________________
૧૨૮
જ્ઞાનપદ ભજીએ રે
બીજા જ્ઞાનતણી પ્રભા રે, એહમાં સર્વ સમાય ।। રવિપ્રભાથી અધિક નહીં રે, નક્ષત્ર ગણ સમુદાય રે ।। ભ૦
॥ વંદો૦ | ૫ |
ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ // વિજયલક્ષ્મીસૂરિ તે લહે રે, જ્ઞાન મહોદય ગેહ રે । . ભ૦ ।। વંદો૦ ૫ ૬ ||
શ્રી કેવલજ્ઞાનના સ્તવનનો અર્થ
શ્રી જિનેશ્વર ભગવંતને ક્ષાયિકભાવે પ્રગટ થયેલું જ્ઞાન તથા અઢાર દોષોનો નાશ થવાથી ઉત્પન્ન થયેલા જે ગુણો તે પ્રમાણ છે. (યર્થાથ છે) હે ભવ્યજીવો ! તમે કેવળજ્ઞાનને વંદના કરો. પંચમીનો દિવસ ગુણની ખાણ છે. ||૧|| અનામી પ્રભુના નામ સંબંધી શો વિશેષ કહેવાય ? પરંતુ તે (વિશેષ) મધ્યમા તથા વૈખરી (ભાષાના ભેદો) વડે વચનના ઉલ્લેખમાં સ્થાન કરી શકાય. ॥૨॥ હે પ્રભુ ! આપ ધ્યાન અવસરે લક્ષ્યમાં ન આવી શકો તેવા અગોચર સ્વરુપ થાઓ છો. તોપણ મુનિના રાજા (યોગિ મહાત્માઓ) પરા તથા પશ્યન્તી (ભાષાના ભેદો) પામીને તેનો કાંઈક નિશ્ચય કરે છે. ।। ૩ । જ્ઞાનની વિદ્યમાન જે સત્પર્યાયો તે
૧ હાસ્ય, રતિ, અરતિ, ભીતિ, જીગુપ્સા, શોક, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, દાનાન્તરાય, લાભાન્તરાય, વીર્યાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય, રાગ, દ્વેષ, એ ૧૮. અથવા અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લોભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શોક, અલીક, ચૌર્ય, મત્સર, ભય, પ્રાણીવધ, પ્રેમક્રીડાપ્રસંગ, હાસ્ય, એ ૧૮ દોષ જાણવા.
૨ આ ચારે ભાષાનું સ્વરૂપ જુદા જુદા રૂપે આ નીચે લખેલ શ્લોકથી અન્ય ગ્રન્થોમાં પ્રતિપાદન કર્યું છે.
वैखरी शक्तिनिष्पत्तिर्मध्यमा श्रुतिगोचरा ।
द्योतितार्था तु पश्यन्ती सूक्ष्मा वागनपायिनी ॥ १ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org