________________
જ્ઞાનપદ ભજીએ રે તો ભાઈઓએ પણ એનાં સારાં ફળ આપ્યાં. કુટુંબ માટે એક જણ ભોગ આપવા તૈયાર ન થાય તો આખા કુટુંબનું શું થાય ? એક બહેને પોતાનાં ભાંડુઓ માટે આવો ભોગ આપ્યો, તો એનું પરિણામ કેવું સારું આવ્યું !
વીસ વર્ષ પહેલાંની આ વાત છે. આ બહેનને એના શિક્ષકે સંસ્કારો આપેલા તેથી આવો સુખદ અંત આવ્યો. પણ એણે હું શા માટે ભોગ આપું? મારી જિંદગી શા માટે વેડફી દઉં ? - એવા વિચારો ન કર્યા. કર્યા હોત તો એનો આખા કુટુંબ માટે કેવો બૂરો અંજામ આવત ! પણ એ સંસ્કારી બહેને બધાના હિતમાં પોતાનું હિત વિચાર્યું અને કર્તવ્યબુદ્ધિથી બધું સારી રીતે પાર પાડ્યું.
ધાર્મિક શિક્ષણ અને સંસ્કારોની જ્યારે બહુ જ જરૂર છે, ત્યારે જ આપણે એની ઉપેક્ષા કરી રહ્યા છીએ, એ ઓછી કમનસીબી છે? સાત ક્ષેત્રોમાં સાતે ક્ષેત્રો ભરપૂર હોવાં જોઈએ. બધાં અંગ સુડોળ હોય તો જ વ્યક્તિ દર્શનીય બને છે. બધાં અંગ પ્રમાણસર ન હોય તો શરીર બેડોળ અને રોગિષ્ટ લાગે. પગ ખૂબ જાડા થઈ જાય તો હાથીપગાનો રોગ કહેવાય છે. પેટ મોટું હોય તો જલોદરનો રોગ નક્કી થાય છે. આજે જિનમૂર્તિ અને જિનમંદિર એ બે ક્ષેત્રો સારી રીતે વિકાસ પામ્યાં છે. સાધુ-સાધ્વી પ્રત્યે પણ ઠીક ઠીક આદર થતો જોવાય છે. પણ સાતે ક્ષેત્રને સાચવનાર શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનું શું છે? તેના વિકાસ અર્થે કોઈ ચોક્કસ દિશામાં પગલાં ભરાતાં દેખાતાં નથી. અને ત્રીજું ક્ષેત્ર શ્રુતજ્ઞાન, તેના માટે પણ આપણી કેટલી બધી ઉપેક્ષા છે ! જ્ઞાનથી શ્રદ્ધાના પાયા સુસ્થિર થાય છે. જો શ્રદ્ધા હચમચી ઉઠશે તો પછી સાધન નિર્જીવ બની જશે. જ્ઞાન એક બાજુ શ્રદ્ધાને સ્થિર-દઢ કરે છે, તો બીજી બાજુ આચરણમાં આનંદ આપે છે. આ શ્રુતની અવગણના કરવાથી આપણને ઘણું નુકસાન થયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org