________________
શ્રી જ્ઞાનપંચમી તપ કરવાનો વિધિ “જ્ઞાન”ના આરાધન માટે, એટલે આત્માનો જ્ઞાનગુણ જે અનાદિકાળથી જ્ઞાનાવરણીય કર્મના સંયોગે આવરાયેલો છે તેને પ્રગટ કરવા માટે અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય (ક્ષયોપશમ) કરવા માટે “જ્ઞાનપંચમી” નો તપ અતિ ઉત્કૃષ્ટ સાધનભૂત છે. જ્ઞાનના આરાધના માટે શાસ્ત્રકારે બીજ, પાંચમ ને અગ્યારશ એ ત્રણ તિથિઓ બતાવી છે. પરંતુ તેમાં મુખ્યતા પાંચમની છે. પ્રાયઃ પ્રવૃત્તિ પણ પંચમી તપ કરવાની વિશેષ છે. આ તપ કોઈપણ વર્ષના કાર્તિક માસની શુક્લ પંચમીથી શરુ કરવામાં આવે છે. આ પંચમી
સૌભાગ્ય પંચમીના નામથી ઓળખાય છે. જ્ઞાન મેળવવાના ઉત્સુક શ્રાવક-શ્રાવિકાઓ અને સાધુ-સાધ્વીઓ આ તપ વિશેષ કરે છે. આ તપ પાંચ વર્ષ ને પાંચ માસ પર્યત કરવાનો છે. તે એકાસણાથી, આયંબિલથી અથવા ઉપવાસથી કરવામાં આવે છે. શારીરિક શક્તિવાળા તો પ્રાયઃ ઉપવાસથી જ કરે છે. બાર માસ ઉપવાસ ન કરી શકે તે પણ કાર્તિક શુદિ પાંચમે તો અવશ્ય ઉપવાસ કરે છે. અને તે દિવસે બનતાં સુધી ચાર કે આઠ પહોર પૌષધ પણ કરે છે. એ તપના આરાધના માટે પણ સંપૂર્ણ વિધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org