કરવા માટે હજાર શિષ્યોના પરિવારવાળા અને ચૌદ પૂર્વને ધારણ કરનારા થાવાપુત્ર નામના શ્રી નેમિનાથના શિષ્ય આચાર્ય મહારાજે તે નગરીમાં આવીને તે શેઠ પ્રત્યે આ પ્રમાણે કહ્યું કે“હે સુદર્શન! વિનયમૂળ ધર્મ કહેલો છે. અને તે વિનય સર્વ ધાતુઓના મધ્યે સુવર્ણની જેમ પ્રાયઃ શુભ પ્રકૃતિવાળાને જ પ્રાપ્ત થાય છે.’” કહ્યું છે કે - ‘કમળોમાં સુગંધ કોણે ઉત્પન્ન કરી છે ? શેરડીમાં મધુરતા (મીઠાશ) કોણે ઉત્પન્ન કરી છે ? ઉત્તમ જાતિના હસ્તિઓને લીલાપૂર્વક ગમન કોણે શીખવ્યું છે ? તથા ઉચ્ચ કુળમાં જન્મેલાને વિનય કોણ શીખવે છે? વળી હરણીઓનાં નેત્રોમાં અંજન કોણ કરે છે? મોરનાં પીંછાં કોણ ચીતરે છે? કમળોને વિષે પત્રની રચના કોણ કરે છે? તેમજ ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા પુરુષોને વિનય કોણ શીખવે છે? અર્થાત્ એ સર્વ સ્વભાવથી જ સિદ્ધ છે.' વળી શ્રુતજ્ઞાનના અર્થી પુરુષે વિશેષે કરીને ગુર્વાદિકનો વિનય For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ બીજો વિનયાચાર કરવામાં પ્રવર્તવું. કહ્યું છે કે-“ અગ્નિને સ્પર્શ કરેલા ગુરુરૂપી કૂવામાંથી જ્ઞાનરૂપી અમૃતજળ લેવા માટે માત્ર એક વિનય જ પગના આવર્તની ધૃષ્ટતાને ધારણ કરે છે.” તથા - “વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, (સમકિત) દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે, મોક્ષમાં નિરાબાધ સુખ છે.” વળી વિનયથી ગ્રહણ કરેલું કૃત તત્કાળ ફળદાયક થાય છે, તે સિવાયનું ફળદાયક થતું નથી. તે ઉપર દૃષ્ટાંત નીચે પ્રમાણે : વિનય ઉપર દૃષ્ટાંત રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાએ એકદા શ્રી મહાવીર સ્વામીના મુખથી ચેલણા રાણીના સતીપણાનો નિર્ણય સાંભળીને તેણીના ગુણથી રંજિત થઈ તેને કહ્યું કે “ હે પ્રિયા ! બીજી રાણીઓના કરતાં કેવો અધિક મનોહર પ્રાસાદ હું તારે માટે કરાવું?” ત્યારે ચેલણાએ કહ્યું કે - “મારે માટે એક સ્તંભવાળો પ્રાસાદ કરાવી આપો.” રાજાએ તેવો પ્રાસાદ કરાવવા માટે અભયકુમારને આજ્ઞા કરી. અભયકુમારે કારીગરોને આજ્ઞા કરી. કારીગરો તેવા પ્રાસાદને યોગ્ય મોટા કાષ્ટને માટે અટવીમાં પરિભ્રમણ કરવા લાગ્યા. તેમણે સારા લક્ષણવાળું, ઘણી છાયાવાળું, આકાશ સુધી ઊંચું, પુષ્પફળથી ફળેલું, મોટી મોટી શાખાવાળું અને મોટા સ્કંધ (થડ) વાળું એક વૃક્ષ દીઠું. તે જોઈને હર્ષ પામેલા કારીગરો વિચાર કરવા લાગ્યા કે, “ખરેખર આ વૃક્ષ દેવતાધિષ્ઠિત હોવું જોઈએ. કહ્યું છે કે - “જેવું તેવું સ્થાન પણ દેવરહિત હોતું નથી, તો પછી શુભ લક્ષણવાળાં મોટાં વૃક્ષ તે દેવતાના વાસરહિત શેનાં જ હોય?” પરંતુ “આવા દેવતાધિષ્ઠિત વૃક્ષનો છેદ કરવાથી આપણા સ્વામીને (રાજાને) કાંઈ વિન ન થાઓ.” એમ વિચારીને તે દિવસે તે વૃક્ષના અધિષ્ઠાયક દેવની આરાધના માટે ઉપવાસ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જ્ઞાનપદ ભજીએ રે કરીને તથા ગંધ, ધૂપ અને પુષ્પાદિક વડે તેની પૂજા કરીને કારીગરો પોતપોતાને સ્થાનકે ગયા. તેમની ભક્તિથી તે વૃક્ષના અધિષ્ઠાયક દેવે પ્રસન્ન થઈને રાત્રિએ અભયકુમારને કહ્યું કે “હું સર્વ ઋતુઓના પુષ્પ ફળવાળા વૃક્ષોથી સુશોભિત, નંદનવન જેવા ઉદ્યાન વડે અલંકૃત અને ચોતરફ કિલ્લાવાળો એકત્સંભી પ્રાસાદ કરી આપીશ, માટે મારા ભુવનની ઉપર રહેલા વૃક્ષને તમે છેદાવશો નહીં.” તે સાંભળીને અભયકુમારે તે વાત અંગીકાર કરી, એટલે અચિંત્ય શક્તિવાળા તે વ્યંતર દેવે તેવા પ્રકારનો પ્રાસાદ તરત જ બનાવી આપ્યો. કહ્યું છે કે વચનથી બંધાયેલા દેવો સેવકથી પણ અધિક સેવા કરનારા થાય છે.” શ્રેણિક રાજા જે એકલા પ્રાસાદનો જ અર્થી હતો, તે આવા પ્રકારના ઉદ્યાનથી સુશોભિત પ્રાસાદને જોઈને દૂધ પીવાનો આરંભ કરતાં તેમાં જેમ સાકર પડે તેમ માનવા લાગ્યો. પછી રાજાના આદેશથી ચેલણા રાણી પદ્મ (કમળ) સરોવરમાં મગ્ન થએલી લક્ષ્મીની જેમ તે પ્રાસાદમાં રહીને નિરંતર ક્રિીડા કરવા લાગી. એકદા તે નગરમાં વસનારી એક માતંગી (ચંડાળની સ્ત્રી) ને અકાળે આમ્રફળ (કેરી) ખાવાનો દોહદ થયો, તેથી તેણીએ પોતાના પતિ કે જે વિદ્યાસિદ્ધ હતો તેને ચેલણાના ઉદ્યાનમાંથી આમ્રફળ લાવવા માટે અત્યંત આગ્રહપૂર્વક કહ્યું. તે માતંગ શ્રેણિક રાજાથી અત્યંત ભય પામતો હતો તો પણ સ્ત્રીના આગ્રહને લીધે ‘અવકામિની'નામની વિદ્યા વડે આમ્રવૃક્ષની શાખા નીચે નમાવી ઈચ્છા પ્રમાણે આમ્રફળો લઈને પછી “ઉનામિની' વિદ્યા વડે શાખાને ઊચે હતી તેવી કરી ચોરની જેમ નાશીને ઘેર જતો રહ્યો. કહ્યું છે કે – न किं कुर्यान्न किं दद्यास्त्रीभिरभ्यर्थितो नरः । अनश्वा यत्र हेषन्ते, शिरोऽपर्वणि मुंडितम् ॥१॥ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ વિનય ઉપર દૃષ્ટાંત ર૪૭ અર્થ. સ્ત્રીએ પ્રાર્થના કરેલો પુરુષ શું ન કરે? અને શું ન આપે ? સ્ત્રીને વશ થયેલ પુરુષ ગધેડો થઈને હેકારવ કરે છે (હણહણે છે.) અને પર્વ વિના પણ શિરમુંડન કરાવે છે.” આ શ્લોક સંબંધી કથા ભોજપ્રબંધમાં છે, તેનો સાર એ છે કે ભોજરાજા તથા કાળીદાસ કવિ એ બન્ને એક જ વેશ્યા ઉપર આસક્ત હતા. એક દિવસ ભોજરાજાએ વેશ્યાને કહ્યું કે, જ્યારે કાળીદાસ તારી પાસે આવે, ત્યારે તારે તેને કહેવું કે તમે દાઢી મૂછ મુંડાવીને મારી સાથે વિલાસ કરો.” વેશ્યાએ કાળીદાસને તેમ કરવા કહ્યું, ત્યારે કાળીદાસે તે જ પ્રમાણે કર્યું. પછી બીજે દિવસ રાજસભામાં કાળીદાસ આવ્યો ત્યારે, ભોજરાજાએ કહ્યું કે – "कालिदास कविश्रेष्ठ ! कस्मिन् पर्वणि मुंडनम् । (હે ઉત્તમ કવિ કાળીદાસ! કયા પર્વમાં તમે આ મુંડન કરાવ્યું છે?)” તે સાંભળીને કાળીદાસે કહ્યું કે"अनश्वा यत्र हेषन्ते तस्मिन् पर्वणि मुंडनम् ॥१॥ જે પર્વમાં ગધેડા હેકારવ કરે છે, તે પર્વમાં મેં મુંડન કરાવ્યું છે.” ઈત્યાદિ. * પ્રાતઃકાળે ચેલણા રાણીએ આમ્રવૃક્ષ પરથી ફળ ચુંટાયેલાં જોઈને રાજાને જણાવ્યું. ત્યારે રાજાએ અભયકુમાર મંત્રીને બોલાવીને કહ્યું કે, “જેની આવી શક્તિ છે, તે અંતઃપુરમાં પણ ઉપદ્રવ કરી શકે, માટે સાત દિવસમાં આ આમ્રફળના ચોરને પ્રગટ કરજે (હાજર-કરજે), નહિ તો ચોરના જેવો તારો દંડ કરવામાં ૧. પર્વ એટલે ગ્રહણ વિગેરે યોગ. તે દિવસે તીર્થસ્થાને દાઢી-મૂછ સહિત મુંડન કરાવવાનો વિધિ લૌકિક શાસ્ત્રમાં છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જ્ઞાનપદ ભજીએ રે આવશે. તે સાંભળીને અભયકુમારે રાજાની આજ્ઞા સ્વીકારી ચોરની શોધ કરવા માંડી. છેલ્લે દિવસે કોઈ ઠેકાણે પૌરલોકોનો મોટો સમુદાય એકઠો થયો હતો, ત્યાં અભયકુમારે પોતાની બુદ્ધિથી “બૃહતકુમારીની કથા કહીને તે ચોરને પ્રગટ કર્યો. તે કથા આ પ્રમાણેઃ બૃહકુમારીની કથા '' વસંતપુરમાં નિર્ધન જીર્ણ શેઠને બૃહત્ કુમારી નામની અત્યંત સ્વરૂપવાળી પુત્રી હતી. તે કુમારી હંમેશા કામદેવની પૂજા કરવા માટે ઉદ્યાનમાંથી પુષ્પોની ચોરી કરતી હતી. તેણીને એક દિવસે માળીએ પુષ્પ ચોરતાં જોઈ પકડી. અને તેણીના સ્વરૂપથી મોહ પામેલા તે ઉદ્યાનપાળે ભોગ માટે તેણીની પ્રાર્થના કરી, ત્યારે તે બોલી કે- “હું કુમારી છું, તેથી સ્પર્શ કરવા લાયક નથી.” કહ્યું છે કે- “રજસ્વલા, સમાન ગોત્રવાળી, પોતાની જાતથી ઊંચી જાતવાળી, પ્રવ્રયા (દીક્ષા) દીધેલી, તથા મિત્ર, રાજા અને ગુરુની સ્ત્રી–એ આઠ સ્ત્રીઓ ગમન (સ્પર્શ) કરવા લાયક નથી.” ત્યારે ઉદ્યાનપાન બોલ્યો કે તું જે વખતે પરણે તે જ દિવસે પ્રથમ મારી પાસે તારે આવવું.” કુમારીએ તે વાત સ્વીકારી અને પોતાને ઘેર ગઈ. પછી અનુક્રમે કેટલેક કાળે તે કુમારી પરણી. રાત્રે તેણીએ પોતાની પ્રતિજ્ઞા પોતાના પતિને કહી, ત્યારે પતિએ તેણીને સત્યવક્તા જાણી માળી પાસે જવાની રજા આપી, એટલે તે સુવર્ણ અને રત્નના અલંકારો ધારણ કરીને ઉદ્યાનપાળ પાસે જવા ચાલી. માર્ગમાં ચોરોએ તેણીને રોકી. તેમની પાસે સત્ય વાત જાહેર કરી અને “પાછી વળતાં તમે લૂંટી લેજો”એમ કહ્યું, ત્યારે તેઓએ તેણીને સત્ય પ્રતિજ્ઞાવાળી જાણી તથા “પાછી આવશે ત્યારે લૂંટીશું” એમ ધારી તેણીને રજા આપી. આગળ જતાં સુધાથી કૃશ થયેલા રાક્ષસે તેણીને રોકી. ત્યાં પણ તે જ રીતે તેણીએ સત્ય વાત કહી For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ વિનય ઉપર દૃષ્ટાંત એટલે તેણે તેણીને છોડી દીધી. અને પાછી આવશે ત્યારે ખાઈ જઈશ” એમ ધારીને ત્યાં જ બેઠો. પછી તે સ્ત્રી માળી પાસે ગઈ. માળીએ આશ્ચર્ય પામીને તેણીને માતાની જેમ નમસ્કાર કરી મુક્ત કરી. પછી વળતાં રાક્ષસે અને ચોરોએ પણ તેણીને છોડી દીધી. ઘેર આવી પતિની પાસે સર્વ હકીકત સત્ય રીતે કહી બતાવી, તેથી પતિની વિશેષ માનીતી થઈ. આ પ્રમાણે કથા કહીને અભયકુમારે સર્વ માણસોને પૂછ્યું કે“હે લોકો ! આ ચારમાંના કોણે દુષ્કર કાર્ય કર્યું કહેવાય?’” ત્યારે કેટલાક ઇર્ષ્યાળુ પુરુષોએ પતિને દુષ્કરકારી કહ્યો, કેટલાક ક્ષુધાતુરોએ રાક્ષસને દુષ્કરકારી કહ્યો, જાર પુરુષોએ માળીને દુષ્કરકારી કહ્યો. અને પેલા આમ્રફળ ચોરનારા માતંગે ચોરને દુષ્કરકારી કહ્યો. તરત જ અભયકુમારે તેને પકડ્યો અને પૂછ્યું, એટલે તેણે સત્ય વાત કહી દીધી. પછી અભયકુમાર તેને રાજાની પાસે લઈ ગયા. રાજાએ ક્રોધથી તેનો વધ કરવાનો હુમક કર્યો, ત્યારે અભયકુમારે કહ્યું કે “ હે સ્વામી ! આની પાસે બે અપૂર્વ વિદ્યાઓ છે તે તો તમે ગ્રહણ કરો, પછી જેમ યોગ્ય લાગે તેમ કરજો. કહ્યું છે કે– बालादपि हितं ग्राह्यममेध्यादपि काञ्चनम् । नीचादयुत्तमां विद्यां स्त्रीरत्नं दुष्कुलदपि ॥ १ ॥ અર્થ - બાળક પાસેથી પણ હિત વચન ગ્રહણ કરવું, અપવિત્ર વસ્તુમાંથી પણ સુવર્ણને ગ્રહણ કરવું, નીચ માણસ પાસેથી પણ વિદ્યા શીખી લેવી, અને નીચ કુળમાંથી પણ સ્ત્રીરત્ન લેવું.” તે સાંભળીને રાજા સિંહાસન પર બેઠા બેઠા માતંગને પોતાની ... સન્મુખ નીચે બેસાડીને તેની પાસેથી ઉન્નામિની અને અવનામિની નામની વિદ્યા શીખવા લાગ્યા. પરંતુ ઘણીવાર ગોખવા છતાં પણ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જ્ઞાનપદ ભજીએ રે હૃદયમાં જરા પણ તે વિદ્યા આરૂઢ થઈ નહીં, ત્યારે શ્રેણિક રાજા તેના પર ક્રોધાયમાન થયા અને “અરે! મારી સાથે પણ તું કપટ રાખે છે” એમ કહીને તેનો તિરસ્કાર કરવા લાગ્યા. તે વખતે અભયકુમારે રાજાને કહ્યું કે- “હે દેવ ! વિનય વિના વિદ્યા ફળીભૂત થતી નથી, માટે એને સિંહાસન પર બેસાડીને આપ હાથ જોડીને નીચે પૃથ્વી પર બેસો.” તે સાંભળીને રાજાએ પણ “પ્રથમ પોતાના આત્માને વિનયમાં જોડવો જોઈએ, અને પછી વિદ્યા શીખાય છે. કારણ કે જલથી લતાની જેમ વિનયથી જ વિદ્યા વૃદ્ધિ પામે છે.” આ પ્રમાણે નીતિશાસ્ત્રનું વચન સંભારીને પોતે વિદ્યાના અથ હોવાથી તે પ્રમાણે કર્યું. એટલે તરત જ તે બન્ને વિદ્યાઓ હદયમાં જાણે કોતરાઈ ગઈ હોય તેમ સ્થિર થઈ. પછી વિદ્યાગુરુ થવાથી તે ચોરને રાજાએ મુક્ત કર્યો, અને તેનો સત્કાર કર્યો. માટે વિનયપૂર્વક શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરવો. || ઇતિ દ્વિતીયો વિનયાચારઃ II. ત્રીજો બહુમાનઆચાર શ્રુતજ્ઞાનના અર્થીએ ગુરુને વિષે બહુમાન ધરાવવું. બહુમાન એટલે અંતઃકરણની પ્રીતિ, બહુમાન હોય તો જ ગુરુ વિગેરેની એકાંતપણે છંદોનુવૃત્તિ તેમની ઈચ્છાનુસાર વર્તણુક, તેમના ગુણનું ગ્રહણ, દોષનું આચ્છાદાન અને તેમના અભ્યદયનું ચિંતવન વિગેરે થઈ શકે છે. ગુર્નાદિકને થોડું પણ દુઃખ હોય, તો પોતાના મનમાં અત્યંત દુઃખ થાય છે, અને તેના અભુદયમાં પોતે અત્યંત હર્ષ પામે છે. પહેલાં જે વિનયનું સ્વરૂપ કહ્યું તે (વિનય) તો બાહ્ય ઉપચારથી ભક્તિરૂપે દૃશ્યમાન થાય છે. તેવો વિનય છતાં પણ બહુમાન તો હોય અથવા ન પણ હોય. બહુમાન વિના ઘણા વિનયથી પણ શું? કારણ કે જીવ વિના એકલા દેહથી શું? દ્રવ્ય વિના એકલા ઘરથી I || Ut For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો બહુમાનઆચાર ૨૫૧ શું? નાક વિનાના મુખ વડે શું? દાન વિનાના ફોગટ માન વડે શું? ગંધરહિત પુષ્પ કરીને શું? રંગ વિનાના કુકુમ કરીને શું ? જળરહિત સરોવરે કરીને શું? દાન વિનાના હસ્તે કરીને શું? મૂર્તિ વિનાના દેરાસરે કરીને શું? તથા મધ્યમણિ વિનાના હારે કરીને શું? કાંઈ પણ નહી. તેથી વિનય કરતાં બહુમાનનું અધિક પ્રાધાન્ય કહેલું છે. અને તેટલા જ માટે વિનયાચારથી બહુમાનાચારને જુદો રહ્યો છે. શ્રુતજ્ઞાનના અથએ આ બન્ને આચારનો આશ્રય કરવો જોઈએ. તે વિષે આગમમાં કહ્યું છે કે –“શ્રુતજ્ઞાનના અર્થીએ નિંદ્રા અને વિકથાનો ત્યાગ કરીને ત્રણ ગુપ્તિ વડે થઈને, અને બે હાથ જોડીને ભક્તિ-બહુમાન પૂર્વકઉપયોગ રાખી શ્રતનું શ્રવણ કરવું, ઊચા પ્રકારના વિનયથી, હાથ જોડવાથી તથા ગુરુની ઈચ્છાનુસાર વર્તન કરવાથી આરાધન કરેલા ગુરુજન વિવિધ પ્રકારના શ્રતને તંત્કાળ આપે છે.” | વિનય અને બહુમાન એ બન્નેના ચાર ભાંગા થાય છે.કોઈને ગુરુ પ્રત્યે વિનય હોય છે પણ બહુમાન હોતું નથી. શ્રીનેમિજીન પ્રત્યે કૃષ્ણ વાસુદેવના “પાલક” નામના પુત્રની જેમ ૧. કોઈને ગુરુ પ્રત્યે બહુમાને હોય છે, પણ વિનય હોતો નથી. શાંખકુમારની જેમ . ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે શ્રી ગૌતમસ્વામીજીની જેમ કોઈને તે બને હોય છે ૩. અને કપિલાદાસી અને કાલસૌકારિક કસાઈ વિગેરેની જેમ કોઈને બેમાંથી એક પણ હોતા નથી જ. બહુમાન વિના એકલા ઘણા વિનયથી પણ ગ્રહણ કરેલી વિદ્યા ફળદાયક થતી નથી, અને બહુમાન કરવાથી થોડા વિનય વડે પણ ફળદાયક થાય છે. તે વિષે ગૌતમપૃચ્છામાં કહ્યું છે કે “જે માણસ મિથ્યા વિનય વડે વિદ્યા અથવા જ્ઞાનને ગ્રહણ કરીને ગુરુની For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨પર જ્ઞાનપદ ભજીએ રે. અવગણના કરે છે, તે માણસની વિદ્યા તથા જ્ઞાન નિષ્ફળ થાય છે. તથા વિનયસહિત અને ગુણે કરીને યુક્ત એવો જે માણસ ગુરુની પાસે બહુમાનપૂર્વક વિદ્યા ગ્રહણ કરે છે, તેની તે વિદ્યા સત્વર સફળ થાય છે.” બહુમાન ઉપર બે નિમિત્તિયાની કથા કોઈ એક સિદ્ધપુત્રની પાસે બે શિષ્યો અભ્યાસ કરતા હતા. બને જણા વિનય તથા ભક્તિ વિગેરે બરાબર કરતા હતા. પરંતુ તે બન્નેમાંથી એકને ગુરુને વિષે બહુમાન હતું, અને બીજાને તેવું નહોતું. તે બન્ને ઘાસ અને કાષ્ઠ લેવા માટે વનમાં ગયા. માર્ગમાં પગલાં જોઈને એક કહ્યું કે –“આગળ હાથી જાય છે.” ત્યારે : બીજો બોલ્યો કે - “હાથી જતો નથી, પણ હાથણી જાય છે. તે પણ ડાબી આંખે કાણી છે, તેના પર એક સ્ત્રી અને એક પુરુષ બેઠેલા છે, તેમાં જે સ્ત્રી છે તે ગર્ભિણી અને તરત પ્રસવવાના સમયવાળી છે, તેણીએ રાતું વસ્ત્ર પહેરેલું છે, તથા તે થોડી મુદતમાં જ પુત્રને પ્રસવશે” તે સાંભળીને બીજો બોલ્યો કે “ ભાઈ! કેમ આમ દીઠા-ભાળ્યા વિના સંબંધ વિનાનું બોલે છે?” ત્યારે તે બોલ્યો કે “જે જ્ઞાન છે તે પ્રતીતિ (ખાત્રી)ના સારવાળું જ હોય છે, તેથી મારી કહેલી સર્વ હકીકત આગળ જણાશે.” પછી તે બને કેટલીક પૃથ્વી આગળ ગયા, તેટલામાં તેણે તે જ પ્રમાણે સર્વ જોયું. તથા તે સ્ત્રીને પ્રસવનો સમય થયેલો હોવાથી ત્યાં એક વેલાઓની ઝૂંપડી કરી હતી અને તેમાં તે સ્ત્રી રહેલી હતી. તેથી સર્વ વાત તત્કાળ મળતી આવી. પછી તે બને ત્યાં ક્ષણવાર રહ્યા, તેટલામાં તેણીએ પુત્ર પ્રસવ્યો તે જોઈને બીજો “આણે આ સર્વ શી રીતે જાણું” એમ વિચારીને આશ્ચર્ય પામ્યો; તથા “મેં કાંઈ પણ જાણ્યું નહીં” એમ વિચારીને ખેદ પામ્યો. ત્યાંથી બન્ને ચાલતા For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ બહુમાન ઉપર બે નિમિત્તિયાની કથા ચાલતા નદીને કિનારે ગયા. તે વખતે એક વૃદ્ધ સ્ત્રી પાણી ભરવા ત્યાં આવી. તેણીનો પુત્ર પરદેશ ગયો હતો. ઘણા દિવસ થયા છતાં ઘેર આવ્યો નહોતો તેથી તેણીએ તે બન્નેને પૂછયું કે મારો પુત્ર ક્યારે આવશે ?” આ પ્રમાણે પૂછતાં જ તેણીના મસ્તક પરથી માટીનો ઘડો પડી ગયો, અને ભાંગી ગયો. તે વખતે મંદબુદ્ધિવાળાએ તેણીને કહ્યું કે “કોઈ પ્રશ્ન પૂછે છે તે જ વખતે જે કાર્ય નીપજે તે પ્રશ્નનો ઉત્તર થયો એમ જાણવું. અથવા તે વખતે જેવું કાર્ય થયું હોય તેના જેવો જ ઉત્તર થયો જાણવો, અથવા તે વખતે જે રૂપે કાર્ય થયું હોય તે રૂપે તેનો ઉત્તર જાણવો. એ પ્રમાણે સદેશપણા વડે સદેશ ઉત્તર જાણવો, આ પ્રમાણે નિમિત્તશાસ્ત્રમાં કહેલું છે. તેથી તે વૃદ્ધા ! તારો પુત્ર મૃત્યુ પામ્યો છે, એમ જણાય છે.” તે સાંભળીને બીજો બુદ્ધિમાન બોલ્યો કે-“હે ભાઈ ! એમ ન બોલ. તેણીનો પુત્ર ઘરે જ આવ્યો છે.” એમ કહીને તેણે વૃદ્ધાને કહ્યું કે- “હે વૃદ્ધા ! તું તારે ઘેર જલદી જા. તારો પુત્ર ઘેર આવી ગયો છે. ખોટી શંકામાં પડીશ નહીં.” તે સાંભળીને તે વૃદ્ધા હર્ષ પામીને તરત જ પોતાને ઘેર ગઈ, તો ત્યાં પોતાનો પુત્ર આવેલો ન હતો તેને જોયો, અને મા તથા પુત્ર સ્નેહથી મળ્યાં. પછી તે બન્ને શિષ્યો જેટલામાં ગુરુ પાસે આવ્યા તેટલામાં ઘણું ધન તથા ધોતિયાનો જોટો લઈને વૃદ્ધા પણ ત્યાં આવી, અને સત્ય નિમિત્ત ' કહેનારનો સત્કાર કર્યો. તે જોઈને પેલો મંદ બુદ્ધિવાળો શિષ્ય ગુરુ પર ક્રોધ કરીને બોલ્યો કે - “નિરુપમ જ્ઞાનવાળા અને સર્વ જાણનારા આપ જેવા ગુરુ પણ વિનયવંત એવા પોતાના સરખા શિષ્યોમાં જો આ પ્રમાણે વિદ્યા આપવામાં અંતર રાખે તો તે કોની પાસે કહેવું? અને શું કહેવું? કોની પાસે આ ઉપાલંભ આપવો ? જો ચંદ્રમાંથી પણ અંગારાની વૃષ્ટિ થાય, સૂર્ય થકી પણ અંધકારની ઉત્પત્તિ થાય, કલ્પવૃક્ષ થકી પણ દારિત્ર્યની પ્રાપ્તિ થાય, For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જ્ઞાનપદ ભજીએ રે ચંદનવૃક્ષથી પણ દુર્ગંધ નીકળે, અમૃત થકી પણ વિષનો આવેશ પ્રાપ્ત થાય, સજ્જન થકી પણ દુર્જનતાનું અધિકપણું જણાય, સારા વૈદ્યથી પણ ઊલટી વ્યાધિની ઉત્પત્તિ થાય અને જળ થકી પણ જો અગ્નિ નીપજે તો તેમાં કોને દોષ દેવો?” તે સાંભળીને ગુરુ બોલ્યા કે -“હે શિષ્ય ! તું શા માટે આમ બોલે છે? મેં તને અને આને વિદ્યા આપવામાં અને શાસ્ત્ર શીખવવામાં કોઈ વખત ભેદ રાખ્યો નથી.” પેલો શિષ્ય બોલ્યો કે -“ત્યારે આણે માર્ગમાં હાથણી વિગેરેનું વૃત્તાંત શી રીતે જાણ્યું? અને મેં કેમ ન જાણ્યું ?” ગુરુએ સાચું જાણી શકેલા શિષ્યને પૂછ્યું કે-“હે સારી બુદ્ધિવાળા ! તેં તે સર્વ વૃત્તાંત શી રીતે જાણ્યું ?” ત્યારે તે બોલ્યો-“ હે ગુરુજી ! આપના પ્રસાદથી તથા તે તે પ્રકારની નિશાનીઓ જોવાથી મે જાણ્યું. તે આવી રીતે કે - માર્ગમાં હાથણી મૂતરેલી હતી, તેના રેલા હાથી કરતાં જુદા આકારના હોય છે તેથી મેં હાથણી જાય છે એમ જાણ્યું. માર્ગમાં માત્ર દક્ષિણ (જમણી) બાજુએ જ કોઈ કોઈ ઠેકાણે સૂંઢ વડે ઘાસ લઈ લઈને તેણીએ ભક્ષણ કર્યું હતું, તેથી ડાબી આંખે કાણી છે, એમ જાણ્યું. માર્ગમાં ઉપર બેઠેલાં સ્ત્રીપુરુષે નીચે ઊતરીને કાયિકી (લઘુશંકા) કરી હતી, તે પરથી તેના પર સ્ત્રીપુરુષ બેઠાં છે, એમ જાણ્યું. જે સ્ત્રી હતી તેણે કાયિકી કરીને ઊઠતાં બન્ને હાથે પૃથ્વી પર થોભો (ટેકો) દીધો હતો, તેથી તે તરત પ્રસવવાવાળી છે એમ જાણ્યું. કાંટાવાળા નાના ઝાડ ઉપર વસ્ત્રનો છેડો ભરાયો હશે, તેના રાતા તાંતણા ત્યાં વળગેલા હતા, તે પરથી તે સ્ત્રીએ રાતું વસ્ત્ર પહેર્યું છે એમ જાણ્યું. વૃદ્ધા સ્ત્રીનો પુત્ર ઘેર આવ્યો, એ વાત મેં એ પરથી જાણી કે- જેમ ઘડો પડીને ફૂટી ગયો, તે પૃથ્વી (માટી) માંથી ઉત્પન્ન થયો અને પૃથ્વીની સાથે મળી ગયો, તેમ આનો પુત્ર પણ આ વૃદ્ધાથી ઉત્પન્ન થયેલો છે, તે તેણીને મળવો જોઈએ, એમ ધારીને મેં ઘેર આવ્યાનું કહ્યું.” તે For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ બહુમાન ઉપર બે નિમિત્તિયાની કથા ૨૫૫ સાંભળીને તેની અત્યંત તીક્ષ્ણ બુદ્ધિથી હર્ષ પામેલા ગુરુએ બીજા શિષ્યને કહ્યું કે- “હે વત્સ ! તું મારે વિષે વિવિધ પ્રકારનો વિનય કરતાં છતાં પણ તારું તેવા પ્રકારનું મારા વિષે બહુમાન નથી, અને આ તો મારા પ્રત્યે અત્યંત બહુમાન ધરાવે છે, તેમજ તેની વિનયવાળી બુદ્ધિ છે, માટે સારી રીતના બહુમાન-યુક્ત હોય, તો જ વિદ્યા ફલદાયક થાય છે. તેથી આ બાબતમાં મારો કાંઈ પણ દોષ નથી.” આ પ્રમાણે ઘણો વિનય છતાં પણ બહુમાનવાળાને ફળની સિદ્ધિ થઈ અને બહુમાન રહિતને ફળની અસિદ્ધિ થઈ એમ સમજવું. હવે વિનય થોડો છતાં પણ બહુમાને કરીને ફળની પ્રાપ્તિ થાય છે, તે પર દૃષ્ટાંત કહે છે. કોઈ એક પર્વતમાંથી પાણીનાં ઝરણાં વહેતાં હતાં. તે ઠેકાણે એક શિવની મૂર્તિ પ્રત્યક્ષ પ્રભાવવાળી હતી. તેની કોઈ એક બ્રાહ્મણ હંમેશાં શુદ્ધ થઈને ચંદન પુષ્પાદિક વડે બહુ ભક્તિપૂર્વક પૂજા કરતો હતો. અને એક ભિલ્લ એક હાથમાં ધનુષ અને બાણ રાખીને, એક હાથમાં બિલિપત્ર લઈને તથા મુખમાં પાણી ભરીને તેની પૂજા કરવા આવતો. તે પ્રથમં કરેલી બ્રાહ્મણની પૂજાને પગ વડે કાઢી નાંખીને કોઈ પ્રકારની બીજી પૂજાની સામગ્રી વિના માત્ર મુખમાં ભરેલા પાણીના કોગળા વડે તે મૂર્તિને નવરાવી તેના પર બિલિપત્ર ચડાવતો, પરંતુ તે અંતઃકરણના બહુમાનથી પૂજા કરતો હતો. મૂર્ણપણાને લીધે યોગ્ય પ્રકારનો વિનય કરવાનું તેને જ્ઞાન નહોતું. તો પણ કેવળ બહુમાનથી જ પ્રસન્ન થયેલા શિવ તેની સાથે હંમેશા કુશળ પ્રક્ષાદિક વાર્તા કરતા હતા. એક દિવસ તે વૃત્તાંત પેલા બ્રાહ્મણના જાણવામાં આવ્યો, ત્યારે તેણે ક્રોધથી શિવને ઉપાલંભ દીધો કે- “હે શિવ! તું પણ તે ભિલ્લ જેવો જ જણાય છે.” ત્યારે શિવે તેને કહ્યું કે, “એ ભિલ્લ મારા પર અત્યંત For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જ્ઞાનપદ ભજીએ રે અનુરાગી છે તેની તને કાલે સવારે ખાત્રી થશે.” તે સાંભળીને બ્રાહ્મણ તેની અવગણના કરીને ઘેર ગયો. બીજે દિવસે પ્રાતઃકાળે શિવે પોતાનું એક નેત્ર કાઢી નાંખ્યું. થોડીવારે બ્રાહ્મણ પૂજા કરવા આવ્યો, તે તે પ્રમાણે જોઈને કાંઈક ખેદ કરીને ઊભો રહ્યો. એટલામાં પેલો ભિલ્લ આવ્યો. તેણે પણ શિવનું એક નેત્ર જોયું નહી. તેથી તે ઘણો જ ખેદ કરવા લાગ્યો. અને તરત જ ભાલા વડે પોતાનું નેત્ર કાઢીને તે શિવને અર્પણ કર્યું. તે વખતે શિવે પ્રસન્ન થઈને તેને તેનું નેત્ર પાછું આપ્યું, અને રાજ્ય આપ્યું. આ પરથી એમ સમજવાનું છે કે હૃદયના બહુમાનથી જ ગુરુ તથા દેવો તુષ્ટમાન થાય છે. જિનસ્તુતિમાં પણ કહ્યું છે કે- “હે પ્રભુ! તમે આ આંખો વડે દેખાતા નથી, તથા મહાપૂજા વડે પણ આરાધન કરાતા નથી, પરંતુ ઘણા ભક્તિરાગે કરીને તથા આજ્ઞાનું પાલન કરવા વડે કરીને જ પ્રસન્ન થાઓ છો.’’ તે ભિલ્લનું બહુમાન જોઈને બ્રાહ્મણ ચિત્તમાં ચમત્કાર પામ્યો. આ પ્રમાણે બહુમાન અને અબહુમાનનું ફળ જાણીને વિવેકી પુરુષે ગુર્વાદિકનું સારી રીતે બહુમાન કરવામાં યત્ન કરવો. ॥ ઇતિ તૃતીયો બહુમાન આચારઃ ॥ ચોથો ઉપધાનાચાર શ્રુતજ્ઞાનના અર્થીએ વિધિ પ્રમાણે ઉપધાન વહન કરવા જોઈએ. તેમાં “ઉપ” એટલે સમીપે, ‘અધીયતે’ એટલે સૂત્રાદિક ભણાય.” શબ્દાર્થ વડે ઉપધાન એટલે શ્રુતના આરાધન માટે અમુક પ્રકારની શાસ્ત્રવિહિત તપસ્યા વિશેષ. તેમાં સાધુઓને આવશ્યક વિગેરે શ્રુતના આરાધન માટે આગાઢ અને અનાગઢ યોગરૂપ સિદ્ધાન્તને અનુસારે પોતપોતાની સામાચારી પ્રમાણે ક્રિયા જાણવી. અને શ્રાવકોને માટે For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ચોથો ઉપધાનાચાર ૨૫૭ તે પંચ પરમેષ્ઠિ નમસ્કાર વિગેરે સૂત્રના આરાધના માટે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહેલાં છ ઉપધાન પ્રસિદ્ધ છે તે જાણવા. જેમ સાધુઓને યોગનું વહુ કર્યા વિના સિદ્ધાંતનું વાંચવું ભણવું શુદ્ધ થતું નથી, તેમ ઉપધાન તપ કર્યા વિના શ્રાવકોને પણ નમસ્કાર (નવકાર) આદિ સૂત્રનું ભણવું ગણવું શુદ્ધ થતું નથી. મહાનિશીથ સૂત્રમાં અકાલ, અવિનય, અબહુમાન, અનુપધાન વિગેરે આઠ પ્રકારના જ્ઞાનકુશીલમાં અનુપધાન નામના કુશીલને ઘણા દોષવાળો કહ્યો છે. તેમાં આ પ્રમાણેના અર્થવાળો આલાવો છે - “હે ગૌતમ! આ આઠ પ્રકારના જ્ઞાનકુશીલમાં જે કોઈ માણસ અનુપધાને કરીને (ઉપધાન કર્યા વિના) પ્રશસ્ત જ્ઞાનનો અભ્યાસ કરે અથવા કરાવે અથવા અભ્યાસ કરતા કરાવવાની અનુમોદના કરે, તેમને મહાપાપ કર્મવાળા જાણવા. કેમકે તેઓ પ્રશસ્ત જ્ઞાનની મોટી આશાતના કરે છે, એમ જાણવું.”ગૌતમ ગણધર પૂછે છે- “હે ભગવાન્ ! જો એમ છે તો પંચમંગલ (નવકારોનું ઉપધાન શી રીતે કરાવવું?” ભગવાન જવાબ આપે છે “હે ગૌતમ! પ્રથમ જ્ઞાન અને પછી દયા. અને દયા વડે સર્વે જગતના જીવોના પ્રાણરૂપ સત્ત્વોને પોતાના સમાન જોવા, તે દયા વિગેરે સર્વે જ્ઞાનથી જ પ્રવર્તે છે. હે ગૌતમ! જે વિધિ વડે પંચમંગળનું ઉપધાન કરાવવું યોગ્ય છે તે આ પ્રમાણે સારા એવા તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ અને લગ્ન હોય તથા ચંદ્રનું બળ હોય ત્યારે જાત્યાદિક આઠે મદનો ત્યાગ કરીને, તથા અત્યંત તીવ્ર શ્રદ્ધા અને સંવેગ ઉત્પન થવાથી ઉલ્લાસ પામતા મહા શુભ અવ્યવસાયને અનુસારે ભક્તિ અને બહુમાનપૂર્વક તથા નિદાન (નિયાણા) રહિત, દ્વાદશ ભક્ત (પાંચ ઉપવાસ) કરીને, ચૈત્યાલયમાં જંતુરહિત પ્રદેશને વિષે જઈને નવા નવા સંવેગ વડે ઉછળતા અને અત્યંત ગાઢ, અચિંત્ય તથા પરમ શુભ પરિણામ ઉત્પન્ન થવાથી ઉલ્લાસ પામતા દેઢ અંતઃકરણવાળા શ્રાવ કે પાંચ અધ્યયન અને એક ચૂલાએ કરીને સહિત તથા For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જ્ઞાનપદ ભજીએ રે શ્રેષ્ઠ એવા પ્રવચન દેવતાએ અધિષ્ઠિત પંચમંગલ રૂપ મહાશ્રુતસ્કંધનું પહેલું અધ્યયન કે જે ત્રણ પદે કરીને વ્યાપ્ત, એક આલાવાવાળું, સાત અક્ષરથી બનેલું, અનંત ગમ, પર્યાય અને અર્થને સાધનારું તથા સર્વે મહામંત્રો અને પ્રવર (ઉત્તમ) વિદ્યાઓનાં પરમ બીજરૂપ છે, તે (નમો અરિહંતાણં રૂપ) પહેલું અધ્યયન ભણવું. તે દિવસે આચામ્લે (આયંબિલ) કરીને પારણું કરવું. તે જ પ્રમાણે બીજે દિવસે બે પદે કરીને વ્યાપ્ત, એક આલાવાવાળું અને પાંચ અક્ષરવાળું ‘નમો સિદ્ધાણં’ રૂપ બીજું અધ્યયન આચામ્લ કરીને ભણવું. એ જ પ્રમાણે પાંચ દિવસે કરીને પાંચ અધ્યયન આચામ્ય કરીને ભણવા. પછી ત્રણ આલાવાવાળી અને તેત્રીશ અક્ષરવાળી એસો પંચ નમુક્કારો ઇત્યાદિ’' ચુલાને છકે, સાતમે દિવસે દરરોજ આચામ્લ કરીને ભણવી. પછી અક્રમભક્ત (ત્રણ ઉપવાસ) કરીને અનુજ્ઞા લઈને આખો મંત્ર અવધારવો. ત્યારપછી ઇર્યાપથિક સૂત્ર (ઇરિયાવાહી) ભણવું. ગૌતમ ગણધર પૂછે છે- “હે ભગવાન ! તે ઇર્યાપથિક સૂત્ર કઈ વિધિએ ભણવું?” ભગવાન જવાબ આપે છે- “હે ગૌતમ ! પંચમંગલ મહાશ્રુતસ્કંધની જ જેમ તેટલા જ તપ વડે ઇર્યાપથિક સૂત્ર ભણવું. ૨ શક્રસ્તવ (નમુક્ષુર્ણા) એક અક્રમ અને બત્રીશ આયંબિલ વડે ભણવું. ૩ અર્હસ્તવ (ચૈત્યસ્તવ - અરિહંતચેઈઆણં) એક ઉપવાસ અને ત્રણ આયંબિલ વડે ભણવું. ૪ ચતુર્વિશતિ સ્તવ (લોગસ્સ) એક છઠ્ઠ, એક ઉપવાસ અને પચીશ આયંબિલ વડે ભણવું. ૫ તથા જ્ઞાનસ્તવ (શ્રુતસ્તવ ને સિદ્ધસ્તવ) એક ઉપવાસ અને પાંચ આયંબિલ વડે ભણવું. ૬” ઇત્યાદિ* * આમાં પહેલું, બીજ, ચોથું ને છઠ્ઠું ઉપધાન એક સાથે વહન કરવામાં આવે છે, અને ત્રીજું ને પાંચમું ઉપધાન ત્યારપછી જુદું જુદું પણ વહન કરી શકાય છે. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ચોથો ઉપધાનાચાર ૨૫૯ ઉપર પ્રમાણે ઉપધાન વહન કર્યા પછી ઉત્તમ એવું તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન અને ચંદ્રનું બળ હોય ત્યારે શક્તિ અનુસાર જગદ્ગુરુ શ્રીજિનેશ્વરની પૂજા કરીને તથા મુનિ વર્ગને પ્રતિલાભીને ગુરુ સહિત સાધુ, સાધ્વી, સાધર્મિક અને બંધ વર્ગને સાથે લઈને વાજતે ગાજતે પ્રથમ ગામના ચૈત્યોને વંદના કરવી. ત્યાર પછી ગુણવાન સાધુઓનું તથા સાધર્મિકજનોનું પોતાની શક્તિ પ્રમાણે પ્રણામ વિગેરે કરવાથી તથા સૂક્ષ્મ, બહુ મૂલ્યવાળાં કોમળ અને ઉજ્વળ વસ્ત્ર વિગેરેથી મહા સન્માન કરવું. પછી ગુરુએ ધર્મદેશના આપવી. પછી અત્યંત શ્રદ્ધા અને સંવેગવાન તે શ્રાવકને થાવજીવનો અભિગ્રહ આપવો કે “તારે આજથી આરંભીને જીવન પર્યત ત્રણે કાળ દરરોજ ચૈત્યવંદના કરવી (દર્શન પૂજા કરવી) વિગેરે.” પછી મંત્રેલી ગંધ મુષ્ટિઓ સાતવાર તેના મસ્તક પર “નિચ્છાગો ભવિશ્વાસી’ ‘તુ નિતારક થા' (સંસારસમુદ્રનો પાર પામ) એમ બોલતાં ગુરુએ નાંખવી. પછી ચતુર્વિધ સંઘે પણ તેના મસ્તક પર ગંધ મુષ્ટિઓ નાંખવી. ત્યારપછી ગુરુએ જગદ્ગુરુ શ્રીજિનેશ્વરની કરેલી પૂજાના એક ભાગમાંથી સુગંધવાળી, નહીં કરમાયેલી અને ઉજ્જવળ (શ્વેત) એવી પુષ્પની માળા ગ્રહણ કરીને પોતાના હાથવતી તેના બન્ને ખભા પર આવી જાય તેમ નાંખવી, અને નાંખતા નાખતાં ગુરુએ તેના ઉપબૃહણાદિક બોલવા. ગૌતમસ્વામીજી પૂછે છે “હે ભગવાન! તે ઉપબૃહણા શું ?” ભગવાન કહે છે- “હે ગૌતમ ! પાંચ મંગળની જેમ સામાયિક વિગેરે સમગ્ર શ્રુતજ્ઞાન તેને ભણાવવું, અને તે વિનય ઉપધાન વડે ભણાવવું. વિશેષ એટલે કે ભણવા ઈચ્છનાર શ્રાવકોએ આઠ પ્રકારનો કાળાદિક જ્ઞાનાચાર પ્રયત્નપૂર્વક પાળવો. ન પાળે તો મોટી આશાતના લાગે. વળી દ્વાદશાંગ શ્રુતજ્ઞાન ભણવા ભણાવવાનો કાળ ૧. હાલમાં રેશમની ગૂંથેલી માળા પહેરાવામાં આવે છે. