________________
૧૯૯
શ્રી પાંચમની સઝાય કાયાથી જે વિરાધતા હિત) તસ કુષ્ઠાદિક રોગ સુણો, ત્રિવિધ વિરાધને જ્ઞાનની હિતજે મૂરખ કરે ભોગ સુણો. ૨૧ પુત્ર કલત્ર ધન મિત્રનો હિતo તેહને હોયે નાશ સુણો, આધિ વ્યાધિ તરસ પરભયે હિતવ નિવિવેક તનુ તાસ સુણો. ૨૨ સિંહદાસ ઈમ સાંભળી હિતવ પૂછે ઉલટ આણી સુણો. કહો ભગવન કિણ કર્મથી હિતo મુજ તનયા ગુણહીણ. ૨૩ ગુરુ કહે એહ સંસારમાં હિત સુખ દુઃખ કર્મને હાથ સુણો કર્મ થકી બળિયા નહિ હિતવ ચક્રી હલધર સાથે સુણો. ૨૪ એહનો પૂરવભવ સુણો હિતવ હૃદયે વિચારો હેવ સુણો, કર્મ તણી ગતિ એહથી હિતo ગુરુ ભાખે તતખેવ સુણો. ૨૫
, ઢાળ ૩જી ધાતકીખંડે ભરતમાં મનોહર ખેટકનામ નરરાજ, નયરમાંહી વ્યવહારીઓ ધનવંત વસુદેવ નામ નરરાજ, પૂરવ ભવ તમે સાંભળો. સુંદરી નામે ગેહીની, તસ સુત પંચ રસાલ નરરાજ, આસપાલ પહેલો ભલો, બીજો તે તેજપાલ નરરાજ. ૨૭ - ગુણપાલ ત્રીજો કહ્યો, ધર્મપાલ ધર્મસાર નરરાજ, પ્રાવણ્ય રૂપે શોભતી, વળી તસ પુત્રી ચાર નરરાજ. ૨૮ લીલાવતી ને શીલાવતી, રંગાવતી તિમ જાણ નરરાજ, મૃગાવતી ચોથી ભલી, મહિમા ગુણની ખાણ નરરાજ. ૨૯ પંડિત પાસે મોકલ્યા, તે પાંચે નિજ નંદ નરરાજ, ચપલાઈ કરતા ઘણું, માંહોમાંહી દંદ નરરાજ. ૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org