________________
૨ ૧૭.
પૃથ્વીપાલ રાજાની કથા
આ પ્રમાણે બે પદની પરીક્ષા કરીને ત્રીજા પદની પરીક્ષા કરવા માટે રાજાએ પોતાના ચર પુરુષો દ્વારા જન્મથી દારિત્ર્ય વડે દગ્ધ થયેલા એક રાંક ભિક્ષુકને બોલાવ્યો. તેના હાથમાં ભિક્ષા માંગવા લાયક એક કર્પર (હઠીક) હતું, તેણે કંથાની જેવા ફાટેલા જૂના વસ્ત્રનો એક કકડો પહેરેલો હતો, ચાલતાં ટેકો આપવા માટે લાકડીનો કકડો હાથમાં હતો, તેની ગતિ અલિત થતી હતી, અને તેનું શરીર અત્યંત કૃશ હતુ. આવા તે ભિખારીને જોઈને રાજાએ કહ્યું કે-“હે ભિક્ષુક! તારા શરીરને અભંગ, મર્દન, ઉદ્વર્તન, સ્નાન, ભોજન, વસ્ત્ર, શય્યા અને આસન એ વિગેરે ઈચ્છિત વસ્તુ આપવા વડે હું તને સુખી કરીશ, તું મારી પાસે રહે અને સુખેથી મનુષ્યને મળતાં સુખો ભોગવ. આ ભિક્ષુકના વેષને છોડી દે અને બીજા ઉત્તમ વેષને ધારણ કર. તારા નસીબને પણ ફેરવી નાખીને હું તને પૃથ્વીપતિ સમાન બનાવી દઈશ, કેમકે કલ્પવૃક્ષની જેમ હું પ્રસન્ન થયેથી તારે દુષ્માપ્ય શું છે ?” આ પ્રમાણે ઘણી રીતે કહ્યા છતાં પણ તે પ્રારબ્ધહીન ભિક્ષુક જરા પણ વિશ્વાસ ન પામ્યો, અને જેમ મિથ્યાત્વી પ્રાણી મિથ્યાત્વનો ત્યાગ ન કરે, તેમ તેણે પોતાના - વેષનો ત્યાગ કર્યો નહીં. જ્યારે રાજપુરુષો તેને બળાત્કારે વેષ
મુકાવવા લાગ્યા ત્યારે તેને જાણે કોઈએ માર્યો હોય તેમ તે રોવા લાગ્યો. તે જોઈને રાજાએ તેને કહ્યું કે “તારો વેષ કાયમ રાખીને ' પણ તું ભોજનાદિક વડે સુખ ભોગવ.”તે સાંભળીને પ્રસન્ન થયેલો
તે ભિક્ષુક જેમ પહેલા કષાય (અનંતાનુબંધી)ના ઉદયવાળો જીવ
(પ્રથમ પામેલા) સર્વ સમ્યકત્વને વમી નાંખે, તેમ પ્રથમ પ્રેતની - જેમ ઘણું જમ્યો, અને પછી તત્કાળ તે સર્વનું વમન કર્યું. કહ્યું છે
કે - દૈવનું (કર્મનું) ઉલ્લંઘન કરીને જે કાર્ય કરવામાં આવે છે, તે ફળીભૂત થતું નથી. ચાતક પક્ષીએ ગ્રહણ કરેલું સરોવરનું પાણી ગળાના રંધ્રુદ્વારાએ બહાર નીકળી જ જાય છે.” પછી રાજાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org