________________
૧૯૭
શ્રી પાંચમની સઝાય અલકા અધિક વિરાજતી, ધારાવતી ઇતિ નામ, નેમિજિણેસર આવીયા, રૈવતગિરિ શુભ ઠામ, ર કેશવ વંદન આવીયા, બેઠી પરખદ બાર, વરદત્ત ગણધર તવ તિહાં, પ્રશ્ન કરે સુવિચાર ૩ દંસણ નાણ ચરિતની, કહો તિથી કેવી હોય, કિણવિધિ તે આરાધીયે, જંપે શ્રીજિન સોય ૪ ચૌદશ આઠમ પૂર્ણિમા, અમાવસી એ તિથિ ચાર, ચારિત્ર પોસહુ આદરી, લહીયે ભવજલે પાર. ૫ પંચમી બીજ અગ્યારસી, જ્ઞાન તણી તિથિ એહ, જ્ઞાનભક્તિ બહુ સાચવો, જિમ હોય નિર્મલ દેહ. ૬ નવતિથિ શેષે કીજીયે, દર્શન ભક્તિ વિશેષ, જિનપૂજન કલ્યાણકાદિક, સાધર્મિક દેખ. ૭ તેહમાંહિ વળી નિર્મળી, કાર્તિક પંચમી જેહ, જ્ઞાનારાધનની કહી નેમિજિને ધરી નેહ. ૮ એહ દિવસ આરાધતાં, પામ્યું નિર્મળ નાણ, વરદત્ત ને ગુણમંજરી, સુણજ્યો તાસ વખાણ. ૯
- ઢાળ ૧ લી. જંબુદ્વીપે ભારતમાં, પદમપુરી અતિ સોહે રે, સુષમાં જેહની જોયતાં, સુરનરનાં મન મોહે રે, શ્રી જિનવર એમ ઉપદિશે. ૧૦ અજીતસેન જસ રાજીઓ, તસ ધરણી યશોમતી રાણી રે, વરદત્ત તેહનો સુત ભલો, સકલકળા ગુણખાણી રે. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org