SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જ્ઞાનપદ ભજીએ રે મહારાજે જેવો ઓઘો બતાવ્યો તો વજ તુરત ગુરુ મહારાજ પાસે જઈ ઓઘો લઈને નાચવા લાગ્યા. અત્યારે પણ દીક્ષા સમયે ઓઘો ગ્રહણ કર્યા પછી નાચવાનું જોવા મળે છે. તે શ્રી વજકુમારના સુભગ અનુકરણ રૂપે જ છે. પછી તો વયમર્યાદા આઠની થતાં ગુરુ મહારાજે દીક્ષા આપી. બાલ્યાવસ્થા હતી, તેઓ આસન ઉપર એમ જ બેઠા હોય તો સ્થવિર મુનિઓ વજને કહેતા કે ભણો. ગોખો આમ કેમ બેઠા છો! આ સાંભળીને વજ તુરત ગોખવાનો અભિનય કરવા લાગે. કાંઈક ગણગણવા લાગે. તેમને આમ કરવાની જરૂર ન હતી. અગીયાર અંગ કંઠ હતા. પણ ગંભીરતા કેટલી ! ક્યારે પણ પોતાના મુખથી કહ્યું નથી, મને બધું આવડે છે. એક દિવસ બપોરે વસતિમાં પોતે શવ્યાપાલક તરીકે એકલા હતા. બધા સાધુ બહિર્ભમિ ગયા હતા ત્યારે વિચાર આવ્યો કે હું વાચના આપું. વાચના આપવાની ઈચ્છા થઈ ! પણ આપે કોની સામે ? એટલે સાધુઓના વીટીયા મૂક્યા-ફરતે ગોળ ગોઠવ્યા અને વચ્ચે બેસીને સૂત્રની વાચના આપવા લાગ્યા. અર્થ પણ સમજાવવા લાગ્યા. ધારાબદ્ધ સૂત્રપાઠ ચાલુ હતો. ગુરુ મહારાજ બહિભૂમિથી એકલા વહેલા પધાર્યા. વસતિની નજીક આવ્યા ત્યારે તેઓએ સૂત્રનો મધુર ઘોષ સાંભળ્યો. વિચાર્યું, વસતિમાં કોઈ સાધુ તો નથી અને સૂત્રના શબ્દોનો મધુર ધ્વનિ ક્યાંથી આવે છે. સહેજ વાંકા વળીને જોયું તો ચોગરદમ વીટીયા ગોઠવીને વચ્ચે વજ બેઠા છે અને સૂત્ર વાચના આપે છે. વિસ્મય પામ્યા, આનંદ પામ્યા. સહેજ ખોંખારો ખાધો. વજ સાવચેત થઈ ગયા. ઝપાટાબંધ બધા વીટીયા ઠેકાણે મૂકી દીધા. ગુરુ મહારાજના હાથમાંથી દાંડો લઈ લીધો. તાપણી પણ લઈ લીધી. પાદપ્રક્ષાલન કરવા લાગી ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy