SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ જ્ઞાનપદ ભજીએ રે તળાવ, કૂવા પણ ભરેલા રહેતા માટે પાણીની અછત ક્યારે પણ લોકો અનુભવતા નહીં. જ્યારથી હોટલો, હોસ્પિટલો અને ફેક્ટરીઓ થઈ ત્યારથી પાણી બેફામ વેડફાય છે માટે તેની તંગી પડે છે. બાકી ભારતમાં તો જળભંડાર ભર્યા હતા. દુકાળ પડે તો અનાજની ખેંચ પડતી. લોકો ટળવળતા હતા. . ' પુરીમાં આવ્યા એટલે એકની શાંતિ થઈ પણ બીજો પ્રશ્ન જબરો આવ્યો. રાજા બૌદ્ધ હતો. પ્રજા પણ સહજ છે કે બૌદ્ધ ધર્માનુયાયી જ હોય. જૈનો ગમે તે કારણસર પ્રિય બનતા નથી. દ્વેષપાત્ર જ બની રહે છે, તે આજ સુધી જોવા મળે છે. જ્યાં જૈનો વસતાં હોય, જૈન સાધુ-સાધ્વીજી વસતાં હોય તે આજુબાજુની વસ્તીને પ્રિય નથી લાગતાં. મને ઘણા સમયથી આ પ્રશ્ન મૂંઝવે છે. વિશ્વના જીવોની મૈત્રી ઈચ્છનારો, જગના જીવપાપનું કલ્યાણ ચાહનારો ધર્મ અને તેના ધમ શા કારણથી અપ્રિય બને છે ? સંશોધનનો વિષય છે. હાં તો બૌદ્ધધર્માનુયાયી પ્રજાએ માળીની દુકાનમાંથી બધાં જ ફૂલો લેવા માંડ્યાં. જૈનો માટે પ્રભુપૂજા નિમિત્તે એક પણ ફૂલ રહેવા ન દીધું. આપણે પ્રભુપૂજામાં આજે જે સ્થાન ચંદન પૂજાનું છે તે પહેલાં પુષ્પપૂજાનું હતું. પ્રભુની પૂજામાં બીજાં દ્રવ્યોની જરૂરત ગણાતી નહતી. પણ ફૂલ તો જોઈએ જ. આજે ફૂલ વિના બિલકુલ ચાલે, જે બિનજરૂરી છે તે દૂધ વિના ન ચાલે, ચંદન વિના ન ચાલે તેવી તમારી સ્થિતિ છે. આમ કરતાં પજુસણના દિવસો આવ્યા. આ દિવસોમાં તો જૈનનો એક બચ્ચો પણ પ્રભુની પૂજા વિનાનો ન રહે અને પ્રભુજીની પૂજા માટે ફૂલ તો જોઈએ જ. હવે માળીની દુકાનમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy