________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨)
મહાવીર મહારાજાએ ઉપદેશેલા માર્ગે મોક્ષમાર્ગની સાધના કરવાની તીવ્ર તમન્ના રમે છે. બીજી બાજુ માતા-પિતાનો મોહ પણ તીવ્ર છે. તેથી લગ્નનો આગ્રહ થતો રહ્યો. જે જે ઘરે માતા-પિતા લગ્નની વાત કરે તે તે ઘેર જઈ ધનગિરિ પોતે જ કહી આવે કે હું તો દીક્ષા લેવાનો છું એમ સમજીને તમારે તમારી દીકરીનો જે વિચાર કરવો હોય તે કરજો.
પૂર્વના ગાઢ ઋણાનુબંધ હશે કે સુનંદાએ ધનગિરિ તો દીક્ષા લેવાના છે તે જાણ્યા પછી પણ મારે તો ‘ધનગિરિ જ પતિ થાઓ'' એમ કહ્યું અને બન્નેનાં લગ્ન થયાં. લગ્ન પછી ધગિરિએ સુનંદાને કહ્યું કે હવે હું છૂટો. સુનંદાએ સ્ત્રીસહજ વૃત્તિથી કહ્યું કે તમે જશો પછી મારે કેમ જીવવું ? એક સંતાન થાય પછી તમે છૂટા. ગર્ભાધાન પછી રજા. ૨૫/૩ મહિના વીત્યા અને સુનંદાએ વાત કરી. ધગિરિએ કહ્યું કે શા માટે મોડું કહ્યું ? બે મહિના વિતાવ્યા? પૂર્ણવૈરાગ્યવાસિત ધનગિરિજીએ આચાર્ય મહારાજ શ્રી સિંહગિરિ મહારાજ પાસે દીક્ષા સ્વીકારી સંયમપાલનમાં લયલીન બન્યા. જાણે સંયમધર થવા જ જન્મ્યા હોય તેવું ચોખ્ખું ચારિત્ર પાળવા લાગ્યા.
૨૯
આ બાજુ તિર્યકજાંભુક દેવનો જીવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી આ જ ધનગિરિ સુનંદાને ત્યાં પુત્ર રૂપે અવતર્યો. જીવનો ભવ બદલાય-એટલે ખોળિયું બદલાય. દેવલોકની ઋદ્ધિ ન લઈ જવાય પણ તે ભવમાં ઉપાર્જન કરેલું જ્ઞાન લઈ જવાય છે. સંસ્કાર તો અજ્ઞાત મનમાં સંઘરાયા હોય છે અને અજ્ઞાત મન તો આત્માની સાથે જ રહે છે. તેથી તે જ્ઞાનમાં સંસ્કાર પણ આવે છે.
આ દેવે તો ૫૦૦ વર્ષ સુધી સતત સ્વાધ્યાય કરીને પુંડરીક કુંડરીકની વાતના, દીક્ષાના સંસ્કાર ગાઢ, રૂઢ અને દૃઢ જમાવ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org