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જ્ઞાનપદ ભજીએ રે રાત્રિ અને દિવસના પ્રથમ અને છેલ્લા પ્રહરનો છે, પણ પંચમંગળ ભણવા ભણાવવાનો કાળ તો આઠે પ્રહરનો છે. તથા પંચમંગળ (નવકાર) સામાયિક લીધું હોય અથવા ન લીધું હોય તો પણ ભણાય છે, પરંતુ સામાયિકાદિક શ્રુત તો આરંભ અને પરિગ્રહના ત્યાગપૂર્વક યાવજ્જીવ સામાયિક ઉચરેલું હોય તેનાથી જ (સાધુથી જ) ભણી શકાય છે, પણ આરંભ અને પરિગ્રહધારી તથા જેણે સામાયિક લીધું નથી એવા શ્રાવકને ભણવા યોગ્ય નથી. ન ન પાંચ મહા મંગળને આલાવે આલાવે (દરેક આલાવે) આયંબિલ કરવું, તથા શક્રસ્તવાદિકને વિષે આયંબિલ કરવું તેમજ દ્વાદશાંગ શ્રુતજ્ઞાનના ઉદેશના અધ્યયનને વિષે પણ એ જ પ્રમાણે આયંબિલ કરવું, ગૌતમસ્વામીજી પૂછે છે. “હે ભગવાન ! પંચમંગલ મહાશ્રુતસ્કંધનું આ વિનયોપધાન આપે અત્યંત દુષ્કર કહ્યું. તેથી આ મોટી નિયંત્રણા બાળ જીવોથી શી રીતે બને?” ભગવાન જવાબ આપે છે કે “હૈ ગૌતમ ! જે કોઈ માણસ આ નિયંત્રણાને ન ઇચ્છે એટલે ન કરે અને વિનયોપધાન કર્યા વિના જ પંચમંગલાદિક શ્રુતજ્ઞાન ભણે, અથવા ભણાવે, અથવા તેની અનુમોદના કરે, તેઓ પરસ્પર એકબીજાને પાપમાં નાંખે છે; તેમને ધર્મની પ્રીતિવાળા કહેવા નહી, તેઓ ગુરુની આશાતના કરનારા જાણવા, તથા અતીત, અનાગત અને વર્તમાન તીર્થંકરોની અને શ્રુતજ્ઞાનની આશાતના કરનારા જાણવા તથા તે અનંત સંસારસાગરમાં ભ્રમણ કરે છે. કેમકે આ વિનયોપધાનની ચિરાકાળની નિયંત્રણા છે. વળી હે ગૌતમ ! જે કોઈ વિધિ પ્રમાણે કરે, જરા પણ અતિચાર લગાડે નહીં, અને યોક્ત વિધાન પ્રમાણે જ પંચમંગલાદિક શ્રુતજ્ઞાનનું વિનયોપધાન કરે તે સૂત્રની હીલના કરનારો નથી, તથા વારંવાર ભવમાં ભ્રમણ કરવારૂપ ગર્ભવાસાદિક અનેક પ્રકારનાં દુઃખોને પામતો નથી. અહીં વિશેષ એટલું છે કે For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ચોથો ઉપધાનાચાર ૨૬૧ ગૌતમ ! જેઓ બાળક છે તથા પુણ્યપાપને પણ નહીં જાણનારા છે, તેઓ પંચમંગલ ભણાવવાને સર્વથા અયોગ્ય છે. તેઓને પંચમંગલ મહાશ્રુતસ્કંધનો એક પણ આલાવો આપવો (શીખવવો) નહી. કેમકે અનાદિકાળ ભવભ્રમણ કરવાથી ઉપાર્જન કરેલા અશુભ કર્મરાશિને દહન કરવા સમર્થ એવા આ પંચમંગલને પામીને બાળજનો તેનું સારી રીતે આરાધના કરી શકે નહી, અને ઊલટા તે પંચમંગલને લઘુતા પમાડે. તેથી તેવા લોકોને કેવળ ધર્મકથા કહીને જ ભક્તિવાળા કરવા. પછી જ્યારે ધર્મની શ્રદ્ધાવાળા, દઢ ધર્મવાળા તથા ભક્તિયુક્ત થાય ત્યારે આ પ્રત્યાખ્યાનનો નિર્વાહ કરવામાં તે સમર્થ થાય અને તે પ્રમાણે થયેલ છે એમ જાણ્યા પછી જ તેને આ વિનયપધાન કરાવવું. પછી ઉપધાન વહન કરનારને રાત્રિભોજનનું પણ બે પ્રકારે ત્રણ પ્રકારે, કે ચાર પ્રકારે (દુવિહાર, તિવિહાર કે ચોવિહારની રીતે) જેની જેવી શક્તિ હોય તે પ્રમાણે તેને પ્રત્યાખ્યાન કરાવવું. વળી હે ગૌતમ! પિસ્તાલીશ નવકારશી વડે એક ઉપવાસ થાય છે. તથા ચોવીશ પોરસી વડે, બાર પુરિમઢ વડે, દશ અપાઈ (અવઢ) વડે, ત્રણ નવી વડે, ચાર એકઠાણા વડે, બે આયંબિલ વડે અને એક શુદ્ધ આયંબિલ વડે એક ઉપવાસ થાય છે. (સાંસારિક રૌદ્ર ધ્યાન અને વિકથા રહિત તથા સ્વાધ્યાયમાં એકાગ્ર ચિત્તવાળાનું એક આયંબિલ માસક્ષમણથી પણ વધી જાય છે.) તેથી કરીને તે પ્રકારે અને તે રીતે ઉપધાન સંબંધી તપ કરે, પછી એની ગણત્રી કરીને જયારે એમ જણાય કે “હવે આ આટલા તપ ઉપધાનથીએ પંચમંગલ ભણવાને યોગ્ય થયો છે” ત્યારે ગુરુએ તેને ભણાવવો, અન્યથા ભણાવવો નહીં.” ગૌતમસ્વામીજી પ્રશ્ન કરે છે કે- “હે ભગવાન્ ! ઘણા કાળ સુધીની For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જ્ઞાનપદ ભજીએ રે આ ક્રિયા કરતાં જો કદાચ વચ્ચે જ તે મૃત્યુ પામે, તો નમસ્કાર રહિત તે શી રીતે મુક્તિમાર્ગ સાધી શકે?’’ ભગવાન કહે છે કે- “હે ગૌતમ ! જે સમયથી તેણે સૂત્રના આરાધન નિમિત્તે અશઠ ભાવથી પોતાની શક્તિ પ્રમાણે યત્કિંચિત (થોડો) પણ આરંભ કર્યો છે, તે જ સમયથી તેને સૂત્ર તથા અર્થને ભણેલો જાણવો, કેમકે તે (શ્રાવક) પંચનમસ્કાર સૂત્રને, અર્થને તથા તે બન્નેને અવિધિએ ગ્રહણ કરે નહીં. પરંતુ તેવી રીતે જ ગ્રહણ કરે કે જેથી ભવાંતરમાં પણ તે નાશ પામે નહીં. એવા શુભ અધ્યવસાયપણાને લીધે તે આરાધક જ થાય.' ફરીથી ગૌતમસ્વામીજી ભગવાનને પૂછે છે કે- “હે ભગવાન ! બીજાને ભણતા સાંભળીને જ જેઓને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમને લીધે પંચમંગલ (નવકાર) કંઠે થઈ જાય છે, તેમને પણ શું તપ ઉપધાન કરાવવું?’ ભગવાન કહે છે“હા, તેને પણ કરાવવું?” ગૌતમસ્વામીજી પૂછે છે- “હે ભગવાન્ ! તેને શા માટે ઉપધાન કરાવવું? ” ભગવાન કહે છે- “હે ગૌતમ! સુલભબોધિપણાની પ્રાપ્તિને નિમિત્તે તેને પણ ઉપધાન કરાવવું. એ પ્રમાણે નહીં કરનારને જ્ઞાનકુશીલિયા જાણવા.” અહીં કોઈ શંકા કરે કે - શ્રી આવશ્યક સૂત્રમાં નમસ્કારને સામાયિકના અંગ તરીકે કહ્યું છે, અને મહાનિશીથમાં મહાશ્રુતસ્કંધ તરીકે કહ્યું છે. તે બન્ને શી રીતે ઘટે? એનો જવાબ એ છે કે - જેમ આવશ્યક સૂત્રના પહેલા અધ્યયનની નિયુક્તિમાં જાદું બતાવેલું સામાયિક પહેલું અધ્યયન કહેવાય છે, અને તે જ (સામાયિક) પ્રતિક્રમણ નામના ચોથા અધ્યયનમાં તેના એક દેશ (એક ભાગ) પણ દેખાય છે. એ જ પ્રમાણે નમસ્કાર પણ જ્યારે સામાયિકના આરંભમાં બોલાય ત્યારે તેનો જીદું શ્રુતસ્કંધ જાણવું, વળી મહાનિશીથ સૂત્ર બીજા શ્રુત કરતાં વધારે વિશિષ્ટ છે એમ જણાય છે. કેમકે તેના અગાઢ યોગ છે, અને તેમાં પિસ્તાલીશ આયંબિલ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ચોથો ઉપધાનાચાર ૨૬૩ એક સાથે કરવામાં આવે છે. તેથી બીજા યોગોના તપ કરતાં તેના યોગનો તપ અતિ દુષ્કર છે, માટે તેનું ઉત્કૃષ્ટપણું સિદ્ધ થાય છે. આ (ઉત્કૃષ્ટપણાના) કારણને લીધે પણ જેઓ મહાનિશીથને પ્રમાણિક માનતા નથી, તેઓની શી ગતિ ? તે અમે જાણી શકતા નથી. (અર્થાત્ ઘણી જ માઠી ગતિ થવી જોઈએ.) કેમ કે શ્રુતનો અપાલાપ કરવો એ મહામોટું પાપ છે. મૂઢ બુદ્ધિવાળાએ “મહાનિશીથ નામનું સૂત્ર શ્રુત કહેવાય કે નહીં, એવો સંદેહ રહે છે” એમ કદિ પણ કહેવું નહીં. કેમકે નંદિસૂત્ર અને પાક્ષિકસૂત્ર વિગેરેમાં “નિસીહં મહાનિસીહં” એ પ્રમાણે પ્રત્યક્ષ કહ્યું છે. (તેથી તે શ્રત છે, એમ સિદ્ધ થાય છે.) વળી “નંદિસૂત્રાદિક પણ શ્રુત ગણાય કે નહીં?” એવી શંકા કરવી નહીં કારણ કે એમ કહેવાથી શ્રી આચારાંગ અને ઔપપાતિક (ઉવવાઈ) વિગેરે સૂત્રો કે જે હાલના સમયમાં વર્તમાન છે, તેનું પણ નંદિસૂત્રાદિકમાં શ્રુતપણું કહેલું છે. તેથી તેમને પણ ધૃતરહિતપણાનો પ્રસંગ આવશે, તે નિવારણ કરી શકાશે નહીં. અને એ પ્રમાણે સમીક્ષા (વિચાર) કર્યા વિના ભાષણ કરવા વડે અશાતના કરનારા પુરૂષોને જિનાદિક દેવને વિષે પણ જેમ તેમ પ્રલાપ કરવામાં વાંધો આવશે નહીં. (અર્થાત્ તેમને કોઈ અટકાવે તેમ નથી.) આ પ્રમાણે મહાનિશીથનું પ્રમાણપણું સિદ્ધ થાય છે; છતાં જેઓ અનંત સંસારનાં દુઃસહ દુઃખોથી પણ નહીં ભય પામતાં છતાં કેવળ કદાગ્રહને લીધે મોટા સાહસને અંગીકાર કરીને મહાનિશીથને પ્રમાણ રૂપ ન માનતા હોય, તેઓને પણ ઉપધાન તપ તો અંગીકાર કરવાનું છે. કારણ કે ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલા દશવૈકાલિક-નિયુક્તિ આદિ ગ્રંથોમાં “કાલે વિણએ બહુમાણે ઉવહાણેo (કાળ, વિનય, બહુમાન, ઉપધાન)” એ ગાથામાં ઉપધાન પ્રત્યક્ષ રીતે કરવાનું કહ્યું For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જ્ઞાનપદ મજીએ ૨ છે. સમવાયાંગ સૂત્રમાં પણ ઉપાસક દશાંગ સૂત્રનું સ્વરૂપ વર્ણવવાના અધિકારમાં સાક્ષાત્ શ્રાવકોને ઉપધાન કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે છે. “શ્રાવકોના શીલ, વ્રત, વિરતિ, ગુણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસનો અંગીકાર તથા શ્રુતનો અભ્યાસ, તપ, ઉપધાન અને પ્રતિમા વહેવી એ સર્વ કર્તવ્યો છે.” વળી વ્યવહારવૃત્તિમાં પણ કહ્યું છે કે- “શ્રુતગ્રહણ કરવાને ઇચ્છનાર પુરુષે ઉપધધન કરવું.” તેમજ જેઓ શ્રાવકોના ઉપધાનને માનતા નથી, તેઓ સાધુઓના યોગોહનને કેમ માને છે? કારણ કે તેના વિચાર પ્રમાણે શ્રાવકોની જેમ સાધુઓને પણ યોગ વહન કર્યા વિના જ સૂત્ર ભણવા વિગેરેની શુદ્ધિ થઈ જશે. તેથી કદાગ્રહની ગ્રસ્તતાંનો ત્યાગ કરીને તથા સિદ્ધાંત માર્ગના અનુયાયી-(અનુસરવા)પણાનો અંગીકાર કરીને તેમાં કહ્યા પ્રમાણે શ્રુતસ્કંધના પઠન પાઠન વિગેરે પરિભાષા સહિત નમસ્કારાદિક સૂત્રની આરાધનાના હેતુરૂપ ઉપધાનને જિનેશ્વરના વચનના પ્રમાણથી પ્રમાણપણે અંગીકાર કરવા. આ પ્રમાણે મહાનિશીથમાં ઉપધાન તપ કર્યા વિના નમસ્કારાદિક સૂત્રના પઠન-પાઠનાદિકનો નિષેધ કર્યો છે, તો પણ હાલમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાલાદિકની અપેક્ષા વડે લાભાલાભનો વિચાર કરીને આચરણા વડે ઉપધાન તપ કર્યા વિના પણ પઠનાદિક કરાતું દેખાય છે. આચરણાનું લક્ષણ કલ્પભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે કે-“કોઈ ઉત્તમ પુરુષે અશઠ ભાવે કરીને કોઈ પણ ઠેકાણે કાંઈપણ અસાવધ (નિદોર્ષ) આચરણ કર્યું હોય, અને તેનો બીજાઓએ નિષેધ કર્યો ન હોય, તથા ઘણાઓને સંમત હોય, તો તે આચરણા કહેવાય છે.” આવી આચરણા જિનાજ્ઞા જેવી જ જાણવી. તે બાબત ભાષ્યાદિકમાં કહ્યું છે કે - “અશઠ ભાવે આચરણ કરેલું નિર્દોષ કાર્ય કે જેને ગીતાર્થે નિષેધ્યું નથી, તે આચરણા પણ જિનેશ્વરની આજ્ઞારૂપ જ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ચોથો ઉપધાનાચાર છે - આ પ્રમાણે કહેલું હોવાથી મધ્યસ્થ પુરુષો તે આચરણાને બહુમાનપૂર્વક અંગીકાર કરે છે.” આ પ્રમાણે આચરણા છતાં પણ જેણે પ્રથમ નમસ્કારાદિક સૂત્રોનો અભ્યાસ કર્યો હોય, તેણે પણ યોગ્યતા પ્રમાણે તરત જ યથાશક્તિ તપે કરીને એટલે પૌષધ ગ્રહણાદિક વિધિએ કરીને અવશ્ય ઉપધાન વહન કરવા. મહાનિશીથમાં પણ મુખ્યપણે આયંબિલ અને ઉપવાસરૂપ તપ અને બીજે પદે એટલે ગૌણપણે યથાશક્તિ તપ કરવાનું પણ કહ્યું છે. તથા શક્તિરસ્યાગ તપસી (દાન અને તપ શક્તિ પ્રમાણે કરવાં)” એવું વચન હોવાથી તપમાં કાંઈ વધારે આગ્રહ નથી. અને મહાનિશીથમાં પૌષધગ્રહણની ક્રિયા સાક્ષાત્ કહેલી નથી, તો પણ જેમ સાધુને યોગોહનમાં ઉત્કૃષ્ટ ક્રિયા કરવાનું પ્રસિદ્ધ રીતે કહ્યું છે, તે પ્રમાણે શ્રાવકોને પણ ઉપધાનને વિષે ઉત્કૃષ્ટ ક્રિયા કરવાનું દેખાય છે. તે ઉત્કૃષ્ટપણું આરંભના સર્વથા ત્યાગ વિગેરે ગુણ કરીને જ થાય છે. અને તે અનારંભાદિક ગુણો સમ્યક્ પ્રકારે પૌષધનો સ્વીકાર કરવાથી જ પ્રાપ્ત થાય છે. અન્યથા થતા નથી. ઘણા જૂનાં પ્રકરણોમાં અને પૂર્વ આચાર્યોએ કરેલી અને પરંપરાથી ચાલતી આવેલી પોતપોતાના ગચ્છની સામાચારી વિગેરેમાં પણ ઉપધાનને વિષે પૌષધ ગ્રહણ કરવાનું સાક્ષાત્ કહેલું છે. યોગ વહન કરવાનો વિધિ પણ સ્પષ્ટ રીતે - તો સામાચારીઓમાં જ દેખાય છે; કોઈ સિદ્ધાંતમાં સાક્ષાત્ (સ્પષ્ટ વચન વડે) દેખાતો નથી. તેથી સાધુના યોગવહનના વિધિની જેમ શ્રાવકોના ઉપધાનોમાં પણ પૌષધ ગ્રહણ કરવા વિગેરેનો વિધિ પ્રમાણ કરવા યોગ્ય છે. આથી કરીને એમ સિદ્ધ થયું કે સાધુઓએ તથા શ્રાવકોએ બીજી સર્વ તપસ્યાઓ કરતાં પ્રથમ અવશ્ય કર્તવ્યપણે કરીને ઉપધાન તપ આરાધવા લાયક છે. જે મનુષ્યો આજીવિકાને માટે, ગૃહકાર્યાદિકની અત્યંત વ્યગ્રતાને લીધે અથવા પ્રમાદ વિગેરે For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જ્ઞાનપદ ભજીએ રે કારણને લીધે ઉપધાનનું વહન કરતા નથી, તેઓને નવકાર ગણવા, દેવવંદન કરવું, ઈરિયાવહી પડિક્કમવા, પ્રતિક્રમણ કરવું વિગેરે ક્રિયાઓ જીવનપર્યત કદાપિ શુદ્ધ થતી નથી. અને ભવાંતરે પણ તેમને તે ક્રિયાઓનો લાભ મળવો અસંભવિત છે. કેમકે જ્ઞાનના વિરાધકોને જ્ઞાનની દુર્લભતા પ્રતીત થાય છે. તેથી જ્ઞાનના આરાધનની ઈચ્છાવાળાએ ઉપધાન વિધિમાં યથાશક્તિ યત્ન કરવો. - સાધુઓના ઉપધાન (યોગ) વિષે દૃષ્ટાંત ગંગા નદીને કાંઠે કોઈ આચાર્ય ભગવંત ઘણા શિષ્યોને નિરંતર ભણાવવાથી તથા તેમના પ્રશ્નોના ઉત્તર આપવાથી રાત્રે પણ વિશ્રાંતિ પામતા નહીં. તેથી પોતાની સાથે જ દીક્ષિત થયેલા પણ થોડું ભણેલા પોતાના ભાઈને સ્વેચ્છાએ નિવાધિક સુખને ભોગવતા જોઈને જ્ઞાન ઉપર આદર રહિત થઈ વિશ્રામ લેવાની ઈચ્છાથી સ્વાધ્યાયને વખતે પણ અસ્વાધ્યાયનો સમય છે એમ કહેવા લાગ્યા. તે જ્ઞાનાતિચારની આલોચના કર્યા વિના મરણ પામીને સૌધર્મ દેવલોકમાં દેવ થઈ ત્યાંથી વી કોઈ ગામડામાં આભીર(ભરવાડ)ના કુળમાં ઉત્પન્ન થયા. તે આભીર ભોગાદિકથી સુખી હતો. એકદા અત્યંત રૂપવાળી પોતાની પુત્રીને ગાડાના અગ્રભાગ પર બેસાડીને તે ઘી વેચવા માટે કોઈ નગર પ્રત્યે ચાલ્યો. તે વખતે તેની સાથે બીજા પણ ઘણા જુવાન આભીરો નગર પ્રત્યે જતા હતા. તેઓએ માર્ગમાં તે કન્યાનું અદ્ભુત રૂપ જોઈ પરવશ બની પોતપોતાનાં ગાડાં ઉન્માર્ગે ચલાવ્યાં, જેથી તે ગાડાં ભાગી ગયાં. રૂપમાં આસક્ત થયેલા પુરુષોને આ ગાડાં જેવી વસ્તુનું નુકસાન કઈ ગણત્રીમાં છે ? કાંઈજ નથી. તે વિષે પરમ28ષિનું વચન છે કે रुवेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअं पावइ से विणासं, For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ સાધુઓના ઉપધાન વિષે દૃષ્ટાંત रागाउरे से आहवा पयंगे, आलोअलोले समुवेइ मच्चु ॥ અર્થ- જે પુરુષ રૂપને વિષે અત્યંત આસક્તિ પામે છે, તે અકાલે મૃત્યુને પામે છે, કારણ કે આલોક (દીવા) ના રૂપમાં આસક્ત થયેલાં પતંગિયાઓ રાગાતુર થઈને અકાળે મૃત્યુ પામે છે. પછી તે આભીરોએ દુઃખિત થવાથી તે કન્યાનું “અશકટા” અને તેણીના પિતાનું “અશકદાપિતા” એવું નામ પાડયું. તેથી ખેદ પામીને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે પોતાની પુત્રી કોઈને પરણાવી દીધી અને પોતે દીક્ષા લીધી. પછી તે સાધુએ ઉત્તરાધ્યયનના ત્રણ અધ્યયન સુધી ઠીક અભ્યાસ કર્યો. ચોથું અસંખય નામનું અધ્યયન ભણતા પૂર્વના જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી બે આયંબિલ કરી બે દિવસ સુધી ભણ્યા છતાં પણ એકાદ માત્ર પણ હૃદયમાં રહ્યું નહીં. ત્યારે ગુરુએ તેને કહ્યું કે કે- “હે સાધુ! અસંખય અધ્યયનની અનુજ્ઞા કરો.” ત્યારે તેણે પૂછ્યું કે- “આ ભણવામાં મુખ્ય વિધિ કેવો છે ” ગુરુએ કહ્યું કે, “જ્યાં સુધી આ અધ્યયન આવડે નહિ, ત્યાં સુધી આયંબિલ તપ કરવાનો વિધિ છે.” તે સાંભળીને તે સાધુએ ઉત્સાહથી તે પ્રમાણે જ કરવા માંડ્યું. એટલે બાર વર્ષ સુધી આયંબિલ કરીને તેણે માત્ર બાર વત્તો (શ્લોકો) નો અભ્યાસ કર્યો. તેથી તેના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયો. પછી સુખે કરીને (અલ્પ યત્નથી) બાકીનું સમગ્ર કૃત તે ભણ્યા. તેથી સાધુઓએ યોગના વિધિનું સમ્યક્ પ્રકારે આરાધન કરવું. શ્રાવકોના ઉપધાન વિષે કથા ચંપાપુરીમાં આહત ધર્મનો પરમ ભક્ત “જિનદાસ”નામે શ્રેષ્ઠી હતો. તેને “ઋષભદત્ત” અને “અજિતદત્ત” નામે બે પુત્રો હતા. તેમને પિતાએ બાલ્યાવસ્થામાં જ નમસ્કારાદિક સૂત્ર ભણાવ્યાં હતાં. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જ્ઞાનપદ ભજીએ રે પછી જ્યારે તેઓ પૌષધ તપને યોગ્ય થયા ત્યારે પિતાએ તેમને કહ્યું કે- “હે વત્સો ! સમ્યક્ પ્રકારે સૂત્રના આરાધનને માટે ચિત્તના એકાગ્રપણે ઉપધાન તપ વહન કરો, કારણ કે- “શક્તિમાન શ્રદ્ધાળુ પુરુષ અનુષ્ઠાનને (ક્રિયાને) વિધિ પૂર્વક સેવે છે (કરે છે) અને તે જો દ્રવ્યાદિક દોષથી હણાયેલો હોય તો પણ તે અનુષ્ઠાનનો પક્ષ કરે છે. એટલે અનુષ્ઠાનની જ પુષ્ટિ કર્યા કરે છે. આસન્નસિદ્ધિ જીવોને ક્રિયા કરવાના પરિણામ (ભાવ) સર્વદા હોય છે. અભવ્યને અને દુર્ભવ્ય જીવોને અવિધિને વિષે ભક્તિ હોય છે ને વિધિનો ત્યાગ હોય છે એટલે ક્રિયા પર અરુચિ હોય છે.” આ પ્રમાણે સાંભળીને કુશળ પુરુષોને વિષે અગ્રેસર અને લઘુ છતાં પણ બુદ્ધિએ કરીને મોટા એવા અજીતદત્ત “ભાવતું હતું અને વૈદ્યે કહ્યું” એમ માનીને આનંદથી નંદિ (નાંદ માંડવી) વિગેરે મહોત્સવપૂર્વક અપૂર્વ બહુમાન સહિત ઉપધાન તપને મુખ્ય વિધિ વડે જ વહન કર્યું. એનો મોટો ભાઈ તો સાંસારિક સુખમાં આસક્ત હતો, તથા પૌષધ ઉપવાસ વિગેરે ક્રિયાઓનું દુષ્કરપણું માનતો હતો, તેથી નિર્લજ્જતાદિ સાહસને ધારણ કરીને કહેતો કે –“સૂત્રો તો પ્રથમ જ અસ્ખલિત પણે ભણ્યા છીએ, માટે હવે ફોગટ દુષ્કર તપ કરવા રૂપ ક્લેશના આવેશનો આશ્રય કરવાથી શું ફળ છે? કહ્યું છે કે ‘‘અતિવોશેન યે ત્વ, ધર્મસ્યાતિમેળ ચ । शत्रूणां प्रणिपातेन, ते ह्यर्था मा भवन्तु मे ॥ અર્થ– કોઇ નીતિશ પુરુષ કહે છે કે - “ જે અર્થો (દ્રવ્ય અતિ ક્લેશથી પ્રાપ્ત થાય છે, તથા જે ધર્મનું ઉલ્લંઘન કરવાથી પ્રાપ્ત થાય છે, અને જે શત્રુઓને નમન કરવાથી પ્રાપ્ત થાય છે, તે અર્થો મને પ્રાપ્ત ન થાઓ. અર્થાત્ તેવા અર્થોને હું ઇચ્છતો નથી.’’ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ શ્રાવકોના ઉપધાન વિષે દૃષ્ટાંત આ પ્રમાણે ઉપધાનનો અનાદર કરવામાં અગ્રેસર એવા તે ઋષભદત્તને કુશળ એવા માતા, પિતા અને બંધુ વિગેરેએ ઘણે પ્રકારે પ્રેરણા કર્યા છતાં પણ જેમ ગળિયો બળદ ધૂંસરીના ભારને વહન ન કરે તેમ તેણે ઉપધાન વહન કર્યું નહીં. ધર્મિષ્ઠોને પણ પ્રમાદરૂપી મદિરાપાનથી ઉત્પન્ન થયેલા મદની અધિકતાના આવેશની પુષ્ટતા થાય છે તેને ધિક્કાર છે, કેમકે સમ્યક પ્રકારની ધર્મક્રિયામાં કુશળ છતાં પણ જાણે અગ્નિથી દગ્ધ થયેલા હોય તેમ તેઓ તે ધર્મક્રિયાના આરાધન માટે ઉદ્યમી જ થતા નથી.” આ પ્રમાણે તે ઋષભદત્ત ઉપધાન નહીં વહન કરવાને લીધે તથા તેની અવગણના કરવાને લીધે શ્રાવકધર્મનું આરાધન કરવા છતાં પણ તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું, પછી તે બન્ને ભાઈઓ શ્રાવક ધર્મનું આરાધન કરી સૌધર્મ દેવલોકમાં દેવો થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે રવીને મહાવિદેહ ક્ષેત્રમાં મહેશ્યના કુળમાં સાથે જન્મેલા બે પુત્રો થયા. મોટાનું નામ “દેવદત્ત” અને બીજાનું નામ “ગુરુદત્ત” પાડ્યું. તે બન્નેમાં મોટો દેવદત્ત પૂર્વ કર્મના દોષથી બુદ્ધિરહિત અને અત્યંત મૂર્ણ થયો, અને નાનો ગુરુદત્ત અત્યંત બુદ્ધિમાન અને ડાહ્યો થયો. અનુક્રમે યોગ્ય વય આવતાં તે બન્નેને ભણાવવા માટે પિતાએ અધ્યાપકને સોંપ્યા. તેમાં મોટાને ઘણી મહેનત કર્યા છતાં પણ અત્યંત તપાવેલા પાત્ર પર જળના બિંદુની જેમ એક અક્ષર માત્ર પણ હૃદયમાં આરૂઢ થયો નહીં. ઘણું શું કહેવું? પણ અક્ષરો વાંચવા લખવા જેટલું પણ જ્ઞાન થયું નહીં. તેને માટે પૂતળાની જેમ તેને લેશ માત્ર પણ આવવું નહીં. તેને માટે પિતાએ વિવિધ પ્રકારનાં ઔષધ, જંત્ર, તંત્ર, મંત્ર અને દેવપ્રક્ષાદિક ઉપાયો કર્યા, તથા હંમેશાં પ્રયત્નપૂર્વક તેને ભણાવવા લાગ્યા. તોપણ તે નવકાર મંત્રનું એક પણ પદ શીખી શક્યો નહીં. અને નાનો ગુરુદત્ત તો હૃદયના For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જ્ઞાનપદ ભજીએ રે અભિપ્રાયને જાણવાથી બૃહસ્પતિની જેમ થોડા દિવસમાં જ સુખે કરીને સકલ શાસ્ત્રસમુદ્રનો પારગામી થઈ સર્વ વિદ્વાનોમાં મુગટ સમાન થયો, અને અનુક્રમે તે સમ્યક્ પ્રકારે શ્રાદ્ધ ધર્મની સમગ્ર ક્રિયાનું જાણપણું તથા ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું જાણપણું એ વિગેરે ગુણોએ કરીને જિનશાસનને વિષે અનુપમ કુશળતાને પામ્યો. “અહો! જ્ઞાનના આરાધન અને વિરાધનનો કોઈ (અલૌકિક) અનિર્વાચ્ય વિપાકોદય છે. “ત્યાર પછછ તે બન્ને ભાઈઓ લોકમાં અનુક્રમે રાહુ અને સૂર્યની, લોઢાની કડાહ અને ચંદ્રની રાત્રિ અને દિવસની, અમાવાસ્યા અને પૂર્ણિમાની, અંગારા અને સુવર્ણની, ધનુરો અને ચંપક પુષ્પની, કેરડો અને કલ્પવૃક્ષની, મેશ અને દૂધની, કાગડો અને કોયલની, બગ અને હંસની, કલિયુગ અને સત્યુગની, દુર્જન અને સજ્જનની તથા ગધેડો અને હાથીની વિગેરે ઉપમાઓને (ાયા. અહો ! સદોરપણું છતાં પણ વિષ અને અમૃતની જેમ એ બન્ને વચ્ચે મોટું અંતર પડ્યું. પછી દુર્દેવે કરેલા પંક્તિભેદે કરીને ચિત્તના અત્યંત ઉગમાં મગ્ન થયેલો દેવદત્ત અત્યંત દુઃષહ એવા કેવળ દુઃખને જ ચિત્તમાં ધારણ કરવા લાગ્યો. એકદા કોઈ જ્ઞાનીને તેના પિતાએ તેનો પ્રાગભવ પૂછયો, ત્યારે જ્ઞાનીએ યથાર્થ પૂર્વભવ કહ્યો. તે સાંભળીને દેવદત્ત પોતાના મનમાં અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પછી સુકૃત કરવામાં જ એક ચિત્તવાળા થઈને તેણે ગુરુને કહ્યું કે, “હે ભગવન્! મારાં દુષ્કર્મોનો ક્ષય શી રીતે થાય? તે કહો.” જ્ઞાનીએ જવાબ આપ્યો કે- “હે દેવદત્ત! ઉપધાનને વહન કરનારા તથા નમસ્કારાદિક સૂત્રોને ભણનારાની અશઠભાવથી વિનય, આવર્જન, ભોજન અને વિશ્રામણા વિગેરે વડે સર્વ પ્રકારે ભક્તિ કરીને તથા મહિષની જેમ સંલગ્ન (ઉપરાઉપર) ઉપવાસ, આયંબિલ વિગેરે દુષ્કર તપ કરીને તારા શરીરનું શોષણ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકોના ઉપધાન વિષે દૃષ્ટાંત ૨૭૧ કરીશ, તો જ આ દુષ્કર્મનો ક્ષય થશે, અન્યથા થશે નહીં. તે વિષે પરમઋષિનું વચન છે કે- “હે જીવ! પૂર્વ જન્મમાં કરેલાં પાપો તથા ખરાબ (અવિધિએ) આચરણ કરેલી ક્રિયાઓ કે જેમની આલોચના કરી નથી તેનો વેદવાથી જ (ભોગવવાથી જ) ક્ષય થાય છે; ભોગવ્યા વિના તેનો ક્ષય થતો નથી પરંતુ તપસ્યા વડે તે કર્મનો ક્ષય થઈ શકે છે.’’ વળી કહ્યું છે કે- “નિયાણા વિના વિધિપૂર્વક કરેલી તપસ્યાની શી પ્રશંસા કરીએ? કે જે તપસ્યા વડે નિકાચિત કર્મોનો પણ ક્ષય થાય છે.' આ પ્રમાણે ગુરુના મુખથી સાંભળીને તે મહેભ્યપુત્રે બાલ્યાવસ્થા હોવા છતાં તથા સર્વ પ્રકારે સુખી છતાં ગુરુમહારાજના કહ્યા પ્રમાણે વિનયાદિક વિશેષ પ્રકારે ઘણા વર્ષ સુધી ઉત્સાહ સહિત કર્યા. તેથી ઘણા ઘુણ જાતિના જીવડાના સમૂહને યોગ્ય કઠિન લાકડાની જેમ નિબિડ (ગાઢ) એવું પણ તેનું જ્ઞાનાવરણીય કર્મ ધીમે ધીમે ઓછું થયું. ત્યારપછી મહાનિશીથમાં કહેલા મુખ્ય વિધિ વડે સાવધાન મનથી ઉપધાન વહન કરીને તે નમસ્કારાદિક સૂત્રનો અભ્યાસ કરવા લાગ્યો. તેમ કરવાથી પૂર્વભવનાં દુષ્કર્મનો સર્વથા ક્ષય થયો એટલે સમગ્ર શસ્ત્રોનો પારગામી થઈ તે પણ ગુરુદત્તની ઉપમાને પામ્યો. તે જોઈને શ્રદ્ધા ઉત્પન્ન થવાથી પ્રાયઃ સર્વે શ્રાવકો ઉપધાન વિધિનું આરાધન કરવા લાગ્યા. પછી પરમ શ્રાવક એવા તે બન્ને બાંધવોએ એવી રીતે જ્ઞાનની આરાધના કરી કે તે જ ભવમાં દ્રવ્ય દીક્ષા અંગીકાર કર્યા વિના પણ કેવળજ્ઞાન પામીને સિદ્ધિ સૌધ ઉપર આરૂઢ થયા, અર્થાત મોક્ષે ગયા. આ પ્રમાણે ઉપધાનની આરાધના તથા અનારાધનાનું ફળ સાંભળીને (જાણીને) પ્રમાદનો ત્યાગ કરી તેનું આરાધન કરવામાં સમ્યક્ પ્રકારે ઉદ્યમ કરવો. ॥ ઇતિ વ્યાખ્યાતૠતુર્થ: ઉપધાનાચારઃ ॥ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પાંચમા અનિહવાચાર વિષે શ્રુતનો અભ્યાસ કરીને પણ ગુરુ તથા શ્રુતાદિકનો નિહવ (અપલાપ) કરવો નહીં. જેની પાસે અભ્યાસ કર્યો હોય, તે (ગુરુ) જો અપ્રસિદ્ધ હોય, તથા જાતિ અને શ્રુતાદિકથી રહિત હોય, તોપણ તેને ગુરુ તરીકે જ કહેવા. પરંતુ પોતાની ગૌરવતાને માટે બીજા કોઈ યુગપ્રધાનાદિક પ્રસિદ્ધને ગુરુ તરીકે કહેવા નહીં. તેમજ જેટલું શ્રુત ભણ્યા હોઈએ તેટલું જ કહેવું, પરંતુ ન્યૂનાધિક કહેવું નહીં. કેમકે તેથી મૃષા ભાષણ, ચિત્તનું મલિનપણું, જ્ઞાનાતિચાર વિગેરે દોષ પ્રાપ્ત થાય છે. ગુરુ વિગેરેનો નિન્હેવ કરવામાં મોટું પાપ છે, તે વિષે લોકમાં પણ કહ્યું છે કે જ્ઞાનપદ ભજીએ રે एकाक्षर प्रदातारं यो गुरं नैव मन्यते । श्वानयोनिशतं गत्वा, चांडालेष्वपि जायते ॥१॥ અર્થ “જે માણસ એક અક્ષર પણ આપનાર ગુરુને માનતો નથી, તે સો વાર કૂતરાની યોનિમાં ઉત્પન્ન થઈને ચંડાલને વિષે જન્મે છે.’ ગુરુનો અપલાપ કરવા ઉપર સંન્યાસીની કથા કોઈ એક વિદ્યાવાન હજામ વિદ્યાના બળથી અસ્ત્રાની કોથળીને આકાશમાં નિરાધાર રાખતો હતો. તે જોઈને એક પરિવ્રાજકે તે વિદ્યા લેવા માટે તેની ઘણી સેવા કરી, તેથી પ્રસન્ન થઇને તે હજામે તેને વિદ્યા આપી. પછી તે સંન્યાસી પોતાના દંડ કમંડલુને આકાશમાં નિરાધાર રાખવાથી સ્થાને સ્થાને લોકોથી પૂજાવા લાગ્યો. એક દિવસ રાજાએ સંન્યાસીને ભોજનનું આમંત્રણ આપી પોતાને ઘેર બોલાવીને પૂછ્યું કે— “તમારા ગુરુ કોણ છે ?” સંન્યાસીએ કહ્યું કે– “મારા ગુરુ નિરંતર હિમાલયમાં રહીને ફળાહાર કરનારા મહા For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ પાંચમા અનિવાચાર ૨૭૩ તપસ્વી ઋષિ છે.’' આ પ્રમાણે બોલતાં જ તેનો ત્રિદંડ કે જે આકાશમાં નિરાધાર હતો, તે ઊંચે ઊછળેલી લાકડીની જેમ આકાશથી ખડખડ શબ્દ કરતો પૃથ્વી પર પડ્યો. તથા લોકમાં તે હાંસી, અપમાન વિગેરેને પામ્યો. માટે કોઈએ પણ કોઈ પ્રકારે ગુરુનો નિહવ કરવો નહીં. તેમાં પણ ઘણા ધર્માર્થી મનુષ્ય તો બિલકુલ નિર્જાવ કરવો નહીં. ॥ ઇતિ પંચમો અનિન્હવાચારઃ ।। છઠ્ઠો, સાતમો ને આઠમો જ્ઞાનાચાર [વ્યંજન, અર્થ અને તે બન્ને વળી શ્રુત જ્ઞાનના અર્થીએ વ્યંજન (અક્ષર) અને અર્થ તથા તે બન્ને વઢે શુદ્ધ એવા સૂત્રનો અભ્યાસ કરવો. તેમાં વ્યંજન એટલે અક્ષર. અક્ષરને અન્યથા કરવામાં તથા ન્યૂનાધિક કરવામાં અશુદ્ધ થવાને લીધે અનેક મહાદોષો, મહા આશાતનાઓ અને સર્વજ્ઞની આજ્ઞાનો ભંગ વિગેરે દોષો પ્રાપ્ત થાય છે. કેમકે વ્યંજનનો ભેદ (ફેરફાર) થવાથી અર્થનો ભેદ થાય છે, અર્થનો ભેદ થવાથી ક્રિયાનો ભેદ થાય છે, ક્રિયાનો ભેદ થવાથી મોક્ષનો અભાવ થાય છે, અને મોક્ષનો અભાવ થવાથી સાધુ તથા શ્રાવકને ધર્મનું આરાધન, તપસ્યા, ઉપસર્ગનું સહન કરવું, એ વિગેરે કષ્ટસાધ્ય ક્રિયાઓ પણ નિરર્થક થાય છે. તેમાં સૂત્રનું અન્યથાપણું કરવું એટલે પ્રાકૃતને બદલે સંસ્કૃત કરવું તે, જેમ “ધર્મો મંગલમુત્કૃષ્ટ (ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે)” અથવા તેના પદોને ઊલટસુલટ બોલવાં જેમ કે “ પુણોકલ્લાણમુક્કોસ ૩. અથવા સૂત્રમાંના એક અક્ષરને બદલે બીજો અક્ષર કરવો, જેમ કે ધમ્મો' એ ધકારને સ્થાને For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જ્ઞાનપદ ભજીએ રે કકાર વિગેરે કોઈ પણ અક્ષર બોલવો. ૪. અથવા વર્ણોને ઊલટા (છેલ્લેથી) બોલવા, જેમ કે “દેવાવિ” ને બદલે “વિવાદે” એમ બોલવું ૫. એ જ પ્રમાણે અર્થને તથા વ્યંજન અને અર્થ એ બન્નેને અન્યથા કરવામાં તથા ચૂનાધિક કરવામાં દોષો જાણી લેવા. તેમાં વ્યંજનને અન્યથા કરવામાં “ચૈત્યવંદનાદિક સૂત્રો પ્રાકૃત ભાષામાં છે, તેને હું સંસ્કૃત ભાષામાં કરૂં” આટલું માત્ર બોલવાથી જ “સિદ્ધસેન દિવાકરને” પારાંચિક પ્રાયશ્ચિત પ્રાપ્ત થયું તેનું દૃષ્ટાંત આ પ્રમાણે શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત વિદ્યાધર ગચ્છમાં “શ્રી પાદલિપ્ત” સૂરિની પરંપરા વિષે ‘‘સ્કંદિલ” નામના આચાર્ય સંઘનાં અનેક કાર્યો કરતા. કરતા ગામે ગામ વિહાર કરતાં ગૌડ દેશમાં આવ્યા. ત્યાં “કોસલ” નામના ગામનો રહીશ “મુકુંદ” નામનો વૃદ્ધ બ્રાહ્મણ તેમને મળ્યો. તે બ્રાહ્મણે ગુરુ મહારાજ પાસે આ પ્રમાણે દેશના સાંભળી કે-“વિવેકી પુરુષે સર્વદા સમ્યક્ પ્રકારે ધર્મનું આરાધન કરવું, અને વૃદ્ધાવસ્થામાં તો વિશેષ પ્રકારે કરવું. કહ્યું છે કે बालेऽस्ति यौवनाशा, स्पृहयति तरुणोऽपि वृद्धभावं च । मृत्यूत्सङ्गगतोऽयं, वृद्धः किमपेक्ष्य निर्धर्मा ।। અર્થ:- મનુષ્ય બાલ્યાવસ્થામાં યુવાવસ્થાની આશાથી ધર્મરહિત હોય છે, યુવાવસ્થામાં પણ વૃદ્ધાવસ્થાને ચાહે છે (એટલે “વૃદ્ધાવસ્થામાં ધર્મ કરીશ” એમ ધારીને યુવાવસ્થામાં પણ ધર્મ કરતો નથી.) પરંતુ મૃત્યુના ઉત્સંગ (ખોળા)માં ગયેલો વૃદ્ધ પુરુષ કોની અપેક્ષા રાખીને ધર્મ કરતો નથી ? અર્થાત્ વૃદ્ધાવસ્થામાં તો અવશ્ય ધર્મમાં જ પ્રવર્તવું જોઈએ. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત स्याच्छैशवे मातृमुखस्तारुण्ये तरुणीमुखः । વાર્ધક તે પુત્રમુદ્ધો, મૂઢો નાહ્મમુલ: ચિત્ ।।ર અર્થ:- મનુષ્ય બાલ્યાવસ્થામાં માતાને આધીન હોય છે, યુવાવસ્થામાં સ્ત્રીને આધીન હોય છે, અને વૃદ્ધાવસ્થામાં પુત્રને આધીન હોય છે, પરંતુ મૂઢ પ્રાણી કોઈપણ વખત આત્માને આધીન એટલે આત્મપરાયણ હોતો નથી. ૨’ ૨૭૫ આ પ્રમાણે દેશના સાંભળીને તે વૃદ્ધ બ્રાહ્મણે આચાર્ય પાસે વૈરાગ્યથી દીક્ષા લીધી. પછી વિહારના અનુક્રમે તે ગુરુની સાથે ભૃગુપુરમાં (ભરુચમાં) આવ્યા. તે મુકુંદ મુનિ રાત્રિએ પણ ઊંચા સ્વરે ભણતા હતા, તેથી બીજા સાધુઓની નિદ્રાનો ભંગ થવાથી તેમને દુભાતા જાણીને ગુરુએ તેને નિષેધ કર્યો કે— “હે વત્સ ! રાત્રિએ નવકારવાળી ગણ. રાત્રે ઊંચે સ્વરે ભણવાથી હિંસક પ્રાણીઓ જાગૃત થાય, અને તેથી અનર્થદંડ પણ પ્રાપ્ત થાય.’ આ પ્રમાણે કહ્યાં છતાં પણ તે વૃદ્ધ મુનિ ઊંચે સ્વરે જ ઘોષણા કરતા હતા. ત્યારે કોઈ સાધુએ તેનો ઉપહાસ કર્યો કે “શું આ આટલી વયવાળા (વૃદ્ધ) મુનિ ભણીને મુશળ(સાંબેલા)ને પ્રફુલ્લિત કરશે?' તે સાંભળીને વૃદ્ધ મુનિ ખેદ પામીને તરત જ વિદ્યાને માટે “નાલિકેર વસતિ” નામના ચૈત્યમાં રહેલી મહાપ્રભાવવાળી સરસ્વતી દેવીની આરાધના કરવા લાગ્યા. એકવીશ ઉપવાસે દેવી તુષ્ટમાન થઈ, અને પ્રત્યક્ષ દર્શન આપીને બોલી કે “હે મુનિ ! તમને સર્વ વિદ્યા સિદ્ધ થાઓ.” પછી તે મુનિ કોઈને ઘેરથી મુશળ માગી લાવીને ચતુથ (ચૌટા)માં આવ્યા, પછી મુશળને પ્રાસુક જળ વડે સિંચીને-છાંટીને તત્કાળ નવપલ્લવિત કરી પુષ્પવાળું કર્યું. અને બોલ્યા કે “જે કહેતા હોય કે- આ શું મુશળને પ્રફુલ્લિત For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જ્ઞાનપદ ભજીએ રે કરશે! તેનું નિરાકરણ કરવા માટે પત્ર અને પુષ્પવાળું કરેલું આ મુશળ હું અહીં સ્થાપન કરું છું. હવે તમે જળકાગડાનું શીંગડું ઇદ્રધનુષ્ય જેવડું થયું, અગ્નિ શીતલ થયો, અને વાયુ કંપરહિત થયો ઇત્યાદિ જેને જેમ રુચે તેમ બોલો. આ હું વૃદ્ધપણામાં વાદી થયો છું, મારી સાથે જેને વાદ કરવો હોય તે આવો.' પછી તેણે એવા વાદવિવાદ મોટા મોટા પંડિતો સાથે કર્યા કે જેથી ગરુડનું નામ સાંભળીને સર્પોની જેમ તે વૃદ્ધવાદીનું નામ સાંભળીને સર્વ વાદીઓ નામી જવા લાગ્યા. તે મુનિ વૃદ્ધવાદીના નામથી પ્રસિદ્ધ થયા, તેમને ગુરુએ પોતાને સ્થાને સ્થાપન કર્યા. આ સમયે અવંતિનગરીમાં વિક્રમ” રાજા રાજ્ય કરતો હતો. તે સાત્ત્વિકને વિષે શ્રેષ્ઠ અને પરોપકારને વિષે એકનિષ્ઠાવાળો હતો. તે રાજાને બે સુવર્ણ પુરુષ સિદ્ધ થયા હતા, તેથી તેણે પૃથ્વીના સર્વ મનુષ્યોને ઋણ રહિત કરી પોતાનો સંવત પ્રવર્તાવ્યો હતો. તેણે પોતાના કોશ (ખજાના)ના અધ્યક્ષને આ પ્રમાણે આજ્ઞા આપી હતી કે “હે કોશાધિપતિ ! જે કોઇ દીન મનુષ્ય પર મારી દૃષ્ટિ પડે, તેને તારે એક હજાર સોનામહોરો આપવી, જેની સાથે હું કાંઇ પણ ભાષણ કરું તેને દશ હજાર આપવી, જેની વાણી સાંભળીને હું હતું તેને એક લાખ સોનામહોરો આપવી, અને જેના પર હું પ્રસન્ન થાઉં તેને એક કરોડ મહોરો આપવી. એ પ્રમાણે સર્વદા મારી આજ્ઞા છે.’ આમ વિક્રમ રાજાએ કહ્યા વિના પણ આપવાની સ્થિતિ ઠરાવી રાખી હતી. એકદા તે રાજાએ પીવા માટે પાણી માગ્યું. તે વખતે ઉચિત બોલનાર એક ભાટ બોલ્યો કે— “હે રાજા ! તમારા મુખકમળમાં સરસ્વતી રહેલી છે, તમારો ઓષ્ઠ સર્વદા શોણ' છે, કાકુત્સ્ય 1. શોણ નામનો દ્રહ-ઓષ્ઠના પક્ષે રાતો. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત ૨૭૭ (રામચંદ્ર)ના પરાક્રમની સ્મૃતિ કરાવવામાં ચતુર એવો તમારો દક્ષિણ હાથ સમુદ્ર છે, આ તમારી પાસે રહેનારી વાહિનીઓ એક ક્ષણવાર પણ તમારા સમીપપણાને મૂકતી નથી, તથા તમારે સ્વચ્છ (નિર્મળ) માનસ છે. તો પણ તમને પાણી પીવાની કેમ અભિલાષા થઈ?' આ પ્રમાણે સાંભળીને રાજાએ આઠ કરોડ સોનામહોરો, ત્રાણું તુલા, (મણ) મોતી, મદના ગંધમાં લુબ્ધ થયેલા ભમરાઓથી ઉદ્ધત થયેલા પચાસ હાથીઓ, લાવણ્યાની વૃદ્ધિથી દૃષ્ટિના વિસ્તારવાળી એકસો વારાંગનાઓ (સ્ત્રીઓ), આટલું દાન કે જે પાંડય રાજાએ વિક્રમ રાજાને દંડમાં આપ્યું હતું તે સર્વ તે ભાટને આપી દીધું. આ વિગેરે અને તે વિક્રમ રાજાનાં દાનકૃત્યો પ્રસિદ્ધ છે. તે વિક્રમ રાજાના રાજ્યમાં માનનું પાત્ર અને કાત્યાયન ગોત્રનો અલંકાર “દેવર્ષિ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને ‘‘દેવશ્રી’’ નામની પત્ની હતી. તેમને “સિદ્ધસેન’” નામનો પુત્ર હતો. તે બુદ્ધિનો ભંડાર હોવાથી આખા જગતને તૃણ સમાન ગણતો હતો. કેમકે મિથ્યાત્વીઓને ગર્વ પ્રકૃતિથી જ સિદ્ધ હોય છે કહ્યું છે કે वृश्चिको विषमात्रेणाप्यूर्ध्वं वहति कंटकम् । विषभारसहस्त्रेऽपि वासुकिनैव गर्वितः ॥१ ॥ અર્થ-વીંછી અલ્પ વિષે કરીને પણ પોતાના કાંટાને ઊંચો જ રાખે છે. અને વાસુકી નાગ હજાર ભાર વિષને ધારણ કરે છે, તો પણ ગર્વિષ્ઠ થતો નથી. ૧ ૨. સમુદ્ર એટલે દરિયો-હાથ પક્ષે મુદ્રા-વીંટી સહિત. ૩. નદી- બીજા પક્ષે સેના. ૪. માનસ નામનું સરોવર-બીજા પક્ષે મન. For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ભજીએ રે તે સિદ્ધસેને વિદ્યાના ગર્વથી “જે મને વાદમાં જીતે તેનો હું શિષ્ય થાઉં” એવી પ્રતિજ્ઞા કરી હતી. તેણે એકદા વૃદ્ધવાદીની કીર્તિ સાંભળી, તે નહીં સહન થવાથી સુખાસનમાં બેસી તેની સન્મુખ ચાલ્યો. તે સમયે વૃદ્ધવાદીએ ભૃગુકચ્છથી વિહાર કર્યો હતો, તેથી તેઓ માર્ગમાં જ મળ્યા. પરસ્પર સંભાષણ થવાથી એકબીજાની ઓળખાણ પડી. પછી સિદ્ધસેને કહ્યું કે- “વાદ આપો.’’ સૂરિ બોલ્યા કે- “ભલે, પરંતુ અત્રે ભાગ્યયોગે મળી શકે તેવા સભ્યો (મધ્યસ્થો) નથી. તેમના વિના જયપરાજયની વ્યવસ્થા શી રીતે થાય ?'' તે સાંભળીને વાદમાં ઉત્કંઠિત થયેલા સિદ્ધસેને કહ્યું કે—“આ ગોવાળો જ આપણા સભ્યો થાઓ.’’ ગુરુએ તેનું વચન સ્વીકાર્યું, અને ગોવાળોને પાસે બોલાવ્યા. પછી ગુરુએ તેને કહ્યું કે- “પ્રથમ તમે સ્વેચ્છાએ વાદ કરો.’’ ત્યારે તે સિદ્ધસેને હર્ષ પામીને ઊંચા સ્વરથી ચિરકાલ સુધી ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્ર વિગેરેના વિષય પર સંસ્કૃત ભાષામાં ઉપરાઉપરી (કોટી) કર્યા. અનુક્રમે તેનો વાદ પૂરો થયો, ત્યારે ગોવાળ બોલ્યા કે“આ તો કંઈ પણ જાણતો હોય એમ લાગતું નથી. કેવળ ઊંચે સ્વરે પોકાર કરીને કઠોર વાણી વડે કર્ણને પીડા કરે છે. માટે હે વૃદ્ધ! તમે કાંઈક બોલો.'' ત્યારે બન્ને પ્રકારે સમયને જાણનારા વૃદ્ધવાદી થીંદણી જાતિના છંદ વડે નૃત્યને નિમિત્તે ઊંચા તાલ લેવા પૂર્વક બોલ્યા કે ૨૦૮ नवि मारिए नवि चोरिए, परदारागमण निवारिए । थोवा थोवं दाइए, सग्गिं टगिटगि जाइए ॥१॥ અર્થ– કોઈની હિંસા કરીએ નહી, કોઈનું કાંઈ પણ ચોરીએ નહીં, પરસ્ત્રીગમન કરીએ નહીં અને થોડામાંથી પણ થોડું દાન દઈએ, એટલે ધીમે ધીમે સ્વર્ગે જઈએ. ૧. સમય એટલે સિદ્ધાંત અને સમય એટલે વખત (અવસર). For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત ૨૭૯ कालो कंवल अणुणी चट्ट, छासे भरिउं दइअणि घट्ट । अइ वड चडिउं नीलइ झाडि, अवर किं सरगहसिंग નિકિ ારા ભાવાર્થ- કાળી કામળી અને છાશમાં રાંધેલી કણકીની રાબડી લાકડાના ચાટવા વડે જો કોઈ મુનિને ભાવથી અપાય તો તેથી સર્વ પાપનો ત્યાગ કરીને ઉત્તમ પુણ્યવાન થવાય છે. તે વિના બીજું સ્વર્ગલક્ષ્મીના લલાટરૂપ શું છે? કાંઈ જ નથી. ૨ આ પ્રમાણે સૂરિ બોલતા હતા તે વખતે તેના રાગને અનુસાર નૃત્ય કરતાં ગોવાળો પ્રસન્ન થઈને મોટેથી બોલ્યા કે, આ વૃદ્ધ જીત્યા, આ વૃદ્ધ જીત્યા. આ તો સાક્ષાત્ સર્વજ્ઞ છે.” તે સાંભળીને સત્ય પ્રતિજ્ઞાવાળા સિદ્ધસેને ગર્વ તજીને કહ્યું કે, “હે પૂજ્ય! મને દીક્ષા આપો, હું આપનો શિષ્ય છું. કેમકે વાદમાં સભ્યોની સમક્ષ મને આપે જીત્યો છે.” તે સાંભળીને બાહુમાનથી ગુરુ બોલ્યા કે“આ વાદમાં જય શેનો ? માટે આપણે મનોહર ભૂગુપૂરમાં ઘણા પ્રામાણિક પુરુષોથી ભરપૂર અને પ્રભાવશાળી રાજસભામાં જઈએ. ત્યાં જ આપણો વાદ હો.” સિદ્ધસેને કહ્યું કે- “હું સમયનો અજાણ છું, આપ સમયને જાણનાર છો, અને જે સમયને જાણે છે તે સર્વજ્ઞ છે, માટે આપ જ જીત્યા. મને જલદી દીક્ષા આપો, અને પ્રશમરસથી ભરેલા પોતાના (આપના) સિદ્ધાંત મને ભણાવો.” આ પ્રકારે બોલતા તે વાદીને વૃદ્ધવાદીએ તે જ ઠેકાણે દીક્ષા આપી. - આ વૃત્તાંત જાણીને ભૃગુપુરના રાજાએ તે સ્થાને “તાલારસ” નામનું મોટું ગામ વસાવ્યું, અને ત્યાં મનુષ્યના ચિત્તને આલાદ કરનારું શ્રી ઋષભદેવસ્વામીનું મોટું ચૈત્ય કરાવ્યું. તે ચૈત્યમાં શ્રી વૃદ્ધવાદીએ પ્રતિષ્ઠા કરી. જૈન મતની તે વખતે મોટી ઉન્નતિ થઈ. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જ્ઞાનપદ ભજીએ રે સિદ્ધસેનનું નામ દીક્ષા સમયે “કુમુદચંદ્ર' હતું, અને સૂરિપદ સમયે “સિદ્ધસેન દિવાકર” એવું નામ પ્રસિદ્ધ થયું. અપર અપર પૂર્વધરોથી પૂર્વમાં રહેલા કૃતના અભ્યાસ વડે એવાં નામો આપવામાં આવે છે. કહ્યું છે કે- “વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર અને વાચક એ સર્વે શબ્દો એક અર્થવાળા છે. પૂર્વગત સૂત્રના અભ્યાસથી એ શબ્દો પ્રવર્તે છે.” સ્વામી અને વાચક વિગેરે શબ્દોની જેમ દિવાકર એ પણ સૂરિનું જ પર્યાયી નામ છે. સિદ્ધસેન દિવાકર જૈનમતનો ઉદ્યોત કરવાથી પોતાના નામને સાર્થક કરતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે તેઓ ઉજ્જયિની સમીપે આવ્યા. એટલે ત્યાંના સકળ સંઘે સન્મુખ : આવીને મોટા ઉત્સવ પૂર્વક તેમને નગર પ્રવેશ કરાવ્યો. માર્ગમાં ચાલતાં બંદિજનો સર્વજ્ઞપુત્રના નામથી તેમની બિરદાવલી બોલવા લાગ્યા. તે સમયે વિક્રમ રાજા હાથી પર બેસી પોતાના રાજદ્વારમાંથી નીકળેલા ચૌટામાં સૂરિને સામા મળ્યા. રાજાએ “આ સૂરિ સર્વજ્ઞપુત્ર છે કે નહીં?” તેની પરીક્ષા કરવા માટે તેમને મનથી જ વંદના કરી, પણ મસ્તક નમાવ્યું નહીં, તથા વચનથી પણ કાંઈ બોલ્યા નહીં. તે જાણીને સમીપે આવી પહોચેલા સૂરિએ તે રાજાને ધર્મલાભ” એમ મોટા શબ્દ વડે આશીર્વાદ આપ્યો. તે વખતે રાજાએ કહ્યું કે- “હે સૂરીશ્વર! અમને નમસ્કાર કર્યા વિના આપે ધર્મલાભ કેમ આપ્યો? શું આ ધર્મલાભ નમ્યા વિના પણ સહેજે મળી શકે તેવો (સોથો) છે?” ત્યારે સૂરિ બોલ્યા કે- “હે રાજા! આ આશીર્વાદ કોટી ચિંતામણિ રત્નો વડે પણ દુર્લભ છે. પરંતુ અમારી પરીક્ષા કરવા માટે તમે મનથી વંદના કરી, તેથી તમને ધર્મલાભ આપ્યો છે. તે સાંભળીને રાજાએ પ્રસન્ન થઈ હસ્તિ પરથી નીચે ઊતરી સૂરિને વંદના કરી, અને એક કરોડ For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકરનું દૃષ્ટાંત ૨૮૧ સોનામહોરો મંગાવી તેમને ભેટ કરી. ગુરુએ નિસંગ હોવાથી ગ્રહણ કરી નહીં. તેમ રાજાએ પણ દાન તરીકે કલ્પેલી હોવાથી પાછી રાખી નહીં. તેથી સંઘના આગેવાનોએ જીર્ણોદ્ધારાદિક શુભ કાર્યોમાં તેનો ઉપયોગ કર્યો. રાજાના દાનની વહીમાં (ચોપડામાં) આ પ્રમાણે લખ્યું કે- “દૂરથી ઊંચા હાથ કરીને ધર્મલાભની આશિષ આપતા સિદ્ધસેનસૂરિને રાજાએ કરોડ સોનામહોરો આપી.” પછી સૂરિ મહારાજ વિહારના ક્રમે વિચિત્ર પ્રકારના શિખરવાળા ચિત્રકૂટ (ચિતોડ) માં આવ્યા. ત્યાં એક જૂના ચૈત્યમાં એક મોટો સ્તંભ જોઈને સૂરિએ એક પુરુષને પૂછ્યું કે આ સ્તંભ શેનો છે? અને તેમાં શું છે? ત્યારે તે બોલ્યો કે, “આ સ્તંભમાં રહસ્ય (ગુપ્ત) વિદ્યાનાં પુસ્તકો રાખેલાં છે, તથા આ સ્તંભ તે તે પ્રકારની ઔષધિઓના યોગથી જાણે વજનો બનાવ્યો હોય તેમ અગ્નિ, જળ વિગેરેથી પણ અભેદ્ય છે. તે સાંભળીને નિપુણ એવા તે સૂરિએ તે સ્તંભની ગંધ લઈને તે તે ઔષધિનો પ્રતિકાર કરનારી સામી ઔષધિઓ શોધીને તેનો રસ તે સ્તંભને લગાડ્યો, એટલે તે સ્તંભ પાકા ચીભડાની જેમ વિકાસ પામ્યો (ફાટ્યો). પછી તેમાંથી એક પુસ્તક છોડીને તેનું પ્રથમ પાનું સૂરિ વાંચવા લાગ્યા, તેમાં પહેલી જ લીટી વાંચતાં બે મહાવિદ્યાઓ મળી આવી. પહેલી સર્ષય વિદ્યા અને બીજી ચૂર્ણના યોગથી સુવર્ણ કરવાની વિદ્યા. પહેલી સર્વપ વિદ્યાનો એવો પ્રભાવ હતો કે કાર્ય આવે છ0 જેટલા સર્ષવના દાણા મંત્રીને જળાશયમાં નાંખે તેટલા ઘોડેસવારો બેંતાલીશ જાતિનાં શસ્ત્રો સહિત તેમાંથી નીકળી પરસૈન્યનો નાશ કરીને પાછા અદૃશ્ય થઈ જાય, અને બીજી વિદ્યા એવી હતી કે કોઈ પણ ધાતુની સાથે તેમાં બતાવેલી વસ્તુના ચૂર્ણનો યોગ કરવાથી વિના યત્વે જાતિવંત For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જ્ઞાનપદ ભજીએ રે સુવર્ણ ઉત્પન્ન થાય. આ બે વિદ્યાને બરાબર ગ્રહણ કરીને સૂરિ જેવામાં આગળ વાંચવા જાય છે, તેવામાં શાસનદેવતાએ તે પુસ્તક અને તે પાનું તેમની પાસેથી લઈ લીધું, તથા પુસ્તકનો સ્તંભ પણ પ્રથમની જેવો જ મજબુત બંધ થઈ ગયો. તે વખતે આકાશવાણી થઈ કે. “આવા પ્રકારનાં પૂર્વમાં રહેલાં રહસ્યોને તમે લાયક નથી માટે ચપળતા પ્રયત્નો કરશો નહીં, અન્યથા જીવિતનો સંશય થશે.” તે સાંભળીને સૂરિ ભયને લીધે તેથી વિરમ્યા. ત્યારપછી સૂરિ વિહારના ક્રમે અપૂર્વ એવા પૂર્વ દેશની પૃથ્વીના નૂપુરસમાન “કર્માપુર” નામના નગરમાં ગયા. ત્યાં “દેવપાલ” નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સૂરિએ અમૃતતુલ્ય સુંદર દેશના : વડે પ્રતિબોધ પમાડીને પરમ શ્રાવક બનાવ્યો. એકદા સીમાડાના રાજાઓ ભેળા થઈને તેનું રાજ્ય લેવા આવ્યા, તે જોઈને ચિત્તમાં ભય પામેલા દેવપાલ રાજાએ ગુરુ પાસે આવી સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી સૂરિએ વિચાર્યું કે- “આ રાજા હજુ હમણાં જ ધર્મ પામ્યો છે, તેની પાસે સૈન્ય તથા દ્રવ્ય ઘણું અલ્ય છે. તથા અત્યારે અત્યંત દીનતાને પામ્યો છે, તેથી આને ધર્મમાં સ્થિર કરવા માટે સહાય કરવી યોગ્ય છે.” એમ વિચારીને કાર્યના જાણ એવા સૂરિએ સુવર્ણસિદ્ધિના યોગથી અગણ સુવર્ણ બનાવી આપી, સર્ષપ વિદ્યાથી ઘોડેસવારો ઉત્પન કરી દઈ, શત્રુઓને ત્રાસ પમાડ્યો; તેથી અત્યંત પ્રસન્ન થઈને દેવપાલ રાજાએ શત્રુઓનું સર્વસ્વ લુંટી લઈ પોતાના જયનો ડંકો વગડાવ્યો. “અહો! મહાત્માની કૃપાનું ફળ નિઃસીમ છે.” ત્યારપછી તે રાજા સૂરિનો અનન્ય ભક્ત થયો, અને તેમને ઘણા આગ્રહપૂર્વક ચિરકાળ સુધી પોતાના નગરમાં જ રાખ્યા. ત્યાં સૂરિમહારાજ રાજા વિગેરેના આગ્રહથી હંમેશા સુખાસનમાં બેસી નાના પ્રકારની બિરદાવલી બોલનારા બંદિજનો વડે સ્તુતિ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકરનું દૃષ્ટાંત ૨૮૩ કરાતા રાજકારમાં જવા આવવા લાગ્યા. અને એમ થવાથી પરિવાર સહિત તે સૂરિ રાજાનો સત્કાર અને અહંકાર વિગેરે વડે ક્રિયામાં શિથિલ થયા. કહ્યું છે કે तांबूलं देहसत्कारः, स्त्रीकथेन्द्रियपोषणम् । नृपसेवा दिवा निद्रा, यतीनां पतनानि षट् ॥१॥ અર્થ– તાંબુલનું ભક્ષણ, દેહનો શણગાર, સ્ત્રીની કથા, ઈદ્રિયોની પુષ્ટિ, રાજાની સેવા (રાજાનો પરિશ્ય) અને દિવસની નિદ્રા, એ છ મુનિઓને પતન પામવાનાં સ્થાનો છે. ૧ વળી કહ્યું છે કે “જે ગુરુ નિશ્ચિત થઈને સૂએ છે તેના શિષ્યો પણ સૂઈ રહે છે. તેથી કરીને મોક્ષના માર્ગ બંધ થાય છે અને શ્રતની હીલના થાય છે.” કેટલેક કાળે વૃદ્ધવાદીએ આ વાત સાંભળી ત્યારે તે અત્યંત ખેદ પામ્યા. એટલે ગીતાર્થ સાધુઓને ગચ્છ ભળાવી સિદ્ધસેનસૂરિને પ્રતિબોધ કરવા માટે ગુપ્ત રીતે વેષ બદલો કરીને ત્યાં આવ્યાં. અહીં તે વખતે સુખાસનમાં બેસીને શ્રી સિદ્ધસેન રાજસભામાં જતા હતા. તેઓ રાજાને માન્ય હોવાથી નાના પ્રકારની કળા જાણનારા અનેક મનુષ્યો પોતપોતાની ભક્તિ બતાવવા માટે તે સુખાસનને થોડી થોડીવાર પોતાનો ખભો દેતા હતા. તે જોઈને વૃદ્ધવાદીએ પણ પોતાનો ખભો આપ્યો. તે વખતે ગર્વથી ઉદ્ધત મનવાળા સિદ્ધસેન આ પ્રમાણે અર્ધા શ્લોક બોલ્યા કે– - भूरिभारभराक्रान्तः स्कन्धोऽयं तव बाधति । “ઘણા ભારના સમૂહથી દબાયેલો આ તારો ખભો બાધા (પીડા) પામે છે.” તે સાંભળીને વૃદ્ધવાદી બોલ્યાन तथा बाधते स्कन्धो बाधतिर्बाधते यथा ॥१॥ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જ્ઞાનપદ ભજીએ રે “જેવો બાધતિ એ પ્રયોગ બાધા કરે છે, તેવો આ અંધ બાધા પામતો નથી.” આ પ્રમાણે સાંભળીને શંકા પામેલા સિદ્ધસેને વિચાર્યું કે- “મારા ગુરુ વિના મારા વચનમાં ભૂલ કોણ કાઢે? માટે જરૂર આ મારા ગુરુ જ હોવા જોઈએ.” એમ વિચારીને તરત જ તે સુખાસનમાં નીચે ઊતરી ગુરુને સારી રીતે ઓળખી અત્યંત લજ્જા આવવાથી તે ગુરુના ચરણકમળમાં પડ્યા. (નયા) તે વખતે ગુરુએ પણ તેને પ્રતિબોધ કરવા માટે કહ્યું કે “હે વત્સ! આ ગાથાની વ્યાખ્યા કર.” "अणुफुल्लिअ फुल्ल म तोडहु, मन आरामा मोडहु। . मणुकुसुमेहिं अच्चि निरंजणु, हिडह कांइ बणेण वणु ॥१॥ ગુરુની અવજ્ઞા કરવાથી બુદ્ધિની જડતા પ્રાપ્ત થવાને લીધે સિદ્ધસેન તે ગાથાનો અર્થ બરાબર જાણી શક્યા નહીં, તેથી તેણે કહ્યું કે- “હે ગુરુ ! આપ જ આ ગાથની વ્યાખ્યા કરો.” ત્યારે વૃદ્ધવાદીએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી. અલ્પ આયુષ્યરૂપ જેને પુષ્પ છે તે “અણુપુમ્બિકા એટલે મનુષ્ય શરીર, તેનાં પુષ્પો એટલે આયુષ્યના ખંડો, તેને તમે તોડો નહીં. તથા રાજપૂજાથી થયેલા ગર્વાધિરૂપ આંકડી વડે આરામોને એટલે આત્માને આધીન અને સંતાપનું હરણ કરનારા યમ, નિયમ વિગેરે રૂપ બગીચાને ભાંગો નહીં. તથા મનકુસુમો વડે એટલે ક્ષમા, માર્દવ, આર્જવ અને સંતોષ વિગેરે રૂપ પુષ્પો વડે, નિરંજનની એટલે અહંકારના સ્થાન રૂપ જાતિમદાદિ અંજન જેનાં નાશ પામ્યાં છે એવા ૧. તાત્પર્ય એ છે કે- બાધતિ એ અશુદ્ધ રૂપ છે, તે ઠેકાણે બાધતે રૂપ થવું જોઈએ. તથા વૃદ્ધવાદીએ કહ્યું કે- તમે બાધતિ રૂપ બોલ્યા તે જેવું પીડા કરે છે તેવો મારો સ્કંધ પીડા પામતો નથી. અર્થાત્ તમે અશુદ્ધ બોલ્યા તે જ વધારે પીડાકારી છે. