SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપદ ભજીએ રે ભણો. જો સારું ભણશો તો પંડિત નહીં મારે, પણ શાબાશી આપશે. તમે ન ભણો તો તે શિક્ષા કરે જ ને! માટે બરાબર ભણવાં માંડો. " આ ઉંમર જેમ રમવાની છે તેમ ભણવાની પણ છે. અત્યારે ભણેલું જિંદગીભર કામ લાગશે.” વગેરે ભણતરનાં પ્રોત્સાહક વચનો કહેવાનાં હોય. તેને બદલે પંડિતજી જે જ્ઞાની છે, જ્ઞાનદાતા છે તેની આવી અવજ્ઞા અવહેલના ને આશાતના કરી તેથી જ્ઞાનાવરણીય કર્મ, બંધાયા. આ બાઈ એટલેથી ન અટકી પણ તેણે તો “પાટી, ખડિયા, લેખિણી બાળી કીધાં રાખ.” જે જ્ઞાનનાં ઉપકરણો હતાં તેને બાળ્યાં. કેવી ઘોર આશાતના કરી. આ બન્ને આશાતનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાયું તેના કારણે તે ગુણમંજરીના ભવમાં મૂંગી થઈ. વળી રોગથી શરીર વાંકું થયું. તેથી ઢાળમાં લખ્યું છે કે “દુર્ભગપણ પરણે નહીં માતપિતા ધરે ખેદ”આ સ્થિતિ પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ થાય છે. જ્ઞાનની આશાતનાથી માત્ર જ્ઞાન ન આવડે તેવું નથી. બીજી બધી મુશ્કેલીઓ પણ આવે. જ્ઞાનીની આશાતના જ્ઞાનનાં ઉપકરણોની આશાતનાની જેમ ગુણમંજરીના પૂર્વભવની વાત છે, તેવી જ જ્ઞાનની આશાતનાની વાત વરદત્તકુમારના પૂર્વભવની છે. એ પૂર્વભવમાં સાધુ થયા છે. પ00 સાધુ મહારાજને વાચના આપે છે. તેવા જ્ઞાની છે. પણ જ્યારે રાત્રિના સમયમાં સાધુ મહારાજ પરાવર્તના સ્વાધ્યાય કરતાં કરતાં કોઈ ગાથા, કોઈક પદ ભૂલી જાય છે ત્યારે ઊંઘતા એવા એ ગુરુજીને જગાડીને પૂછે છે એ વખતે “સર્વઘાતી નિંદ વ્યાપી સાધુ માંગે વાયણા, ઊંઘમાં અંતરાય થતાં સૂરિ હુવા દુમણાં; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy