________________
૧૬૦
ગીત (દુહા)
અલખ અસંગ અભંગ જસ, જોગારાધન ખાસ; સંયમતણી વિશુદ્ધતા, કરી તોડે ભવપાસ. ૧ ચરણ કરણ ગુણઆગરા, શ્રદ્ધાવંત સુધીર; મણપજ્જવનાણી મુનિ નમતાં ટળે ભવપીર. ૨
ઢાળ
રે
(અને હાં રે ગોકુલ ગોંદરે રે – એ દેશી) અને હાં રે સંયમઠાણ વિશુદ્ધતા રે, અપ્રમત્ત ગુણઠાણ; ફરસી પાસપ્રભુ લહ્યા રે, મણપજ્જવ વરનાણ,
જ્ઞાનપદ ભજીએ રે
પૂજા કરો જિનરાજની રે – એ ટેક. ૧
અને હાં રે સંજમઠાણ અનંતા રે, ઉલ્લંઘી અહિઠાણ; ફરસતા શુદ્ધ સંયમ ગુણે રે, ધ્યાયે ધર્મનું ઝાણ. પૂ૦ ૨
અને હાં રે આણા અપાય વિપાકથી રે, સંઠાણ વિચય પ્રકાર; ધ્યાતા ધ્યાન સોહામણું રે, સાધ્યપદે મનોહાર, પૂ૦ ૩
અને હાં રે અપ્રમત્તગુણ ભૂમિકા રે, આલંબન ગ્રહી ચાર; દશધા સંયમ પાલતા હૈ, ભાવદયા ભંડાર. પૂ૦ ૪
Jain Education International
અને હાં રે ભાવથકી મનોદ્રવ્યનારે, લહે પરજાય અનંત; ગુણશ્રેણી પગથાળિએ રે, નિત ચઢતા ભગવંત. પૂ૦ ૫ અને હાં રે ખિમાવિજય જિનરાજના રે, ઉત્તમ એ અવદાત; તસ પદપદ્મ પૂજા કરી રે, લહો ચિપ વિખ્યાત. પૂ૦ ૬
ઇતિ મન:પર્યવજ્ઞાન પૂજા ૪
For Personal & Private Use Only
www.jainelibrary.org