________________
૩૮
જ્ઞાનપદ ભજીએ રે રચેલા ચોમાસી દેવવન્દન આપણે દર ચોમાસી ચૌદશના દિવસે કરીએ છીએ. તેમણે પણ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત સાડાત્રણસો ગાથાના સ્તવન ઉપરના વિવરણમાં પણ આ જ સિંહગિરિજીના શિષ્યોને સંભાર્યા છે.
આ અદ્ભુત ઘટના છે. આજે જ્ઞાનપંચમી જેવા રૂડા મંગલ દિવસે આવા આવા મહાપુરુષોનું નામશ્રવણ પણ પરમકલ્યાણને કરનારું બની રહેશે. જ્ઞાનવૃદ્ધિનું કારણ બનશે.
હાં. તો શિષ્યોએ એ વચનનો સ્વીકાર કર્યો અને ગુરુમહારાજ તો ૩ શિષ્યોની સાથે ૩ દિવસ માટે નજીકના ગામે પધાર્યા.
આ બાજુ સવારે સૂત્રવાચના-અર્થવાચનાનો અવસર થયો એટલે ઉત્તમ પ્રકારના વિનયપૂર્વક વાચનાચાર્ય વજ્ર મહારાજનું આસન પાથર્યું. સ્થાપનાજી પધરાવ્યા. મંડલીરૂપે સાધુ મહારાજો ગોઠવાયા. એ જ વિધિથી વંદન કર્યું જે વિધિથી ગુરુમહારાજને કરવામાં આવતું હતું. એ પછી શ્રીવજે ક્રમશઃ જેને જે સૂત્રનો આચારાંગસૂત્ર, શ્રી ભગવતીસૂત્ર, શ્રી ઔપપાતિકસૂત્ર વગેરે આગમ ગ્રન્થોના તે તે શતક તે તે ઉદેશાના આલાવા એ જ રીતે ૧૪ દોષ રહિતપણે તેઓ આપવા માંડ્યા. આમાં શ્રી દશવૈકાલિક ભણનારા સાધુ મહારાજ g સાધુ મહારાજને એક ગાથા કંઠસ્થ કરતાં કરતાં બે દિવસ થતા હતા તે સાધુ મહારાજને સૂત્ર ગ્રહણ કરતાં વેંત કંઠે થવા લાગ્યું. આને જ્ઞાનસિદ્ધ વાચનાદાતા કહેવાય.
પણ હતા.
અર્થવાચના શરૂ થઇ અને તે તે સૂત્રના શબ્દાર્થથી શરૂ કરીને ઐદંપર્યાર્થ સુધીની અર્થવાચના સાંભળીને સાધુ મહારાજને રોમાંચ
૧. ૭મી ઢાળ, ૧૨મી ગાથાનો બાલાવબોધ. ૨. પગામ સિજ્જામાં આવે છે તે દોષોરહિત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org