________________
૨ ૨
જ્ઞાનપદ ભજીએ રે પણ બહાર પડતા નથી. આ દુઃખદ સ્થિતિ છે.” (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પારા નં. ૧૧૨૪)
આ વાત બરાબર વિચારવા જેવી છે. સુધારો કરવા જેવો છે.
આપણને સ્વતંત્ર આયંબિલ ખાતાનાં મકાનની જરૂરત જણાય છે. સ્વતંત્ર ઉપાશ્રયના મકાનની જરૂરત જણાય છે. તેવી સ્વતંત્ર પાઠશાળા કે જ્ઞાનભંડારના મકાનની જરૂરત જણાય છે ? જે દિવસે સંઘના વહીવટદારોને એ જરૂરત જણાશે તે દિવસે શ્રીસંઘના આંતરિક વિકાસનાં પગરણ મંડાયાં ગણાશે. - શ્રીસંઘ પાસે એવી એક પણ જગ્યા નથી કે જ્યાંથી તમામ વિષયના પ્રકાશિત પુસ્તકોની માહિતી મળી રહે. એક તો એ વિષયના જિજ્ઞાસુ ઓછા છે, અને જે છે તે તેમની જિજ્ઞાસા એકા. બે પ્રયત્ન છતાં ન સંતોષાય તો પછી પ્રયત્ન મૂકી દે.
ભક્તિના માર્ગે, તપના માર્ગે કે ક્રિયાના માર્ગે ચાલવામાં મહેનત નથી પડતી, પ્રવાહ ચાલુ જ છે. જ્યારે જ્ઞાનના ક્ષેત્રે તો ચાલનારા જ દેખાતા નથી. એકલ દોકલ જ હોય છે. આપણે જ્ઞાનના માત્ર પૂજક જ નહિં પ્રેમી જ નહિ પણ ધારક બની રહીએ.
આજે આ નિમિત્તે જ્ઞાની-જ્ઞાન, અને જ્ઞાનનાં ઉપકરણોની અવિધિ-આશાતના અનાદર ટાળીને વિધિ-બહુમાન અને ઔચિત્યના પાલનપૂર્વક આપણે પણ જ્ઞાનની શુભ ભાવ સાથે આરાધના કરીને આત્મસ્થ જ્ઞાનને પ્રકટાવીને મૃણમય શરીર દ્વારા ચિન્મય પ્રકાશનો અનુભવ કરનારા બનીને રહીએ.
જે પ્રવચન શ્રવણ કરીએ છીએ તેને સમજનો ભાગ બનાવીએ અને તેને કારણે બનાવીને સ્વભાવનો અંશ બનાવી ભવાભિનંદીમાંથી ધર્મભાવાભિનંદી બનાવીને સ્વાધીન સુખના ભોક્તા બની રહીએ તેવો આજના દિવસે સંકલ્પ કરીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org