________________
૪૦
" જ્ઞાનપદ ભજીએ રે
- જ્ઞાનના એક પુંડરીક અધ્યયનમાં પરાવર્તના સ્વાધ્યાયના બીજમાંથી કેવું વટવૃક્ષ થઈ ગયું ! જ્ઞાનના કબીરવડની ઘટાદાર છાયાના સ્વામી બની ગયા. આના પ્રભાવે પદાનુસારી લબ્ધિ(કોઈપણ સૂત્રનું આદિ-મધ્ય કે અંતનું એક પદ પણ સાંભળવામાં આવે એટલે આખું સૂત્ર કંઠસ્થ થઈ જાય તેવી લબ્ધિ.) આકાશગામિની લબ્ધિ જેના પ્રભાવે ગગનમાં ઈચ્છા પ્રમાણે જઈ શકાય, ક્ષીરાશવલબ્ધિ જે લબ્ધિના પ્રભાવે જ્યારે તેઓ બોલે ત્યારે સાંભળનારને સતત શ્રવણ કરવાનો રસ રહે, સુણતાં શ્રવણે અમી ઝરે છે તેવું લાગ્યા કરે. એવી લબ્ધિઓ, વળી રૂપપરાવર્તની લબ્ધિ આવી ઘણી લબ્ધિ પ્રાપ્ત થઈ. કહોને કે ગૌતમ મહારાજની જ નાની આવૃત્તિ ન હોય તેવા બની ગયા. શરીરથી, કાંતિથી, સૌભાગ્યથી, વિદ્યાથી, લબ્ધિથી પણ તેવા જ લાગવા માંડ્યા. શિષ્યસંપદા પણ તેઓની એવી જ નોંધપાત્ર હતી. તેનો એક પ્રસંગ કલિકાલસર્વજો બહુજ ચિત્તાકર્ષક શૈલીમાં વર્ણવ્યો છે–
એક નગરમાં તેઓશ્રી વિહાર કરીને પધારવાના છે. રાજાને ખબર પડે છે. રાજા સામે સ્વાગત માટે જાય છે. નગરની બહાર તો ઘણાં ગામથી ચારે બાજુથી રસ્તા આવતા હોય ! એટલે કે રસ્તા ઉપર ચાલનારા વટેમાર્ગ આવતા હોય. રાજા એ ચાર-પાંચ રસ્તા ભેગા થતા હોય ત્યાં ઊભા છે. જુવે છે તો ચારે બાજુના રસ્તેથી સાધુમહારાજનાં વૃન્દનાં વૃન્દ આ નગર ભણી આવી રહ્યાં છે. ૨૫-૩૦ સાધુ મહારાજનું વૃન્દ હોય. રાજા તુર્ત આગળ ધસી જાય. એ વૃન્દમાં જે મોટા અને ઊંચા જણાતા સાધુ હોય તેમને પૂછે આપ જ વજ છો ! સાધુ મહારાજ કહે ના.... ભાઈ ના.... વજ તો કેવાય છે. ક્યાં સૂરજ અને ક્યાં આગિયો ! રાજા જે જે સાધુના વૃન્દને જુવે છે બધાની મુખકળાને જોતાં જ બધા જ સાધુ મહારાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org