SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ જ્ઞાનપદ ભજીએ રે આ નગરના સમીપે એક ગામ છે, તેમાં સુંદર નામનો ક્ષત્રિય રાજ્ય કરતો હતો. તેને બે સ્ત્રીઓ હતી. તેમાં એકે પ્રથમ પુત્રી પ્રસવી, તેથી તેણીને અત્યંત ખેદ થયો. કારણ કે તેણીની શોક પણ ગર્ભિણી હતી, અને થોડા વખતમાં જ પ્રસૂતિ કરનાર હતી. તેથી તે શોકને પુત્ર થશે તો તે પતિને વધારે વહાલી થશે, એમ ધારીને તેણીએ સ્ત્રીજાતિને ઉચિત એવી અત્યંત દુષ્ટતાને લીધે ઘણું દ્રવ્ય આપી એક સૂતિકા (દાઈ) ને કહ્યું કે- “આ મારી શોક પ્રસવ સમયે તને બોલાવશે, તેથી તું પ્રથમથી જ કોઈ ઠેકાણેથી એક મૃતક બાળક લાવી રાખજે, અને પ્રસવ વખતે તે મૃતક બાળકને બતાવી, કહેજે કે ‘મુએલું બાળક જન્મ્યું છે.’ એમ કહી પ્રસવેલા પુત્રને તું પોતે જ ગુપ્ત રીતે લઈને દૂર કરી નાંખી આવજે.'' આ પ્રમાણે તેણીએ પ્રપંચ કર્યો, અને દૈવયોગે તેમજ થયું અને તે સૂતિકા (દાઈ)એ પણ તે જ પ્રમાણે મુએલું બાળક બતાવી જન્મેલા પુત્રને દૂર અરણ્યમાં મૂકી દીધો. “પ્રાણીઓના લોભને ધિક્કાર છે.’’ પછી તે તરતના જન્મેલા પુત્રને દૂર નાંખ્યા છતાં પણ પુણ્યના બળથી તેની કુળદેવીએ ગાયનું રૂપ ધારણ કરી દૂધ પાઈ ઉછેરીને એક વર્ષનો કર્યો. પછી અહીંથી નજીકના શિવાલયના અધિકારી ભરટકે (પૂજારીએ) તેને જોયો. એટલે તેને લઈને પોતાની દીક્ષા આપી પોતાનો શિષ્ય કર્યો. એકદા કાન્યકુબ્જ દેશનો જન્માંધ રાજા શ્રીપતિ (કૃષ્ણ)ની જેમ દેશોને જીતતો જીતતો આ ગામની નજીક આવીને રહ્યો. તે વખતે રાત્રિને સમયે મહાદેવે પ્રત્યક્ષ થઈને નાના ભરટકને કહ્યું કે- “તું કાન્યકુબ્જના રાજાને મારી પૂજાનું પુષ્પ અને જળ શેષ (પ્રાસાદી) તરીકે આપજે, તેથી તે અંધતાનો ત્યાગ કરી સજ્જ નેત્રવાળો (દેખતો) થશે.’' પ્રાતઃકાળે તેણે તે વૃત્તાંત પોતાના ગુરુને જણાવીને તેની આજ્ઞાથી પૂજાનું પુષ્પ અને જળ લઈ સ્કંધાવાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy