________________
૧૮૪
જ્ઞાનપદ ભજીએ રે રે રે પાપિણી સાપિણી, સામા બોલ મા બોલ // રીસાળી કહે તાહરો, પાપી બાપ નિટોલ // ૮ / શેઠે મારી સુંદરી, કાલ કરી તતખેવ // એ તુજ બેટી ઉપની, જ્ઞાન વિરાધન હેવ / ૯ // મૂછગત ગુણમંજરી, જાતિસમરણ પામી // જ્ઞાન દીવાકર સાચો, ગુરુને કહે શિર નામિ / ૧૦ // શેઠ કહે સુણો સ્વામી, કેમ જાએ એ રોગ : ગુરુ કહે જ્ઞાન આરાધો, સાધો વંછિત યોગ // ૧૧ // ઉજવલ પંચમી સેવો, પંચ વરસ પંચ માસ // નમો નાણસ્સ ગણણું ગણો, ચોવિહાર ઉપવાસ / ૧૨ / પૂરવ ઉત્તર સન્મુખ, જપિયે દોય હજાર // * પુસ્તક આગલ ઢોકીએ, ધાન્ય ફલાદિ ઉદાર / ૧૩ // દીવો પંચ દીવટતણો, સાથિઓ મંગલ ગેહ // પોસહમાં ન કરી શકે, તેણે વિધિ પારણે એહ // ૧૪ / અથવા સૌભાગ્ય પંચમી, ઉજ્વલ કાર્તિક માસ // જાવજીવ લગે સેવીએ, ઉજમણા વિધિ ખાસ // ૧૫ //
ઢાળ ચોથી
એકવીશાની દેશી. ઢાળ-પાંચ પોથી રે, ઠવણી પાઠાં વિટાંગણાં //
ચાબખી દોરા રે, પાટી પાટલા વરતણાં // મસી કાગલ રે, કાંબી ખડિઆ લેખણી // કવલી ડાબલી રે, ચંદ્રુઆ ઝરમર પંજણી // ૧ /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org