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત ૨૮૫ સિદ્ધિપદને પામેલા નિરંજન દેવની પૂજા કરો. અર્થાત્ ધ્યાન કરો મોહાદિક વૃક્ષોના સમૂહથી ભયંકર એવા સંસારરૂપી એક વનથી બીજા વનમાં શા માટે પરિભ્રમણ કરો છો ?” બીજી વ્યાખ્યા- “અણુ એટલે અલ્ય ધાન્ય, તેનાં પુષ્પો' એટલે ફૂલો અર્થાત્ અલ્પ વિષયવાળું હોવાથી ‘અણુપુષ્પી” એટલે મનુષ્યશરીર તેનાં પુષ્પોને એટલે પાંચ મહાવ્રતો તથા અઢાર હજાર શીલાંગરૂપ પુષ્પોને ન તોડો. તેથી મન-આરામનો એટલે ચિત્તના વિકલ્પસમૂહનો નાશ કરો. તથા નિરજન એટલે સિદ્ધિપદને પામેલા વીતરાગ દેવની મનપુષ્પો વડે પૂજા કરો અથવા મને ન બને નિષેધવાચી હોવાથી ગૃહસ્થોને ઉચિત એવી દેવપૂજાદિકને વિષે જ જીવ નિકાયની વિરાધના થાય છે માટે તેમાં ઉદ્યમ ન કરો. અર્થાત્ હે મુનિ ! તમે કુસુમ વડે પ્રભુની પૂજા ન કરો. (માત્ર મન વડે કરો) તથા મન વડે શબ્દ વડે (અર્થાત્ કીર્તિને માટે) ચેતના રહિત હોવાથી તથા ભ્રમનો હેતુ હોવાથી મિથ્યાત્વશાસ્ત્રના સમૂહરૂપ વનમાં (અરણ્યમાં) કેમ ભ્રમણ કરો છો ? મિથ્યાવાદનો ત્યાગ કરી સત્ય એવા તીર્થકરાદિષ્ટ-તીર્થકરભાષિત સિદ્ધાંતને વિષે આદર કરો. - ત્રીજો અર્થ. “અણુ” એ ધાતુનો અર્થ “શબ્દ કરવો” થાય છે, તેથી ‘અણુ' એટલે શબ્દ તે શબ્દરૂપ જેનાં પુષ્પો હોય તે અણુપુષ્પા એટલે કીર્તિ કહેવાય છે. તે કીર્તિનાં પુષ્પોને એટલે સદ્ધોધનાં વચનોને ન તોડો, તથા મનના આરા એટલે વીંધવાના ગુણને લીધે અધ્યાત્મ સંબંધી ઉપદેશો તેનું મોટન ન કરો. એટલે ખરાબ વ્યાખ્યા કરવાથી તેનો નાશ ન કરો. તથા નિરંજનની એટલે સગાદિક લેપરહિત એવા વીતરાગ દેવની સદ્ગના ઉપદેશરૂપ સુગંધી અને શીતળ એવાં પુષ્પો વડે પૂજા કરો. તથા વનના એટલે સંસારના ઈન એટલે સ્વામી જે પરમ સુખી હોવાથી તીર્થકર, તેના For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જ્ઞાનપદ ભજીએ રે વનમાં એટલે શબ્દરૂપ સિદ્ધાંતમાં કેમ હો છો? શા માટે ભ્રાંતિ પામો છો ? કેમકે તે સિદ્ધાંત સત્ય છે, તેથી તેમાં જ પ્રીતિ રાખો. ચોથો અર્થ– પ્રાકૃત ભાષામાં અનેક અર્થ થવાથી એવો પણ અર્થ થાય છે કે - જેને ફળો આવ્યાં નથી એવાં પુષ્પોને તોડો નહીં. એટલે કે યોગરૂપી લ્પવૃક્ષનું મૂળ યમ નિયમ છે, ધ્યાનરૂપ તેનું પ્રકાંડ છે, સમતારૂપ સ્કંધ છે, કવિત્વ, વકતૃત્વ, યશ, પ્રતાપ, મારણ, સ્તંભન, ઉચ્ચાટન અને વશીકરણાદિક સામર્થરૂપી પુષ્પો છે, તથા કેવળજ્ઞાનરૂપી ફળ છે. હજુ માત્ર યોગરૂપ કલ્પવૃક્ષનાં પુષ્પો જ આવેલાં છે, તે પુષ્પો આગળ પર કેવળજ્ઞાનરુપ ફળને ઉત્પન્ન કરવાનાં છે. માટે હજુ ફળ આવ્યા પહેલાં તે પુષ્પોને તોડો : નહીં. આરામરૂપી પાંચ મહાવ્રતોને અથવા પાઠાંતરે રેપ એટલે પાંચ મહાવ્રતોપ રોપાને ભાંગો નહીં. મનરૂપ પુષ્પો વડે નિરંજન જિનેશ્વર દેવની પૂજા કરો, તથા એક વનથી બીજા વનમાં કેમ ભ્રમણ કરો છો? એટલે કે રાજસેવાદિક વિરસ ફળવાળાં કષ્ટોને શા માટે અંગીકાર કરો છો ? આ પ્રમાણે ગુરુએ કરેલી વ્યાખ્યા સાંભળીને સિદ્ધસેનને અત્યંત પશ્ચાત્તાપ થયો. તેનું મન અત્યંત સંવેગને પામ્યું, તેથી પોતાના પ્રમાદની આલોયણ લઈને રાજાની રજા લઈ તેણે ગુરુની સાથે વિહાર કર્યો. અનુક્રમે વૃદ્ધવાદી સ્વર્ગે ગયા. પછી એકદા સિદ્ધાંતની પ્રાકૃત ભાષા હોવાથી અન્ય દર્શની હાંસી કરવા લાગ્યા, તે સાંભળીને લજ્જા પામેલા સિદ્ધસેને બ્રાહ્મણ જાતિને લીધે, બાલ્યાવસ્થાથી જ સંસ્કૃતના અભ્યાસી હોવાને લીધે તથા કર્મના દોષને લીધે કાંઈક ગવિષ્ઠ થઈને સંઘ પ્રત્યે કહ્યું કે-“જો સંઘની સંમતિ હોય તો હું For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત ૨૮૭ સર્વે સિદ્ધાંતોને સંસ્કૃત ભાષામાં કરું કે જેથી લોકમાં ઉપહાસ ન થાય.” આ પ્રમાણે દોષયુક્ત વાણી સાંભળીને સંઘે કહ્યું કે “અરે! આવું અયોગ્ય વચન કેમ બોલો છો? શું જિનેશ્વરો તથા ગણધરો વિગેરે સંસ્કૃત ભાષામાં સિદ્ધાંતો રચવાને સમર્થ નહોતા હતા જ, પરંતુ બાલાદિકના અનુગ્રહને માટે અર્ધમાગધી રૂપ પ્રાકૃત ભાષામાં તેમણે સિદ્ધાંતોની રચના કરેલી છે. કહ્યું છે કે बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चरित्रिकांक्षिणाम् । મનુષ્યર્થ તત્ત્વસિદ્ધાન્ત: પ્રાત: કૃd: / ? // અર્થ– ચારિત્રની ઈચ્છાવાળા બાળક, સ્ત્રી, મંદ બુદ્ધિવાળા અને મૂર્ખ માણસોના અનુગ્રહને માટે તત્ત્વજ્ઞ પુરુષોએ સિદ્ધાંતને પ્રાકૃતમાં રચ્યા છે. ૧ બુદ્ધિમાન મુનિવરોને માટે ચૌદ પૂર્વે સંસ્કૃતમાં જ રચેલા સંભળાય છે, માટે તે સૂરિ મહારાજ ! તમે આવા વચનમાત્રથી પણ જિનેશ્વરાદિકની અત્યંત આશાતના કરી છે, તેને માટે જે પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં હોય તે વિચારીને જલદી અંગીકાર કરો.” આ પ્રમાણે સંઘની આજ્ઞા સાંભળીને સૂરિજીને સારી રીતે પોતાની ભૂલ જણાયાથી અત્યંત પશ્ચાત્તાપ થયો. અને તે બોલ્યા કે- “વિના વિચાર બોલનાર અને જિનાદિકની આશાતના કરનાર એવા મને ધિક્કારે છે. આ દોષને ટાળવા માટે મને પારાંચિક પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય છે. જો કે હાલના સમયમાં તેવા પ્રકારના સંહનન આદિ બળના અભાવને લીધે આ પારાંચિક પ્રાયશ્ચિત્તનો ચુચ્છેદ થયો છે. તો પણ બાર વર્ષ સુધી આ પારાંચિક પ્રાયશ્ચિત્તનું હું આચરણ કરીશ, તેમાં રજોહરણ, મુખવસ્ત્રિકા વિગેરે જૈન લિંગને ગુપ્ત રાખી, અવધૂતનો ૧. દશ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં આ સૌથી છેલ્લું અને મોટું છે. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જ્ઞાનપદ ભજીએ રે વેષ ધારણ કરી, મૌન અંગીકાર કરી, દુષ્કર તપસ્યા કરવામાં ઉદ્યમવંત થઈ, સંયમના ઉપયોગમાં સારી રીતે યુક્ત રહી, ગુપ્ત વૃત્તિથી પાંડવોની જેમ બાર વર્ષ સુધી હું વિહાર કરતો ફરીશ.” એમ કહીને તે સૂરિજી સંઘની આજ્ઞાથી ગચ્છવાસનો ત્યાગ કરી માણસોના જાણવામાં ન આવે તેમ વિધિ પ્રમાણે ગામ નગરાદિકમાં વિહાર કરતાં સાત વર્ષ પૂર્ણ થયે ઉજ્જયિની નગરીમાં મહાકાળ- ' નામના શિવના ચૈત્યમાં આવ્યા. ત્યાં શિવલિંગ તરફ પોતાના પગ રાખીને સૂતા. તે જોઈને લોકો તેમને કોણ છો? વિગેરે પૂછવા લાગ્યા, પરંતુ તેમણે કાંઈ પણ જવાબ આપ્યો નહીં. ત્યારે તેઓએ રાજાને જણાવ્યું કે- “હે દેવ ! આપના મહાદેવના ચૈત્યમાં કોઈ પરદેશી આવીને રહ્યો છે, અને મહાદેવની આશાતના કરે છે. તે બોલાવ્યા છતાં બોલતો નથી, તથા મહાદેવને પ્રણામ પણ કરતો નથી.” તે સાંભળીને વિક્રમ રાજાએ કૌતુકથી ત્યાં આવી તેમને કહ્યું કે- “હે અવધૂત ! તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો કે - હું ધાર્મિક છું.” રાજાએ કહ્યું કે“ત્યારે કેમ અર્થથી તથા નામથી મહાદેવને પ્રણામ કરતા નથી?” તે સાંભળીને જિનમતની ઉન્નતિ કરવામાં અત્યંત ઉત્સુક થયેલા સૂરિજી કાંઈક વિચાર કરીને બોલ્યા કે- “હે રાજા! જ્વરથી પીડાયેલો માણસ જેમ મોદકનો સ્વાદ લઈ શકે નહીં તેમ આ તમારા દેવ અમારી વંદના કે સ્તુતિને સર્વથા સહન કરી શકે તેમ નથી.” રાજાએ કહ્યું કે- “કેમ આવું સંબંધ વિનાનું બોલો છો?” તેણે કહ્યું કે- “મારી સ્તુતિ કરવાથી કદાચ આ પ્રતિમાને કાંઈ પણ ઉપદ્રવ થાય, અને તેથી તમારી અપ્રસન્નતા થાય એવી મારા મનમાં શંકા રહે છે.” રાજાએ કહ્યું- “કાંઈ શંકા રાખો નહીં. ખુશીથી નમસ્કાર અને સ્તુતિ કરો.” તે સાંભળીને સૂરિએ શ્રી વર્ધમાન સ્વામીના ગુણોથી ગર્ભિત, સારી રચનાવાળી For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત ૨૮૯ અને મહાન અર્થવાળી બત્રીશ બત્રીશી વડે પ્રથમ સ્તુતિ કરી. પછી અધિષ્ઠાયક દેવનું સમીપપણું હોવાથી આ દુષમા સમયમાં પણ અનુપમ પ્રભાવવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચુમ્માલીશ શ્લોકવાળા કલ્યાણમંદિર સ્તોત્ર વડે સ્તુતિ કરવા માંડી. તે કલ્યાણ મંદિરનું અગ્યારમું વૃત્ત બોલતી વખતે અથવા કોઈ ગ્રંથના અભિપ્રાયે પહેલી બત્રીશીના પહેલા કાવ્યના ઉચ્ચાર વખતે જ શ્રી ધરણેદ્રનું સાનિધ્ય હોવાથી પ્રથમ શિવલિંગમાંથી ધુમાડો નીકળવા માંડ્યો. ત્યાર પછી અગ્નિની મોટી જ્વાળા નીકળવા માંડી, તે સમયે સર્વે લોકો પરસ્પર હાથની તાળીઓ પૂર્વક કોલાહલ કરતા બોલ્યા કે - “ખરેખર અત્યંત કોપરૂપી કાલાગ્નિથી ભયંકર એવા આ મહાદેવ પોતાના ત્રીજા નેત્રના અગ્નિ વડે આ જોગીને ભસ્મસાત્ કરી નાંખશે.” ત્યારપછી તડતડ શબ્દ કરતું શિવલિંગ ફાટયું, અને તેમાંથી વીજળીના જબકારાની જેમ પ્રથમ જ્યોતિ (તેજ) પ્રગટ થઈ, અને પછી અનુપમ એવી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. તે જોઈ વિસ્મય પામેલા વિક્રમ રાજાએ પૂછ્યું કે- “હે મહાભાગ્યવાન ! કોઈ વખત નહીં જોયેલું એવું આ આશ્ચર્ય શું ? આ અપૂર્વ કયા દેવ પ્રગટ થયા ?’ ત્યારે ગુરુ બોલ્યા કે- “ત્રણ જગતને સેવવા લાયક, દેવના પણ દેવ, શ્રી ધરણેન્દ્ર જેની ઉપર અદ્ભુત ફણારૂપ છત્રનો આડંબર કર્યો છે, એવા ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા છે. આ દેવાધિદેવ જ મારી સ્તુતિ વિગેરેને સહન કરી શકે છે. આ પ્રતિમાનો અહીંથી પ્રાદુર્ભાવ શી રીતે થયો? તે વૃત્તાંત સાંભળો. પૂર્વે આ જ અવંતી નગરીમાં એક “ભદ્ર” નામની શેઠાણી રહેતી હતી. તેને “અવંતીસુકુમાલ” નામે પુત્ર હતો. તે બત્રીશ પત્નીઓના યૌવનરૂપ સુગંધના સર્વસ્વનું આસ્વાદન કરવામાં For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જ્ઞાનપદ ભજીએ રે. ભ્રમરરૂપ હતો. તથા શાલિભદ્રની જેમ અત્યંત ભોગરસના સમુદ્રમાં નિમગ્ન હોવાથી અલ્પ પણ ગૃહવ્યાપાર કરતો નહોતો. તેની માતા જ સર્વ ગૃહચિંતા કરતી હતી. એકદા મૌર્ય વંશના અગ્રેસર સંપ્રતિ” રાજાને પ્રતિબોધ કરનાર “શ્રી આર્ય સુહસ્તી” નામના આચાર્ય ભગવંત પોતાના ગચ્છ સહિત વિહારના ક્રમે ત્યાં આવ્યા, અને ભદ્રાની અનુમતિથી તેણીના આવાસની પાસે જ વાહનશાળામાં રહ્યા. એકદા પ્રદોષ સમયે સૂરિ મહારાજ “નલિનીગુલ્મ” નામનું અધ્યયન ગણતા હતા. કર્ણને રસાયણ સમાન તે અધ્યયન સાંભળતાં જ અત્યંત આનંદ પામેલો ભદ્રાનો પુત્ર અવંતિસુકુમાલ સાત ભૂમિકાના પ્રસાદથી નીચે ઉતરીને ગુરુની વસતિના દ્વાર પાસે આવીને સાંભળવા લાગ્યો, તરત જ તેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. એટલે તે ગુરુ પાસે આવી નમસ્કાર કરી બોલ્યો કે, “હે ભગવાન! હું ભદ્રાનો પુત્ર છું. નલિનીગુલ્મ વિમાનની અનુપમ ઋદ્ધિનો મેં પૂર્વભવે અનુભવ કર્યો છે. તે સુખ મને જાતિસ્મરણ થવાથી યાદ આવ્યું છે. તેથી સંસારના સુખથી પરાભુખ થઈને હું ત્યાં જ જવાને અત્યંત ઉત્સુક થયો છું. હે ભગવાન! પૂજ્ય એવા આપ પણ શું નલિનીગુલ્મ વિમાનમાંથી જ અત્રે આવ્યા છો? કેમકે નહીં તો તે વિમાનનું યથાર્થ સ્વરૂપ આપ શી રીતે જાણો?” તે સાંભળીને ગુરુ મહારાજ બોલ્યા કે “સર્વશે રચેલા સિદ્ધાંતના વચનથી અમે તેનું સ્વરૂપ જાણીએ છીએ.” તેણે પૂછ્યું કે “કયા ઉપાય વડે તે વિમાન જલદી પ્રાપ્ત થાય?” ગુરુ બોલ્યા- “ચારિત્ર લેવાથી તે સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ તું અત્યંત કોમળ છે અને ચારિત્ર અત્યંત કઠિન છે. કેમકે લોઢાના ચણા ચાવવા સુકર છે, અગ્નિનો સ્પર્શ પણ સુકર છે, પરંતુ જિનેશ્વરે કહેલું ચારિત્ર અતિચારરહિત પાલન કરવું અતિદુષ્કર છે. વળી તે ચારિત્ર પોતાના સ્વજનોની અનુમતિ હોય For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકરનું દૃષ્ટાંત ૨૯૧ તો જ દેખાય છે.” તે સાંભળીને તે અવંતિસુકુમાલ સૂર્યોદય થયા પહેલાં જ નલિનીગુલ્મવિમાનમાં જવા માટે અત્યંત ઉત્કંઠિત થયો, તેથી સંયમ (ચારિત્ર) ગ્રહણ કરવા સારુ અત્યંત ઉત્સુક થઈને પોતાની જાતે જ પંચમુષ્ટિ લોચ કરી તેણે મુનિવેષ ધારણ કર્યો. એટલે સૂરિએ પણ તેને વિધિ પ્રમાણે દીક્ષા આપી. પછી ચારિત્ર તપના કષ્ટને સહન કરવામાં અસમર્થ હોવાથી સૂરિની આજ્ઞા લઈ શરીરની વેદનાને નહીં ગણતો, તીક્ષ્ણ દર્ભના અગ્રભાગ વડે બને પગ વિંધાવાથી તેમાંથી નીકળતા લોહી વડે માર્ગને કાદવવાળો કરતો તે “કંથેરિકા કુડંગ” નામના સ્મશાનમાં ગયો, અને ત્યાં પાદપોપગમ નામનું અણશણ અંગીકાર કરી ધ્યાનમગ્ન થઈને રહ્યો. તેના રુધિરના ગંધથી આકર્ષાઈને એક નવી પ્રસૂતિવાળી દુષ્ટ શિયાળણી પોતાનાં બચ્ચાં સહિત ત્યાં આવી. વાઘણની જેવી ભયંકર મુખને ધારણ કરતી તથા રાક્ષસીની જેવી ભૂખી થયેલી તે તેનું ભક્ષણ કરવા લાગી. તેણીએ તથા તેણીનાં બચ્ચાંએ રાત્રિના પહેલા પહોરમાં તેના બે પગનું ભક્ષણ કર્યું, બીજા પહોરમાં તેના સાથળો સુધી ભક્ષણ કર્યું અને ત્રીજા પહોરમાં તેનું સઘળું ઉદર ભક્ષણ કર્યું, તોપણ તે મુનિ લેશમાત્ર પણ કંપાયમાન થયા નહીં. “અહો ! આટલું બધું સુકુમાળપણું (કોમળપણું) છતાં પણ દુસહ મહા વ્યથા કેવી રીતે સહન કરી? અહો! મહા સાહસિકોમાં પણ શિરોમણિ એવા તેમને ધન્ય છે.” પછી રાત્રિના ચોથા પહોરે તે મહાસત્ત્વવાન અવંતિસુકુમાલ સાધુ કાળધર્મ પામીને નલિનીગુલ્મ વિમાનમાં મહર્તિક દેવપણે ઉત્પન્ન થયા. તેના સાહસથી તુષ્ટમાન થયેલા દેવોએ તે જ વખતે તેના દેહનો મહિમા કર્યો. પ્રાતઃકાળે શ્રતના ઉપયોગથી ગુરુએ સર્વ વૃત્તાંત જાણીને તેની માતા ભદ્રાને તથા તેની સ્ત્રીઓને કહ્યું, ત્યારે તે સ્ત્રીઓ ભદ્રામાતા સહિત સ્મશાનમાં ગઈ, For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જ્ઞાનપદ ભજીએ રે અને ઘણો વિલાપ કરી ક્ષિપ્રા નદીને કાંઠે તેનું ઔધ્ધદહિક કર્મ (અગ્નિસંસ્કાર) કર્યું. ત્યાર પછી વૈરાગ્ય રસથી ભરેલી ભદ્રાએ એક ગર્ભિણી વહુને ઘરમાં રાખી બીજી એકત્રીશ વહુઓ સહિત દીક્ષા લીધી. ઘેર રહેલી ગર્ભિણી વહુએ પુત્ર પ્રસવ્યો. તે પુત્રે તેના પિતા અવંતિસુકુમાલના કાળધર્મની જગ્યાએ આ પ્રાસાદ કરાવ્યો. પોતાના પિતાનો અહીં મહાકાળ (મૃત્યુ) થયો, તેથી આ પ્રાસાદનું નામ મહાકાલ પાડ્યું, અને તેમાં મોટા ઉત્સવપૂર્વક શ્રી પાર્શ્વનાથ પરમાત્માની વિધિપૂર્વક પૂજા થતી રહી. પછી કાળક્રમે મહાદેવતાના ભક્ત બ્રાહ્મણોએ અવસર પામીને તે પ્રતિમાને પૃથ્વીમાં ગુપ્ત કરી, (ભંડારી દઈ) અકાર્ય કરવામાં તત્પર થઈ અહીં મહાદેવનું લિંગ સ્થાપન કર્યું. હમણાં મારી કરેલી સ્તુતિ સાંભળીને સાવધાન થયેલા અધિષ્ઠાયકના સાનિધ્યબળથી આ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શિવલિંગ ભેદીને પ્રગટ થઈ. તે વિક્રમ રાજા ! હવે સત્યાસત્યનું નિરૂપણ તમે પોતે જ કરો.” આ પ્રમાણે સુંદર અને મધુર વાણી સાંભળીને વિક્રમ રાજાને શુભ પરિણામ થવાથી શ્રી જૈનમતને વિષે અત્યંત બહુમાન ઉત્પન્ન થયું, તેથી તેણે પ્રસન્ન થઈને શ્રી પાર્શ્વનાથની પ્રતિમાના પૂજન માટે સો ગામ આપ્યાં. તથા તેણે યોગીની (સૂરિની) અત્યંત શ્લાઘા કરતાં કહ્યું કે “અહો ! આપની જેવા મહર્ષિ પૃથ્વી પર કોણ છે?” अहयो वहवः सन्ति, भेकभक्षणदक्षिणाः ।। : સાવ : , ત્રિવિરાક્ષ: / I અર્થ– દેડકાંઓનું ભક્ષણ કરવામાં ચતુર એવા સર્પો તો દુનિયામાં ઘણા છે, પરંતુ પૃથ્વીને ધારણ કરવામાં તો એક શેષનાગ જ સમર્થ છે. ૧ For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત रवेरेवोदयः श्लाध्यः, कोऽन्येषामुदये ग्रहः । न तमांसि न तेजांसि, यस्मिन्नभ्युदिते सति ॥ २ ॥ અર્થ – સૂર્યનો જ ઉદય મ્ભાધા કરવા યોગ્ય છે, બીજા (તેજસ્વી)ના ઉદયમાં શો આગ્રહ? કારણ કે સૂર્યનો ઉદય થવાથી અંધકાર તેમજ બીજા તેજો બિલકુલ રહેતાં નથી.૨. વળી આપની કવિત્વકળા પણ અસાધારણ છે. કેમકે સાકરની જેવા મીઠાશવાળાં કાવ્યનાં પદો ઉપરાઉપરી કયા કવિના મુખથી નીકળતાં નથી? સર્વનાં મુખમાંથી નીકળે છે. તથા કોની વાણીનો વૈિભવ ઉત્તમ રસને પુષ્ટ કરતો નથી? સર્વનો કરે છે. પરંતુ જે કવિ સુંદર પદો અને ઉત્તમ રસ એ બન્નેને અમૃતના નિર્ઝરણાની જેવા રસ વડે તરંગિત કરે છે, તેવા તો કવચિત્ કોઈક જ હોય છે. વળી કવિની વાણીમાં અત્યંત મધુરતા લાગવી એ કાંઈ સરખા અક્ષરોની આવૃત્તિ (પાસ) વડે લાગતી નથી, પરિચય (અભ્યાસ) ' થી લાગતી નથી, તેમજ શબ્દની વ્યુત્પત્તિથી કે ગુરુના સારા 'ઉપદેશથી પણ લાગતી નથી, પરંતુ મોટા પુણ્યના ઉદયથી સત્કવિઓની વાણી પોતાની મેળે જ મધુર લાગે છે.” આ પ્રમાણે પ્રશંસા કરીને વિક્રમ રાજા પોતાને ઘરે ગયા. આવા પ્રકારની જિનશાસનની ઉત્તમ પ્રભાવનાથી આશ્ચર્ય અને આનંદ પામેલા સંઘ સૂરિના પારાચિક પ્રાયશ્ચિત્તનાં બાકી રહેલાં પાંચ વર્ષો માફ કરીને તેમને મોટા ઉત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવી ગચ્છના નાયક તરીકે સ્થાપન કર્યા. એકદા સિદ્ધસેન દિવાકરસૂરિ પોતાના ચરણકમળ વડે પૃથ્વીને પવિત્ર કરતા અનુક્રમે માલવા દેશમાં “કાર” નામના નગરમાં ગયા. એકદા ત્યાંના સંઘે સૂરિને વિનંતિ કરી કે“હે ભગવાન! For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જ્ઞાનપદ ભજીએ રે આ નગરના સમીપે એક ગામ છે, તેમાં સુંદર નામનો ક્ષત્રિય રાજ્ય કરતો હતો. તેને બે સ્ત્રીઓ હતી. તેમાં એકે પ્રથમ પુત્રી પ્રસવી, તેથી તેણીને અત્યંત ખેદ થયો. કારણ કે તેણીની શોક પણ ગર્ભિણી હતી, અને થોડા વખતમાં જ પ્રસૂતિ કરનાર હતી. તેથી તે શોકને પુત્ર થશે તો તે પતિને વધારે વહાલી થશે, એમ ધારીને તેણીએ સ્ત્રીજાતિને ઉચિત એવી અત્યંત દુષ્ટતાને લીધે ઘણું દ્રવ્ય આપી એક સૂતિકા (દાઈ) ને કહ્યું કે- “આ મારી શોક પ્રસવ સમયે તને બોલાવશે, તેથી તું પ્રથમથી જ કોઈ ઠેકાણેથી એક મૃતક બાળક લાવી રાખજે, અને પ્રસવ વખતે તે મૃતક બાળકને બતાવી, કહેજે કે ‘મુએલું બાળક જન્મ્યું છે.’ એમ કહી પ્રસવેલા પુત્રને તું પોતે જ ગુપ્ત રીતે લઈને દૂર કરી નાંખી આવજે.'' આ પ્રમાણે તેણીએ પ્રપંચ કર્યો, અને દૈવયોગે તેમજ થયું અને તે સૂતિકા (દાઈ)એ પણ તે જ પ્રમાણે મુએલું બાળક બતાવી જન્મેલા પુત્રને દૂર અરણ્યમાં મૂકી દીધો. “પ્રાણીઓના લોભને ધિક્કાર છે.’’ પછી તે તરતના જન્મેલા પુત્રને દૂર નાંખ્યા છતાં પણ પુણ્યના બળથી તેની કુળદેવીએ ગાયનું રૂપ ધારણ કરી દૂધ પાઈ ઉછેરીને એક વર્ષનો કર્યો. પછી અહીંથી નજીકના શિવાલયના અધિકારી ભરટકે (પૂજારીએ) તેને જોયો. એટલે તેને લઈને પોતાની દીક્ષા આપી પોતાનો શિષ્ય કર્યો. એકદા કાન્યકુબ્જ દેશનો જન્માંધ રાજા શ્રીપતિ (કૃષ્ણ)ની જેમ દેશોને જીતતો જીતતો આ ગામની નજીક આવીને રહ્યો. તે વખતે રાત્રિને સમયે મહાદેવે પ્રત્યક્ષ થઈને નાના ભરટકને કહ્યું કે- “તું કાન્યકુબ્જના રાજાને મારી પૂજાનું પુષ્પ અને જળ શેષ (પ્રાસાદી) તરીકે આપજે, તેથી તે અંધતાનો ત્યાગ કરી સજ્જ નેત્રવાળો (દેખતો) થશે.’' પ્રાતઃકાળે તેણે તે વૃત્તાંત પોતાના ગુરુને જણાવીને તેની આજ્ઞાથી પૂજાનું પુષ્પ અને જળ લઈ સ્કંધાવાર For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત ૨૯૫ (સૈન્ય)માં આવી રાજાના પ્રધાનોને કહ્યું કે- “ હે રાજસેવકો ! તમારા રાજાને મારર પાસે લાવો. હું તેને સૂર્યવિકાસી કમળની જેમ પ્રફુલ્લિત નેત્રવાળો કરું.' તે સાંભળીને પ્રધાનોએ રાજાને પ્રેરણા કરી, એટલે તે તેની પાસે આવ્યો. પછી તે ઋષિએ આપેલું નિર્માલ્ય બહુમાનથી લઈને રાજાએ પોતાની આંખો પર રાખ્યું, કે તરત જ તે સજ્જ નેત્રવાળો થયો. તેથી પ્રસન્ન થયેલા રાજાએ તેને ઈનામમાં સો ગામ આપ્યાં, અને આ જ ઠેકાણે આ મોટો શિવનો પ્રાસાદ કરાવી આપ્યો. હવે તે ભરકટ ઋષિ રાજાદિકને માન્ય હોવાથી અહીં જિનાલય કરવા દેતો નથી, કેમકે અહીં મિથ્યાર્દષ્ટિઓનું બળ વધારે છે. માટે આપ એવો કાંઈક યત્ન કરો કે જેથી અહીં આ શિવાલયથી પણ ઊંચું અને મનોહર જિનચૈત્ય કરી શકાય. આ કાર્યમાં માત્ર આપ જ સમર્થ છો, માટે આપને અમે વિસ્તૃત કરીએ છીએ.” આ પ્રમાણે શ્રાવકોની વિજ્ઞપ્તિ સાંભળીને મુનીશ્વર શ્રી સિદ્ધસેનસૂરિ વિહાર કરી અવંતિ નગરીમાં આવ્યા, અને નવા અદ્ભુત ચાર શ્લોકો બનાવીને, હાથમાં શ્લોકનો કાગળ રાખી વિક્રમ રાજાના મહેલના દ્વાર પાસે આવી દ્વારપાળ મારફત એક શ્લોક રાજા પાસે મોકલ્યો. તે બ્લોક આ પ્રમાણે હતો. दिदृक्षुर्भिक्षुरायातस्तिष्ठति द्वारि वारितः । હસ્તચવતુ:નો, ડાળઋતુ વર્જીતુ | શ્ અર્થ - આપને જોવાની ઇચ્છાવાળો ભિક્ષુ હસ્તમાં ચાર શ્લોક રાખીને દ્વારપાળે નિષેધ કરવાથી બારણે જ ઊભો છે, તે આવે કે જાય? આ શ્લોક સાંભળીને રાજાએ આશ્ચર્ય પામી તેના જવાબમાં સામો શ્લોક મોકલ્યો ? - For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જ્ઞાનપદ ભજીએ રે दीयतां दश लक्षाणि, शासनानि चतुर्दश। . हस्तन्यस्तचतुःश्लोक, उतागच्छतु गच्छतु ॥ १ ॥ અર્થ - આ ભિક્ષુકને દશ લાખ સોનામહોરો તથા ચૌદ શાસન (ગામ) આપવામાં આવે છે. હવે હાથમાં ચાર શ્લોકો જેણે રાખેલા છે એવા તે ભિક્ષુ મરજી હોય તો આવે અને મરજી હોય તો જાય.૧ આ શ્લોક સાંભળીને કવી દ્વારપાળ મારફત જ રાજાને જણાવ્યું કે “હે રાજા! આ ભિક્ષુને આપના દર્શનની જ ઈચ્છા છે, દ્રવ્યની ઈચ્છા નથી. તે સાંભળીને રાજાએ તેમને પોતાની પાસે બોલાવ્યા, અને તેમને ઓળખ્યા. તેથી સિંહાસન પરથી ઊઠીને બહુમાનપૂર્વક આગ્રહથી તેમને સિંહાસન પર બેસાડી ભક્તિપૂર્વક રાજાએ કહ્યું કે પૃથ્વીને વિષે સૌધર્મેન્દ્ર સમાન હે રાજાકેવળ ધર્મકાર્યમાં વ્યગ્ર હોવાને લીધે જ અમે ઘણે કાળે આવ્યા છીએ. હે રાજન્ ! આ ચાર શ્લોકો સાંભળો. अपूर्वेयं धुनर्विद्या, भवता शिक्षिता कुतः ।। मार्गणौघः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥१॥ અર્થ - હે રાજા ! આપ આ અલૌકિક ધનુર્વિદ્યા ક્યાંથી શીખ્યા, કે જેથી માર્ગણનો સમૂહ તમારી પાસે આવે છે અને ગુણ દિશાઓમાં જાય છે ? (તાત્પર્ય એ છે કે - ધનુર્વિદ્યામાં માર્ગણ એટલે બાણનો સમૂહ દિશાઓમાં જવો જોઈએ, અને ગુણ એટલે ધનુષની દોરી (પણચ) પાસે રહેવી જોઈએ. તેથી ઊલટું થવાથી અલૌકિક ધનુર્વિદ્યા કહી. પરમાર્થ એવો છે કે માર્ગણ એટલે ભિક્ષુકનો સમૂહ પાસે આવે છે અને ગુણ-કીર્તિ દિશાઓમાં જાય છે. એવો ગૂઢ અભિપ્રાય છે.) ૧. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત ૨૯૭ सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मी: करसरोरुहे। कीर्तिः किं कुपिता राजन्, येन देशान्तरं गता ॥ २ ॥ અર્થ - હે રાજા ! સરસ્વતી તમારા મુખમાં રહી છે, અને લક્ષ્મી તમારા હસ્તકમળમાં રહી છે, પરંતુ કીર્તિ કેમ કોપ પામી છે કે જેથી તે દેશાંતરમાં જતી રહી છે. ૨ सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयसे बुधैः । નારો નેમિરે પૃ8, વક્ષ: પરષિત: રૂ II અર્થ – “હે રાજા ! તમે સર્વદા સર્વ વસ્તુ આપનાર છો.” એ પ્રમાણે પંડિતો તમારી સ્તુતિ કરે છે, તે મિથ્યા (ખોટી) છે. કેમકે તમારા શત્રુઓને તમે તમારી પીઠ આપતા નથી, અને પરસ્ત્રીઓને વક્ષસ્થલ આપતા નથી. (તેથી તમે સર્વ વસ્તુના આપનાર કેમ કહેવાઓ? અર્થાત્ યુદ્ધમાં નાસીને તમે પીઠ દેખાડતા નથી અને પરસ્ત્રીઓને આલિંગન કરતા નથી એ તમારામાં મોટો ગુણ છે.)૩ आहते तव निःस्वाने, स्फुटितं रिपुहृद्घटैः। गलिते तत्प्रियानेत्रे, राजश्चित्रमिदं महत् ।। ४ ॥ અર્થ – “હે રાજા ! યુદ્ધમાં તમારો ડંકો હણાવાથી (વાગવાથી) શત્રુનાં હૃદયરૂપી ઘડાઓ ફૂટી જાય છે, અને તેમની સ્ત્રીઓના નેત્રમાંથી પાણી નીકળે છે, એ મોટું આશ્ચર્ય છે.(અર્થાત્ ડંકો ફૂટવો જોઇએ, અને જે વસ્તુ ફૂટે તેમાંથી જ પાણી નીકળવું જોઈએ છતાં અહીં તો તેથી ઊલટું થાય છે તે આશ્ચર્ય છે.) આ પ્રમાણે અભુત ચાર શ્લોકો સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા વિક્રમ રાજાએ ઊંચા કિંમતી વસ્ત્રોથી ભરેલો ૧, સુગંધી For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ,, જ્ઞાનપદ ભજીએ રે વસ્તુના સમૂહથી ભરેલો ૨, સોનામહોરથી ભરેલો ૩, અને હાર, અર્ધહાર વિગેરે અલંકારોથી ભરેલો ૪, એવા મોટા ચાર હાથીઓ મંગાવીને ગુરુને કહ્યું કે “ આ ગ્રહણ કરો. ” ગુરુ બોલ્યા કે-“ આ મારે કલ્પે નહીં. ” ફરીથી રાજાએ કહ્યું કે-“ત્યારે આપની ઇચ્છામાં આવે તેવા મારી પૃથ્વીમાંથી મોટા ચાર દેશો ગ્રહણ કરો.” ગુરુ બોલ્યા-“ તે પણ હું ઇચ્છતો નથી” “ ત્યારે આપની શી ઇચ્છા છે?” એમ રાજાના પૂછવાથી સૂરિ બોલ્યા કે-“ હે રાજા ! કાર નામના પુરમાં શિવાલય છે, તેથી પણ ઊંચો ચાર દ્વાર વાળો જૈન પ્રાસાદ કરાવો, અને પરિવાર સહિત જાતે ત્યાં આવીને પ્રતિમાની સ્થાપના તથા પ્રતિષ્ઠા સંબંધી ઉત્કૃષ્ટ મહોત્સવો કરો. તે સાંભળીને પુષ્પના અર્થી રાજાએ તે જ પ્રમાણે સર્વ કર્યું. આ પ્રમાણે જૈન મતની મહા ઉન્નતિ થવાથી સંઘ અત્યંત હર્ષ પામ્યો. અનુક્રમે સૂરિ દક્ષિણમાં “ પ્રતિષ્ઠાન” (પેંઠ) નામના પુરમાં ગયા. ત્યાં પોતાના આયુષ્યનો અંત જાણીને અનશનાદિક વિધિ વડે કાળ કરી સ્વર્ગલોકને પામ્યા. આ વૃત્તાંત જણાવવા માટે ત્યાંના સંઘે એક વિદ્વાન વક્તા ભટ્ટ(બ્રાહ્મણ)ને ચિત્રકૂટ (ચિત્તોડ) મોકલ્યો. તે ભટ્ટ ચિત્રકૂટમાં જઇને સંઘની પાસે વારંવાર અર્ધો શ્લોક બોલવા લાગ્યો કે - “વાની વાવિદ્યોતા, દ્યોતો રક્ષિળાપશે।'' (હમણાં દક્ષિણ દેશમાં વાદીરૂપી પતંગીઆઓ પ્રકાશ પામ્યા છે) તે સાંભળીને જેને સરસ્વતી પ્રસન્ન થયેલી છે એવી “સિદ્ધા” નામની સિદ્ધસેનની બહેન બોલી કે - ‘“નૂનમસ્તાતો વાવી સિમેનો વિવાદ: // ?'' For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત ૨૯૯ (ખરેખર સિદ્ધસેન નામના સૂર્યનો અસ્ત થયો જણાય છે.) ત્યારે તે ભટ્ટે કહ્યું કે-- “હા, તેમજ થયું છે.” | ઇતિ વ્યંજનાનાં અન્યથાકરાણે સિદ્ધસેનપ્રબન્ધઃ // વ્યંજનોને ન્યૂન કરવામાં દષ્ટાંત એકદા “રાજગૃહ” નગરમાં “શ્રી મહાવીર સ્વામી ” સમવસર્યા. તેમને વંદન કરવા માટે દેવો, વિદ્યાધરો, મનુષ્યો તથા અભયકુમાર સહિત “શ્રેણિક” રાજા આવ્યા. ભગવાનની પાસે ધર્મદેશના સાંભળીને સર્વ સભાજનો પાછા વળ્યા. તે વખતે કોઈક વિદ્યાધરને આકાશગામી વિદ્યાનું એક પદ વિસ્મરણ થયું, તેથી કરીને તે વારંવાર આકાશમાં થોડેક ઊંચે કૂદીને પાછો પૃથ્વી પર પડતો હતો. આ પ્રમાણે થતું જોઈને શ્રેણિક રાજાએ ભગવાનને પૂછયું કે- “હે સ્વામી! આ ખેચર (વિદ્યાધર) પાંખ વિનાના પક્ષીની જેમ આકાશમાં ઊડી ઊડીને કેમ વારંવાર નીચે પડે છે ?” ત્યારે ભગવાને તેને (રાજાને) વિદ્યાના પદનું વિસ્મરણ થયાનો વ્યતિકર (વૃત્તાંત) કહ્યો. તે સાંભળીને અભયકુમારે તે બેચર પાસે જઈને કહ્યું કે- “હે ખેચર! જો તમે મને તમારી સમાન વિદ્યાવાળો કરો તો તમારી વિદ્યાના અક્ષર ઓળખીને હું પુરા કરી આપું.” તે સાંભળીને વિદ્યાધર તે વાત અંગીકાર કરી. અભયકુમારને પદાનુસારી બુદ્ધિ (લબ્ધિ) હોવાથી એક પદ વડે અનેક પદોને જાણવાની શક્તિ હતી. તેથી તે વિદ્યાના બાકીના અક્ષરોને અનુસારે વિસ્મૃત થયેલા અક્ષરને જાણીને તેણે તે ખેચરને વિદ્યા પૂર્ણ કરી આપી. તે ખેચર પણ વિદ્યા સંપૂર્ણ થવાથી હર્ષિત થઈ અભયકુમારને વિદ્યાસાધનનો ઉપાય બતાવી પોતાને સ્થાને ગયો. || ઇતિ વ્યંજનાનાં ન્યૂન્તવે કથા. // For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જ્ઞાનપદ ભજીએ રે વ્યંજનને અધિક કરવા ઉપર કથા. “પાટલીપુત્ર” નગરમાં નવમા “નંદ ” રાજાને “ચાણક્ય” પ્રતિજ્ઞા કરવાથી રાજ્યભ્રષ્ટ કર્યો, તે રાજ્ય પર “મયુરપોષક” ગામના મહત્તરની દીકરીના પુત્ર “ચંદ્રગુપ્ત"ને બેસાડ્યો. તેને “બિંદુસાર” નામે પુત્ર થયો. તેણે તેની પછી રાજ્ય કર્યું. તેની પછી તેનો પુત્ર “અશોકગ્રી” રાજા થયો. તેણે પોતાના “કુણાલ” નામના પુત્રને બાલ્યાવસ્થામાં પણ તેના પરના પ્રેમને લીધે તેના પોષણને માટે “ઉજ્જયિની નગરી આપી અને પોતાની પાસે રહેવાથી તેની અપર (ઓરમાન) માતાઓથી તેનો પરાભવ (અનિષ્ટ) થશે એમ ધારી તે કુમારને ઉજ્જયિનીમાં જ રાખ્યો. અનુક્રમે પ્રધાનાદિકથી પુષ્પની જેમ લાલનપાલન કરાતો તે કુમાર આઠ વર્ષનો થયો ત્યારે “કુમાર અભ્યાસને યોગ્ય થયો છે” એમ ધારી રાજાએ પ્રધાન પર કાગળ લખ્યો. તેમાં “અધીયતાના કુમારઃ” (અમારા કુમારને ભણાવજો) એ પ્રમાણે સ્પષ્ટ અક્ષરો લખ્યા. તેવામાં કાંઈ શીઘ કાર્ય આવી પડવાથી રાજા અન્ય કાર્યમાં વ્યગ્ર થયો. તેટલામાં કુણાલની અપરમાતાએ ત્યાં આવી તે કાગળ વાંચી વિચાર્યું કે- “કુણાલ કુમાર સારો વિદ્વાન થશે, એટલે રાજા તેને જ રાજ્ય આપશે, મારા પુત્રને આપશે નહીં.” એમ વિચારી કુણાલનું અનિષ્ટ કરવાના હેતુથી તેણીએ તત્કાળ અને માથે એક બિંદુ (અનુસ્વાર) કર્યું. તેથી “અંધીયતાનઃ કુમારઃ” (અમારા કુમારને આંધળો કરજો) એવું થયું. અહો ! માત્ર એક બિંદુના વધારવાથી જ એકાંત હિતકારી અર્થનું પણ એકાંત અહિતકારીપણું થયું. પછી થોડીવારે રાજાએ તે કાગળ વાંચ્યા વિના જ બંધ કરીને (બીડીને) મોકલી દીધો. તે કાગળ કોઈ અનુચરે ઉજ્જયિની જઈ For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ વ્યંજનને અધિક કરવા ઉપર કથા ૩૦૧ પ્રધાનના હાથમાં આપ્યો, પ્રધાને તે કાગળ વાંચ્યો, અને તેમાં લખેલી હકીકત જાણી અત્યંત ખેદ પામ્યો. કાગળની હકીકત કહેવાને અસમર્થ એવા પ્રધાનનાં નેત્રમાં અશ્રુ આવ્યાં એટલે કુણાલકુમારે પોતે જ તે કાગળ વાંચ્યો. તેમાં “અંધીયતાનઃ કુમાર:” એવા અક્ષર જોઈ અત્યંત ઉદ્વેગ પામી વિચાર કરવા લાગ્યો કે- “ખરેખર મેં કાંઈપણ પિતાની આજ્ઞાનો ભંગ કર્યો હશે, નહીં તો મારા એકાંત હિતને જ ઈચ્છનાર પિતા આવી આજ્ઞા કેમ આપે ? માટે જે પિતાની આજ્ઞાનું ઉલ્લઘંન કરે તેને દુષ્ટ પુત્ર જાણવો.” એમ વિચારી કુણાલકુમારે, પ્રધાનાદિકે રાજાની આજ્ઞાનો નિર્ણય કરવા માટે થોડો વખત વિલંબ કરવાનું બહુ રીતે કહ્યા છતાં પણ તત્કાળ દુર્દેવના વશથી અગ્નિ વડે તપાવેલી સળી વતી પોતાનાં બને નેત્રો જ્યાં (ફોડ્યાં). અહો! મહાપુરુષોને પણ વિના વિચાર્યું કાર્ય મહા અનર્થકારી થાય છે કહ્યું છે કે- सहसा विदधीत न क्रियामाविवेक परमापदां पदम् । वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव संपदः ।। અર્થ– સહસા (વગર વિચારે) કાર્ય કરવું નહીં. કેમકે અવિવેક એ પરમ (મોટી) આપત્તિનું સ્થાન છે. ગુણોમાં લુબ્ધ થયેલી સંપત્તિઓ પોતાની મેળે જ વિચારીને કાર્ય કરનારાને વરે છે ૧. આવા ખરાબ પરિણામવાળા કાર્યમાં ગુરુની આજ્ઞાના આરાધકને " પણ ગુરુની આજ્ઞા અયોગ્ય જણાતી હોય તો કાળનો વિલંબ કરવો એમ શાસ્ત્રમાં કહેલું છે. અને તેવો વિલંબ કરવો તે પણ ત્રણ વખત આજ્ઞા થાય ત્યાં સુધી પુરુષોને કલ્યાણકારી છે. કહ્યું છે કે क्षणेन लभ्यते यामो, यामेन लभ्यते दिनम् ।। दिनेन लभ्यते कालः, कालात्कालो भविष्यति ॥१॥ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જ્ઞાનપદ ભજીએ રે અર્થ– ક્ષણને વિલંબ કરવાથી પહોરનો અવસર મળે છે, પહોરનો વિલંબ કરવાથી દિવસ મળે છે, દિવસનો વિલંબ કરવાથી કાલ (રાત્રિદિવસ) મળે છે, અને કાલનો વિલંબ કરવાથી બીજી કાલ મળે છે. ૧ હાલના સમયમાં પણ સર્વ કાર્યોમાં ત્રણવાર આજ્ઞાની અપેક્ષા રાખવાની વ્યવસ્થા છે. કેમકે તેવી વ્યવસ્થાને લીધે સારી રીતે વિચાર કરવા રૂપ ગુણ પ્રાપ્ત થાય છે. અથવા તો રામચંદ્રની જેમ એકાંત પિતાની આજ્ઞા પ્રમાણે વર્તવામાં જ તત્પર, અત્યંત નમ્રતાવાન અને મહાસાહસિકના નિધિ સમાન પુત્રોને પિતાની આજ્ઞા પાળવામાં શો દોષ છે? અત્યંત સિસ્મયથી (હર્ષથી) સર્વ અંગમાં ઉલ્લાસ પામતા રોમોદ્ગમ (રોમાંચ) વડે ગુરુની આજ્ઞાનું અનુષ્ઠાન મહાન પુરુષોને પણ વખાણવા લાયક જ છે, પરંતુ તેમાં આજ્ઞા આપનાર પિતાનો જ દોષ છે. કે જેથી અત્યંત કૃપાના પાત્રરૂપ પુત્ર ઉપર પણ સારી રીતે જોયા વાંચ્યા વિના જ કાગળ લખી મોકલ્યો. અથવા નવાં નવાં અનેક કાર્યોમાં વ્યગ્ર રહેલા પિતાનો પણ શો દોષ? પુરુષરત્નનો નાશ કરનારી, તેવા પ્રકારના કૂટ પ્રપંચને રચનારી અને દુષ્ટ મતિવાળી અપરમાતાનો જ દોષ છે. અથવા સ્ત્રી જાતિની સ્વભાવથી જ દુષ્ટતાને લીધે, અને પાપમાં જ તત્પર હોવાને લીધે તથા અપરમાતા નિરંતર àષવાળી જ હોય છે તેણીનું હૃદય દુષ્ટ જ હોય છે તેને લીધે તેમજ પોતાના પુત્રને રાજ્યપ્રાપ્તિ થાય તો ઠીક તેવા વિચારરૂપ લોભસાગરનું દુર્નિવારપણું હોવાને લીધે તેણીએ આ અકાર્ય કર્યું, તેમાં શું આશ્ચર્ય? કાંઈ જ નહીં. ત્યારે આ દોષ કોને આપવો? તે વિષે નિર્ણય કરે છે કે - પૂર્વે કરેલા દુષ્કૃત્ય (પાપકર્મ) નો જ આ દોષ છે, કેમકે પિતાએ તો પ્રાણથી પણ વહાલા એવા પુત્રને વિદ્યા પ્રાપ્ત કરાવવાનો જ ૧. દરેક ધારાનું બીલ ત્રણવાર વંચાયા પછી પસાર થાય છે. કોઈ પણ વસ્તુનું વેચાણ પણ છેલ્લીવાર ત્રણવાર બોલ્યા પછી કરવામાં આવે છે. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ વ્યંજનને અધિક કરવા ઉપર કથા. ૩૦૩ ઉપક્રમ (ઉદ્યોગ) કર્યો હતો, પરંતુ તેને બદલે પરિણામમાં જન્મપર્યત બને નેત્રોની અંધતા પ્રાપ્ત થઈ. કહ્યું છે કે जं जेणं कयं कम्मं पुव्वभवे इहभवे वसंतेणं । तं तेण वेइअव्वं, निमित्तमित्तो परो होइ ॥२॥ અર્થ– પૂર્વ ભવમાં અથવા આ ભવમાં વસતાં જેણે જે કર્મ કર્યું છે, તે અવશ્ય તેણે ભોગવવાનું જ છે, તેમાં બીજો પ્રાણી તો નિમિત માત્ર જ છે. ૨ धारिजइ इंतो जलनिही वि कल्लोलभिन्नं कुलसेलो । न हु अन्नजम्म निम्मिअ सुहासुहो दिव्वपरिणामो ॥१॥ અર્થ– તરંગોએ કરીને મોટા કુળપર્વતને પણ ભેદનાર એવા સમુદ્રને ધારણ કરી શકાય (અટકાવી શકાય), પરંતુ પૂર્વજન્મમાં કરેલા શુભાશુભ કર્મના પરિણામ અટકાવી શકાતા નથી. તે પછી રાજાએ આ વૃત્તાન્ત સાંભળીને વિચાર્યું કે- “મને ધિક્કાર છે કે મેં કૂટ લેખ લખીને અકાર ઉપર અનુસ્વાર મૂકવા રૂપ પ્રમાદ વડે તીવ્ર અગ્નિની જેમ આટલો બધો અનર્થ કર્યો ! અથવા ઉન્માદની જેવો પ્રમાદ જીવને કયા કયા અનર્થ નથી પમાડતો? અને કયા કયા મનોરથોનો નાશ નથી કરતો ? કહ્યું છે કે प्रमादः परम द्वेषी, प्रमादः परमं विपम् । प्रमादो मुक्तिपूर्दस्युः, प्रमादो नरकायनम् ॥१॥ અર્થ– પ્રમાદ મોટો શત્રુ છે, પ્રમાદ મહા ઉત્કટ વિષ છે, પ્રમાદ મુક્તિપુરીનો ચોર છે, અને પ્રમાદ નરકનું સ્થાન છે. ૧. રાજ્યને યોગ્ય એવા પુત્રનો આ પ્રમાણે વિનાશ કરવામાં હેતુરૂપ અને સંતાનનો નાશ કરવામાં સાક્ષાત્ ધૂમકેતુરૂપ મને મૂર્ખને ધિક્કાર છે. હવે તો તે પુત્ર પ્રાણથી પણ અધિક પ્રિય છતાં For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જ્ઞાનપદ ભજીએ રે ચક્ષુરહિત હોવાથી સમગ્ર સમૃદ્ધિના સારભૂત રાજ્યને અથવા યુવરાજપણાને કેમ લાયક હોય ?’’ આ પ્રમાણે તે રાજા ખેદ સહિત હૃદયમાં વારંવાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પછી કુણાલ કુમારને સમૃદ્ધિવાળું બીજું ગામ આપ્યું. અને તેની અપરમાતાના પુત્રને ઉજ્જયિની આપી. અનુક્રમે તે સમૃદ્ધિવાળા ગામને ભોગવતાં કુણાલ કુમારની “શરદશ્રી” નામની પત્નીએ વિદ્નર પર્વતની પૃથ્વી વૈસૂર્ય . રત્નને પ્રસવે તેમ સારા લક્ષણવાળા પુત્રરત્નને પ્રસવ્યો. તે વખતે “હું અપર માતાનો મનોરથ વ્યર્થ કરું, અને પોતાની માતાનો મનોરથ સફળ કરું.” એમ વિચારીને કુણાલ કુમાર રાજ્ય લેવાની ઇચ્છાથી પાટલીપુત્રમાં જઈ અનુપમ ગંધર્વ કળાએ કરીને પુરના લોકોનું રંજન કરવા લાગ્યો. તેની અપૂર્વ કળા સાંભળીને અશોકશ્રી રાજાએ તેને જવનિકામાં રાખીને ગાવાની આજ્ઞા કરી. ત્યારે તે પણ સુંદર કાવ્યના પ્રબંધ વડે ગતાં ગાતાં આ પ્રમાણે બોલ્યો, चंदगुत्तपत्तो उ बिंदुसारस्स नत्तुओ । असोगसिरिणो पुत्त अंधो जाचड़ कायपिं ॥ १ ॥ અર્થચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિંદુસારનો પૌત્ર અને અશોકશ્રીનો કે જે અંધ છે, તે કાકણીની યાચના કરે છે. ૧. પુત્ર તે સાંભળીને રાજાએ બહુમાનથી તેને પૂછ્યું કે—“તુ કોણ છે?” તે બોલ્યો— “આપની આજ્ઞાનું આરાધન કરવામાં એકાગ્ર ચિત્તવાળો હું આપનો પુત્ર કુણાલ છું, કે જેણે પિતાની આજ્ઞાથી પોતાના પ્રાણથી પણ અધિક વહાલાં નેત્રો ગુમાવ્યાં છે.' તે સાંભળીને રાજા હર્ષ પામી સ્નેહ સહિત આખા શરીરે રોમાંચ રૂપ કંચુકને ધારણ કરતો તે કુમારને આલિંગન દઈને બોલ્યો કે— “હું તારા પર તુષ્ટમાન છું. તારી ઇચ્છા હોય તે માગ.” તે બોલ્યો કે— “હું કાકણી માગું છુ. બીજું કાંઈ માગતો નથી.” રાજાએ કહ્યું– “હે વત્સ ! તું મહાબુદ્ધિવાન છતાં કેમ આવું અત્યંત તુચ્છ માગે છે ?” તે વખતે For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ વ્યંજનને અધિક કરવા ઉપર કથા. ૩૦૫ પ્રધાનો બોલ્યા કે– હે રાજા ! રાજપુત્રોને કાકણી શબ્દ કરીને રાજ્ય કહેવાય છે.” તે સાંભળીને રાજાએ તેને કહ્યું કે- “હે વત્સ ! નેત્રરહિત તું રાજ્ય શી રીતે કરી શકીશ ?” ત્યારે તે બોલ્યો કે– “પિતાશ્રીના પ્રસાદથી પિતાશ્રીને પવિત્ર લક્ષણોના પાત્રરૂપ પૌત્ર થયો છે, તેને માટે રાજ્ય માગું છું, મારે માટે માગતો નથી.” તે સાંભળીને અત્યંત હર્ષ પામેલા રાજાએ પ્રેમસહિત કુમારને પૂછ્યું કે- “હે વત્સ! હર્ષના સ્થાનરૂપ તે પુત્ર ક્યારે જન્મ્યો?” કુમાર બોલ્યો કે- “સંપ્રતિ એવ (હમાણાં જ).” તે સાંભળીને અત્યંત પ્રીતિના ઉલ્લાસથી પરાધીન થયેલો રાજા “સંપ્રતિ પુત્રો જાતઃ (હમણાં પુત્ર ઉત્પન થયો) સંપ્રતિ પુત્રો જાત” એમ વારંવાર મોટેથી બોલવા લાગ્યો. પછી તે પુત્ર દશ દિવસનો થયો ત્યારે તેને ઉત્કૃષ્ટ ઉત્સવપૂર્વક ત્યાં લાવીને અત્યંત પ્રમોદથી પૂર્ણ થયેલા રાજાએ તે પુત્રનું “સંપ્રતિ” નામ પાડી તેને રાજ્ય પર સ્થાપન કર્યો. તે સંપ્રતિ રાજા ત્રણ ખંડનો ભોગવનાર થયો અને પરમ શ્રાવક થયો. તેણે “શ્રીસુહસ્તી” સૂરિના ઉપદેશથી શ્રી જિનમતના સામ્રાજ્યને સર્વ પ્રકારે એક છત્રરૂપ કર્યું હતું. // ઈતિ વ્યંજનાધિકયે આખ્યાનકમ્ // અર્થને અન્યથા કરવા ઉપર દૃષ્ટાંત અર્થને અન્યથા કરવામાં વિશેષ કરીને પૂર્વે કહેલા જ દોષો જાણવા. તે ઉપર દૃષ્ટાંત નીચે પ્રમાણે શુક્તિમતી” નામની પુરીમાં “શ્રી મુનિસુવ્રત” સ્વામીના વંશમાં ઉત્પન થયેલો “અભિચંદ્ર” રાજા રાજ્ય કરતો હતો. તેને સત્યવાદીપણાથી પ્રસિદ્ધ થયેલો “વસુ” નામે પુત્ર હતો. તે ગામમાં પરમ શ્રાવક (જૈન ધર્મી) “કદંબક” નામના ઉપાધ્યાય રહેતા હતા. તે પોતાના “પર્વત” નામના પુત્રને, રાજપુત્ર “વસુ”ને અને For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જ્ઞાનપદ ભજીએ રે “નારદ” નામના એક વિદ્યાથીને શાસ્ત્રાભ્યાસ કરાવતા હતા. એકદા અભ્યાસ કરીને થાકી ગયેલા તે ત્રણે વિદ્યાથીઓ રાત્રે પ્રાસાદ ઉપર સૂઈ ગયા હતા. તે વખતે આકાશમાર્ગે જતા બે ચારણ મુનિ પરસ્પર આ પ્રમાણે બોલ્યા કે-“આ ત્રણે વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાથી સ્વર્ગે જશે, અને બીજા બે નર જશે. તે વખતે ઉપાધ્યાય જાગતા હતા, તેમણે આ વૃત્તાંત સાંભળીને ખેદ પામી " વિચાર્યું કે-“મને ધિક્કાર છે કે હું ભણાવનાર છતાં મારા બે શિષ્યો નરકે જશે.” પછી પ્રાત:કાળે “આ ત્રણમાંથી સ્વર્ગે કોણ જશે?” તેનો નિર્ણય કરવા માટે તેની પરીક્ષા કરવા દરેકને એક એક લોટનો કૂકડો આપીને કહ્યું કે-“જે ઠેકાણે કોઈ પણ ન જુએ તેને ગુપ્ત સ્થાને આને મારીને લાવો.” તે સાંભળીને વસુ અને પર્વત એ બન્ને જણે જુદી જુદી દિશામાં નિર્જન પ્રદેશમાં જઈને તે કૂકડાને હણ્યો. અને નારદ તો અત્યંત દૂર શૂન્ય સ્થાન છે, તો પણ અહીં હું દેખું છું, દેવો દેખે છે, સિદ્ધો દેખે છે તથા જ્ઞાની પણ દેખે છે. જે સ્થાને કોઈ પણ ન દેખે એવું સ્થાન તો આખા વિશ્વને વિષે કોઈ પણ નથી, તેથી ખરેખર આ કૂકડો અવળે છે (વધ કરવા યોગ્ય નથી). એવો ગુરુની વાણીનો અભિપ્રાય જણાય છે. સ્વભાવથી જ પરમ દયાળુ એવા ગુરુએ જે અમને વધ કરવાનો આદેશ આપ્યો છે, તે અમારી પરીક્ષા માટે જ આપ્યો જણાય છે.” પછી અનુક્રમે તે ત્રણે શિષ્યોએ આવી પોતપોતાનું વૃત્તાંત ગુરુને નિવેદન કર્યું. તે સાંભળીને ઉપાધ્યાયે “નારદ જ સ્વર્ગગામી છે.” એમ નિશ્ચય કરીને તેને ગૌરવતા થી આલિંગન કર્યું, અને બીજા બન્નેની નિંદા કરી. પછી તે જ કારણથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી ઉપાધ્યાયે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. એટલે તેના સ્થાન પર તેનો પુત્ર પર્વતક બેઠો. અનુક્રમે અભિચંદ્ર રાજાએ પણ દીક્ષા લીધી, તેથી તેની ગાદીએ વસુ રાજા થયો. તે વસુ રાજા પોતાના સત્યવાદીપણાને પ્રસિદ્ધ કરવા માટે સત્ય જ બોલતો હતો. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ અર્થને અન્યથા કરવા ઉપર દૃષ્ટાંત ૩૦૭ એકદા કોઈ શિકારી વિંધ્યાચળના પર્વતમાં શિકાર કરવા ગયો. ચાં તેણે એક મૃગ પર તીર ફેંકયું. તે તીર વચમાં જ અલના પામ્યું. ને જોઈ આશ્ચર્ય પામી તે શિકારી તીરની પાસે ગયો. ત્યાં હસ્તનો સ્પર્શ થવાથી “આ વચ્ચે સ્ફટિકમણિની મોટી શિલા છે.” એમ તેણે જાણ્યું. પછી “આ શિલા રાજાને યોગ્ય છે” એમ વિચારી તેણે વસુ રાજાને આ વાત જણાવી. રાજાએ તે શિલા લઈને તેને સારું ઈનામ આપ્યું. પછી રાજાએ શિલ્પીઓ પાસે ગુપ્ત રીતે તે શીલાની આસનવેદિકા કરાવીને તે શિલ્પીઓને મારી નાંખ્યા. પછી તે વેદિકાને પોતાના સિંહાસનની નીચે સ્થાપના કરી અને “સત્યવાદીપણાને લીધે તેનું સિંહાસન આકાશમાં નિરાધાર રહે છે” એવી પોતાની ખ્યાતિ સર્વત્ર પ્રસિદ્ધ કરાવી. તે પ્રસિદ્ધિને લીધે વસુ રાજાને દેવતા સાનિધ્ય કરે છે એવા ભયથી સર્વે રાજાઓ તેને આધીન થયા. એકદા પર્વતકે પોતાના શિષ્યોને ભણાવતાં “અફેર્યષ્ટવ્ય (અજ વડે યજ્ઞ કરવો)” એ ઋગ્વદની શ્રુતિના વ્યાખ્યાનમાં “અજ એટલે બકરા વડે યજ્ઞ કરવો” એવો અર્થ કર્યો. તે સાંભળીને તેને મળવા આવેલો નારદ કે જે તેની પાસે બેઠો હતો તે બોલ્યો કે- “હે ભાઈ! તું આવો અર્થ ન કર. કેમકે જે વાવ્યા છતાં પણ ઊગે નહીં તે “અજ' કહેવાય છે, તેથી અહીં અજ એટલે ત્રણ વર્ષ ઉપરાંતની ડાંગર (ધાન્ય) લેવાની છે. - આપણા ગુરુએ પણ એમ જ કહ્યું છે. માટે ધર્મોપદેષ્ટા ગુરુને તથા ધર્મપ્રતિપાદક શ્રુતિને તે અન્યથા ન કર.” આ પ્રમાણે બહુ કહ્યા છતાં પણ પર્વતકે અભિમાનથી પોતાનો આગ્રહ મૂક્યો નહીં. છેવટે તેમણે વાદ કરતાં જીભનો છેદ કરવાની શરત કરી, અને વસુ રાજાને સાક્ષી કર્યો. તે સાંભળીને પર્વતકની માતાએ એકાંતમાં પુત્રને કહ્યું કે- “હે પુત્ર ! મેં પણ તારા પિતાને અજ શબ્દનો અર્થ ત્રણ ૧. જે હારે તેની જીભ કાપવી એવી હોડ કરી. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જ્ઞાનપદ ભજીએ રે વરસનું ધાન્ય છે એમ કહેતાં સાંભળ્યા છે, તેથી ફોગટ મહા અનર્થકારી શરત શા માટે કરે છે?” તે સાંભળીને તે બોલ્યો કે“જે કર્યું તે કર્યું છે. હવે જેમ ઘટે તેમ ઉપાય કરો.” પછી પુત્રના મોહથી મોહિત થયેલી તે માતાએ પુત્રના હિતને માટે વસુ રાજા પાસે જઈને તેને એકાંતમાં એવી રીતે અસરકારક કહ્યું કે જેથી ગુ૫ત્નીના દાક્ષિણ્યને લઈને તેણીના કહેવા પ્રમાણે જ અર્થ કરવાનું તેણે કબુલ કર્યું. પછી પ્રાત:કાળે તે બન્ને સભામાં જઈ વિવાદ કરવા લાગ્યા, અને તેના નિરાકરણ મટે વસુ રાજાને પૂછ્યુંતે વખતે મોટા પાપનો પણ અનાદર કરીને રાજાએ ખોટી સાક્ષી પૂરી. અર્થાત્ અજ. શબ્દનો અર્થ બકરો એમ કર્યો. તે જ વખતે દેવતાએ તેને લાત મારીને સિંહાસન પરથી પાડી દીધો. તરત જ તે મરીને નરકે ગયો. તેની ગાદીએ તેના પુત્રોને બેસાડ્યા. તે પણ અનુક્રમે આઠ પુત્રો દેવતાથી હણાયા. કેમકે દૈવી કોપ દુઃસહ છે. તેના બે પુત્રો નાશી ગયા. પછી પુરના લોકોએ પર્વતકને ધિક્કાર આપી પુરમાંથી કાઢી મૂક્યો. તેને “મહાકાળ” નામના અસુરે આશ્રય આપ્યો. તે મહાકાળનો સંબંધ એવો છે કે “અયોધન” નામના રાજાએ પોતાની પુત્રીનો સ્વયંવર આરંભ્યો. તે વખતે તે કન્યાની માતાએ કન્યાને ગુપ્ત રીતે કહ્યું કે “મારા ભાઈનો પુત્ર જે “મધુપિંગ છે, તેને તું વરજે. કેમકે તે બહુ રૂપવાન તથા ગુણી છે.” આ વાત સર્વ રાજાઓમાં મુખ્ય એવા “સાગર” રાજાએ ગુપ્તપણે સાંભળનારી એક દૂતીના મુખથી જાણીને પોતાના પુરોહિતને તે કન્યાને પરણવાનો ઉપાય પૂછયો. ત્યારે કપટ કરવામાં ચતુર અને શીઘ્રકવિ એવા તે પુરોહિતે તત્કાળ નવી રાજલક્ષણ સંહિતા બનાવીને સભામાં એવી રીતે તે ગ્રંથનું વ્યાખ્યાન કર્યું કે જેથી રાજલક્ષણો વડે સગર રાજા ઉત્કૃષ્ટ ગણાય, અને મધુપિંગ હીન ગણાય. તે સાંભળીને સર્વ રાજાઓ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ અર્થને અન્યથા કરવા ઉપર દૃષ્ટાંત વડે હાંસી કરાતો મધુપિંગ લજ્જા પામીને સભામાંથી જતો રહ્યો અને તે કન્યાને સગર રાજા પરણ્યો. પછી મધુપિંગ ક્રોધથી તપ કરીને મહાકાળ નામનો અસુર થયો. આ અસુર અને પર્વતકને ત્રીજો “પિપ્પલાદ” પણ મળ્યો હતો. પિપ્પલાદનું વૃત્તાંત એવું છે કે-“સુલતા” અને “સુભદ્રા” નામે બે પરિવ્રાજિકાઓ જગપ્રસિદ્ધ હતી. તેમાં મોટી સુલસા ઘણી જ વિદ્વાન હતી, તેથી તેણીએ પડહ વગડાવ્યો હતો કે “જે કોઈ મને વાદમાં જીતે તેની હું શિષ્યા થાઉં, અને જો તે મને ન જીતે તો તે મારો શિષ્ય થાય.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ફરતાં કોઈ વખત તેણીને “યાજ્ઞવલ્કય” નામના પરિવ્રાજક સાથે વાદ થયો. તેમાં યાજ્ઞવલ્કયનો પરાજય કરી તેણીએ તેને પોતાનો શિષ્ય કર્યો. ત્યાર પછી અનુક્રમે ઘણા પરિચયને લીધે તેમની અકાર્યમાં પ્રવૃત્તિ થવાથી સુલભા ગર્ભવતી થઈ. તે વાત સુભદ્રાએ જાણી, ત્યારે તેણીએ તેણીને અત્યંત ઉપાલંભ આપી ગુપ્ત રાખી. અનુક્રમે તેણીને પુત્ર પ્રસવ થયો, તે વખતે સુભદ્રા ન જાણે તેમ તે પુત્રને એક પીપળા નીચે મૂકી તે બન્ને નાશી ગયા. પ્રાતઃકાળે તેમનાં પગલાંને અનુસાર તેમની શોધ કરતાં સુભદ્રાએ પીપળા નીચે પુત્રને જોયો. તે પુત્ર ભૂખ્યો હોવાને લીધે પીપળાનું ફળ પોતાની મેળે તેના મુખમાં પડવું હતું તેને ચાટતો હતો, તેથી તેનું “પિપ્પલાદ” એવું નામ પાડીને સુભદ્રાએ પોતાના આશ્રમમાં રાખી તેને વૃદ્ધિ પમાડ્યો. યોગ્ય વયનો થયો ત્યારે તેને ભણાવ્યો, તેથી તે ઘણો વિદ્વાન થયો. એકદા તેણે પોતાની ઉત્પત્તિ તથા માતા-પિતાની વાત સાંભળી એટલે તે અના માબાપ પર દ્વેષ વહન કરીને તેમનો વધ કરવા માટે અનાર્ય ગ્રંથો રયા. અને તેમાં એવી પ્રરૂપણા કરવા લાગ્યો કે-“રાજાઓએ અશ્વાદિકની શાંતિ માટે અને સ્વર્ગાદિકની પ્રાપ્તિ માટે પશુ, ઘોડા, હાથી અને મનુષ્યાદિક વડે યજ્ઞ કરવો.” For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જ્ઞાનપદ ભજીએ રે આ પ્રમાણે તેની પ્રરૂપણા જાણીને મહાકાળે વિચાર્યું કે- “જો આ પર્વતક અને પિપ્પલાદની પ્રરૂપણાથી રાજાઓ યજ્ઞમાં હિંસા કરવા પ્રવર્તે તો તેઓ મરીને નરકે જાય, અને તેમ થવાથી સગરાદિક રાજાઓ સાથે જે મારે વેર છે તેનો બદલો વળે.” એમ વિચારીને મહાકાળે તે બન્નેને કહ્યું કે- “તમો બને યજ્ઞમાં હિંસાની પ્રવૃત્તિ કરો, હું સર્વત્ર તમારું સાનિધ્ય કરીશ.” એમ કહીને મહાકાળે પુર, ગ્રામ વિગેરે સર્વ ઠેકાણે રોગની ઉત્પત્તિ કરી. પછી જ્યાં પર્વતક અને પિપ્પલે હિંસાત્મક યજ્ઞ કરાવ્યો ત્યાં તે અસુરે રોગની શાંતિ કરી અને યજ્ઞમાં હણેલાં પશુઓને દેવતા થઈને વિમાનમાં બેઠેલાં પ્રત્યક્ષ દેખાડયાં. તે જોઈને સગર વિગેરે સર્વ રાજાઓ અત્યંત આદરવાળા થઈ તે પ્રમાણે યજ્ઞ કરવા લાગ્યા. પછી નિર્દય એવા તે બન્નેએ ધીમે ધીમે મનુષ્યની હિંસા પણ પ્રવર્તાવી, પછી મહાકાળે માયા વડે મોહિત કરીને સ્ત્રી સહિત સગર રાજાનો યજ્ઞમાં હોમ કરાવ્યો, તથા પિપ્પલે પણ પોતાનાં માતાપિતાને શોધીને તેમનો યજ્ઞમાં હોમ કર્યો. કેમકે તે બન્નેનો આ કાર્યને માટે જ ઉદ્યોગ હતો. આ પ્રમાણે મહા અનર્થના હેતુરૂપ અનાર્ય વેદોની પ્રવૃત્તિ થઈ. આર્ય વેદો તો ચક્રીને ત્યાં હંમેશાં ભોજન કરતા શ્રાવકોને ભણવા માટે શ્રી તીર્થકરની સ્તુતિમય અને શ્રાદ્ધધર્મનું પ્રતિપાદન કરનારા માણવક નિધિમાંથી ઉદ્ધરીને ભરત ચક્રવર્તીએ રચેલા છે. આ પ્રમાણે અર્થને અન્યથા કરવા પર પર્વતકનું દૃષ્ટાંત છે. વ્યંજન અને અર્થ એ બન્નેને અન્યથા કરવામાં આ કથામાં કહેલા અનાર્ય વેદોના રચનાર તથા તે અનાર્યવેદની વ્યાખ્યા કરનાર પિપ્પલાદનું દૃષ્ટાંત છે. અથવા “ગુપ્ત” આચાર્યના બે શિષ્યો, નોજીવની સ્થાપના કરનાર “ઐરાશિક રહગુપ્ત" વિગેરેનાં દૃષ્ટાંતો છે તે અન્ય ગ્રંથોથી જાણી લેવાં. // ઈતિ ષષ્ઠ સપ્તમાષ્ટમા જ્ઞાનાચારઃ / // ઈત્યવિધો જ્ઞાનાચારઃ / For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ KIRIT GRAPHICS - 09898490091 For Personal & Private Use Only