SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ શ્રી પાંચમની સઝાય ઢાળ ૬ જંબુ પૂર્વવિદે વિજય પુષ્કલાવતી નામ પુંડરીકીણી નગરી અમરસેન નૃપ ધામ ગુણવંતી તરસ રાણી તાસ કુંખે ઉત્પન્ન વરદત્ત જીવ સુરના, ગુણલક્ષણ સંપન્ન. ૧ ગુણલક્ષણ સંપન્ન પેખી, સુરસેન દીયો નામ બાર વર્ષના એક શત કન્યા, પરણાવ્યો અભિરામ તીર્થકર મુખથી પૂર્વભવ નીસુણી ચારિત્ર લેઈ વર્ષ સહસએક પાણી કેવલ સીધ્યા કર્મ ખપેઈ. ૨ હવે રમણી વિજય, નરસિંહ ભૂપતિ ગેહ અમરાવતી કુખે ગુણમંજરી જીવ તેહ ઉપન્યો આવી સુગ્રીવ ઠવીઉં નામ બહું કન્યા પરણ્યો રાજતેજ બહુ ધામ. ૩ બહુધા સુખ વિલસતાં હુવા પુત્ર ચોરાશી હજાર થાપી પુત્ર રાયે લેઈ સંયમ કેવલ પામ્યા સાર પૂર્વ એકલખ ભવિ પ્રતિબોધી પામ્યા અવિચલ સુખ સૌભાગ્ય પંચમીનો તપ કરતાં જાયે દુર્ગતિદુઃખ ૪ એહ સંબંદ નિસણી જ્ઞાન આરાધો પ્રાણી આશાતના ટાળો જીમ થાવો ગુણ ખાણી એમ જાણી નાણી સુણીયે એ હિત આણી શ્રી જિનવર ગણધરની એવી ઉત્તમ વાણી. ૫ ઉત્તમ વાણી જિનની સુણીને પ્રતિ બૂઝયા પ્રાણી પંચમ નાણ લેવા કારણે એ સાચી સહી નાણી શ્રી વિનયવિમલ કવિરાજ સુસેવક ધીરવિમલ કવિરાય નયવિમલ તાસ શિષ્ય કહે, એમ જ્ઞાન સુજસ સવાય. ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy