________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
સંશિ પચેંદ્રિય પ્રાણીએ, તત્તુ યોગે કરી ગ્રહીયા । મનયોગે કરી મનપણે, પરિણામે તે દ્રવ્ય મુણિયા તિરછું માણસ ક્ષેત્રમાં, અઢી દ્વીપ વિલોકે । તિર્થા લોકના મધ્યથી, સહસ જોયણ અધોલોકે | ઉરધ જાણે જ્યોતિષી લગે, પલિયનો ભાગ અસંખ્ય । કાલથી ભાવ થયા થશે, અતીતત અનાગત સંખ્ય | ૨ || ભાવથી ચિંતિત દ્રવ્યના અસંખ્ય પર્યાય જાણે । ઋજુમતિથી વિપુલમતિ, અધિકા ભાવ વખાણે ।। મનના પુદ્ગલ દેખીને, અનુમાને ગ્રહે સાચું । વિતથપણું પામે નહીં, તે જ્ઞાને ચિત્ત રાચ્યું ॥ અમૂર્ત ભાવ પ્રગટપણે એ, જાણે શ્રી ભગવંત । ચરણ કમલ નમું તેહનાં, વિજય લક્ષ્મી ગુણવંત ॥ ૩ ॥
શ્રી મન:પયર્વજ્ઞાનના ચૈત્યવન્દનનો અર્થ
ચતુર્થ શ્રીમન:પર્યવજ્ઞાન છે, ગુણનિમિત્તે થનારું તે જ્ઞાન અપ્રમત્ત ઋદ્ધિના નિધાન ચારિત્રધારી કોઈક મુનિને શુભ પરિણામની વૃદ્ધિ થવાથી સંયમ ગુણઠાણે (સાતમે) હોય છે. તેમ જાણો. સાકારોપયોગના સ્થાનક તે જ્ઞાનથી મનના પર્યાયોને નિશ્ચયે કરી જાણે છે, વિચારણમાં આવેલા મનોદ્રવ્યના અનન્તા સ્કન્ધો જાણે છે પણ (ગ્રહણ કર્યા વિનાના માત્ર) આકાશમાં રહેલા મનોવર્ગણાના દ્રવ્યને જાણતા નથી ॥ ૧ ॥ ૨ ॥ ૩ ॥ સંશી પંચેન્દ્રિય જીવે કાય-યોગે ગ્રહણ કરેલા અને મનોયોગ વડે મનપણે પરિણામાવેલા મનોદ્રવ્ય, મન:પર્યવ જ્ઞાની જાણે છે ।।૪।। મનુષ્ય ક્ષેત્રમાં તી અઢીદ્વીપ સુધી દેખે છે, અધોલોકમાં તિર્થાલોકના મધ્યભાગથી એક હજાર યોજન દેખે છે, ૫ ઊર્ધ્વલોકમાં
Jain Education International
૧૧૯
For Personal & Private Use Only
www.jainelibrary.org