________________
૨૩૪
જ્ઞાનપદ ભજીએ રે
પણ જીવને વશ થાય છે. કેમકે કોઈક ઠેકાણે ધારણ કરનાર (આધાર) બળવાન હોય છે, અને કોઈ ઠેકાણે ધારણ કરવા લાયક (આધેય) વસ્તુ બળવાન હોય છે, જો કે કર્મ સંસારમાં ભમતા જીવોને અત્યંત દુઃખ આપે છે તો પણ ધર્મનો ઉદ્યોગ તે સર્વ કર્મને. પણ હણી નાખે છે. અન્યથા અનંતાનંત ભવો વડે સંચય કરેલાં અનંતાં કર્મોને હણીને અનંતા જીવો શાશ્વતા મોક્ષને કેમ પામે ?' કુકર્મને કરનાર દઢપ્રહારી'અને ચલણી ઉદ્યમથી જ મોક્ષે ગયા છે, તથા “ચિલાતીપુત્ર” અને “રોહણયક” વિગરે પણ ઉદ્યમથી સ્વર્ગે ગયા છે. તેથી કરીને ધર્માથી પુરુષો અનિષ્ટ એવા ઉગ્ર કર્મના ક્ષયને માટે નિરંતર ઉદ્યમ કર્યા જ કરે છે. આ રીતે કોઈ વખત ઉદ્યમ પણ બળવાન થઈ શકે છે. કહ્યું છે કે - “પ્રાણીઓને સર્વ કાર્યમાં હમેશા ઉદ્યમને જ પરમબંધુ કહેલો છે, કારણ કે ઉદ્યમ વિના મનુષ્ય મનોવાંછિતને મેળવી શકતો નથી.” જો કદાચ વિવિધ પ્રકારના ઉદ્યમો કર્યા છતાં પણ કાર્ય સિદ્ધ ન થાય, તો ત્યાં અવશ્ય તીવ્ર કર્મ જ ભોગવવા લાયક અને સમર્થ છે એમ જાણવું. વળી ભગવાન મહાવીર સ્વામીનો નીચ કુળમાં અવતાર, મલ્લીનાથ સ્વામીનું સ્ત્રીપણે ઉત્પન થવું, પરીક્ષિત રાજાનું મરણ તથા નંદિપેણ અને આદ્રકુમારની ભ્રષ્ટતા એ સર્વ કર્મના વશથી જ થયા છે. કહ્યું છે કે-“બ્રહ્મદત્તની દષ્ટિનો (નેત્રનો) નાશ થયો, ભરતચક્રીનો પરાજય થયો, કૃષ્ણના સમગ્ર કુટુંબનો નાશ થયો, છેલ્લા તીર્થકરનો નીચ ગોત્રમાં અવતાર થયો, મલ્લીનાથને સ્ત્રીપણું પ્રાપ્ત થયું, નારદનું પણ નિર્વાણ (મોક્ષ) થયું, અને ચિલાતીપુત્રને પ્રશમના પરિણામ થયા, આ તમામ બાબતોમાં કર્મ અને ઉદ્યમ એ બને સ્પર્ધાએ કરીને તુલ્ય બળવાળા છતાં આ જગતમાં પ્રગટ રીતે જયવંતા વર્તે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org