________________
૨૮૦
જ્ઞાનપદ ભજીએ રે સિદ્ધસેનનું નામ દીક્ષા સમયે “કુમુદચંદ્ર' હતું, અને સૂરિપદ સમયે “સિદ્ધસેન દિવાકર” એવું નામ પ્રસિદ્ધ થયું. અપર અપર પૂર્વધરોથી પૂર્વમાં રહેલા કૃતના અભ્યાસ વડે એવાં નામો આપવામાં આવે છે. કહ્યું છે કે- “વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર અને વાચક એ સર્વે શબ્દો એક અર્થવાળા છે. પૂર્વગત સૂત્રના અભ્યાસથી એ શબ્દો પ્રવર્તે છે.” સ્વામી અને વાચક વિગેરે શબ્દોની જેમ દિવાકર એ પણ સૂરિનું જ પર્યાયી નામ છે.
સિદ્ધસેન દિવાકર જૈનમતનો ઉદ્યોત કરવાથી પોતાના નામને સાર્થક કરતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે તેઓ ઉજ્જયિની સમીપે આવ્યા. એટલે ત્યાંના સકળ સંઘે સન્મુખ : આવીને મોટા ઉત્સવ પૂર્વક તેમને નગર પ્રવેશ કરાવ્યો. માર્ગમાં ચાલતાં બંદિજનો સર્વજ્ઞપુત્રના નામથી તેમની બિરદાવલી બોલવા લાગ્યા. તે સમયે વિક્રમ રાજા હાથી પર બેસી પોતાના રાજદ્વારમાંથી નીકળેલા ચૌટામાં સૂરિને સામા મળ્યા. રાજાએ “આ સૂરિ સર્વજ્ઞપુત્ર છે કે નહીં?” તેની પરીક્ષા કરવા માટે તેમને મનથી જ વંદના કરી, પણ મસ્તક નમાવ્યું નહીં, તથા વચનથી પણ કાંઈ બોલ્યા નહીં. તે જાણીને સમીપે આવી પહોચેલા સૂરિએ તે રાજાને ધર્મલાભ” એમ મોટા શબ્દ વડે આશીર્વાદ આપ્યો. તે વખતે રાજાએ કહ્યું કે- “હે સૂરીશ્વર! અમને નમસ્કાર કર્યા વિના આપે ધર્મલાભ કેમ આપ્યો? શું આ ધર્મલાભ નમ્યા વિના પણ સહેજે મળી શકે તેવો (સોથો) છે?” ત્યારે સૂરિ બોલ્યા કે- “હે રાજા! આ આશીર્વાદ કોટી ચિંતામણિ રત્નો વડે પણ દુર્લભ છે. પરંતુ અમારી પરીક્ષા કરવા માટે તમે મનથી વંદના કરી, તેથી તમને ધર્મલાભ આપ્યો છે. તે સાંભળીને રાજાએ પ્રસન્ન થઈ હસ્તિ પરથી નીચે ઊતરી સૂરિને વંદના કરી, અને એક કરોડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org