________________
૩૦૦
જ્ઞાનપદ ભજીએ રે વ્યંજનને અધિક કરવા ઉપર કથા. “પાટલીપુત્ર” નગરમાં નવમા “નંદ ” રાજાને “ચાણક્ય” પ્રતિજ્ઞા કરવાથી રાજ્યભ્રષ્ટ કર્યો, તે રાજ્ય પર “મયુરપોષક” ગામના મહત્તરની દીકરીના પુત્ર “ચંદ્રગુપ્ત"ને બેસાડ્યો. તેને “બિંદુસાર” નામે પુત્ર થયો. તેણે તેની પછી રાજ્ય કર્યું. તેની પછી તેનો પુત્ર “અશોકગ્રી” રાજા થયો. તેણે પોતાના “કુણાલ” નામના પુત્રને બાલ્યાવસ્થામાં પણ તેના પરના પ્રેમને લીધે તેના પોષણને માટે “ઉજ્જયિની નગરી આપી અને પોતાની પાસે રહેવાથી તેની અપર (ઓરમાન) માતાઓથી તેનો પરાભવ (અનિષ્ટ) થશે એમ ધારી તે કુમારને ઉજ્જયિનીમાં જ રાખ્યો. અનુક્રમે પ્રધાનાદિકથી પુષ્પની જેમ લાલનપાલન કરાતો તે કુમાર આઠ વર્ષનો થયો ત્યારે “કુમાર અભ્યાસને યોગ્ય થયો છે” એમ ધારી રાજાએ પ્રધાન પર કાગળ લખ્યો. તેમાં “અધીયતાના કુમારઃ” (અમારા કુમારને ભણાવજો) એ પ્રમાણે સ્પષ્ટ અક્ષરો લખ્યા. તેવામાં કાંઈ શીઘ કાર્ય આવી પડવાથી રાજા અન્ય કાર્યમાં વ્યગ્ર થયો. તેટલામાં કુણાલની અપરમાતાએ ત્યાં આવી તે કાગળ વાંચી વિચાર્યું કે- “કુણાલ કુમાર સારો વિદ્વાન થશે, એટલે રાજા તેને જ રાજ્ય આપશે, મારા પુત્રને આપશે નહીં.” એમ વિચારી કુણાલનું અનિષ્ટ કરવાના હેતુથી તેણીએ તત્કાળ અને માથે એક બિંદુ (અનુસ્વાર) કર્યું. તેથી “અંધીયતાનઃ કુમારઃ” (અમારા કુમારને આંધળો કરજો) એવું થયું. અહો ! માત્ર એક બિંદુના વધારવાથી જ એકાંત હિતકારી અર્થનું પણ એકાંત અહિતકારીપણું થયું. પછી થોડીવારે રાજાએ તે કાગળ વાંચ્યા વિના જ બંધ કરીને (બીડીને) મોકલી દીધો. તે કાગળ કોઈ અનુચરે ઉજ્જયિની જઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org