________________
૧૩૭
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનાષ્ટક ભૂંડ વિષ્ટામાં મગ્ન રહે છે તેમ મૂઢ માણસ અજ્ઞાનમાં જ મગ્ન રહે છે, પણ જ્ઞાની પુરુષ તો જેમ હંસ માનસજલમાં મગ્ન રહે છે, તેમ નિર્મલ જ્ઞાનગુણમાં જ મગ્ન રહે છે. જ્ઞાની પુરુષ કદાપિ જ્ઞાનમાં અરતિ ધારતો નથી, અથવા જ્ઞાન જ તેનો ખરો ખોરાક હોવાથી તે તેને અત્યંત આદરથી સેવે છે. निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः ।
तदेव ज्ञानमुत्कृष्टं, निर्वन्धो नास्ति भूयसा ॥२॥ સ્વપજ્ઞ બાલાવબોધઃ
निर्वाणपद क० मोक्षनुं साधन वचन । अप्येकं क० एक पणि । भाव्यते क० भावियइं । यत् क० जे । मुहुर्मुहुः क० वारंवार, एटलें आगमिं श्रुतयुक्तिं मतनुं वारंवार स्मरणरूप निदिध्यासन देखाडयुं । तदेव क० तेह ज । ज्ञानं क० ज्ञान । उत्कृष्टं क० उत्कृष्टुं, जे माटि तेहथी तत्त्वज्ञान उपजइं । सामायिकपदमात्र भावनथी अनंत सिद्ध सांभलीइं छइं । निबंध क० हठ । नास्ति क० नथी । भूयसा क० घणई भणीइं । भावनाज्ञानइं थोडु इ घj, ते विना घणुं ते शुकपाठ । २ ।
અર્થ : મોક્ષના સાધનરૂપ એવું એક પણ પદ (અધ્યાત્મિક વચન) કે જેની વારંવાર ભાવના કરાય; તે જ જ્ઞાન (નો યત્ન) ઉત્કૃષ્ટ છે; - એટલે કે આગમ અને મૃતયુક્તિ મતનું વારંવાર સ્મરણરૂપ નિદિધ્યાસન એટલા માટે બતાવ્યું કે તેનાથી તત્ત્વજ્ઞાન ઊપજે છે. સામાયિક પદના માત્ર ભાવનથી અનંત સિદ્ધ થયેલા સાંભળીએ છીએ. ઘણું ભણવાનો આગ્રહ (હઠ) નથી. ભાવનાશાન થોડું એ ઘણું, તે - વિના ઘણું (જ્ઞાન) તે શુકપાઠ (પોપટપાઠ) રૂપ છે. ૨
રહસ્યાર્થ ર : જેનાથી રાગદ્વેષનો અત્યન્ત ક્ષય થવા પૂર્વક મોક્ષપદની પ્રાપ્તિ થઈ શકે એવા પણ એક પદનો વારંવાર અભ્યાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org