________________
૨૬૪
જ્ઞાનપદ મજીએ ૨
છે. સમવાયાંગ સૂત્રમાં પણ ઉપાસક દશાંગ સૂત્રનું સ્વરૂપ વર્ણવવાના અધિકારમાં સાક્ષાત્ શ્રાવકોને ઉપધાન કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે છે. “શ્રાવકોના શીલ, વ્રત, વિરતિ, ગુણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસનો અંગીકાર તથા શ્રુતનો અભ્યાસ, તપ, ઉપધાન અને પ્રતિમા વહેવી એ સર્વ કર્તવ્યો છે.” વળી વ્યવહારવૃત્તિમાં પણ કહ્યું છે કે- “શ્રુતગ્રહણ કરવાને ઇચ્છનાર પુરુષે ઉપધધન કરવું.” તેમજ જેઓ શ્રાવકોના ઉપધાનને માનતા નથી, તેઓ સાધુઓના યોગોહનને કેમ માને છે? કારણ કે તેના વિચાર પ્રમાણે શ્રાવકોની જેમ સાધુઓને પણ યોગ વહન કર્યા વિના જ સૂત્ર ભણવા વિગેરેની શુદ્ધિ થઈ જશે. તેથી કદાગ્રહની ગ્રસ્તતાંનો ત્યાગ કરીને તથા સિદ્ધાંત માર્ગના અનુયાયી-(અનુસરવા)પણાનો અંગીકાર કરીને તેમાં કહ્યા પ્રમાણે શ્રુતસ્કંધના પઠન પાઠન વિગેરે પરિભાષા સહિત નમસ્કારાદિક સૂત્રની આરાધનાના હેતુરૂપ ઉપધાનને જિનેશ્વરના વચનના પ્રમાણથી પ્રમાણપણે અંગીકાર કરવા.
આ પ્રમાણે મહાનિશીથમાં ઉપધાન તપ કર્યા વિના નમસ્કારાદિક સૂત્રના પઠન-પાઠનાદિકનો નિષેધ કર્યો છે, તો પણ હાલમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાલાદિકની અપેક્ષા વડે લાભાલાભનો વિચાર કરીને આચરણા વડે ઉપધાન તપ કર્યા વિના પણ પઠનાદિક કરાતું દેખાય છે. આચરણાનું લક્ષણ કલ્પભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે કે-“કોઈ ઉત્તમ પુરુષે અશઠ ભાવે કરીને કોઈ પણ ઠેકાણે કાંઈપણ અસાવધ (નિદોર્ષ) આચરણ કર્યું હોય, અને તેનો બીજાઓએ નિષેધ કર્યો ન હોય, તથા ઘણાઓને સંમત હોય, તો તે આચરણા કહેવાય છે.” આવી આચરણા જિનાજ્ઞા જેવી જ જાણવી. તે બાબત ભાષ્યાદિકમાં કહ્યું છે કે - “અશઠ ભાવે આચરણ કરેલું નિર્દોષ કાર્ય કે જેને ગીતાર્થે નિષેધ્યું નથી, તે આચરણા પણ જિનેશ્વરની આજ્ઞારૂપ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org