________________
૨૨૮
જ્ઞાનપદ ભજીએ રે રાજાના કોપના ભયથી અનિષ્ટની જેમ તેણીને કોઈ બોલાવી પણ શક્યું નહીં. તે વખતે કેટલાક લોકો રાજાને દોષ દેવા લાગ્યા, કેટલાએક તે કુંવરીને દોષ દેવા લાગ્યા, કેટલાએક રાજાના કોપનો દોષ કહેવા લાગ્યા, કેટલાએક પ્રધાનાદિકનો દોષ પ્રગટ કરવા લાગ્યા, કેટલાએક તે કન્યાના ગુરુનો દોષ કાઢવા લાગ્યા, કેટલાએક તેણીના મુગ્ધપણાનો દોષ કાઢવા લાગ્યા, કેટલાએક તેણીના ખરાબ ગ્રહનો દોષ કહેવા લાગ્યા અને કેટલાએક ધર્મિષ્ઠ લોકો તેણીના કર્મનો જ દોષ કહેવા લાગ્યા.
આ પ્રમાણે નગરજનોનાં નવાં નવાં વચનો સાંભળતી તે કન્યા તે પતિની સાથે નગરની બહાર તે જ ઉદ્યાનમાં જઈને જાણે જુદા જ સ્વાદવાળી (આનંદવાળી) હોય તેમ વિષાદ (ખેદ) પામ્યા વિના તેની સાથે જ રહી. અને તેવા કોઢિયા વરની પણ જાણે કોઈ શ્રેષ્ઠ દેવતા હોય તેમ પરમ પ્રીતિરસે કરીને સેવા કરવા લાગી. “સતીઓનું સત્ત્વ મહા આશ્ચર્યકારક હોય છે. પછી તે અયોગ્ય અને અસમાન બનાવ જોવાને જાણે અશક્ત હોય એમ સૂર્ય બીજા દ્વીપમાં જતો રહ્યો. (અસ્ત થયો) અને તેની સ્ત્રી સંધ્યા પણ સતીની જેમ તે સૂર્યની પાછળ ગઈ, પછી જ્યારે મિથ્યાત્વના સમૂહની જેમ અંધકારનો સમૂહ ચોતરફ વિસ્તાર પામ્યો ત્યારે તે કન્યાએ પતિને માટે સુંદર સંથારો પાથરી આપ્યો. તેમાં સુખે સૂતેલા તે પતિએ તેણીની પરીક્ષા કરવા માટે તેણીને કહ્યું કે “હે ભદ્ર! હા ! હા! તુ આ મોટા દુઃખસમુદ્રમાં કેમ પડી? પ્રથમ તો તે ભોળીએ આ અયુક્ત કાર્ય કર્યું, ત્યાર પછી બીજું અયુક્ત કાર્ય મેં કર્યું અને રાજાએ તો બહુ જ અયુક્ત કર્યું કેમકે પિતા થઈને આવું અયુક્ત કેમ કરી શકાય ? કહ્યું છે કે- “કદાચિત્ અલ્પ પ્રેમને લીધે છોરુ તો કછોરુ થાય, પણ અત્યંત પ્રેમવાળા માતાપિતા (માવતર) કુમાતાપિતા (કુમાવતર) કેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org