SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ અસંખ્ય ભેદ કિરીયાતણા, ભાખ્યા શ્રી અરિહંત; જ્ઞાનમૂળ સફળા સેવે, પંચ ભેદ તસ તંત. ૪ જ્ઞાનપદ ભજીએ રે મઈ સુઅ ઓહિ મણપજ્જવા, પંચમ કેવળ જાણ; પૂજા કરતાં તેહની, લહીએ પંચમ નાણ. ૫ જાણે કેવળ કેવળી, શ્રુતથી કરે વખાણ; ચઉં મુંગા શ્રુત બોલતું, ભાખે ત્રિભુવનભાણ. ૬ પંચ જ્ઞાન અનુક્રમે લહી, જેહ થયા અરિહંત; અષ્ટ પ્રકારે પૂજતાં, લહીએ જ્ઞાન અનંત. ૭ ઢાલ (ઝુમખડાની દેશી) પરમપુરુષ પરમાતમા રે પુરિષાદાણિ પાસ; જિનેસર પૂજીએ. જળ ચંદન કુસુમે કરી રે, પૂજો ધરી ઉલ્લાસ. જિ૦ ૧ જાસ પસાયે નિરમળું રે, પ્રગટ હોયે મઈનાણ; જિ ભેદ અઠ્ઠાવીશ તેહના રે, સમજો ચતુર સુજાણ. જિ૦ ૨ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી રે, ચઉહા છે મઈનાણ; જિ દ્રવ્યથી મઈ નાણી લહે રે, દ્રવ્ય છક્ક પરિમાણ, જિ૦ ૩ ક્ષેત્રથી લોકાલોકને રે, કાળથી તિવિહા કાળ; જિ ભાવથી પાંચે ભાવને રે, જાણે આદેશે રસાળ. જિ૦ ૪ જિન ઉત્તમ મુખપદ્મની રે, વાણી સુણી લહે બોધ; જિ શુદ્ધ ચિદાનંદ રૂપથી રે, કરી નિજ આતમ શોધ જિ૦ ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy