SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ પુંડરીક - કંડરીકની કથા ગુમાવ્યા. તે મરીને સાતમે નરકે ગયો. આ બાજુ પુંડરીક મહામુનિભાવની વિચારણા કરતાં ગુરુ મહારાજશ્રી પાસે શુદ્ધ વિધિપૂર્વક સંયમ લેવાની ભાવનાથી ત્યાંથી વિહાર કરી ગયા. કોઈ એક ગામમાં જે લખુંસકું શુદ્ધ અન્ન પ્રાપ્ત થયું તે વાપરી રાત ત્યાં રહ્યા. તે રાત્રિએ ખૂબ સખત ઠંડી પડી ને શુદ્ધ ધ્યાન કરતા કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. અનન્સલબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામીજીએ આ વાત શ્રી વજસ્વામીજીના જીવ તિર્યજાંબુકદેવને શ્રી અષ્ટાપદ પર્વત ઉપર યાત્રાર્થે પધાર્યા ત્યારે કહી હતી. સંયમભાવના આરાધક-વિરાધકને કેવાં ફળ મળે છે તે આમાં સ્પષ્ટ છે. (સ્વાધ્યાય રત્નાવલિ : ભરતેશ્વર બાહુબલી સજઝાય અંતર્ગત પુંડરીક-કંડરીક સજઝાય અને કથા લેખક : આ. શ્રી ધર્મધુરન્ધરસૂરિ મહારાજ) – ion – મૂરખના રે આઠ ગુણ મુખ ઉચરે, मूर्खत्वं हि सखे ममाभिरुचितं यस्मिन् यदष्टौ गुणाः, निश्चिन्तो बहुभोर्जनोऽत्रपमैना रात्रिंदिवा शायकः । कार्याऽकार्य विचारणान्धबधिरो मानापमाने समः प्रायेणामयवर्जितो दृढवपुः मूर्खः सुखं जीवति ॥ . મૂર્ણપણું મને ગમે છે જેમાં આઠ ગુણ છે ૧. ચિંતામુક્તપણું. ૨. ખૂબ ખાઈ શકે. ૩. શરમ રહિત પણું. ૪. રાતદિવસ સૂતો રહે. પ-૬. કાર્ય અને અકાર્ય બન્નેની વિચારણા કરવામાં આંધળો અને બહેરો. ૭. એને કોઈ માન-સન્માનથી બોલાવે કે અપમાનિત કરે બન્નેમાં સમાન રહે. મોટે ભાગે રોગ રહિત શરીરની સ્થિતિ. અને ૮. દઢ-મજબૂત શરીરધારી-આ આઠ ગુણ મૂર્ખના છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy