________________
૧૪૪
જ્ઞાનપદ ભજીએ રે
શ્રી હરિભદ્રસૂરિવિરચિતં અષ્ટપ્રકરણાન્તર્ગત
જ્ઞાનાર્ક ૯ll આઠમાં અષ્ટકમાં કહેલું ભાવ પચબાણ જ્ઞાન વિશેષ હોતે છતે થાય છે માટે તે જ્ઞાન વિશેષને દેખાડતાં કહે છે–
विषयप्रतिभासं चा-त्मपरिणतिमत्तथा ।। તવંસંવે વૈવ, જ્ઞાનમgવર્ષ // ?
અર્થ– મહાન ઋષિઓ વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત્ તથા તત્ત્વસંવેદન એવી રીતે ત્રણ પ્રકારનાં જ્ઞાનો કહે છે. ૧
ટીકાનો ભાવાર્થ - વિષય એટલે કર્ણ આદિક ઈદ્રિયોના જ્ઞાનને ગોચર એવા શબ્દાદિક, તેને જણાવનારું જે જ્ઞાન તેને “વિષયપ્રતિભાસ” નામનું જ્ઞાન જાણવું. (પણ તેઓની પ્રવૃત્તિમાં તેથી ઉત્પન્ન થતો જે આત્માના અર્થ-અનર્થનો સ્વભાવ તેને જણાવનારું નહીં) અર્થાત આલોક સંબંધી અને પરલોક સંબંધી છઘસ્થ જ્ઞાનના વિષયરૂપ એવા અર્થોમાં પ્રવૃત્તિને વિષે, આત્માના તાત્વિક અર્થ અને અનર્થના પ્રતિભાસથી જે શૂન્ય તે “વિષપ્રતિભાસ” જ્ઞાન જાણવું; તે જ્ઞાન મિથ્યાષ્ટિઓને હોય છે, તથા આત્માના ક્રિયાવિશેષથી થઈ શકે એવો જે પરિણામ છે, જેમાં જણાય છે તેને “આત્મપરિણતિમત્” જ્ઞાન કહીએ. (પણ તેને અનુરૂપ એવી પ્રવૃત્તિ નિવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org