________________
૧૮૯
પંચમીનું સ્તવન (૨)
ઢાળ પહેલી પ્રણમું સદ્ગુરુ પાય, નિર્મળ જ્ઞાન ઉપાય; પંચમી તપ ભણું એ, જનમ સફલ કરું એ. ૧ ચોવિસમો જિણચંદ, કેવળજ્ઞાન દિણંદ; ત્રિગડે ગહગહ્યો એ, ભવિયણને કહ્યો એ. ૨. જ્ઞાન વડો સંસાર, જ્ઞાન મુગતિદાતાર; જ્ઞાન દીવો કહ્યો એ, સાચો સહ્યો એ. ૩. જ્ઞાન લોચન સુવિકાશ, લોકાલોક પ્રકાશઃ જ્ઞાન વિના પશુ એ, નર જાણે કિડ્યું છે. ૪. અધિક આરાધક જાણ, ભગવતિ સૂત્ર પ્રમાણ; જ્ઞાની સર્વનું એ, કિરિયા દેશનું એ. પ જ્ઞાની શ્વાસોશ્વાસ, કરમ કરે જે નાશ; નારકને સહી એ, કોડ વરસે કહીએ. ૬. જ્ઞાન તણો અધિકાર, બોલ્યો સૂત્ર મોઝાર; કિરિયા છે સહી એ, ક્ષિણ પાછે કહીએ. ૭. : કિરિયા સહિત જો જ્ઞાન, હવે તો અતિ પરધાન; સોનું ને સુરંભ એ, શંખ દુધે ભર્યો એ. ૮ મહાનિશિથ મોઝાર, પંચચી અક્ષર સાર; ભગવંત ભાખિયા એ, ગણધર સાખિયો એ. ૯.
૧ જ્ઞાન સર્વારાધક. ૨. ક્રિયા શારાધક. ૩. સુગંધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org