________________
૧૩૩
શ્રી લક્ષ્મીસૂરિષ્કૃત જ્ઞાનપદ પૂજા
અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમભીતિ, સત્યધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ ।।૧।।
જ્ઞાનપદ ભજિયે રે જગત સુહંકરૂં, પાંચ એકાવન ભેદે રે; સમ્યગજ્ઞાન જે નિજવરે ભાખિયું, જડતા જનની ઉચ્છેદેરે. ॥૧॥ ભક્ષાભક્ષ વિવેચન પરગડો, ખીર નીર જેમ હંસો રે; ભાગ અનંતમો રે અક્ષરનો સદા, અપ્રતિપાતિ પ્રકાશ્યો રે. ॥૨॥
મનથી ન જાણે રે કુંભકરણવિધિ, તેહથી કુંભ કેમ થાશે રે; જ્ઞાની દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદ્ભાવ વિકાસે રે. ॥૩॥ કંચન નાણું રે લોચનવંત રહે, અધો અંધ પુલાય રે; એકાંતવાદી રે તત્ત્વ પામે નહિ, સ્યાદ્વાદરસ સમુદાય રે. ॥૪॥ જ્ઞાનભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણ મૂળ રે; જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજળ મૂળ રે. ॥૫॥
અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે; ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાય ક્લેશ તંસ હુંત રે. ॥૬॥
Jain Education International
જયંત ભૂપો રે જ્ઞાન આરાધતો, તીર્થંકર પદ પામે રે; રવિ શશી મેહ પરે જ્ઞાન અનંત ગુણી સૌભાગ્યલક્ષ્મી હિતકા મેરે. 9
For Personal & Private Use Only
www.jainelibrary.org