________________
૧૮O
જ્ઞાનપદ ભજીએ રે
૧. શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન ત્રિગડે બેઠા વીરજિન, ભાખે ભવિજન આગે // ત્રિકરણશું વિહું લોક જન, નિસુણો મન રાગે // ૧ / આરાધો ભલી ભાતમેં, પાંચમ અજુવાલી / જ્ઞાન આરાધના કારણે, એક જ તિથિ નિહાલી / ૨ // જ્ઞાન વિના પશુ સારિખા, જાણો એણે સંસાર / જ્ઞાન આરાધનથી લહ્યું, શિવપદ સુખ શ્રીકાર / ૩ // જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ કુસુમ ઉપમાન , લોકાલોક પ્રકાશકર, જ્ઞાન એક પરધાન // ૪ // જ્ઞાની સાસોસાસ, કર કર્મનો બેહ //. પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાને કરે તેહ // ૫ દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન // જ્ઞાનતણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન // ૬ // પંચ માસ લઘુ પંચમી, જાવજીવ ઉત્કૃષ્ટિ / પંચ વરસ પંચ માસની, પંચચી કરો શુભદષ્ટિ // ૭ / એકાવનહી પંચચો એ, કાઉસ્સગ્ગ લોગસ્સ કરો . ઉજમણું કરો ભાવશું, ટાળો ભવ ફેરો / ૮ // એણી પેરે પંચમી આરાહીયે એ, આણી ભાવ અપાર / વરદત્ત ગુણમંજરી પરે રંગવિજય લહો સાર / ૯ /
ઈતિ શ્રી પંચચીનું ચૈત્યવંદન સંપૂર્ણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org